આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
આગળની પોસ્ટ:  દેશભક્તિ અને શહીદી
આપણે આગળ જોઈ હતી એ રચનાઓ...
કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની ‘છેલ્લી પ્રાર્થના’ કવિતાની પંક્તિ…
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !
(આખી રચના વાંચો ઊર્મિનો સાગર પર…)
એમની જ બીજી એક કવિતા ‘લાડકવાયો’ ની એક ઝલક….
રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.
આખી કવિતા માણો… ‘કવિલોક’ પર…
(આ રચના અહીં મોકલવા બદલ 'વફા'સાહેબનો આભાર...)
1931માં રાંદેરના પ્રથમ અને ઐતિહાસિક ગુજરાતી મુશાયરામાં જનાબ નિસાર અહમદ શેખ ’શેખચલ્લી’એ રજુ કરેલ આ કાવ્ય એ ગુજરાતીનું રાષ્ટ્રગીત ગણાય છે...
રાષ્ટ્રગીત (નઝમ)
ચમન છે પૂષ્પના કાજે અનેપૂષ્પો ચમન કાજે
વતન મારાજ માટે છે અને હુઁ પણ વતન કાજે
અમારુઁ જીવવુઁ મરવુઁ વતન કેરા જતન કાજે
મરીને પણ વતન માગુઁ કફન કજે, દફન કાજે
અડગ નિશ્ચય કરી એવો જગાડો રાષ્ટ્ર શક્તિને
વિલાસો વૈભવો ત્યાગી ગ્રહો સૌ દેશ ભક્તિને
વધુ માટે નીચેનું url ક્લિક કરો
http://bazmewafa.blogspot.com/2007/01/blog-post_116969480135771214.html
હવે આપણે જોઈએ... આપણા સૌની રચનાઓ...
દૂર બેઠા દર્શન કરીયે આજ વતનને યાદ કરીયે
ભલે રહ્યા દૂર વતનથી, મા! અમે સંતાન તમારા.
આજ વતનને યાદ કરીયે…
સરહદ અમારી સલામત રહે,પ્યારું છે વતન અમારૂં,
ભેદ-ભાવ ભુલી બધા ચાલો દેશનું જતન કરીયે.
આજ વતન ને યાદ કરીયે.
ધર્મ-કર્મ છે દેશ-ભક્તિમાં, બાકી રહે દૂર ગગનમાં,
જગમાં રહે ”ભારત” નામ મોખરે,
આજ વતનને યાદ કરીયે.
હાકલ દેજે, મા તું જો મુશ્કીલમાં,
હાજર થાશું મા તારા ચરણમાં,
આજ વતનને યાદ કરીયે.
(વિશ્વદીપ બારડ)
કવિશ્રી ઝવેરચન્દ મેઘાણીની એક પંક્તિ પર (છેલ્લી બે લીટી) એક તઝમીન...
(તઝમીન વિશે વધુ જાણવા માટે અહીં ક્લિક કરો!)
અમે હાથે ગુલામીની અજબ બેડી જડી છે,
પરાધીન અમ આ આંખો રઝળતી થઇ રડીછે,
હથેળી જાનને લઇ હવે રણમાઁ ચડી છે,
નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે,
ખબર છે આટલી કે માતની હાકલ પડી છે !
(મોહમ્મદાઅલી ભૈડુ’વફા’)
-મુક્તક-
સ્નેહનાં એક જ તારે કોણે દેશને લીધો બાંધી?
લાવ્યું કોણ આ સત્ય અને અહિંસાની આંધી?
મારનારા યે ઢળી પડ્યા પ્રથમ જેનાં ચરણોમાં,
બીજો ન હોઇ શકે કો’, એક જ તાત એ ગાંધી!!
(ઊર્મિસાગર)
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
આપણે ઘાયલસાહેબનાં નીચેના શેર પરથી તઝમીન બનાવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
મળેલી રચનાઓ વાંચો…
એ બદદૂઆઓ માગવા મઁદિર સુધી ગયા!
ભેગા કરી કઁટક બધા પતઝ્ડ સુધી ગયા!
મારી હસીઁ ઊડાદવા ઘરઘર સુધી ગયા!
