પ્રેમનું એક નાનકડું બિંદુ
એક અવિસ્મરણીય સાંજે
દૂર દૂર
ક્ષિતિજની પેલે પાર
ઈશ્વરની અક્ળ શોધ કરતાં
મનની ગહેરાઈમાં ઉદ્ભવતું
પ્રેમનું એક નાનકડું બિંદુ
પરપોટાની જેમ
વિસ્તાર પામતું
ને સીમિત કાળચક્રની અવધિમાં
ઉષ્માભરી લાગણીથી
સ્નેહની અતૂટ ધારને
એ પરપોટાથકી
વિશ્વભરના જીવોને ભીંજવતું
દુનિયાભરના તોફાનોને ઓગાળતું
સનાતન પ્રેમના સંદેશને
હર દિલમાં પંહોચાડતું
બની રહેતું ઈશ્વરીય
પ્રેમાળ સ્ત્રોતનું અસીમ
ઉદ્ભસ્થાન
જીવન-સંગમ
શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન
લાગણી અને બુદ્ધિનો સમન્વય
પ્રેમ અને સ્નેહનું અમાપ સંઘટન
સહકાર અને સંગાથનું અતૂટ મિશ્રણ
મૈત્રીમય અને ઊર્મિશીલ કાયમી આંતરભાવ
શ્રુંગાર અને સૌંદર્યનો સનાતન અહેસાસ
વિનયશીલ અને સંસ્કારી શાશ્વત વર્તન
આ સર્વનું સંશ્લેષણ એટલે જીવવા જેવું જીવન
નદી કિનારે એક શિવ મંદિર
રાંદેર માં આવેલું તાપી નદી ને કિનારે એક શિવ મંદિર. ઉનાળાની રજાં પડતાં જ અમારી સવારી રાંદેર આવી પહોંચતી. ત્યાં મારું મુખ્ય આકર્ષણ આ મંદિરે જવાનું  રહેતું પગપાળા અમે બધાં ઘરે થી જવાં નીકળતાં. ચાલવાનો આનંદ કંઈક અનેરો જ હતો. નાનપણથી જ ગામડાં ના જીવનમાં બહુ રસ ધરાવતો એટ્લે આવતાં જતાં તમામ બળદગાડાં ગણતો, ઘરોની રચનાઓનું બારીકાઈ થી નીરીક્ષણ કરતો, અને મંદિરે જતાં જતા ગલ્લાં પર બેસી ચહા પીવાનો અપ્રતિમ આનંદ માણતો. સાથે સાથે સેવ-ગાઠિયા અને નાન-ખટાઈ પણ ખરી જ. જહાંગીરપુરા ગયાં પછી જમણી બાજુ એ વળતાં ત્યારે કોઈ કોઈ વાર તાપી નદીના સુંદર દર્શન થતાં. મંદિરે દર્શન કરીને નજીકમાં આવેલી પાંચ પાંડવોની ગુફા કે (નાના મંદિરો - બરાબર યાદ નથી)જોતાં. ત્યાર બાદ નદીને ઓવારે જઈ બેસતો અને સુંદર નદી ના દર્શન મનભરીને કરતો. સમી સાંજનું રમણિય દ્રશ્ય, નદીમાં આગળ વધતી હોડીઓ, કુદકાં મારતાં નાનાં ભુલકાઓ, આજુબાજુંમા ઉગેલાં સુંદર ફૂલો, અને મહાદેવનું સુંદર મંદિર  આ બધું જોતાં જોતાં મને એવી પ્રતીતિ થતી કે જાણે દુનિયાની બધી જ સુંદરતાં ઝરણું બની મારી જીવન ની તૃષા છીપાવી રહી છે....અહીં અમેરિકા આવી ને એવી જ કોઈ સાત્વિક સુંદરતાની શોધમાં છું....કૃત્રિમ નહિ.
