સવાર ઉઘડે, હવાનું રણઝણ અને પંખીઓનું કલકલ કાનમાંથી હૃદય સુધી પહોંચે અને મન કુદરત સાથે એકરુપ થતું જાય. પ્રભાતના પ્રેમીઓનો આ રોજનો અનુભવ. ‘કુદરતનો ખોળો’ બોલતાં મોં અને મન ભરાઇ જાય એવો સમૃધ્ધ શબ્દ અને એવી જ અનરાધાર અનુભુતિ. કુદરતના ખોળે જ રમવાનું અને રમતાં રમતાં જીવન અને જાગૃતિને પામી જવાનું મન થાય એવી ઝંખના પ્રકૃતિપ્રેમીના રોમેરોમમાં વણાયેલી હોય.
બાળક માના ખોળે જાય પછી એના માટે મા સિવાય બીજી કોઇ દુનિયા નથી હોતી. એનું સમગ્ર અસ્તિત્વ માને વિંટળાઇ વળે છે. માનવી આમ જ કુદરતના ખોળે જઇ શકે તો એને કોઇ શાસ્ત્રોની, ધર્મની કે ધર્મગુરુની જરુર ન પડે. કેટલા મોટા ગુરુ છે પર્વતો !! પૃથ્વી પર પથરાયેલાં નદી નાળાં ને વહેતી હવાનું મર્મર કોઇ ધર્મોપદેશ કરતાં ક્યાંય ચડિયાતા છે !! જોઇએ બસ એમાં ડૂબી જવાની તત્પરતા. તો કુદરતનો ખોળો હૃદયને હર્યુંભર્યું કરી દે !!
ભૌતિકતાની દોડમાં માનવી ક્યારેક કુદરતને વિસારે પાડી દે છે પરંતુ જ્યારે એનાથી થાકે છે ત્યારે ફરીને એને કુદરતનું શરણ જ શાંતિ આપે છે. કુદરત સહુના માટે સંપૂર્ણ છે. જંગલોમાં વૃક્ષો ઉગી જાય છે આપોઆપ. એના માટે જરુરી આકાશતત્વ અને પૃથ્વીપદારથ  એને સહજ પ્રાપ્ય છે. પાંદડુ હળવે હળવે ઝુલ્યા કરે છે. કુદરત એને ડાળીનો હિંચકો અને લહેરની દોરી પૂરાં પાડે જ છે. પક્ષીની ચાંચમાં એકઠા થતાં તણખલાં અને દાણા એને જોઇતી સૃષ્ટિ અને સલામતી બક્ષી જ દે છે. નદી કે ઝરણના જળને વહેવાની, વળવાની અને ભળવાની દિશા કે સાગરના મોજાંને ઉછળવાનું અને એ રીતે જીવવાનું ધ્યેય આપવાનું કુદરત કદી નથી ચુકતી. આ બધાં તત્વો કુદરતને સમર્પિત છે કહો કે ખુદ કુદરત છે અને માનવીને સાદ પાડ્યા જ કરે છે.
વૃક્ષને અબોલ કહી શકાય ખરાં ? ફળોના સ્વાદથી, ફૂલોની સુગંધ અને રંગોથી, પર્ણોની મર્મરથી અને પોતાની ઘટાની ઠંડકથી એ માનવીને સતત બોલાવતું જ રહે છે. પક્ષી ભલે નિજાનંદે ચહેકે પણ એનું કલબલ માનવીને જીવવાનું બળ પુરું પાડી શકે એટલું સભર હોય છે. આલબેલ પોકારી નિમંત્રણ આપતી કુદરતથી દૂર રહી ભીડમાં, યાંત્રિકતામાં કે નકામી પળોજણમાં ફસાયેલા રહેતા માનવીનું દુર્ભાગ્ય જ ગણવું રહ્યું.
વૃક્ષની ડાળી પર પાંદડાનું પ્રગટ થવું એ કશા જ પ્રયત્ન વિનાનું, નર્યું સહજ સર્જન છે. એને સાક્ષીભાવે નિરખવાનો અને માણવાનો વૈભવ જેને પ્રાપ્ત થાય એ એના જીવનનું ઉત્તમ સૌભાગ્ય છે. વૃક્ષની સાથે ઓગળી કે જળની સાથે વહી એ રીતે પ્રકૃતિનો, એ પરમ તત્વની ચેતનાનો અંશ બનવાનો લ્હાવો લેનાર કેટલો નસીબદાર ગણાય !!
બગીચામાં ફરવા નીકળો અને વાહનોના હોર્ન કે માનવીઓનો ઘોંઘાટ જો તમને ક્ષુબ્ધ કરે તો માનજો કે તમે કુદરતની સમીપ છો. પણ જો બાગમાં ચાલતાં ચાલતાં શેરબજારના ભાવોની ચર્ચા કરવાનું કે ક્રિકેટ રાજકારણના દાવપેચને મુલવવાનું સુઝે તો સમજી લેજો કે તમને કુદરતના વૈભવની સમજ કે મુલ્ય નથી.
આકાશ તરફ આંખ મંડાય અને આંખમાં વાદળ ભરાય તો સમજજો કે પ્રકૃતિના લય સાથે તમારા પ્રાણ જરુર તાલ મિલાવે છે. નભમાં મેઘધનુષ પથરાય ને એના રંગો તમારી આંખ અને હૃદયમાં ચમક ભરી દે તો જાણજો કે કુદરતને ખોળે જીવવાની ભરપુર પાત્રતા તમારામાં છે. વાદળની ગડેડાટી તમારા રોમમાં સુખની ધ્રુજારી પ્રસરાવે તો ચોક્કસ તમે સૃષ્ટિનાઅ મૂળ રાગ સાથે સુસંગત છો. મેઘના જલબિંદુથી અંગને ભીંજવવાના ઓરતા જાગે તો એનો એક જ અર્થ કે તમારું અને પૃકૃતિનું જોડાણ હજી અકબંધ છે.
કુદરતના ખોળે જ માનવી જનમ્યો હતો. માનવ જાતની સાથી, સંગાથી, પોષક ને પ્રેરક કુદરત જ છે. પ્રેમનું સર્જન અને અહમનું વિસર્જન કુદરતના ખોળે સહજ છે. કંઇક પામવા કંઇક ખોવું પડે એ કુદરતનો કાનુન રહ્યો છે. ભૌતિકતાની દોડ માનવીના જીવનનો ભાગ જ બની ગઇ છે ત્યારે શિખર પર પહોંચવાની પ્રવૃતિમાં પગ ભલે છોલાય પણ ખીણની સમૃધ્ધિ નજરઅંદાજ ન થાય. સૃષ્ટિનું સૌંદર્ય આંખને ભરતું જ રહે વહેલી સવારની એ જ શુભેચ્છાઓ....
આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા.16-10-2007
ઇચ્છા, અગણિત, અડાબીડ, ઘનઘોર ઇચ્છાઓ... આખી માનવજાત ઇચ્છાઓના જંગલમાં અટવાય છે. ઇચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ? ગરીબમાં ગરીબ માનવીએ ય ઇચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધા હોય !! આ વિભાવના માટે શબ્દોની યે રેલમછેલ છે - ઇચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, ખ્વાબ, સપના... હા, ખુલ્લી આંખે જોવાતાં સપનાં.
બાળપણમાં ચોકલેટની દુકાન કે રમકડાના સ્ટોરનો માલિક બનવા મન થનગનતું હોય તો કિશોરાવસ્થામાં કંઇક અવનવા આકાંક્ષાઓ આંબવાની આકાંક્ષાઓ ઉછળતી હોય અને યુવાની તો છે જ મનની મહેલાતો સર્જવાની મોસમ. શમણાંઓની રંગીન સફર કે કલ્પનાની હસીન દુનિયા આ જ વયે ઉઘડતી હોય !!
સપનાંનો રાજકુમાર કે રાજકુમારી ખયાલોમાં પ્રવેશે એટલે છાતીમાં કલકલ ઝરણાં વહેવા માંડે, આંખોમાં વાદળની ભીનાશ અંજાઇ જાય અને મનમાં મેઘધનુષી રંગોળી રચાય. વાતોવાતોમાં ગીતો સ્ફૂરે, બોલે તો ફૂલો ઝરે અને ચુપકીમાં આખું આકાશ મહોરે... આવા સમયે સૃષ્ટિનું તમામ સૌંદર્ય આંખમાં આવીને વસે.
પડદાની જેમ જીવનમાં યે દૃશ્યો બદલાતાં જ રહે છે. કશું જ નહીં સ્થાયી કે નહીં સ્થિર ! પ્રિયપાત્રને પામવાના શમણાં સફર પૂરી થાય કે કારકિર્દીની ટોચ આંબવાનું આહવાહન આદમીને જંપવા ન દે. કુટુંબ, સુખ, શાંતિ, માન, યશ, પદ, પ્રતિષ્ઠા કેટકેટલા ક્ષેત્રો !! વયના વાર્ધક્યની સાથે સ્વાસ્થ્ય, સલામતી, સ્થિરતા અને શાંતિની યે ઝંખના. આમ જુઓ તો જન્મથી મૃત્યુ સુધી ઇચ્છા જ ઇચ્છા અને સૌ એમાં જ રમમાણ.
માનવીની અઢળક ઇચ્છાઓ, સેવેલા મનોરથો કે કલ્પેલા કોડ હંમેશા વાસ્તવિક રુપ નથી ધારણ કરતાં. ક્યારેક એવું યે બને કે સપનાંએ કલ્પનામાં જે સુખ આપ્યું હોય એ ખરેખર આવીને મળે ત્યારે એટલું સુંદર ન પણ હોય !!
ઇચ્છા જ્યારે નરી ઇચ્છાના સ્વરુપમાં જ જીવે ત્યારે એ કંઇ પરિણામ નથી લાવી શકતી. આવી વાંઝણી ઇચ્છાઓ દુખ જ નોતરે છે. જ્યારે સપનાંઓની શતરંગી દુનિયામાં વાસ્તવિકતાની સચ્ચાઇનો સાથ મળે, મંઝિલ સુધી પહોંચવાની ઊંડી સમજણ સચવાઇ રહે અને મનોરથને આંબવાના સામર્થ્યથી દિલ દિમાગ તરબતર રહે ત્યારે આ સપનું સાચો અને પાકો રંગ પકડે. સપનાંની સાથે સચ્ચાઇ, સમજણ અને સામર્થ્યનો સુયોગ સૌને સુલભ નથી હોતો એટલે જ મોટાભાગના માનવીઓનું ઇચ્છાઓના અરણ્યમાં આથડતાં આથડતાં આયખું આથમી જાય છે.
ઇચ્છાઓ વ્યક્તિની પોતાની સાખ, સમાજ અને સૃષ્ટિને વધુ સુંદર ને કલ્યાણકારી બનાવે એવી હોય એ જરુરી છે પણ આંખ અને આયખાને અભડાવે એવી ઇચ્છાઓ ધરાવનારાઓનો સમાજમાં તૂટો નથી હોતો એટલે જ સંતોએ અને શાસ્ત્રોએ ઇચ્છાને વખોડી છે. માનવીને ઇચ્છાથી મુક્તિ મેળવવાનો ઉપદેશ આપ્યો છે.
ઇચ્છામુક્તિના આધ્યાત્મિક પાસાને એકબાજુ રાખીએ અને એને આ વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં વિચારીએ તો જરુર એમ કહી શકાય કે પ્રબળ ઇચ્છાઓ જ માનવીને વિકાસને માર્ગે લઇ જાય છે. માનવી મોક્ષ માટે ઝંખે કે ઇચ્છારહિત થવા મથે એ ઇચ્છવાયોગ્ય હોવા છતાં જરુરી કે હંમેશા સંભવ પણ નથી. એ કક્ષાએ કોઇક જ પહોંચી શકે. બાકીના લોકો ભલે ભૌતિક ધ્યેયોને આંબવા મથે. એના પરિણામો આ સૃષ્ટિને વધુ સુંદર અને સમૃધ્ધ કરે છે. જગતને વધુ જીવવા જેવું બનાવે છે. બધી શોધખોળો અને સુખ સમૃધ્ધિ માનવીની ઊંચી અને પ્રબળ ઇચ્છાઓના જ પરિણામો છે.
બાકી ઇચ્છારહિત થવાની યે ઇચ્છા તો ખરી જ ને !! એટલે સાચી વાત એ કે ઇચ્છાઓ માનવીને ઝાંખરાની જેમ બાંધે છે તો અખિલાઇ સાથે સાંધે ય છે. અને ત્યારે ઇચ્છાનું ઉર્ધ્વીકરણ થાય છે. સ્વકલ્યાણથી પરકલ્યાણ અને પરમતા તરફનું પ્રયાણ છે. ઇચ્છાઓ છોડવાના અને અહમને તોડવાના કામમાં માનવી સફળ થાય તો એને માટે મુક્તિનો રાજમાર્ગ ખુલે.
જીવનમાં અલ્લાઉદીનના જીનની જેમ વ્યાપેલી ઇચ્છાઓ સામેના તમામ રસ્તાઓ ખુલ્લા છે. કદમ આપણા છે, પસંદગી પણ આપણી છે અને કંઇપણ પસંદ કરવાની ઇચ્છા યે આપણી જ છે. સૌને શુભ અને કલ્યાણમય ઇચ્છાઓથી ઉભરાતું પ્રભાત મુબારક !
આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 09-10-2007
અનુભવ... અનુભવની દુનિયાને ઓળખવાનો આજના પ્રભાતે એક વિશેષ અનુભવ. મારો અનુભવ, તમારો અનુભવ... પોતીકો અનુભવ, પારકો અનુભવ, ક્યારેક ઉછીનો લીધેલો અનુભવ...જીવનનો અનુભવ, જગતનો અનુભવ સંબંધો અને સૃષ્ટિનો અનુભવ,,,,,....શું છે આ અનુભવનું જગત ?? સુખથી છલકાતી કે પીડાથી ચીરી નાખતી કે પછી ક્યારેક આમ જ અમસ્તી આવીને અડી ગયેલી પળો....  જેમાં પડખું ફરતા હોઇએ એટલી સહજતાથી પસાર થઇ ગયા હોઇએ.  આવી વીતી ગયેલી, ભોગવેલી કે વેઠેલી અને સ્પર્શેલી પળોના પ્રવાસ દરમિયાન ક્ષણે ક્ષણે મનમાં ઉઠતી ને વિસ્તરતી અનુભુતિનો સંચય કે એમાં સાંપડેલા મોતી એ અનુભવ... આ અનુભવને આંખો હોય છે, અને પાંખો પણ હોય છે..અનુભવની આંખો જ્યારે સૃષ્ટિનું કલ્યાણ જ દેખે, અનુભવની પાંખો જ્યારે વિકાસના આકાશે ઉડે ત્યારે માનવીની ઉર્ધ્વગતિ હોય, પરમ તરફ પ્રયાણ થાય. અનુભવની ડાળી પર સાખ બેસે ત્યારે જીવનને સ્થિરતાની, સમજણની મિઠાશ સાંપડે..
પ્રત્યેક માનવી અનુભવોનો ખજાનો છે. જન્મ પછી બાળક અનુભવની મુડી એકઠી કરતું જાય છે - વૃક્ષ જે પાંદડા પહેરતું જાય, ડાળીઓ વિસ્તારતું જાય એટલી સહજતાથી... સારા, માઠા, સબળા, નબળા, મીઠા, ખારા, કડવા કેટકેટલા અનુભવો એક એક માણસ સંઘરીને બેઠો હોય છે !! દરેકે દરેક અનુભવ એના ચહેરા પર એક લકીર ખેંચતો જતો હોય છે....
જીવનનો અનુભવ માનવીના વાણી, વર્તન, વ્યવહારમાંથી પ્રગટ થાય છે, સ્મૃતિઓનું વન એના મનમાં પથરાતું રહે છે. અનુભવોની ખરલમાં ઘુંટાઇને નિખરે છે માનવીનું વ્યક્તિત્વ..જુદાજુદા અનુભવોથી માનવી જુદીજુદી રીતે ઘડાય છે. એટલે જ કોઇના સહવાસમાં શીતળ ચાંદનીનો અનુભવ થાય તો કોઇની પાસે જતાં દાઝી જવાય ! પણ આ શું અનુભવોનું જ પરિણામ છે ? ના. પોતાના અનુભવને માનવી કઇ રીતે મુલવે છે, કેવી આંખે જુએ છે એના પર બધો આધાર છે.
એકસરખા અનુભવનું પરિણામ બે અલગ માનવીમાં અલગ જોવા મળે. એક જ માતાપિતાના બે સંતાનો.
એક દીકરો અત્યંત શાંત, સાલસ અને પ્રેમાળ - બીજો દીકરો ક્રોધી, અવિવેકી અને મનસ્વી. કારણ પૂછતાં એક દીકરાએ કહ્યું કે મારા પિતા અત્યંત ક્રોધી હતા. એમણે અમને કદી પ્રેમ નથી કર્યો એટલે હું શીખ્યો કે મારા સંતાનોને જીવનમાં કદી આવી ફરિયાદ નહીં હોય. બીજા દીકરાએ કહ્યું ક મારા પિતાએ મને વારસામાં ક્રોધ આપ્યો છે. એના વર્તનમાં જે હતું, સંતાનમાં એનો પડઘો જ જોવા મળે ને !! એકસરખા અનુભવના તદન જુદાં પરિણામ !!
કહેવાનું તાત્પર્ય એટલું કે માનવી પોતાના અનુભવને કેવી રીતે મુલવે છે એના પર એના વર્તનનો આધાર છે નહીંતર સારામાં સારો અનુભવ પણ વાંઝિયો બની રહે ! દૃષ્ટિ સવળી હોય તો ખરાબ અનુભવનાં યે મીઠાં પરિણામ મળે.
વૃધ્ધાવસ્થા એટલે જ અનુભવોથી સમૃધ્ધ અવસ્થા. એટલે જ કદાચ વડીલો પોતાના અનુભવોની ખાણમાંથી સાંપડેલા મોતી અનુગામીઓને આપવા તત્પર હોય છે. પોતાના સંતાનોને પોતાના જેવી તકલીફ ન પડે અને એમને બધું સરળતાથી પ્રાપ્ત થાય એ માટે એમની પાસે ઘણું કહેવા શીખવવાનું હોય છે. અનુભવીની આંખ ઘણી વાર મહોરા પાછળનો સાચો ચહેરો કે પડદા પાછળનું દૃશ્ય જોઇ શકતી હોય છે. અને એ પણ ખરું કે અનુભવધારીઓ નવી વાત સ્વીકારવામાં કે નવું સાહસ ખેડવામાં ક્યારેક પાછા પડતા હોય છે. સરવાળે એટલું જ કે દિમાગ અને હૃદય બંને ખુલ્લાં રાખીને અનુભવની આંખે જોતાં રહેવું એ જ સાચો રસ્તો.
જન્મતાં જ માનવીનો પ્રવાસ ચાલુ થાય છે. આ યાત્રાને સામે છેડે મૃત્યુ છે. પળેપળના પ્રવાસનું અંતિમ ગંતવ્ય એ જ છે. પોતાની દૃષ્ટિ એ ખુલ્લી રાખે કે બંધ એણે હરપળ મરણની નજીક જવાનું છે.. એ એની પ્રકૃતિ છે, નિયતી છે અને એટલે જ જીવનને બીજા છેડે મળનારા તત્વની ઓળખાણ જેટલી જલ્દી, ખરી અને પાકી થાય, અનુભવના દરિયામાં સાચા મોતી એટલા જલ્દી પાકે અને એનાં અજવાળાં જીવન પર પથરાતા રહે. પ્રત્યેક અનુભવ વિવેકની કસોટીએ પરખાતો જાય અને એમાંથી મળતું અમૃત સૌને માટે શુભ ક્ષણો વરસાવતું રહે...
આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 02 ઑક્ટોબર 2007
અનુભૂતિનું વિશ્વ નિરાળું છે... એ અંદરથી પ્રગટે છે અને રોમેરોમને ખીલવે છે... અનુભૂતિનો સ્રોત ક્યારેક બહાર તો ક્યારેક અંદર હોય !!! બહારના સ્રોત બહારની દુનિયાથી અવગત કરાવે.... ક્યારેક દુનિયાની સચ્ચાઇ સ્પર્શે તો ક્યારેક એના કાંટા. બધા જ અનુભવોમાંથી પસાર થતા રહીએ - એ જ જિંદગી.
