રાધાને પૂછો
પ્રીત શું કહેવાય, રાધાને પૂછો.
દિલ કેમ દેવાય, રાધાને પૂછો.
ધીરા સમીરે યમુનાને તીરે
પ્રણય કેમ ઝીલાય, રાધાને પૂછો.
મહા રાસ-આનંદ  અબ્ધિમાં ડૂબી.
જવું કેમ ખોવાઈ, રાધાને પૂછો.
કાલિંદી કાંઠે કદંબોની કુંજે,
હ્રદય કેમ ભૂલાય, રાધાને પૂછો.
પ્રભુ શ્યામ સુંદર તણા એ અધરનું,
મધુ કેમ પીવાય, રાધાને પૂછો.
ગોકુલ તજી જાય મથુરા મુરારિ,
કેવી એ વિદાય, રાધાને પૂછો.
ભમે બાવરી શ્યામની બંસરી લઇ.
વિરહ કેમ સહેવાય, રાધાને પૂછો.
હ્રદયેશ કેરું હ્રદય જીતનારી,
વ્રુષભાન દુલારી ! કલા તારી ન્યારી,
જીવન કેમ જીવાય, રાધાને પૂછો.
અસ્તિત્વનું અમ્રુત પૂર્ણ અર્પી
સર્વસ્વ તે સ્નેહ કાજે સમર્પી
જવુ્ કેમ લોપાઇ, રાધાને પૂછો.
સાભાર: નાથાલાલ દવે
ચાંદની તે રાધા રે, પ્રુ. ૨૭
ગુજરાત સેંટરની વેબ સાઈટ પરથી એક સુંદર ગઝલ:
આ વેબ સાઈટના સંચાલકોને દરેક રચનાના કવિ કે લેખકોના નામ લખવાની નમ્ર વિનંતી: :
બધાના રૂપમાં.....
હું ભલે જોઉં તને અહીંયા બધાના રૂપમાં,
તું મને જોજે નહીં કિન્તુ બીજાના રૂપમાં.
બે અનુભવ છે પ્રણયની ભાવનાના રૂપમાં,
એક દરદના રૂપમાં ને એક દવાના રૂપમાં.
દુર્દશાની પણ મજા લઉં છું નશાના રૂપમાં,
વાસ્તવિકતા ભોગવું છું કલ્પનાના રૂપમાં.
કંઇ નથી આકાર એને તોય પૂજે છે બધા,
કોણ જાણે શું હશે એવું ખુદાના રૂપમાં ?
હું તો પરવાના રૂપે એ ઠારવા દોડ્યો હતો,
આપ ખુદ જલતાં હતાં એ તો શમાના રૂપમાં.
હું ય શ્ર્વાસે શ્ર્વાસમાં એને વસાવું છું હવે,
સાથ આપે છે હવે એ પણ હવાના રૂપમાં.
અન્ય રીતે આ જગતમાં શક્ય નહોતું એટલે,
મેં ખુદા સાથે કરી વાતો દુઆના રૂપમાં.
હું પછી બેફામ આંખો ના મીચું તો શું કરું ?
જિન્દગાનીને જ મેં જોઇ કઝાના રૂપમાં.
વાંચો: ગુજરાત સેંટરની વેબ સાઈટ પર
અનામી:
આ રચનાના ગઝલકાર કોણ છે? જરૂરથી જણાવશો.
હું કોણ છું
આપણે મળીએ, પછીથી જાણશો, હું કોણ છું;
આપ મારામાં રહો તો જાણશો, હું કોણ છું.
એક બીજામાં ખૂલીશું આપણે ફૂલની રીતે;
એક જાગેલા સૂરજથી જાણશો, હું કોણ છું.
વિસ્તરીશું આપણે જ્યારે લીલાંછમ થઈ ઉરે;
એક ઝરમર મેહુલાથી જાણશો, હું કોણ છું.
એક તારો જોઈને જ્યારે ચડીશું વ્યોમમાં,
અતલ એક ઊંડાણથી ત્યાં જાણશો,હું કોણ છું.
