* ત્રણ વર્ષની મહેનત (અને દોડાદોડી..) પછી આખરે ગુજરાતી ભાષાનાં સાધનો અને સોફ્ટવેર ધરાવતી સીડી, CDAC અને Govt. of India નાં સહયોગથી ગઇકાલે બહાર પાડવામાં આવી. વધુ માહિતી તમને અશોક કરાણિયાનાં બ્લોગ પર મળશે.
આનંદની વાત છે કે ફોન્ટ્સ, ગુજરાતીલેક્સિકોન.કોમની ડિક્શનેરી, સ્પેલચેકરની સાથે ટક્સપેઇન્ટ અને દ્રુપલ જેવાં ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીડીમાં બીજાં ઘણાં સોફ્ટવેર્સનો સમાવેશ થાય છે.
અને હા, આ સીડી તમે મફત મેળવી શકશો! માત્ર  www.ildc.in અથવા www.ildc.gov.in પર જઇ તમારો ઓર્ડર નોંધાવો. પોસ્ટેજ પણ ફ્રી છે :P
* One Ring to Rule Them All...
... અને એક ઓડીએફ સ્ટાન્ડર્ડ તેઓ બધાને હરાવવા માટે. થેન્કસ વેન્કી, ડો.નાગાર્જુન અને બીજા બધાનો. માઇક્રોસોફ્ટ પોતાનું 'બંધ' રચના ધરાવતું પ્રમાણ સરકારી કામકાજ અને સમગ્ર વિશ્વમાં સ્ટાન્ડર્ડ તરીકે દાખલ કરવા મથી રહ્યું છે. ISO એ આ માટે કમિટિ રચીને વોટિંગ કર્યું હતું. પણ, તેમાં કાવાદાવા કરવા છતાં (સ્વિડન, પાકિસ્તાન જેવા દેશોને ખરીદી લેવા છતાં..) વોટિંગ નેગેટિવ આવ્યું. હવે, માઇક્રોસોફ્ટ ભારત જેવા વજનદાર સભ્યો માટે પ્રયત્નો કરે છે.
જો તમારે તમે બનાવેલા ડોક્યુમેન્ટ્સ ભવિષ્યની પેઢી જોઇ શકે તેવી પરિસ્થિતિમાં રાખવા હોય તો, ઓપનઓફિસ ડોક્યુમેન્ટ ફોરમેટ અને ઓપનઓફિસ વાપરો. તેને લગતાં કોઇપણ પ્રશ્નનો જવાબ હું તમને આપીશ (હા, ઇમેલથી કે ચેટ પર કે પછી જો રાત્રે ૯ વાગ્યા પછી ફોન કરો તો ત્યારે પણ..).
વધુ માહિતી માટે noooxml.org જુઓ.
* ૩ તારીખે રાતની ફ્લાઇટમાં અહીં આવ્યો.  ૪ થી ૯ સુધી અહીં જ છું - ફોસ.ઇન. કોન્ફરન્સમાં. પ્રથમ બે દિવસ પ્રોજેક્ટ ડે હતા. અને હવે મેઇન કોન્ફરન્સ ચાલી રહી છે. મારી ત્રણ ટોક અને એક વર્કશોપ સારી ગઇ, થોડી લેપટોપ અને પ્રોજેક્ટરની ગરબડ સિવાય.
* શું તમે ફ્રી અને ઓપનસોર્સમાં રસ ધરાવો છો? માઇક્રોસોફ્ટની મોનોપોલીથી અને બંધનોથી છુટકારો મેળવવા માંગો છો? તો આ કોન્ફરન્સ તમારા માટે છે.
* આઇ.આર.સી. નીકનેમ અને ચહેરાઓને મેળવવાની મજા કંઇ અલગ જ છે..
* જો તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ વાપરવાનું વિચારતા હોવ તો, આ આંખોને ઉઘાડનારો લેખ જરુરથી વાંચો. નવું OfficeOpenXML બંધારણ કેવું છે, તેનો સરસ ખ્યાલ તમને આવશે. બહુ ટેકનિકલ લેખ નથી, એટલે બધાને વાંચવાની ભલામણ કરુ છું.
