આપના મગજ માટે થોડા રસપ્રદ સવાલો
શું મન મગજની અંદર છે કે પછી મગજ મનની અંદર?
શું તમે વિચારોને વિચારો છો કે તમારું મગજ સ્વતંત્ર      રીતે વિચારોને ઉત્પન્ન કરે છે? કે પછી વિચારો મગજની બહાર ક્યાંક બીજે જન્મ પામે      છે?
જો આપ એમ માનતા હો કે તમારા વિચારોને તમે વિચારો છો તો      પછી તમે એમને ચાહો ત્યારે અને જેટલો સમય ઇચ્છો એટલો સમય માટે બંધ કરી શકવા      શક્તિમાન હોવા જોઇએ. શું તમે વિચારોને રોકી શકો છો?
શું તમે એ વિચારી શકો છો કે તમે જે વિચારો વિચારી      રહ્યા છો એ તમે નથી વિચારતા એવું કોણ વિચારી રહ્યું છે?
તમે એક મિનિટમાં કેટલા વિચારો વિચારો છો એ ગણીને કહો.
તમે એક ક્ષણે એકીસાથે કેટલા વિચારો વિચારી શકો છો?
શું તમે એ વિચારી શકો છો કે તમારો હવે પછીનો વિચાર શું      હશે?
તમે બે વિચારોની વચ્ચે કેટલો સમય વિચારરહિત રહી શકો છો?      શું તમે આ સમયગાળો શોધી શકો છો? શું તમે આ સમયગાળો વધારી શકો છો?
જ્યારે હું ભૂતકાળ વિશે વિચારું છું, તો હું ભૂતકાળમાં      સરકી જાઉં છું. જ્યારે હું ભવિષ્ય વિશે વિચારું છું, તો હું ભવિષ્યમાં સરકી      જાઉં છું. જો હું વિચારીશ નહીં તો હું સદાકાળ વર્તમાનમાં રહી શકીશ! શું      વર્તમાન વિશે તમે કંઇ વિચારી શકો છો?
હું મારી અંદર રહેલા હંમેશાં વિચારો કરનાર મનને સાક્ષી      ભાવે જોઇ શકું છું. પણ હું મનને જોઇ રહેલાં એ સાક્ષીને કઇ રીતે જોઉં?
પહેલું કોણ, એ મગજ કે જેણે પ્રથમ વિચારને જન્મ આપ્યો      કે એ વિચાર કે જેણે પ્રથમ વિચારી શકવા સમર્થ મગજને જન્મ આપ્યો?
શું તમે એવું કાંઇક વિચારી શકો છો જે પહેલાં કદી કોઇએ      વિચાર્યું ન હોય?
શું તમે અહીં આપેલા શબ્દોને મનમાં કોઇ પણ પ્રકારનો      વિચાર, પ્રતિમા કે યાદ લાવ્યા વિના વાંચી શકો છો?  દેડકો   આગ   રામ   કાતર
તમારી આંખો બંધ રાખીને વિચારોમાં ગુંચવાયા વિના શું      તમે વિચારોને સાક્ષીભાવે નિહાળી શકો છો?
આ બધાં વિચારો કઇ જગ્યાએ માહિતી સાચવતા હશે? એક હાથી      વિશે વિચારો. એ તમારા મનમાં કઇ જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે?
ક્યારેક આપણે વિચારીએ છીએ કે આપણે આમ કરવું જોઇએ અને      બીજી જ ક્ષણે વિચારીએ છીએ કે આપણે એ ન કરવું જોઇએ. તો શું તમારી અંદર તમારી      સાથે વિચારનાર અન્ય પણ કોઇ છે?
"હું કોણ છું?" આ પ્રશ્ન પર વિચાર કરતા જવાબ એમાં જ સમાયેલો જણાય છે. આ સવાલમાં જ એક સનાતન સત્ય "હું.. છું" છુપાયેલું છે. અહિં પ્રશ્નકર્તા સ્વયં પોતાના અસ્તિત્વ વિશે પૂર્ણપણે સભાન છે. સવાલ 'ઓળખ'નો છે, 'અસ્તિત્વ'નો નહિ. પણ 'હું કોણ છું' આ પ્રશ્ન એ જાણે કે બીજાને પૂછી રહ્યો છે. જાણે કે પ્રશ્નકર્તા માને છે કે તેના સિવાય કોઇક 'અન્ય' છે જે કદાચ એને પોતા કરતાં વધુ સારી રીતે જાણે છે! પણ શું કદી કોઇ 'અન્ય' આપણને આપણાં કરતાં વધુ સારી રીતે ઓળખી શકે?
