ફ્રાન્સના લુમિયેર બ્રધર્સ સિનેમાના ઇતિહાસમાં ખ્યાતનામ છે.
લુમિયેર ભાઈઓએ પોતે શોધેલ સિનેમેટોગ્રાફ ફેબ્રુઆરી 1895માં પેટંટ કરાવ્યું.
માર્ચ 19, 1895ના રોજ લુમિયેર ભાઈઓએ પોતાના સિનેમેટોગ્રાફની મદદથી પ્રથમ મોશન પિક્ચર કે મુવિ – ચલચિત્ર – ઉતાર્યું.
માંડ 46 સેકંડની આ ફિલ્મ હતી: The exit from the Lumière factories in Lyon.
વિશ્વની આ સર્વ પ્રથમ ફિલ્મનો પહેલો જાહેર શો ડિસેમ્બર 28, 1895ના રોજ પેરિસમાં યોજાયો. આ વાત વિગતે આપ “અનન્યા”ના અંકમાં વાંચી ચૂક્યા છો.
પેરિસના ગ્રાંડ કાફેમાં યોજાયેલ આ શોમાં ત્રીસેક દર્શકો હાજર હતાં.
તેમાંના એક દર્શક હતા જાદુગર મેલિઝ (મેલિએઝ?) (Georges Melies 1861 – 1938).
મેલિઝને લુમિયેર ભાઈઓના સિનેમેટોગ્રાફમાં રસ પડ્યો. તેમણે યંત્ર ખરીદવામાં રસ બતાવ્યો, પરંતુ લુમિયેર ભાઈઓએ સિનેમેટોગ્રાફ વેચવાની ના કહી. લાંબી જહેમત પછી મેલિઝ પોતાનો મુવિ કેમેરા બનાવી શક્યા.
મેલિઝ અવનવી ટેકનિક્સના ઉપયોગથી ફિલ્મો બનાવવા લાગ્યા.
ટ્રીક ફોટોગ્રાફી અને સિનેમેટોગ્રાફીની સ્પેશિયલ ટેકનિક્સના સંશોધનમાં મેલિઝનું સ્થાન અનોખું છે.
પ્રથમ વિશ્વયુદ્ધના સપાટામાં મેલિઝના કારોબારમાં ઓટ આવતાં તેમણે નાદારી નોંધાવી. પાંચસોથી વધુ ફિલ્મોનું નિર્માણ કરી ફ્રાન્સના ફિલ્મ ઉદ્યોગને ચમકાવનાર મેલિઝ ગુમનામીમાં સરી પડ્યા.
વર્ષો પછી જ્યારે ફ્રાન્સ સરકાર તથા ફ્રેન્ચ ફિલ્મ ઉદ્યોગને તેમનું સન્માન કરવાનું સૂઝ્યું ત્યારે મેલિઝની દેશવ્યાપી ખોજ ચાલી. કહે છે કે કોઈક પર્યટનસ્થાને, કોઈક મનોરંજન પાર્કની બહાર કંગાલ હાલતમાં મેલિઝ કેન્ડી વેચી રહ્યા હતા!!!
બરબાદીના છેલ્લે પગથિયે બેઠેલ ફિલ્મનિર્માતા મેલિઝને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માન The Legion of Honor થી નવાજવામાં આવ્યા!
યુરોપ ખંડમાં આવેલ દેશ ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી છે.
ફિનલેન્ડની કેટલીક અવનવી વાતો આશ્ચર્ય પ્રેરે તેવી છે.
ફિનલેન્ડનો 65% પ્રદેશ કોનિફર જંગલોથી છવાયેલો છે. ફિનલેન્ડમાં 1,80,000 થી પણ વધુ નાનાં-મોટાં (પાંચસો વર્ગ-મીટરથી વધુ ક્ષેત્રફળ ધરાવતાં) તળાવો છે. દેશમાં 1.80,000 જેટલા નાના-મોટા બેટ કે દ્વીપ છે. છે. તેમાંથી 20,000 તો મધ્યમથી મોટાં કદનાં તળાવો છે.
ફિનલેન્ડમાં મોબાઇલ ફોનની બોલબાલા છે. દેશના કુલ ટેલિફોન કનેક્શનના 55% જેટલા કનેક્શન મોબાઇલ કનેક્શન્સ  છે. ફિનલેન્ડના આશરે 90% જેટલા કુટુંબો પાસે મોબાઇલ કનેક્શન છે.
ભારતમાં સમુદ્રમાર્ગે આવનાર સૌ પ્રથમ યુરોપિયન પ્રજા પોર્ટુગિઝ હતી તે આપણે જાણીએ છીએ.
ઇસ 1498માં પોર્ટુગાલના વતની સાગરખેડૂ સાહસિક વાસ્કો દ ગામાએ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે પગ મૂક્યો.
વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ઝામોરિનને યુરોપ સાથે વ્યાપાર કરવાની વાતોથી પ્રભાવિત કર્યો. હિંદુસ્તાનમાં વ્યાપાર કરવાનો  પરવાનો જીતી વાસ્કો દ ગામા પોર્ટુગાલ પરત થયો..
ફરી 1524માં વાસ્કો દ ગામાએ હિંદ આવ્યો. આ વખતે વાસ્કો દ ગામાએ ગોવાની મુલાકાત લીધી.
ગોવામાં જ વાસ્કો દ ગામાનું મૃત્યુ થયું.
બ્રાટીસ્લેવા (Bratislava) કયા દેશની રાજધાની છે?
આવો પ્રશ્ન સાંભળી કોઇનો પણ ચહેરો અજ્ઞાનની શરમથી ફિક્કો પડશે. પણ ભાઈ! આવા અજ્ઞાન પાછળ ખાસ શરમાવા જેવું નથી. છેલ્લાં પંદર-વીસ વર્ષોમાં દુનિયા એવી તો બદલાઈ રહી છે કે નવા દેશો, નવી રાજધાનીઓ, નવાં શહેરો, નવાં-જૂનાં નામો સૌને હેરાન-પરેશાન કરી રહ્યાં છે.
યુરોપ ખંડના ઝેકોસ્લોવાકિયા દેશનું નામ આપ જાણો છો ને?
બીજા વિશ્વયુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલો ઝેકોસ્લોવાકિયા દેશ ‘વેલ્વેટ રેવોલ્યુશન’ દ્વારા સોવિયેટ સંઘ - રશિયાની સામ્યવાદી ચંગુલમાંથી 1989માં મુક્ત થયો. ચાર જ વર્ષ પછી, 1993માં  ઝેકોસ્લોવાકિયાના બે ટુકડા થયા.
પરિણામે, પહેલી જાન્યુઆરી, 1993ના રોજ યુરોપના નકશા પર બે સ્વતંત્ર નવા દેશ અસ્તિત્વમાં આવ્યા: એક ઝેક (Czech Republic), બીજો સ્લોવાકિયા (Slovakia).
ઝેકની રાજધાની પ્રાગ (પ્રેગ); જ્યારે સ્લોવાકિયાની રાજધાની બ્રાટીસ્લેવા.  **  *  *
એશિયાની અગ્રીમ મેડીકલ કોલેજના પ્રણેતા: એક ગુજરાતી
"મધુસંચય" ના વાચકોને ગર્વ થશે કે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજના પ્રણેતા-દાતા એક હિંદુસ્તાની ગુજરાતી પારસી સજ્જન હતા.