બાળપણ ના સંસ્મરણો ઘણી વખત યાદોની લહેરો બની મન ના માનસપટ પર સ્મરણયાત્રા બની ને અવારનવાર ભુતકાળની મીઠી અનૂભુતિ કરાવે છે. નાનો હતો ત્યારથી જ ફૂલો અને ગુલાબ નો બહુ શોખ. ઘરે રંગબેરંગી ગુલાબોના છોડ- લાલ, ગુલાબી અને પીળાં પણ ખરાં... મારાં નાનકડાં બાળમાનસ પર એક વિચારે આકાર લીધો કે બે દિવસ માં બધાં જ છોડ પર ઘણાં બધાં ગુલાબ ઉગે..એટલે એક રાત્રે ઘણું બધું ખાતર કોઈ ને પણ ખબર પડ્યાં વગર નાંખી દીધું..આનંદ થી પછી સુઈ ગયો.. સવારે ઘણી અપેક્ષાઓ સાથે બહાર કુંડામાં નજર નાંખી ત્યારે મારાં જીવન નો પ્રથમ આંચકો અનુભવ્યો.. બધાં જ છોડો નિશ્ચેતન બની ગયાં હતાં. ત્યારે હું કદાચ ચોથાં ધોરણમાં ભણતો હોઈશ. મારાં પ્રિય ગુલાબોના વિરહમાં મારી પ્રથમ કવિતાનુ નિર્માણ થયું. બધાં શિક્ષકોએ અને ઘરે બધાંએ ખુબ વખાણી. કોલેજ માં અને વધુ અભ્યાસ માં મેં કવિતાને તરછોડી. પણ 'ટહુકો', 'ઊર્મિસાગર્' અને 'ગુજરાતી બ્લોગ્સ' મારી સાહિત્યરૂચી ની સહારે આવ્યાં. એ પ્રેરણાંના સ્ત્રોતે 'બંસીનાદ' નું નિર્માણ કરી મારાં અસ્તિત્વ ના ઉત્સવમાં નિર્વ્યાજ પ્રેમ નો ઉમેરો કર્યો.
હળવાશ એટલી આપશો કે સૌ ને 'તું' કહી ને બોલાવી શકું,
વિશ્વાસ એટલો આપજો કે આત્મિયતા નું અખંડ ઝરણું વહાવ્યાં કરું,
નિખાલસ એટલો બનાવજો કે સૌ કોઈ મારાં મિત્રો બને,
નટખટ એટલો બનાવજો કે હાસ્યરસ હરહમેંશ ફેલાયા કરૂં
-જ્યાં પ્રેમ તણો મહાસાગર ઘુઘવતો હોય,
-જ્યાં સત્ય, અહિંસા અને પ્રેમ શાશ્વત હોય,
-જ્યાં 'નંદીગ્રામ' જેવું 'નંદનવન્' હોય,
-જ્યાં 'વૈશ્વિક એકતા' એ 'ગુરૂ મંત્ર' મનાતો હોય,
-જ્યાં આખું વિશ્વ એક કંટુંબ તરીકે ઓળખાતું હોય,
-જ્યાં ઈર્ષા, ક્રોધ કે અહંકાર ને કોઈ જાણતું ન હોય,
-જ્યાં દિવ્ય ભાવ બધાં ની આંખો માં થી અખંડ વહેતો હોય,
-જ્યાં ત્યાગ અને સમર્પણ ના ઝરણાં અવિરત વહેતાં હોય.....
પ્રેમ શાશ્વત, ચિરંતન, અપેક્ષારહિત, કોઈ પણ કારણ વગર ફુલતો, ફેલાતો અને લાખો હ્રદયો ને સ્પર્શતો - કોઈ વાર રડાવતો તો કોઈ વાર હસાવતો - અને આનંદની પળોને ખુબ ખુબ બહેલાવતો હોય ત્યારે મન ને અવકાશની પેલે પાર લઈ જઈ સ્પંદનો ના મહાસાગર માં ડૂબાડી તેને રસતરબોળ કરી નાંખે છે.
ઈશ્વર કયાં મળે?
આ વિભાગ માં હું દર થોડાં થોડાં દિવસે મારાં ઈશ્વર વિષેના વિચારો, જે પોતે જ ઈશ્વર પ્રેરીત છે, (હું તો માત્ર એક સાધન જ છું) ને રજું કરવાનો પ્રયત્ન કરીશ. આ વિચારો જેમ જેમ પરિપક્વ થશે તેમ તેમ ક્દાચ મારૂં લખાણ બદલાશે પણ ખરૂં..