જો આપણે સ્વ્યંના શરીરને જોવું હોય, તો એક જ માર્ગ છે. આપણે આપણું પ્રતિબિંબ જોવું પડશે. દુનિયાની કોઇ પણ વ્યક્તિની મદદ લઇ લો. વધુમાં વધુ એ આપણને એક અરીસો ધરી શકશે કે જેમાં આપણે સ્વયંને જોઇ શકીએ.
"હું કોણ છું" પ્રશ્ન પર ઊંડાણથી વિચારતા જણાશે કે આ પ્રશ્નના સાક્ષી પણ આપણે સ્વયં જ છીએ. જાણે કે સ્વયંનો એક નાનકડો ભાગ સંપૂર્ણ સ્વયંને પૂછી રહ્યો હોય. જેમ કે સાગરના જળનું એક ટીપું સાગરને પ્રશ્ન કરી બેસે 'હું કોણ છું?'. આ એક ટીપું પોતાની ઓળખની શોધમાં વરાળ બની સાગરથી છૂટું પડી મુશ્કેલ યાત્રા પર નીકળી પડે છે. આખરે વરસાદનું ટીપું બની પર્વત પરથી પથ્થરો સાથે અફળાતું અફળાતું છેલ્લે જ્યારે ફરી સાગરની પાસે પહોંચે છે, ત્યારે એને પોતાની ખરી 'ઓળખ' યાદ આવે છે અને 'હું સાગર છું' નો પોકાર કરી આનંદમાં ઝુમતું ઝુમતું સાગરમાં વિલીન થઇ જાય છે. કદાચ સાગર પોતાની ભવ્યતા, વિશાળતા સ્વયં કદી નહિ ઓળખી શકત. પણ એના જ એક ટીપાં થકી સાગર પણ સ્વયંની ભવ્યતાને ઓળખી શક્યો. આ સંગમથી સાગર પણ એટલો જ આનંદ મેળવે છે, જેટલું કે એ ટીપું.
શું આપણે પણ આ સાગરના એક ટીપાંની જેમ સ્વયંમાં છુપાયેલા મહાન સાગર (આત્મા) ને આ સવાલ પૂછી રહ્યા છીએ? શું આ જીવન-મરણની કઠીન યાત્રા આખરે એ સાગરને ઓળખી એમાં ભળી જવા માટે છે?
એક યોગી (ટીપું) જ્યારે આત્મજ્ઞાન (સ્વયંની ઓળખ) મેળવે છે, ત્યારે એ પણ પેલા સાગરના ટીપાંની જેમ 'અહમ્ બ્રહ્માસ્મિ' (હું સાગર છું) પોકારતો આનંદના મહાસાગર (આત્મા) માં ભળી જાય છે. હું સાગરથી અલગ છું એ માત્ર ટીપાંની અજ્ઞાનતા છે. ચાલો, 'હું કોણ છું' આ પ્રશ્ન પર ઊંડાણથી વિચાર કરી સત્યની ખોજનો પ્રારંભ કરીએ.
આપણે આપણા જીવનમાં 'ઇશ્વર બધે જ છે' વાક્ય કેટલી વાર સાંભળ્યું છે? અને આપણે આ સનાતન સત્ય વિશે જીવનમાં ખરેખર કેટલી વાર વિચાર્યું છે? ઇશ્વર બધે જ છે - બધે એટલે કોઇ વિશિષ્ટ જગ્યા પર નહિ - બધે જ! જો આપણે ખરેખર આ સરળ વિધાનને સમજી લઇએ તો, એમાં આપણા આખા જીવનને બદલવાની ક્ષમતા છે. આ સરળ સનાતન સત્ય આ ગ્રહ પર ચાલનારા લગભગ દરેક મહાત્મા દ્વારા કહેવામાં આવ્યું છે અને પૃથ્વી પરના બધા જ ધર્મોમાં એનો ઉલ્લેખ છે.
જો ઇશ્વરે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન 'શૂન્યાવકાશ'માંથી કર્યું હોય, તો સૃષ્ટિમાં જે કંઇ પણ અસ્તિત્વમાં છે 'એ બધું જ' ઇશ્વરમાં જ છે! હવા, પથ્થર, વૃક્ષ, પશુ, પક્ષી કે માનવ, ઇશ્વર બધે જ વિદ્યમાન છે. આથી આપણે ઇશ્વરને 'જે છે એ બધું જ' અથવા 'અસ્તિત્વ' તરીકે પણ સંબોધી શકીએ છીએ.