ભારતમાં જ નહીં, એશિયાભરમાં પાશ્ચાત્ય તબીબી શિક્ષણની સૌ પ્રથમ મેડીકલ કોલેજોમાંની એક તે મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજ.
મુંબઈના ગવર્નર તરીકે ઈ. સ. 1834માં સર રોબર્ટ ગ્રાંટ નિમાયા. ગવર્નર રોબર્ટ ગ્રાંટની ઈચ્છા મુંબઈ શહેરને હોસ્પિટલ અને મેડીકલ કોલેજની સુવિધા પૂરી પાડવાની હતી.
મુંબઈના સર જમશેદજી જીજીભોય નામના પ્રતિષ્ઠિત ગુજરાતી પારસી વેપારીએ 1838માં મુંબઈમાં અદ્યતન હોસ્પિટલ ઊભી કરવા રૂપિયા એક લાખનું દાન આપ્યું.
સર જમશેદજી જીજીભોયના દાનમાંથી મુંબઈને 1845માં જનરલ હોસ્પિટલ તથા તબીબી શિક્ષણ માટે  "સ્કૂલ ઓફ પ્રેક્ટિસ" મળ્યાં.
રોબર્ટ ગ્રાંટ અને જમશેદજી જીજીભોયના પ્રયત્નોથી  બનેલ મુંબઈની આ સંસ્થાઓ સર જે. જે. હોસ્પિટલ તેમજ ગ્રાંટ મેડીકલ કોલેજને નામે તબીબી ક્ષેત્રે એશિયામાં જાણીતી થઈ.
ડેવિડ લીનની ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”
1957માં અમેરિકાના હોલિવુડ (Hollywood, USA) ના સિનેમા ઉદ્યોગના નામાંકિત ફિલ્મ દિગ્દર્શક  ડેવિડ લીન (David Lean) ની જાણીતી ફિલ્મ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ” (The Bridge on the River Kwai) રજૂ થઈ.
1945માં “The Blithe Spirit”  જેવી નોંધનીય ફિલ્મ બનાવનાર ડાયરેક્ટર ડેવિડ લીનની “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”માં એલેક ગિનેસ, વિલિયમ હોલ્ડેન અને જેક હોકિન્સ જેવા સ્ટાર અભિનેતાઓ હતા.
આ ફિલ્મને આંતરરાષ્ટ્રીય એકેડેમી એવોર્ડઝ – ઓસ્કાર  એવોર્ડઝ –  (Academy or  Oscar Awards) એનાયત થયા હતા. પ્રથમ તો વર્ષની શ્રેષ્ઠ ફિલ્મ તરીકેનો ઓસ્કાર એવોર્ડ, બીજો ડેવિડ લીનને શ્રેષ્ઠ નિર્દેશન માટે બેસ્ટ ડાયરેક્ટરનો ઓસ્કાર તથા ત્રીજો અભિનય માટે એક્ટર એલેક ગિનેસને શ્રેષ્ઠ અભિનેતા (બેસ્ટ એક્ટર) નો ઓસ્કાર –  આમ “ધ બ્રિજ ઓન ધ રીવર ક્વાઈ”  ફિલ્મ મહત્વના એકેડેમી (ઓસ્કાર) એવોર્ડઝ જીતી ગઈ હતી.
ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે  ટાટા ગ્રુપ (તાતા ગ્રુપ,  Tata  Group) શિખરે બિરાજે છે.
ટાટા ગ્રુપના નેજા નીચે ટાટા સ્ટીલ, ટેલ્કો, ટાટા મોટર્સ, ટાટા કન્સલ્ટન્સી, ઇન્ડિયન હોટેલ્સ, ટાટા ટેલિકોમ આદિ જાયન્ટ કંપનીઓ (Tata  Group of Companies) કાર્યરત છે.
તાતા (ટાટા) કુટુંબ મૂળ તો ગુજરાતી પારસી કુટુંબ.
દક્ષિણ ગુજરાતના નવસારીના મૂળ વતની તેવા ટાટા (તાતા) કુટુંબના સાહસવીર જમશેદજી ટાટાએ ગ્રુપના ઔદ્યોગિક સામ્રાજ્યનો પાયો નાખ્યો.
હાલ ભારતના ટોચના આ ઔદ્યોગિક ગ્રુપના સંચાલક રતન ટાટા છે.
અમેરિકાના અગ્રગણ્ય મેગેઝિન ફોર્બ્સ  (Forbes) દ્વારા ભારતના સૌથી વધુ  સંપત્તિવાન એવા અતિ ધનાઢ્ય   ભારતીયોની યાદી પ્રકાશિત થઈ છે.
અમેરિકન મેગેઝિન ફોર્બ્સ  (Forbes)  પ્રમાણે સૌથી વધુ સંપત્તિવાન ભારતીય હાલ      લંડન (ઇંગ્લેંડ, UK) નિવાસી પણ ભારતીય નાગરિક લક્ષ્મી મિત્તલ છે.
ભારતીય શ્રીમંતોમાં બીજા ક્રમે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી આવે છે. સૌથી વધુ સંપત્તિવાન ત્રીજા ભારતીય અનિલ  ધીરુભાઈ અંબાણી ગ્રુપ -  ADAG – ના અનિલ અંબાણી છે.
સર્વોચ્ચ ટાટા ગ્રુપના અધિપતિ હોવા છતાં રતન ટાટાનું નામ કરોડોપતિ સંપત્તિવાન ભારતીયોમાં કેમ નહીં આવતું હોય? આવો પ્રશ્ન કદી આપને થયો છે?
એક મુખ્ય કારણ એ કે  ટાટા ગ્રુપની  કંપનીઓના શેર્સ  ટાટા  કુટુંબ  દ્વારા દ્વારા સ્થાપિત   વિવિધ ચેરિટેબલ ટ્રસ્ટસ પાસે  છે.  ટાટા સન્સના 65 % થી વધુ શેર્સ પર કુટુંબ દ્વારા  સંચાલિત  ચેરિટેબલ ટ્રસ્ટસની માલિકી છે.
સો વર્ષ અગાઉ જમશેદજી ટાટાએ ટાટા કુટુંબની એક વિશિષ્ટ પરંપરાનો પાયો નાખ્યો. સમાજ પાસેથી મેળવેલી સંપત્તિનો એક ભાગ સમાજ-ઉપકારક પ્રવૃત્તિઓમાં સમાજને  જ અર્પણ કરવો . બેંગલોરમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ (IIS), મુંબઈમાં ટાટા ઇન્સ્ટીટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચ (TIFR) , કેન્સર રીસર્ચ માટે મુંબઈ (હવે ખારઘર, નવી મુંબઈ)નું જ ટાટા મેમોરિયલ સેંટર (ACTREC) આદિ સંસ્થાઓ ટાટા કુટુંબની સમાજ સેવાનાં ઉત્તમ ઉદાહરણો છે.