દરેક ઉંમર, દરેક અવસ્થામાં જુદા જુદા અનુભવ અને જુદી જુદી અનુભૂતિઓ.. અંધારે અટવાવે અને અજવાળાં ય ઉઘાડે.. ધૂપછાંવ ચાલ્યા જ કરે...
અનુભૂતિઓનું જગત ક્યાંય ઠરે છે ? જવાબ એક શબ્દમાં આપી શકાય એવો નથી... મોટાભાગના માનવીઓ આ ધૂપછાંવની રમતમાં આયુષ્ય પૂરું કરી નાખે છે... બધાંને ક્યારેક ને ક્યારેક આતમને જગાડનારી અનુભૂતિનો સ્પર્શ થતો જ હોય છે પણ એનાથી જાગનારાં ઓછા હોય છે... ક્ષણિક કે ટૂંકા સમયની જાગૃતિ અનુભવનારા લોકો ખરા - પણ એ ભાવને અંતરમાં જડી - સાચોસાચ અને પૂરેપુરું જાગી જનારા વિરલાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા ઓછા !!!
કોઇક ભાગ્યશાળીની અંદર કશુંક નવું ઉઘડે ને અંદરની જ્યોત જાગે. ક્યારેક બહારથી સ્પાર્ક મળ્યો હોય, ક્યારેક આગલા ભવના પૂણ્ય પ્રકાશતાં હોય... એવાં ભક્ત જનને સીધો જ અંદરથી પ્રકાશ લાધે. સંત તુલસીદાસને પત્નીએ જગાડ્યા, વાલિયા લુંટારાને વાલ્મિકિ ઋષિ બનાવનાર પરિબળ બહારનું હતું. મીરાંને સીધું અંદરથી જ અજવાળું પ્રાપ્ત થયું. માએ તો કૃષ્ણની મૂર્તિ જ આપી હતી.. નાનકડી મીરાં હરિને વરી ગઇ અને તરી ગઇ.
આ આતમ ક્યાં વસે છે ?? વૈજ્ઞાનિકો શરીરના કણેકણમાં ખોજ કરે તો યે ન મળે..... એ પદારથ જુદો છે -  અનોખો છે..... કોઇ રાસાયણિક, ભૌતિક પ્રક્રિયાથી પામી ન શકાય..... અરે જેને એનાં અજવાળાં પ્રાપ્ત થયાં છે એને ય જઇને પૂછો તો આંખ બંધ કરીને સમાધિ લગાવી દેશે..... કહેશે પ્રાપ્ત થાય તો આમ થાય....... આંખ બંધ કરો, દૃષ્ટિ પણ બંધ કરો, બહારથી અંદર જાવ. આખું વિશ્વ તમારી અંદર જ છે. સૃષ્ટિની તમામ શક્તિઓ, તમામ રહસ્યો તમારી અંદર જ ભંડાર્યા છે, આંતરચક્ષુઓ ખુલવા લાગશે તો આ બધું ઉઘડશે.. પછી બહાર જોવાની જરુર જ નહીં રહે..
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. મહિમા પ્રથમ અંધકારનો છે. અંધકારથી પ્રકાશ તરફ જવાય. આંખ બંધ કરતાં પ્રથમ તો અંધારું જ ભાસે.. પછી એમાં જે ઉઘડે એ લાધે. બહારની દુનિયા કે અંદરનું અજવાળું.
ભાષા ભરચક છે. શબ્દો વાચાળ છે. એ ભરચકતામાંથી, વાચાળતામાંથી સંકેતો પ્રાપ્ત કરવાના છે. એમાંથી પસાર થઇ ગળતું જવાનું છે, અને ધીમે ધીમે મૌનમાં પ્રવેશવાનું છે. શબ્દથી શબદ સુધીની યાત્રા છે આ....મહિમા પ્રથમ મૌનનો છે. મૌનથી ગતિ થાય અનહદના નાદ ભણી. નિશબ્દ થયા પછી શબદ પમાય. પ્રથમ ખાલી થાય એ જ અંદરની અનુપમ અનુભૂતિથી ભરાય. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા..
પથ્થર શૂન્ય છે પણ એમાં પ્રતિમા થવાની શકયતા ભરપૂર ભરી છે. પૂજાવાનું ભાગ્ય એની પ્રતિક્ષા કરી રહ્યું છે. જોઇએ એને શિલ્પીના ટાંકણાનું અજવાળું. ક્યારેક જો સદગુરુનો મેળાપ થઇ જાય અને એની સાથે જોડાઇ રહેવા જેટલી ક્ષમતા પ્રગટે તો જીવન મંદિર બની જાય અને આતમદીપથી મનમંદિર ઝળહળી ઉઠે.
કુદરત સાથે એકાકાર થઇ શકાય તો યે અંદર અજવાળું અજવાળું ફેલાઇ જાય. પારેવાના ઘુ ઘુમાં ઇશ્વરનો અવાજ સાંભળી શકાય. ઝરણાંના કલકલમાં મોરલીના સૂર અનુભવી શકાય. વૃક્ષના ડોલનમાં રાધાના નૃત્યના તાલ પામી શકાય. પક્ષીની પાંખના ફફડાટમાં, કીડીની દાણાની શોધમાં કે ગાયના જન્મતા વાછરડામાં સર્જનહારના અદભુત સર્જન પ્રત્યે અહોભાવ અનુભવી શકાય.
અજવાળું દસે દિશાએથી ઉભરાય છે, અંદરથી છલકાય છે, ક્ષિતિજ સુધી રેલમછેલ છે અજવાળાંની !! એ ઝીલવાની, એની સાથે પલોટાવાની ને એમાં ડૂબી જવાની ઝંખના અને પાત્રતા જોઇએ.... આપ સૌની આજની ઝળહળતી સવાર આતમને ઉઘાડનારી બની રહો....
આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 23-10-2007
અનુભૂતિનું વિશ્વ નિરાળું છે... એ અંદરથી પ્રગટે છે અને રોમેરોમને ખીલવે છે... અનુભૂતિનો સ્રોત ક્યારેક બહાર તો ક્યારેક અંદર હોય !!! બહારના સ્રોત બહારની દુનિયાથી અવગત કરાવે.... ક્યારેક દુનિયાની સચ્ચાઇ સ્પર્શે તો ક્યારેક એના કાંટા. બધા જ અનુભવોમાંથી પસાર થતા રહીએ - એ જ જિંદગી.દરેક ઉંમર, દરેક અવસ્થામાં જુદા જુદા અનુભવ અને જુદી જુદી અનુભૂતિઓ.. અંધારે અટવાવે અને અજવાળાં ય ઉઘાડે.. ધૂપછાંવ ચાલ્યા જ કરે...