આપણે મોજાં ઉપર જ્યારે ઊછળશું મોજમાં,
ચાંદનીની ફોરમાં ત્યાં જાણશો, હું કોણ છું.
આપણે કલરવ ભરીને મૌનમાં જ્યાં કોળશું,
એક મીઠી મ્હેકમાં ત્યાં જાણશો, હું કોણ છું.
આંખમાં આંસુ જડે ને આંસુમાં મોતી જડે,
આપનામાં હું જડું તો જાણશો, હું કોણ છું.
‘પડઘા ને પડછાયા વચ્ચે’[ચૂંટેલી કવિતા: ચંદ્રકાંત શેઠ], પૃ. ૧૦૬
સંપાદક: ચંદ્રકાંત શેઠ
પ્રેમનું એક નાનકડું બિંદુ
એક અવિસ્મરણીય સાંજે
દૂર દૂર
ક્ષિતિજની પેલે પાર
ઈશ્વરની અક્ળ શોધ કરતાં
મનની ગહેરાઈમાં ઉદ્ભવતું
પ્રેમનું એક નાનકડું બિંદુ
પરપોટાની જેમ
વિસ્તાર પામતું
ને સીમિત કાળચક્રની અવધિમાં
ઉષ્માભરી લાગણીથી
સ્નેહની અતૂટ ધારને
એ પરપોટાથકી
વિશ્વભરના જીવોને ભીંજવતું
દુનિયાભરના તોફાનોને ઓગાળતું
સનાતન પ્રેમના સંદેશને
હર દિલમાં પંહોચાડતું
બની રહેતું ઈશ્વરીય
પ્રેમાળ સ્ત્રોતનું અસીમ
ઉદ્ભસ્થાન
ડો. દીના શાહની રચના - 'ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે'
ફૂલ કેવાં પરગજુ થઈ જાય છે,
મહેકની સાથે રજૂ થઈ જાય છે.
તું જ મારી બંદગી, ને તું ખુદા,
જોઉં છું જયારે વજૂ થઈ જાય છે.
ભીંત પર પડછાયો લાગે છે સરસ,
માનવીનું એ ગજું થઈ જાય છે?
જિંદગી તેં કેટલા જખ્મો દીધા!,
લાગણી તો પણ હજુ થઈ જાય છે.
એક નકશો પ્રેમનો છે દોસ્તો!,
યાદ કોર્યું કાળજું થઈ જાય છે.
પહાડ પર પાણીને જોઈ થાય છે,
પથ્થરો કેવા ઋજુ થઈ જાય છે!
ડો. દીના શાહની આ રચના માણો દિવ્ય-ભાસ્કરમાં માનનીય કવિશ્રી સુરેશ દલાલ લિખિત
'આયનાનાં સ્વયંભૂ પ્રતિબિંબો'- હયાતીના હસ્તાક્ષર વિભાગમાં.
વ્યક્તિગત જીવનમાં લાગણી ઘણી વખત બુદ્ધિથી પણ પર થઈ જાય છે. સુરેશભાઈ 'લાગણીને જીવ ભરીને જીવવા દિયો'ની પંક્તિઓ ટાંકી ખુબ સરસ રીતે આગળ સમજાવે છે:
"જિંદગીમાં જેટલા સંબંધ એટલા ઉઝરડા. જેટલી અપેક્ષા એટલી નિરાશા. જખમો ગણી શકાય નહીં ને જખમોનું જૉખમ લીધા સિવાય જીવી પણ શકાય નહીં. જીવનના જખમો કહ્યા કરે છે કે લાગણી બહુ રાખવા જેવી નથી. સંવેદનશીલ થવાનો કોઈ અર્થ નથી. આ બધું અનુભવને આધારે બુદ્ધિ કહે છે પણ લાગણી તો લાગણીની રીતે જ વર્તે છે અને જયારે લાગણી જન્મે છે ત્યારે બુદ્ધિ લગભગ બેહોશ થઈ જાય છે. પંકિત યાદ આવે છે :
લાગણીને જીવ ભરી જીવવા દિયો
અને બુદ્ધિને કહો કે બહુ બોલે નહીં
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં
મૂકીને કોઈ કદી તોલે નહીં"
જીવન-સંગમ
શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન
લાગણી અને બુદ્ધિનો સમન્વય
પ્રેમ અને સ્નેહનું અમાપ સંઘટન
સહકાર અને સંગાથનું અતૂટ મિશ્રણ
મૈત્રીમય અને ઊર્મિશીલ કાયમી આંતરભાવ
શ્રુંગાર અને સૌંદર્યનો સનાતન અહેસાસ
વિનયશીલ અને સંસ્કારી શાશ્વત વર્તન
આ સર્વનું સંશ્લેષણ એટલે જીવવા જેવું જીવન
યૌવન
ઘનશ્યામ ઠક્કર
હાલ
ત્રીસ વરસની ઉમ્મરે
હું મારા યૌવનને
હમણાં જ જન્મેલા મારા બાળકની જેમ
મારી નજીક
છતાં
મારાથી બહાર રાખું છું,
જયારે
હું પિસ્તાળીસ વરસનો થઈશ
ત્યારે મુગ્ધાવસ્થાએ પંહોચેલ પુત્રીની જેમ
યૌવનને મારાથી દૂર, અને બીજાથી નજીક જવા દેવાનો
આનંદ મેળવીશ.
