ગઈ સદીનો છઠ્ઠો દાયકો. હિંદુસ્તાનની આઝાદીને બારેક વર્ષ વીત્યાં હતાં.
ત્યારે બાપુજી હોંશભેર ઘરનો પ્રથમ રેડિયો ખરીદી લાવ્યા.
માંડ આઝાદ થયેલ હિંદુસ્તાનમાં ગૃહોપયોગી ઉપકરણો તો બનતાં નહીં. વિદેશી ઉત્પાદનો પર આધાર રાખવો પડતો. બાપુજીએ "બુશ - મેઈડ ઇન હોલેન્ડ" પસંદ કર્યો.
‘બુશ' એક ઉત્તમ રેડિયો. આઠ બેન્ડ અને કદાચ છ વાલ્વનો રેડિયો. ત્યારે ટ્રાંઝિસ્ટર ન હતા; કાચના વાલ્વ હતા. ‘બુશ' ખૂબ જ આકર્ષક રેડિયો. વિવિધ કંટ્રોલ માટે ચાર સુંદર ગોળાકાર નોબ. ઉપર ડાબા હાથે ખૂણામાં ટ્યુનિંગ દર્શાવતી ખૂબસૂરત લીલી "આઈ". આઠ બેન્ડ માટે લાલ, લીલી, પીળી, વાદળી - સુંદર રંગીન રેખાઓ. દરેક બેન્ડ માટે ‘વિશાળ' બેન્ડ-સ્પ્રેડ. ત્રીસેક સેન્ટીમીટર લંબાઈનું બેન્ડ-સ્પ્રેડ. આજના જમાનામાં મોટા ટુ-ઇન-વન પરનાં બેન્ડ-સ્પ્રેડ માંડ દસ સેમી જેટલાં હોય છે!!
એકાદ વર્ષ રેડિયો પર મોટાભાઈનું  ‘એકહથ્થુ વર્ચસ્વ' રહ્યું; અમે નાના ભાઈઓ હાથ પણ ન લગાવી શકતા. પછી તો અમે પણ રેડિયો સિલોન અને ઓલ ઇંડિયા રેડિયો સાંભળતા થયા. રેડિયો સિલોન સાથે સૌ પ્રથમ ગાઢી દોસ્તી થઈ.
રેડિયોનાં ઘણાં એનાઉન્સમેન્ટસ ભેળસેળ થઈ કાનમાં ગુંજે છે. કદાચ આવું કોઇક એનાઉન્સમેન્ટ હતું: "... યે રેડિયો સિલોનકા વિદેશ વિભાગ હૈ."  પાછળથી તે બદલાઈને " ..... યે સિલોન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનકા વ્યાપાર વિભાગ હૈ" આમ કાંઇક હતું. રેડિયો સિલોન ત્યારે પચ્ચીસ મીટર, એકત્રીસ મીટર અને ઓગણપચાસ (કે એકતાલીસ?) મીટર પર બ્રોડકાસ્ટ થતું. હજી એનાઉંસરના શબ્દો યાદ આવે છે: "પચ્ચીસ મીટર બેન્ડ પર ગ્યારહ હજાર આઠસૌ, ઈકતીસ મીટર બેન્ડ પર નૌ હજાર સાતસૌ બીસ ઔર ઉનચાસ મીટર .......   યે સિલોન બ્રોડકાસ્ટીંગ કોર્પોરેશનકા વ્યાપાર વિભાગ હૈ."
ઓલ ઇન્ડિયા રેડિયોની ઉર્દુ સર્વિસ પર સુંદર જૂનાં ફિલ્મી ગીતો આવતાં. થોડા વખત પછી રેડિયો પર નવા શબ્દો અમે સાંભળતા થયા: "ત્રણસો બાવન પૂર્ણાંક નવ દશાંશ મીટર એટલે કે આઠસો પચાસ કિલોસાયકલ્સ પ્રતિ સેકંડ પર આકાશવાણીનું આ અમદાવાદ-વડોદરા કેન્દ્ર છે." પછી વિવિધભારતી કાનમાં ગુંજતું થયું.
તે જમાનામાં નાના-મોટા દરેક રેડિયો માટે સરકારી પોસ્ટ ઓફિસમાંથી લાયસન્સ લેવું પડતું. પ્રતિ વર્ષ પોસ્ટ ઓફિસમાં લાઇનમાં ઊભા રહી નિર્ધારિત ફી ભરી રેડિયો લાયસન્સ રીન્યુ પણ કરાવવું પડતું. બોલો! કેવી જફા!
જે રીતે આજે ટીવી માટે એન્ટિનાની જરૂરત, તે રીતે ત્યારે રેડિયોના સિગ્નલ પકડવા ખુલ્લી હવામાં ‘એરિયલ'ની જરૂરત. અમે પણ ઘરની બહાર ખુલ્લી લોબીમાં સિલીંગ પાસે જાળીવાળું ‘એરિયલ' લગાડ્યું હતું.
રેડિયો એક જમાનામાં અજાયબીભર્યો ‘પ્રાઉડ પઝેશન' ગણાતો. પાડોશી-મિત્રો-પરિચિતો રેડિયો સાંભળવા ખાસ બેસતાં અને ખુશ થતાં.
અમારી કિશોરાવસ્થામાં દુનિયાની ઝાંખી કરાવવામાં રેડિયોનો બહુમૂલ્ય ફાળો હતો. બીબીસી, વોઇસ ઓફ અમેરિકા, રેડિયો ઓસ્ટ્રેલિયા, રેડિયો મોસ્કો, વોઇસ ઓફ જર્મની, રેડિયો પીકિંગ (આજનું બીજિંગ) અને બીજાં અનેક જાણ્યાં-અજાણ્યાં સ્ટેશનો અમે પકડતાં રહ્યાં. ઘણાંની તો ભાષા જ ન સમજાય!
રેડિયોએ અમને જીવનના બહુવિધ પાસાંઓનો પરિચય કરાવ્યો. રેડિયો સિલોને સૂર - સ્વર - સરગમ - સંગીતની પિછાણ કરાવી. બીબીસી અને વોઇસ ઓફ અમેરિકાએ દુનિયાના ધબકાર સુણાવ્યા. રેડિયો અમને ઘરની બહાર વિશ્વફલક પર લઈ ગયો. ખરેખર, રેડિયોએ અમારા જીવન ઘડતરમાં મોટું યોગદાન આપ્યું.
ભારતના વિશ્વપ્રસિદ્ધ સંગીતજ્ઞ પંડિત ઓમકારનાથ ઠાકુર ગુજરાતના ખેડા જિલ્લામાં જન્મ્યા હતા તે વાત આપણામાંથી બહુ ઓછા જાણે છે.
મુંબઈમાં પંડિત વિષ્ણુ દિગંબર પાસે સંગીતસાધના કરી ઓમકારનાથજી યુવાનવયે લાહોર (હાલ પાકિસ્તાન) ખાતે ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્યપદે નીમાયા. પરંતુ તેમના હૃદયમાં ચીલાચાલુ જીવનની ચાહ ન હતી. ઓમકારનાથની બાલ્યાવસ્થામાં તેમના પિતાજીએ કુટુંબ ત્યાગી સંન્યાસ માર્ગ લીધો હતો. તેમના હૃદયમાં પણ અધ્યાત્મમાર્ગની લગની હતી.
પંડિતજીને અંબુભાઇ પુરાણી સાથે મિત્રતા હતી. અંબુભાઇ પુરાણીએ 1918માં પ્રથમ વખત પોંડિચેરી ખાતે મહાયોગી મહર્ષિ અરવિંદનાં દર્શન અને સત્સંગનો લાભ લીધેલો. અંબુભાઈ શ્રી અરવિંદના યોગમાર્ગથી પ્રભાવિત થયેલા અને તેમનો રંગ પંડિતજીને લાગ્યો.
ઓમકારનાથજી અને અંબુભાઇ પુરાણી ઘરની માયા છોડી નર્મદા મૈયાના ખોળે જઇ બેઠા. આ વાત લગભગ 1920-21ની. બંને મિત્રો નર્મદા નદીના કિનારે ઝૂંપડી બાંધી યોગ સાધનામાં રત થઈ ગયા. તેમણે પોંડિચેરી વસેલા મહર્ષિ અરવિંદ સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો.
મહાયોગી શ્રી અરવિંદને તેમની અધ્યાત્મવૃત્તિની પ્રતીતિ થતાં તેમણે બંને મિત્રોને  પોંડિચેરી આશ્રમ બોલાવ્યા. બન્યું એવું કે એકલા અંબુભાઇ 1921માં શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી પહોંચ્યા. પંડિતજી ઘેર પાછા ફર્યા. પછી ઓમકારનાથ ઠાકુર સંગીતની દુનિયામાં સફળતાનાં ઉત્તુંગ શિખરો સર કરતા ગયા.
પ્રિય અનામિકા,
ઉત્તર ધ્રુવની હિમશિલાઓ વિશે મીડિયાના રિપોર્ટસ ચિંતાજનક છે. હિમાલય અને હિમાલયની નદીઓ વિશેની તારી ભીતિ વ્યાજબી છે. અનામિકા! હિમાલયનું નામ લેતાં મારા મનપ્રદેશ પર સંસ્કૃત સાહિત્યનાં સર્જનો ઊમટે છે.
આગળના એક પત્રમાં તને કવિકુલગુરુ ભાસના ‘સ્વપ્નવાસવદત્તમ્' ની વાત કરી હતી. આજે ફરી સંસ્કૃત સાહિત્ય પર નજર નાખીશું?
હિમાલયની વાત કરીએ તો મહાકવિ કાલિદાસનાં ‘મેઘદૂત' અને ‘કુમારસંભવમ્' તો પ્રથમ હરોળમાં જ હોય ને! મેઘદૂતમાં રામગિરિ પર્વત પર બેઠેલો યક્ષ હતો તો હિમાલયનો નિવાસી. હિમાલયની અલકાનગરીના રાજવી કુબેર અને કુબેરના ચિત્રરથ બાગનો રક્ષક તે આપણો ભગ્નહૃદયી યક્ષ. મેઘદૂત એટલે હૃદયના તારોને ઝણઝણાવી જતી કથા.
અનામિકા! હિમાલયની યાદ અપાવતી કાલિદાસની અન્ય કૃતિ તે કુમારસંભવ.
સાહિત્યનાં વિવિધ રસોમાં તરબોળ કુમારસંભવની કથા પરાકાષ્ઠાએ રૌદ્ર રસ અને વીર રસ દ્વારા રોમાંચ પ્રેરે છે.
પર્વતરાજ હિમાલયનાં લગ્ન મેનકા સાથે થયાં હતાં. મેનકાના ગર્ભમાં પ્રજાપિતા દક્ષની દુહિતા સતીએ પ્રવેશ કર્યો.. તું જાણે છે, અનામિકા, કે પૂર્વજન્મમાં દક્ષપુત્રી સતી ભગવાન શિવજીનાં ધર્મપત્ની હતાં. આ જન્મમાં સતીજી પર્વતરાજનાં પુત્રી તરીકે અવતર્યાં, તેથી પાર્વતી કહેવાયાં. નારદ મુનિએ પાર્વતીજી આ જન્મમાં પણ ભગવાન શંકરનાં અર્ધાંગિની બનશે તેવી ભવિષ્યવાણી કરી. યૌવના પાર્વતીજી તપમાં લીન મહાદેવ શંકરની સેવામાં રત થયાં.