અનુભૂતિઓનું જગત ક્યાંય ઠરે છે ? જવાબ એક શબ્દમાં આપી શકાય એવો નથી... મોટાભાગના માનવીઓ આ ધૂપછાંવની રમતમાં આયુષ્ય પૂરું કરી નાખે છે... બધાંને ક્યારેક ને ક્યારેક આતમને જગાડનારી અનુભૂતિનો સ્પર્શ થતો જ હોય છે પણ એનાથી જાગનારાં ઓછા હોય છે... ક્ષણિક કે ટૂંકા સમયની જાગૃતિ અનુભવનારા લોકો ખરા - પણ એ ભાવને અંતરમાં જડી - સાચોસાચ અને પૂરેપુરું જાગી જનારા વિરલાઓ આંગળીને વેઢે ગણી શકાય એટલા ઓછા !!!
કોઇક ભાગ્યશાળીની અંદર કશુંક નવું ઉઘડે ને અંદરની જ્યોત જાગે. ક્યારેક બહારથી સ્પાર્ક મળ્યો હોય, ક્યારેક આગલા ભવના પૂણ્ય પ્રકાશતાં હોય... એવાં ભક્ત જનને સીધો જ અંદરથી પ્રકાશ લાધે. સંત તુલસીદાસને પત્નીએ જગાડ્યા, વાલિયા લુંટારાને વાલ્મિકિ ઋષિ બનાવનાર પરિબળ બહારનું હતું. મીરાંને સીધું અંદરથી જ અજવાળું પ્રાપ્ત થયું. માએ તો કૃષ્ણની મૂર્તિ જ આપી હતી.. નાનકડી મીરાં હરિને વરી ગઇ અને તરી ગઇ.
આ આતમ ક્યાં વસે છે ?? વૈજ્ઞાનિકો શરીરના કણેકણમાં ખોજ કરે તો યે ન મળે..... એ પદારથ જુદો છે -  અનોખો છે..... કોઇ રાસાયણિક, ભૌતિક પ્રક્રિયાથી પામી ન શકાય..... અરે જેને એનાં અજવાળાં પ્રાપ્ત થયાં છે એને ય જઇને પૂછો તો આંખ બંધ કરીને સમાધિ લગાવી દેશે..... કહેશે પ્રાપ્ત થાય તો આમ થાય....... આંખ બંધ કરો, દૃષ્ટિ પણ બંધ કરો, બહારથી અંદર જાવ. આખું વિશ્વ તમારી અંદર જ છે. સૃષ્ટિની તમામ શક્તિઓ, તમામ રહસ્યો તમારી અંદર જ ભંડાર્યા છે, આંતરચક્ષુઓ ખુલવા લાગશે તો આ બધું ઉઘડશે.. પછી બહાર જોવાની જરુર જ નહીં રહે..
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા. મહિમા પ્રથમ અંધકારનો છે. અંધકારથી પ્રકાશ તરફ જવાય. આંખ બંધ કરતાં પ્રથમ તો અંધારું જ ભાસે.. પછી એમાં જે ઉઘડે એ લાધે. બહારની દુનિયા કે અંદરનું અજવાળું.
ભાષા ભરચક છે. શબ્દો વાચાળ છે. એ ભરચકતામાંથી, વાચાળતામાંથી સંકેતો પ્રાપ્ત કરવાના છે. એમાંથી પસાર થઇ ગળતું જવાનું છે, અને ધીમે ધીમે મૌનમાં પ્રવેશવાનું છે. શબ્દથી શબદ સુધીની યાત્રા છે આ....મહિમા પ્રથમ મૌનનો છે. મૌનથી ગતિ થાય અનહદના નાદ ભણી. નિશબ્દ થયા પછી શબદ પમાય. પ્રથમ ખાલી થાય એ જ અંદરની અનુપમ અનુભૂતિથી ભરાય. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઇ જા..
પથ્થર શૂન્ય છે પણ એમાં પ્રતિમા થવાની શકયતા ભરપૂર ભરી છે. પૂજાવાનું ભાગ્ય એની પ્રતિક્ષા કરી રહ્યું છે. જોઇએ એને શિલ્પીના ટાંકણાનું અજવાળું. ક્યારેક જો સદગુરુનો મેળાપ થઇ જાય અને એની સાથે જોડાઇ રહેવા જેટલી ક્ષમતા પ્રગટે તો જીવન મંદિર બની જાય અને આતમદીપથી મનમંદિર ઝળહળી ઉઠે.
કુદરત સાથે એકાકાર થઇ શકાય તો યે અંદર અજવાળું અજવાળું ફેલાઇ જાય. પારેવાના ઘુ ઘુમાં ઇશ્વરનો અવાજ સાંભળી શકાય. ઝરણાંના કલકલમાં મોરલીના સૂર અનુભવી શકાય. વૃક્ષના ડોલનમાં રાધાના નૃત્યના તાલ પામી શકાય. પક્ષીની પાંખના ફફડાટમાં, કીડીની દાણાની શોધમાં કે ગાયના જન્મતા વાછરડામાં સર્જનહારના અદભુત સર્જન પ્રત્યે અહોભાવ અનુભવી શકાય.
અજવાળું દસે દિશાએથી ઉભરાય છે, અંદરથી છલકાય છે, ક્ષિતિજ સુધી રેલમછેલ છે અજવાળાંની !! એ ઝીલવાની, એની સાથે પલોટાવાની ને એમાં ડૂબી જવાની ઝંખના અને પાત્રતા જોઇએ.... આપ સૌની આજની ઝળહળતી સવાર આતમને ઉઘાડનારી બની રહો....
લતા હિરાણી
‘અમૃતધારા’ આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 23-10-2007
સવાર ઉઘડે, હવાનું રણઝણ અને પંખીઓનું કલકલ કાનમાંથી હૃદય સુધી પહોંચે અને મન કુદરત સાથે એકરુપ થતું જાય. પ્રભાતના પ્રેમીઓનો આ રોજનો અનુભવ. ‘કુદરતનો ખોળો’ બોલતાં મોં અને મન ભરાઇ જાય એવો સમૃધ્ધ શબ્દ અને એવી જ અનરાધાર અનુભુતિ. કુદરતના ખોળે જ રમવાનું અને રમતાં રમતાં જીવન અને જાગૃતિને પામી જવાનું મન થાય એવી ઝંખના પ્રકૃતિપ્રેમીના રોમેરોમમાં વણાયેલી હોય.
બાળક માના ખોળે જાય પછી એના માટે મા સિવાય બીજી કોઇ દુનિયા નથી હોતી. એનું સમગ્ર અસ્તિત્વ માને વિંટળાઇ વળે છે. માનવી આમ જ કુદરતના ખોળે જઇ શકે તો એને કોઇ શાસ્ત્રોની, ધર્મની કે ધર્મગુરુની જરુર ન પડે. કેટલા મોટા ગુરુ છે પર્વતો !! પૃથ્વી પર પથરાયેલાં નદી નાળાં ને વહેતી હવાનું મર્મર કોઇ ધર્મોપદેશ કરતાં ક્યાંય ચડિયાતા છે !! જોઇએ બસ એમાં ડૂબી જવાની તત્પરતા. તો કુદરતનો ખોળો હૃદયને હર્યુંભર્યું કરી દે !!
