3-D movie of Masjid-e-Nabvi Shareef
3-D movie of Masjid-e-Nabvi Shareef
http://youtube.com/watch?v=kBuWe13JVfo
Prophet(S.A.)Masjid’s other interesting video
http://youtube.com/results?search=related&search_query=Masjid-e-Nabvi%20Shareef%20madeena%20madina%20dawat-e-islami%20dawateislami%20mosques%20mosque&v=kBuWe13JVfo
http://youtube.com/watch?v=kBuWe13JVfo&mode=related&search=
કુરઆનની એક સુરત સૂરએ લહબ નો પદ્યમય અનુવાદ _ દીપક બારડોલીકર
એ બન્ને હાથ ભાંગે ,બૂ લહબ બર્બાદ થઇ જાયે.
નબીના પ્રાણ વેરીનો સદંતર નાશ થઇ જાયે.
ન મિલ્કત_માલ ખપ આવ્યાં, ન દૌલત કામ કંઇ આવી,
ન આવ્યાં કામ સંતાનો , ન ઈજ્ઝત કામ કંઇ આવી.
બહુ જલ્દી અતિશય તિવ્ર આતશમાં થઇ પડશે,
ને ભસ્મીભૂત કરતી આગમાં હમેશ એ બળશે.
નતીજો આવશે એવોજ એની દૃષ્ટ પત્ની નો,
બની રહેશે હમેશા માટે એ ખોરાક અગ્નિનો.
એ જંગલમાં જઈ ઝાંખરાઓ નિત્ય લાવે છે.
બિછાવી માર્ગમાં કાંટા , નબીને પીડ આપે છે.
તો એની ડોકમાં રહેશે વણેલી વળભરી રસ્સી,
ખજુરીની એ ખરબચડી ,કરડતી ,કરકરી રસ્સી.
સમજૂતિ :મૌલ્વી અબ્દુર્રહીમ મવ.ગુલામ મુહમ્મદ સાદિક રાંદેર(સુરત)
પવિત્ર કુરઆન ની આ 111મી સુરત(વિભાગ) છે.આ મક્કી સુરત એટલે આલ્લાહના અંતિમ નબી હજરત મોહંમદ (સલ.) પર એ મક્કામાં વહી થી અલ્લહપાક તરફથી ઉતરેલી.
અબૂલહબ નબી (સલ.)નો સગો કાકો હતો. તેનું નામ અબ્દુલ ઉઝ્ઝાટ હતું.પણ તેના મ્હૉ પર લાલી પ્રકાશિત હોવથી લોકો તેને અબૂ લહબ( પ્રકાશ ના પિતા) કહેવા લાગ્યા.કરણકે લહબ ભડકાને કહે છે.એ કટ્તો ન માનનાર હોવાથી હઝરત(સલ.)ની અતિશય વિરૂધ્ધતા કરતો હતો.એક વખત હઝુર(સ્લ.) એ પોકરીને બધા કુરેશિઓને ભેગા કર્યા..અને ઘણી અસરકારક શૈલી માં ઈસ્લામની વાતો સંભળાવી. ત્યારે આવી એણે આપના હાથ પકડ્યા.
,તેમજ હજરત (સ્લ.)ને મારવા માટે પત્થર ઉઠાવી કહ્યું કે તું હલાક થાય,શું આવીજ વાતો માટે સૌને બોલાવ્ય હતા? તું પાગલ થ ઇ ગયો છે, કે નાહક સૌને પોકારીને એકઠા કર્યા.પછી કંઇ વિચાર આવતાં પત્થર ત્યાં નાખી દઇ ત્યાંથી ચાલ્યો ગયો.તેના વિશે આ આ સુરત ઉતરી કે તે પોતેજ રસૂલની નાફરમાની થી હલાક થયો.તેની સ્ત્રી પણ સખત દુશ્મની કરતી હતી. .જંગલમાંથી કાંટા વાળા લાકડા લાવી હઝુર(સ્લ.)ના માર્ગમાં રાતે નાખતી હતી. જેથી આપને કાંટા વાગી ઈજા થાય.તેથી તે બન્ને માટે હાલાકી અને દોઝખમાં જવાનું ફરમાવ્યું,પરિણામ એ આવ્યું કે અબુલહબ પોતે બદર ની લડાઈ માં શામેલ થયો ન હતો.જ્યારે મુશરિકોત્યાંથી સજ્જડ હાર ખાઇ નાઠા,તે સબંધી સૌ હકીકત એણે તેઓથી સંભળળી.તે પછી એને પ્લેગની ગાંઠ નીકળી.અને આફતમાં સપડાયો.તે લોકોનો રિવાજ હતોકે પ્લેગ વાળાને કોઇ અડકતું નહિં,તેથી ઘર વાળાઓએ પણ તેને એક તરફ ફેંકી દીધો.તે ત્યાંજ મરી ગયો.ફરી ત્રણ દિવસ સુધી લાશ પડી રહી.અને ગંધાઇ ઊઠી.ત્યરે કેટલાક સીદીઓએ મજૂરી લઇ.એક ખાડો ખોડી લાકડીઓના ગોદા મારી તેમા ગબડાવીદઈ ઉપરથી પથરા ભરી દીધા.એ તો દુનિયામાં થયું,અને આખેરત માં તે ભડકાવાળી આગમાં પડશે.એજ કારણથી ખુદ પાકે તેનું અબુ લહબ નામ રાખ્યું.વળી તે લોકોની ઓરતોનો એ હાલ થયો કે એક વેળા લાકડાંના ભારાની દોરડીનો તેણીના ગળામાં ફાંસો આવી જવાથી મરી ગઈ.કિયામતમાં પણ તેજ દોરડી તેણીના ગળામાં હશે.તો તેણીને તેના વડેજ ખેંચીને દોઝખમાં નાંખી અઝાબ કરવમાં આવશે.