તે સમયે તારકાસુર નામક મહાબલી રાક્ષસ સર્વત્ર મહાત્રાસ વર્તાવી રહ્યો હતો. તારકાસુરથી ત્રસ્ત, ભયભીત દેવરાજ ઇંદ્રને બ્રહ્માજીએ સૂચન કર્યું કે ભગવાન શંકર વિવાહ કરે અને તેમનો જે કુમાર (પુત્ર) સંભવે, તે મહાપરાક્રમી કુમાર જ તારકાસુરનો વધ કરી શકશે. દેવરાજ ઇંદ્રના અનુરોધથી કામદેવ તથા ઋતુરાજ વસંતની લીલાથી  શિવજીના તપમાં ભંગ થયો. તપભંગ થવાથી કોપિત મહાદેવનું ત્રીજું નેત્ર ખુલ્યું અને તેમાંથી પ્રગટેલ ક્રોધાગ્નિમાં કામદેવ ભસ્મીભૂત થયા. પણ સાથે જ, શિવજીને પાર્વતીજી પર અનુરક્તિ જાગી.
ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ થયો. પાર્વતીજીએ પરમ વીર, તેજસ્વી પુત્ર કાર્તિકેયને જન્મ આપ્યો. યુવાવસ્થામાં મહા વીર કાર્તિકેય દેવોના સૈન્યના સેનાપતિ બન્યા. કાર્તિકેયની નિશ્રામાં દેવસેનાએ દૈત્યો પર આક્રમણ કર્યું. ભીષણ યુદ્ધ થયું.
સ્વયં કાર્તિકેય અને તારકાસુર વચ્ચે મહાસંગ્રામ થયો. ભારે શૌર્ય દાખવી કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યો.
અધર્મ, અનીતિનો પરાજય થયો. સંસારમાં પુનઃ ધર્મની સ્થાપના થઈ. અનામિકા! મહાકવિ કાલિદાસના કુમારસંભવની ગાથા તારી ડાયરીમાં ટપકાવી લેજે.
સસ્નેહ આશીર્વાદ.
ઇંગ્લેન્ડ(યુ કે)માં ઓક્સફર્ડ અને કેમ્બ્રિજ શહેરોની યુનિવર્સિટીઓનાં નામ સાથે ભળતું, અમેરિકા(યુએસએ)ના કેમ્બ્રિજ શહેર (બોસ્ટન, મેસેચ્યુસેટ્સ)ની હાર્વર્ડ યુનિવર્સિટીનું નામ દ્વિધા ઊભી કરે છે.
ઇંગ્લેન્ડ(યુ કે)ની ઓક્સફર્ડ યુનિવર્સિટી (University of Oxford ) વિશ્વમાં અંગ્રેજી ભાષા બોલતા દેશોની સૌથી પ્રાચીન યુનિવર્સિટી છે.
ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઇ, તેની આધારભૂત માહિતી નથી. પરંતુ ઠેઠ બારમી  સદીમાં પણ તેનું અસ્તિત્વ હતું. આમ, ઇંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરની ઓક્સફર્ડ યુનિવર્સિટી આશરે આઠસો વર્ષ જૂની તો ખરી જ.
ઇસ 1209માં કેટલાક શિક્ષણપ્રેમીઓ ઓક્સફર્ડમાંથી છૂટા પડ્યા.
ઇંગ્લેન્ડની રાજધાની લંડનથી આશરે 80 કિલોમીટર ઉત્તરે કેમ્બ્રિજ શહેરમાં તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટી (Cambridge University) ની સ્થાપના કરી. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટીએ શિક્ષણજગતમાં અપ્રતિમ ખ્યાતિ મેળવી.
અમેરિકાની સૌથી પ્રાચીન યુનિવર્સિટી હાર્વર્ડ યુનિવર્સિટી (Harvard University) છે. અમેરિકાના મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં ચાર્લ્સ નદીને એક કિનારે બોસ્ટન શહેર છે, બીજે કિનારે કેમ્બ્રિજ શહેર વસેલ છે. ગ્રેટર બોસ્ટન એરિયાના કેમ્બ્રિજમાં આવેલ હાર્વર્ડ (હાવર્ડ) યુનિવર્સિટી સૌથી પ્રાચીન અમેરિકન યુનિવર્સિટી છે. તેની સ્થાપના 1636માં હાર્વર્ડ નામક એક પાદરીની સ્મૃતિમાં થઇ હતી. અમેરિકાના સદગત પ્રેસિડેન્ટ જહોન કેનેડી તથા વર્તમાન અમેરિકન પ્રેસિડેન્ટ જ્યોર્જ ડબલ્યુ. બુશ હાર્વર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા.
આ લેખ લખતા પહેલા મેં વિચાર્યું કે આનું શીર્ષક શું રાખવું. થયું જો ફક્ત સિંહ જોવા ગીરમાં ગયા હોઈએ તો જંગલ સફારી લખી શકીએ, અને જો ફક્ત પ્રભુના દર્શને જઈએ તો ગીરના યાત્રાધામ લખી શકીએ, પણ અમે તો વિચાર્યું કે જે રીતે અને જ્યાં મળે ત્યાં આનંદ લૂંટવો. So .....
દોઢ દિવસનો સમય, હૈયામાં મણ મણના ઉમંગ અને નવા ક્ષેત્રો ખેડવાની ઈચ્છા એટલે અમારી આ વીકએન્ડ ૨ અને ૩ ઓગસ્ટ ૨૦૦૮ ની ગીર યાત્રા. બપોરે બે વાગ્યે રાજુલા થી યાત્રા શરૂ કરી. રાજુલા જમ્યા પછી પ્રવાસ શરૂ થયો. હીંડોરણા ચોકડી થી જમણા હાથે પુલ પછી તરત રસ્તો આવે છે જે જાય છે ડેડાણ ગામ, અને ત્યાં આગળ જતા બે ફાંટા પડે, એક ઉના તરફ અને એક વીસાવદર તરફ. અમે વીસાવદર તરફ વળ્યા, પહેલી મંઝિલ હતી હનુમાનગાળા. વીસાવદર વાળા રસ્તે એક ફાંટો પડે છે જે તદન કાચા અને બીસ્માર રસ્તે લઈ જાય ગીરના બહાર તરફના પણ ગીચ જંગલ તરફ. અમે આગળ વધ્યા. વરસાદ અનરાધાર વરસતો હતો. હનુમાનગાળા પૂછતા પૂછતા ફાંટા સુધી પહોંચ્યા.
[gallery]
ખરાબ રસ્તો હતો, અમે હજી માંડ બસો મીટર આગળ ગયા હોઈશું કે ગાડી લાગી લપસવા અને ગોળ ગોળ ફરવા, અને પછી જેવી ડ્રાઈવરે થોડી ઝડપ કરવાનો પ્રયત્ન કર્યો, એક ઉંડા ખાડો બનાવી તેમાં તે ઉભી રહી ગઈ. ડ્રાઈવર નીચે ઉતર્યો, આ દ્રશ્ય જોયું અને હિંમત હારી માથુ પકડી ઉભો રહી ગયો. "ચ્યમનો હેંડીશું હવ? આવામોં નો નખાવતા હોવ તો સાહબ" એમ વિવિધ પ્રકારના વચનો સાથે તે ઉભો રહી ગયો. " આ હવે ન આગળ જાય કે ન પાછળ, ફસાઈ જઈ" કહેતો તે ફસડાઈ પડ્યો, અને અમેય પ્રથમ પ્રયત્ને આવા ઝટકા માટે તૈયાર ન હતા. ઘેરાતો વરસાદ ચિંતા વધારતો હતો. "ચાલો ધક્કો મારીએ પાછળ તરફ" એક સુઝાવ આવ્યો, પણ "નો નીકરે મારા સાહેબ, લપસવાની તો ખરીજ ને" કહેતો ડ્રાઈવર ઉભો રહી ગયો. અને અમેય વિચારતા ઉભા કે શું કરવું?
પાછળથી એક બાઈક આવ્યું. તેને જવા અમે ગાડીના દરવાજા બંધ કરી દીધા (ફોટામાં જોઈ શક્શો કે રસ્તો એક ગાડી જાય એટલો માંડ પહોળો છે, અને કાદવ તો પાંચ કિલોમીટરમાં એકેય તસુભાર ઓછું નથી) તે ભાઈ અમને ઉભેલા જોઈ ઉભા રહ્યા. "શું થયું છે?" તેમણે પૂછ્યું. અમે તેમને વૃતાંત હજી કહીએ એ પહેલા તો ગાડીના ટાયરે પાડેલા નિશાન પરથી તે બધુ સમજી ગયા. "નીકળશે?" તેમણે ડ્રાઈવરને પૂછ્યું. પણ અમારો ડ્રાઈવર તો નક્કી કરીને નીકળ્યો હતો કે નહીં જ નીકળે, "ચાલો બેસો ગાડીમાં, તું ય બેસી જા પાછળ" તેમણે અમને અને ડ્રાઈવરને સૂચના આપી, તેમણે તેમની પાછળ બેઠેલા તેમના મિત્રને કહ્યું "તું બાઈક લઈને આગળ જા અને જ્યાં બાઈક ફસાય, ઉભો રહી થોડો પાછળ અમને ચેતવજે" ...... તેમણે ગાડીનું સ્ટીયરીંગ લીધું.
"બોલો બજરંગબલી કી જય" ના નાદ સાથે તેમણે ગાડી સ્ટાર્ટ કરી, અને ધીરે ધીરે, ખૂબ કાળજી પૂર્વક એક પણ જગ્યાએ ગાડી પરનું નિયંત્રણ ગુમાવ્યા વગર પાંચ કિલોમીટર પલકવાર માં કાપી નાખ્યા. હનુમાનગાળાથી એક કિલોમીટર પહેલા આવેલા આશ્રમે પહોંચ્યા, જે ફોટામાં દેખાય છે. આ આશ્રમ ફોટામાં દેખાય છે. અહીંથી ચા પી ને અમે હવે ચાલતા આગળ વધ્યા કારણકે હવે ગાડીને જવાની મનાઈ છે, વળી રસ્તો ય પગદંડી જેવો છે. એક કિલોમીટરનો આ રસ્તો તદન લપસણો અને ઢોળાવ વાળો છે. અમે ચાલતા જતા હતા ત્યારે મનુભાઈ જેઓ અમારી ગાડી અહીં સુધી લાવી શક્યા હતા તેમણે અમને અહીંની વાત કહી. કહેવાય છે કે ટેકરી ઉપર એક માલધારી પોતાના પશુઓને ધાસ ચરવા લઈ ગયો. ઘાસ ચરતા ચરતા એક ભેંસ ટેકરીના કિનારે આવી અને લપસીને ખીણ માં પડી, માલધારી એ હનુમાનજીને તેની ભેંસ બચાવવા પ્રાર્થના કરી, અને નીચે આવી જોયું તો તેની ભેંસ ચરતી હતી. અને ત્યાં તેને ટેકરીની બરાબર વચ્ચે હનુમાનજીની મૂર્તી દેખાઈ. પછી ત્યાં મંદિર બન્યું અને એ આ વિસ્તારના લોકોની શ્રધ્ધાનું કેન્દ્ર છે. અમે પણ ત્યાં શ્રીફળ વધેરી, હનુમાનચાલીસા ના પાઠ કરતા હતા કે વરસાદ ચાલુ થયો. હનુમાનચાલીસા પૂરી કરી, ત્યાં ચારેય તરફ પહાડોથી ઘેરાયેલા આ અનહદ સુંદર વિસ્તારને જોતા જોતા પાછા વળ્યા, આશ્રમ પાછા આવી ફરીથી બાપુના કહેવાથી ચા પીધી, અને શ્રીફળ ખાતા ખાતા પાછા મનુભાઈને અમે ગાડી રોડ સુધી પાછી કાઢી આપવા કહ્યું. ફરીથી એ જ રીતે કાદવની પેસ્ટમાંથી ગાડી બહાર આવી અને અમે હવે સત્તાધાર આવેલા આપા ગીગાના આશ્રમ તરફ જવા નીકળ્યા.....