અસાધારણ પ્રતિભા: રેનોર પરિવાર
અસાધારણ પ્રતિભા: રેનોર પરિવાર
ઈતિહાસમાં કેટલાંક પરિવારોમાં અસાધારણ પ્રતિભા આશ્ચર્યજનક રીતે છલકાય છે. આવા પરિવારના સભ્યો પોતપોતાના કાર્યક્ષેત્રમાં વિશેષ નામના કે સફળતા મેળવે છે.
પોલેંડમાં ક્યુરી પરિવાર કે ફ્રાંસના રેનોર (રેનોયર) પરિવાર ઉપરાંત વિશ્વમાં અન્ય પણ જ્વલંત ઉદાહરણો છે. જૂજ પરિવારોમાં પ્રતિભા પેઢી દર પેઢી ઊતરે છે.
આજે આપણે ફ્રાંસના સુપ્રતિષ્ઠિત  રેનોર (રેનોયર Renoir)  પરિવાર પર ઊડતી નજર નાખીએ.
પિયરી ઑગસ્ટ રેનોર (રેનોયર Pierre Auguste Renoir 1841 -1919) ફ્રાંસના એક પ્રસિદ્ધ ચિત્રકાર હતા. ઈમ્પ્રેશનિઝમ (Impressionism) ના શરૂઆતના સમર્થક.
બાળકો અને યુવતીઓનાં figure drawing માટે પિયરી ઑગસ્ટ રેનોર (રેનોયર)  વિશ્વભરમાં ખ્યાતિ પામ્યા. પિયરી ઑગસ્ટ રેનોરે પોતાની પત્ની અને બાળ પુત્રનું ભાવવાહી ચિત્ર દોરેલ છે.
ઈમ્પ્રેશનિસ્ટ પેઈન્ટર પિયરી ઑગસ્ટ રેનોર (રેનોયર) ને બે પુત્રો.  બંને પુત્રોએ મૂંગી ફિલ્મોના જમાનાથી લઈંને બોલપટ સુધી ચલચિત્ર ક્ષેત્રે, વિશેષ તો ફ્રાન્સના ફિલ્મક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું.
મોટો પુત્ર પિયરી રેનોર ( Pierre Renoir 1885 – 1952) અને નાનો પુત્ર  જિન રેનોર ( Jean Renoir 1894 – 1979).
ફિલ્મ અભિનેતા તરીકે પિયરી રેનોર ફ્રેંચ ફિલ્મક્ષેત્રે ચાલીસેક વર્ષ સંકળાયેલા રહ્યા. પિયરી રેનોરના નાના ભાઈ   જિન રેનોર.
જિન રેનોર ફ્રાંસના સિનેમા ઉદ્યોગના આદરણીય પ્રણેતા રહ્યા. જિન રેનોર અભિનય – લેખન – દિગ્દર્શન – ફિલ્મનિર્માણ ક્ષેત્રે આદર પામ્યા. જિન રેનોરનાં લગ્ન પોતાના પેઈન્ટર પિતાની મૉડલ  કેથેરાઈન હેસલિંગ સાથે થયાં હતાં.
પિયરી રેનોરના પુત્ર  ક્લોડ રેનોર (ક્લોડી રેનોર Claude Renoir 1914 – 1993 ) નિષ્ણાત સિનેમેટોગ્રાફર હતા. ઘણી ફ્રેંચ ફિલ્મ્સ ઉપરાંત હોલિવુડની બે ખ્યાતનામ ફિલ્મો “ક્લિઓપેટ્રા” અને  જેમ્સ બોંડ ફિલ્મ “ધ સ્પાય હુ લવ્ડ મી”માં ક્લોડ રેનોરની સિનેમેટોગ્રાફી ખૂબ વખણાયેલી.
ક્લોડ રેનોરનાં પુત્રી સોફી રેનોર (Sophie Renoir). સોફીએ અભિનય ક્ષેત્રે ફ્રેંચ સિનેમામાં ખ્યાતિ મેળવી.
જિન રેનોરના પુત્ર એલન રેનોર અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં લિટરેચરના પ્રોફેસર તરીકે કાર્યરત રહ્યા.
ગુજરાતના પ્રથમ મુખ્ય મંત્રી ડો. જીવરાજ મહેતા 1925માં મુંબઈની કેઈએમ હોસ્પિટલ KEM Hospital ના ડીન બન્યા. અંગ્રેજ સરકારની આ કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલના ડીનના હોદ્દા પર હંમેશા અંગ્રેજ ડોકટર નીમાતા. આ શિરસ્તો 1925માં તૂટ્યો.
ડો. જીવરાજભાઈ કેઈએમ હોસ્પિટલ મુંબઈના પ્રથમ ભારતીય ડીન બન્યા.
ડો. જીવરાજ મહેતા ભારતના તબીબોના એસોસિયેશન – ઈંડીયન મેડીકલ એસોસિયેશન – IMA - ના પ્રમુખ પદે ત્રણ વખત ચૂંટાયા . 1930, 1943 અને 1945 – આ ત્રણ વર્ષોમાં ઈંડીયન મેડીકલ એસોસિયેશનનું પ્રમુખપદ ડો. જીવરાજ મહેતાએ શોભાવ્યું.
અમેરિકાથી ડો. રાજેન્દ્ર  ત્રિવેદીએ  ડો. જીવરાજ મહેતાની ગઈ પોસ્ટ પર મહત્વની કોમેન્ટ મૂકી છે. ડો. રાજેન્દ્રભાઈ સર્જરીની અનુસ્નાતક ડિગ્રી સમયે મુંબઈની KEM Hospital સાથે સંલગ્ન હતા.
આપણા ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (પંતપ્રધાન કે મુખ્ય મંત્રી કે Chief Minister) ડો. જીવરાજ મહેતા.
ડો. જીવરાજ મહેતાનો જન્મ અમરેલીમાં ઈસ 1887માં થયો. આઠ ભાઈબહેનોમાં સાતમું સંતાન. અમરેલીથી મેટ્રિક પાસ કરી જીવરાજભાઈએ  મુંબઈની ગ્રાંટ મેડીકલ કોલેજમાંથી તબીબી ડિગ્રી મેળવી.
પછી તાતાની લોન સ્કોલરશીપ મેળવી  ડો. જીવરાજ મહેતા ઉચ્ચ તબીબી શિક્ષણ અર્થે 1909માં લંડન (ઈંગ્લેંડ) ગયા. તેમણે લંડનમાં એમડી અને એમઆરસીપી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી.
છ એક વર્ષના લંડન-નિવાસ દરમ્યાન  ડો. જીવરાજભાઈ આપણા રાષ્ટ્રીય નેતાઓ ગાંધીજી, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, લાલા લજપતરાય, ગોપાલકૃષ્ણ ગોખલે,, મહંમદ અલી ઝીણા, સરોજિની નાયડુ વગેરેના સંપર્કમાં આવ્યા.
ભારત પરત આવી ડો. જીવરાજભાઈએ મુંબઈમાં પ્રેક્ટીસ શરૂ કરી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત તબીબ તરીકે પણ ડો. જીવરાજ મહેતાએ સેવા આપી. હંસાબહેન સાથે લગ્ન પછી તેઓ મુંબઈ સ્થાયી થયા.
