"હું મગફળી કરતાં ઓછા ભાવમાં પોલીએસ્ટર
વેચીશ."
" ઉનકો ખુશ રખો."
# જીવન ઝાંખી  -1-   -2-  -3-
_______________________ - અમિત પિસાવાડિયા
નામ
ધીરજલાલ હીરાચંદ અંબાણી
જન્મ
28 ડિસેમ્બર- 1932 , ચોરવાડ પાસેના કુકસવાડા ગામે
અવસાન
6 જુલાઇ - 2002, મુંબઇ
કુટુંબ
પિતા - હીરાચંદ, માતા -  જમુનાબેન, પત્ની -કોકિલાબેન, પુત્રો - મુકેશ અને અનિલ, પુત્રીઓ - નીના અને દીપ્તિ.
અભ્યાસ
મેટ્રીક
વ્યવસાય
વ્યાપાર, ઉદ્યોગપતિ, ભારતના સૌથી મોટા ઔદ્યોગિક સામ્રાજ્યના સ્થાપક
જીવનઝરમર
1949 - એડન મુકામે એ.  બેસ્સ.  એન્ડ કું. નામની  ફ્રેંચ ટ્રેડિંગ કંપનીમાં પેટ્રોલપંપ પર ક્લાર્ક તરીકે નોકરી;  પોતાની  મહેનત અને કોઠાસુઝ ને લીધે ટુંક સમય માં શેલ કંપની મા મેનેજર પદે પહોચી ગયા;
1957 - મુંબઇ પરત આવ્યા અને ફક્ત 15000  રૂ. ની મુડીથી મસાલાઓ, કપડાં વિ. વસ્તુઓ નિકાસ  કરતી રિલાયન્સ કોમર્શિયલ કોર્પોરેશનની સ્થાપના કરી ;
1966 - અમદાવાદમાં નરોડામાં ટેક્સટાઇલ ની ફેક્ટરી ની સ્થાપના કરી, જેને 1978 થી લોકો ‘વિમલ’ ના નામે જાણે છે.
1977 - રિલાયન્સને પબ્લીક લિ. કંપની કરી ;
1991 - હજીરા પ્રોજેક્ટની શરૂઆત;
1992 - વિદેશી ભંડોળ – શેરબજારની ભાષામાં જી.ડી.આર. લાવનાર પ્રથમ ભારતીય કંપની ;
1999 - જામનગર ખાતે વિશ્વની સૌથી મોટી રીફાઇનરી નો આરંભ ;
2002 -  સરકારી કંપની આઇ.પી.સી.એલ. રિલાયન્સના સંચાલન હેઠળ ; તેમની દીર્ઘદ્રષ્ટિ, મહેનત અને કોઠાસુઝ ને લીધે આજે રિલાયન્સ જુથ ભારતની સૌથી મોટી ઉદ્યોગ સંસ્થા અને ફોર્ચ્યુન- 500 માં સ્થાન પામ્યુ છે; પાવર, પેટ્રોલીયમ, ટેલીકોમ્યુનીકેશન, કેપીટલ માર્કેટ, એડ્વર્ટાઇઝીંગ વિ. અનેક ક્ષેત્રોમાં  ટોચની ઉદ્યોગ સંસ્થાઓના સ્થાપક; 76-77 માં 70 કરોડ રૂ. ના ટર્ન ઓવરને   માત્ર 15 જ વર્ષમાં 3,000 કરોડ પર પહોંચાડ્યું ; 85, 000 માણસોને રોજી આપતી ઉદ્યોગ સંસ્થાના સર્જક; ઉદ્યમી, સ્વપ્નદ્રષ્ટા અને અપ્રતીમ સાહસિક
સન્માન
ઘણા બધા સન્માન અને એવોર્ડથી નવાજવામાં આવ્યા છે;
એશીયા વીક મેગેઝીન દ્વારા 1997-1998-2000 એમ ત્રણ વાર પાવર-50 એશિયાના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે સન્માન ;
FICCI (ફેડરેશન ઓફ ઇન્ડીયા ચેમ્બર્સ ઓફ કોમર્સ) દ્વારા 20મી સદીના ભારતીય ઉદ્યોગ સાહસિક તરીકે જાહેર કરવામાં આવ્યા;
1998 - એક અસાધારણ વ્યક્તિત્વ તરીકે પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીની વ્હાર્ટન બિઝનેસ સ્કુલ દ્વારા ડીન્ઝ મેડલ પુરસ્કૃત કરવામાં આવ્યું;
2001 - ટાઇમ્સ ગ્રુપ ના 'ઇકોનોમીક ટાઇમ્સ' દ્વારા ધી ઇકોનોમીક્સ ટાઇમ્સ એવોર્ડ ફોર કોર્પોરેટ એક્સેલેંસ થી નવાજવામાં આવ્યા;
તેમની તસ્વીર વાળી ટપાલ ટિકીટ બહાર પડી છે.