અહીંથી આગળની યાત્રાનું વર્ણન આવતીકાલે ... હનુમાનગાળા યાત્રાના તમામ ફોટા જોવા અહીં ક્લિક કરો. - Click Album PHotograph Below ...
Hanuman Gada
બાળપણનું આંખો ભીંજવી દેતું એક કરુણ પાત્ર “જે થાઓ બાપુ”.
”જે થાઓ બાપુ”ને પ્રથમ વખત જોયા, ત્યારે મારી ઉંમર આઠેક વર્ષની હશે અને તેમની ઉંમર પાંસઠની તો હશે જ.
મોડી સાંજે સાડાસાત-આઠ વાગ્યે  સોસાયટીમાં તેમનો સાદ સંભળાય: “જે... થાઓ બાપુ... ઉ ... ઉ ..!”
“જે થાઓ બાપુ” હતા વૃદ્ધ ભિક્ષુક. વાતો સાંભળી હતી કે તે હતા તો ખાતા-પીતા ઘરના, પણ તેમના દીકરાઓએ તરછોડી દીધેલા. જીવનથી હારી ચૂકેલા, પણ ઝઝૂમતા રહેલા. આમ છતાં કોઈ વાતની કદી ફરિયાદ નહીં!!
છએક ફૂટને પહોંચતી દુર્બળ પણ ટટ્ટાર કાયા. કરચલીવાળા ચહેરા પર મુશ્કેલીથી ગોઠવાતા સફેદ ચશ્મા. ઢીંચણ સુધી પહોંચતું મેલુંઘેલું પંચિયું. બે ખિસ્સાવાળું બંડી જેવું.પહેરણ. માથે ફાળિયું. તેના પર એક ટોપલો. ટોપલામાં એક તપેલું, એક ડોલચું, એક-બે નાની થાળી., એકાદ કથરોટ કે તાંસળું.
“જે થાઓ બાપુ”ના જીર્ણ ચહેરા પર જિંદગીના છ દાયકાઓની દારૂણ થપેડો કોતરાયેલી હતી. તો યે ભાવ એવો નીતરતો રહેતો કે ભીંજવી દે!
તેમનો સાદ પડે અને બા તરત અમને મોકલે. ક્યારેક રોટલી કે ભાખરી; ક્યારેક દાળ-શાક. બા કહેતાં,”જાવ! દાદાને આપી આવો!” અમે દોડતાં દરવાજે પહોંચીએ.
બાપુ ટોપલો ઉતારી બેસે. નૂરહીન થતી ઝીણી આંખોથી અમારા હાથના પાત્રને અવલોકે અને તેમના ટોપલામાંથી ડોલચું કે કથરોટ અમારી આગળ ધરે. અમને સ્નેહથી નીરખે, અદીઠ-શું સ્મિત કરે અને મીઠા શબ્દો કહે,”ભલું થાજો તમારું! ભલું થાજો સૌનું!”
ઊભા થતાં થતાં સૌનો જયકાર કરે! “જે થાઓ બાપુ!”
સમાજમાં આવાં ઉપેક્ષિત થતાં પાત્રોની કરૂણતા બા અમને સમજાવતાં અને તેમની સંભાળ લેવા પ્રેરણા આપતા. અભ્યાસમાં આગળ વધ્યા અને વસુધૈવ કુટુંબકમ્ તથા સર્વોદયના પાઠ શીખ્યા, ત્યારે ભિક્ષુક દાદાના શબ્દોનું મૂલ્ય બાએ અમને સમજાવ્યું. પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. સાત-આઠ વર્ષ સુધી સંભળાતો રહેલો સાદ કોણ જ્યારે ક્યારે બંધ થઈ ગયો હતો!
મહાન ઉદ્યોગપતિ જે આર ડી ટાટા (જહાંગીર રતનજી દાદાભાઈ તાતા 1904 – 1993) ને રાષ્ટ્રનિર્માણમાં વિશિષ્ટ યોગદાન અને ઔદ્યોગિક ક્ષેત્રે અદ્વિતીય ફાળા માટે 1992માં ભારત રત્નથી સન્માનિત કરાયા હતા.
જે આર ડી ટાટા ભારતમાં હવાઈ સેવાઓ – એવિએશન ઇન્ડસ્ટ્રી – ના પ્રણેતા તરીકે આજે પણ આદર પામે છે. જે આર ડી ટાટાએ 1932માં ટાટા એરલાઈન્સના રૂપમાં ભારતની પ્રથમ એરલાઈન કંપનીની સ્થાપના કરી. પ્રારંભમાં તે કંપનીએ એર મેલ સેવા આપી અને પાછળથી તેની પેસેંજર હવાઈ સેવાઓ શરૂ થઈ. ટાટા એરલાઈન્સ 1946માં પબ્લિક લિમિટેડ કંપની બની અને એર ઇન્ડિયાના નવા નામે ઓળખાઈ.
આજે આપણે જે આર ડી ટાટાના ગુજરાતની રાજધાની અમદાવાદ સાથેના સંબંધને યાદ કરીએ.
પેરિસ (ફ્રાંસ)માં જન્મેલા જે આર ડી ટાટા પોતે કુશળ પાયલોટ હતા. ટાટા એરલાઈન્સના આરંભે જે આર ડી ટાટાએ સ્વયં Puss Moth  એરક્રાફ્ટ ઉડાડ્યું હતું અને કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા કરી હતી.
1932ની 15 ઓક્ટોબરના રોજ સિંગલ એંજિન Puss Moth  એરોપ્લેન લઈ કરાંચી (હાલ પાકિસ્તાનમાં)થી નીકળી જે આર ડી ટાટા અમદાવાદ આવ્યા હતા. અમદાવાદ હોલ્ટ કરી તેઓ મુંબઈ તરફ આગળ વધ્યા હતા. આખરે એરોપ્લેનને મુંબઈના જૂહુ એરોડ્રોમ પર ઉતારી જે આર ડી ટાટાએ કરાચી – અમદાવાદ – મુંબઈ હવાઈ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. * *
પ્રિય અનામિકા,
અમેરિકાના પ્રમુખની ચૂંટણીના સમાચારોની રસપ્રદ લિંક્સ વાંચી.
સૌને પ્રશ્ન થઈ રહ્યો છે: યુએસએના 44મા પ્રેસિડેન્ટ કોણ બનશે?
અમેરિકાના પ્રમુખપદના લોકપ્રિય અશ્વેત ઉમેદવાર ઓબામા વિશે ઢગલાબંધ વાતો ચર્ચામાં છે. સ્થાનિક મીડિયાએ ઓબામાની હનુમાન ભક્તિ ગાઈ-વગાડીને ચગાવી છે. આમે ય, અમેરિકન પ્રમુખપદ અને અમેરિકાના પ્રમુખો અંગે ચોવટ થતી જ રહેતી હોય છે.
અમેરિકાના પ્રેસિડેન્ટસ વિશે બેશુમાર જાણી-અજાણી વાતો મળતી રહે છે. તારા અમેરિકન મિત્રો સાથે થોડી અવનવી વાતો કરવી છે?
અમેરિકાના પ્રથમ પ્રમુખ જ્યોર્જ વોશિંગ્ટન (1789-97) હતા તમે જાણો જ છો. વર્તમાન અમેરિકન પ્રમુખ જ્યોર્જ બુશ યુએસએના 43મા પ્રમુખ છે; પરંતુ જો પ્રમુખોનાં વ્યક્તિગત નામોની યાદી જોઈએ તો  જ્યોર્જ બુશનો ક્રમાંક 42મો છે. આનું કારણ ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ગ્રોવર ક્લીવલેન્ડ છે. અમેરિકાના પ્રમુખપદ પર ગ્રોવર ક્લીવલેન્ડ બે અક્રમિક મુદત – નન-કન્સીક્યુટિવ ટર્મ્સ – માટે ચૂંટાયા: પ્રથમ ટર્મ 1885-1889 માટે 22મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર ગ્રોવર ક્લીવલેન્ડ બીજી ટર્મ 1893-97 માટે 1893માં પ્રમુખપદે ફરી ચૂંટાયા, ત્યારે તેમને અમેરિકાના 24મા પ્રમુખ ગણવામાં આવ્યા.
અમેરિકાના 32મા પ્રમુખ ફ્રેંકલિન ડી. રૂઝવેલ્ટ (1933-45) બાર વર્ષો સુધી વ્હાઈટ હાઉસ રહ્યા. પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટના સમય સુધી નવ-નિર્વાચિત અમેરિકન પ્રમુખનો સોગંદવિધિ 4 માર્ચના રોજ થતો; તેમના સત્તાકાળમાં અમેરિકન બંધારણમાં ફેરફાર થતાં સોગંદવિધિ 20 જાન્યુઆરીએ કરાવવાની પ્રથા શરૂ થઈ. આમ, પ્રેસિડેન્ટ એફ. ડી. રૂઝવેલ્ટ 1933માં 4થી માર્ચના રોજ સત્તા સંભાળનાર છેલ્લા પ્રમુખ બન્યા: સાથે જ 1937માં 20 જાન્યુઆરીના રોજ સત્તા સંભાળનાર પ્રથમ અમેરિકન પ્રમુખ પણ રૂઝવેલ્ટ બન્યા.
ચાર અમેરિકન પ્રમુખોની તેમના પ્રમુખપદના હોદ્દા દરમ્યાન હત્યા થઈ છે: અબ્રાહમ લિંકન (1861-65), જેમ્સ ગારફિલ્ડ (1881), વિલિયમ મેકકિન્લી (1897-1901) તથા જહોન એફ. કેનેડી (1961-63).
અમેરિકાના 9મા પ્રેસિડેન્ટ વિલિયમ હેંન્રી હેરિસન (1841)ની કરૂણતા એ કે પ્રમુખપદે ચૂંટાયાના (4 માર્ચ,1841) એક જ મહિનામાં ન્યૂમોનિયાને કારણે તેમનું મૃત્યુ થયું (4 એપ્રિલ, 1841).