ડો. જીવરાજ મહેતાએ મુંબઈની કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ (KEM Hospital) તથા ગ્રાંટ મેડીકલ કોલેજના ડીન તરીકે કાર્યભાર સંભાળ્યો.
1960માં અગાઉના દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યોની રચના થઈ.
1960ની પહેલી  મેએ ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને ગુજરાતનું પાટનગર અમદાવાદ બન્યું.
નવનિર્મિત ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્ય પ્રધાન (Chief Minister) તરીકે ડો. જીવરાજ મહેતા ચૂંટાયા.
ખગોળશાસ્ત્રી મહાત્મા ગાંધી (યરવડામાં ગાંધીજી)
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક પણ અવસર ન ચૂકતા. ગાંધીજી જેલમાં યે પળ પળનો સદુપયોગ કરતા.
આપણા પ્યારા ગાંધી બાપુ ખગોળશાસ્ત્રમાં રસ લેતા હતા તે એક અજાણી-શી વાત!
આ વાત ગાંધીજીના યરવડા જેલવાસની છે. અંગ્રેજો સામે આઝાદીની લડત પૂરજોશમાં હતી. ગાંધીજીને થયું : દેશભક્ત સત્યાગ્રહીઓને ગામડા-ગામમાં, મુસાફરીમાં, અજાણી જગ્યાઓમાં કે જેલમાં રાતે સમયનો ખ્યાલ કેવી રીતે આવે?
ગાંધીજીએ આકાશદર્શનના અભ્યાસ માટે ખગોળશાસ્ત્રનો પ્રાથમિક પરિચય મેળવવાનો નિશ્ચય કર્યો.
તેમના ધ્યાનમાં ખગોળશાસ્ત્રનું પુસ્તક “જ્યોતિર્વિલાસ” વસેલું.
પૂનાના મહારાષ્ટ્રીયન ખગોળવિદ શ્રી શંકર દીક્ષિતનું પુસ્તક  “જ્યોતિર્વિલાસ”  દુનિયાભરમાં ખ્યાતિ પામેલું.
ગાંધીજી માટે આ પુસ્તકની નકલ જેલના અધિકારીઓએ પૂનામાંથી સ્વર્ગીય લેખકના પુત્ર પાસેથી મેળવી હતી.
શંકર બાલકૃષ્ણ દીક્ષિત મહારાષ્ટ્રના એક ગામડામાં 1853માં જન્મેલા. અભ્યાસ માત્ર મેટ્રિક. વ્યવસાય શિક્ષણ. છતાં ખગોળ અને પંચાંગ પર તેમનાં પુસ્તકો વિશ્વના નિષ્ણાતોમાં પ્રશંસા પામ્યાં.
“જ્યોતિર્વિલાસ” 1893માં પ્રસિધ્ધ થયું. ત્રણેક દાયકા પછી શ્રી ઈચ્છારામ સૂર્યરામ દેસાઈની પ્રેરણાથી પુસ્તકનો ગુજરાતી અનુવાદ શ્રી શિવલાલ યાજ્ઞિક દ્વારા તૈયાર થયો.
વર્ષો પછી, 1971માં “જ્યોતિર્વિલાસ” ગ્રંથનો સંપૂર્ણ ગુજરાતી અનુવાદ આપણા ગુજરાતના એક માત્ર ખગોળશાસ્ત્રી- કવિ  સ્વ. હરિહર ભટ્ટ દ્વારા પ્રસિદ્ધ થયો.
ગુજરાતમાં પ્રથમ મોટર કાર
ગુજરાતમાં પ્રથમ મોટર કાર
એક વાચક મિત્રનો પ્રશ્ન છે: ગુજરાતમાં પ્રથમ મોટર કાર માલિક ગુજરાતી કોણ?
ઉપલબ્ધ માહિતી મુજબ, ગુજરાતમાં પહેલી મોટર કાર અમદાવાદમાં આવી.
ગુજરાતના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈએ પ્રથમ મોટર કાર ખરીદી.
કોઈ વાચક પાસે વિગતો હોય, તો જરૂર આપે તેવી વિજ્ઞપ્તિ.
ગુજરાત અને ગુજરાતીઓ દેશના વિભિન્ન ક્ષેત્રોમાં  કેટકેટલું યોગદાન આપતા રહ્યા છે!
મુંબઈમાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગ (કાપડ ઉદ્યોગ - Textile Industry)ને વિકસાવનાર પ્રણેતાઓમાં એક ગુજરાતી શેઠ દામોદર ઠાકરસી (ઠાકરશી). દામોદર ઠાકરસીએ 1847માં “હિંદુસ્તાન સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલ્સ” સ્થાપી.
તેમના પુત્ર વિઠ્ઠલદાસ દામોદર ઠાકરસી(ઠાકરશી) (1833-1922) મુંબઈના સુપ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અને મુંબઈના મેયર.
વિઠ્ઠલદાસ ઠાકરસીએ પૂનામાં બંગલો બનાવવાનું નક્કી કર્યું. પૂનાની યરવડા ટેકરી પર  ઈટાલિયન આરસ અને બ્રહ્મદેશી સાગથી સજાવેલા આલીશાન બંગલાનું નામ પર્ણકુટી. બંગલાનું સુખ ભોગવી શકે તે પહેલાં વિઠ્ઠલદાસ સ્વર્ગવાસી થયા. શેઠ વિઠ્ઠલદાસનાં વિધવા પત્ની પ્રેમલીલાબહેન ઠાકરસી પર્ણકુટીમાં વર્ષો સુધી રહ્યાં.
યરવડા ટેકરી પરના પર્ણકુટી બંગલા સામે જ યરવડા જેલ.
1942માં અંગ્રેજો સામે હિંદ છોડો આંદોલન (Quit India Movement) શરૂ થયું.
મુંબઈમાં મહાત્મા ગાંધી અને કસ્તૂરબાની ધરપકડ થઈ. ગાંધીજી સાથે કસ્તુરબાને પણ પૂનાની યરવડા જેલમાં કેદ રખાયા.
પ્રેમલીલાબહેન પર્ણકુટી બંગલામાંથી દૂરબીનથી યરવડા જેલ પર નજર રાખતા અને રાષ્ટ્રપિતા ગાંધી બાપૂની હાલચાલના ખબર દેશભક્તોને પહોંચાડતા.
રાજકોટમાં જન્મેલા પ્રેમલીલાબહેનને ત્યાં પર્ણકુટીના મહેમાનોની યાદી વાંચવી છે? ગાંધીજી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, સુભાષચંદ્ર બોઝ, સરોજિની નાયડુ, વિજયાલક્ષ્મી પંડિત અને .... બીજા ઘણા બધાં.
વિધિના લેખ તો જુઓ! રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જ્યાં રહ્યા તે યરવડા જેલમાં  આજે ફિલ્મ અભિનેતા સંજય દત્ત કેદ છે. .  (કદાચ જામીન પર છૂટી શકે તેવા સંજોગો અત્યારે તો દેખાય છે. 21/08/07)
આજે પંદરમી ઓગસ્ટ.
ભારતનો સ્વાતંત્ર્યદિન. વંદે માતરમ્. મેરા ભારત મહાન!