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
(મોહમ્મદ અલી ભૈડુ ’વફા’)
પાસે હતી મતા તો બધા મિત્ર સૌ રહ્યા,
જો નામના હતી તો જુઓ! બાંધવો રહ્યા,
ચાલી ગયું બધું તો બધા વિસરી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
(સુરેશ જાની)
સત્ય મિટાવવા જુઓ ગન સુધી ગયા,
શ્રદ્ધાને મારવા તેઓ ગગન સુધી ગયા,
સ્પર્શી જો ના શક્યા તો ઝહર સુધી ગયા,
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
(ઊર્મિસાગર)
આગળનાં ત્રણ શેર ઉપરથી મળેલી તઝમીનોનાં સંકલિતો...
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
સંકલિત - રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા
સંકલિત - રાઝ-તઝમીન-3 :- ઘરથી કબર સુધી
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર…
આપણે મરીઝ ના નીચેના શેર પરથી તઝમીન બનાવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
-તઝમીન-
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
- ‘રાઝ’ નવસારવી
મળેલી રચનાઓ વાંચો…
આંખો કદી મારી રડી હૈયું કદી મારું રડ્યું,
જે શોધતા રહ્યાતા અમે એ કયાં કદી મળ્યું,
રસ્તા તણી ઠોકરમહીઁ પણ ના કશું જડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે, ઘરથી કબર સુધી.
(મોહમ્મદ અલી ભૈડુ 'વફા')
રસ્તા મળ્યા ન કોઇ મને, શોધવું પડ્યું,
મંજિલ સુધી જવા રે! અહીં દોડવું પડ્યું,
’સુરેશ’ મારે જોજનો ભટકી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
(સુરેશ જાની)
એમની યાદમાં ક્યારેક બહેકી જવું પડ્યું,
એમણે ય અમારી યાદમાં ફરકી જવું પડ્યું,
ચરણોએ ક્યાં કશે ય ક્યારેય જવું પડ્યું?!
‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું,
નહીંતર જીવનનો રાહ છે, ઘરથી કબર સુધી.
(ઊર્મિસાગર)
આપની તે ઝંખનામાં સળગવું પડ્યું,
સમયના ઈશારા પર નાચવું પડ્યું,
કોણ જાણે ક્યાં ક્યાં ભટકવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
(સાગરિકા)
આગળનાં શેર ઉપરથી મળેલી તઝમીનોનાં સંકલિતો...
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
સંકલિત - રાઝ-તઝમીન-2 :- આપ મોંઘા થઇ ગયા
આ વિષય ઉપર હજી પણ બીજા મિત્રોએ રચના લખવી હોય તો નીચે કોમેંટમાં લખી શકે છે!
સર્જનમાં ભાગ લેવાં માટે સૌ મિત્રોનો ઘણો આભાર...
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
આપણે મરીઝ ના નીચેના શેર પરથી તઝમીન બનાવવા સૌને આમંત્રણ આપ્યું હતું.
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- તઝમીન -
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- ‘રાઝ’ નવસારવી
મળેલી રચનાઓ વાંચો...
આ હૃદયનો ભાર હું કોને ધરું?
બોઝિલ છે એ વાતને કોને કહું?
કાંધ પર નિજ બોજ લઇ હું તો ફરું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
(મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’)
કામ સિવાય કોઈને ન કદી મળું,
વાત વાતમાં વચમાં ન કૂદી પડું,
નિંદા કોઈની કરતાં અંદરથી ડરું,
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે આપ મોઘા થઇ ગયા !
(ચીમન પટેલ 'ચમન')
દુઃખ અને દુઃખ છે કહો કોને મળું ?
માથે સવાર શેર છે , કોને મળું?
માનશે કોઇ નહીં કોને મળું?
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
(સુરેશ જાની)
કોણ મળે છે કહી- ‘હું હમણાં મળું’?
કહ્યું’તું તમેય, ‘ફરી હું આવી મળું’,
શક્ય નથી, ખુદને ય હું ફરી મળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા !
(‘ઊર્મિસાગર‘)
કોમળતા માટે ફૂલોને મળું,
વિશાળતા માટે આકાશને મળું,
માનવને કહો કેમ મળું?
લાખ ચિંતામાં છું હું કોને મળું ?
સૌ કહે છે આપ મોંઘા થઈ ગયા!
(દેવિકા ધ્રુવ)
આગળનાં શેર ઉપરથી મળેલી તઝમીનોનાં સંકલિતો...
સંકલિત: રાઝ-તઝમીન-1 :- ‘ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં’
મિત્રો, 21 ડીસેમ્બરનાં રોજ અમે સૌને જનાબ ‘રાઝ’ નવસારવીનાં નીચેના શેર પરથી તઝમીન બનાવવા માટેનું નિમંત્રણ આપ્યું હતું !