જ્યારે, હું સિત્તેર વરસનો થઈશ
ત્યારે
એક હજાર માઈલ દૂર
સાન ફ્રાન્સિસ્કોમાં ઠરીઠામ થયેલા મારા પુત્ર જેમ
યૌવન સાથે
હું પત્રવ્યવહાર જેવું મળતો રહીશ.
અવારનવાર
અવકાશયાનની ઝડપે રૂબરૂ પહોંચી જઈ ભેટીશ.
હું
ક્યારે ય
વૃદ્ધ નહિ થાઉં.
વાંચીને મારું કાવ્ય 'સરી જતી યુવાની ને ધારો કે રોકી શકું' યાદ આવી ગયું.
સંપાદક: ચંદ્રકાંત ટોપીવાળા, આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ), પૃ. ૨૦૨
મહેક ટંકારવીની એક ગઝલ - એકાંતમાં
હું જ ને 'હું' નો પરિચય પણ જુઓ
થાય છે તો થાય છે એકાંતમાં
વાંચો આખી ગઝલ: મહેક ટંકારવીની એક ગઝલ - એકાંતમાં
અને અન્ય ગઝલો વાંચો 'પ્યાસથી પરબ સુધી'માં
ઓઢાડું તને--
લે,આ મારી જાત ઓઢાડું તને.
સાહેબ! શી રીતે સંતાડુ તને?
તું ભલે દિલમાં રહે કે આંખમાં
કયાંય પણ નીચો નહીં પાડું તને.
કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું
મૌન ની મસ્તીથી રંજાડુ તને.
તું નહીં સમજી શકે તારી મહેક
લાવ કોઇ ફૂલ સુંઘાડું તને.
કોક દિ એકાંતમાં ખપ લાગશે
આવ મારી યાદ વળગાડું તને.
હૂબહૂ તારીજ લખવી છે ગઝલ
તક મળે તો સામે બેસાડું તને.
તેં નિકટ થી ચંદ્ર જોયો છે કદી?
આયનો લઈ આવ દેખાડું તને.
ઘર સુધી તુ આવવાની જિદ ન કર
ઘર નથી,નહીંતર  હું ના પાડું તને!
‘ખલીલ’! આકાશને તાક્યા ન કર
ચાલ છત પર ચન્દ્ર દેખાડું તને!
-----ખલીલ ધનતેજવી
સુરેશભાઈના જ શબ્દોમાં:
"શાયરે એક બહુ અદ્બભુત પરિસ્થિતિ કલ્પી છે. બંને વચ્ચે માત્ર મૌનનો જ તહેવાર છે. વાણીનો વ્યવહાર નથી. અહીં જે મસ્તીની વાત છે એમાં કનડગત કરતાં જુદા જ પ્રકારનું તનોરંજન અને મનોરંજન છે. શબ્દ વિનાની મૌનની મસ્તી કેવી હોઈ શકે એનો ખ્યાલ આ ગઝલ વાંચતાં આવે છે. શેખાદમ આબુવાલાનો એક શેર છે, જે જરા જુદા સંદર્ભમાં જોવા જેવો છે.