ઇશ્વર સંપૂર્ણ ભૌતિક જગતમાં છે તેમજ બીજ બધા 'અપાર્થિવ' વિશ્વોમાં પણ છે! ઇશ્વર મંદિરમાં પણ છે અને મંદિરની બહાર, આપણા શયનખંડમાં, આપણા બાથરૂમમાં, કચરાપેટીમાં અને આપણા બધા વિચારોમાં (ખરાબ વિચારો સહિત) પણ છે! જો આપણે એમ જ માનીએ કે ઇશ્વર માત્ર 'સારી' વસ્તુઓ અને માત્ર 'સારી' જગ્યાઓમાં જ છે, તો આપણે આપણા ધર્મ અને માન્યતાઓના પાયાનું જ ખંડન કરીશું. એ 'ખરાબ વસ્તુઓ', 'ખરાબ લોકો' અને 'ખરાબ જગ્યાઓ'નું સર્જન કોણે કર્યું અને એમને કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વરની મરજી વિના કાંઇ ન થઇ શકે, તો આટલી બધી 'ખરાબ' ઘટનાઓ કેવી રીતે ઘટી શકે?
ચાલો આ સનાતન સત્ય પર જરા વધુ મનન કરીએ. ઇશ્વર બધે જ છે; એટલે કે ભારત, અમેરિકા, ચીન, જાપાન, પાકિસ્તાન કે આપણા સૌર મંડળની બહારનો ગ્રહ, આ બધે જ ઠેકાણે માત્ર એક જ ઇશ્વર સંભવી શકે છે! મંદિર, મસ્જિદ, ચર્ચ કે અન્ય કોઇ પણ સ્થળ - બધે જ એક જ ઇશ્વર હયાત છે! જો તમે એમ કહો કે મારો ભગવાન અને તારો ભગવાન અલગ છે - તો શું તમારું કહેવું એમ છે કે આ સમગ્ર સૃષ્ટિ આટલી સરસ રીતે અલગ અલગ ભગવાનોના બનેલા એક જૂથ દ્વારા ચલાવવામાં આવી રહી છે? કયા ભગવાનની કઇ હદ છે? અને જો ખરેખર આટલા બધા ભગવાન હોય તો જગતમાં અરાજકતા કેમ નથી? મૂર્તિની અંદર કે બહાર, મંદિરની અંદર કે બહાર , તમારી અંદર કે બહાર - સમગ્ર સૃષ્ટિમાં એક  જ ઇશ્વરનો વાસ છે!
જો આપણે કહીએ કે ઇશ્વર 'અહીં' છે તો 'ત્યાં' શું છે? જગતનો 'એ' ભાગ કોણ ચલાવી રહ્યું છે? જો ઇશ્વર માત્ર મંદિરમાં જ હોય, તો મંદિરની બહારના આ જટિલ વિશ્વનું નિયંત્રણ કોણ કરી રહ્યું છે? કરોડો વર્ષોનાં માનવના ઇતિહાસમાં શું એવું કોઇ સ્થળ બાકી હોઇ શકે કે જેણે હિંસા, અત્યાચાર, વ્યભિચાર, નફરત કે અન્ય 'ખરાબ' ઘટનાઓ ન જોઇ હોય? આપણે કોઇ સ્થળને 'પવિત્ર' અને કોઇ સ્થળને 'અપવિત્ર' કઇ રીતે કહી શકીએ જો 'જે કંઇ છે' એ ઇશ્વર જ છે? એક પથ્થર પર છીણી અને હથોડા મારીને એક ખાસ આકાર મેળવ્યા બાદ એ જ પથ્થરની પૂજા કરવામાં આવે છે! પણ એ ખાસ આકાર પહેલાં એ પથ્થરમાં શું હતું?
આપણે ઇશ્વરને માત્ર 'ક્યાંક' અને માત્ર કોઇ 'ખાસ આકાર' કે માત્ર કોઇ 'વિશિષ્ટ નામ'માં જોઇને માત્ર આપણી જાતને છેતરી રહ્યા છીએ અને એ એક જ શક્તિના વિવિધ રૂપો માટે એકબીજાને મારી નાખવા ને બાળી નાખવા તૈયાર થઇ જઇએ છીએ! આપણે આટલા સાદા સનાતન સત્ય 'ઇશ્વર બધે જ છે' નો ખરો અર્થ ક્યારે સમજીશું? આપણે આપણા ખરા ધર્મને ક્યારે અનુસરીશું?
