Tags » નરેન્દ્ર મોદી

ગુજરાતની અથડામણોમાં રાજ્ય સરકાર નિર્દોષ

નવી દિલ્લી, તા.૧૭ નવેમ્બર, ૨૦૧૪
સર્વોચ્ચ ન્યાયાલયે નીમેલી એક સમિતિ જેના અધ્યક્ષ નિવૃત્ત ન્યાયાધીશ એચ.એસ.બેદી છે, તેમને ગુજરાતમાં અથડામણમાં મૃત્યુના ૨૨ કેસોમાં રાજ્ય સરકારની સંડોવણીના કોઈ પુરાવા મળ્યા નથી. તેમજ લઘુમતી સમુદાયના લોકોને ત્રાસવાદી તરીકે લક્ષ્યાંકિત કરવાની કોઈ ઢબ જોવા મળી નથી તેમ આ પેનલ તારણ કાઢે તેવી શક્યતા છે તેમ અંગ્રેજી વર્તમાન પત્ર ‘ઇકોનોમિક ટાઇમ્સ’ના અહેવાલમાં જણાવાયું છે.

જોકે ઓછામાં ઓછી ત્રણ અથડામણો, જે નકલી હોવાનું લાગે છે, તેમાં પોલીસ અધિકારીઓ દ્વારા ખોટું કરાયું હોવાના પુરાવા છે, તેમ ટોચના એક કાનૂનવિદ, જેની પાસે ચાલી રહેલી તપાસની જાણકારી છે, તેણે આ વર્તમાનપત્રને જણાવ્યું હતું.

સર્વોચ્ચ ન્યાયાલયે ૨૦૧૨માં સર્વોચ્ચના નિવૃત્ત ન્યાયાધીશ ન્યાયમૂર્તિ એચ.એસ.બેદીને નિરીક્ષણ સત્તાના અધ્યક્ષ તરીકે નિમ્યા હતા. તે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨થી ૨૦૦૬ દરમિયાન થયેલી તમામ અથડામણોના પરિણામે થયેલાં મૃત્યુની તપાસ કરવાની હતી. વિરોધી કાર્યકરોનો આક્ષેપ હતો કે તમામ અથડામણો નકલી હતી.

ન્યાયમૂર્તિઓ આફતાબ આલમ અને રંજના દેસાઈની બનેલી બેન્ચનો આ નિર્દેશ બે જાહેર હિતની અરજીના પ્રતિભાવમાં આવ્યો હતો. આ અરજી પીઢ પત્રકાર બી.જી. વર્ગીઝ અને કવિ-લેખક-ગીતકાર જાવેદ અખ્તરે કરી હતી અને તેમણે સ્વતંત્ર સંસ્થા અથવા કે.અ.સં. (કેન્દ્રીય અન્વેષણ સંસ્થા- સી.બી.આઈ.) દ્વારા તપાસની વિનંતી કરી હતી.

વિશ્લેષણ : નરેન્દ્ર મોદીની સરકારને ગમે તેમ કરીને ઉતારી પાડવા એક મોટી ટોળકી કૉંગ્રેસના ઈશારે કામ કરતી હતી, તે આનાથી ખોટી સાબિત થશે.

ગુજરાત

બારના ટકોરે રાજ્યના સમાચારો : બાબુ બોખિરીયા નિર્દોષ છૂટ્યા

કર્ણાવતી, તા.૧૭ નવેમ્બર, ૨૦૧૪

 • કર્ણાવતી:  બાબુ બોખિરીયાને ગુજરાત ઉચ્ચ ન્યાયાલયે (હાઇકોર્ટે) રૂ. ૫૪ કરોડના ખનીજચોરી કૌભાંડમાં નિર્દોષ જાહેર કર્યા છે. અગાઉ નીચલા ન્યાયાલયે પણ તેમને નિર્દોષ જાહેર કર્યા હતા.
 • રાજકોટ: સિવિલ હૉસ્પિટલમાં વધુ એક દર્દીનું મોત થતાં હોબાળો. ૫૪ વર્ષીય પરેશ ચૌહાણનું તબીબોની બેદરકારીથી મોત થયાનો પરિવારજનોનો આક્ષેપ છે.
 • મહેસાણા : માલ ગોડાઉનમાં સટ્ટો રમતા ત્રણ શખ્સોની ધરપકડ. રૂ.૬૩ હજારની માલમત્તા સાથે એલસીબી પોલીસે ધરપકડ કરી.
 • ગુજરાત: બે દિવસથી પડી રહેલા માવઠાંથી મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
 • કર્ણાવતી: સાબરમતીમાં ટૂંક સમયમાં ક્રૂઝ અથવા તરતું રેસ્ટોરન્ટ ચાલુ થશે તેમ નાયબ કમિશનર એમ. તેરાવસને જાહેરાત કરી છે.

