આપણે મંદિરે જઈએ છીએ.
દર્શન કરી ઈશ્વર પામ્યાનો સંતોષ માનીએ છીએ.
દલિત વિદ્યાર્થિની પાણીની તરસ છીપાવવાને બદલે અભડાવાના ભયે એને ભગાડીએ છીએ.
એ વિદ્યાર્થિ દૂર દૂર નદીનું પાણી પી ને તરસ છીપાવે છે
ત્યારે એણે મંદિરમાં બેઠેલા પૂજારીમાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યો હોય છે.
આપણે મંદિરે જઈએ છીએ.
દર્શન કરી ઈશ્વર પામ્યાનો સંતોષ માનીએ છીએ.
જુદી જ્ઞાતીના પ્રેમી હૈયાઓને તોડાવી નિરાંતનો શ્વાસ લઈએ છીએ.
એ દિલોની વેદનાની કોઈને પડી નથી હોતી
ત્યારે મંદિરે જઈ રાધા-કૃષ્ણને કેવી રીતે શણગારવાં એની દ્વિધામાં સમય પસાર કરીએ છીએ.
આપણે મંદિરે જઈએ છીએ. દર્શન કરી ઈશ્વર પામ્યાનો સંતોષ માનીએ છીએ.
કારખાનામાં કામ કરતાં મજુરોને દસ રૂપિયા માટે તફડાવીએ છીએ.
મંદિરે જઈ લાખો રુપિયાનું દાન કરીએ છીએ.
કોઈ ગરીબને દવાની જરૂર પડે છે ત્યારે એને હડધૂત કરી ભગાડીએ છીએ.
આપણે મંદિરે જઈએ છીએ. દર્શન કરી ઈશ્વર પામ્યાનો સંતોષ માનીએ છીએ.
ગંગામાં નાહીને પાપો ધોઈએ છીએ.
પર્યાવરણને પ્રદુષિત કરી દરિયાઈ જીવોને
એમના જ રહેઠાણમાં જઈ સંતાપીએ છીએ.
આપણે મંદિરે જઈએ છીએ. દર્શન કરી ઈશ્વર પામ્યાનો સંતોષ માનીએ છીએ.
ફાઈવ સ્ટાર હોટેલોમાં જઈ હજારો રુપિયા ખરચીએ છીએ.
રસ્તો ઓળંગતી અપંગ વ્યક્તિની
તરફ નજર નાંખતાં પણ અચકાઈએ છીએ.
પ્રેમનું એક નાનકડું બિંદુ
એક અવિસ્મરણીય સાંજે
દૂર દૂર
ક્ષિતિજની પેલે પાર
ઈશ્વરની અક્ળ શોધ કરતાં
મનની ગહેરાઈમાં ઉદ્ભવતું
પ્રેમનું એક નાનકડું બિંદુ
પરપોટાની જેમ
વિસ્તાર પામતું
ને સીમિત કાળચક્રની અવધિમાં
ઉષ્માભરી લાગણીથી
સ્નેહની અતૂટ ધારને
એ પરપોટાથકી
વિશ્વભરના જીવોને ભીંજવતું
દુનિયાભરના તોફાનોને ઓગાળતું
સનાતન પ્રેમના સંદેશને
હર દિલમાં પંહોચાડતું
બની રહેતું ઈશ્વરીય
પ્રેમાળ સ્ત્રોતનું અસીમ
ઉદ્ભસ્થાન
જીવન-સંગમ
શ્રદ્ધા અને વિશ્વાસનું મિલન
લાગણી અને બુદ્ધિનો સમન્વય
પ્રેમ અને સ્નેહનું અમાપ સંઘટન
સહકાર અને સંગાથનું અતૂટ મિશ્રણ
મૈત્રીમય અને ઊર્મિશીલ કાયમી આંતરભાવ
શ્રુંગાર અને સૌંદર્યનો સનાતન અહેસાસ
વિનયશીલ અને સંસ્કારી શાશ્વત વર્તન
આ સર્વનું સંશ્લેષણ એટલે જીવવા જેવું જીવન
વસંત ગાન
રમણીય વિહાર
પ્રેમ સમય
મનભાવન
રૂડી વસંત ગમે
રંગે રંગાવે
ગગનમાં નીરખું છું ચંદ્રને, પામું છું શીતળ અનુભૂતિ
મનનમાં ઓળખું છું ચંદ્રને, પામું છું પ્રેમની અનુમતિ
ચમનમાં જોઉં છું ચંદ્રને, ગુમાવું છું સંયમની મનોગતિ
અમનમાં ધારું છું ચંદ્રને, પામું છું  શાંતિની લહેરખી
માનવ પણ પોતાનુ સંકુચિતપણું છોડી મનની વિશાળતાને વધારી મૈત્રીભાવને વિસ્તારી વૈશ્વિક બનાવે, તો કદાચ 'વેર, ઝેર, રાગ, અને દ્વેશ' જેવાં શબ્દો કાયમ માટે શબ્દકોશમાંથી નીકળી જાય. જરૂર છે 'વૈશ્વિક મૈત્રીભાવ' ની. સાચે જ ઘણી વખત એવું લાગે છે કે જીવનનાં અસ્તિત્વ વિષે સમજવાં કદાચ અગણિત જન્મારાઓ લેવા પડશે. 'માનવમન',  'માનવ' અને 'પ્રેમ' આ બધાં ને સમજવાં આ એક જન્મારો કેવી રીતે ચાલે?  'લાગણી' વગરની બુદ્ધિ માનવ-જીવનને મૈત્રીવિહિન બનાવી શકે છે. 'બુદ્ધિ' અને 'લાગણી' ના સમન્વયથી 'વૈશ્વિક મૈત્રીભાવ' વધી  શકે અને જીવન મીઠું મધૂરૂં બની શકે.