મળે એકાંતતો બોલું, મિલનમાં જીભના ખોલું
મને મારા હ્રદયના ભાર પર આવી ગયું હસવું."
મને પાગલનું પાગલપન આપો કોઈ, હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ, દિવ્ય-ભાસ્કર, ૨૮મી સપ્ટેમ્બર,  પૃ. ૧૫ (નોર્થ અમેરિકન આવૃત્તિ)
અગિયાર દરિયા
આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા
એકથી તે દસ સુધી ગણવું અઘરું પડે છે
સાવ સહેલી વાતમાં બેઠા થયા અગિયાર દરિયા
આંખમાંથી એ વહે છે કેમ છો એવું કહે છે
સાંભળે જો એક જણ તો દોડતા અગિયાર દરિયા
ફૂલ પહેરી રોજ રાત્રે એક સપનું એમ ડોલે
ઊંઘમાં આકાશ ઓઢી જાગતા અગિયાર દરિયા
બંધ દરવાજા બધે છે બારીઓ કેવળ વસે છે
હું અને તું હોઈએ ના? પૂછતા અગિયાર દરિયા
મનહર મોદી, અગિયાર દરિયા, આપણી કવિતા સમૃદ્ધિ, પૃ. ૨૫૯
વરસાદ હમણાં - મનીષ પરમાર
ઝરમરે છે સ્પર્શનો વરસાદ હમણાં,
-ને ઊગે છે સીમ-શેઢે સાદ હમણાં.
ગુફ્તગો આ આંખની અંગત રહી છે,
એમને કરવી નથી ફરિયાદ હમણાં.
ખૂબ તાજો શબ્દ આજે ઊપડ્યો છે,
-ને લખાશે પ્રેમનો સંવાદ હમણાં.
વિસ્તર્યું ચારે તરફ લીલાશ જેવું-
પાનખરને કેમ કરવી યાદ હમણાં.
કેટલા વરસો પછી ઘરમાં વળું છું,
જાગી ઊઠ્યો કાળજે ઉન્માદ હમણાં.
સાભાર: ગઝલશતક, પૃ. ૫૬
વરસી જા - હરીશ પંડ્યા
આકાશેથી આગ વરસતી, વરસી જા,
પળ બે પળ સંગાથ તરસતી, વરસી જા.
રણ શા સૂકકા આ હૈયામાં આગ બળે,
મૃગજળ પર છે નાવ સરકતી, વરસી જા.
દેવાલયમાં ઝાલર રણકે, સાંજ ઢળી,
લે આ ડાબી આંખ ફરકતી, વરસી જા.
સૂનું આંગણ, સૂનાં તોરણ-મોર હવે,
દીવા કેરી જ્યોત થરકતી, વરસી જા.
સૂની આંખોમાં શમણાં થઈ આવ હવે,
ભર નીંદરમાં એમ ઝબકતી, વરસી જા.
સાભાર: હરીશ પંડ્યા, ગઝલશતક, પૃ. ૯૪
ફોર એસ વી એ ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ બુલેટીન બોર્ડ છે. એમાં વિવિધ વિભાગો જેવા કે potpourri,પ્રભાતનાં પુષ્પો, સંમેલન, વાત-ચીત અને યાદીનો સમાવેશ કરવામાં આવ્યો છે. potpourriમાં વિજ્ઞાન ને લગતી નવી નવી માહીતિ આપવામાં આવે છે જ્યારે પ્રભાતનાં પુષ્પોમાં ગુજરાતી વિવિધ વિભાગો જેવા કે ગઝલ, કવિતા અને લોક-સાહિત્યને આવરી લેવામાં આવ્યા છે. સંમેલનમાં વિવિધ ગુજરાતી બ્લોગ્સમાં પ્રકાશિત રચનાઓની ઝલક અને તેમની વેબ લીંકો પૂરી પાડવામાં આવે છે. વાતચીત વિભાગમાં 'સ્વાગત અને ઓળખાણો', ગુજરાત અને ગુજરાતી ભાષાને લગતા સમાચારો, મનતવ્ય અને સાહિત્ય વિભાગો પરિચર્ચામાં ભાગ લેવાની પ્રેરણા આપનારા છે. ગુજરાતના સારસ્વતોના સાહિત્ય સર્જન અંગેની રસપ્રદ માહિતી તમે 'યાદી' વિભાગમાંથી મેળવી શકશો.
