પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત
ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
- શ્રી અવિનાશ વ્યાસ
શું કહેવું મારે આ ગીત માટે?
મેં ગુજરાતી સુગમ-સંગીતનાં જેટલા પણ શૉ કર્યા એમાંથી એક પણ શૉ એવો નથી કે જેમાં આ ગીતની ફરમાઇશ ના આવી હોય.. અને અમે આ ગીત રજૂ ના કર્યું હોય..
ગુજરાતી ફિલ્મ દિવાદાંડીનું આ સુપરહીટ ગીત
અને
ગુજરાતી સાહિત્યની એક સદાકાળ યુવાન રચના
ક્યારેક એવું પણ બનતુ હોય છે કે
કોઇક એવુ તત્વ જે અણધાયું જ કોઇ કૃતિ સાથે જોડાઇ જાય
અને પછી એ તત્વના કારણે એ આખી કૃતિ વિખ્યાત થઇ જાય
એવું જ કાંઇક આ ગીત માટે પણ બન્યું હતુ..
દિગ્દર્શક તો પહેલેથી દિવાદાંડી ફિલ્મમાં આ ગીત લેવા જ ન્હોતા માંગતા..
શ્રી દિલીપભાઇ ધોળકીયાનાં કંઠે રેકૉર્ડ થઈ ગયા પછી પણ એમનું મન ન્હોતું માનતુ
પણ ત્યાર બાદ શ્રી દિલીપભાઇ ધોળકીયાનાં આગ્રહથી આ ગીતને એ ફિલ્મમાં સ્થાન મળ્યું..
અને ત્યાર બાદ ઇતિહાસ રચાઇ ગયો..
એમ કહેવું અસ્થાને નહિં ગણાય કે આજની તારીખે..
"દિવાદાંડી" ફિલ્મનું નામ સાંભળતા જ એ ફિલ્મની સ્ટોરી કોઇને યાદ આવે કે ના આવે...
પણ મનનાં માંડવામાં આ શબ્દોનાં પગરણ તો થઇ જ જાય..
તારી આંખનો અફીણી..
તારા બોલનો બંધાણી..
તો ચાલો "સમન્વય" આજે માણીએ શ્રી વેણીભાઇ પુરોહિતની આ સદાકાળ યુવાન રચના..
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીઆવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
- શ્રી વેણીભાઇ પુરોહિત
હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહુક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.
કલબલ કલબલ શોરમાં ઝુલ્યા અમે
લઈ દીલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દીવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ.
-   રમેશ પટેલ(આકાશદીપ)
તારા નામની સાથે નામ મારું જોડી જો
લે કોઇ નામ મારું ને આવે તું દોદી જો
રેતમાં ચાલીને જો તું
પગલાં કંઇક પાડી જો તું
સ્રુષ્ઠી અનેરી રચાશે
નજરે મારી નીહાડીને જો તું
એક ઇચ્છાકે પગલાં માં પગલું જોડી જો
લે કોઇ નામ.......
લીલી હરીયાળી છે તું
રચના નિરાળી છે તું
શ્રાવણની ઝરમર હો તો
ને મેઘ અષાઢી છે તું
પહેલા વરસાદ પછીની ધરતિ જાણે કોળી જો
લે કોઇ નામ મારું ......
પરમ પ્રેમ પ્રગટ્યો પાતાળથી
પ્રભુ દરબારે પુશ્પે પમરાવી સુગંધ
ચાંદનીએ વરસાવ્યા વહાલ ગગનથી
ને શાન્ત સાગરે ઘુઘવ્યા ઉમંગગાયે કોમળ કુંપળો રે, ગીત
જુઓ મારા પગલે પધારે વસંત
શર્મીલા કોડે રુમઝુમે કળી
સંકોરવા રંગભર્યા ઉરે સંદેશ.
પંખીઓની વ્યોમે હાલી વણઝાર
ભરતી કુદરતના ખોળે સંગીત
ઉતર્યા સુંદર સરોવરને તીર
સારસ સારસી શીખવે અનોખી રે, પ્રીત
કોયલનો ગુંજે ટહુકો વનરાવને
ફાગણના ફાગે ડોલ્યાં રે, મન
પ્રેમ રસે ઝબોળ્યા ઝુરતા અંતર
ને પ્રેમપાશે હીંચોળે મદમાતો પવન
-  રમેશ પટેલ (આકાશદીપ)
સૈયર, શું કરિયેં ?
