( મારાં બધાં લખાણોમાં મને સૌથી વધુ ગમતી આ સળંગ પ્રોફેસર શ્રેણીનો આજે ૧૫મો હપ્તો લાંબા સમય બાદ હાથ ધર્યો છે. વાચકો જોઈ શક્યાં હશે કે આ બધાં જ પાત્રોમાંનાં કોઈનું પણ નામ આ ૧૫ હપ્તા દરમીયાન આમાં ક્યાંય પણ લેવામાં આવ્યું નથી !! આટલાં બધાં આ પાત્રો નામ વીના જ ચાલી રહ્યાં છે ને ચાલતાં જ રહેશે.....સૌની શુભચ્છાઓની આશા સાથે ! )
અથશ્રી પ્રોફેસરકથાયાં પંચદશોધ્યાય !                                      –જુગલકીશોર.
પ્રોફેસર પત્નીએ જોયું કે મારા દવાખાનાનીવાસમાંય કંપની આપવા પ્રોફેસર પહોંચી ગયા છે ત્યારે એમના મનમાં એક સાથે અનેક ભાવો ઉભરાયા. સૌથી પહેલો ભાવ તો એમને સ્ત્રી સહજ પ્રોફેસરના સ્વાસ્થ્ય અંગે જ આવ્યો.
જીવનની ઝીણામાં ઝીણી બાબતની કાળજી રાખનારા પ્રોફેસર પોતાના ઘરમાં જ લપસી પડે, અને તે પણ હોસ્પીટલે દાખલ થવું પડે એટલી હદે, ત્યારે તો દુઃખ થવું એકદમ સ્વાભાવીક જ હતું. હું અહીં દવાખાને આવી ત્યારે એમને આમ થયુંને ? હું હોઉં તો એમને સાવ આમ તો ન જ થાય...એ જ વીચારમાંથી એમને વહુઓનોય વાંક જડી આવ્યો ! નાની ભલે કામેકાજે ચીવટવાળી છે. પણ હડફડ હડફડ કરતી ઘરમાં જલદી કામ પતાવી દેવાના ધખારામાં એણે જ પાણી વધુ પડતું ઢોળી નાખ્યું હશે !
પણ મોટીય કાંઈ ઓછી તો નથી જ. એ એક તો કામની આળસુ. ઉપરથી બીજાને કામે વળગાડીને વાતોમાં પડી જવાનો એનો શોખ ઘરમાં કેટલા પ્રશ્નો ઉભા કરી દે છે, એ કોણ નથી જાણતું ! મારી ગેરહાજરીમાં એણે એ મોટી વહુ છે તેથી વધુ ધ્યાન ન આપવું જોઈએ ? આ વખતે અહીંથી છુટીને મારે આ બધાંને એક પછી એક હાથ પર લઈને ખખડાવવાં જ પડશે....
વળી વીચાર બદલ્યો, ને એમને થયું કે માસ્તર પણ ખરા છે ! આ ઉંમરે એમને હાલતાંય નો આવડે એ કેવું કહેવાય ! હાથમાં ચોપડા લઈને ભાગ્યા હશે, કામવાળીને અડચણ ન પડે એટલે ! કામવાળી કચરા–પોતાં કરી લે એટલી ઘડી લખવા કારવવાનું બંધ રાખે તો કયું મોટું નુકસાન થઈ પડવાનું હતું ? પણ એય મુરતી ઓછી નથી...એમણે તે લગન મારી હાર્યે કર્યાં છે કે ચોપડાં હારે એ જ સમજાય નહીં ! ઈ ચોપડાંવને આખો દી‘ બાથમાં લઈને ઘર આખામાં આમથી તેમ દોડાદોડી કરતા જ હોય....!
વળી પાછું મન ફર્યું ને પ્રોફેસર પત્નીને થયું કે નાહકની હુંય બચાડા એ જીવને કોચું છું. એમને તો હું ગમે તેવું બધાંની વચમાં મશ્કરીમાં બોલું કે બધાની હાજરીમાં ખખડાવી નાખું તોય ક્યારેય ઉંચા અવાજે મને બોલ્યા નથી...ઉલટાનું, જો ને, આંય દવાખાનેય મને કંપની આપવા આવી પોગ્યા !! મારા વીના એમને જરાય નૉ ગમે એ તો ખરું જ હો ! આંય મારી વાંહે વાંહે કેવાઆવી ગયા ! (ઘડીભર તો એને એવો વીચારેય આવી ગયો કે માસ્તરે ખોટું ખોટું નાટક તો નહીં કર્યું હોય !! પણ એ વીચારને તો તરત જ રજા આપી દેવી પડી કારણ કે પ્રોફેસર કોઈ દીં ખોટું બોલીને પોતાના લાભમાં કાંઈ કરે એ વાત તો પ્રોફેસરપત્નીને ગળે જ ઉતરે નહીં.)