તમારા અમુલ્ય પ્રતિભાવો અને વિચાર સૂચનો vaat.chit@gmail.com ના સરનામે જરૂરથી મોકલશો.
જુઓ: ફોર એસ વી
નટવર ગાંધી લિખિત આ સોનેટ (ઈન્ડિયા, ઈન્ડિયા સોનેટસંગ્રહમાંથી)મને ખુબ ગમી ગયું.
મને શિશિર ના ગમે, નહિ નહિ જ હેમન્ત વા,
ગમે ન કદી અંગ અંગ થથરાવતી ઠંડી આ,
થીજે બરફથી બધું ભીતર બહાર, સંચાર ના,
ફરે ન ચકલું ભલું, જિગર મારું થંભી જતું.
અને ઘર બહાર જો નીકળું કામકાજે જવાં,
ચડાવું થરના થરો ગરમ કોટ જેકેટ કૈં,
લગાવું શિર ટોપી ઉપરથી ને નીચે બૂટ બે,
છતાંય થથરું, કહો શિશિર ઋતુ ગમે?
પરંતુ કહું કાનમાં, ગમતી કેમ ના ઠંડી આ,
મને નીરખવી ગમે નમણી નાર સૌ ગ્રીષ્મની,
ઉતારી ઉપવસ્ત્ર સૌ વસન અલ્પ, આછે સજી,
બજાર બગીચે ફરે, રમણી રમ્ય જોતો રહું,
વળી પરખતો રહું ધવલ શ્યામ ભામા તણાં
હતાં શિશિર ગુપ્ત તે સકળ અંગ સોહામણાં.
ઈન્ડિયા, ઈન્ડિયા સોનેટસંગ્રહ, (પૃ. ૧૦૭) માંથી સાભાર
નટવર ગાંધી વિષે વાંચો: પરિચય પર
આપણે આપણી રીતે રહેવું:
ખડક થવું હોય તો ખડક:નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું!
ફૂલની જેમ ખૂલવુ
અને ડાળની ઉપર ઝૂલવું,
ભમરાનું ગીત કાનમાં આંજી
કાંટાનું રૂપ ભૂલવું.
મૂંગા થઇને સ્હેવું અને કહેવું હોય તો પંખીની જેમ કહેવું!
ખડક થવું હોય તો ખડક:નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું!
પગલાં ભૂંસી ચાલતા થવું
પંથની ઉપર મ્હાલતા જવું,
આનંદ આનંદ વેરતાં વેરતાં
આનંદને પંપાળતા જવું.
લેવું દેવું કાંઇ કશું નહીં:કેવળ હોવું:એ જ તો રહેવું:
ખડક થવું હોય તો ખડક:નહીં તો નદી જેમ નિરાંતે વ્હેવું!
- સુરેશ દલાલ
સાભાર:મીનાબેન છેડાના ઉત્કર્ષ બ્લોગમાંથી
દુ:ખ  વિષય પર એક નિબંધ લખવા બેઠો…
બહુ વિચાર્યુ …ના કાં ઇ સુજ્યુ…
હાય ….રે…નિબંધ…અધુરો રહ્યો..
એક મિત્ર ની સાથે મિત્રતા બાંધી….
હાશ….!!! નિબંધ પુર્ણ થયો…..!!!
- હસમુખ ધરોડ ‘અંકુર’
સાભાર: 'ગુજરાતી ગઝલ' ની દુનિયામાં વાંચો આ ગઝલ- 'મિત્ર...!'
આપણે પલળ્યાં હતાં સાથે ગયા વરસાદમાં
એ પછી શું કામ ભીંજુ આજના વરસાદમાં?