જો આપણે બધે જ એક જ ઇશ્વરને જોવા લાગીએ - બધા જ માનવીઓમાં (આપણા દુશ્મનો, 'અન્ય ધર્મ'ના લોકો અને આપણે જેને નફરત કરીએ છીએ એ બધા સહિત), બધા જ પ્રાણીઓમાં (માત્ર પવિત્ર પ્રાણીઓમાં જ નહિ), બધી જ વનસ્પતિઓમાં (માત્ર પવિત્ર વનસ્પતિ જ નહિ), આપણા બધા જ વિચારોમાં અને આપણા બધા જ કાર્યોમાં; તો શું થશે? શું આપણે હમણાં જ 'બધે જ' ઇશ્વરને જોવાનું શરૂ કરી શકીએ છીએ?
અમિત પરીખ
આઝાદ બનવું એટલે ક્ષણમાં જીવવું.
પણ આ ક્ષણમાં જીવવું એટલે શું?
આપણે જન્મથી મૃત્યુ સુધી જીવીએ તો છીએ જ ને! કેટલી બધી ક્ષણો! પણ આમાંની કેટલી આનંદ અને ચૈતન્યથી ભરેલી હોય છે?    મોટા ભાગના લોકો  પાસેથી  જવાબ મળશે - ' બહુ જ થોડી ' .  કંઇક મનવાંછીત મળી ગયું અને આનંદ થયો. પણ બીજી જ ક્ષણે તે રહેશે કે તેમ તેની ચીંતામાં તે આનંદ ગાયબ. વળી આપણા પાડોશી કે મીત્રને આપણાથી વધારે સારી ચીજ મળી તેની વ્યથા. એટલે આપણા મોટા ભાગના આનંદો બહુ જ ક્ષણીક હોય છે. આ જ જીવનની સામાન્ય રીત છે. આ જ આપણી નીયતી છે.
કે પછી બીજી કોઈ રીત હોઈ શકે?
હા ! હોઈ શકે.
જીવનમાં શું મળ્યું કે શું ગુમાવ્યું; શું સુખ કે દુઃખ પ્રાપ્ત થયું તે બધું ઘણી બાબતો પર આધાર રાખે છે, અને કદાચ આપણું તેની ઉપર કોઈ નીયમન નથી. પણ તેને આપણે કયા અભીગમથી જોઇએ છીએ; તેના પર આ ક્ષણના સુખનો આધાર છે.
કબુલ..... આપણે સંકલ્પ કરીએ કે આપણે આ ક્ષણથી જ પ્રત્યેક ક્ષણને માણવાનું શરુ કરી દઈશું!
પણ આ શક્ય છે?
ના નથી ! મારે માટે પણ નહીં અને કોઈને માટે પણ નહીં ! એ તો ખાલી વાતોનાં વડાં જ થયા.
ભલે, પ્રત્યેક ક્ષણ આપણે આ રીતે જીવવા સમર્થ નથી, પણ આપણા ફાળે આવેલી આટલી બધી ક્ષણોમાંથી દરરોજ થોડીક આપણા પોતાના માટે ફાળવીએ તો? થોડીક જ ક્ષણો. પણ દરરોજ,  સાતત્યથી; અને માત્ર આપણા પોતાના માટે જ.  એ ક્ષણમાં કોઇ આર્થીક, સામાજીક, રાજકીય, કૌટુમ્બીક - કોઇ પણ જાતનો -  લાભ આપણને થવાનો ન હોય તેવી નાની પ્રવૃત્તી કરવાની -  બાળક સાથે રમીએ;   વાસણ માંજવામાં થોડી મદદ કરીએ; કોઇ ચીત્ર દોરીએ; કવીતા લખીએ; ભજન, સ્તુતી, જાપ કે ધ્યાન કરવાં હોય તો તેમ પણ કરીએ -  આપણી ચીત્તવૃત્તીને જે અનુકુળ આવે તેમ કરીએ.
યાદ એ રહે કે, આમાં ક્યાંય, થોડોક પણ જશ ખાટવાની,  લાભ મેળવવાની,  પરલોક સુધારવાની કે મોક્ષની ચાહના ન હોવી જોઈએ. કેવળ જીવવાનો નીર્બેળ આનંદ જ હોવો જોઈએ.