ભૌતિકતાની દોડમાં માનવી ક્યારેક કુદરતને વિસારે પાડી દે છે પરંતુ જ્યારે એનાથી થાકે છે ત્યારે ફરીને એને કુદરતનું શરણ જ શાંતિ આપે છે. કુદરત સહુના માટે સંપૂર્ણ છે. જંગલોમાં વૃક્ષો ઉગી જાય છે આપોઆપ. એના માટે જરુરી આકાશતત્વ અને પૃથ્વીપદારથ  એને સહજ પ્રાપ્ય છે. પાંદડુ હળવે હળવે ઝુલ્યા કરે છે. કુદરત એને ડાળીનો હિંચકો અને લહેરની દોરી પૂરાં પાડે જ છે. પક્ષીની ચાંચમાં એકઠા થતાં તણખલાં અને દાણા એને જોઇતી સૃષ્ટિ અને સલામતી બક્ષી જ દે છે. નદી કે ઝરણના જળને વહેવાની, વળવાની અને ભળવાની દિશા કે સાગરના મોજાંને ઉછળવાનું અને એ રીતે જીવવાનું ધ્યેય આપવાનું કુદરત કદી નથી ચુકતી. આ બધાં તત્વો કુદરતને સમર્પિત છે કહો કે ખુદ કુદરત છે અને માનવીને સાદ પાડ્યા જ કરે છે.
વૃક્ષને અબોલ કહી શકાય ખરાં ? ફળોના સ્વાદથી, ફૂલોની સુગંધ અને રંગોથી, પર્ણોની મર્મરથી અને પોતાની ઘટાની ઠંડકથી એ માનવીને સતત બોલાવતું જ રહે છે. પક્ષી ભલે નિજાનંદે ચહેકે પણ એનું કલબલ માનવીને જીવવાનું બળ પુરું પાડી શકે એટલું સભર હોય છે. આલબેલ પોકારી નિમંત્રણ આપતી કુદરતથી દૂર રહી ભીડમાં, યાંત્રિકતામાં કે નકામી પળોજણમાં ફસાયેલા રહેતા માનવીનું દુર્ભાગ્ય જ ગણવું રહ્યું.
વૃક્ષની ડાળી પર પાંદડાનું પ્રગટ થવું એ કશા જ પ્રયત્ન વિનાનું, નર્યું સહજ સર્જન છે. એને સાક્ષીભાવે નિરખવાનો અને માણવાનો વૈભવ જેને પ્રાપ્ત થાય એ એના જીવનનું ઉત્તમ સૌભાગ્ય છે. વૃક્ષની સાથે ઓગળી કે જળની સાથે વહી એ રીતે પ્રકૃતિનો, એ પરમ તત્વની ચેતનાનો અંશ બનવાનો લ્હાવો લેનાર કેટલો નસીબદાર ગણાય !!
બગીચામાં ફરવા નીકળો અને વાહનોના હોર્ન કે માનવીઓનો ઘોંઘાટ જો તમને ક્ષુબ્ધ કરે તો માનજો કે તમે કુદરતની સમીપ છો. પણ જો બાગમાં ચાલતાં ચાલતાં શેરબજારના ભાવોની ચર્ચા કરવાનું કે ક્રિકેટ રાજકારણના દાવપેચને મુલવવાનું સુઝે તો સમજી લેજો કે તમને કુદરતના વૈભવની સમજ કે મુલ્ય નથી.
આકાશ તરફ આંખ મંડાય અને આંખમાં વાદળ ભરાય તો સમજજો કે પ્રકૃતિના લય સાથે તમારા પ્રાણ જરુર તાલ મિલાવે છે. નભમાં મેઘધનુષ પથરાય ને એના રંગો તમારી આંખ અને હૃદયમાં ચમક ભરી દે તો જાણજો કે કુદરતને ખોળે જીવવાની ભરપુર પાત્રતા તમારામાં છે. વાદળની ગડેડાટી તમારા રોમમાં સુખની ધ્રુજારી પ્રસરાવે તો ચોક્કસ તમે સૃષ્ટિનાઅ મૂળ રાગ સાથે સુસંગત છો. મેઘના જલબિંદુથી અંગને ભીંજવવાના ઓરતા જાગે તો એનો એક જ અર્થ કે તમારું અને પૃકૃતિનું જોડાણ હજી અકબંધ છે.
કુદરતના ખોળે જ માનવી જનમ્યો હતો. માનવ જાતની સાથી, સંગાથી, પોષક ને પ્રેરક કુદરત જ છે. પ્રેમનું સર્જન અને અહમનું વિસર્જન કુદરતના ખોળે સહજ છે. કંઇક પામવા કંઇક ખોવું પડે એ કુદરતનો કાનુન રહ્યો છે. ભૌતિકતાની દોડ માનવીના જીવનનો ભાગ જ બની ગઇ છે ત્યારે શિખર પર પહોંચવાની પ્રવૃતિમાં પગ ભલે છોલાય પણ ખીણની સમૃધ્ધિ નજરઅંદાજ ન થાય. સૃષ્ટિનું સૌંદર્ય આંખને ભરતું જ રહે વહેલી સવારની એ જ શુભેચ્છાઓ....
લતા હિરાણી
‘અમૃતધારા’ આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા.16-10-2007
ઇચ્છા, અગણિત, અડાબીડ, ઘનઘોર ઇચ્છાઓ... આખી માનવજાત ઇચ્છાઓના જંગલમાં અટવાય છે. ઇચ્છાની પાંખે ગગનવિહાર ન કર્યો હોય એવી વ્યક્તિ કોણ હશે ? ગરીબમાં ગરીબ માનવીએ ય ઇચ્છાઓની આંખે અને કલ્પનાની પાંખે સ્વર્ગનાં સુખો ભોગવી લીધા હોય !! આ વિભાવના માટે શબ્દોની યે રેલમછેલ છે - ઇચ્છા, મહેચ્છા, આકાંક્ષા, મરજી, મન, મનોરથ, ખ્વાબ, સપના... હા, ખુલ્લી આંખે જોવાતાં સપનાં.
બાળપણમાં ચોકલેટની દુકાન કે રમકડાના સ્ટોરનો માલિક બનવા મન થનગનતું હોય તો કિશોરાવસ્થામાં કંઇક અવનવા આકાંક્ષાઓ આંબવાની આકાંક્ષાઓ ઉછળતી હોય અને યુવાની તો છે જ મનની મહેલાતો સર્જવાની મોસમ. શમણાંઓની રંગીન સફર કે કલ્પનાની હસીન દુનિયા આ જ વયે ઉઘડતી હોય !!