દૂર ઊભાં શું કહો છો કંઈ જ સમજાતું નથી,
સહેજ પાસે આવી બોલો આટલા વરસાદમાં
કેટલો રમણીય અમને વહેમ જિવાડી ગયો
આંસુનાં તોરણે તમે બાંધી જતાં વરસાદમાં.
મારી જેમ જ સાવ ચંચળ જીવ હોવાને લીધે,
રાતદિન આશ્રય વગર પલળી હવા વરસાદમાં.
આભ ગોરંભાય ત્યાં તો બારી વાસી દે તરત
એમને 'ઈર્શાદ' ક્યાં સંભારવા વરસાદમાં?
--ચિનુ મોદી
સાભાર: ગુજરાત ટાઈમ્સ, ઓગસ્ટ ૯, ૨૦૦૨, પૃ. S-૧૭
હું તમારી કવિતા વાંચુ છુ ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાંનિધ્યમાં છું
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:
તમારી સૃષ્ટિના મુલાયમ પહાડ પર મેં
કુમળા બાળક જેવાં સૂર્યને ઊગતા જોયો છે.
ચંદ્રનો ચહેરો જોયો છે મેં
તમારા બંને હાથની રસાળ ડાળીઓ વચ્ચે
અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા કોઈ લાવણ્યમયી સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.
હું તમારી કવિતા વાંચુ છુ ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર  વિશ્વના સાંનિધ્યમાં છું
--શ્રીનાથ જોશી
સાભાર: સુરેશ દલાલ, 'હયાતીના હસ્તાક્ષર', ચંદરવો - દિવ્ય-ભાસ્કર, શુક્રવાર, ડિસેમ્બર ૨, ૨૦૦૫, પૃ. ૨૭
સર્જનનું ઋણ
જીવનના રોજીંદાકાર્ય સંપન્ન કરવામાં આનંદ શા માટે નહીં?
અભ્યાસ કરતા, ઘરકામ કરતા, રસોઈ કરતા, આનંદ શા માટે નહીં?
નોકરી કરતા, ટ્રેનમાં જતાં, રેડ સીગ્નલ પર, આનંદ શા માટે નહીં?
નાનામાં નાની વાતમાં-ઉત્કંઠા-અજંપો -અસંતોષ-ઈંતેજારી શા માટે?
જે કાંઈ કરીએ એ નિષ્ઠાપૂર્વક, ચોક્સાઈ ભર્યું, પરીણામદાયક કરીએ તો?
જે કાંઈ કરીએ એ સ્નેહભર્યુ, પ્રેમનિતરતુ, સ્વાર્થવિહોણુ કરીએ તો?
જે કાંઈ કરીએ એ પ્રેરણાદાયક્, અનુકરણીય, સન્માનપ્રેરક કરીએ તો?
જે કાંઈ કરીએ એ સમાજને, સંબંધીઓને, કુટુંબને, પોતાને આનંદ વિભોર કરે તો?
આમ કરી જો આપણે આપણા સર્જનનું ઋણ પ્રભુને અદા કરી દઈએ તો?
સાભાર: અનિલ પરીખ, સીમા સિવાયની સર્જનયાત્રા, પૃ. ૨, ૨૦૦૪
સાબરમતી આશ્રમે
અહીં નથી જ રાજમંદિર, ન મ્હેલ, મ્હેલાત ના,
ન દુર્ગ, નથી હર્મ્ય કો, નથી વિશિષ્ટ સ્થાપત્ય વા,
ન હસ્તિગૃહ, શસ્ત્રસંગ્રહ ન, અશ્વશાળા નથી,
કુટીર દસબાર માત્ર બસ જોઉં આ આશ્રમે.
અહીં જ કસી કાછડી કમર, હાથ લૈ લાકડી,
કપાળ કરી ચાંદલો, હરિનું નામ હોઠે ધરી,
અમોઘ સત શસ્ત્ર સજ્જ, જૂજ સાથી સંગે તમે
અહીં જ જગરાજ્યની સહુ સમર્થ અક્ષૌહિણી
બુંલદ પડકારી'તી: 'કરવું હોય તે લ્યો કરી.