અને લખી રાખો સામેની દીવાલ પર - કે એક નવા જ આહ્ લાદની લહેરખી ક્યાંકથી ફરી વળશે. અંતરમાં બેઠેલી આપણી જાતને, આપણા હોવાપણાના મુળ તત્વને - આપણા પરમ સખાને - આ ગમવા માંડશે.
અને બીજા દીવસે એમ થશે કે, 'આજે એ ક્ષણ વધારું.'  કદાચ ત્યારે કાંઇક બીજું જ કરવાનું મન થશે. તો તેમ કરીએ. પ્રાર્થના કરવાનો મુડ નથી તો તે ન કરીએ.  ભમરડો ફેરવવાનું મન થયું છે તો ભમરડો ફેરવીએ! પણ તે ક્ષણમાં આપણને જે ઉમળકો આવે તે કરીએ. આપણું મન તો ચંચળ છે ને?  બસ શરત માત્ર એટલી જ કે, તેમાં કોઇ જ અર્થ ન સરતો હોય, કોઇ લાભ ન હોય તેવી પ્રવૃત્તી જ કરવાની.   અને હા ! કોઈને નુકશાન કે મનદુખ ન થાય તેવી પણ ખરી જ તો! જો સચ્ચાઈથી આ મહાવરો પાડીશું તો આવી ક્ષણો - આપણા  પોતાની  આ ક્ષણો - દીન-બ-દીન વધતી જશે. પછી તો તે ક્ષણો બહુ વ્હાલી લાગવા માંડશે.
કારણકે, એ ક્ષણોમાં આપણે આપણી રીતે જીવનનો આનંદ માણવાની શરુઆત કરી દીધી છે. આપણા હોવાપણાની પોતાની આ ક્ષણો છે. આ જ તો સાચું જીવન છે.
આના  તીવ્રતમ પડઘા આપણા જીવનના બીજા ભાગોમાં નાટ્યાત્મક રીતે પડવા માંડશે. જેમ જેમ આપણા પોતાના માટેની આ શાળાના પીરીયડ વધતા જશે તેમ તેમ આપણે નવા અને આગળના ધોરણોમાં પ્રમોશન મેળવતા જઈશું. આપણો અભીગમ ધીમે ધીમે બદલાવા માંડશે. આપણા રોજીંદા જીવનના સંઘર્ષો તરફના આપણા પ્રત્યાઘાતોમાં, પ્રતીભાવોમાં એક પરીવર્તન આવતું જશે.
કો'ક અજીબોગરીબ શક્તી આપણા માનસમાં પરીવર્તનની  એક નવી  હવા; ચેતનાની, આનંદની એક નવી  લ્હેરખી ફેલાવવા માંડશે.
આવા સતત અભ્યાસથી એક એવો તબક્કો આવશે કે, આપણને પહેલાં જે તકલીફો મોટા ડુંગરા જેવી લાગતી હતી તે નાની ટેકરીઓ, અને પછી તો સાવ નાની કાંકરીઓ જેવી લાગવા માંડશે. કોઇનું વર્તન આપણી તરફ સારું ન હોય; તો તેનું બહુ માઠું આપણને કદાચ નહીં લાગે. કદાચ આપણી સાથેના સહકાર્યકરને પ્રમોશન મળે કે વધારે ઇન્ક્રીમેન્ટ  મળે તો આપણી ઉંઘ હરામ નહીં થઈ જાય!
આપણને પેલા 'જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલ' પક્ષી ની જેમ, વધારે  ઉંચે અને વધારે ઝડપથી અને ઉંચે ઉડવાની તાલાવેલી લાગશે.  માત્ર ઉડવા ખાતર ઉડવાનું. ઉડવાના અપ્રતીમ આનંદ ખાતર ઉડવાનું. પાગલ બનીને ઉડવાનું. એ પાગલપન આપણા સમગ્ર અસ્તીત્વને ઘેરી વળશે. શાણા, સુફીયાણા, ગણતરીબાજ, વ્યવહારકુશળ સદગૃહસ્થ  કે સન્નારીનું સ્થાન દરીયાકીનારે છીપલાં વીણતું એક બાળક લઈ લેશે. અને બધાંય ઉડ્ડયનો સાવ સરળ, આનંદમય બની રહેશે. ધ્યેયપ્રાપ્તીનું કોઈ તાણ જ નહીં; કેવળ રમવાનો આનંદ - કેવળ જીવવાનો આનંદ.