પ્રીતમ લખલાણી ના એક કાવ્ય 'અધૂરી કથા' માં થી લખું છું:
મારા વિચારોની અલમારીમાં
ક્યારેક તું
વાંચ્યા વગરની
ધૂળ ખાતી નવલકથા સમી
આંખમાં ચઢે છે
ચંચળ મન બને છે મુકત ઈચ્છાનો સ્ત્રોત
મધુર તન અર્પે છે સંચિત ઈચ્છાને સ્થાન
હું નહિ માંગુ ઈચ્છા-મુક્તિ એ જ મારો ઉલ્લાસ
જીવનભર નો મળે પ્રેમ એ ઈચ્છાને સથવારે
મન ની ભીતર માં ડોકિયું કરી ને જોઉં છું
તો દેખાય છે ફ્ક્ત અધુરાં સ્વપ્નોનું વિશ્વ
દુનિયાની માયાજાળ માં અટવાતું મન
તટસ્થ રહેવાનો આકરો પ્રયત્ન કરે છે...
પુછે છે સંબંધો વચ્ચેની દિવાલોને
કે શા માટે તું તૂટતી નથી?
શા માટે તું કાચની બની નથી?
માનવ-સંબંધોની પવિત્રતાથી દીપતું વિશ્વ
હકીકત માં શક્ય કેમ બનતું નથી?
મારાં મત પ્રમાણે ધર્મ એટલે શ્રદ્ધા, વિશ્વાસ, પ્રેમ, આનંદ, સેવા, વિવેક, શાંતિ, નમ્રતા, સદ્-વિચાર, સદ્-ભાવના, ભક્તિ, સંતોષ, નિ:સ્વાર્થ ભાવ, સહનશક્તિ, કોઈપણ  પરિસ્થિતિ માં દરેક જીવ પ્રત્યે માન અને સાથે સાથે કુભાવ નો અભાવ, સત્ય અને અહિંસા - આ બધાં જ ગુણો નો આદ્યાત્મિક સમન્વય.
ધર્મ એટલે: (બંસીનાદ માંથી)
જ્યાં પ્રેમ તણો મહાસાગર ઘુઘવતો હોય,
-જ્યાં સત્ય, અહિંસા અને પ્રેમ શાશ્વત હોય,
-જ્યાં ‘નંદીગ્રામ’ જેવું ‘નંદનવન્’ હોય,
-જ્યાં ‘વૈશ્વિક એકતા’ એ ‘ગુરૂ મંત્ર’ મનાતો હોય,
-જ્યાં આખું વિશ્વ એક કંટુંબ તરીકે ઓળખાતું હોય,
-જ્યાં ઈર્ષા, ક્રોધ કે અહંકાર ને કોઈ જાણતું ન હોય,
-જ્યાં દિવ્ય ભાવ બધાં ની આંખો માં થી અખંડ વહેતો હોય,
-જ્યાં ત્યાગ અને સમર્પણ ના ઝરણાં અવિરત વહેતાં હોય…..
કોઈ પણ જાત ની અપેક્ષા વગર આનંદ, લાગણી અને નિર્વ્યાજ પ્રેમની લહાણી કરવી એને હું ઈશ્વરીય બક્ષિસ ગણું છું. મને લાગે છે કે ઈશ્વર ની હાજરી કોઈપણ નિ:સ્વાર્થ ભાવે થતી સેવા કે કોઈ પણ કાર્યં કે જે અપેક્ષારહિત, પ્રેમ થી ઉભરાતું, આનંદથી છલોછલ ભરેલું, ત્યાગ અને સમર્પણ ની ભાવના થી સંક્ળાયેલુ, શ્રદ્ધા અને વિશ્વાસ ના બળે દીપતું, અને સચ્ચાઈ ની સુવાસ થી મહેકતું હોય એમાં કદાચ અનુભવી શકાય.
સર્જિતભાઈ ની એક સુંદર પોસ્ટ 'મારું રિસર્ચ પેપર…જિંદગીની ડીગ્રી માટે-૩' ના સંદર્ભ માં ધર્મ વિષે ના આ અધુરાં વિચારો લખ્યાં છે. ધર્મ અનંત છે, સનાતન છે એટલે એને વિષે એક વ્યાખ્યા લખવી એ કદાચ અશક્ય જ હશે.