નથી જ નથી આવવું વિણ સ્વરાજ પાછું હવે,
ભલે મરણ આવતું, મરીશ કાગડા, કૂતરા
સમાન, પણ ના જ ના પગ મૂકીશ હું આશ્રમે.'
અહીં જ અહીંથી શરૂ થયું મહાન પ્રસ્થાન જે,
વિશાળ પ્રસર્યું પછી ઉરઉરે, દૂરે, ચોદિશે.
સાભાર: નટવર ગાંધી, 'ઈન્ડિયા, ઈન્ડિયા સોનેટ સંગ્રહ' ઈમેજ પબ્લીકેશન્સ, પૃ. ૧૯
ઉસ્તાદ શું કહો છો?
વાતાવરણ સરસ છે ઉસ્તાદ શું કહો છો?
કેવો ટપકતો રસ છે ઉસ્તાદ શું કહો છો?
છોતું પડ્યું છે ફળિયે કીડી વડે ચૂંસાતું;
એમાં હજીયે રસ છે ઉસ્તાદ શું કહો છો?
આંખોમાં આશ કેરાં ફૂલો લચી પડ્યાં છે;
એ સોળમું વરસ છે ઉસ્તાદ શું કહો છો?
અસ્તિત્વને અહીં મેં ખોડી દીધું છે એવું;
થોડું ન ટસથી મસ છે ઉસ્તાદ શું કહો છો?
મિલ્કત અમારી અહીંયા બે-ચાર ઝંખનાને;
સપનાંઓ પાંચ દસ છે ઉસ્તાદ શું કહો છો?
હું ચૂકવું છું એને એ ચૂકવે છે મુજને;
દેવું અરસપરસ છે ઉસ્તાદ શું કહો છો?
સાભાર: જિતુ પુરોહિત, ગઝલશતક, પૃ. ૨૮
સંપાદક: હર્ષદ ત્રિવેદી
શ્રદ્ધાનું બીજું નામ છે આત્મબળ. એના સહારે માણસ ગમે તેવી આંધીને વળોટી શકે છે, પાતાળનો ભેદ પામી શકે છે, રેતીના રણમાં ફૂલ ખીલવી શકે છે. કસોટીકાળમાં શ્રદ્ધા ડગમગી જવાની પૂરી શક્યતા છે, છતાં અતૂટ વિશ્વાસ અશ્રદ્ધાને હડસેલી દે છે. વાંચો ગની દહીંવાળાનો એક શેર:
શ્રદ્ધા જ મારી લઈ ગઈ, મંઝિલ ઉપર મને,
રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ.
માણસ પ્રયત્ન કરે અને સફળતા મળી જ જાય એવી કોઈ શરત ચાલે નહીં.
કવિ દિલીપ પરિખ કહે છે :
પ્રયત્નોની બધી નિષ્ફળતા સામે,
ઉમીદો રાખવાનું નામ શ્રદ્ધા.
અને હરેશ 'તથાગત'ના શબ્દોમાં
શ્રદ્ધા મને છે એટલી તારી દયા ઉપર,
કીધાં નથી મેં પાપ જે એ પણ કબૂલ છે.
સાભાર: અઝીઝ ટંકારવી, 'ગઝલના ગુલમહોર' પૃ. ૮૮-૮૯
સ્મરણકુસુમો
વહ્યાં વેગે વર્ષો સાથે વહી ગયાં:
કદી મેલાંઘેલાં, કદીક નીતરાં, શાંત, ઊજળાં;
ઘસ્યાં સ્ત્રોતાકારે ગિરિ ઉપરથી ઘોર ખીણમાં,
વહ્યાં તો કો' કાળે વિપુલ નદ શાં સૌમ્ય, ગભીરાં.
વહ્યાં વર્ષો તેમાં વિધવિધ દશાઓ અનુભવી,
રસીલી ઊર્મિઓ, વિષમ ઘટનાઓ ઉર ભરી;
મહેચ્છા, આશા કૈં વિફલીત બની ને કંઈ ફળી,
વિષાદે, આનન્દે જીવન-ઝરણી સતત ભમી
પહાડો, મેદાનો, વન્, રણપ્રદેશો ફરી વળી.