વિશ્લેષણ : બાબુ બોખિરીયા અંગેના ચુકાદાથી  મોદી વિરોધીઓ ખાસ કરીને અરવિંદ કેજરીવાલના મોઢા પર જોરદાર લપડાક પડી છે. આરોગ્ય બાબતે હમણાં ભાજપ સરકારની ખૂબ જ બેદરકારી બહાર આવી રહી છે. માન્યું કે બેદરકારી તબીબોની છે, પરંતુ તબીબો પૂરતી સાવધાની સાથે અને ત્વરિત રીતે કામ કરે તે જોવાનું કામ સરકારનું છે. 

ગુજરાત

એક્સાઇઝ ડ્યુટીમાં વધારો : પેટ્રોલ-ડીઝલ મોંઘાં થશે

નવી દિલ્લી, તા.૧૩ નવેમ્બર, ૨૦૧૪

નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ છેલ્લા કેટલાક સમયથી દેશમાં પેટ્રોલ-ડીઝલ સસ્તાં થતાં રહ્યાં હતાં, પરંતુ આજે સરકારે પેટ્રોલ-ડીઝલ પર લિટરે રૂ.૧.૫૦ જેટલી આબકારી જકાત (એક્સાઇઝ ડ્યુટી)માં વધારો ઝીંકીને કલમના એક ઝાટકે પેટ્રોલ-ડીઝલને મોંઘાં કરી દીધાં છે. 7 more words

નરેન્દ્ર મોદી

દળી દળીને ઢાંકણીમાં: ફરજિયાત મતદાનનો કાયદો કચરા પેટીમાં?

ગાંધીનગર, તા. ૧૨ નવેમ્બર, ૨૦૧૪

નરેન્દ્ર મોદીના મહત્ત્વાકાંક્ષી વિધેયક ફરજિયાત મતદાનને રાજ્યપાલની મંજૂરી પણ મળી ગઈ છે ત્યારે એવું જાણવા મળે છે કે આનંદીબહેન પટેલની ભાજપ સરકારે હવે તેની સામે ચૂંટણી પંચ, વિવિધ રાજકીય પક્ષો અને બંધારણ નિષ્ણાતોના વિરોધને જોતાં તેને કચરા પેટીમાં નાખવાનું નક્કી કર્યું છે.

સરકારે હજુ તેનું જાહેરનામું બહાર પાડ્યું નથી. ટોચનાં સૂત્રોના જણાવ્યા મુજબ, કાયદાનું જાહેરનામું બહાર પાડતા પહેલાં સરકાર તમામ શક્યતાઓ ચકાસી લેવા માગે છે.

સ્થાનિક ચૂંટણીઓ ૨૦૧૫ના વર્ષની મધ્યમાં આવવાની છે ત્યારે સરકારે પારોઠનાં પગલાં કેમ ભર્યાં તે સમજાતું નથી. જોકે આનંદીબહેન સરકાર મહિલાઓને ૫૦ ટકા અનામત  સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં અમલમાં મૂકવા મક્કમ છે તે આવકાર્ય છે.

વિશ્લેષણ : આનંદીબહેન પટેલની સરકાર દરેક બાબતે નબળી પડતી જણાય છે. જ્યારે ફરજિયાત મતદાનને રાજ્યપાલે મંજૂરી નહોતી આપી ત્યારે મોદીએ ગામ ગજવ્યું હતું. હવે જ્યારે ભાજપના પૂર્વ  નેતા  એવા રાજ્યપાલે તેને મંજૂરી આપી છે ત્યારે પારોઠનાં પગલાં કેમ ભર્યા તે સમજાય તેમ નથી. નરેન્દ્ર મોદી પોતાના કોઈ પણ નિર્ણય બાબતે મકક્મ રહેતા હતા અને ગમે તેવા વિરોધ છતાં પીછેહટ ક્યારેય કરતા નહોતા. 

નરેન્દ્ર મોદી

મહારાષ્ટ્રમાં શિવસેના શાસક ભાજપ સામે વિપક્ષમાં બેસશે

મુંબઈ, તા.૯ નવેમ્બર,૨૦૧૪

શિવસેના ભાજપનો સૌથી જૂનો સાથી પક્ષ છે.  તેની સાથે પહેલાં મહારાષ્ટ્રમાં ભાજપનું ગઠબંધન તૂટ્યું. હવે કદાચ કેન્દ્રમાં પણ તૂટે તેવી શક્યતા છે. ખાસ તો શિવસેનાના વિરોધ છતાં તેના નેતા સુરેશ પ્રભુને કેન્દ્રમાં પ્રધાન બનાવાયા તેનાથી શિવસેનાના સર્વોચ્ચ નેતા ઉદ્ધવ ઠાકરે ભારે રોષે ભરાયા છે. સુરેશ પ્રભુએ શિવસેના છોડી ભાજપમાં જોડાવાનું પસંદ કર્યું છે. શિવસેનાએ અનિલ દેસાઈનું નામ આગળ કર્યું હતું, પરંતુ મોદીએ તે નામને અસ્વીકાર્યું હતું.