"સંત-સત્સંગથી ધીરે ધીરે ધન પરનો પોતાનો માલિકીભાવ ક્ષીણ થવા માંડ્યો. તે એટલે સુધી કે, એમ વિચાર આવ્યો કે, ટ્યુબ વેચાય એના ઉપર જ શા માટે? જેટલી ટ્યુબ આપણી આગળ ઉત્પાદિત થઇને  આવે એના ઉપર જ આ નિયમ લાગુ પાડોને ! ધારોકે, પચ્ચીસ હજાર ટ્યુબ આવી તો, એના ઉપર આટલા ભગવાનને આપવાના થાય તે પહેલેથી જ, અગાઉથી જ આપી દેવા. શા માટે ભગવાનના ઉધાર રાખવા? એટલે વેચાણ પર નહિ, ઉત્પાદન પર આ સ્વયમ્ લાદેલો 'પ્રભુ- ટેક્સ' આપી દઇને ચિંતામુક્ત થઇ જવાનું "
- 'ઓજસનો અવતાર' માંથી
"ઓજસનો કદી અસ્ત થતો નથી."
માણસ જાય છે. વિચારો ટકે છે, ને એની 'પ્રજા' પણ થાય છે."
- રજનીકુમાર પંડ્યા
# 'ઇપ્કો' ની વેબ સાઇટ
સમ્પર્ક   -  ઇપ્કો હાઉસ, હિમાંશુ બંગલો, પેટલાદ રોડ, નડિયાદ- 387 001
નામ
ઇન્દુલાલ  મગનલાલ પટેલ
ઉપનામ
ચરોતરના ભામાશા, ચરોતર રત્ન
જન્મ
7, સપ્ટેમ્બર- 1927 ; ધર્મજ (જિ.  ખેડા)
અવસાન
23, જુલાઈ - 2007 ; અમદાવાદ
કુટુમ્બ
માતા - સૂરજબા; પિતા - મગનભાઇ પટેલ; દાદા - ધોરીભાઇ
પત્ની - શારદા (લગ્ન- 1951) ; પુત્રીઓ - અનીતા, નયના
અભ્યાસ
બી.ફાર્મ
વ્યવસાય
શરુઆતમાં મુંબાઇમાં મેડીકલ રેપ્રઝેન્ટેટીવ
પછી ધર્મજમાં છીંકણીના સેલ્સમેન
શેષ જીવન -  તમાકુની  ટૂથપેસ્ટ બનાવવાનું કારખાનું - 'ઈપ્કો'
જીવનઝરમર
બે વર્ષની ઉમ્મરે પિતા પાસે આફ્રિકા ગયા.
પિતા 'ફોજી' ના નામે ઓળખાતા, કારણકે કોઇ જરુરતમંદ માગે તો ગજવામાં હોય તેટલા રૂપિયા આપી દેતા. માતા  અત્યંત ધાર્મિક વૃત્તિવાળાં હતાં.