અને છેલ્લે એક હળવી વાત કરી લઉં? અમેરિકાના 27મા પ્રમુખ વિલિયમ ટાફ્ટ (1908-1913) હતા. પ્રેસિડેન્ટ ટાફ્ટ તેમના પુરોગામી પ્રમુખોની માફક તાજા દૂધ માટે વ્હાઈટ હાઉસમાં ગાય રાખતા હતા. વિલિયમ ટાફ્ટ વ્હાઈટ હાઉસમાં ગાય પાળનાર છેલ્લા પ્રમુખ હતા!!! છે ને ચટપટી વાતો? સસ્નેહ આશીર્વાદ.
અમેરિકાના રાઈટ ભાઈઓ ( વિલ્બર રાઈટ, ઓરવિલે રાઈટ – રાઈટ બ્રધર્સ, યુ એસ એ) એ ઇ.સ. 1903માં વિશ્વમાં પ્રથમ વખત હવામાં સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું. (The first sustained and controlled heavier-than-air powered flight by Wright brothers, USA ).
અમેરિકાના કિટી હોક ટાઉનમાં રાઈટ ભાઈઓએ દુનિયાનું પ્રથમ વિમાન  – એરોપ્લેન (!) – ઉડાડ્યું. ડિસેમ્બર 17, 1903ના રોજ ગ્લાઈડર પ્રકારના “રાઈટ ફ્લાયર” (ફ્લાયર-1 કે કિટી હોક) વિમાનમાં વિલ્બર રાઈટની પ્રથમ હવાઈ યાત્રા થઈ. વિશ્વની આ પ્રથમ હવાઈયાત્રા માત્ર જુજ સેકંડ  ચાલી!  વિલ્બર રાઈટના આ ટચૂકડા વિમાને માત્ર એકસો વીસ ફૂટનું અંતર કાપ્યું. વિચારો! આજના આધુનિક એરોપ્લેનની લંબાઈ બસો - અઢીસો ફૂટથી વધુ હોય છે!
રાઈટ બ્રધર્સના “રાઈટ ફ્લાયર” (કિટી હોક) સાહસે હવાઈ સફરના યુગના શ્રીગણેશ કર્યા.
રાઈટ બ્રધર્સના ટચૂકડા “રાઈટ ફ્લાયર” પછી વિવિધ એરોપ્લેન્સ બનતાં ગયાં.
એરોપ્લેન બનાવતી કંપનીઓ – બોઇંગ, મેકડોનેલ ડગ્લાસ, એરબસ વગેરે – અસ્તિત્વમાં આવી. પ્રથમ વિશ્વયુદ્ધ (પહેલું વિશ્વયુદ્ધ 1914 – 1918) ના સમયે 1916માં સ્થપાયેલ બોઈંગ કંપની 1970માં તેના જંબો જેટ બોઈંગ-747થી ભારે પ્રતિષ્ઠા પામી. અમેરિકાની બોઈંગ કંપની આજે વિશ્વની સૌથી મોટી એરક્રાફ્ટ મેન્યુફેક્ચરીંગ કંપની છે.
વિશ્વની પ્રથમ એરલાઈન DELAG જર્મનીમાં 1909માં સ્થપાઈ હતી. વીસમી સદીના આરંભે અમેરિકા અને યુરોપમાં શરૂ થયેલી ઘણી ખરી એરલાઈનર કંપનીઓ માલવહન – કાર્ગો ટ્રાન્સપોર્ટ – ની કામગીરી અર્થે હતી.
વિશ્વની સૌથી જૂની એરલાઈન્સમાં નેધરલેન્ડસની KLM (કેએલએમ – રોયલ ડચ એરલાઈન્સ) અને ઓસ્ટ્રેલિયાની QANTAS આજે પણ કાર્યરત છે. લગભગ તે જ સાથે સ્થપાયેલી  કોલંબિયાની Avianca અને મેક્સિકોની Mexicana ને દુનિયાની પ્રારંભિક એરલાઈન્સ તરીકે બહુ ઓછા લોકો જાણે છે. ગઈ સદીમાં ગાજતી રહેલી એરલાઈન્સ BOAC, TWA અને  PANAM અન્ય કંપનીમાં વિલય પામી કે રૂપાંતરિત થઈ નામશેષ થયેલ છે.
સ્મૃતિપટ પર કેવાં કેવાં દ્રશ્યો  ઊભરતાં રહે છે! એક મઝાનું સ્મરણ છે મોટ્ટણબત્તી કાકાનું.
શુક્રવારે સવારે દસ - સાડાદસનો સમય હોય ત્યારે સાદ સંભળાય:
”મોટ્ટણબત્તી .. ઇ ... ઇ .......  પ્રાય...મસની ....ઇ...ઇ... પીન આવી ...ઇ ...
છે કાંસકા આ ... આ...  કાંસકી ... ઇ ... ઇ ... ઇ ..........ઇ
ડામરની ગોળી... ઇ.... ઇ ..... કંકુની શીશી આવી.. ઇ.... ઇ...”
મોટ્ટણબત્તી કાકાની લારી દેખાય. મારવાડી કાકા. પાતળી પણ ખડતલ કાયા. સફેદ ઝભ્ભા જેવું પહેરણ, સફેદ ધોતિયું, કાળી ટોપી.
મોટ્ટણબત્તી કાકાની લારી એટલે હરતું ફરતું ‘બિગ બાઝાર’. ગૃહોપયોગી ચીજો, રસોડાની અનિવાર્ય વસ્તુઓ, સ્ત્રી વર્ગને ઉપયોગી ચીજો.
લારી હશે પાંચેક ફૂટ બાય સાડા ત્રણેક ફૂટની. લારીમાં ખીચોખીચ પણ આકર્ષક રીતે વસ્તુઓ ગોઠવી હોય. કિશોર બિયાણીને પણ ઇર્ષ્યા આવે તેવી સુઘડ ગોઠવણી. તમે માગો તે વસ્તુ દસ સેકંડમાં તમારા હાથમાં.
પ્લાસ્ટિકના કાંસકા, સ્ત્રીઓનાં બકલ, માથાની પીન, રીબન, અંબોડાની જાળી, સેફ્ટી પીન, કાળો દોરો, નાડી, ઇલાસ્ટીક નાડી, બંગડીઓ, કંકુની શીશી, નાનો અરીસો, નાની કાતર, પ્રાયમસનો કાકડો, પ્રાયમસની પીન, નાની મોટી સોય, સફેદ અને કાળા દોરાની રીલ, ડામરની ગોળી, રબર બેન્ડ...... વગેરે.
અમારાં જેવાં નાનાં બાળકો માટે લારીના એક ખૂણે એક ખોખામાં રબરની નાની દડીઓ અને પ્લાસ્ટિક – કચકડાનાં નાનાં સફેદ ‘પિંગ-પોંગ’ બોલ.
સ્ત્રી-બાળ વર્ગ વસ્તુ માગે, ભાવ જાણે, થોડી રકઝક કરે; મોટ્ટણબત્તી કાકા ઠંડકથી પણ મક્કમતાથી જવાબ આપતા જાય. ‘બારગેન’ કરવાનો ઝાઝો અવકાશ ન હતો, સિવાય કે તમારું બિલ ખૂબ મોટું બન્યું હોય,,, મોટું એટલે કેટલુ, તે કહું? પાંચેક રૂપિયા જેટલું!!!
મોટ્ટણબત્તી કાકા વર્ષો સુધી અમારી સોસાયટીમાં નિયમિત આવતા. કદાચ પંદર-વીસ વર્ષો સુધી કાકાએ શુક્રવારે સવારનો તેમનો સમય સાચવ્યો તેવું સ્પષ્ટ યાદ છે.
એક વસ્તુ અમારા સૌ માટે પઝલ બનીને રહી ગઈ તે “મોટ્ટણબત્તી”.
મોટ્ટણબત્તી શું હશે? ન તો ક્યારે અમને મોટ્ટણબત્તી શું તે સમજાયું, ન કાકાને તેનો અર્થ પૂછવાની અમને હિંમત થઈ.
આજેય મોટ્ટણબત્તી અમારા માટે વણ ઉકલ્યું ઉખાણું છે. આપ કોઈ પાસે જવાબ છે?
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 33)
આપ જાણો છો કે મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’એ 1922માં સિનેમા નિર્માણ ક્ષેત્રે શ્રીગણેશ કર્યા.
સ્ટારની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ.’
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે ‘વીર અભિમન્યુ’ને ભવ્ય ઐતિહાસિક ફિલ્મ તરીકે પેશ કરવા માગતા હતા. ફિલ્મ ખર્ચાળ પણ ભવ્ય બને તે માટે સ્ટારના ભાગીદારો સજ્જ હતાતેમણે પોતાની પ્રથમ ફિલ્મ માટે તે મૂંગી ફિલ્મોના જમાનામાં અધ...ધ....ધ કહેવાય તેવું એક લાખ રૂપિયાનું બજેટ રાખ્યું.
વાર્તાકાર મોહનલાલ દવેને રસભરી સ્ક્રીપ્ટ તૈયાર કરવાનું સોંપ્યું.
ફિલ્મનું દિગ્દર્શન મણિલાલ જોશી નામના ગુજરાતીને સોંપ્યું. “અનન્યા”ના મારા મિત્રો! ઈરાની-દવેએ ફિલ્મ માટે કલાકારો પસંદ કરવામાં પણ કસર ન છોડી. ભગવાન શ્રીકૃષ્ણના પાત્ર માટે મદનરાય વકીલ નામના જાણીતા ગુજરાતી કલાકારની વરણી થઈ. દક્ષિણ ગુજરાતમાં સુરત પાસે સચીન સ્ટેટના નવાબી કુટુંબનાં ફાતિમા બેગમ (ફાતમા બેગમ)ની સુભદ્રાના પાત્રમાં અને તેમનાં પુત્રી સુલતાનાની ઉત્તરાના પાત્રમાં પસંદગી થઈ. ફિલ્મમાં અભિમન્યુનું  મુખ્ય પાત્ર ફિલ્મ ડાયરેકટર મણિલાલ જોશીએ સ્વયં ભજવ્યું હતું.
ફિલ્મ નિર્માતા ઈરાની-દવે પૌરાણિક કથાની ભવ્યતાને પડદા પર દર્શાવવા ઇચ્છતા હતા. મને યાદ છે, મિત્રો! તેમણે સેંકડોની સંખ્યામાં એક્સટ્રા કલાકારો એકત્ર કર્યા હતા. એક અંદાજ પ્રમાણે ‘વીર અભિમન્યુ’માં પાંચ હજાર એક્સટ્રા કલાકારો હતા.