ધીરે ધીરે એ અકારી, દુખથી ભરેલી , બોજરુપ લાગતી ક્ષણોમાં પણ આપણે આનંદથી જીવવા માંડીશું. એક નવા 'હું' નો જન્મ થઈ ચુક્યો હશે. કે પછી ખરો 'હું' - આપણો પ્રીય સખા, આપણો સાજન  એક જેલમાંથી છુટી નીખરવા માંડશે. આ કોઇ નવું મહોરું નહીં હોય . આ તો આપણી જાત જ, આપણે જેવા છીએ તેવા જ, સાવ સ્વાભાવીક,
એક માણસ કહેવાય  તેવા માણસ
બની રહીશું.
આ સુફીયાણી સલાહ નથી. જીવનના અનુભવમાંથી  જાતે ડુબકી મારીને ચુંટી લીધેલું  મોતી છે.  એ સૌની સાથે વહેંચીને ' ગમતાંનો ગુલાલ'  કર્યાનો હરખ છે. અનુભવોના બણગાં ફૂંકીને કોઇ આપવડાઈ કરવાનો આ પ્રયત્ન નથી. પાંસઠ વર્ષનો આ બાળક તેને મળેલી સોગાત તમારી સાથે વહેંચીને તમારી સાથે રમવા માંગે છે.
ચાલો, મારી સાથે આ રમત રમવા તૈયાર છો ને? બહુ જ મજા આવશે...બસ મજા જ મજા ... પ્રત્યેક ક્ષણ જીવવાની મજા ... આઝાદ બનવાની મજા...
અને આ મજા માણવા ગાઈએ અને સાંભળીએ -  આ ગીત ...
ચાલતો રહેજે, ચાલતો રહેજે ...
સમ્પુર્ણ
બહુ જ સારા પ્રતીભાવો મળ્યા.ઉત્સાહ વધ્યો. આભાર !
પણ આ ક્ષણમાં જીવવું એટલે શું?
આપણે જન્મથી મૃત્યુ સુધી જીવીએ તો છીએ જ ને ! કેટલી બધી ક્ષણો! પણ આમાંની કેટલી આનંદ અને ચૈતન્યથી ભરેલી હોય છે?    મોટા ભાગના લોકો પાસેથી  જવાબ મળશે - ' બહુ જ થોડી ' .  કંઇક મનવાંછીત મળી ગયું અને આનંદ થયો. પણ બીજી જ ક્ષણે તે રહેશે કે તેમ તેની ચીંતામાં તે આનંદ ગાયબ. વળી આપણા પાડોશી કે મીત્રને આપણાથી વધારે સારી ચીજ મળી તેની વ્યથા. એટલે આપણા મોટા ભાગના આનંદો બહુ જ ક્ષણીક હોય છે. આ જ જીવનની સામાન્ય રીત છે. આ જ આપણી નીયતી છે.
કે પછી બીજી કોઈ રીત હોઈ શકે?
હા ! હોઈ શકે.
જીવનમાં શું મળ્યું કે શું ગુમાવ્યું; શું સુખ કે દુઃખ પ્રાપ્ત થયું તે બધું ઘણી બાબતો પર આધાર રાખે છે, અને કદાચ આપણું તેની ઉપર કોઈ નીયમન નથી. પણ તેને આપણે કયા અભીગમથી જોઇએ છીએ; તેના પર આ ક્ષણના સુખનો આધાર છે. ( વધારે વીસ્તાર માટે 'બની આઝાદ ' શ્રેણી વાંચો   ભાગ :   -  1  -     ..........      ભાગ  :    -   6   -    )
કબુલ..... આપણે સંકલ્પ કરીએ કે આપણે આ ક્ષણથી જ પ્રત્યેક ક્ષણને માણવાનું શરુ કરી દઈશું !
પણ આ શક્ય છે?
ના નથી ! મારે માટે પણ નહીં અને કોઈને માટે પણ નહીં !