કોયલ ટહુકે સવારના
ને સાંજે કનડે યાદ
સૈયર, શું કરિયેં ?
આંખોમાં છે ફાગણિયો
ને પાંપણમાં વરસાદ
સૈયર, શું કરિયેં ?
ઊંઘમાં જાગે ઉજાગરો
ને સમણાંની સોગાદ
સૈયર, શું કરિયેં ?
મૂગામંતર હોઠ તો મારા
ને હૈયું પાડે સાદ
સૈયર, શું કરિયેં ?
પિયર લાગે પારકું
કે સાસરિયાંનો સ્વાદ
સૈયર, શું કરિયેં ?
પગમાં હીરનો દોર વીંટાયો
ને ઝરણાંનો કલનાદ
સૈયર, શું કરિયેં ?
તનમાં તરણેતરનો મેળો
ને મનમાં છે મરજાદ
સૈયર, શું કરિયેં ?
અનિલા જોશી
જન્મ: મે 2, 1935
બૃહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિમાંથી સાભાર
ભુલી ને તારુ નામ હું જીવુ છુ હા જીવુ છુ હજી જીવુ છુ
ભુલવામાં વિતશે જીદંગી યાદ રાખવાની મથામણો
યાદ રાખશુ કે શુ ભુલી ગયા ને શોધશુ એના કારણો
ભુલી ને હા ભુલી ને બધુજ ભુલી ને
ભુલી ને તારુ નામ હુ જીવુ છુ
જીદંગી માં જ્યારે કોઈ તરસ નહોતી ત્યારેતુ તરસ થઈ આવી
આ સંબંધો ને શુ નામ દઊ લાગણી લાવારીસ થઈ આવી
ભુલી ને બધુજ ભુલી ને હા ભુલી ને
ભુલી ને તારુ નામ્
તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...
ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારે ઝોલે ચડ્યું... તમે..
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો' સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉર મારું
વાંસળીને જોડ માંડે હોડ
તરસ્યા હરણાંની તમે પરખી આરત
ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું... તમે..
મોરનાં તે પીંછામાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય
એવી વનરાઈ હવે ફાલી
સોનલ ક્યાંય તડકાની લાય નહીં ઝાંય
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં..ય
વન આખું રે લીલેરા બોલે મઢ્યું... તમે..
ભીખુ કપોડિયા
ઉડવુ છે આકાશ, હે, પ્રભુ!
કેમ કરી જાવું આકાશ?
કાયા મુક્ત કરી  આત્મ સહ.
વીહગ બનીને સમીરસહારે વીહરુ છું આકાશ.
નીર્બળ  છું, પણ જીતેન્દ્રી બની ઉડું અનંત આકાશ,
જ્યોતી ભાળી, ભાનુ પાસે વીજય અપર્ણા સાથ.
મ્રુત્યુંજય તીરુપતી સીધ્ધી વીનાયક,
મહાલક્ષ્મી મા ને વ્રુન્દાવન મહાદેવની પાસ.
ઉડું હીમાળે અનંત આકાશ નીજાનંદની સાથ
ચીદાનંદ ને ઓમકારના નાદ.
નવજીવનની સાથ ત્રીનેત્રાની પાસ.
ઉડવુ છે આકાશ!
- ડો. રાજેન્દ્ર ત્રીવેદી
તાજેતરમાં કરવામાં આવેલા તેમના મગજના સફળ ઓપરેશનની પાર્શ્વભુમાં રચાયેલ પ્રાર્થના ....
પરમ તત્વ તેમની મનોકામના પુરી કરે.
ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે,
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે.
ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ,
એકલો ઊભું ને તોય મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ.
તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.
અને ઉપરથી કુદરતની રહેમ છે.
આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી,
વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી.
સૂરજ તો ઊગે ને આથમીએ જાય મારી ઉપર આકાશ એમનેમ છે.
અને ઉપરથી કુદરતની રહેમ છે.