વસંતનું આગમન
ફૂલોનો સંદેશ
સર્વસ્વનો ત્યાગ
સૌંદર્યનું રસપાન
વસંત મહોત્સવ
રમણીય ફૂલોત્સવ
અસ્તિત્વનો ઉલ્લાસ
પ્રેમનો હર્ષોલ્લાસ
વસંત-વિહાર
રંગો સદાબહાર
ભ્રમરોનુ રસપાન
પુષ્પોનું પ્રણયગાન
જુઓ: અમેરિકામાં વસંત
લોંગવુડ ગાર્ડનમાં ફૂલોની ફોરમ
ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં વેબ ૨.૦ વિષય પર એક સંમેલન
અહીં ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં ૧૬મી એપ્રિલના રોજ વેબ ૨.૦ ના વિષય પર એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓરકૂટ, ફેસબુક, માય સ્પેસ, કે પછી બલોગ્સ - બધી નવી નવી ટેકનોલોજી આપણે 'સોશિયલ નેટવર્ક્સ'ના નામે ઓળખીએ છીએ. કદાચ આપણે બધાં જ એનો વધતાં ઓછાં પ્રમાણમાં વપરાશ કરીએ છીએ. હવે અહીં વૈજ્ઞાનિકો આ ''સોશિયલ નેટવર્ક્સ'નો,  નવી નવી થતી શોધખોળોને, અનૌપચારિક –સંગઠનના સ્વરૂપે વેબ પર ચર્ચાત્મક રીતે રજુ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મજાની વાતતો એ છે કે આ સંમેલનની વીકીની સાઈટ પર તમે દુનિયાના કોઈ પણ ખુણામાંથી જોડાઈ શકશો. તમારો અમુલ્ય અભિપ્રાય જરૂરથી તમે આપી શકશો. આપણાંસૌ ભાઈ-બહેનોને ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં આવી આ સંમેલનમાં ભાગ લઈ શકે એ માટે મારું ખાસ આમંત્રણ. વીકી પર તો સૌ કોઈ આ મહત્વના સંમેલનને માણી શકશે.
વધુ માટે વાંચો:
સ્કોલરટુસ્કોલર સંમેલન
રજીસ્ટ્રેશન
વેબ ૨.૦ના વિષય પર વધુ વાંચો
સંમેલન - કાર્યસૂચિ
અત્યાર સુધીમાં દાખલ થયેલા સભ્યોની યાદી
સુખના વિષય પર અત્યાર સુધીમાં ઘણું બધું લખાઈ ચૂક્યું છે.
થોડાંક પ્રશ્નો પૂછીને સુખના આ ગહન વિષયને હું આંતરિક રીતે સમજવાનો પ્રયત્ન કરૂં છું.
મારું કોઈ પણ કાર્ય મારાં સિવાય બીજાંને કંઈ ઊપયોગમાં આવ્યું કે નહિ?
મારી દરેક વ્યક્તિ સાથેની વાતચીતમાં મેં કેટલા ઊમળકા અને ઉત્સાહ સાથે વાત કરી? આ ઉત્સાહ કેટલો સાચો હતો? જ્યારે કોઈ પણ વ્યક્તિને મેં મદદ કરી એ કોઈ પણ અપેક્ષારહિત હતી? ઈશ્વરને પાર્થના કરૂં છું ત્યારે એમાં કોઈ શરત કે અપેક્ષા છે?
નાનાં બાળકો સાથે રમું છું ત્યારે એમના જેટલી જ નિખાલસતા સાથે રમી શકું છું? શું 'ગુસ્સો' શબ્દ મારી શબ્દપોથીમાં હજી પણ છે?
અત્યંત વિપરિત પરિસ્થિતિમાં શું હું સમતાપૂર્વક એનો સ્વીકાર કરી મારી દિવસભરની વિવિધ પ્રવૃત્તિઓ સહજ રીતે પાર પાડી શકું છું?
શું હું કોઈ પણ વજૂદ વગરના આક્ષેપોનો શાંતિથી જવાબ આપી શકું છું?
શું હું પક્ષીઓના મીઠાં કલરવમાં, સાગરના ઉછળતાં મોજામાં, મંદિરના ઘંટારવમાં કે પછી પાંદડાઓથી છવાયેલી કેડી પર ચાલતાં ચાલતાં થતાં ધ્વનિનાદને માણી શકું છું?
શું હું ફૂલોની સુવાસમાં, મૈત્રીની મહેકમાં, અને પૂનમની ચાંદનીમાં ઈશ્વરીય આનંદનો અનુભવ કરી શકું છું?
ટ્રેનમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હું મારી સીટ પાસે ઊભી રહેલી કોઈ વૃદ્ધ વ્યક્તિને આપું છું ખરો?
ગમે એટલાં કામના બોજા વચ્ચે કશી પણ ફરિયાદ વગર હું મારાં કામો શાંતચિત્તે અને પૂરેપૂરા ખંતથી પાર પાડવાનો પ્રયત્ન કરૂં છું ખરો?
આ યાદી હજી સંપૂર્ણ નથી; મારાં વિચારોને અનૂરૂપ એમાં ઉમેરો થતો રહેશે.
વાંસળી વગાડતો કાનુડો
વાંસળી વગાડતાં કાનુડાની છબી ને જોતાં મન માં પ્રશ્ન ઉઠ્યો કે જો આપણે ટાઈમ મશીન નો સાથ લઈ એ સમય ના મથુરા-વૃંદાવન માં પંહોચી જઈએ, તો કાનો આપણને દર્શન આપે ખરો? એ બંસરીનો નાદ કેટલો રોમાંચિત હશે? એ દ્રશ્ય કેટલું ભાવવાહી હશે?
સાથે સાથે, નરસિંહ મહેતાની અમર કૃતિમાં કલ્પેલો  ઈશ્વરીય ભાવ
અખિલ ભ્રમાંડ માં એક તું શ્રીહરિ
જુજવે રૂપ અનંત ભાસે
દેહ માં દેવ તું, તેજ માં તત્વ તું
શુન્ય માં શબ્દ થઈ વેદ ભાસે.  .