આમ જાતજાતના ઘોડા મનમાં ઘડીને નવરાં થયાં કે તરત જ એમને થયું કે હુંય તે કેવી છું ! એમની ખબરઅંતર પુછવાને બદલે હું તો કેવા કેવા વીચારોમાં પડી ગઈ ?! પરીણામ એ આવ્યું કે પ્રોફેસર પત્ની સીધા જ પ્રોફેસરના ખાટલે પહોંચીને એમનું માથું દબાવવા લાગી પડયાં...સૌ ઘડીક એકબીજાની સામે જોવા લાગ્યાં. વહુ તો મોંએ સાડલાનો છેડો દબાવીને હસવુંય ખાળી ન શકી. થોડી વાર પહેલાં જ સાસુએ એમને ચીબાવલી કહી હતી એ યાદ કરીને એણે સાસુને કહ્યુંય ખરું,
“બા, શું તમે ય તે ! મારા સસરા આવ્યા એટલે તમારી માંદગીને ય ભુલી ગયાં ! તમારે દવાનો બીજો ડોઝ લેવાનો બાકી છે હો ! ચાલો પહેલાં એ પી લ્યો.”
“તું તારે તારું કામ કર્ય, વહુ ! તારા સસરાનું ધ્યાન રાખવાનું ભુલી ગઈ એમાં તો એમને આંય આવવું પડયું !! હવે મારું ધ્યાન રાખવાને બદલે એમની કાળજી રાખવાનુ રાખો તો સારું. હું ઘરમાંથી એક અઠવાડીયું દવાખાને આવી એમાં તો ઘર કેવું ચીકણું લાખ જેવું કરી મુક્યું કે તારા સસરાનો પગ લપસ્યો ?!”
વચલીને આ ઠપકો મળ્યો ત્યારે વચલો પુત્ર હાજર હતો. એને થયું કે નક્કી હમણાં વચલીની આંખમાંથી સસ્તાં આંસુની ધાર ચાલુ થઈ જશે ! એટલે એણે તો સીધો નવો જ રસ્તો લીધો અને બાને કહીને બધાં માટે ફ્રુટ લેવાને બહાને  વહુને લઈને દવાખાનાની બહાર જ નીકળી ગયો....અમસ્તુંય હવે મોટી વહુનો આવવાનો સમય પણ થઈ જ ગયો હતો.
નાનો પુત્ર આ બધું જોતો–સાંભળતો ઉભો હતો. પપ્પાના આવતાંની સાથે જ આ બધા સંવાદો દવાખાને શોભે નહીં એમ વીચારીને એણે માતુશ્રીની સેવાના બહાને એમને ખાટલે સુવડાવ્યાં અને પીતાની પાસે જઇને એમને માટે પોતે લાવ્યો હતો તે પુસ્તકો સોંપ્યાં અને માતુશ્રી માટે ફેરવવાની માળા લાવ્યો હતો તે એમને સોંપીને કંઈક અંશે વાતાવરણને ગોઠવ્યું. બીજું કાંઈ પણ બને એ પહેલાં તો પ્રોફેસરના મીત્ર અને આ દવાખાનાના માલીક ડૉક્ટર પણ આવી જતાં વાતાવરણ કે જે ‘ઘર જેવું’ બની ગયું હતું તે દવાખાના જેવું બનવા માંડયું....!
ચાની લારીએ...
--જુગલકીશોર=========================
'આ પાંઉંના કેટલા પૈસા ?' વહેલી સવારે રોડ ઉપરની ચાની લારી પાસે આવીને એક વૃદ્ધે લારીવાળને પુછ્યું.
'આઠ રુપીયા.' જવાબ મળ્યો.
'આઠ રુપીયા ?' જવાબી વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચીહ્ન ઉમેરીને વૃદ્ધ ઘરાકે વાક્યનો સંદર્ભ લારીવાળાથી ખસેડીને ઘરાક સાથે જોડી આપ્યો.
'એ પાંઉં નથી; માખણ સાથે ખાવાનું બન છે.' લારીવાળાએ ધંધો સ્પષ્ટ કર્યો.