વસ્યાં'તાં હૈયે જે સ્વજન-સૃહદો-તે પ્રિય ગયાં;
ચિતામાં પોઢાડ્યાં કઠણ હ્રદયે ને સ્વનયને
નિહાળ્યા જ્વાળામાં ભસમ બનતા દેહ, દૃગથી
વહેતાં વારિથી ભસમ ઢગ ઠારી વીણી લીધાં
ઉરે આજે સંચ્યાં સ્મરણકુસુમો એ જતનથી.
રમણ વકીલની આ રચના 'માનસરોવરના હંસ'માંથી
કોઈ ગોરી...કોઈ સાંવરી
એ હતી શ્યામલ સુંદરી
હસતી નાચતી, કૂદતી
ફૂલડાં જેમ સ્મિત વેરતી.
એનું સ્મિત ફૂલઝર બની પૂનમની રાતને અઝવાળતું
તો ક્યારેક એ રમણે ચઢેલ સાગર જેમ ઉન્મત બનતું,
છતાં એના સૌંદર્યમાંથી મીઠી મીઠી સૌરભ પ્રસરતી'તી
ઉત્સાહ અને ઉલ્લાસના મૂક સંદેશની
એ હતી ગોરી-ગૌરાંગના
ચંદ્રિકાનાં અમીએ સર્જિત એની કાયા
જાણે શિલ્પીએ કંડારેલી પથ્થરની કો દિવ્ય મૂર્તિ!
ચંદ્રમુખી ચંચલ મનધારિણી
છતાં સ્વતંત્ર વ્યક્તિતા.
એના સૌંદર્યમાંથી ઝરતી હતી વીજ ચમક
ઉન્માદ અને આવેગના ઉઘાડા આવાહનની
સાભાર: ગુજરાતી પ્રણયોર્મિકાવ્ય, પૃ. ૨૭૬, સંપાદકો: કવિ ડાહ્યાભાઈ પટેલ અને જેઠાલાલ ત્રિવેદી
મુક્તકો
જવાહર બક્ષી
સહવાસના પડઘામાં અબોલો રહી જાઉં
ઘરમાં જ વસું તોય ભટકતો રહી જાઉં
જો પ્રેમ મળે છે તો પ્રતિબિંબની જેમ
પાણીમાં પડું તોય હું સુક્કો રહી જાઉં
મુસાફિર પાલનપુરી
તાંદુલી તત્વ હેમથી ભારે જ થાય છે
કિન્તુ ભળે જો લાગણી ત્યારે જ થાય છે
જ્યાં-ત્યાં કદીય હાથ ન લંબાવ ઓ હ્રદય
મૈત્રીનું મૂલ્ય કૃષ્ણને દ્વારે જ થાય છે
દિલહર સંઘવી
દેવના દરબારમાં મુજને કશોયે રસ નથી
સત્ય કહું છું મારે એમાં આવવું ચોક્કસ નથી
તે દિવસથી સ્વર્ગ-પ્રાપ્તિની તજી મેં ઝંખના
જાણવા જે દિ' મળ્યું કે ત્યાં કોઈ માણસ નથી
બરકત વિરાણી 'બેફામ'
મંઝિલ બનીને આવ ન રહેબર બનીને આવ
મુઝ માર્ગમાં ભલે ન તું સહચર બનીને આવ
કિન્તુ મને ન છોડ અટૂલો પ્રવાસમાં
કાંઈ નહીં તો છેવટે ઠોકર બનીને આવ
આસિમ રાંદેરી
એક શાયર છું જીવન-કર્મોથી ના અજ્ઞાન છું
વેદનો પણ છું ઉપાસક, કારીએ કુરાન છું
કિન્તુ જો ઈમાનની પૂછો તો 'આસિમ' સાંભળો
હું ન હિન્દુ છું, ન મુસ્લિમ છું, ફક્ત ઈન્સાન છું
સાભાર: અમર મુક્તકો, સંપાદન: કૈલાસ પંડિત