પણ પ્રત્યક્ષ છતો થતો દેખાય. કેમ બરાબર ને?
જયભિખ્ખુની 'પ્રેમભક્તકવિ  જયદેવ' માંથી: (પૃ: ૪૪)
'હે ભગવાન્, પ્રેમમળ્યાં પંખીઓને હવે શી રીતે જુદાં કરું? સાથે ઊડવાંના શોખીન એ પારેવાંની પાંખો કયાં હાથે કાપું? કૃષ્ણને, કુબ્જાપતિને, રાધાપતિને ભજનારો, નિર્મળ દિવ્ય પ્રેમ ના ધારકને અન્યાય કે આપી શકે? અરે, જેના શ્વાસોશ્વાસમાં પવિત્રતા વહે છે, એને દુન્યવી નીતિ-ન્યાયોની શી પરવા? જેનો આત્મા સ્વયં સંબુદ્ધ છે, અએ ને આત્મનિરીક્ષણ ની કેવી જરૂર? જેની નસોમાં વિકારનો વેગ, વાસનાનું ઝેર ને કામ ને ગંધ નથી, એનું કાર્ય સંસાર ને ગમે તેવું લાગે, પણ તેની પ્રત્યેક અવસ્થા પવિત્ર છે. જે આ જન્મ અવિકારી છે, એને સ્ત્રીપ્રેમથી દૂર ભાગવાની કે સંયમ માટે પ્રાર્થના કરવાની જરૂર નથી સ્ત્રી પોતે - વિષય પોતે એને સ્પર્શી ને પવિત્ર બને છે. શ્રીકૃષ્ણની લીલા સમજનારે આટલી કેળવણી લેવી જ પડશે...'
થોડીક મારી વિચાર-ધારા
રાધા-કૃષ્ણ, ગોપીઓ સાથે રાસ રમતાં શ્રીકૃષ્ણ, કુબ્જાપતિ, અને રાધાપતિ - આ બધાં માં જ કોઈ અનન્ય, અલૌકીક અને હ્ર્દય ના સુમધુર ભાવો ને ઝણઝણાવતો રોમાંચીત ભક્તિભાવ દ્રશ્યમાન થાય છે.કાના ની કોઈ કોઈ વાર મને ખુબ અદેખાઈ આવે છે ત્યારે ...બસ હું ભુલી જાવું છું કે આ તો  એની જ માયા છે અને એ માયા માં મને ખોવાડી ને નટખટ કાનો એની લીલા બતાવી રહ્યો છે..
પ્રેમ શું માત્ર બે વ્યક્તિ પૂરતો સીમિત હોવો જોઈએ? કે પછી સૂર્યના કિરણોની જેમ દુનિયાભરમાં ફેલાવો જોઈએ? પ્રેમ કેટલો વિશાળ છે? એની કોઈ સીમા નથી. અસંખ્ય લોકો સાથે જુદી જુદી પરિસ્થિતિમાં એને કેમ ન અનુભવી શકાય? કેમ આપી ન શકાય? બાળકો સાથેનો પ્રેમ? વિદ્યાર્થિઓ સાથેનો પ્રેમ? મિત્રો સાથેનો પ્રેમ? પ્રિય વ્યક્તિ સાથેનો પ્રેમ? દેશ પ્રત્યેનો પ્રેમ? કૌટુમ્બિક પ્રેમ? વ્યવસાય પ્રત્યેનો પ્રેમ? અરે, પણ આ બધું અમલમાં મુકતાં મુકતાં સાંજના સમયે દરિયા કિનારે પ્રિય વ્યક્તિ સાથે બેસીને મીઠી મજાની ક્ષણો ગુમાવીએ તેનું શું?
ગાંધીજીને પૂછું છું
ક્રોધને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું,'આ ક્રોધ શા માટે?'
સ્વાર્થને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ સ્વાર્થ શા માટે?'
અહંકારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ અહંકાર શા માટે?'
તિરસ્કારને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ તિરસ્કાર શા માટે?'
દ્રવ્યલોભને હું કોઈ વાર અનુભવું છું ત્યારે
ગાંધીજીને પૂછું છું, 'આ દ્રવ્યલોભ શા માટે?'