આજે મહાયોગી મહર્ષિ અરવિંદ (શ્રી અરવિંદ ઘોષ કે અરબિંદો ઘોષ)ની જન્મજયંતિ.
મહાયોગી શ્રી અરવિંદનો ગુજરાત સાથે વિશેષ સંબંધ રહ્યો છે.
ઈંગ્લેંડમાં શ્રી અરવિંદના એક સહાધ્યાયી હતા ગુજરાતી યુવક શ્રી બાપુભાઈ મજમુદાર. શ્રી અરવિંદ મહારાજા સયાજીરાવ ગાયકવાડની ઓફર સ્વીકારી વડોદરા રાજ્યની નોકરીમાં વડોદરા આવ્યા, ત્યારે બાપુભાઈને ત્યાં ઉતર્યા હતા.
આધ્યાત્મિક ક્ષેત્રે આગળ ધપવાની પ્રારંભિક પ્રેરણા શ્રી અરવિંદને  વડોદરાથી મળી. વડોદરાથી સાઠ-સિત્તેરેક કિલોમીટર દૂર નર્મદાકિનારો. ત્યાં ચાણોદ-ગંગનાથમાં મહાતપસ્વી સિદ્ધજ્ઞાની સંત સ્વામી બ્રહ્માનંદનો આશ્રમ. મહાયોગી શ્રી અરવિંદ ઘણી વાર નર્મદાકિનારે સ્વામી બ્રહ્માનંદના દર્શન-સત્સંગ અર્થે જતા તે વાત બહુ ઓછા જાણે છે.
બીજી મઝાની વાત એ કે વડોદરા કોલેજની ક્રિકેટ ટીમના ઈન-ચાર્જ તરીકે શ્રી અરવિંદ હતા. નવાઈની વાત ને ... કે શ્રી અરવિંદ અને ક્રિકેટ? અમદાવાદની ગુજરાત કોલેજની ટીમ સાથે ક્રિકેટ મેચ રમવા વડોદરા કોલેજની ક્રિકેટ ટીમ શ્રી અરવિંદના નેતૃત્વમાં આવી હતી. ગુજરાત કોલેજના મેદાન પર રમાયેલી આ મેચમાં વડોદરા કોલેજની જીત થઈ હતી.
સુજ્ઞ વાચકો! આપ જાણતા હશો કે પોંડિચેરી અરવિંદ આશ્રમમાં મહાયોગી શ્રી અરવિંદની નિશ્રામાં રહી વર્ષો સુધી, રાત-દિન તેમની સેવા કરનાર સાધક શ્રી ચંપકલાલ પણ ગુજરાતી જ ને!
1950ની ડિસેમ્બરની 4થીએ મધરાત પછી (ડિસેમ્બર 5ની વહેલી રાત્રિ-સવારે) મહાયોગી શ્રી અરવિંદનું મહાપ્રયાણ.  તે સમયે બે ડોક્ટરો સાથે માત્ર ચંપકલાલ ઓરડામાં હાજર હતા. દેહ છોડતાં પહેલાં શ્રી અરવિંદે પોતાના પ્રિય ગુજરાતી શિષ્ય ચંપકલાલને પ્રેમભર્યું આખરી આલિંગન અને ચુંબન આપી ધન્ય કરી દીધા!
આપણે ગરવા ગુજરાતના ગરવા ગુજરાતીઓ.
આપણા ગુજરાતી બંધુઓના કેટકેટલા બહુમૂલા યોગદાનથી લગભગ અજાણ છીએ?
ઘણાને ગ્લોબલાઈઝેશન અને મલ્ટીનેશનલની માયાજાળ નવી લાગે છે. કેટલાકને પાશ્ચાત્યજગતનો ભારત સાથેનો વ્યાપારપ્રેમ નવો નવો લાગે છે.
જાણ્યે-અજાણ્યે ભૂલાઈ ગયેલા ઈતિહાસ પર એક ઊડતી નજર નાખી લઈએ?
ઈ.સ. 1498માં પોર્ટુગલ (પોર્ટુગાલ કે પોર્તુગાલ)ના વતની સાહસિક પ્રવાસી વાસ્કો-દ-ગામા(Vasco-de-Gama)નું વહાણ હિંદના પશ્ચિમ કિનારે કાલિકટ બંદરે લાંગર્યું. આમ, યુરોપથી હિંદુસ્તાન આવનાર પ્રથમ પ્રજા પોર્ટુગિઝ હતી.
1510માં પોર્ટુગિઝ લોકોએ ગોવા અને તત્કાલીન મુંબઈના અલ્પવિકસિત ટાપુ પર સત્તા જમાવી. પોર્ટુગલ-હિંદુસ્તાન વચ્ચે વ્યાપારસંબંધો ખીલ્યા.
1558-1603 દરમ્યાન ઈંગ્લેંડની ગાદી પર રાણી એલિઝાબેથ (ઈલિઝાબેથ) હતી.
1600ની સાલમાં રાણી ઈલિઝાબેથે ઈસ્ટ ઈંડિયા કંપનીને ભારત સાથે વેપાર કરવા પરવાનો આપ્યો.
1608ની 24મી ઓગસ્ટે ઈંગ્લેંડથી પ્રથમ અંગ્રેજ વહાણ “હેક્ટર” સુરતના બંદરે લાંગર્યું.
આ ઈંગ્લિશ જહાજનો કપ્તાન હોકિન્સ પોતાની સાથે ઈંગ્લેંડના રાજા જેમ્સનો પત્ર  પત્ર લાવ્યો હતો. તે પત્ર હિંદુસ્તાનના મોગલ બાદશાહ અકબરને સંબોધાયેલો હતો લોભામણી ભેટો ભરેલું અંગ્રેજ વહાણ સુરત પહોંચે ત્યાં સુધીમાં દિલ્હીની ગાદી પર અકબરના સ્થાને જહાંગીર આવેલ હતો. જહાંગીરે અંગ્રેજ પ્રજાની મૈત્રી સ્વીકારી.
1613માં ઈસ્ટ ઈંડિયા કંપનીએ સુરતમાં પ્રથમ વ્યાપારી કોઠી નાખી.
1615માં દિલ્હીના મોગલ દરબારમાં  બ્રિટીશ સામ્રાજ્યના  પ્રથમ અધિકૃત એલચી તરીકે સર ટોમસ રો આવ્યો. તે લગભગ ચારેક વર્ષ હિંદુસ્તાનમાં રહ્યો. તેણે હિંદુસ્તાન અને બ્રિટીશ સલ્તનત વચ્ચેના સંબંધો મજબૂત કર્યા.
1661માં પોર્ટુગલની રાજકુમારી કેથેરાઈનનાં લગ્ન ઈંગ્લેંડના રાજા ચાર્લ્સ બીજા સાથે થયાં. પોર્ટુગલના રાજાએ પહેરામણીમાં અંગ્રેજ રાજાને મુંબઈ ટાપુ આપ્યો.
1668માં ઈંગ્લેંડના રાજાએ મુંબઈ ટાપુ ઈસ્ટ ઈંડિયા કંપનીને વ્યાપારી પ્રવૃત્તિ વિકસાવવાના હેતુથી માત્ર દસ પાઉંડના ભાડાથી ભાડે આપ્યો! બધું દલા તરવાડીની વાર્તા જેવું!
