‘મેટ્રિક્સ’ ( Matrix ) રસપ્રદ ફિલ્મ છે: ખાસ કરીને પ્રથમ ભાગ.
પાંચ-છ વર્ષ અગાઉ પ્રથમ વખત ફિલ્મ જોઈ ત્યારે જ મેં માર્ક કરેલું કે આ ફિલ્મ પર ભારતીય ફિલોસોફીની, વિશેષ તો આપણા વેદાંતની ખાસ્સી અસર છે.
ફિલ્મ જોતી વેળા જ સ્પષ્ટ થઈ ગયું કે ફિલ્મની પ્રેરણા, તેનો આધાર જ ‘માયા’ના કંસેપ્ટ પર છે. મોર્ફિયસનું પાત્ર ગહન રીતે આ કંસેપ્ટ સમજાવે છે. ‘મેટ્રિક્સ’ એટલે જ માયા. ફિલ્મમાં વૈજ્ઞાનિક પ્લોટ ડેવલપ કરવા આ માયાને નવી કહાણીને અનુરૂપ નવા સ્વરૂપમાં રજૂ કરી છે.
ફિલ્મનો નાયક નિઓ જે કંપનીમાં કામ કરે છે, તે કંપનીના નામ વિષે વિચાર કર્યો છે? તે કંપનીનું નામ છે “Metacortex”.
તેનો ગર્ભિત અર્થ થાય છે: બુદ્ધિની મર્યાદાથી ઉપર ઊઠવું, તમારા ભૌતિક અસ્તિત્વની સીમાથી ઊંચે જવું, સ્થળ અને કાળના બંધનોથી પર થવું.
વેદાંત પણ આમ જ કહે છે ને? ફિલ્મ પૂરી થઈ ત્યારે અંતિમ ભાગ પર તો હું સ્થિર થઈ ગયેલો.. આપણા એ પ્રાચીન, અમર મંત્રોએ તમારા સૌનું ધ્યાન પણ જરૂર ખેંચ્યું હશે.
હું તો જ્યારે જ્યારે આ ફિલ્મ જોઉં છું, કાંઈક નવું ચિત્ર ઉપસે છે. મઝા આવે છે.
તાજેતરમાં સમાચાર ચમક્યાં છે: રાજા રવિ વર્મા પર ફિલ્મ બનશે.
રાજા રવિ વર્મા ભારતના પ્રતિષ્ઠિત ચિત્રકારોમાં સ્થાન પામ્યાં છે.
1848માં કેરળના ત્રાવણકોર(કિલિમન્નૂર)ના રાજ-પરિવારમાં તેમનો જન્મ. યુવાનીમાં યુરોપિયન ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને પછી પોતાની આગવી શૈલી વિકસાવી. તેમણે આપણી પૌરાણિક કથાઓનાં પાત્રોને રેખા અને રંગોથી કેનવાસ પર ઉતાર્યાં. તેમના ચિત્રોમાં સૌંદર્ય, પ્રેમ, શૌર્યની ઝલક હતી. તેમના ચિત્રોએ રાષ્ટ્રવાદને પોષવામાં મદદ કરી.
વડોદરાના કલાપ્રેમી મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણથી રાજા રવિ વર્મા થોડાં વર્ષો વડોદરા રહ્યા. તેમણે વડોદરાના રાજવી પરિવારના સભ્યોના બેનમૂન તૈલચિત્રો સર્જ્યાં.
રાજા રવિ વર્માએ ચિત્રકલાને લોકભોગ્ય કરવા લોનાવલામાં પ્રિંટિંગ પ્રેસ નાખ્યું. લિથોગ્રાફીથી સુંદર ચિત્રો છપાવી સામાન્ય વર્ગ સુધી ઘેર ઘેર પહોંચાડ્યાં. 1906માં આ મહાન ચિત્રકારનું અવસાન થયું.
છ વખત રાષ્ટ્રીય એવોર્ડ વિનર, પ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક શાજી એન. કારુણ રાજા રવિ વર્મા પર ફિલ્મ બનાવવાના છે. નામ છે ‘સૂર્યમુખી’. રાજા રવિ વર્મા તરીકે અજય દેવગણ ભૂમિકા કરશે. માધુરી દીક્ષિત – નેને ‘સૂર્યમુખી’ દ્વારા ફિલ્મક્ષેત્રે પુનરાગમન કરી રહી છે.
આપ સમક્ષ એક ગુજરાતી બ્લોગ રજૂ કરી રહ્યો છું: મધુસંચય.
આ બ્લોગ પરની પોસ્ટ્સ એટલે જાતજાતના પુષ્પો પરથી સંચિત કરેલ મધુની મીઠાશ. વિશ્વનું વિહંગાવલોકન, સાહિત્ય અને કલાક્ષેત્રોની  પિછાણ તથા  જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા વિષયો પર વિચાર-વિમર્શ અને મનન. અલક્મલકની સૌના રસને પોષતી વાતો. તેના થકી તો  આપણા જીવનમાં મધુસંચય થતો રહે છે.