લાગે છે કે પ્રેમની દુનિયામાં આવી રહી છે ઓટ,
અને લાગે છે કદાચ કે પ્રેમ-શક્તિ મળે ફરી ગાંધી-અંજલિ દ્વારા
લાયબ્રેરીના અનુભવો
જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ઉત્સાહ અને કંઈક કરવાની પ્રબળ ઈચ્છા માણસ પાસે કેટલું સોનેરી કામ કરાવી જાય છે તે મેં આજે પ્રત્યક્ષ અનુભવ્યું. ૪૦-૪૫ વર્ષની આસપાસ જણાતી યુવતી (લોરા) લાયબ્રેરીમાં ક્મ્પ્યુટરને લગતાં પ્રોજક્ટસ પર શું કામ ચાલી રહ્યું છે તેને વિષે માહીતિ મેળવવાં મારી ડેસ્ક પર આવી. ખાસ તો લાયબ્રેરી અને અહીંની શાળાઓએ સાથે મળીને કોઈ પ્રોજેક્ટસ શરૂ કર્યાં છે કે નહિ તેની જાણકારી પણ એને જોઈતી હતી. વાત કરતાં જાણવાં મળ્યું કે એ અહીંની શાળામાં તે સ્વયંસેવક તરીકે કામગીરી આપતી હતી અને એનો હેતુ દસમા ધોરણમાં ભણતાં ચાર-પાંચ વિધાર્થીઓને ભેગા કરી લાયબ્રેરીની ઈતિહાસ, વિજ્ઞાન, અને ગણિતની વેબ સાઈટોને સુધારવામાં એમની મદદ લેવાનો હતો. સાથે સાથે વિધાર્થીઓએ હળી મળીને સારૂ કામ કેવી રીતે થઈ શકે તેનો પ્રત્યક્ષ અનુભવ એમને કરાવવો હતો. એનો જ દસમાં ધોરણમાં ભણતો દીકરો (રોબર્ટ) એ વખતે રસાયણ-શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી મારી ડેસ્ક પર આવ્યો. કેમીકલ એલીમેન્ટ્સ વિષેની માહીતિ મારી પાસે થી મેળવ્યા બાદ એ એના મિત્રને મળવા દોડી ગયો. એ દરમ્યાન લોરાએ મને એના પ્રોજેક્ટમાંના રસ વિષે વધુ માહીતિ આપતાં જણાવ્યું કે એ પોતે કેન્સરની સારવાર હેઠળ છે અને રોબર્ટના પપ્પાને પણ કોલન કેન્સર છે તેવું નિદાન થોડાં વખત પર જ જાણવાં મળ્યું. આ બધું સાંભળીને રોબર્ટના ભણવા પર પણ અસર પડવા માંડી હતી. લોરાએ વિચાર્યું કે એવાં કોઈ પ્રોજેક્ટમાં રોબર્ટ ભાગ લે કે જેનાથી એનું મન વ્યસ્ત રહે અને આગળ સારૂં ભણી શકે. લોરાની વાત સાંભળીને મારો એમના પ્રત્યેનો ભાવ ખૂબ જ વધી ગયો. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં બીજાં ત્રણ-ચાર વિધાર્થિઓને ભેગાં કરી મારી સાથે આ પ્રોજેક્ટમાં આગળ વધવાની એક દરખાસ્ત અમારાં ડાયરેક્ટર સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.આવી પરિસ્થિતિમાં પણ જયાં સુધી થઈ શકે ત્યાં સુધી કાર્યરત રહીને વિપરિત સંજોગોમાંથી પસાર થઈ રહેલાં વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ લોરાનું જીવનધ્યેય પરિપૂર્ણ થાય એવી આશા સાથે મેં પણ આ પ્રોજેક્ટમાં મારાંથી બનતું બધું જ કરી છૂટવાનું નક્કી કર્યું.
લાયબ્રેરીના અનુભવો
જીવનની વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પણ ઉત્સાહ અને કંઈક કરવાની પ્રબળ ઈચ્છા માણસ પાસે કેટલું સોનેરી કામ કરાવી જાય છે તે મેં આજે પ્રત્યક્ષ અનુભવ્યું. ૪૦-૪૫ વર્ષની આસપાસ જણાતી યુવતી (લોરા) લાયબ્રેરીમાં ક્મ્પ્યુટરને લગતાં પ્રોજક્ટસ પર શું કામ ચાલી રહ્યું છે તેને વિષે માહીતિ મેળવવાં મારી ડેસ્ક પર આવી. ખાસ તો લાયબ્રેરી અને અહીંની શાળાઓએ સાથે મળીને કોઈ પ્રોજેક્ટસ શરૂ કર્યાં છે કે નહિ તેની જાણકારી પણ એને જોઈતી હતી. વાત કરતાં જાણવાં મળ્યું કે એ અહીંની શાળામાં તે સ્વયંસેવક તરીકે કામગીરી આપતી હતી અને એનો હેતુ દસમા ધોરણમાં ભણતાં ચાર-પાંચ વિધાર્થીઓને ભેગા કરી લાયબ્રેરીની ઈતિહાસ, વિજ્ઞાન, અને ગણિતની વેબ સાઈટોને સુધારવામાં એમની મદદ લેવાનો હતો. સાથે સાથે વિધાર્થીઓએ હળી મળીને સારૂ કામ કેવી રીતે થઈ શકે તેનો પ્રત્યક્ષ અનુભવ એમને કરાવવો હતો. એનો જ દસમાં ધોરણમાં ભણતો દીકરો (રોબર્ટ) એ વખતે રસાયણ-શાસ્ત્રનો અભ્યાસ પૂરો કરી મારી ડેસ્ક પર આવ્યો. કેમીકલ એલીમેન્ટ્સ વિષેની માહીતિ મારી પાસે થી મેળવ્યા બાદ એ એના મિત્રને મળવા દોડી ગયો. એ દરમ્યાન લોરાએ મને એના પ્રોજેક્ટમાંના રસ વિષે વધુ માહીતિ આપતાં જણાવ્યું કે એ પોતે કેન્સરની સારવાર હેઠળ છે અને રોબર્ટના પપ્પાને પણ કોલન કેન્સર છે તેવું નિદાન થોડાં વખત પર જ જાણવાં મળ્યું. આ બધું સાંભળીને રોબર્ટના ભણવા પર પણ અસર પડવા માંડી હતી. લોરાએ વિચાર્યું કે એવાં કોઈ પ્રોજેક્ટમાં રોબર્ટ ભાગ લે કે જેનાથી એનું મન વ્યસ્ત રહે અને આગળ સારૂં ભણી શકે. લોરાની વાત સાંભળીને મારો એમના પ્રત્યેનો ભાવ ખૂબ જ વધી ગયો. આવી જ પરિસ્થિતિમાંથી પસાર થયેલાં બીજાં ત્રણ-ચાર વિધાર્થિઓને ભેગાં કરી મારી સાથે આ પ્રોજેક્ટમાં આગળ વધવાની એક દરખાસ્ત અમારાં ડાયરેક્ટર સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.આવી પરિસ્થિતિમાં પણ જયાં સુધી થઈ શકે ત્યાં સુધી કાર્યરત રહીને વિપરિત સંજોગોમાંથી પસાર થઈ રહેલાં વિધાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ લોરાનું જીવનધ્યેય પરિપૂર્ણ થાય એવી આશા સાથે મેં પણ આ પ્રોજેક્ટમાં મારાંથી બનતું બધું જ કરી છૂટવાનું નક્કી કર્યું.
