.. ગેટ્સ ગયો, થાંભલા અને દરવાજા અને જાળીઓ રહી ગઇ.
તમને ખ્યાલ જ હશે કે, બિલ ગેટ્સે માઇક્રોસોફ્ટમાંથી વિદાય લીધી એટલે બહુ તમાશો કરીને ગયો. તો આપણને કેટલા ટકા? માઇક્રોસોફ્ટની ઇવિલ મોનોપોલિસ્ટીક પોલિસીઓ તો ચાલુ જ રહેવાની છે. એ જ EULA વપરાશકારોને માથે પડવાનું છે અને પાયરસીનો ડર બતાવીને માઇક્રોસોફ્ટ પૈસા બનાવતું રહેશે (હા, ખરી વાત છે કે એપલ કંપની, માઇક્રોસોફ્ટની સાવકી બહેન જ છે -- પણ હાર્ડવેરમાં તો એ કંઇક સારું બનાવે છે!).
હા, તમે જો લિનક્સ ન વાપરી શકો તો, તમે માઇક્રોસોફ્ટનાં ગંદા-ગોબરાં સોફ્ટવેર્સની સામે નીચેનાં ફ્રી સોફ્ટવેર વાપરી શકો છો:
સોફ્ટવેર ----------> ફ્રી સોફ્ટવેર
ઇન્ટરનેટ એક્સપ્લોરર            મોઝિલા ફાયરફોક્સ - બ્રાઉઝર, પરિચય આપવાની જરૂર નથી. (ના, ઓપેરા કે સફારી ફ્રી સોફ્ટવેર્સ નથી!!)
આઉટલુક એક્સપ્રેસ              મોઝિલા થન્ડરબર્ડ - ઇમેલ ક્લાયન્ટ.
વિઝ્યુઅલ સ્ટુડિઓ              ઇક્લિપ્સ, નેટબીન્સ વગેરે
કોઇ કેલેન્ડર સોફ્ટવેર            મોઝિલા સનબર્ડ
વિન્ડોઝ મેસેન્જર                પીડગીન, એડિયમ વગેરે
વિન્ડોઝ મીડીઆ પ્લેયર          VLC બધા પ્લેયરનાં પપ્પા!
અને હા, વાંચો, રીચાર્ડ સ્ટોલમેનનો લેખ ગેટ્સની વિદાય પર.
* ત્રણ વર્ષની મહેનત (અને દોડાદોડી..) પછી આખરે ગુજરાતી ભાષાનાં સાધનો અને સોફ્ટવેર ધરાવતી સીડી, CDAC અને Govt. of India નાં સહયોગથી ગઇકાલે બહાર પાડવામાં આવી. વધુ માહિતી તમને અશોક કરાણિયાનાં બ્લોગ પર મળશે.
આનંદની વાત છે કે ફોન્ટ્સ, ગુજરાતીલેક્સિકોન.કોમની ડિક્શનેરી, સ્પેલચેકરની સાથે ટક્સપેઇન્ટ અને દ્રુપલ જેવાં ફ્રી અને ઓપનસોર્સ સોફ્ટવેરનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સીડીમાં બીજાં ઘણાં સોફ્ટવેર્સનો સમાવેશ થાય છે.
અને હા, આ સીડી તમે મફત મેળવી શકશો! માત્ર  www.ildc.in અથવા www.ildc.gov.in પર જઇ તમારો ઓર્ડર નોંધાવો. પોસ્ટેજ પણ ફ્રી છે :P
* ૩ તારીખે રાતની ફ્લાઇટમાં અહીં આવ્યો.  ૪ થી ૯ સુધી અહીં જ છું - ફોસ.ઇન. કોન્ફરન્સમાં. પ્રથમ બે દિવસ પ્રોજેક્ટ ડે હતા. અને હવે મેઇન કોન્ફરન્સ ચાલી રહી છે. મારી ત્રણ ટોક અને એક વર્કશોપ સારી ગઇ, થોડી લેપટોપ અને પ્રોજેક્ટરની ગરબડ સિવાય.