ધ્રુવ ભટ્ટ
શાંત તોમાર છંદ માંથી સાભાર
(ચિંતન, પ્રાર્થના, ભજન, ધૂન અને પ્રેરક સામગ્રીનો સંચય)
પ્રકાશક:
વનરાજ પટેલ
મીડિયા પબ્લિકેશન
103, મંગલમૂર્તિ, કાળવા ચોક, જૂનાગઢ
ફોન : 0285-2650505
E-mail: media.publications@gmail.com
મહેક શ્વાસોથી નીક્ળીને ફેલાઈ બધે
તારું મેં નામ લીધું તારું મેં નામ લીધું
મૌન પડઘાતું રહ્યું ને શબ્દ સ્તબ્ધ જોતા રહ્યા
તારી સામે ખુલવાની તક અમે ખોતા રહ્યા
જીવવું એક તારું નામ હોઠે બસ તારું નામ
તારું મેં નામ લીધું
સમી સાંજે કોઈ અમથુંજ યાદ આવે છે
યાદો સ્મૃતી સ્મરણ એકલાં ક્યાં આવે છે
એકે હજારું નામ હોઠે બસ તારું નામ
તારું મેં નામ લીધું
તારા વિના કેમ કરી ફાવશે,રબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે,રબારણ.
જોયા નેદિવસો નહિ જાણે સદિઓ થઈ,
રાહ જોવુ તારી રંગ -રસીયો થઈ.
કહે ને દોસ્ત તુ ક્યારે આવશે રબારણ?
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
સાંજ ના સુમારે ગાયો ભાંભરશે,
દોસ્ત, અચાનક મનેતુસાંભરશે.
આ,અબોલનીકોણખબરકાઢશેરબારણ?,
દિલ ને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
મને તારી ઓઢ્યા કોર ના સમ છે,
અહિંયા સનમ બધુજ હેમખેમ છે.
બસ ‘ઈશ્ક’ને તારી કમી સાલશે રબારણ,
દિલને સાવ સુનુ સુનુ લાગશે રબારણ.
’ઈશ્ક’પાલનપુરી
એક  એવું ઘર  મળે  આ  વિશ્વમાં-
જ્યાં  કશા  કારણવિના પણ જઈ શકું!
એક એવું આંગણું મળે કે જ્યાં મને
કોઈ  પણ કારણ વગર શૈશવ મળે !
એક, બસ એકજ  મળે એવું નગર
જ્યાં ગમે ત્યારે  અજાણ્યો થઈ શકું!
'કેમ છો'? એવું ય ના કહેવું પડે-
સાથ  એનો પંથમાં ભવભવમાં મળે!
એક એવી હોય મહેફીલ જ્યાં મને
કોઈ બોલાવે નહી ને જઈ શકુ !
એક ટહુકામાં જ રુંવે રુંવે
પાનખરના આગમનનો રવ મળે!
તોય તે ના  રંજ કંઈ મનમાં રહે -
-અહીંથી ઊભો થાઉં ને મૃત્યુ મળે !
-માધવ રામાનુજ
મિત્રો અને પ્રિય "ફૂલવાડી"ના વાંચકો, આપની સમક્ષ લગ્ન-વિષયક ગીતો નો ભાગ-૨ રજૂ કરતા આનંદ અનુભવું છું.(આપનું મનતવ્ય અને અભિપ્રાય ઘણાં જ મહત્વના છે.)
Beni Betha Ganesh Paas�.
Aaj Re Anand No Divas�.
Sona Hindhoni Rupa Bedlun Re Naagar Ubhara, Raho Rangrasiya�.
Ooncho Ambaliyo Gheno Gambhir Jo Jaay�.
Dheere Re Chedo Re Dholi Dholka�.
શાદીઓનલાઈન”ના સૌજન્યથી
"ફૂલવાડી" ના ઘણાં પ્રિય વાંચકોએ   લગ્ન-વિષયના ગીતો(ફટાણા)  મૂકવા અંગે વિનંતી કરી હતી  અને સદભાગ્યે મને આ ગીતો પ્રાપ્ત થયાં અને,"મંડપ મુર્હત",ગણેશમૂર્હત, મોસાળુ, પીઠી "ફેરા",  અને "કન્યા-વિદાય" વિષય ના ગીતો મૂકતા મને આન્ંદ થાય છે જો આપ સૌને ગમશે તો વધારે ગીતો જરૂર મુકીશ.
"શાદીઓનલાઈન"ના સૌજન્યથી
વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે (૨)
તેનો નાદ ગગનમાં ગાજે છે, વૃંદાવન મોરલી વાગે છે. વૃંદાવન....
વૃંદા તે વનને મારગડે જાતાં દાણ દહીંના માગે છે. વૃંદાવન....
વૃંદા તે વનની કુંજગલીમાં, રાધા ને કૃષ્ણ બિરાજે છે. વૃંદાવન....
પીળાં પીતાંબર જરકસી જામા,
વહાલાને પીળો તે પટકો રાજે છે...વૃંદાવન....