ઈશ્વર મંદિર માં રહે છે ખરો? એને કેવી રીતે અનુભવાય? એ કેવો હશે? મંદિર માં આરતી થતી વખતે ઘંટનાદનો સ્વર કે પછી તેજસ્વી દિવડાનું અજવાળું આપણાં મનમાં કેવી લાગણી ઉત્પન્ન કરે છે? મંદિરની મુર્તિઓ શું દર્શાવે છે?
આ બધાં સવાલો મને ઘણી વખત થાય છે. મને લાગે છે કે ઈશ્વર ની હાજરી કોઈપણ નિ:સ્વાર્થ ભાવે થતી સેવા કે કોઈ પણ કાર્યં કે જે અપેક્ષારહિત, પ્રેમ થી ઉભરાતું, આનંદથી છલોછલ ભરેલું, ત્યાગ અને સમર્પણ ની ભાવના થી સંક્ળાયેલુ, શ્રદ્ધા અને વિશ્વાસ ના બળે દીપતું, અને સચ્ચાઈ ની સુવાસ થી મહેકતું હોય એમાં કદાચ અનુભવી શકાય. જે મંદિરો માં મોટાં મોટાં રાજભોગ થતાં હોય પણ જ્યાં એક ભીખ માંગતી ભુખી વ્યક્તિ ને હાંકી કાઢવાં માં આવે ત્યાં મંદિરમાં બેઠેલો ભગવાન પોતે જ અંદરોઅંદર હસતો હશે માણસ પર, એની અજ્ઞાનતા પર અને વિચારતો હશે કે મંદિરમાં આરતી તો થઈ પણ માનવીયતા ની આરતી ક્યાં છે?
સાભળ્યું છે કે ગંગા માં સ્નાન કરવાથી બધાં પાપો ધોવાઇ જાય છે. મને લાગે છે કે એટલે જ દુનિયામાં પાપો વધતાં જાય છે; પાપ કરનાર વિચારે છે કે ગંગા માં નાહી લઈશ. પણ ઈશ્વર ક્યાં છે? મલિન ગંગા થી થતાં રોગો ને દૂર કરનાર ડોક્ટર વિચારે છે ભલે ગંગા ને ગંદી થવા દો, મારો ધંધો હજી ફૂલશે. જયાં પવિત્ર વિચારો ન હોય ત્યાં ઈશ્વર કેવી રીતે હોઈ શકે?
સુખના વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે.
થોડાંક પ્રશ્નો પૂછીને સુખના આ ગહન વિષયને હું આંતરિક રીતે સમજવાનો પ્રયત્ન કરૂં છું.
મારું કોઈ પણ કાર્ય મારાં સિવાય બીજાંને કંઈ ઊપયોગમાં આવ્યું કે નહિ?
મારી દરેક વ્યક્તિ સાથેની વાતચીતમાં મેં કેટલા ઊમળકા અને ઉત્સાહ સાથે વાત કરી? આ ઉત્સાહ કેટલો સાચો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિને મેં મદદ કરી એ કોઈ પણ અપેક્ષારહિત હતી? ઈશ્વરને પાર્થના કરૂં છું ત્યારે એમાં કોઈ શરત કે અપેક્ષા છે?
નાનાં બાળકો સાથે રમું છું ત્યારે એમના જેટલી જ નિખાલસતા સાથે રમી શકું છું? શું 'ગુસ્સો' શબ્દ મારી શબ્દપોથીમાં હજી પણ છે?
અત્યંત વિપરિત પરિસ્થિતિમાં શું હું સમતાપૂર્વક એનો સ્વીકાર કરી મારી દિવસભરની વિવિધ પ્રવૃત્તિઓ સહજ રીતે પાર પાડી શકું છું?
શું હું કોઈ પણ વજૂદ વગરના આક્ષેપોનો શાંતિથી જવાબ આપી શકું છું?
શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?
શું હું ફૂલોની સુવાસમાં, મૈત્રીની મહેકમાં, અને પૂનમની ચાંદનીમાં ઈશ્વરીય આનંદનો અનુભવ કરી શકું છું?
ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પાસે ઊભી રહેલી કોઈ વૃદ્ધ વ્યક્તિને આપું છું ખરો?
ગમે એટલાં કામના બોજા વચ્ચે કશી પણ ફરિયાદ વગર હું મારાં કામો શાંતચિત્તે અને પૂરેપૂરા ખંતથી પાર પાડવાનો પ્રયત્ન કરૂં છું ખરો?