પ્રેમ એટલે શાશ્વત લાગણીઓનું અસીમ સોપાન
પ્રેમ એટલે કલાત્મક ઊર્મિઓનું આવરણ
પ્રેમ એટલે મૌન તરંગોને પ્રેમી તરફ પહોંચાડતું સાધન
પ્રેમ અટલે ગણિત વગરનું આત્મ-સમર્પણ
પ્રેમ એટલે ગહન પણ અવર્ણનીય આનંદની પરાકાષ્ઠા
પ્રેમ એટલે જીવનની ગઝલ ને હર્ષઘેલી લાગણીઓથી ઓપતો
પ્રેમ એટલે સમયાન્તરે વધુ ને વધુ નવપલ્લવિત થતો ઊર્મિઓનો મેળો
પ્રેમ એટલે એક્બીજાંને પરસ્પર ખોવાડી દેતો શ્રુંગારમય રસ
પ્રેમ એટલે સ્નેહના અમૃતબિંદુઓની અમર્યાદિત સરવાણી
પ્રેમ એટલે મનનાં ઊંડા મહાસાગરમાં ઉદ્ભવતાં પરિણય ના દિવ્ય મોતી
પ્રેમ એટલે શેરડીનો મીઠો રસ જે ક્ક્ત પ્રેમીઓ જ સમજી શકે
પ્રેમ એટલે બે દિલોની લાગણીઓનુ સુભગ મિલન
પ્રેમ એટલે કશા પણ આડંબર વગર વધુ ફુલતો પારસ્પરિક ભાવ
પ્રેમ એટલે સનાતન ભારતીય સંસ્કૃતિ ની અમુલ્ય ભેટ
પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું
પ્રેમ એટલે નટખટ અને તોફાની ભાવ જે ફૂલે માત્ર લૂંટાતી વખતે
પ્રેમ એટલે ‘કલાપી’ના કાવ્ય-પુષ્પોની માળા પહેરાવી પ્રણયનો એકરાર
દિલથી દિલને પામવાનો મનસૂબો છે
પ્રેમથી પ્રેમને ભીંજવવાનો મનસૂબો છે
અંતરથી અંતરને સમજવાની શરત છે
સ્નેહથી વિશ્વ-પ્રેમને કેળવવાનો મનસૂબો છે
પ્રેમથી નફરતને ઓગાળવાનો મનસૂબો છે
ત્યાગથી પ્રેમને મેળવવાનો મનસૂબો છે
કલ્પનાના તરંગોથી પ્રેમને માણવાની શરત  છે
મોજથી મૈત્રીભાવને અપનાવવાનો મનસૂબો છે
વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ હવે 'ચેટ' દ્વારા
થોડાં સમયથી અમારી લાયબ્રેરીમાં હવે ઈંટરનેટ પર ચેટ દ્વારા વિદ્યાર્થિઓના પ્રશ્નોના જવાબ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
અહીં જુદા જુદા વિષયો હવે 'ડિસ્ટન્સ એડ્યુકેશન' દ્વારા અપાતાં હોઈ આ સગવડ વિદ્યાર્થિઓને ઘણી ગમી ગઈ છે. ઉપરાંત, અહીં રહી ને ભણતાં વિદ્યાર્થિઓ પણ પોતાના વ્યસ્ત સમય દરમિયાન ચેટ દ્વારા માહિતી ભેગી કરવાનો પ્રયત્ન કરે છે. એંજીનિયરીંગ વિષયો ઉપરાંત  ફિલાડેલ્ફીઆની ભારતીય કે મેક્સીકન રેસ્ટોરન્ટમાં શું મળે છે કે પછી લાયબ્રેરીમાં 'લગાન' સિનેમાની ડીવીડી છે કે નહિ એવાં પ્રશ્નો પણ પૂછાય છે. 'ચેટ' દ્વારા વિદ્યાર્થિઓ અમારી સાથે મિટિંગનો સમય પણ નક્કી કરતાં હોય છે. ભારતથી આવતાં પહેલાં ઘણાં વિદ્યાર્થિઓ અમારી સાથે વાત કરી અહીંની પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન પણ કરતાં હોય છે. જ્યારે પ્રત્યક્ષ મુલાકાત થાય ત્યારે મળવાનો આનંદતો ખરો જ પણ સાથે સાથે માહિતી આપવાનો અનેરો સંતોષ થાય છે. અમદાવાદની એંજીનિયરીંગ કોલેજના એક વિદ્યાર્થિ સાથે વાત કરતાં કરતાં ત્યાં કેવાં પ્રોજેક્ટસ ચાલે છે તે વિષે પણ ઘણું જાણવાનું મળ્યું.