કાને તે કુંડળ, મસ્તકે મુગટ,
વહાલા! મુખ પર મોરલી શોભે છે... વૃંદાવન....
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે, થૈ થૈ થૈ થૈ નાચે છે. વૃંદાવન....
અમે સૂતાં'તાં ભર નિદ્રામાં નણદલ વેરણ જાગે છે. વૃંદાવન....
મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ દર્શનથી ભીડ ભાગે છે. વૃંદાવન....
- મીરાંબાઈ
મારા રે હૈયાને તેનું પારખું
ક્યારે રે બુઝાવી મારી દીવડી, ક્યારે તજી મેં કુટિર ?
કઈ રે ઋતુના આભે વાયરા, કઈ મેં ઝાલી છે દિશ ?
નહીં રે અંતર મારું જાણતું.
કેવાં રે વટાવ્યાં વન મેં આકરાં, ઊંચા ઊંચા પહાડ ?
કેમ રે વટાવી, ઊભી માર્ગમાં, અંધારાની એ આડ ?
નહીં રે અંતર મારું જાણતું.
વગડે ઊભી છે નાની ઝૂંપડી, ઘર ઘર થાયે છે દીપ;
તહીં રે જોતી મારી વાટડી, વસતી મારી ત્યાં  પ્રીત :
મારા રે હૈયાને તેનું પારખું.
પડ્યા રે મારા પગ જ્યાં બારણે, સુણિયો કંકણનો સૂર;
મૃદુ એ હાથો દ્વારે જ્યાં અડ્યા, પળમાં બંધન એ દૂર.
મારા રે હૈયાને તેનું પારખું.
ફરીને   કુટિરદ્વારો  વાસિયાં,  રાખી   દુનિયા  બહાર ;
પછી  રે   હૈયાં  બેઉ ખોલિયાં,  જેમાં  દુનિયા હજાર !
મારા રે હૈયાને તેનું પારખું.
પ્રહ્ લાદ પારેખ ‍
ખંડેરની હવેલી
(કાવ્ય પ્રકાર: સૉનેટ; છંદ: મંદાક્રાંતા)
જે જે સ્વપ્નો વિફળ બનતાં ક્રન્દનો મેં કીધેલ,
દુ:ખે   દર્દે   શિર  પટકતાં   ઝેર   જાણે  પીધેલ,
એ સૌ સાચાં સુહ્રદ બની આજે મને ખૂબ  પ્રેરે,
સંસ્કારોનાં  શુચિતર  સ્મિતોથી  બધે  હર્ષ  વેરે.
જે આશાઓ અવશ બની તેનાં હતાં ધ્યેય ખોટાં,
વિભ્રાન્તિના વમળમહીં માન્યાં હતાં સર્વ મોટાં,
નાણી જોતાં નિકષ પર મિથ્યાત્વ એનું નિહાળ્યું,
સાચાં ધ્યેયો પ્રતિ જિગર ને ચિત્તનું જોમ વાળ્યું.
જૂઠા ખ્યાલો,  હ્રદયમનના  છોભીલા  સર્વ  ભાવો
છોડ્યા,  છૂટ્યો દિલ ધડકતે સ્નેહનો અંધ લ્હાવો;
કિંતુ  સાચી  ઉપકૃતિ  લહું  નષ્ટ  સૌ  સ્વપ્ન  કેરી
એ   ખંડેરો   ઉપર   દિલની  છે   હવેલી   ચણાઈ.
આદર્શોમાં  અજબ  લસતી  ભગ્ન આશા સુનેરી,
સૌ  ભૂલોનાં  શબ ઉપર છે  સંસ્કૃતિ  શુભ્ર  છાઈ.