આ યાદી હજી સંપૂર્ણ નથી; મારાં વિચારોને અનૂરૂપ એમાં ઉમેરો થતો રહેશે.
વાંસળી વગાડતો કાનુડો
વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?
સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો  ઈશ્વરીય ભાવ
અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે.  .
પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?
જયભિખ્ખુની 'પ્રેમભક્તકવિ  જયદેવ' માંથી: (પૃ: ૪૪)
'હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે - વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે...'
થોડીક મારી વિચાર-ધારા
રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ - આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાના ની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે ...બસ હું ભુલી જાવું છું કે આ તો  એની જ માયા છે અને એ માયા માં મને ખોવાડી ને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..
ગાંધીજીને પૂછું છું
ક્રોધને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું,'આ ક્રોધ શા માટે?'
સ્વાર્થને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ સ્વાર્થ શા માટે?'
અહંકારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ અહંકાર શા માટે?'
તિરસ્કારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ તિરસ્કાર શા માટે?'
દ્રવ્યલોભને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ દ્રવ્યલોભ શા માટે?'
લાગે છે કે પ્રેમની દુનિયામાં આવી રહી છે ઓટ,
અને લાગે છે કદાચ કે પ્રેમ-શક્તિ મળે ફરી ગાંધી-અંજલિ દ્વારા
લાયબ્રેરીના અનુભવો
જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ઉત્સાહ અને કંઈક કરવાની પ્રબળ ઈચ્છા માણસ પાસે કેટલું સોનેરી કામ કરાવી જાય છે તે મેં આજે પ્રત્યક્ષ અનુભવ્યું. ૪૦-૪૫ વર્ષની આસપાસ જણાતી યુવતી (લોરા) લાયબ્રેરીમાં ક્મ્પ્યુટરને લગતાં પ્રોજક્ટસ પર શું કામ ચાલી રહ્યું છે તેને વિષે માહીતિ મેળવવાં મારી ડેસ્ક પર આવી. ખાસ તો લાયબ્રેરી અને અહીંની શાળાઓએ સાથે મળીને કોઈ પ્રોજેક્ટસ શરૂ કર્યાં છે કે નહિ તેની જાણકારી પણ એને જોઈતી હતી. વાત કરતાં જાણવાં મળ્યું કે એ અહીંની શાળામાં તે સ્વયંસેવક તરીકે કામગીરી આપતી હતી અને એનો હેતુ દસમા ધોરણમાં ભણતાં ચાર-પાંચ વિધાર્થીઓને ભેગા કરી લાયબ્રેરીની ઈતિહાસ, વિજ્ઞાન, અને ગણિતની વેબ સાઈટોને સુધારવામાં એમની મદદ લેવાનો હતો. સાથે સાથે વિધાર્થીઓએ હળી મળીને સારૂ કામ કેવી રીતે થઈ શકે તેનો પ્રત્યક્ષ અનુભવ એમને કરાવવો હતો. એનો જ દસમાં ધોરણમાં ભણતો દીકરો (રોબર્ટ) એ વખતે રસાયણ-શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી મારી ડેસ્ક પર આવ્યો. કેમીકલ એલીમેન્ટ્સ વિષેની માહીતિ મારી પાસે થી મેળવ્યા બાદ એ એના મિત્રને મળવા દોડી ગયો. એ દરમ્યાન લોરાએ મને એના પ્રોજેક્ટમાંના રસ વિષે વધુ માહીતિ આપતાં જણાવ્યું કે એ પોતે કેન્સરની સારવાર હેઠળ છે અને રોબર્ટના પપ્પાને પણ કોલન કેન્સર છે તેવું નિદાન થોડાં વખત પર જ જાણવાં મળ્યું. આ બધું સાંભળીને રોબર્ટના ભણવા પર પણ અસર પડવા માંડી હતી. લોરાએ વિચાર્યું કે એવાં કોઈ પ્રોજેક્ટમાં રોબર્ટ ભાગ લે કે જેનાથી એનું મન વ્યસ્ત રહે અને આગળ સારૂં ભણી શકે. લોરાની વાત સાંભળીને મારો એમના પ્રત્યેનો ભાવ ખૂબ જ વધી ગયો. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં બીજાં ત્રણ-ચાર વિધાર્થિઓને ભેગાં કરી મારી સાથે આ પ્રોજેક્ટમાં આગળ વધવાની એક દરખાસ્ત અમારાં ડાયરેક્ટર સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.આવી પરિસ્થિતિમાં પણ જયાં સુધી થઈ શકે ત્યાં સુધી કાર્યરત રહીને વિપરિત સંજોગોમાંથી પસાર થઈ રહેલાં વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ લોરાનું જીવનધ્યેય પરિપૂર્ણ થાય એવી આશા સાથે મેં પણ આ પ્રોજેક્ટમાં મારાંથી બનતું બધું જ કરી છૂટવાનું નક્કી કર્યું.