બસ, વેપાર શરૂ થયા પછી કાંઈ બાકી રહે?
પશ્ચિમી દેશોની વ્યાપારી પ્રવૃત્તિઓએ હિંદુસ્તાનની તકદીર રેખા કેવી પલટી નાખી છે તે તો  સુપરમાર્કેટમાં રખડતું બાળક પણ જાણે છે!
અમને ખુશી થાય છે કે અમારા “સહકારી” બ્લોગ્સ – સારસ્વત અને પ્રતિભા પરિચય– સફળતાના પંથે છે. શ્રી સુરેશભાઈ જાનીની નિગરાની અમારા જેવા કો-એડીટર્સની જહેમતને રંગ ચડાવે છે. તે બધી વાતો ફરી ક્યારેક કરીશું.
આજે પ્રથમ અમારા માટે સમસ્યારૂપ બનતા એક પ્રશ્નની ચર્ચા કરીએ.
“પ્રતિભા” બ્લોગ શરૂ કર્યો તે દિવસથી સુરેશભાઈ અને મને સમજાઈ ગયું હતું કે અમારું કામ ભારે પડકારરૂપ હતું.
સુરેશભાઈ અને હું ઘણી વાર મંથન કરતા રહ્યા કે “ગુજરાતી પ્રતિભા” તરીકે કોને સ્વીકારવા?
ખેદ ત્યારે થાય કે ભૂતકાળમાં ગુજરાત માટે નોંધપાત્ર કાર્ય કરી જનાર મહાનુભાવને આજની પેઢી કદાચ જાણતી પણ ન હોય ....
આપણે ડો. વિક્રમ સારાભાઈને નિર્વિવાદપણે પ્રતિભા તરીકે સ્વીકારી લઈએ, પરંતુ ડાહ્યાભાઈ ધોળશાજી કે સામળદાસ ગાંધી કે ગોવિંદ સખારામ દેસાઈ કે અરદેશર કોટવાળ કે બરજોરજી બહેરામજીને કેટલા ઓળખશે? ચાલો, તેમનો આછો પાતળો બાયો-ડેટા આપી તો દઈએ. પણ માત્ર તેમના બાયો-ડેટા પરથી તેમની પ્રતિભા-તેમની મહત્તા-તેમના કાર્યોની અગત્ય આંકવી વાચક માટે શક્ય બનશે?
ક્યારેક એવું બને કે ઘણી વાર તદ્દન સામાન્ય વ્યક્તિઓએ અસામાન્ય કાર્યો કર્યાં હોય, પરંતુ તેમના જીવન વિશે બહુ થોડી માહિતી મળતી હોય. આ પણ એક વિચારવા જેવી બાબત.
હું નામ આપું .... સવિતાનારાયણ ગણપતિનારાયણ કે નન્નુભાઈ ડોસાભાઈ કે જીવણજી હાડવૈદ કે ... યાદી લંબાતી જશે.... આ પ્રતિભાઓને આપણે ઓળખતા નથી કારણ કે તેમનાં જીવનકાર્યો વિરલ હોવા છતાં તેમનાં કોઈ સ્મારક ઊભાં નથી, કે નથી તેમના જીવનની વ્યવસ્થિત તવારીખ. યાદ રહે- આ બધા મહાનુભાવો છેલ્લા સો-દોઢસો વર્ષમાં જ થયા છે. તેમણે કોઈક ને કોઈક ક્ષેત્રમાં અસાધારણ કામ કર્યું છે, નામના મેળવી છે અને પોતાનું ગુજરાતીપણું સાર્થક કર્યું છે.
આપણે તેમનાં નામોની નોંધ સુદ્ધાં રાખવાનું ભૂલતા જઈએ છીએ. શું ગુજરાત તેમને ભૂલી જશે?
હું આપ સાથે મનમાં ધરબાયેલી એક અન્ય વાત પણ કરી શકું?
હું મારી અંગત નોંધપોથીઓ, ડાયરીઓ, નોટ્સ, વર્તમાનપત્ર-સામયિકોના કટિંગ્સ ... આ બધાં પરથી, કલાકોની જહેમત પછી, મારા બ્લોગ પર કાંઈક લખીશ તો તે વાંચનાર કોણ હશે?
મારા મિત્ર શ્રી જુગલકિશોરભાઈ સાચું કહે છે કે વાચકની સંખ્યાની ચિંતા કર્યા વગર જે સારું છે તે બ્લોગ પર પીરસતા જવું. જે અસાધારણ કાર્ય છે, તેને સમજનાર ઓછા હોય. ગણ્યાગાંઠ્યા અસાધારણ વાચકો હોય તેવું પણ બને!!
અમદાવાદની લાયબ્રેરીઓમાં ઢગલાબંધ દેય (Issueable) અને રેફરન્સ વિભાગમાં અદેય (Non-issueable) જૂનાં પુસ્તકો નધણિયાતા ઢોર જેવી દારૂણ દુર્દશામાં સબડે છે. હવે તેમની નવી એડિશન આવવાની કોઈ શક્યતા નથી.
તે નાશ પામશે તે સાથે ગુજરાતના ઈતિહાસની ઓછીજાણીતી એવી અસંખ્ય ઘટનાઓ દફન થઈ જશે. .... કેટલીય પ્રતિભાઓનાં જીવન કાર્યો ભૂલાઈ જશે
આવા ચૂંથાયેલાં પુસ્તકોનાં ફાટેલાં પાનાંઓમાંથી ટુકડા-ટુકડા માહિતી ભેગી કરીને પણ મારા બ્લોગ્સ પર મૂકતો રહું છું. મારી નોંધપોથીઓ, નોટ્સ, કટિંગ્સ – બધાંમાંથી શોધી શોધીને અજાણી-શી વાતો કે વિસરાતી વાતો ને મારા બ્લોગ્સ પર રાખવા પ્રયત્નશીલ રહું છું.
આપણા અમૂલ્ય વારસાની ફોરમ ફેલાવવાનો આ નમ્ર પ્રયાસ છે. સુજ્ઞ વાચકો તે વાંચી ગુજરાતની ગરિમાની મહેક અનુભવશે તો અમને સંતોષ થશે.
આપને વિનંતી:
મધુસંચય: અજાણી-શી વાતો
અનુપમા:  વિસરાતી વાતો
“ગુજરાતી સાહિત્ય પરિષદ”ના સ્થાપક રણજિતરામ વાવાભાઈ મહેતા.
આ સંસ્થાની સ્થાપના દ્વારા રણજિતરામ મહેતાએ ગુજરાત અને ગુજરાતી ભાષાની મોટી સેવા કરી છે.
અમદાવાદની ગુજરાત કોલેજમાંથી ઈ.સ. 1903માં બી.એ. કરનાર રણજિતરામભાઈ ભાવનગરના દીવાન સર પ્રભાશંકર પટ્ટણીના ખાનગી મંત્રી હતા.