બાળપણમાં તોફાની, થોડા સંગ - કુસંગ, ભણવામાં બેધ્યાન
શાળા અને કોલેજ કાળમાં ભણવામાં હોંશિયાર
1958 - તમાકુની ટૂથપેસ્ટ બનાવવાનો 'ફ્લેશ' થયો - ઓજસનો પહેલો ચમકારો
શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક, પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને    સમર્પિત
આવકનો મોટાભાગનો હિસ્સો આપી 'શારદાબેન ઇન્દુભાઇ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ'  સ્થાપ્યું અને જાળવ્યું, જેમાંથી કોલેજો, દવાખાના, ગરીબીમુક્તિ, દુષ્કાળરાહત, મંદિરો, ટાઉન હોલ, કેન્સર સંશોધન કેન્દ્ર વિ. માટે લાખોનાં દાન આપ્યાં.
તેમના જમાઇઓ દેવાંગભાઇ અને અવિરતભાઇએ તેમના વ્યવસાય અને ટ્રસ્ટનાં કામો  ઉપાડી લીધાં છે.
રચનાઓ
તેમની જીવનકથા - ઓજસનો અવતાર ( લે. રજનીકુમાર પંડ્યા)  - તેમને પંચોતેર વર્ષ થયા તે પ્રસંગે લખાયેલ
સાભાર
સપ્તક - ગુજરાત ટાઇમ્સ, ન્યુયોર્ક - રજનીકુમાર પંડ્યા
રજનીકુમાર પંડ્યાના પુસ્તક વિશે વિચારો -
" એક મહિનો અને દસ  દિવસ હું ઇન્દુકાકાના જીવનના અંતરંગમાં , એના ઊંડાણમાં અવગાહન કરતો રહ્યો. મારી સાથે મારી મદદમાં ભાઇ બીરેન કોઠારી પણ રહ્યો. અમને બન્નેને લાગતું હતું કે, અમે કોઇ વન્ડરલેન્ડમાં ફરી રહ્યા છીએ, જ્યાંની ભૂમિ સપાટ નથી. માર્ગો બનાવેલા નથી. કાંટાના અનુભવો હતા. હતાશાની ખીણો હતી. તો આશાની પગથાર પણ હતી. ક્યાંક એકદમ યુ-ટર્ન હતો, ત્યાં ક્યાંક ગેબી શક્તિ હાથ પકડીને દોરતી હોય એમ લાગતું હતું. આકાશ અનેકરંગી હતું, પણ એમાં જે સૂરજ ચમકતો હતો તે માત્ર તેજ ફેંકતો ન હતો, તેજથી ઊંચી કોઇ ચીજ એમાંથી ફૂટતી હતી. તેજથી ઊંચું, તેજથી વધુ દેદીપ્યમાન, દૈવી અને ચોતરફ શાતા ફેરવનાર એવું શું હોઇ શકે? એનું શું નામ હોઇ શકે? એને કહેવાય 'ઓજસ'
ઇન્દુકાકા માત્ર તેજસ્વી નહોતા, ઓજસ્વી પણ હતા. ઘણા એને ચહેરાની કાંતિ કહે, ઘણા તેજવલય કહે - પણ એ બન્ને શબ્દોમાં ગ્લેમરનો ઇશારો છે. ઓજસમાં ગ્લેમર( ચળકાટ) ન હોય. શીળું , દૈવી જ્યોત જેવું કોઇ તત્વ હોય. બન્ને વચ્ચે જ્વાળા અને જ્યોતિ જેટલો ફેર છે. પુરુષાર્થ, પ્રતિભા અને પ્રારબ્ધે એમને ધન આપ્યું, પણ એ ધનથી એમનામાં ગરમી ન જન્મી, ગરવાઇ જન્મી અને દ્યુતિનો પ્રાદુર્ભાવ થયો. એમની જીવનયાત્રાનો અર્ક 'ઓજસ' શબ્દમાં વરતાતો હતો.