લાયબ્રેરીના અનુભવો
જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ઉત્સાહ અને કંઈક કરવાની પ્રબળ ઈચ્છા માણસ પાસે કેટલું સોનેરી કામ કરાવી જાય છે તે મેં આજે પ્રત્યક્ષ અનુભવ્યું. ૪૦-૪૫ વર્ષની આસપાસ જણાતી યુવતી (લોરા) લાયબ્રેરીમાં ક્મ્પ્યુટરને લગતાં પ્રોજક્ટસ પર શું કામ ચાલી રહ્યું છે તેને વિષે માહીતિ મેળવવાં મારી ડેસ્ક પર આવી. ખાસ તો લાયબ્રેરી અને અહીંની શાળાઓએ સાથે મળીને કોઈ પ્રોજેક્ટસ શરૂ કર્યાં છે કે નહિ તેની જાણકારી પણ એને જોઈતી હતી. વાત કરતાં જાણવાં મળ્યું કે એ અહીંની શાળામાં તે સ્વયંસેવક તરીકે કામગીરી આપતી હતી અને એનો હેતુ દસમા ધોરણમાં ભણતાં ચાર-પાંચ વિધાર્થીઓને ભેગા કરી લાયબ્રેરીની ઈતિહાસ, વિજ્ઞાન, અને ગણિતની વેબ સાઈટોને સુધારવામાં એમની મદદ લેવાનો હતો. સાથે સાથે વિધાર્થીઓએ હળી મળીને સારૂ કામ કેવી રીતે થઈ શકે તેનો પ્રત્યક્ષ અનુભવ એમને કરાવવો હતો. એનો જ દસમાં ધોરણમાં ભણતો દીકરો (રોબર્ટ) એ વખતે રસાયણ-શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી મારી ડેસ્ક પર આવ્યો. કેમીકલ એલીમેન્ટ્સ વિષેની માહીતિ મારી પાસે થી મેળવ્યા બાદ એ એના મિત્રને મળવા દોડી ગયો. એ દરમ્યાન લોરાએ મને એના પ્રોજેક્ટમાંના રસ વિષે વધુ માહીતિ આપતાં જણાવ્યું કે એ પોતે કેન્સરની સારવાર હેઠળ છે અને રોબર્ટના પપ્પાને પણ કોલન કેન્સર છે તેવું નિદાન થોડાં વખત પર જ જાણવાં મળ્યું. આ બધું સાંભળીને રોબર્ટના ભણવા પર પણ અસર પડવા માંડી હતી. લોરાએ વિચાર્યું કે એવાં કોઈ પ્રોજેક્ટમાં રોબર્ટ ભાગ લે કે જેનાથી એનું મન વ્યસ્ત રહે અને આગળ સારૂં ભણી શકે. લોરાની વાત સાંભળીને મારો એમના પ્રત્યેનો ભાવ ખૂબ જ વધી ગયો. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં બીજાં ત્રણ-ચાર વિધાર્થિઓને ભેગાં કરી મારી સાથે આ પ્રોજેક્ટમાં આગળ વધવાની એક દરખાસ્ત અમારાં ડાયરેક્ટર સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.આવી પરિસ્થિતિમાં પણ જયાં સુધી થઈ શકે ત્યાં સુધી કાર્યરત રહીને વિપરિત સંજોગોમાંથી પસાર થઈ રહેલાં વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ લોરાનું જીવનધ્યેય પરિપૂર્ણ થાય એવી આશા સાથે મેં પણ આ પ્રોજેક્ટમાં મારાંથી બનતું બધું જ કરી છૂટવાનું નક્કી કર્યું.