સપનાંનો રાજકુમાર કે રાજકુમારી ખયાલોમાં પ્રવેશે એટલે છાતીમાં કલકલ ઝરણાં વહેવા માંડે, આંખોમાં વાદળની ભીનાશ અંજાઇ જાય અને મનમાં મેઘધનુષી રંગોળી રચાય. વાતોવાતોમાં ગીતો સ્ફૂરે, બોલે તો ફૂલો ઝરે અને ચુપકીમાં આખું આકાશ મહોરે... આવા સમયે સૃષ્ટિનું તમામ સૌંદર્ય આંખમાં આવીને વસે.
પડદાની જેમ જીવનમાં યે દૃશ્યો બદલાતાં જ રહે છે. કશું જ નહીં સ્થાયી કે નહીં સ્થિર ! પ્રિયપાત્રને પામવાના શમણાં સફર પૂરી થાય કે કારકિર્દીની ટોચ આંબવાનું આહવાહન આદમીને જંપવા ન દે. કુટુંબ, સુખ, શાંતિ, માન, યશ, પદ, પ્રતિષ્ઠા કેટકેટલા ક્ષેત્રો !! વયના વાર્ધક્યની સાથે સ્વાસ્થ્ય, સલામતી, સ્થિરતા અને શાંતિની યે ઝંખના. આમ જુઓ તો જન્મથી મૃત્યુ સુધી ઇચ્છા જ ઇચ્છા અને સૌ એમાં જ રમમાણ.
માનવીની અઢળક ઇચ્છાઓ, સેવેલા મનોરથો કે કલ્પેલા કોડ હંમેશા વાસ્તવિક રુપ નથી ધારણ કરતાં. ક્યારેક એવું યે બને કે સપનાંએ કલ્પનામાં જે સુખ આપ્યું હોય એ ખરેખર આવીને મળે ત્યારે એટલું સુંદર ન પણ હોય !!
ઇચ્છા જ્યારે નરી ઇચ્છાના સ્વરુપમાં જ જીવે ત્યારે એ કંઇ પરિણામ નથી લાવી શકતી. આવી વાંઝણી ઇચ્છાઓ દુખ જ નોતરે છે. જ્યારે સપનાંઓની શતરંગી દુનિયામાં વાસ્તવિકતાની સચ્ચાઇનો સાથ મળે, મંઝિલ સુધી પહોંચવાની ઊંડી સમજણ સચવાઇ રહે અને મનોરથને આંબવાના સામર્થ્યથી દિલ દિમાગ તરબતર રહે ત્યારે આ સપનું સાચો અને પાકો રંગ પકડે. સપનાંની સાથે સચ્ચાઇ, સમજણ અને સામર્થ્યનો સુયોગ સૌને સુલભ નથી હોતો એટલે જ મોટાભાગના માનવીઓનું ઇચ્છાઓના અરણ્યમાં આથડતાં આથડતાં આયખું આથમી જાય છે.
ઇચ્છાઓ વ્યક્તિની પોતાની સાખ, સમાજ અને સૃષ્ટિને વધુ સુંદર ને કલ્યાણકારી બનાવે એવી હોય એ જરુરી છે પણ આંખ અને આયખાને અભડાવે એવી ઇચ્છાઓ ધરાવનારાઓનો સમાજમાં તૂટો નથી હોતો એટલે જ સંતોએ અને શાસ્ત્રોએ ઇચ્છાને વખોડી છે. માનવીને ઇચ્છાથી મુક્તિ મેળવવાનો ઉપદેશ આપ્યો છે.
ઇચ્છામુક્તિના આધ્યાત્મિક પાસાને એકબાજુ રાખીએ અને એને આ વાસ્તવિક દુનિયાના સંદર્ભમાં વિચારીએ તો જરુર એમ કહી શકાય કે પ્રબળ ઇચ્છાઓ જ માનવીને વિકાસને માર્ગે લઇ જાય છે. માનવી મોક્ષ માટે ઝંખે કે ઇચ્છારહિત થવા મથે એ ઇચ્છવાયોગ્ય હોવા છતાં જરુરી કે હંમેશા સંભવ પણ નથી. એ કક્ષાએ કોઇક જ પહોંચી શકે. બાકીના લોકો ભલે ભૌતિક ધ્યેયોને આંબવા મથે. એના પરિણામો આ સૃષ્ટિને વધુ સુંદર અને સમૃધ્ધ કરે છે. જગતને વધુ જીવવા જેવું બનાવે છે. બધી શોધખોળો અને સુખ સમૃધ્ધિ માનવીની ઊંચી અને પ્રબળ ઇચ્છાઓના જ પરિણામો છે.
બાકી ઇચ્છારહિત થવાની યે ઇચ્છા તો ખરી જ ને !! એટલે સાચી વાત એ કે ઇચ્છાઓ માનવીને ઝાંખરાની જેમ બાંધે છે તો અખિલાઇ સાથે સાંધે ય છે. અને ત્યારે ઇચ્છાનું ઉર્ધ્વીકરણ થાય છે. સ્વકલ્યાણથી પરકલ્યાણ અને પરમતા તરફનું પ્રયાણ છે. ઇચ્છાઓ છોડવાના અને અહમને તોડવાના કામમાં માનવી સફળ થાય તો એને માટે મુક્તિનો રાજમાર્ગ ખુલે.
જીવનમાં અલ્લાઉદીનના જીનની જેમ વ્યાપેલી ઇચ્છાઓ સામેના તમામ રસ્તાઓ ખુલ્લા છે. કદમ આપણા છે, પસંદગી પણ આપણી છે અને કંઇપણ પસંદ કરવાની ઇચ્છા યે આપણી જ છે. સૌને શુભ અને કલ્યાણમય ઇચ્છાઓથી ઉભરાતું પ્રભાત મુબારક !
લતા હિરાણી
‘અમૃતધારા’ આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 09-10-2007
અનુભવની આંખે
અનુભવ... અનુભવની દુનિયાને ઓળખવાનો આજના પ્રભાતે એક વિશેષ અનુભવ. મારો અનુભવ, તમારો અનુભવ... પોતીકો અનુભવ, પારકો અનુભવ, ક્યારેક ઉછીનો લીધેલો અનુભવ...જીવનનો અનુભવ, જગતનો અનુભવ સંબંધો અને સૃષ્ટિનો અનુભવ,,,,,....શું છે આ અનુભવનું જગત ?? સુખથી છલકાતી કે પીડાથી ચીરી નાખતી કે પછી ક્યારેક આમ જ અમસ્તી આવીને અડી ગયેલી પળો....  જેમાં પડખું ફરતા હોઇએ એટલી સહજતાથી પસાર થઇ ગયા હોઇએ.  આવી વીતી ગયેલી, ભોગવેલી કે વેઠેલી અને સ્પર્શેલી પળોના પ્રવાસ દરમિયાન ક્ષણે ક્ષણે મનમાં ઉઠતી ને વિસ્તરતી અનુભુતિનો સંચય કે એમાં સાંપડેલા મોતી એ અનુભવ...