એટલે પછી અમને ઇન્દુકાકાના પુસ્તકનું શીર્ષક સૂઝ્યું   - ઓજસનો અવતાર"
નામ
ચીનુભાઇ ચીમનલાલ (મેયર)
જન્મ
નવેમ્બર 1 -  1901; અમદાવાદ
અવસાન
ઓગસ્ટ 1 -  1993 ; અમદાવાદ
કુટુમ્બ
માતા – લક્ષ્મીબહેન ; પિતા –ચીમનભાઈ લાલભાઈ
પત્ની – પ્રભાબહેન ( લગ્ન- 1950) ; સંતાનો -ઉર્વશીબહેન, રાજીવભાઈ
અભ્યાસ
અમદાવાદ તથા બનારસ
મેટ્રિક (અમદાવાદ)
બી. એ. (મુંબઈ યુનિવર્સિટી)
વ્યવસાય
મિલમાલિક, ઉદ્યોગપતિ
જાહેર સેવા
જીવન ઝરમર
1915 - માતા લક્ષ્મીબહેનના અવસાન પછી બનારસ અભ્યાસાર્થે ગયા.
1936 - સરસપુર મિલમાં વહીવટ સંભાળ્યો.
1942 - અમદાવાદ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા
1949 -  અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે ચૂંટાયા
1950 -  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થતાં શહેરના પ્રથમ મેયર બન્યા
અમદાવાદ શહેરના વિકાસના પ્રણેતા.  “મેયર”નું માનભર્યું બિરુદ પામ્યા. નિવૃત્તિ પછી પણ જીવનપર્યંત “ચીનુભાઈ મેયર” ના નામથી ઓળખાયા.
જી.આઈ.ડી.સી. ના પ્રથમ ચેરમેન, સીબાતુલના પ્રથમ ચેરમેન, કામા હોટેલના પ્રથમ ચેરમેન
બીજી અનેક કંપનીઓના ચેરમેનપદે રહી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું.
#   જીવનઝાંખી     :  અરવિંદ મીલ
નામ
શેઠ કસ્તુરભાઈ લાલભાઈ
જન્મ
ડિસેમ્બર - 19 ;  1894 - અમદાવાદ
અવસાન
જાન્યુઆરી - 20 ;  1980 - અમદાવાદ
કુટુમ્બ
માતા – મોહિનાબા ; પિતા – લાલભાઈ
પત્ની – શારદાબહેન ; સંતાનો - સિદ્ધાર્થભાઈ, શ્રેણિકભાઈ
અભ્યાસ
1911 - મેટ્રીક  , અમદાવાદ
કોલેજના બીજા વર્ષમાં હતા ત્યારે પિતાનું અવસાન થતાં ધંધામાં જોડાયા
વ્યવસાય
ગુજરાતના પ્રમુખ ઉદ્યોગપતિ.
લાલભાઈ ગ્રુપની મિલોના સંચાલક - મિલમાલિક
જીવન ઝરમર
શ્રીમંત પરિવારમાં જન્મ. પિતા મિલ માલિક
જીવનની પહેલી અને છેલ્લી નોકરી રાયપુર મિલમાં ટાઇમ કીપર તરીકે
1912 -  પિતાનું અવસાન થતાં 18 વર્ષની ઉમ્મરે રાયપુર મિલના સંચાલનમાં જોડાયા
પહેલા વિશ્વયુધ્ધ પછી આવેલી અભૂતપૂર્વ તેજીના કારણે બહુ તીવ્ર ગતિથી ઉદ્યોગની પ્રગતિ
1918 - કાપડ ઉદ્યોગમાં પડેલી હડતાલના કારણે ગાંધીજીએ તેમના પહેલા ઉપવાસ કર્યા, ત્યારથી તેઓ ગાંધીજીની સત્યનિષ્ઠાના ચાહક બની રહ્યા
1921 -  અશોક મિલની સ્થાપના. પછી અરુણ આદિ મિલોની સ્થાપના કરી.