‘વીર અભિમન્યુ’ ફિલ્મથી અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’નું નામ ગાજવા લાગ્યું.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 33) * * અનન્યા/080614/ફિલ્મસિનેમા/હરીશદવે/ Ananyaa/ * * *
“મધુસંચય” પર મારી લેખમાળા ‘બાવીસમી સદીના ગુજરાત માટે ગુજરાતી નેટ જગત’ ના એક લેખમાં મેં બ્લોગ્સ પરની કોમેન્ટની અગત્ય સમજાવી હતી.   આપણે સામાન્ય રીતે કોમેન્ટ લખવાનો વિવેક દર્શાવવા કે ફરજ બજાવવા કે સમયના અભાવે “સુંદર માહિતી”, “સુંદર પોસ્ટ”, “વાંચવાની મઝા આવી”, “Thanks  for information” લખીને છૂટી જતા હોઇએ છીએ.
ગયા સપ્તાહે ગુજરાતી બ્લોગ્સની મુલાકાત લેતાં લેતાં એક બ્લોગ પર ડો. વિવેકભાઈ ટેઇલરની અર્થપૂર્ણ, લક્ષ્યવેધી, માર્મિક કોમેન્ટ નજરે ચઢી. દરેક સાહિત્યચાહક મિત્રે વાંચવા જેવી અને મનન કરવા જેવી કોમેન્ટ છે. ગુજરાતી નેટ પર કોમેન્ટ લખવા ઇચ્છતા દરેક  નવાગંતુકને આ કોમેન્ટ આદર્શરૂપ અને પ્રેરણારૂપ બને તેમ હું ઇચ્છું છું. તેથી તે બ્લોગર મિત્ર અને મારા અંગત મિત્ર  વિવેકની દરિયાવદિલ મંજૂરીની અપેક્ષાએ  આપ સમક્ષ તે કોમેન્ટ ડો. વિવેકના મૂળ શબ્દોમાં જ રજૂ કરું છું.
“પ્રિય મિત્ર રાજીવ,
આ એક ખૂબ જ સરસ શરૂઆત છે. ખૂબ ખૂબ અભિનંદન…ગાલિબ વિશે વેબ-સાઈટ બનાવવાનું મારૂં પણ એક સ્વપ્ન છે. પણ એક વણમાંગી સલાહ જરૂર આપીશ. ગઝલો સાંભળીને ટાઈપ કરવામાં કવિને આપણે જે અન્યાય કરી બેસીએ છીએ એ અક્ષમ્ય ગણાય. અહીં આપણે અજ્ઞાન નહીં, જ્ઞાન વહેંચવા બેઠા છીએ એટલે જોડણીની ભૂલોને બાદ કરતાં, શબ્દોની ભૂલો થાય એ ચલાવી ન જ લેવું જોઈએ. આ ગઝલમાં કુલ દસ શેર છે જેમાંથી માત્ર અડધા અહીં હાજર છે. દરેક કાફિયામાં શબ્દાંતે દીર્ઘ ઊ છે એના બદલે આપે હ્રસ્વ ઉ થી કામ ચલાવ્યું છે, જેમ કે तू, गुफ़्तगू, लहू, रफ़ू, जुस्तजू વગેરે. ઉર્દૂમાં સામાન્યરીતે कि લખવાનો રિવાજ છે, જ્યારે આપે के થી કામ ચલાવ્યું છે. चिपक रहा है बदन पर लहू से पैराहन માં આપે શ્રવણક્ષતિના કારણે टिपक થી શરૂઆત કરી છે. कुरेदते हो जो अब राख માં રા પછીનો ख જ રહી ગયો છે. रही ना ताकते-गुफ़्तार और अगर માં लगर લખાઈ ગયું છે. વળી જ્યાં फ़ હોવો જોઈએ ત્યાં બધે फ થી કામ ચલાવ્યું છે. એટલે આ ગઝલનો મક્તો મારે ગાલિબ તરફથી વકાલતના તૌર પર કહેવો પડે છે:
हुआ है शह का मुसाहिब, फिरे है इतराता
वगर्ना शहरमें ‘गालिब’की आबरु क्या है….”
(રાજીવભાઈ અને વિવેકભાઈ પ્રત્યે આભારની લાગણી સાથે.... )
* * * અનન્યા/080614/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
* સુનીલ મિત્તલની ભારતની આગેવાન ટેલિકોમ કંપની ભારતી એરટેલ ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં વિશ્વની પ્રમુખ કંપનીઓ સાથે તાલ મિલાવી રહી છે. ભારતી એરટેલ ભારત અને યુરોપ વચ્ચે હાઇ બેંડવિડ્થ ઓપ્ટિકલ ફાઇબર ગેઇટવેના નિર્માણમાં સહયોગ આપશે. આ ભગીરથ કાર્યમાં એટીટી (યુએસએ) અને બીટી ગૃપ (યુકે) જેવી જાયંટ મલ્ટીનેશનલ કંપનીઓ સાથે ભારતી એરટેલ જોડાશે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* ભારતીય ટેલિવિઝન પર અગ્રણી ટીવી ચેનલોમાં પ્રણય રોય (પ્રન્નોય રોય) નું એનડીટીવી ગ્રુપ આગલી હરોળમાં છે. પ્રણય રોય – રાધિકા રોયના એનડીટીવી NDTV ગ્રુપની એનડીટીવી ઇમેજીન (NDTV Imagine) ફિલ્મ નિર્માણ ક્ષેત્રે ઝુકાવી રહી છે. હોમ વિડિયો તથા થિયેટર બંને સેગ્મેન્ટ માટે એનડીટીવી ફિલ્મો  બનાવશે તેવું મનાય છે. ભારતમાં બાળકો માટેની ટીવી ચેનલ્સમાં સ્પર્ધા વધી રહી છે. હંગામા ટીવી, પોગો અને કાર્ટૂન નેટ વર્ક સામે વાયાકોમ 18ની નિકોલડીઓનનો ગ્રોથ રેટ સારો રહ્યો છે. * *
*  યુનાટેડ નેશન્સ (UN – United Nations) ના નેજા નીચે ગયા વર્ષે વિશ્વના પર્યાવરણના સંરક્ષણ માટે ‘Caring for the Climate’  મુવમેન્ટ શરૂ કરાઈ છે. તેમાં વિશ્વના 200થી મોટા ઉદ્યોગોએ ભાગ લીધો છે. ભારતમાંથી ટાટા સ્ટીલ (ટાટા ગ્રુપ ઓફ કંપનીઝ) અને ઓએનજીસી બે કંપનીઓએ તેમાં સહયોગ માટે જાહેરાત કરી છે. બંને કંપનીઓ પ્રતિ વર્ષ પોતાના કાર્બન એમિશનના આંકડા જાહેર કરશે. * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* યુએસએ (યુનાટેડ સ્ટેટસ ઓફ અમેરિકા –  USA) ની સબ-પ્રાઈમ ક્રાઇસિસનાં પરિણામો  હજી ‘આફ્ટર-શોક્સ’  આપી રહ્યાં છે. સબ-પ્રાઈમ ક્રાઇસિસને લીધે અમેરિકન બેંકિંગ ઇંડસ્ટ્રી અને ફાઇનાંશિયલ કંપનીઓએ ભારે નુકસાન વેઠવું પડ્યું છે.
અમેરિકા  સ્થિત યુનાઇટેડ નેશન્સના ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇ એમ એફ – IMF)ના અંદાજ પ્રમાણે અમેરિકન અર્થવ્યવસ્થાને નુકશાન એક ટ્રીલિયન ડોલર જેટલું છે. જો કે બીજી કેટલીક સંસ્થાઓ આ નુકશાન 400 બિલિયન ડોલર સુધી આંકે છે. આ વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં મેરિલ લિંચ દ્વારા 200 મિલિયન ડોલરથી પણ વધુ નુકશાનનો અંદાજ છે. * * * અનન્યા/080614/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
આજકાલ
ક્રુડ ઓઇલ – પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ આસમાને પહોંચ્યા છે. વિશ્વની અર્થવ્યવસ્થાઓનાં સંતુલન બગડતાં જાય છે. દેશ દેશનાં આર્થિક – વાણિજ્ય વ્યવહારોની સમસ્યાઓ વધતી જાય છે.
ગઈ કાલની દુનિયા સંપૂર્ણપણે પેટ્રોલિયમ પ્રોડક્ટસના જોરે દોડતી હતી.
આજે બિનપ્રણાલીગત ઊર્જાસ્રોત તરફ ઝોક વધ્યો છે. ભારતમાં એનર્જીની જરૂરત કૂદકે અને ભૂસકે વધતી જાય છે. ઇલેક્ટ્રીસિટી – વિદ્યુત ઉત્પાદન ક્ષમતા મર્યાદિત છે. આ સંજોગોમાં ભારત સરકાર વૈકલ્પિક ઊર્જા સ્રોતો (Alternate Sources of energy) પર વિચારી રહી છે.
પવન ઊર્જા  (Wind energy)  તથા સૌર ઊર્જા (Solar energy) ભારત જેવા દેશ માટે ઉત્તમ ઊર્જા સ્રોતો છે. વિંડ એનર્જી પાવરના ક્ષેત્રે ગુજરાતી ઉદ્યોગપતિ તુલસીભાઈ તંતીની સુઝલોન જેવી ખાનગી કંપની વિકસી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
સૌર ઊર્જા માટે ભારતમાં ઘણો સ્કોપ છે. ભારત સરકારે સેમી કંડકટર ઉત્પાદન તથા તેને સંલગ્ન ઉદ્યોગો અને સોલર સેલ ફેબ્રિકેશન યુનિટસને મોટી આર્થિક સહાય સહિતનાં આકર્ષક પેકેજ જાહેર કર્યાં છે. ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં વર્ષ દરમ્યાન 2300 થી 3000 કલાક સૌર ઊર્જા પ્રાપ્ત કરી શકાય તેવો સૂર્યપ્રકાશ ઉપલબ્ધ હોય છે. વિદેશી મલ્ટીનેશનલ કંપનીઓ ભારતમાં ઊર્જા ક્ષેત્રોમાં આવી રહી છે. અમેરિકાની કેલિફોર્નિયાની Signet Solar ભારતમાં ફોટોવોલ્ટેઈક ક્ષેત્રે આઠસો કરોડ રૂપિયાનું રોકાણ કરી રહી છે. ફોટોવોલ્ટેઈક યુનિટ્સના ઉત્પાદનમાં મોઝર બેર Moser Baer પણ જંગી રોકાણ કરી રહી છે. નેનોટેક સિલિકોન ઇન્ડિયાનું પણ આશરે આઠસો કરોડ રૂપિયાના રોકાણનું આયોજન છે. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ સેમીકંડકટર તેમજ ફોટોવોલ્ટેઈક સંલગ્ન વિવિધ ક્ષેત્રોમાં 30,000 કરોડ રૂપિયાના જંગી રોકાણ માટે આયોજન કરી રહી છે. * * * અનન્યા/080614/ આજકાલ /હરીશ દવે/ Ananyaa/ * * *
સામાન્યજ્ઞાન
ભારતના ઇતિહાસમાં દિલ્હી અને પાણીપતનું મહત્વ ઘણું રહ્યું છે. ભારતીય તવારીખમાં પાણીપતનાં ત્રણ યુદ્ધોએ હિંદુસ્તાનની તકદીર રેખાઓ પલટી છે.
1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ દિલ્હીના સુલતાન ઇબ્રાહીમ લોદી અને બાબર વચ્ચે થયું. તેમાં ઇબ્રાહીમ લોદીની હાર થઈ; મોગલ સમ્રાટ બાબરની જીત સાથે હિંદુસ્તાનમાં મોગલ સામ્રાજ્યની સ્થાપના થઈ.