ઈ.સ. 1917માં માત્ર 35 વર્ષની ઉંમરે આકસ્મિક રીતે તેમનું મૃત્યુ થયું. મુંબઈના જૂહુના દરિયાકિનારે એક ડૂબતા નાગરિકને બચાવવા પરમાર્થી અને સાહસિક રણજિતરામભાઈએ સમુદ્રમાં ઝંપલાવ્યું. કમનસીબે તેઓ સ્વયં દરિયાના મોજાંઓમાં ગરકાવ થઈ ગયા.
રણજિતરામભાઈના પુત્રને આપ જાણો છો? અગાઉના પ્રજા સમાજવાદી પક્ષના અગ્રણી નેતા અને જવાહરલાલ નહેરુના સમયમાં ભારતના જાણીતા અર્થશાસ્ત્રી અશોક મહેતા.
વિશેષ માહિતી વાંચો:
ગુજરાતી સારસ્વત પરિચય
German Scholar Friedrich Max Muller and
Gujarat.
સવાસો વર્ષ વીતી ગયાં હશે .....
દક્ષિણ ગુજરાતમાં ભરુચ શહેરની દલાલ હાઈસ્કૂલ.
તેના મુખ્ય  શિક્ષક પાર્વતીશંકર મણિશંકર દવે સંસ્કૃતના વિદ્વાન. પાર્વતીશંકરની પંડિતાઈની ખ્યાતિ ઈંગ્લેંડ અને જર્મની જેવા યુરોપના દેશોમાં પણ પ્રસરેલી હતી.
મહાન જર્મન સ્કોલર મેક્સમૂલર (1823-1900) સંસ્કૃત ભાષાના અઠંગ અભ્યાસી હતા. જર્મનીમાં મેક્સમૂલર દ્વારા આપણા પ્રાચીન વેદ ઋગ્વેદ (Rigveda) ની ઋગ્વેદસંહિતાનું ભાષાંતર પ્રસિદ્ધ થયું.
મેક્સમૂલરે ઋગ્વેદસંહિતાના આ પુસ્તકની કોપી એક માત્ર ગુજરાતીને - પાર્વતીશંકર દવેને મોકલી હતી.
ઈ.સ. 1902માં પાર્વતીશંકરનો સ્વર્ગવાસ થયો.
અમદાવાદ શહેરમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ મેયર શેઠ ચીનુભાઈ ચીમનલાલ.
અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રથમ પ્રમુખ શેઠ રણછોડલાલ છોટાલાલ હતા. બેરોનેટ ઉદયન ચિનુભાઈના આ પૂર્વજ રણછોડલાલ છોટાલાલ ગુજરાતના પ્રથમ મિલમાલિક.
સરદાર વલ્લભભાઈ પટેલ 1924-1928 દરમ્યાન અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ રહ્યા હતા. આમ, મેયર ચીનુભાઈ ચીમનલાલને દૂરંદેશી, કર્તવ્યનિષ્ઠ પુરોગામીઓએ ચીંધેલી દિશામાં કાર્યો આગળ ધપાવવાનાં હતાં.
અમદાવાદમાં સંસ્કાર-પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવા વિવિધ કેન્દ્રો  વિકસાવવામાં ચીનુભાઈ ચીમનલાલનું પ્રદાન નોંધનીય છે. તે સમયે ભારત સરકારે ચંદીગઢ શહેરના આયોજનનું કાર્ય ફ્રાંસના વિશ્વપ્રસિદ્ધ સ્થપતિ (આર્કિટેક્ટ) લા કોર્બુઝિયરને સોંપ્યું હતું. મેયર ચીનુભાઈએ ફ્રેંચ આર્કિટેક્ટ લા કોર્બુઝિયરને અમદાવાદ આમંત્રી સંસ્કારકેન્દ્ર મ્યુઝિયમનું આયોજન કરાવ્યું. આશ્રમ રોડ પર મિલ માલિક મંડળની ઓફિસનું બિલ્ડિંગ પણ લા કોર્બુઝિયરની દેન.
ચીનુભાઈના મેયરપદ દરમ્યાન ઈંગ્લેંડના મહારાણી ક્વીન એલિઝાબેથ (બીજા) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ તો અમદાવાદના ઝડપી વિકાસથી ભારે પ્રભાવિત થયા હતા. નહેરુએ  મેયર ચીનુભાઈ માટે પ્રશંસાપુષ્પો વેરેલાં છે. બાળકપ્રેમી જવાહરલાલ નહેરુ કાંકરિયા ઝૂ તથા બાલવાટિકાથી  મંત્રમુગ્ધ થયેલા.
અઢારમી સદીના છેલ્લા દશકાની ગુજરાતની આર્થિક વ્યવસ્થામાં સૌને જરૂર રસ પડે.
ભારતમાં, ગુજરાતમાં પ્રથમ અંગ્રેજ કોઠી સુરતમાં સ્થપાઈ હતી. વળી સુરત મહત્વનું બંદર હોવાથી  અર્થવ્યવસ્થા પર સુરતનો ખાસ પ્રભાવ હતો. તે સમયે સુરતી રૂપિયાનું ચલણ મહત્વનું હતું.
રૂપિયાનો સિક્કો  ચાંદીનો બનતો. અર્ધો રૂપિયો(આઠ આની), પાવલી (ચાર આની) અને બે આની પણ ચાંદીના. પરંતુ એક આનીનો સિક્કો તથા પૈસો તાંબાનાં બનતાં.
એક રુપિયાના સોળ આના. પણ સૌથી નાનું ચલણ કોડીનું.
બે કોડીની એક બદામ. છ બદામની એક દમડી. સો બદામનો એક પૈસો.
તે સમયે ચાળીસ શેર બરાબર એક મણ. આમ, એક મણ બરાબર લગભગ વીસ કિલો ગણી શકાય.
તે સમયની સોંઘવારી આપણને આશ્ચર્યમાં ડૂબાદી દે!
ઘઉં ........................  ચાર આને મણ
બાજરી ...................    ત્રણ આને મણ
દૂધી/કોળું  ...............      બે આને મણ
દૂધ ........................   છ આને મણ
ખાંડ  ......................   બે રૂપિયે મણ
તેલ  ......................   બે રૂપિયે મણ
ઘી   .......................  ચાર રૂપિયે મણ
અમદાવાદ શહેરના નગરશ્રેષ્ઠી, નામાંકિત ઉદ્યોગપતિ, કેળવણીકાર અને દીર્ઘદ્રષ્ટા સમાજસેવક શેઠ કસ્તુરભાઈ લાલભાઈને આપણે સૌ ગુજરાતીઓ ઓળખીએ.
શેઠ કસ્તુરભાઈ લાલભાઈનું કુટુંબ બારેક પેઢીથી ગુજરાતનું નામ રોશન કરતું રહ્યું છે. શેઠ કસ્તુરભાઈના પૂર્વજોનો કીર્તિવંત  ઈતિહાસ છેક સોળમી સદીથી આરંભાયેલો છે.
મોગલ બાદશાહ અકબરના સમયમાં અમદાવાદમાં જૈન શ્રેષ્ઠી શાંતિદાસ ઝવેરી વસતા હતા. શેઠ શાંતિદાસ (1590 – 1659) તે આપણા શેઠ કસ્તુરભાઈના પૂર્વજ.