અને, હા, ઓપનઓફિસ.ઓર્ગ વાપરો.
* આજે સવારે બહુ મગજમારી કરીને એક પ્રશ્નનો ઉકેલ લાવ્યો. એટલે મજા આવી. થોડીવાર લાઇબ્રેરીનાં કોમ્પ્યુટર વિભાગમાં નેટ વાપર્યું. એટલે મનને શાંતિ થઇ. મારે જમ્યા વગર ચાલે, પણ નેટ વગર, પાણી વગર માછલી જેવી હાલત હોય છે.
* એક વિનંતિ:
એક્સેલ (અથવા જો તમે ઓપનઓફિસ કેલ્ક વાપરતાં હોવ તો સરસ!) માં દસ-પંદર ગુજરાતી શબ્દો લખો. પછી તેને Sort બટન દબાવીને જુઓ. તે ક્રમ કેવો છે. તમારા પરિણામો મને ઓપરેટિંગ સિસ્ટમ, કયું સોફ્ટવેર તમે વાપર્યુ વગેરે મને બે પીડીએફ ફાઇલો (sort પહેલાં, sort પછી) સાથે મોકલો.
દાત. ઓપનઓફિસ, વિન્ડોઝમાં તમારે આ કઇ રીતે કરવું તે નીચે બતાવેલ છે. હા, તે હરોળને પસંદ કરવાનું ભૂલતા નહીં.
કારણકે, દરેક ઓપરેટિંગ સિસ્ટમનો Sorting નો ક્રમ અલગ-અલગ હોય છે. જે પ્રમાણભૂત કરવો જરુરી છે, નહિતર દરેક સોફ્ટવેર દરેક જગ્યાએ અલગ-અલગ પરિણામ આપે છે. ખાસ કરીને ડીક્શનેરી અને સ્પેલચેકરમાં આ ખૂબ જ જરુરી છે.
હવે, કાલે પાલનપુર જઇશ.
યોગ્ય મેળવો -ઓપનઓફિસ.ઓર્ગ મેળવો
શું તમારુ ઓફિસ સોફટવેર યોગ્ય છે? માઇક્રોસોફ્ટે તાજેતરમાં કરેલા સર્વે મુજબ આખા વિશ્વમાં વપરાતા ૩૫% થી વધુ ઓફિસ સોફ્ટવેર નકલ (પાયરેટેડ) હોય છે. માઇક્રોસોફ્ટ હવે આ સોફ્ટવેર ધરાવનારાઓ પર આક્રમણ કરી રહ્યુ છે.
તેમણે હમણાં કોમ્પ્યુટરમાં કયા સોફ્ટવેર નાખેલા છે તે શોધવામાં અગ્ર કંપની ખરીદી છે.
તે હવે લોકોનાં કોમ્પ્યુટરમાં રહેલા સોફ્ટવેર જાણવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે.
કોઇ જગ્યાએ જો આવા પાયરેટેડ સોફ્ટવેર વપરાતા હોય અને તમે તેની માહિતી આપો તો તમને તે રોકડા રૂપિયાની ઓફર કરે છે.
માઇક્રોસોફ્ટનું લાયસન્સ એકદમ વિચિત્ર છે, તમે અજાણતાં પણ તેનો ભંગ કરી શકો છો.
જો તમારી પાસે માઇક્રોસોફ્ટ ઓફિસ છે, તો તમને ખબર છે કે એ ક્યાંથી આવ્યું છે?