મન ની ભીતર માં ડોકિયું કરી ને જોઉં છું
તો દેખાય છે ફ્ક્ત અધુરાં સ્વપ્નોનું વિશ્વ
દુનિયાની માયાજાળ માં અટવાતું મન
તટસ્થ રહેવાનો આકરો પ્રયત્ન કરે છે...
પુછે છે સંબંધો વચ્ચેની દિવાલોને
કે શા માટે તું તૂટતી નથી?
શા માટે તું કાચની બની નથી?
માનવ-સંબંધોની પવિત્રતાથી દીપતું વિશ્વ
હકીકત માં શક્ય કેમ બનતું નથી?
સરહદ વિનાના છે લાગણી અને પ્રેમ
સ્વાર્થ વગરના છે લાગણી અને પ્રેમ
મતલબ વિનાના છે લાગણી અને પ્રેમ
ગણતરી વગરના છે લાગણી અને પ્રેમ
દ્વેષ વિનાના છે લાગણી અને પ્રેમ
તિરસ્કાર વગરના છે લાગણી અને પ્રેમ
રોષ વિનાના છે લાગણી અને પ્રેમ
અંતરની ભીનાશ વધારે છે લાગણી અને પ્રેમ
ક્દાચ લોહીના સંબંધ વગરના હોઈ શકે લાગણીના સંબંધો,
ત્યારે માનવતાની મહેક છલકાવે છે લાગણી અને પ્રેમ
જીવન-ક્ષિતિજ
સમી સાંજે સાગર કિનારે બેસું છું.
અસંખ્ય દરિયાઈ મોજાંઓને ખડકો સાથે અથડાતાં જોઉં છું.
દૂર દૂર અસીમિત ક્ષિતિજમાં સોનેરી ગોળાને આથમતો જોઉં છું,
ત્યારે એ ગોળો મને મારાં જીવનની યાદ અપાવી જાય છે.
અવકાશરૂપી જીવનસરિતામાં હું ગોળાની જેમ ગબડતો જાઉં છું,
ગોળો તો જાણે છે કે પશ્ચિમમાં એ ગબડે છે,
હું નથી જાણતો કે કઈ બાજુ, માત્ર એટલું જ જાણું કે જીવનવિહારમાં
મારે પ્રેમ કે દ્વેશ, સુખ કે દુ:ખ, અમીરી કે ગરીબી, પ્રકાશ કે અંધારૂ,
અને ગરમી કે ઠંડી જેવાં બધાં જ અનુભવો એક તળાવની કમળપાંખડીની જેમ
ભીંજાયા વિના માણવાના છે, હસતાં મોઢે.
શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ પર વાંચો પર વાંચો:
રામાયણ
ગીતા
શિવમહિમ્નસ્તોત્ર
શ્રીમદ્ ભાગવત
અન્ય પુસ્તકો
કવિતાઓ
ગોપી ગીત
શ્રી યોગેશ્વરજી ના ભજનો
નરસિંહ મહેતા અને મીરાંબાઈ ના ભજનો
પાતંજલ યોગદર્શન
સ્વર્ગારોહણ પર સાંભળો
પુરૂષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે ના ભજનો
આશિત અને હેમા દેસાઈ ના ભજનો
અન્ય ભજનો
મારાં મત પ્રમાણે ધર્મ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, આનંદ, સેવા, વિવેક, શાંતિ, નમ્રતા, સદ્-વિચાર, સદ્-ભાવના, ભક્તિ, સંતોષ, નિ:સ્વાર્થ ભાવ, સહનશક્તિ, કોઈપણ  પરિસ્થિતિ માં દરેક જીવ પ્રત્યે માન અને સાથે સાથે કુભાવ નો અભાવ, સત્ય અને અહિંસા - આ બધાં જ ગુણો નો આદ્યાત્મિક સમન્વય.