'આઠ રુપીયા !!'  વૃદ્ધે હવે વાક્યની પાછળ આશ્ચર્યચીહ્ન પણ ઉમેરીને ખીસ્સામાં રહેલા સીક્કાઓને મમળાવવાનું શરુ કર્યું.....મોંમાં એની જીભ પણ એ જ કાર્યમાં રત હતી. લેમન કલરની બનની ઢગલી જોઈને એની ભુખ પુરી જાગ્રત થઈ ચુકી હતી. પણ હાથનાં આંગળાંની આસપાસ ફરી રહેલા સીક્કાઓ એની ભુખને મારી નાખવા માટે તત્પર હતા...
આવી બન પહેલાંના વખતમાં મળતી નહોતી. પહેલાં તો પાંઉંનો ટુકડો મળતો. ચાના કપમાં દબાવીને ખાવાની લીજ્જત ઑર જ હતી. પણ પાંઉં પણ આવ્યા તે પહેલાં તો સાંજની રાખેલી ભાખરી ઉપર થીનું ઘી લગાડીને ચા સાથે લેવામાં આવતું...
બાળકો નાનાં હતાં. પોતાને વહેલાં જાગીને નોકરી માટે દોડાદોડ કરવાની રહેતી. પત્ની પ્રેમાળ હતી પણ એને વહેલાં જગાડીને તકલીફ આપવાનું ગમતું નહીં. પોતે જાતે જ પ્રાતઃકર્મો  પતાવીને ચા બનાવી લેતો. ફેક્ટરીમાં કન્સેશનલ ચાર્જમાં જમવાનું મળતું હોઈ કેન્ટીનમાં જમી લેવાનું બધી રીતે ફાયદાકારક હતું...ટીફીન બનાવવાની ઝંઝટ રહેતી નહીં;ટીફીનમાં શાકનો રસો ઢોળાવાની ચીંતા નહીં; દાળભાત જમવા મળતા હતા...અને સૌથી વીશેષ તો ફેક્ટરી તરફથી મળતું ભાણું બહુ સસ્તું પડતું હતું...
પરંતુ બપોરની રીસેસ વખતે જ એ મળતું હોઈ સવારે નાસ્તો કરવો બહુ જરુરી હતું. ત્યારથી વહેલાં ચા સાથે નાસ્તો કરવાની આદત પડવી શરુ થઈ ગઈ હતી.
નોકરીના હોદ્દામાં અને પગારમાં વધારો થતો ગયો તેમ તેમ સવારના નાસ્તાની વાનગીઓમાં પણ વીવીધતા આવતી ગઈ હતી.પત્નીને વહેલાં જાગવું ન પડે એ કારણસર રાતે સુતાં પહેલાં જ નાસ્તાની વ્યવસ્થા કરી લેતાં.નોકરીએ હાજર થવાની ઉતાવળમાં ચાની સાથે લેવામાં આવતી જુદીજુદી વાનગીઓનોય જમાનો હતો ! એને આરોગવામાં ઉતાવળ થતી એટલું જ, બાકી એ નાસ્તાની લીજ્જત દાઢમાં ભરાઈ રહેતી - છે..ક કેન્ટીનના ભોજન સુધી...!
પછી તો સવારનો નાસ્તો એક આદત બની રહ્યો. નાસ્તાના સ્વાદનું દાઢમાં ભરાઈ રહેવું એ જીવનભરનું ભરાઈ રહેવું બની ગયું હતું. સવાર પડી નથી ને જીભથી લાળનાં પાણી ટપકવાં લાગ્યાં નથી. સવારનો નાસ્તો બપોરની કેન્ટીનથાળીથી જ નહીં, સાંજના સૌની સાથે થતા વાળુ કરતાંય મીઠો લાગતો...સાચ્ચે જ ચાની સાથેનો સવારનો નાસ્તો એક વ્યસન બની ચુક્યો હતો..
પછી તો  છોકરાંઓની જેમ જ ખર્ચાય મોટા થતા ગયા. પગારનો વધારો એ ખર્ચાઓના વધારા સાથે હરીફાઈ કરતો ગયો. પરંતુ છોકરાંઓની ઉંમર, એમના નવા નવા શોખ, પ્રેમાળ પત્નીના લાડકોડથી છલકતો માતૃપ્રેમ વગેરે મળીને પગાર વધારાને છેક જ હરાવી દેતા થયા.
પછી તો કુલ માસીક પગારે હાર સ્વીકારી લીધી હતી..........