1556માં પાણીપતનું બીજું યુદ્ધ હેમુ અને અકબર વચ્ચે થયું. તેમાં મોગલ સમ્રાટ અકબરની જીત થતાં હિંદુસ્તાનમાં અકબરના શકવર્તી શાસનનો આરંભ થયો.
1761માં પાણીપતનું ત્રીજું યુદ્ધ અહમદશાહ અબદાલી અને મરાઠી પેશ્વા બાલાજી બાજીરાવ વચ્ચે થયું. તેમાં પેશ્વાની હાર થતાં મરાઠા શાસનનો અંત આવ્યો.
ગુજરાતી-અંગ્રેજી
અંગ્રેજી ભાષામાં એક મૂળ Rect / Recti છે. તેનો અર્થ થાય છે Straight અથવા Right. તેનાં પરથી બનતાં શબ્દોના અર્થ જાતે જ સમજી શકાય તેવા છે.
Rectangle એટલે Right-angled parallelogram.
Rectilinear  એટલે Formed by a straight line.
Rectify એટલે To set right, to correct an error.
Direct  એટલે To show the way, to guide.
સાહિત્યસર્જનને અર્થપૂર્ણ પ્રતિભાવોની અપેક્ષા હોય છે, ભલે અભિવ્યક્તિનું માધ્યમ કોઇ પણ હોય.
ગુજરાતી બ્લોગિંગનું ધોરણ સુધારવા વાચકો પ્રતિભાવો દ્વારા શું ફાળો આપી શકે? ગુજરાતી બ્લોગ્સ પર કોમેન્ટસનું મહત્વ શું? સચોટ અને અર્થસૂચક કોમેન્ટ કોને કહેવાય? આ પ્રશ્નોનું મહત્વ આપ સમજી શકો છો.
“અનન્યા”ના આજના અંકમાં તે સંદર્ભે ‘ગુજરાતી નેટ જગત’ના પૃષ્ઠ પર ડો. વિવેક ટેઇલરની એક રચનાત્મક કોમેન્ટને બિરદાવી છે. * * * અનન્યા/080614/હરીશ દવે/ Ananyaa/ * * *
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સામ્રાજ્યના કર્ણધાર મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે મુંબઈમાં ભવ્ય નિવાસસ્થાન બનાવી રહ્યા છે.
હાલમાં અંબાણી પરિવાર મુંબઈમાં વૈભવી કફ પરેડ વિસ્તારમાં 14 માળના ‘સી વિંડ' બિલ્ડિંગમાં રહે છે.
મુકેશ અંબાણી નું નવું નિવાસસ્થાન ‘એન્ટિલા' દક્ષિણ મુંબઈના શાનદાર અલ્ટામાઉન્ટ રોડ પર બની રહ્યું છે. આ નિવાસસ્થાન 25 બિલિયન ડોલરના રિલાયન્સ સામ્રાજ્યના માલિકને છાજે તેવું ભવ્ય બનશે. નીચેની માહિતી  અંબાણી પરિવારના ‘એન્ટિલા'ની ભવ્યતાનો ચિતાર આપે છે:
પ્લોટ એરિયા આશરે 49,000 ચોરસ ફૂટ
તે વિસ્તારમાં જમીનનો વર્તમાન ભાવ આશરે રૂ. 70,000+ પ્રતિ ચોરસ ફૂટ
27 માળનું નિવાસસ્થાન
નિવાસસ્થાનની ઊંચાઈ આશરે 560+ ફૂટ
ચાર ફ્લોર અંબાણી પરિવારના અંગત ઉપયોગ માટે
બે ફ્લોર મહેમાનો માટે
ટેરેસ પર હેલિપેડ
એક ફ્લોર હેલિકોપ્ટર્સના કંટ્રોલ રૂમ માટે
આંખો ઠારે તેવા ટેરેસ ગાર્ડન્સ
સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ-જિમ્નેશિયમ, બોલ રૂમ અને મિની થિયેટરની સગવડ
છ ફ્લોર પર  150+ કાર માટે પાર્કિંગ તથા ગેરેજની સગવડ
નિવાસસ્થાનના 600 જેટલા કર્મચારીઓને રહેવા માટે અલાયદા ફ્લોર
નિવાસસ્થાનનો અંદાજિત ખર્ચ 4000 કરોડ રૂપિયા (બિનસત્તાવાર અંદાજ) ??
ગુજરાતી ઇન્ટરનેટ પર ફિલ્મ-સિનેમાના ઇતિહાસની રસપ્રદ શ્રેણી ( હપ્તો 32)
મેં આપને ભોગીલાલ દવેના અમેરિકા-પ્રવાસની તથા અરદેશર ઈરાનીના ડિસ્ટ્રીબ્યુશન વ્યવસાયની વાતો કરી.
ભોગીલાલ દવેના મામાના દીકરા મયાશંકર ભટ્ટ દાદાસાહેબ ફાલકેની હિંદુસ્તાન ફિલ્મ કંપનીના ફિલ્મ-વિતરક હતા.
અમેરિકાથી હિંદુસ્તાન પરત આવેલા ભોગીલાલ દવેનો પરિચય અરદેશર ઈરાની સાથે થયો. બંનેને મિત્રતા થઈ અને તેમણે ફિલ્મ નિર્માણ અર્થે ભાગીદારી કંપની ઊભી કરી. મુંબઈમાં અરદેશર ઈરાની અને ભોગીલાલ દવેની ફિલ્મ પ્રોડક્ષન કંપની ‘સ્ટાર ફિલ્મ કંપની’ અસ્તિત્વમાં આવી.
“અનન્યા”ના મારા મિત્રો! મૂંગી સિનેમા (સાયલેન્ટ મુવી) ના તે જમાનામાં પૌરાણિક કથાઓની ફિલ્મો ખૂબ ચાલતી. મેં અગાઉ આપને મોહનલાલ દવે ની વાત કહી હતી.
ગુજરાતી પટકથા લેખક મોહનલાલ ગોપાળદાસ દવે ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સ્ટોરી રાઈટર.
ઇરાની શેઠે મોહનલાલ જી. દવેને ફિલ્મ માટે સારો વિષય અને સબળ પટકથા – સ્ક્રીપ્ટ – સૂચવવા અનુરોધ કર્યો.
તેમાંથી ઈરાની – દવેની ‘સ્ટાર ફિલ્મ કંપની’ની પ્રથમ ફિલ્મ ‘વીર અભિમન્યુ” બની.
ફિલ્મ વિશે હું કાંઈ કહું તે પહેલાં આપ મને અભિમન્યુ વિશે પ્રશ્ન કરવાના છો.
વેદ વ્યાસના અમર મહાકાવ્ય ‘મહાભારત’નું એક ઉત્તમ પાત્ર, વીર છતાં અતિ કરુણ પાત્ર તે અભિમન્યુ.
મહાભારતની કથા પ્રમાણે અર્જુનનાં એક પત્ની સુભદ્રા. ભગવાન શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજીનું હરણ કરી અર્જુને તેમની સાથે વિવાહ ફરેલા.
અર્જુન – સુભદ્રાનો મહા પરાક્રમી પુત્ર તે અભિમન્યુ.
અભિમન્યુને બે પત્નીઓ હતી. એક પત્ની વિરાટ રાજાની પુત્રી ઉત્તરા. બીજી પત્ની ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામની પુત્રી વત્સલા.
મહાભારતના યુદ્ધમાં કૌરવોએ દુર્ભેદ્ય ચક્રવ્યૂહ રચ્યો. તેરમા દિવસે વીર અભિમન્યુ એકલે હાથે તેના કોઠા ભેદવા લાગ્યો. છેક છેલ્લે કોઠે કૌરવ પક્ષના છ યોદ્ધાઓએ ભેગા મળી અભિમન્યુ પર હુમલો કર્યો.
ભારે શૌર્ય દાખવી, એકલે હાથે યુદ્ધ કરતાં કરતાં અભિમન્યુ વીર ગતિ પામ્યો.
તે સમયે ઉત્તરા ગર્ભવતી હતી. અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર તે રાજા પરીક્ષિત, જેમણે શુકદેવજી પાસેથી ભાગવત કથા સાંભળી હતી.
અભિમન્યુની કરુણ – વીર રસથી ભરી ગાથાને સ્ટાર ફિલ્મ કંપનીએ સુંદર ચિત્રણ કરી 1922માં ભવ્ય ફિલ્મરૂપે ‘વીર અભિમન્યુ’ રજૂ કરી.
*  *  **  * * ગુજરાતી ઇન્ટરનેટ પર સાપ્તાહિક “અનન્યા” પર સિનેમા (ચલચિત્ર)ના ઇતિહાસની સર્વપ્રથમ રસપ્રદ શ્રેણી ( હપ્તો 32) * * અનન્યા/080607/ફિલ્મસિનેમા/હરીશદવે * * *
ગુજરાતી નેટ જગતમાં તાજેતરમાં ‘જરા હટકે’ હોય તેવા નવા બ્લોગ્સ દેખાવા લાગ્યા છે.
અમે “મધુસંચય” અને “અનન્યા” પર વારંવાર આ પ્રકારના બ્લોગ્સની હિમાયત કરી છે.
આજે શ્રી હરસુખભાઈ થાનકીના બ્લોગની વાત કરું. શ્રી હરસુખભાઈ પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે. બ્લોગની ગુણવત્તાનો એક માપદંડ તેની પોસ્ટ્સના વિષયોની સમૃદ્ધિ છે. પોસ્ટસની વિવિધતા જુઓ  –  પોલીએના, જુથિકા રોય (જ્યુથિકા રે), ગ્રેટા ગાર્બો અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીની ચર્ચા કરતી પોસ્ટસ.....! આપે હરસુખભાઈની પોસ્ટ્સની રેઈન્જ માણવા ‘હરસુખ થાનકીનું બ્લોગવિશ્વ’ની મુલાકાત લેવી જ જોઇએ. .
* * * અનન્યા/080607/ ગુજરાતી નેટ જગત/હરીશ દવે/ Ananyaa/ * * *
*  જો ભારતની જીડીપી  (Gross Domestic Product - GDP of India) નો  વૃદ્ધિદર 7 થી 8 ટકા જેટલો રહે, તો 2025 સુધીમાં ભારતની એનર્જીની જરૂરત લગભગ બમણી થશે અને 2035 સુધીમાં  તે ચાર ગણી વધી ગઈ હશે! *  *  *
* ભારતીય કંપનીઓ અને ભારતમાં કારોબાર કરતી મલ્ટીનેશનલ કંપનીઓ માર્કેટિંગ વ્યુહ રચનાઓ (માર્કેટિંગ સ્ટ્રેટેજીઝ) માં અવનવા ફેરફાર કરતી રહે છે.