ધર્મ એટલે: (બંસીનાદ માંથી)
જ્યાં પ્રેમ તણો મહાસાગર ઘુઘવતો હોય,
-જ્યાં સત્ય, અહિંસા અને પ્રેમ શાશ્વત હોય,
-જ્યાં ‘નંદીગ્રામ’ જેવું ‘નંદનવન્’ હોય,
-જ્યાં ‘વૈશ્વિક એકતા’ એ ‘ગુરૂ મંત્ર’ મનાતો હોય,
-જ્યાં આખું વિશ્વ એક કંટુંબ તરીકે ઓળખાતું હોય,
-જ્યાં ઈર્ષા, ક્રોધ કે અહંકાર ને કોઈ જાણતું ન હોય,
-જ્યાં દિવ્ય ભાવ બધાં ની આંખો માં થી અખંડ વહેતો હોય,
-જ્યાં ત્યાગ અને સમર્પણ ના ઝરણાં અવિરત વહેતાં હોય…..
કોઈ પણ જાત ની અપેક્ષા વગર આનંદ, લાગણી અને નિર્વ્યાજ પ્રેમની લહાણી કરવી એને હું ઈશ્વરીય બક્ષિસ ગણું છું. મને લાગે છે કે ઈશ્વર ની હાજરી કોઈપણ નિ:સ્વાર્થ ભાવે થતી સેવા કે કોઈ પણ કાર્યં કે જે અપેક્ષારહિત, પ્રેમ થી ઉભરાતું, આનંદથી છલોછલ ભરેલું, ત્યાગ અને સમર્પણ ની ભાવના થી સંક્ળાયેલુ, શ્રદ્ધા અને વિશ્વાસ ના બળે દીપતું, અને સચ્ચાઈ ની સુવાસ થી મહેકતું હોય એમાં કદાચ અનુભવી શકાય.
સર્જિતભાઈ ની એક સુંદર પોસ્ટ 'મારું રિસર્ચ પેપર…જિંદગીની ડીગ્રી માટે-૩' ના સંદર્ભ માં ધર્મ વિષે ના આ અધુરાં વિચારો લખ્યાં છે. ધર્મ અનંત છે, સનાતન છે એટલે એને વિષે એક વ્યાખ્યા લખવી એ કદાચ અશક્ય જ હશે.
આજે મારે આખો દિવસ અહીં ની પબ્લીક લાયબ્રેરી માં કામ કરવાનું હતું. કોઈક કારણસર આજે પ્રમાણ માં વધારે વિધ્યાર્થીઓ અને આબાલવૃદ્ધ બધાં જ ઘણી સંખ્યામાં આવ્યાં. આજે બે મજાની વસ્તુઓ બની. બાળકો ના વિભાગમાં એક નવું જ દ્રશ્ય સર્જાયું હતું. લગભગ સાત-આઠ જેટલાં નાનાં પાળેલાં ગલુડિયાઓ ને નાનાં ભુલકાઓ વાર્તા કહેવાં માં મગ્ન બનેલાં દેખાયા. સાથે બે-ત્રણ શિક્ષકો પણ ખરાં જ. ગલુડિયાઓ, ભુલકાઓ, શિક્ષકો અને લાયબ્રેરી માં કુતુહલતા થી નિહાળતાં પ્રેક્ષકો - એ બધાં વચ્ચે અનન્ય સુમેળ અને સહકાર દેખાયો. નાનાં ભુલકાંઓ એટલા પ્રેમ થી વાર્તા કરતાં હતાં કે જાણે ગલુડિયાઓ સાચે જ એમને દિલ થી સાંભળતા ન હોય! કોઈ પણ કામ પરસ્પર ના સાથ અને સહકાર થી કેટલી સુંદર રીતે પાર પડે છે તેનું એક પ્રત્યક્ષ ઉદાહરણ નિહાળ્યું.
થોડી વાર પહેલા જ અહીં ની શાળામાં ભણતી એક અમેરિકન વિદ્યાર્થિની મને 'હોળી' વિષે પુછવાં આવી. એણે કહ્યું કે 'વોટર્' ફીલ્મ માં છેલ્લે રંગ ઉડાડતાં લોકો ના દ્રશ્યો જોવાની મજા આવી હતી. મેં એને થોડી વેબ સાઈટો બતાવી અને સાથે સાથે એનું મહત્વ પણ સમજાવ્યુ.  અને આપણા ગુજરાતી બ્લોગ્સ પર ની હોળી ને લગતી સાઈટો પણ કેમ ભૂલું?
૧                ૨                 ૩                ૪          ૫          ૬
એનાં શબ્દો: "અહીં અમેરિકામાં પણ બધાં લોકો હોળી રમતાં હોય તો કેવી મજાં પડી જાય?"