કહે છે કે મોગલ બાદશાહના કુટુંબીજનો અમદાવાદમાં શેઠ શાંતિદાસના મહેમાન બનતા. અકબરે શેઠ શાંતિદાસને “શાહી ઝવેરી”નો ઈલ્કાબ આપી અમદાવાદ શહેરના નગરશેઠનું સન્માનનીય પદ આપ્યું હતું.
મોગલ બાદશાહ અકબર ઉપરાંત જહાંગીર તથા શાહજહાંએ પણ અમદાવાદના નગરશેઠ શાંતિદાસ ઝવેરી સાથે ઘરોબો જાળવ્યો હતો. અકબરનો શાહજાદો સલીમ (પાછળથી જહાંગીર) તો નગરશેઠ શાંતિદાસને  “ઝવેરીમામા” જેવા અંગત સંબોધનથી માન આપતો.
રણછોડભાઈ ઉદયરામ દવે (1837-1923)ને ગુજરાતની ગરવી ગુજરાતી ભાષાના “આદ્ય નાટ્યકાર” તરીકે નવાજવામાં આવે છે.
રણછોડભાઈને પ્રસિદ્ધિ અપાવનાર નાટક “જેકુંવરનો જે”. રણછોડભાઈ આ નાટક “બુદ્ધિપ્રકાશ”માં ધારાવાહિક નાટકરૂપે લખતા. આ નાટક “જેકુંવરનો જે” આધુનિક ગુજરાતી ભાષામાં લખાયેલ પ્રથમ શિષ્ટ નાટક બન્યું. આ નાટક પાછળથી “જયકુમારીવિજય- નાટક” (1865) નામથી પ્રગટ કરવામાં આવ્યું. રણછોડભાઈને ભારે લોકપ્રિયતા મળી. આમ, રણછોડભાઈ શિષ્ટ નાટ્યકૃતિની રચના કરનાર પ્રથમ ગુજરાતી સાહિત્યકાર બન્યા.
રણછોડભાઈએ અગ્રેજી સાહિત્યના સમર્થ નાટ્યકાર શેક્સપિયરની કૃતિઓનો ઊંડો અભ્યાસ કરેલો. શેક્સપિયરથી પ્રભાવિત થઈ રણછોડભાઈએ  ગુજરાતી ભાષાનું પ્રથમ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” લખ્યું. આમ, ગુજરાતી ભાષાના પ્રથમ ટ્રેજેડી નાટક – કરુણાંત નાટક – ના કર્તા તરીકે રણછોડભાઈ ઉદયરામ દવે જાણીતા થયા.
રણછોડભાઈનું આ ટ્રેજેડી નાટક “લલિતાદુ:ખદર્શક- નાટક” રંગમંચ પર પણ રજૂ થયું. મુંબઈમાં  તેને ભારે સફળતા મળતાં તે લાંબો સમય સુધી મુંબઈની રંગભૂમિ પર ભજવાતું રહ્યું. આમ, ગુજરાતી રંગભૂમિના વિકાસમાં રણછોડભાઈ ઉદયરામ દવે મહત્ત્વના નાટ્યકાર બની રહ્યા.
વિશેષમાહિતી:  રણછોડભાઈ દવેની જીવનઝાંખી
ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક ધનસુખલાલ મહેતાને આપણે જાણીએ જ છીએ!
જ્યોતીન્દ્ર દવે સાથે ધનસુખલાલ મહેતાએ આપણને “અમે બધાં” જેવી મજેદાર કૃતિ આપી છે. પરંતુ ધનસુખલાલ મહેતાનો ફિલ્મજગત સાથે સંબંધ કલ્પી શકશો?
ધનસુખલાલ મહેતાએ એક હિન્દી ફિલ્મમાં ગીતકાર તરીકે ફાળો આપેલ છે.
આ ફિલ્મ હતી “જવાનીકી હવા”. આ ફિલ્મમાં વિખ્યાત અભિનેત્રી દેવિકારાનીએ અભિનય આપેલો ફિલ્મમાં હીરો તરીકે નજમૂલ હુસેનનો અભિનય હતો.
ફિલ્મ “જવાનીકી હવા”ના સંગીતકાર ભારતીય ફિલ્મોના પ્રથમ સ્ત્રી સંગીતકાર સરસ્વતી દેવી હતા. ગીતકાર હતા ધનસુખલાલ મહેતા.
ધનસુખલાલ મહેતાની જીવનઝાંખી વાંચો: ગુજરાતી સારસ્વત પરિચય.
•	કનૈયાલાલ મુનશીની અન્ય નોંધપાત્ર કૃતિઓમાં ’જય સોમનાથ’ તથા ‘પૃથિવી વલ્લભ’ જેવી નવલકથાઓ તેમજ આત્મકથાના ખંડો ‘સીધાં ચઢાણ’ અને ‘સ્વપ્નસિદ્ધિની શોધમાં’ છે. ઐતિહાસિક નવલકથા ‘પૃથિવી વલ્લભ’ રસસભર કૃતિ છે.
•	1943માં પ્રસિદ્ધ ફિલ્મનિર્માતા સોહરાબ મોદીએ ‘પૃથ્વીવલ્લભ’ નામક ફિલ્મનું નિર્માણ કર્યું હતું. તેનું કથાનક કનૈયાલાલ મુનશીની  નવલકથા ‘પૃથિવી વલ્લભ’ પર આધારિત હતું. પ્રખ્યાત ફિલ્મ કંપની ‘મિનરવા મુવિટોન’ની આ ફિલ્મમાં તે સમયના અગ્રગણ્ય સંગીતકારો સરસ્વતી દેવી તથા રફીક ગઝનવીએ સંગીત આપ્યું હતું.
•	ગુજરાતી ફિલ્મકંપની ‘કૃષ્ણ મુવિટોન’નો એક જમાનામાં ડંકો વાગતો હતો. તેના માલિક નિર્માતા  માણેકલાલ પટેલે ઘણી મૂંગી અને બોલતી ફિલ્મો બનાવેલી. કૃષ્ણ મુવિટોન ફિલ્મ કંપનીએ ગુજરાતી સાક્ષર કનૈયાલાલ મુનશીની નવલકથાઓ ’જય સોમનાથ’, ‘કોનો વાંક’ વગેરે પરથી પણ ફિલ્મો બનાવી હતી.
•	બહુ ઓછા જાણતા હશે કે કનૈયાલાલ મુનશી મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્થાપિત  વડોદરા કોલેજમાં મહાયોગી શ્રી અરવિંદના શિષ્ય હતા.
•	1907માં સુરતના ઐતિહાસિક કોંગ્રેસ અધિવેશન સમયે શ્રી અરવિંદે સુરત શહેરમાં જાહેર સભાઓને સંબોધી હતી. તેમાં યુવાન કનૈયાલાલ મુનશીએ હાજરી આપીહતી.
•	પોંડિચેરીના એકાંતવાસ દરમ્યાન મહાયોગી શ્રી અરવિંદ બહુ ઓછા મહાનુભાવોને મળતા. તે સમયે પણ શ્રી અરવિંદે પોતાના એક સમયના શિષ્ય કનૈયાલાલ મુનશીને વિશેષ દર્શનનો લાભ આપેલો!