મોબાઇલ ફોન કંપની હચને જ્યારે વોડાફોન દ્વારા ખરીદવામાં આવી ત્યારે કરોડો રૂપિયા ખર્ચીને તેનાં નામ અને લોગો (logo) બદલવામાં આવ્યાં હતાં. હમણાં શોપર્સ સ્ટોપના લોગોને બદલવામાં આવ્યો તેની એડ “અનન્યા”ના વાચકોએ ટીવી પર જોઇ હશે. સિયેટ ટાયર કંપનીએ પણ પોતાના લોગોમાં ફેરફાર કર્યો છે. અત્યારના ‘એનર્જી’ના મુદ્દાને ધ્યાનમાં રાખી  CEAT શબ્દમાં E અક્ષરને વિશેષ ‘યુવાન અને એનર્જેટિક’ બનાવાયો છે. પણ સિયેટને આમ યુવાન બનવાનો ખર્ચો 40 કરોડને આંબશે! વર્ષોથી આપણે ગોદરેજ (Godrej) ના લોગોને  એકધારા કાળા રંગમાં જોતાં આવતાં હતાં. ગોદરેજના લોગોને પણ યુવાની ફૂટી છે! તેનાં રંગરૂપમાં સો કરોડના ખર્ચે નિખાર આવ્યો છે. ક્રિકેટશોખીનોએ તાજેતરમાં ‘આઇપીએલ’ (IPL Indian Premier League) ની T-20  ક્રિકેટ ટુર્નામેન્ટની 20-20 ક્રિકેટ મેચો  ટેલિવિઝન પર  જોઇ હશે. (ક્રિકેટ મેચો કે ક્રિકેટ મેચીઝ લખું? માફ કરજો, આ મૂંઝવણ હંમેશા રહેશે.) આઈપીએલની ક્રિકેટ મેચો દરમ્યાન ગોદરેજના નવા રંગીન લોગોની એડ વારંવાર દર્શકોની નજરે ચડી હતી. ** * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
* ટેલિકોમ ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી મોબાઇલ ફોન સર્વિસ કંપની ચીન (China) ની ‘ચાઇના મોબાઇલ’ છે. ચાઇના મોબાઇલના સાડત્રીસ કરોડ ગ્રાહકો છે. *  *  *
* અનિલ અંબાણીના સંચાલનમાં રિલાયન્સ એડીએ ગ્રુપ મનોરંજન ક્ષેત્રમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે. રિલાયન્સ એડીએના રિલાયન્સ  બિગ એન્ટરટેઇનમેન્ટ (RBEL) દ્વારા 100 મિલિયન ડોલરનું રોકાણ કરવાનું આયોજન છે. તે અંતર્ગત અમેરિકાના વોશિંગ્ટન, શિકાગો આદિ શહેરોમાં 200 થી વધુ સિનેમાગૃહ ખરીદવામાં આવ્યાં છે.
વળી રિલાયન્સ  RBEL હોલિવુડના ટોપ સ્ટાર્સને લઈને જંગી બજેટના ફિલ્મ નિર્માણમાં પણ ઝુકાવવાનું છે. વિલ સ્મિથ, ટોમ ક્રુઝ, જ્યોર્જ ક્લુની આદિ અભિનેતાઓનાં નામ રિલાયન્સ એડીએ  RBEL સાથે સંભળાઈ રહ્યાં છે.* * * અનન્યા/080607/ દેશ-દુનિયા/હરીશ દવે/ Ananyaa/ * * *
આજકાલ
* વિશ્વની આર્થિક વ્યવસ્થાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.
ગઈ કાલના વિશ્વમાં અમેરિકા અને જાપાનની તૂતી બોલતી હતી. અમેરિકા અને યુરોપનાં માર્કેટ મહત્વનાં હતાં.
હવે વિશ્વના અર્થશાસ્ત્રીઓ બ્રિક (BRIC) દેશો – બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના – પર મીટ માંડી બેઠા છે.
આપણે બ્રાઝિલ અને ભારત પર દ્રષ્ટિપાત કરીએ.
બ્રાઝિલની માથાદીઠ આવક – પર કેપિટા ઇન્કમ – 5115 ડોલર છે, જ્યારે ભારતની માથાદીઠ આવક માત્ર 735 ડોલર છે.
બ્રાઝિલ અને ભારતમાં ઉદ્યોગો વિકસી રહ્યાં છે તેમજ ગણનાપાત્ર સ્પેંડિંગ કેપેસિટી ધરાવતો વર્ગ ઊભરી રહ્યો છે.  2006-07માં બ્રાઝિલને અનાયાસે પેટ્રોલિયમ ક્ષેત્રોનો મોટો ભંડાર હાથ લાગ્યો છે. આ તેલક્ષેત્રોમાં ક્રુડનો એટલો મોટો જથ્થો છે કે બ્રાઝિલ રાતોરાત દુનિયાના સૌથી મોટા દસ ઓઇલ-રીચ દેશોમાં ગણાવા લાગ્યું છે.
બ્રાઝિલની ગેર્ડો સ્ટીલ કંપની ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા – બંને ખંડોમાં સૌથી મોટી સ્ટીલ કંપની છે. બ્રાઝિલ વિશ્વનાં ટોચના દસ ઓટો મેન્યુફેક્ચરીંગ દેશોમાંથી એક છે. બ્રાઝિલની માર્કોપોલો કંપની પેસેંજર બસ અને કોચ બનાવતી અગ્રણી કંપની છે. ભારતના ટાટા ગ્રુપની કંપની ટાટા મોટર્સ અને  બ્રાઝિલની માર્કોપોલો વચ્ચે કરાર થયા છે. ટાટા મોટર્સ અને માર્કોપોલો વચ્ચેના જોઇન્ટ વેન્ચર પ્લાન્ટમાં ઉત્પાદિત પેસેંજર બસોને ભારતમાં માર્કેટ મળી રહેશે. તેમને અત્યારે જ દિલ્હી ડીટીસી (DTC Delhi Transport Corporation) નો ઓર્ડર મળી ગયો છે. * * * અનન્યા/080607/ આજકાલ/હરીશ દવે/*  *  * સામાન્યજ્ઞાન
* કોઈ માની શકે કે હજી હમણાં સુધી અમેરિકાનો સભ્ય સમાજ રંગભેદની શરમજનક ચુંગાલમાં સબડતો હતો?
અમેરિકાએ 1776માં પોતાને સ્વતંત્ર દેશ ‘યુ.એસ. એ’ તરીકે ઘોષિત કર્યો. તે પછી લગભગ બસો વર્ષ સુધી અમેરિકાની અશ્વેત પ્રજા (the Blacks) (ખાસ કરીને દક્ષિણ અમેરિકાનાના રાજ્યોમાં) સામાજિક અન્યાય અને ઉપેક્ષાઓનો ભોગ બનતી રહી. છેક 1954માં અમેરિકાની સુપ્રિમ કોર્ટ દ્વારા પબ્લિક સ્કૂલ્સમાં જાતિભેદ/વર્ણભેદ આધારિત વ્યવસ્થા રેશિયલ સેગ્રીગેશન  (Racial segregation) ને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી. 1955માં દક્ષિણ અમેરિકાના અલબામા રાજ્યમાં અશ્વેત મહિલા રોઝા પાર્કસ (Rosa Parks) સાથેનો વિશ્વવિખ્યાત મોન્ટગોમેરી બસ બનાવ બન્યો. પરિણામે અમેરિકામાં અશ્વેતોની સિવિલ રાઈટ્સ મુવમેંટને વેગ મળ્યો. 1957માં અમેરિકન કોંગ્રેસમાં અશ્વેતો માટેનું સિવિલ રાઈટ્સ બિલ પસાર થયું. 1961માં આંતરરાજ્ય વાહનવ્યવહારમાં અશ્વેતો માટેના ‘સેગ્રીગેશન’ સામે લડત શરૂ થઈ.  1963માં અમેરિકાના પાટનગર વોશિંગ્ટન (ડીસી) માં  અશ્વેતોની જંગી રેલીને અશ્વેત નેતા માર્ટીન લ્યુથર કિંગ દ્વારા સંબોધન કરવામાં આવ્યું જે ‘આઈ હેવ અ ડ્રીમ (I have a dream)’ના નામે ઇતિહાસમાં અમર થઈ ગયું. 1968માં માર્ટીન લ્યુથર કિંગની હત્યા થઈ ત્યાં સુધીમાં અશ્વેતો માટેની રંગભેદ નીતિમાં ઘણા સુધારા થઈ ચૂક્યા હતા.  આમ, માંડ ચાર પાંચ દાયકા પહેલાં જ અમેરિકામાં અશ્વેતોની સ્થિતિ સાચા અર્થમાં સુધરતી દેખાઈ. * * * અનન્યા/080607/સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
ગુજરાતી-અંગ્રેજી
આજે ગુજરાતી ભાષાના કેટલાક વિદેશી મૂળના શબ્દો પર નજર નાખીએ. ગુજરાતી ભાષામાં કેટલાક શબ્દો વિદેશી ભાષા પરથી ઊતરી આવ્યા છે. કેટલાક શબ્દો ગુજરાતીમાં એવા ભળી ગયા છે કે તેમનાં મૂળ અન્ય ભાષામાં હોવાનો ખ્યાલ સરખો ન આવે!
આવા ત્રણ શબ્દો જોઈએ: રૂબરૂ, રૂમાલ અને આબરૂ.
ગુજરાતી ભાષામાં રોજબરોજ વપરાતા આ ત્રણ શબ્દો ફારસી ભાષા પરથી ઊતરી આવ્યા છે. તેમનું મૂળ ફારસી શબ્દ ‘રૂ’ છે. ફારસી ભાષામાં ‘રૂ’નો અર્થ છે મોં.
રૂ – બ – રૂ અર્થાત્ મોં સામે મોં. રૂબરૂ એટલે મોઢામોઢ, પ્રત્યક્ષ.
રૂ – માલ (રૂ + માલિદન = મસળવું).  રૂમાલ અર્થાત્  મોંને લૂછવાનું કપડું.
આબરૂ શબ્દના મૂળમાં આબ (પાણી, તેજ) તથા રૂ  શબ્દો છે. આબરૂ અર્થાત્  મોંનું તેજ એટલે પ્રતિષ્ઠા.
* * * અનન્યા/080607/ આજકાલ-સામાન્યજ્ઞાન/હરીશ દવે/ Ananyaa/ * * *
હોલિવુડના મહારથીઓ સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસના સહયોગથી બનેલ મસાલેદાર ફિલ્મ ઇન્ડિયાના જોન્સ એંડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ ગયા વિક એંડ પર રજૂ થઈ.
વિશેષ કાળજીભરી સિનેમેટોગ્રાફીથી મઢિત ફિલ્મ ઇન્ડિયાના જોન્સ-4 સૌને કેટલી જચશે તે તો સમય બતાવશે, પરંતુ પીઢ અભિનેતા હેરિસન ફોર્ડ અને લબરમૂછિયા એકવીસ વર્ષના કલાકાર શાયા (શિયા)ની સ્ટંટબાજી (Harrison Ford, Shia LaBeouf) ઘણાને ખૂબ પસંદ પડી છે. ત્યારે હોલિવુડ - બોલિવુડના કેટલાક પ્રમુખ સ્ટંટબાજ જરૂર યાદ આવે.