ભલે, પ્રત્યેક ક્ષણ આપણે આ રીતે જીવવા સમર્થ નથી, પણ આપણા ફાળે આવેલી આટલી બધી ક્ષણોમાંથી દરરોજ થોડીક આપણા પોતાના માટે ફાળવીએ તો? થોડીક જ ક્ષણો . પણ દરરોજ,  સાતત્યથી; અને માત્ર આપણા પોતાના માટે જ.  જેમાં કોઇ આર્થીક, સામાજીક , રાજકીય, કૌટુમ્બીક - કોઇ પણ જાતનો -  લાભ આપણને થવાનો ન હોય તેવી નાની પ્રવૃત્તી કરીને -  બાળક સાથે રમીને;   વાસણ માંજવામાં થોડી મદદ કરીને; કોઇ ચીત્ર દોરીને; કવીતા લખીને; ભજન, સ્તુતી, જાપ કે ધ્યાન કરવાં હોય તો તેમ કરીને - પણ  આપણી ચીત્તવૃત્તીને અનુકુળ આવે તેમ કરીને.
યાદ એ રહે કે, આમાં ક્યાંય, થોડોક પણ જશ ખાટવાની કે લાભ મેળવવાની ચાહના ન હોય. અને લખી રાખો- સામી દીવાલ પર- કે એક નવા જ આહ્ લાદની લહેરખી ક્યાંકથી ફરી વળશે. અંતરમાં બેઠેલી આપણી જાતને આ ગમવા માંડશે.
અને બીજા દીવસે એમ થશે કે, 'આજે એ ક્ષણ વધારું.'  કદાચ ત્યારે કાંઇક બીજું જ કરવાનું મન થશે. તો તેમ કરીએ. પ્રાર્થના કરવાનો મુડ નથી તો તે ન કરીએ.  ભમરડો ફેરવવાનું મન થયું છે તો ભમરડો ફેરવીએ! પણ તે ક્ષણમાં આપણને જે ઉમળકો આવે તે કરીએ. આપણું મન તો ચંચળ છે ને?  બસ શરત માત્ર એટલી જ કે, તેમાં કોઇ જ અર્થ ન સરતો હોય, કોઇ લાભ ન હોય તેવી પ્રવૃત્તી જ કરવાની.   અને હા ! કોઈને નુકશાન કે મનદુખ ન થાય તેવી પણ ખરી જ તો! જો સચ્ચાઈથી આ મહાવરો પાડીશું તો આવી ક્ષણો - આપણા  પોતાની  આ ક્ષણો - દીન-બ-દીન વધતી જશે. પછી તો તે ક્ષણો બહુ વ્હાલી લાગવા માંડશે.
કારણકે, એ ક્ષણોમાં આપણે આપણી રીતે જીવનનો આનંદ માણવાની શરુઆત કરી દીધી છે. આના  તીવ્રતમ પડઘા આપણા જીવનના બીજા ભાગોમાં નાટ્યાત્મક રીતે પડવા માંડશે. જેમ જેમ આપણા પોતાના માટેની આ શાળાના પીરીયડ વધતા જશે તેમ તેમ , આપણા રોજીંદા જીવનના સંઘર્ષો તરફના આપણા પ્રત્યાઘાતોમાં, પ્રતીભાવોમાં એક પરીવર્તન આવતું જશે. કોક અજીબો ગરીબ શક્તી આપણા માનસમાં પરીવર્તનની  એક નવી  હવા; ચેતનાની, આનંદની એક નવી  લ્હેરખી ફેલાવવા માંડશે.
આવા સતત અભ્યાસથી એક એવો તબક્કો આવશે કે, આપણને પહેલાં જે તકલીફો મોટા ડુંગરા જેવી લાગતી હતી તે નાની ટેકરીઓ, અને પછી તો સાવ નાની કાંકરીઓ જેવી લાગવા માંડશે. કોઇનું વર્તન આપણી તરફ સારું ન હોય તો તેનું બહુ માઠું આપણને કદાચ નહીં લાગે. કદાચ આપણી સાથેના સહકાર્યકરને પ્રમોશન મળે કે વધારે ઇન્ક્રીમેન્ટ  મળે તો આપણી ઉંઘ હરામ નહીં થઈ જાય ! આપણને પેલા 'જોનાથન લીવીન્ગ્સ્ટન સીગલ' પક્ષી ની જેમ વધારે  ઉંચે અને વધારે ઝડપથી ઉડવાની તાલાવેલી લાગશે.