આજે મને લાયબ્રેરીમાં એક અનોખો અનુભવ થયો. લગભગ ૮૦ વર્ષની ઉમ્મર ધરાવતી એક વ્યક્તિ મને મળવા મારા ડેસ્ક પર આવી. એમને 'બેટલ ઓફ ધ બલ્જ' વિષેના નકશાઓનો અભ્યાસ કરવો હતો. 'માલમેડી મેસેકર'ની માહીતિ એમણે મને આપી ત્યારે તે વખતના અત્યાચારની જાણકારી મને એમની પાસેથી જાણે પ્રત્યક્ષ મળી. એમાં લગભગ ૮૦ જેટલા સૈનિકોને અત્યંત ક્રૂરતાપૂર્વક ગોળીએ દેવાયા હતા. એમના જ એક મિત્રને પણ ગોળી વાગી હતી પણ સારે નસીબે તેઓ બચી ગયા હતા. તેઓ પણ અહીં ફીલાડેલ્ફીઆ નજીક જ રહે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થયેલા આ ઐતિહાસિક યુદ્ધમાં એમના સગા ત્રણ ભાઈઓને પણ ભાગ લેવાનો લાભ મળ્યો હતો. વાત દરમિયાન જાણવા મળ્યું કે એમના પિતાશ્રીએ પહેલા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો જ્યારે એમના ત્રણે પુત્રોએ બીજા વિશ્વયુદ્ધમાં ભાગ લીધો હતો. એમના ચહેરા પર દેશભક્તિ ખરેખર દેખાઈ આવતી હતી. એમનાં બધાંના ફોટા પણ જોવા મળ્યા. ૮૦ વર્ષની વયે પણ એમનો ઉત્સાહ અત્યારના યુવાનોને શરમાવે એવો હતો. અમારી લાયબ્રેરીમાં અમે દરેક પાનું પ્રીન્ટ કરવાના ૧૫ સેન્ટ્સ લઈએ છીએ જ્યારે રંગીન પાનાના ૫૦ સેન્ટ્સ. એમની સાથે વાત કરવામાં હું ૯૫ સેન્ટ્સ લેવાનું ભૂલી ગયેલો. દસેક મિનિટ પછી એ ભાઈ પાછા આવ્યા, ૯૫ સેન્ટ્સ મને આપવા.
અમારી ડ્રેક્ષેલ યુનિવર્સિટીમાં ભારતીય મૂળના વિદ્યાર્થિઓ ભેગા થઈ ને 'પ્રગતિ' નામના એ મંડળની સ્થાપના થોડાં વર્ષો પહેલાં કરી હતી. આ વર્ષે વિદ્યાર્થીઓએ ભેગા થઈને સ્વાતંત્ર્ય દિવસ, ગણેશ પૂજન, નવા વિધાર્થિઓ માટે સ્વાગત અને ઓરિએન્ટશન જેવા કાર્યક્રમોનુ આયોજન કર્યું હતું.
જુવો એક ઝલક: પ્રગતિ
સંગતની મહેફિલ મળે ન મળે
દુનિયાભરની સંપત્તિ મળે ન મળે
પ્રેમભરી એક નજર મળે તો બસ
જીવનભરની પરિતૃપ્તિ મળે ન મળે
યુવાનીની રંગત મળે ન મળે
મૈત્રીની મહેક મળે ન મળે
આનંદની એક લહેર મળે તો બસ
ઐશ્વર્યનો વિલાસ મળે ન મળે
સરહદ વિનાના છે લાગણી અને પ્રેમ
સ્વાર્થ વગરના છે લાગણી અને પ્રેમ
મતલબ વિનાના છે લાગણી અને પ્રેમ
ગણતરી વગરના છે લાગણી અને પ્રેમ
દ્વેષ વિનાના છે લાગણી અને પ્રેમ
તિરસ્કાર વગરના છે લાગણી અને પ્રેમ
રોષ વિનાના છે લાગણી અને પ્રેમ
અંતરની ભીનાશ વધારે છે લાગણી અને પ્રેમ
ક્દાચ લોહીના સંબંધ વગરના હોઈ શકે લાગણીના સંબંધો,
ત્યારે માનવતાની મહેક છલકાવે છે લાગણી અને પ્રેમ
મહેક ફૂલોની, આનંદ આપણો
જીવનની હર ક્ષણને આનંદિત જોવી હોય તો ફૂલોની મૈત્રી કરી જુઓ. રંગબેરંગી ફૂલો ખીલ્યાં હોય, સાંજનો સમય હોય, પાણીનો ઝરમર છંટકાવ થતો હોય, અને માટીની મીઠી મહેક અંતરના તારને સંગીતમય બનાવતી હોય, તેવે સમયે રંગીન ગુલાબો સાથે થોડી વાત કરી જુઓ..ત્યારે તમને દિલીપ પરીખના આ શબ્દો જરૂર યાદ આવી જશે.
'જીવનના મારા બાગમાં કોઈ કાંટા નહીં મળશે,
ફક્ત મારા હ્રદયના ફૂલને રોપી રહ્યો છું હું.'