આ અનુભવને આંખો હોય છે, અને પાંખો પણ હોય છે..અનુભવની આંખો જ્યારે સૃષ્ટિનું કલ્યાણ જ દેખે, અનુભવની પાંખો જ્યારે વિકાસના આકાશે ઉડે ત્યારે માનવીની ઉર્ધ્વગતિ હોય, પરમ તરફ પ્રયાણ થાય. અનુભવની ડાળી પર સાખ બેસે ત્યારે જીવનને સ્થિરતાની, સમજણની મિઠાશ સાંપડે.. પ્રત્યેક માનવી અનુભવોનો ખજાનો છે. જન્મ પછી બાળક અનુભવની મુડી એકઠી કરતું જાય છે - વૃક્ષ જે પાંદડા પહેરતું જાય, ડાળીઓ વિસ્તારતું જાય એટલી સહજતાથી... સારા, માઠા, સબળા, નબળા, મીઠા, ખારા, કડવા કેટકેટલા અનુભવો એક એક માણસ સંઘરીને બેઠો હોય છે !! દરેકે દરેક અનુભવ એના ચહેરા પર એક લકીર ખેંચતો જતો હોય છે....
જીવનનો અનુભવ માનવીના વાણી, વર્તન, વ્યવહારમાંથી પ્રગટ થાય છે, સ્મૃતિઓનું વન એના મનમાં પથરાતું રહે છે. અનુભવોની ખરલમાં ઘુંટાઇને નિખરે છે માનવીનું વ્યક્તિત્વ..જુદાજુદા અનુભવોથી માનવી જુદીજુદી રીતે ઘડાય છે. એટલે જ કોઇના સહવાસમાં શીતળ ચાંદનીનો અનુભવ થાય તો કોઇની પાસે જતાં દાઝી જવાય ! પણ આ શું અનુભવોનું જ પરિણામ છે ? ના. પોતાના અનુભવને માનવી કઇ રીતે મુલવે છે, કેવી આંખે જુએ છે એના પર બધો આધાર છે.એકસરખા અનુભવનું પરિણામ બે અલગ માનવીમાં અલગ જોવા મળે.
એક જ માતાપિતાના બે સંતાનો.એક દીકરો અત્યંત શાંત, સાલસ અને પ્રેમાળ - બીજો દીકરો ક્રોધી, અવિવેકી અને મનસ્વી. કારણ પૂછતાં એક દીકરાએ કહ્યું કે મારા પિતા અત્યંત ક્રોધી હતા. એમણે અમને કદી પ્રેમ નથી કર્યો એટલે હું શીખ્યો કે મારા સંતાનોને જીવનમાં કદી આવી ફરિયાદ નહીં હોય. બીજા દીકરાએ કહ્યું ક મારા પિતાએ મને વારસામાં ક્રોધ આપ્યો છે. એના વર્તનમાં જે હતું, સંતાનમાં એનો પડઘો જ જોવા મળે ને !! એકસરખા અનુભવના તદન જુદાં પરિણામ !! કહેવાનું તાત્પર્ય એટલું કે માનવી પોતાના અનુભવને કેવી રીતે મુલવે છે એના પર એના વર્તનનો આધાર છે નહીંતર સારામાં સારો અનુભવ પણ વાંઝિયો બની રહે ! દૃષ્ટિ સવળી હોય તો ખરાબ અનુભવનાં યે મીઠાં પરિણામ મળે.
વૃધ્ધાવસ્થા એટલે જ અનુભવોથી સમૃધ્ધ અવસ્થા. એટલે જ કદાચ વડીલો પોતાના અનુભવોની ખાણમાંથી સાંપડેલા મોતી અનુગામીઓને આપવા તત્પર હોય છે. પોતાના સંતાનોને પોતાના જેવી તકલીફ ન પડે અને એમને બધું સરળતાથી પ્રાપ્ત થાય એ માટે એમની પાસે ઘણું કહેવા શીખવવાનું હોય છે. અનુભવીની આંખ ઘણી વાર મહોરા પાછળનો સાચો ચહેરો કે પડદા પાછળનું દૃશ્ય જોઇ શકતી હોય છે. અને એ પણ ખરું કે અનુભવધારીઓ નવી વાત સ્વીકારવામાં કે નવું સાહસ ખેડવામાં ક્યારેક પાછા પડતા હોય છે. સરવાળે એટલું જ કે દિમાગ અને હૃદય બંને ખુલ્લાં રાખીને અનુભવની આંખે જોતાં રહેવું એ જ સાચો રસ્તો.
જન્મતાં જ માનવીનો પ્રવાસ ચાલુ થાય છે. આ યાત્રાને સામે છેડે મૃત્યુ છે. પળેપળના પ્રવાસનું અંતિમ ગંતવ્ય એ જ છે. પોતાની દૃષ્ટિ એ ખુલ્લી રાખે કે બંધ એણે હરપળ મરણની નજીક જવાનું છે.. એ એની પ્રકૃતિ છે, નિયતી છે અને એટલે જ જીવનને બીજા છેડે મળનારા તત્વની ઓળખાણ જેટલી જલ્દી, ખરી અને પાકી થાય, અનુભવના દરિયામાં સાચા મોતી એટલા જલ્દી પાકે અને એનાં અજવાળાં જીવન પર પથરાતા રહે. પ્રત્યેક અનુભવ વિવેકની કસોટીએ પરખાતો જાય અને એમાંથી મળતું અમૃત સૌને માટે શુભ ક્ષણો વરસાવતું રહે...
લતા હિરાણી
‘અમૃતધારા’  આકાશવાણી અમદાવાદ પરથી પ્રસારિત તા. 02 ઑક્ટોબર 2007
અધ્યાત્મ માર્ગે ફિલોસોફર, ઉપદેશક કે ગુરુજનોના ઉપદેશને, તેઓના શબ્દોને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવા તથા સ્થળ-કાળને લક્ષ્યમાં રાખી તેમનું યથાર્થ અર્થઘટન કરવું આવશ્યક હોય છે. નહીં તો મહાઅનર્થ સર્જાઈ જાય!
અધ્યાત્મ પ્રતિ જે અભિમુખ હશે તેમણે મૌનનો અભ્યાસ જરૂર કરેલો હશે. મૌન વિષે ઘણી ગેરસમજ પ્રવર્તે છે.
સાધકને ઘણી વખત પ્રશ્ન થાય છે: શબ્દને બ્રહ્મ કહેલ છે, તો મૌનનું મહત્વ શા માટે?
અધ્યાત્મ માર્ગે શબ્દનું આલંબન એક ચરણ સુધી સ્વીકાર્ય હોઈ શકે; ત્યાર પછી તે ઘટતું જાય તે ઈચ્છનીય બને છે; ક્યારેક આવશ્યક પણ.
વાણીના ચાર પ્રકાર: વૈખરી, મધ્યમા, પશ્યંતી તથા પરા. ચારેય વાણી મૌન થાય ત્યારે તે શુદ્ધ મૌન કહેવાય છે.