1921 - સેન્ટ્રલ લેજીસ્લેટીવ એસેમ્બ્લી ના સભ્ય - મીલમાલિકોના પ્રતિનિધી તરીકે
1931 - અરવિંદ મિલની સ્થાપના
અનિલ સ્ટાર્ચ તથા અતુલ પ્રોડક્ટ્સ (1952) જેવા ઉદ્યોગો વિકસાવ્યા.
1937- 1949  રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયાના ઓનરરી ગવર્નર
અમદાવાદ એજ્યુકેશન સોસાયટી અને અનેક કેળવણી સંસ્થાઓ વિકસાવી
એલ.ડી. એન્જી. કોલેજ, એલ.ડી. ઇન્ડોલોજી કેન્દ્રમાં મોટું દાન, આ સંસ્થાઓના નામ તેમના પિતાના નામ ઉપરથી
અટીરા અને આઇ.આઇ.એમ. (અમદાવાદ) ની સ્થાપનામાં મહત્વનું પ્રદાન
જૈન તીર્થક્ષેત્રોના જીર્ણોદ્ધારમાં યોગદાન.
ગુજરાતના અગ્રગણ્ય સફળ ઉદ્યોગપતિ; અમદાવાદના અગ્રણી મહાજન.
સન્માન
1968 -  કેન્દ્ર સરકાર દ્વારા પદ્મભૂષણ
"Freedom without the strength to support it and, if need be, defend it, would be a cruel delusion. And the strength to defend freedom can itself only come from widespread industrialisation and the infusion of modern science and technology into the country's economic life."
#   જીવન ઝરમર  - 1 -   :    - 2 -
નામ
જમશેદજી નસરવાનજી ટાટા
ઉપનામ
ભારતીય ઉદ્યોગના પિતા
જન્મ
3 માર્ચ -  1839 , નવસારી
અવસાન
19 મે -   1904 , Bad Nauheim, Germany
કુટુમ્બ
માતા –  જીવનબાઇ ; પિતા – નસરવાનજી
પત્ની – હીરાબાઇ ; પુત્ર - દોરાબજી
અભ્યાસ
પ્રાથમિક , માધ્યમિક - નવસારી
1858 - એલ્ફીન્સ્ટન કોલેજ મુંબાઇમાંથી બી.એ.
વ્યવસાય
શરુઆતમાં વેપારી અને પછી ઉદ્યોગપતિ
I.I.Sc. - Banglore
TISCO -Jamshedpur
Taj Hotel - Mumbai
જીવન ઝરમર
14 વર્ષની ઉમ્મરે પિતા સાથે રહેવા મુંબાઇ ગયા
1868 સુધી - પિતાની પેઢીમાં કામ, પછી 21,000 રૂ. ની મુડીથી પોતાની ટ્રેડીંગ કંપની સ્થાપી
1869 - ચીંચપોકલીમાં એક જુની ઓઇલ મીલ લઇ તેમાં અલેક્ઝાન્ડર નામની કાપડની મીલ સ્થાપી
1874 - બે જ વરસ પછી મીલ સારા નફે વેચી નાગપુરમાં તદ્દન નવી મીલ સ્થાપી; 1877 માં તેનું નામ ક્વીન વિક્ટોરીયાના નામ પરથી એમ્પ્રેસ મીલ રાખ્યું
જીવનના ત્રણ સ્વપ્ન - પોતાનું સ્ટીલનું કારખાનું, વિશ્વકક્ષાની વૈજ્ઞાનિકોને તૈયાર કરતી સંસ્થા, અને પોતાનો હાઇડ્રો-ઇલેક્ટ્રિક પ્લાન્ટ ; ત્રણે માટે અથાગ પ્રયત્નો કર્યા પણ પોતાના જીવનમાં તે સ્વપ્ન સાકાર થતું જોઇ શકે તે પહેલાં જર્મનીમાં અવસાન પામ્યા.