* શું તમે ફ્રી અને ઓપનસોર્સમાં રસ ધરાવો છો? માઇક્રોસોફ્ટની મોનોપોલીથી અને બંધનોથી છુટકારો મેળવવા માંગો છો? તો આ કોન્ફરન્સ તમારા માટે છે.
* આઇ.આર.સી. નીકનેમ અને ચહેરાઓને મેળવવાની મજા કંઇ અલગ જ છે..
* થોડા દિવસ પહેલાં, ફોસ.ઇન કોન્ફરન્સ માટેનાં પોસ્ટર પ્રકાશિત કરવામાં આવ્યા. મને ખબર નહોતી કે મારો ફોટો પણ આ રીતે મૂકાશે :P
જીવનમાં ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ બહુ જરૂરી ચીજ છે. માતા-પિતાનો બાળક પર, પતિનો પત્નિ અને પત્નિનો પતિ પર, બોસનો કર્મચારીઓ પર અને પ્રજાનો સરકાર પર. વિશ્વાસે વહાણ ચાલે છે અને વિશ્વાસે દુનિયા ચાલે છે. ડેબિયન લિનક્સ પણ આમાંથી બાકાત નથી. અજાણ્યા માણસ જે દુનિયાનાં બીજા છેડે સોફ્ટવેર બનાવે છે - તેનું સોફ્ટવેર કોઇ વાયરસ હશે કે કેમ એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. આ સમસ્યાનો ઉકેલ આવે છે - વેબ ઓફ ટ્રસ્ટ થી.
ચાલો તે સમજીએ...
1. જીપીજી નામનું એક સોફ્ટવેર છે. તેનાથી તમે એક કી (નંબર) બનાવો છો. આ કી નાં બે ભાગ છે. પબ્લિક અને પ્રાઇવેટ. પ્રાઇવેટ ભાગ માત્ર તમને જ ખબર છે અને તે તમારા કોમ્પ્યુટરમાં પાસવર્ડથી સંગ્રહાયેલ રહે છે.
2. તમારો પબ્લિક ભાગ તમે બીજાને આપો છો. દા.ત. મારી જીપીજી પબ્લિક કી અહીં જોવા મળશે.
3. પબ્લિક ભાગ તમે જેના પર ટ્રસ્ટ કરતા હોય તે પોતાની પબ્લિક કી માં ઉમેરશે. (સાઇન કરશે..)
4. હવે તમે કોઇ મેઇલ મોકલશો તો, તે તમારી કી વડે સાઇન (સહી) કરેલ હશે. તમારૂ સોફ્ટવેર પણ આ રીતે સાઇન કરી શકાય.
5. સામેવાળો ચેક કરશે કે આ કી મારા ટ્રસ્ટમાં છે કે નહી. અને મેઇલ, સોફ્ટવેર વાપરશે. જેટલા માણસો તમારો ટ્રસ્ટ કરે છે, તમને ઓળખે છે તે તમારી કી સાઇન કરશે. આ રીતે વેબ ઓફ ટ્રસ્ટ રચાશે.
ડેબિયન ડેવલોપર બનવા માટે તમારી કી ઓછામાં ઓછા એક હાલનાં ડેબિયન ડેવલોપર વડે સાઇન કરેલી હોવી જોઇએ.
આનંદની વાત છે કે જલધર વ્યાસ (અમેરિકાવાસી ભારતીય) એક માત્ર ગુજરાતી ડેબિયન ડેવલોપર છે. ભારતમાં માત્ર 3 જણાં જ છે..
થોડી કડીઓ..
1. http://www.rubin.ch/pgp/weboftrust.en.html - વેબ ઓફ ટ્રસ્ટ ઉદાહરણ
2.  http://www.cryptnet.net/fdp/crypto/gpg-party.html - કી સાઇનિંગ પાર્ટી !