પ્રેમાળ પત્નીત્વ પણ લાડકોડથી છલકતા માતૃપ્રેમ પાસે હારતું ગયું. છોકરાંઓના નાસ્તા માટે વહેલાં જાગી ઉઠતું માતૃત્વ આધુનીક વાનગીઓ જેમ જેમ શીખીને બનાવતું ગયું તેમ તેમ પોતાના સવારના ચાની સાથેના નાસ્તાની આઈટેમો ઘટતી ગઈ. પગાર અને ખર્ચાઓ વચ્ચેની લડાઈ તો હતી જ - હવે તો લાડકોડથી છલકાતા માતૃત્વ અને પ્રેમાળ પત્નીત્વ વચ્ચેય ચકમક શરુ થઈ ચુકી હતી. પરીણામે જાતે ચા બનાવીને નાસ્તા સાથે પીવાનો ક્રમ ધીમે ધીમે બદલતો થયો.નાસ્તાની વાનગીઓમાં ઘટાડાનું પ્રમાણ એટલી હદે થયું કે એકલી ચા જ રહી; જીભેથી ઝરતી લાળને ગળા નીચે ઉતરવામાં ચા કંપની આપતી.
કેન્ટીનનું ભાણુંય પછી તો ઓછૂં પડતું હોય તેવો વહેમ શરુ થયો. પણ વધતી ઉંમરમાં પેટ જરા ઉણું રહે એ આરોગ્ય માટે સારું એવું ક્યાંક વાંચેલું કામમાં આવ્યું. કેન્ટીનની થાળીમાં જગ્યા વધુ જણાતી અને અદૃષ્ય કાલ્પનીક વાનગીઓ ત્યાં આવી આવીને બેસી જતી.
દીકરી પરણીને સાસરે ગઈ. ( કેવો સરસ જમણવાર આપ્યો હતો, અમે !) પુત્ર પણ પરણ્યો.(વેવાઈએ બત્રીસ પકવાન જમાડ્યાં હતાં. ડાયાબીટીસનીય બીક વગર એકબીજાને મોંમાં બટકાં આપ્યાં હતાં...)
ને છેવટે એ દીવસ પણ આવી પહોંચ્યો - નીવૃત્તીનો !
બચતની વાત તો સ્વપ્નનો જ વીષય હતો. વધેલી રકમ તો ચવાણું જ જોઈ લ્યો. વહેવાર-પ્રસંગોમાં એ પણ ચવાઈ ગઈ હતી. પુત્રને ઘેર રહેવા આવ્યાંનેય ખાસ્સો સમય થઈ ગયો. લાડકોડભર્યો માતૃપ્રેમ પણ દીવાલે ફોટામાં ચીટકી ગયો હતો. ફોટાને પહેરાવાયેલા હારનું ક્વચીત્ ઝુલવું ઘણુબધું ઝુલાવી મુકતું.....
આજે વહેલી સવારે રહેવાયું નહીં. લાળ ઘણા સમય પછી ઓચીતી જ ટપકવા લાગી હશે, શી ખબર; પણ ચાને હજી વાર હતી. પુત્રવધુને મોડા ઉઠવાની ટેવ અને પુત્રને જમીને જ નોકરીએ જવાનું હોઈ કોઈ ઉતાવળ ન હોય. ધીમે રહીને લાઈટ કરીને જોયું તો ટેબલ ઉપર થોડું પરચુરણ પડ્યું હતું. ગણવાની જરુર ન હતી. ચાની લારી પાસે ક્યારે  પગ ખેંચી ગયા તેય સમજાયું નહીં.ઉકળતી ચાની સોડમ અને નીચે કાચવાળા ખાનામાં પડેલાં લેમનરંગી બન પક્ષીની આંખ જેમ ચોખ્ખાં દેખાતાં હતાં - અર્જુનને દેખાતાં હતાં તેમ જ.એ બનને વીંધી નાખવાને જ હશે ને -
એણે લારીવાળા સામે લાળમાં ભીંજવીને તીર છોડ્યું હતું --
" આ પાંઉંના કેટલા પૈસા ?"
એણે આઠ રુપીયા કહ્યા પછી ખીસ્સામાંનું પરચુરણ આજેય હારી ગયું. પણ લારીવાળો સારો હતો. એણે ઝીણી આંખ કરીને ફરી કહ્યું,
"કોરા બનના ફક્ત ત્રણ રુપીયા થશે."
"એક કટીંગ ચા અને એક બટર વગરનું બન આપી દે ભાઈ !" ઘેર પહોંચવામાં વાર થવાની બીક છતાં ઓર્ડર મુકીને એ રાહ જોતો બેઠો.
---====000====---