રામપ્રસાદ શુક્લ
જીવનકાળ: જૂન 22, 1907- એપ્રિલ 14, 1996
કાવ્યસંગ્રહ: બિન્દુ
અમે રે ઉંદર
અમે રે ઉંદર
નથી શૂરા અમે સિકંદર
નથી ધનુર્ધર ગજવતા અંબર
છતાંએ અમે મગરુર તવંગર
લપાતા કોતરતા અમે રે ઉંદર
કેસરીની હાકોથી અમે અજાણ્યા
ના હાથીની વિશાળ કાયા
છતાંએ આરો ગીએ નીત મેવા
સમાજે પોષેલા અમે ઉંદર એવા
નથી સંત કે નથી નેતા
છતાંએ ઘરમાં સઘળું લાવીદેતા
રાજપાટના વૈભવ ભોગવીએ સુંદર
સરકારી ખાતાના લાડીલા ઉંદર
પહેરીએ કાળાં ચશ્માં આંખે
ફુંકીફુંકી કાતરીએ સૌને વહાલે
પ્રસાદ મળે અમે રીઝતા સુંદર
કળિયુગના અમે અવતારી ઉંદર
અમને લાગે સિંહ બિચારા વગડે
કરવા ક્ષુધા તૃપ્ત ફરે અંધારે
માગું હરિ ભાવધરીને અંતર
ભવોભવ બનાવજો કળિયુગી ઉંદર
રમેશ પટેલ 'આકાશદીપ'
જોબન જેવું
જોબન જેવું જગમાં, કોઇ દીઠું ના આજ
અંગ અંગમાં ઉછળે કંઇક અજબ ગજબનું રાઝ
દૂર ગગને માંડુ નજરું, મીઠા ભાળું સાદ
ઢોલ ધબુકે અંતર હરખે, ઝરમર વરસે નાદ
કુવા કાંઠે નદી તટે, છલકે ગાગરે પ્રીત
મન મોગરો મ્હેંકે મ્હેંકે, ગાતાં ગાતાં ગીત
એકલ ખૂણે એકલ પંડે, એકલુ હરખે મુખ
સ્વપ્નમાં શણગાર ધરુંને, સ્વર્ગનુ ભાળું સુખ
હું હસું ને હસે જગ, મલકે યૌવન હીર
સાગર તીરે મોજાં ઉછળે, મનડું થાયે અધીર
કોઇ આવી દિલમાં વસે, રમે અંતરે આશ
જોબન જેવું જગમાં કોઇ ના દીઠું ચોપાસ
જોબન જાતાં વાર ના લાગે, માણીલો મલકાટ
ઝીલો જીન્દગીએ મસ્તીલો રંગીલો જોશીલો ચળકાટ
રમેશ પટેલ 'આકાશદીપ'
આજે શ્રી એ. આર. રહેમાન નું આ ગીત ...from Movie : Doli Saja Ke Rakhna...
बोल सजनी मोरी सजनी -२
ढंग जहाँ का कितना बदला
रंग मोहब्बत का ना बदला
चलन वफ़ा का है बस वैसा
सदियों से ही था वो जैसा
प्यार का दीवानापन है वो हि
ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी
सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल
आजा रे मेरी बाँहों में तू डोल
सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल
आजा रे मेरी बाँहों में तू डोल
बोल सजनी मोरि सजनी
जीने का बहाना है ये प्यार साथी
सपना सुहाना है ये प्यार साथी
संग मेरे साथी चल
धरती चली है जैसे आसमाँ संग
परबत है कहीं पे घटा संग
कहीं धुंध में हम हों जायें ओझल चल
ज़माने की आँखों से बच के
नैनों में एक दूजे के छुप के
बितायें दो पल हम चुपके चुपके
बोल सजन मोरे सजना बोल सजन मोरे सजना
ढंग जहाँ का कितना बदला
रंग मोहब्बत का ना बदला
चलन वफ़ा का है बस वैसा
सदियों से ही था वो जैसा
प्यार का दीवानापन है वो हि
ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी
सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल
आजा रे मेरी बाँहों में तू डोल
सदियों पुरानी ये रीत रही है
जब भी दिलों में कहीं प्रीत हुई है
दुश्मन हुई ये दुनिया
डरा नहीं ज़ुल्मों से इश्क़ भी पर
तलवारों पे रख दिया सर
ज़ंजीरें भी टूटीं ये दुनिया भी हारी
वफ़ा का हम भी थामे परचम
जियेंगे जब तक तुम-हम
मिल बाँट लेंगे ख़ुशी हो या ग़म
बोल सजनी मोरी सजनी
ढंग जहाँ का कितना बदला
रंग मोहब्बत का ना बदला
चलन वफ़ा का है बस वैसा
सदियों से ही था वो जैसा
प्यार का दीवानापन है वो हि
ओ सजना कह दे प्यार के बोल ज़रा तू भी
सजनी रे सजनी रे एक तू ही जहाँ में है अनमोल
आजा रे मेरी बाँहों में तू डोल
बोल सजनी मोरी सजनी
- Lyrics by Mehboob
મને આ ગીત ના શબ્દો ખરેખર ખૂબ જ ગમે છે....તેનો ભાવ કાંઈક અલગ જ એ....અને તેમાંય એ આર રહેમાન નું સંગીત......સુંદર ગીત....