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
સર્જનક્રિયાની આગળની પોસ્ટ: ‘તઝમીન’ બનાવો
અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે, સૌના લાડીલા, માનીતા અને જાણીતા શ્રી આદિલ મન્સુરીએ અમારા ઈજનને માન આપી નીચેની તઝમીન મોકલી છે :-
હર શ્વાસમાં અહીં તો વ્યથા જિંદગીની છે,
બળબળતી લૂની જેમ હવા જિંદગીની છે,
ડૂસકાંનું બીજું નામ કથા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
(આદિલ મન્સુરી)
મળેલી અન્ય રચનાઓ ....
નિજના ન સાઁભરે એ કથા જિંદગીની છે,
હર સાંસમાઁ છૂપાયેલ વ્યથા જિંદગીની છે,
સાગર ઉપર રઝળતી તૃષા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
(મોહમ્મદઅલી ભૈડુ 'વફા')
અલ્લાહ! તું જો, કેવી વ્યથા જિંદગીની છે!
પથ્થર ને છુરી પાસે રજા જિંદગીની છે;
ચારે તરફ ભલે ને હવા જિંદગીની છે,
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
(ડૉ. વિવેક મનહર ટેલર)
વનમાં વિલાસ જેવી બધી વારતા જ છે,
કોઇ સુણે નહીં આ કથા એકલાની છે,
‘સુરેશ’ કહો ચાલ! તો ક્યાં ચાલનાર છે?
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં!
(સુરેશ જાની)
તમારા વિરહમાં ય વફા જિંદગીની છે!
યુગો સમાન પળોની કૃપા જિંદગીની છે,
ઝાંઝવાઓ, જુઓ! શી મજા જિંદગીની છે!
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે,
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં !
( 'ઊર્મિસાગર' )
તઝમીન એ ગંભીર પ્રકારનું કાવ્ય સ્વરૂપ છે. મૂળ અરબી શબ્દ પરથી ઉતરી આવેલા આ પ્રકારમાં સ્વીકૃતિ અને શણગારની વિભાવના હોય છે. તઝમીનકારે કોઇ પણ ગઝલકારનો એક શેર, મત્લા કે મક્તા પસંદ કરીને મૂળ શેરના ભાવ, ભાષા, ઝમીન વિ. ને અનુરૂપ ત્રણ મૌલિક પંક્તિઓ પોતે જોડવાની હોય છે. આ પરકાયા પ્રવેશ જેવું દુષ્કર કાર્ય છે! મૂળ શેરના ભાવ-વિશ્વ સાથે તઝમીનકાર એ રીતે એકાકાર થઇ જાય છે, કે ‘નહીં સાંધો નહીં રેણ’ . આમ જોડેલી ત્રણ પંક્તિઓ મૂળ શેર સાથે સમરસ થઇ જાય છે. ક્યાંય થાગડ થીગડ કે ગચિયાં દેખાતા નથી! સમગ્ર તઝમીન સંઘેડાઉતાર કલાકૃતિ તરીકે નીપજી આવે છે.
- ડો. રશીદ મીર
ઘણી તઝમીનોના સર્જક જનાબ ‘રાઝ’ નવસારવી   ની બે તઝમીનો નીચે આપી છે.
- મરીઝ
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
તઝમીન
હું જ પોતાને વહન કરતો રહું,
કોણ છે મારા સમું જેને કહું,
કોઇ કેડી પણ નથી કે ત્યાં વળું,
લાખ ચિંતામાં છું હું કોને મળું?
સૌ કહે છે આપ મોંઘા થઇ ગયા!
- બરકત વીરાણી ‘બેફામ’
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
તઝમીન
આખા જીવનનો થાક છે માની જવું પડ્યું,
સંબંધ કંઇક તૂટતા તૂટી જવું પડ્યું,
બે ચાર શબ્દો બોલતા હાંફી જવું પડ્યું,
’બેફામ’તો યે કેટલું થાકી જવું પડ્યું
નહીંતર જીવનનો રાહ છે,ઘરથી કબર સુધી.
નીચે બે શેર આપ્યા છે.
જનાબ 'રાઝ' નવસારવી
રણમાં રૂદન સમાન દશા જિંદગીની છે.
ને મોત અટ્ટહાસ્ય કરે છે શહેરમાં.
જનાબ અમૃત 'ઘાયલ'
ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા,
પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા.
હવે આ ચાર શેરમાંથી કોઇ એક, બે, ત્રણ કે ચારે ચાર (!) શેર પર 'તઝમીન' બનાવવા આપ સૌને ઇજન છે.