ધીરે ધીરે એ અકારી, દુખથી ભરેલી , બોજરુપ લાગતી ક્ષણોમાં પણ આપણે આનંદથી જીવવા માંડીશું. એક નવા 'હું' નો જન્મ થઈ ચુક્યો હશે. કે પછી ખરો 'હું' - આપણો પ્રીય સખા, આપણો સાજન  એક જેલમાંથી છુટી નીખરવા માંડશે. આ કોઇ નવું મહોરું નહીં હોય . આ તો આપણી જાત જ, આપણે જેવા છીએ તેવા જ, સાવ સ્વાભાવીક, એક માણસ કહેવાય  તેવો માણસ હશે.
આ સુફીયાણી સલાહ નથી. જીવનમાંથી જડેલું મોતી છે.  એ સૌની સાથે વહેંચીને ' ગમતાંનો ગુલાલ'  કર્યાનો મને આનંદ છે. મારા અનુભવોના બણગાં ફૂંકીને કોઇ આપવડાઈ કરવાનો આ પ્રયત્ન નથી. ચોસઠ વર્ષનો આ બાળક તેને મળેલી સોગાત તમારી સાથે વહેંચીને તમારી સાથે રમવા માંગે છે.
ચાલો, મારી સાથે આ રમત રમવા તૈયાર છો ને? બહુ જ મજા આવશે...બસ મજા જ મજા ... પ્રત્યેક ક્ષણ જીવવાની મજા ...
"  આ ક્ષણમાં શક્તિશાળી બનીને જીવો. "
મારા ઇમેલની સાથે મોકલાતો મારો આ જીવનમંત્ર ઘણાને ગમ્યો છે. મને ઘણા બધા સંદેશા મળે છે કે, આવું ઘણું બધું અને વારંવાર લખો. દુનિયાના ખૂણે ખાંચરે  ગુજરાતી લોકોને આ પ્રવૃત્તિ જચી છે. માટે જ મારા જન્મ દિન પર મને મળેલા અભૂતપૂર્વ સંદેશાઓથી મારા મનમાં ઊઠેલું તોફાન, શાંત થઇ જાય અને વિસરાઇ જાય તે મારે નથી થવા દેવું.
માટે આજના દિવસે હું સંકલ્પ કરું છું કે મારા મનમાં જ્યારે કોઇ ઊભરો આવે, ત્યારે તરત જ તે મારા કોમ્પ્યુટરના કી પેડ પર ઠલવાઇ જશે. જેથી તે ઊભરો મારા પૂરતો જ મર્યાદિત ન રહે , પણ બધા વાચકો સાથે હું તે વહેંચું. અહીં જાતજાતના વિષયો પરના મારા વિચારો આવશે. કદાચ અત્યાર સુધી જે રાહ પકડાઇ છે તેનાથી સાવ જૂદો જ વિષય  પણ આવી જાય.
માત્ર એ જ વાત સામાન્ય રહેશે કે, તે મારા અંતરમાં પ્રગટેલો મારી પોતાની જાત સાથેનો સંવાદ હશે.
જો તમને આ સંકલ્પ ગમ્યો હોય અને મને પ્રતિભાવ આપશો, તો આનંદ થશે, મારો આ વહેંચવાનો ઉત્સાહ અનેકગુણિત થશે.
અને ન ગમ્યો હોય તો પણ જણાવશો, જેથી હું મારી કલ્પનાના પ્રદેશના વિહારની વ્યર્થ  અભિવ્યક્તિ કરતાં અટકું.
અત્યારે મને
પામર જીવડાંની ઇર્ષા થાય છે.
સાલું,
આ જીવડું ઉડીને
ઘરે તો જઇ શકે છે.
* મારો એક મિત્ર આ વાક્ય બહુ બોલે છે જ્યારે, કોઇ ખોટી ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરે ત્યારે. આજકાલ લોકોને આવી બહુ આદત પડી છે અને સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં તો ચારેબાજુ જશુભાઇ છવાયેલ છે.
* ગુજરાત સમાચારની બુધવારની શતદલ પૂર્તિ ની એક કોલમ માંથી.
"ખિસ્સાની નિર્ધનતા વિચારોની નિર્ધનતા માટે સીધી જવાબદાર છે.."
સંમત છો?
અને છેલ્લાં રવિવારનો એક લેખ વાંચો.
* સ્પેકટ્રોમીટર કોલમમાંથી,
Good speech should be like women's skirt. Long enough to hide the subject, short enough to arouse the interest! (ઉત્તમ વકતવ્ય સ્ત્રીના સ્કર્ટ જેવું હોવું જોઈએ!.. ઢાંકે તેટલું લાંબું ને, રસ જગાડે એટલું ટૂંકું!)