નશીબજોગે તેનો મુક્ત વિકલ્પ પ્રાપ્ત છે. ઓપનઓફિસ.ઓર્ગ ૨ એ માઇક્રોસોફ્ટ ઓફિસની સંપૂર્ણ ખાસિયતો ધરાવતું ઓફિસ સોફ્ટવેર છે. તે વર્ડ પ્રોસેસિંગ, પ્રેઝન્ટેશન, સ્પ્રેડશીટ ગણતરીઓ, ડેટાબેઝ કામકાજ સરળતાથી કરી શકે છે. તમે તમારા દસ્તાવેજો માઇક્રોસોફ્ટ ઓફિસ ફોરમેટમાં ખોલી કે સંગ્રહી શકો છો. તાજેતરમાં થયેલ એક મોજણી અનુસાર માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ માં અપગ્રેડ થવા કરતાં ઓપનઓફિસ.ઓર્ગ ૨ તમને ૧૦ ગણું સસ્તું પડી શકે છે. વળી, ૮૬% લોકોએ ઓફિસ ૨૦૦૩ કરતાં ઓપનઓફિસ.ઓર્ગ ૨ માં આગળ વધવાનું પસંદ કર્યું છે. તમે કોની રાહ જુઓ છો?ઓપનઓફિસ.ઓર્ગની કોઇ કિંમત નથી. તમે તેને ફ્રી ડાઉનલોડ કરી શકો છો!
ગુજરાતીમાં લખવુ સરળ બન્યુ તે માટે આપણે સૌ કોઇએ યુનિકોડનો આભાર માનવો જોઇએ. અત્યાર સુધી શું થતુ કે, જો તમારે ગુજરાતીમાં લખવા હોય તો કોઇ ચોક્કસ ફોન્ટમાં લખવું પડે અને વેબસાઇટ ઉપર તે ફોન્ટ ડાઉનલોડ કરવા માટે મૂકવા પડે. વળી, તે ફોન્ટ બનાવનાર કંપની અથવા વ્યક્તિની જોડે લાયસન્સ/કરાર અંગે પણ સ્પષ્ટતા કરવી પડે. (મોટાભાગનાં ફોન્ટસ માત્ર વાંચવાના ઉપયોગમાં જ લઇ શકાય તેવું લાયસન્સ ધરાવે છે.) આથી, જો ફલાણા ગામમાં રહેતા ઢીંકણા ભાઇ કોઇ પોતાના ફોન્ટ વાપરી પત્ર લખે તો, ઢીંકણા ગામમાં રહેતા ફલાણા ભાઇને તે પત્ર વાંચતા આંખે પાણી આવી જાય!
પણ, હવે જમાનો આવ્યો છે, યુનિકોડનો. યુનિકોડ એટલે દરેક ભાષામાં લખવા માટેનાં પ્રમાણભૂત નિયમો. આ નિયમો અનુસાર દરેક ભાષાનાં દરેક અક્ષરને એક ચોક્કસ ક્રમ આપવામાં આવ્યો છે, આ ક્રમ અફર રહે છે અને દરેક ફોન્ટમાં તે સમાન રહે છે, એટલે યુનિકોડ = યુનિવર્સલ+ કોડ જેવું નામ આપવામાં આવ્યુ. આથી, જો તમે તમારી સિસ્ટમમાં યુનિકોડ ફોન્ટ વાપરો, તો તમારૂ લખાણ દુનિયાનાં કોઇપણ ખૂણે આરામથી વાંચી શકાય, તેમાં સુધારો સરળતાથી કરી શકાય!
લિનક્સ અને વિન્ડોઝ XP જેવી દરેક આધુનિક ઓપરેટિંગ સિસ્ટમો યુનિકોડને આધાર આપે છે. લિનક્સ આધારિત ઉત્કર્ષ ગુજરાતી ઓપરેટિંગ સિસ્ટમ તો આખી યુનિકોડ આધારિત છે. તમે ઉત્કર્ષની વેબસાઇટ પરથી બે યુનિકોડ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો! આકાર અને રેખા નામના આ ફોન્ટસ તમને ગુજરાતી લખવામાં ઉપયોગી થશે.
ઝાઝી.કોમ અને દિવ્યભાસ્કર.કો.ઇન સરસ ગુજરાતી સાઇટો છે, પણ દુર્ભાગ્યે તે નોન-યુનિકોડ ફોન્ટમાં બનાવેલ છે. હું આશા રાખું છું કે બદલાતી દુનિયા સાથે કદમ મિલાવી આ બન્ને સરસ સાઇટો યુનિકોડમાં ફેરવાશે..
સુધારો: દિવ્ય ભાસ્કર હવે યુનિકોડમાં છે!!