આજે સાંજે અમારી લાયબ્રેરીમાંથી બહાર જઈ રહ્યો હતો ત્યારે મારી નજર અસંખ્ય રંગીન ફૂલો પર પડી. સુંદર ફૂલો કેટલાં આનંદિત લાગતાં હતાં! અને જો તમારો મિત્ર પણ ખુબ આનંદિત હોય તો તમે પણ હર્ષ અને આનંદની અનુભુતિ કરશો જ.. તો શા માટે આપણે ફૂલો સાથે મૈત્રી ન કરીએ?
જીવન-ક્ષિતિજ
સમી સાંજે સાગર કિનારે બેસું છું.
અસંખ્ય દરિયાઈ મોજાંઓને ખડકો સાથે અથડાતાં જોઉં છું.
દૂર દૂર અસીમિત ક્ષિતિજમાં સોનેરી ગોળાને આથમતો જોઉં છું,
ત્યારે એ ગોળો મને મારાં જીવનની યાદ અપાવી જાય છે.
અવકાશરૂપી જીવનસરિતામાં હું ગોળાની જેમ ગબડતો જાઉં છું,
ગોળો તો જાણે છે કે પશ્ચિમમાં એ ગબડે છે,
હું નથી જાણતો કે કઈ બાજુ, માત્ર એટલું જ જાણું કે જીવનવિહારમાં
મારે પ્રેમ કે દ્વેશ, સુખ કે દુ:ખ, અમીરી કે ગરીબી, પ્રકાશ કે અંધારૂ,
અને ગરમી કે ઠંડી જેવાં બધાં જ અનુભવો એક તળાવની કમળપાંખડીની જેમ
ભીંજાયા વિના માણવાના છે, હસતાં મોઢે.
એક નોખો અનુભવ
ત્રણ-ચાર દિવસ પહેલાં મારે ફીલાડેલ્ફીઆથી પીટસબર્ગ રીસર્ચં સેમિનાર માં ભાગ લેવા માટે જવાનું હતું. વિમાનમાં હું ગોઠવાયો ત્યારે છેલ્લે મારી બાજુની સીટ પર એક ચાઈનીઝ વ્યક્તિ બેઠી હતી. એણે મને વિનંતી કરી કે એની મિત્ર પ્રથમ સીટ પર બેઠી છે અને જો હું એની સાથે સીટ બદલું તો બંને જણા સાથે બેસી શકે. મને તો કોઈ વાંધો હતો જ નહિ પણ મને ક્યાં ખબર હતી કે મને પ્રથમ વર્ગમાં બેસવાનું મળશે! અને સાથે સાથે જે અનુભવ મને થવાનો હતો તે મારાં મન ને હચમચાવી નાખવાનો હતો. પ્રથમ વર્ગ માં પહેલી સીટ. આરામથી પ્રમાણ માં પગ લંબાવી ને બેસવાનું મળ્યું.
સામે જ એક આધેડ વયની લાગતી અમેરિકન પરિચારિકા બેઠી હતી. મારું ભારતીય વ્યક્તિત્વ જોઈ ને એને કંઈક વાત કરવી હોય એમ લાગતું હતું. પીટ્સબર્ગ પર જ્યારે વિમાન ઉતરવાની તૈયારી કરતું હતું ત્યારે વાત શરુ થઈ. મારે યુનિવર્સિટી ઓફ પીટ્સબર્ગમાં જવાનું હતું. વિમાનની બારી માંથી મને એનાં ટચુકડાં દેખાતાં મકાનો બતાવ્યાં. એના જ શબ્દોમાં લખું છું,"મારી ૨૨-૨૩ વર્ષની દીકરી એક ભારતીય વિદ્યાર્થી ના પ્રેમમાં હતી. બંને એકબીજાને ખુબ ચાહતાં હતાં. ત્રણ વરસ સુધી બંને જણા૬ ખુબ આનંદમાં હતાં. મારી દીકરીને આટલી ખુશ કોઈ દિવસ જોઈ ન હતી. કોઈ કોઈ વાર અમે બધાં ભારતીય  રેસ્ટોરન્ટમાં ખાવા જતાં તો કોઈ વાર હિન્દી ચલચિત્રો જોવાં જતાં. મારી દીકરી એ થોડું હિન્દી શીખવાનું પણ શરૂં કર્યું હતું. ઘણાં સુંદર ભારતીય કપડાં પણ એ પહેરતી. મારી દીકરી ને લગ્ન કરવાની ઘણી તાલાવેલી હતી. એનો મિત્ર જ્યારે પણ ભારત જતો ત્યારે સુંદર ભેટો લઈ આવતો. પણ એના મિત્ર ના ઘરવાળાં આ સંબંધ માટે રાજી ન હતાં. એને કોઈ ભારતીય ક્ન્યા સાથે પરણાવી દેવામાં આવ્યો.  મારી  દીકરી ખુબ જ દુ:ખી થઈ ગઈ. હજી પણ એની સાથે ગાળેલો સમય એ એના જીવન નો ખુબ મધુર સમય ગણાવે છે. ભારતીય સંસ્કૃતિ ને હજી પણ દુનિયાની સારામાં સારી સંસ્કૃતિ ગણાવે છે'.
આ બધું હું ધ્યાનથી સાંભળતો રહ્યો. મને વિચાર કરતો કરી મૂક્યો. ઘણી વખત મને એવું લાગે છે કે આપણું માનસ હજી પણ બદલાયું નથી.આનંદથી રહેતાં બે જીવોને છુટાં પાડવાનો શું આનંદ એમને મળ્યો હશે?