ટાતા આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ- જમશેદપુર, ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સાયંસ - બેન્ગ્લોર, અને ટાટા પાવર કમ્પનીનો ખોપોલી પ્લાન્ટ તેમના સ્વપ્ન સર્જનો, જે તેમના મરણ બાદ સાકાર થયા
તેમનું ચોથું સ્વપ્ન - દુનિયાની શ્રેષ્ઠ કક્ષાની હોટલ , જેમાં પરદેશથી આવતા લોકો સારી રીતે રહી શકે  તે મુંબાઇ માં કોલાબા ખાતેની તાજમહાલ હોટલ 1903 માં તે જમાનામાં માતબર   કહી શકાય તેવા 4.21 કરોડ રુપિયાના રોકાણથી ચાલુ કરી; મુંબાઇનું પહેલું વિજળી સાથેનું મકાન
પ્રબળ રાષ્ટ્રવાદી, દાદાભાઇ નવરોજી અને ફિરોઝશાહ મહેતા સાથે સતત સંપર્કમાં
તેમની માન્યતા પ્રમાણે આર્થિક પગભરતા વગરનું સ્વરાજ્ય અર્થહીન
જ્યારે કોઇ પણ કામદારોને લગતા કાયદા ન  હતા ત્યારે પણ પહેલેથી જ કામદારો પ્રત્યે અપાર સ્નેહ અને કૂણી લાગણી રાખનાર ઉદ્યોગપતિ; જમશેદપુર નું નગર કેવી સુવિધા વાળું હોવું જોઇએ તેની પૂર્વ કલ્પના તેમણે કરેલી હતી.
તેમના જમાના કરતાં જોજનો આગળ, જ્યારે ભારતમાં મોટી કમ્પનીઓ મેનેજિંગ એજન્સીઓથી ચાલતી ત્યારે યુરોપની પધ્ધતિ પ્રમાણે મેનેજિંગ બોર્ડ એમ્પ્રેસ મીલના વહીવટમાં દાખલ કર્યું હતું
પાછલી જિંદગીમાં મોટાભાગે પેરીસમાં રહ્યા
" હાથ પર લીધેલું કામ હું ક્યારેય અધવચ્ચે છોડતો નથી. મને હંમેશાં લાગ્યું છે કે, પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ પણ મળી રહે છે. એક દિશામાં દ્વાર દેવાઇ જાય તો બીજી દિશામાં ખૂલે છે. "
#   શબ્દકોશ   :  જીવન ઝાંખી
શબ્દકોશની યાત્રા
નામ
શ્રી. રતીલાલ પ્રેમચંદ ચંદરયા
જન્મ
24 ઓક્ટોબર – 1922- નૈરોબી – આફ્રીકા
કુટુમ્બ
માતા – પુંજીબેન ; પિતા – પ્રેમચન્દ પોપટલાલ ચન્દરયા ( જેઓ વતન જામનગર છોડીને કેન્યા ગયા અને શરૂઆતમાં માસિક 20 રૂ ના પગારથી નોકરી શરૂ કરી. પછી નોકરી છોડી વેપાર શરૂ કર્યો. )
પત્ની – વિજયાલક્ષ્મી ; લગ્ન – 1943, જામનગર
સંતાનો – એક દિકરી, ત્રણ દીકરા, આઠ પૌત્રો, દોહિત્રો
અભ્યાસ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ – નૈરોબી અને મોમ્બાસામાં