હોલિવુડમાં સ્ટંટબાજીના પ્રણેતા ડગ્લાસ ફેરબેંક્સ (Douglas Fairbanks 1883 – 1939).
અમેરિકન ફિલ્મ કંપની યુનાઈટેડ આર્ટીસ્ટસની સ્થાપનામાં ડી. ડબલ્યુ. ગ્રીફીથ અને ચાર્લી ચેપ્લિન સાથે ડગ્લાસ ફેરબેંક્સનો ફાળો.
અમેરિકામાં 1920માં ડગ્લાસ ફેરબેંક્સની ફિલ્મ આવેલી – ‘માર્ક ઓફ ઝોરો’.
આ ફિલ્મ હિંદુસ્તાનમાં વાડિયા બંધુઓએ જોઈ. વાડિયા બ્રધર્સ તે સમયે મુંબઈમાં ફિલ્મ નિર્માણમાં પડેલા. હોમી વાડિયાની નજરમાં યશવંત દવે નામક સ્ટંટમેન હતો. જબરી સ્ટંટબાજી કરી શકતો!
‘માર્ક ઓફ ઝોરો’નાં સ્ટંટ દ્રશ્યો પરથી પ્રેરણા લઈ, યશવંત દવેને હીરો બનાવી વાડિયાએ 1930માં મૂંગી ફિલ્મ બનાવી- ‘દિલેર ડાકૂ’.
બસ, ત્યાર પછી વાડિયા મુવીટોનનું નામ ભારતીય સિનેમા જગતમાં સ્ટંટ ફિલ્મો સાથે જોડાઈ ગયું.
1935માં હોમી વાડિયાની ફિલ્મ ‘હંટરવાલી’માં ચમકનાર નાદિયા ધ ફિયરલેસનું નામ બોલિવુડની સ્ટંટબાજીમાં અમર થઈ ગયું છે.
વર્ષ 2012માં પૃથ્વીના જીવનના નાશની આગાહીઓ ટીવી ચેનલો પર ચમકી રહી છે.
2012ના ડિસેમ્બરમાં વિનાશકારી પરિવર્તનો દુનિયા નષ્ટ કરી દેશે તેવી વાતો હવામાં છે.
21/12/2012ના પૃથ્વીના પ્રલયની વાતોનું મૂળ મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિના ઇતિહાસમાં છે.
ઈપૂ 250 અને ઈસ 900 વચ્ચેનાં લગભગ સાડા બારસો વર્ષો સુધી માયા સંસ્કૃતિ ભલીભાંતિ પાંગરી. સ્થાપત્ય અને ખગોળ જેવાં ક્ષેત્રોમાં માયા જાતિના લોકોએ અચંબો થાય તેવી પ્રગતિ કરી. તેમણે લેખનપદ્ધતિઓ વિકસાવી.
વિશિષ્ટ લિપિ દ્વારા માયા સંસ્કૃતિનો ઇતિહાસ શિલાલેખો પર તથા વૃક્ષોની છાલનાં પુસ્તકોમાં લખાતો ગયો. આવાં ઘણાં પુસ્તકો લખાયાં. માયા સંસ્કૃતિ સોળમી સદીમાં યુરોપથી થયેલ સ્પેનના આક્રમણ તળે રગદોળાઈ ગઈ. કિમતી પુસ્તકો નાશ પામ્યાં.
તેમાંથી બચેલાં માત્ર ચાર ‘કોડેક્સ’ પુસ્તકો ઉપલબ્ધ છે. તેમનાં નામ છે : The Dresden Codex, The Madud Codex,  The Paris Codex  અને The Grolier Codex.
દાયકાઓની જહેમતને અંતે માયા લિપિનાં લખાણો ઉકેલાવા લાગ્યાં છે. તેનાં પર પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં છે.
માયા કેલેંડર પર વિવાદાસ્પદ પુસ્તકો લખનાર એક અમેરિકન લેખક જોઝ આર્ગ્યુએલ (José Argüelles 1939 -) છે.
માયા કેલેંડરની અવધિ ઈસવીસન 2012ના વર્ષમાં ડિસેમ્બર 21 ના રોજ પૂરી થવાની વાત છે. વળી માયા સંસ્કૃતિનાં લખાણોનું અર્થઘટન થયું છે.
તેના આધારે વાતો ચગી છે કે 2012ના વર્ષમાં પ્રલયકારી કુદરતી ઘટનાઓ થશે જેમાં દુનિયાનો, માનવસભ્યતાનો નાશ થશે.
આવી આગાહી શક્ય હોઈ શકે? તેમાં કેટલો વિશ્વાસ મૂકી શકાય?
આપણી સામાન્ય બુદ્ધિ આ સ્વીકારી શકે તેમ નથી. વૈજ્ઞાનિક સંસ્થાઓ સ્પષ્ટતા કરી શકે?
પ્રિય અનામિકા,
સ્ટીવન સ્પીલબર્ગની ધમાકેદાર હોલિવુડ ફિલ્મ “ઇંડિયાના જોન્સ એન્ડ ધ કિંગ્ડમ ઓફ ધ ક્રિસ્ટલ સ્કલ” પરથી તમારી વાતો મધ્ય અમેરિકાની માયા સંસ્કૃતિ સુધી પહોંચી છે.
મધ્ય અમેરિકાની માયા જાતિ, ઇંકા જાતિ અને અઝટેક જાતિની વાતો દુનિયા માટે ગૂઢતાભરી રહી છે.
અનામિકા! તારી વાત સાચી કે મધ્ય અમેરિકન  માયા સંસ્કૃતિ વિશે અગણિત રહસ્યો છે. તેનાં વિશે પાર વિનાનાં સંશોધનો થયાં છે; દાવા-પ્રતિદાવાઓથી થોથાંઓ ભરાયાં છે. તેથી માયા સંસ્કૃતિ વિશે હું જે કાંઈ લખીશ તે અપૂર્ણ જ રહેશે, એટલું જ નહીં, ચર્ચાસ્પદ અને વિવાદાસ્પદ પણ બનશે. પરંતુ તારા આગ્રહને ટાળી શકતો નથી.
અનામિકા! માયા સંસ્કૃતિનાં સૌથી બે મોટાં રહસ્યો માયા જાતિના ઉદભવ અને તેના લુપ્ત થવાને લગતાં છે. માયા જાતિના લોકો કોણ હતાં અને ક્યાંથી મધ્ય અમેરિકામાં આવ્યાં તેમજ પ્રથમ સહસ્ત્રાબ્દિના અંત પહેલાં અચાનક કેવી રીતે લુપ્ત થઈ ગયાં તેના પર વિવાદો ચાલ્યા જ કરે છે.
મધ્ય અમેરિકામાં પેસિફિક ઓશન (પ્રશાંત કે પેસિફિક મહાસાગર)ના કિનારે માયા જાતિ ત્રણ હજારથી પણ વધુ વર્ષોથી વસી હતી.
માયા સંસ્કૃતિ ઈ.પૂર્વે 250થી ઈ.સ. 900ના સમયગાળા (250 BC–   900 AD) માં પૂરબહારમાં વિકસી. મધ્ય અમેરિકન મેક્સિકોના વિસ્તાર – હાલના ગ્વાટેમાલા, બેલિઝ, અલ સાલ્વાડોર તથા હોન્ડુરાસ રાષ્ટ્રોના વિસ્તારોમાં વિકસેલી માયા સંસ્કૃતિમાં ઘણાં રાજ્યો અસ્તિત્વમાં હતાં.
અનામિકા! નવાઈની વાત એ કે  તે માયા રાજ્યો પૈકી મોટા ભાગનાં જંગલો વચ્ચે વસેલાં નગરરાજ્યો હતાં. રાજ્યોની વચ્ચે રીત-રિવાજ અને રહેણીકરણીમાં ફેરફાર છતાં માયા સંસ્કૃતિમાં એકંદરે સમાનતા હતી. માયા સંસ્કૃતિની પ્રજાઓ ઈસ 900 ની આસપાસ તો લગભગ નામશેષ થઈ ગઈ. કારણ શું? કોઈ કુદરતી આફત, પૂર, દુષ્કાળ, વાતાવરણમાં ફ્રેરફાર કે યુદ્ધ કે બીજું કાંઈ – રહસ્ય ઉકેલાયું નથી.
જે ગણી ગાંઠી  પ્રજાતિ બચેલ હતી, તેમને સોળમી સદીના સ્પેનિશ આક્રમણે મહાત કરી. સોળમી સદીમાં મધ્ય અમેરિકા પર યુરોપથી સ્પેનનાં ધાડાં ઉતરી આવ્યાં. સ્પેનનાં ઝનૂની આક્રમણે રહી સહી માયા સંસ્કૃતિનો ધ્વંસ કર્યો.
સદનસીબે માયા સંસ્કૃતિનો ઇતિહાસ આપણને કંઇક અંશે ઉપલબ્ધ છે. માયા સંસ્કૃતિએ લેખનશૈલીમાં સારી એવી પ્રગતિ કરેલી. અનામિકા! તેમનો ઇતિહાસ શિલાલેખો પર અને વૃક્ષની છાલનાં પુસ્તકોમાં થોડો ઘણો બચ્યો છે. તાજેતરનાં વર્ષોમાં તેમની લિપિ ઉકેલાતાં લખાણો સમજવામાં મદદ મળી છે.
લખાણો પરથી જાણવા મળે છે કે માયા સંસ્કૃતિએ કૃષિ, સ્થાપત્ય, ખગોળ આદિ ક્ષેત્રોમાં ખૂબ પ્રગતિ કરી હતી. મધ્ય અમેરિકામાં માયા જાતિનાં પ્રાચીન મહેલો તથા પ્રચંડ પિરામિડોનાં ખંડેરો ઊભાં છે.
માયા જાતિએ સમયનાં માપ અને કેલેંડર વિકસાવ્યાં હતાં. તેમનું કેલેંડર ઈસ 2012  સુધીનું છે.
શું 2012માં દુનિયા નાશ પામશે?
માયા જાતિની ગણતરી એટલી વિશ્વસનીય ગણાય છે કે અત્યારે વિશ્વભરમાં પ્રલયના દિનનું કાઉન્ટ ડાઉન શરૂ થયું છે.
2012ના ડિસેમ્બરની 21મી તારીખે પૃથ્વી પર પ્રલયકારી પરિવર્તનો થશે અને તેમાં આજની માનવસભ્યતા નાશ પામશે તેવી આગાહીઓ થઈ રહી છે.
અહીંની ટીવી ચેનલોમાં પણ 2012માં પૃથ્વીના પ્રલયની વાતોનો શોરબકોર છે.
જે હોય તે, સ્ટીવન સ્પીલબર્ગ અને જ્યોર્જ લુકાસની  ઇન્ડિયાના જોન્સમાં ઝલકતી મધ્ય અમેરિકન સંસ્કૃતિ અને માયા કેલેંડર  પરથી  પૃથ્વીના વિનાશની આગાહી લોકોમાં સનસની ફેલાવી ચૂક્યાં છે.
આ સાથે માયા સ્થાપત્યના કેટલાક ફોટોગ્રાફ્સ મોકલું છું. સસ્નેહ આશીર્વાદ.