મહારાષ્ટ્ર અને કેન્દ્ર સંદર્ભે  શિવસેનાની બેઠક સમાપ્ત થઈ ગઈ છે.  અત્યારે ઉદ્ધવ ઠાકરેની પત્રકાર પરિષદ ચાલી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?

 • મહારાષ્ટ્રમાં વિરોધ પક્ષમાં બેસીશું.
 • મહારાષ્ટ્રનું વિભાજન સહન નહીં કરી લઈએ.
 • સત્તામાં રહીએ કે ન રહીએ, હિન્દુત્વ માટે કામ કરીશું.
 • ભગવા આતંકવાદની વાત શરદ પવાર કરતા હતા. તેમની સાથે ભાજપ જવાનું પસંદ કરે તે અમને સ્વીકાર્ય નથી.
 • અમે સ્થિર સરકારની તરફેણમાં છીએ.
 • અમે વિપક્ષમાં બેસીશું, મહારાષ્ટ્રને ન્યાય અપાવીશું.
 • બધા હિન્દુત્વવાદી પક્ષોએ સાથે રહેવું જોઈએ પરંતુ જો ભાજપ શરદ પવારના રાષ્ટ્રવાદી કૉંંગ્રેસ પક્ષ (એનસીપી) સાથે જશે તો તે અમારે ભાજપનો સાથ છોડવો પડશે.
 • કેન્દ્રીય મંત્રીમંડળમાંથી અનંત ગીતે રાજીનામું આપશે કે કેમ તેનો નિર્ણય યોગ્ય સમયે કરાશે.
 • અટલ બિહારી વાજપેયીની સરકાર પ્રથમ વાર ૧૯૯૬માં બની હતી ત્યારે બાળાસાહેબ ઠાકરેએ ભાજપને ટેકો જાહેર કર્યો હતો અને ત્યારે મંત્રી તરીકે સુરેશ પ્રભુનું નામ સૂચવ્યું હતું. તે વખતે ભાજપની સરકાર તૂટી પડી તેનું કારણ શરદ પવાર હતા. આજે એ જ શરદ પવાર સાથે જવા ભાજપ તૈયાર છે.
નરેન્દ્ર મોદી

કેન્દ્રમાં મંત્રી બનેલા મોહન કુંડારિયા બાળકોની પીઠ પર ચાલ્યા હતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેમને આજે કેન્દ્રમાં મંત્રી બનાવ્યા તે મોહન કુંડારિયા કોણ છે તે જાણવા જેવું છે.

 • મોહન કુંડારિયા ટંકારાથી ચાર વાર ધારાસભ્ય રહી ચુક્યા છે.
 • રાજકોટની પેટા ચૂંટણીમાં કડવા પટેલોને વચન અપાયા મુજબ, કુંડારિયાને મંત્રી પદ અપાયું છે.
 • નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કુંડારિયા ગ્રામ વિકાસ ખાતાના રાજ્ય કક્ષાના પ્રધાન હતા.
 • લોકસભાની ચૂંટણી અગાઉ એક યોગ પ્રદર્શનમાં બાળકોની પીઠ પર કુંડારિયા ચાલતા હોય તેવા વિડિયોના પગલે વિવાદ થયો હતો. જોકે એ વિવાદ સાવ ખોટો હતો કેમ કે બાળકો જ્યુડો, કરાટે કે યોગ શિખતા હોય ત્યારે આવું પ્રદર્શન વાજબી હોય છે અને તેમાં કોઈ ચાલે તો તેમાં વિવાદને કોઈ અવકાશ જ નથી.
ગુજરાત

(વેપાર વ્યક્તિત્વ): મહાસત્તાનું 'મોદી'ફાઈડ માર્કેટિંગ એટલે...

એક મહાસત્તાની જમીન…’મેડિસન’ સ્ક્વેર પર મોટિવેશનલ સ્પિચ અને મેગા-મેદનીના સર્કલ દ્વારા પોતાના દેશ અને દેશવાસીઓનું માર્કેટિંગ કરી બતાવનાર મોદી નામના આ મહાનાયકે સાબિત કરી બતાવ્યું છે કે ભારત પણ એક (દબાવાયેલી) મહાસત્તા હતી અને હવે જનસત્તાની મદદથી પાછી મેદાનમાં લાવવામાં આવી રહી છે. 11 more words

મુર્તઝા પટેલ