સ્કાઉટ પ્રવૃત્તિ અને  રમત ગમત માં આગળ પડતો ભાગ
જીવન ઝરમર
1938- બીજું વિશ્વયુધ્ધ ફાટી નીકળતાં ભારત પરત; આયાત – નિકાસનો ધંધો વિકસાવ્યો
1946- નૈરોબી પાછા
1950 પછી – કેન્યામાં ઉદ્યોગ ની શરૂઆત, સાહસ અને વ્યવસ્થાની કુશળતાથી આફ્રીકાના અનેક દેશોમાં ઉદ્યોગો સ્થાપ્યા
1960- દારે સલામ જઇ વસ્યા
1965- લંડનમાં સ્થાયી થયા; કેટલોક વખત લન્ડન રહ્યા બાદ જરૂરિયાત અને ઋતુઓની અનુકૂળતા પ્રમાણે મુંબાઇ, સિંગાપોર, ટોરોન્ટો, જીનીવા વિ. શહેરોમાં સતત આવન જાવન રહી ;  અમેરીકામાં પણ વિસ્તરણ કર્યું
1972- યુગાન્ડા અને યુ. કે. માં જાહેર સંસ્થાઓમાં આગળ પડતો ભાગ; લન્ડનમાં એશીયન એસોસીયેશનની સ્થાપના અને જનરલ સેક્રેટરી; યુ. કે. માં જ્ઞાતિની સંસ્થાઓમાં પણ સક્રીય ભાગ; ભારતીય વિદ્યા ભવનના જનરલ સેક્રેટરી અને ઉપ-પ્રમુખ
1962-95 – ઇન્ડીયન જીમખાનાના ટ્રસ્ટી અને પ્રમુખ
1980 થી – એસોશીયેશન ઓફ એશીયન વીમેનના ટ્રસ્ટી; બીજી અનેક સંસ્થાઓના સ્થાપક અને ટ્રસ્ટી
સતત રઝળપાટ અને દૂરંદેશીના કારણે વિશ્વના 62 દેશોમાં પરિવારના ધંધાકીય રોકાણો છે. હાલ 85 વર્ષની ઉમ્મરે પણ સક્રીય
શોખ
ફોટોગ્રાફી, રમત ગમત, નાટ્ય પ્રવૃત્તિ, સ્થાપત્ય, કલા સાહિત્ય
પ્રદાન
અનેક અંગત, સંસ્થાકીય અને ધંધાકીય પ્રવૃત્તિઓમાં ગળાડૂબ હોવા છતાં જ્યારે કોઇ ગુજરાતી ફોન્ટ અસ્તિત્વમાં ન હતા ત્યારથી ગુજરાતી ફોન્ટ વિકસાવવા પ્રયત્નશીલ રહી, 'વિજયા' ફોન્ટ વિકસાવ્યા અને ગુજરાતી લેક્ષીકોન - શબ્દકોષ ,   થીસોરસ અને ગુજરાતી જોડણી સુધારકનું( સ્પેલ ચેકર)  અનેક મુશ્કેલીઓ છતાં સફળતા પૂર્વક સર્જન કર્યું.
આ સર્જનનું દાન સામે, ગુજરાતની જાહેર જનતા માટે વિના મૂલ્યે સી.ડી. રૂપમાં વિતરણ અને તેની અત્યાધુનિક વેબ સાઇટ; આ સર્જન પ્રતિદીન સમૃધ્ધ થતું રહે તે પ્રકારની વ્યવસ્થા પણ ઊભી કરેલ છે
આ ભગીરથ કાર્યમાં પડેલી મુશ્કેલીઓથી હતાશ થયા કે કંટાળ્યા વગર, તેને પાર પાડ્યું તે જ એક અત્યંત પ્રેરણાદાયી ગાથા છે.
સાભાર
ઉત્તમ ગજ્જર, બળવંત પટેલ - ડીજીટલ ડીક્ષનેરી બનાવવાના પ્રયત્નોની  વાત કહેતી પુસ્તિકા ‘કમ્પ્યુટરની ક્લીકે’