દોઝખ= નર્ક
વહી= ખુદાઈ સંદેશ જે જુદી જુદીરીતે નબીઓ પર આવતો. આ સંદેશ લઇ આવનાર ફરિશ્તા નું નામ જીબ્રઇલ(અલૈહીસ્સલમ) છે.જે તમામ નબીઓ પર અલ્લાહનો સંદેશ (વહી) લાવતા હતા. અલ્લાહ ના અને તમામ વિશ્વના અંતિમ નબી હજરત મોહંમદ (સલ.) ઉપર પણ એજ વહી લાવતા હતા.
કુરઆન અને વેદ ના સમાન અર્થ ધરાવતા શ્લોકો (આયતો)___ચિંતન:શમ્સ નવીદ સાહબ ઊસ્માની રજૂઆત: એસ અબ્દુલ્લ્લાહ આરફી.
નોંધ:પવિત્ર કુરાન ની અરબી આયતો માટે નીચે નું ઈમેજ પોસ્ટીંગ જોવા વિનંતી છે.ગુજરાતીમાં લખાયેલ આયતો ,અથવા તેના આંશિક હિસ્સાઓ એમાંથી લેવામાં આવ્યો છે.
અલકુરઆન:
1 _અલહમ્દુલિલ્લાહિ રબ્બીલ આલમીન.
અનુ.: તમામ સ્તુતિ અલ્લાહના માટેજ છે ,જે બધાજ વિશ્વોનો પરવરદીગાર(સકળ સંસારનો માલિક છે.) છે.(સુરએ ફાતિહા:1)
વેદ:
महीं देवस्य सवितु:परिष्टति: (ऋग्वेद 1_ 18_ 5)
અનુવાદ : આ સૃષ્ટિ નાસર્જનહાર ની સર્વ સ્તુતિ છે.
અલકુરઆન:
2_અર્રહમાનીર્રહીમ અનુ.:જે ઘણો કરુણાંવંત અને બેહદ કૃપાળુ છે.
વેદ:
वसुदेयमान : (ऋग्वेद 1 -34-3)
અનુવાદ: જે અર્પણ કરનાર અને કૃપાળુ છે.
અલકુરઆન:
3_ઈહદીનસ_સીરાતલ મુસ્તકીમ અનુ. :અમારું સીધા માર્ગ તરફ માર્ગ દર્શન કર.(સુરએ ફાતિહા*5)
વેદ:
नव सुपया राये अस्मान(यजुर्वेद 16=40) અનુવાદ: અમોને અમારા ફાયદા માટે સીધા માર્ગ પર લગાવ.
અલકુરઆન:
( અરબી લખેલ આખી આયતનો અનુવાદ નથી, પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
4_ વખલક કુલ્લ શઇ અનુ. : અને એણે સમગ્ર શ્રુષ્ટિ પદાર્થોનું સર્જન કર્યું.
વેદ:
प्रजा पति जर्नयति प्रजा ईमा: (अर्थवॆद 1-19-7)
અનુવાદ: પરમાત્માં અખિલ સૃષ્ટિ નું સર્જન કરેછે.
અલકુરઆન:
( અરબી લખેલ આખી આયતનો અનુવાદ નથી, પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
5_ વજઅલલ્લયલ સકનૌં વશશમ્સ વલ કમર હુસ્બાના(ઈનઆમ96)
અનુ.: અને એણે આરામ માટે રાત્રિનું સર્જન કર્યું,અને સુર્ય ચન્દ્રને હિસાબન માટે.
વેદ:
सूर्याचन्द्रमसी घाता यथा पूर्वमकल्पयत (ऋग्वेद 3-190-10)
અનુવાદ:સર્જનહારે સૂય અને ચન્દ્ર નું નિર્માણ પૂર્વવત સર્જન પ્રમાણે કર્યું
અલકુરઆન:
(અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
6_ અલા લહુલ્ખલકો વલ અમ્રો,તબારકલ્લાહો રબ્બુલ આલમીન.ઊદઉ રબ્બકુમ તદર્રુઅંવ વખુફ્યહ,ઈન્હુ લા યોહિબ્બુલ મોઅતદીન.(એઅરાફ 54_ 55) અનુવાદ:યાદ રાખો અલ્લાહના માટેજ એ વિશિષ્ટ છે સર્જનહાર અને શાસક હોવું.સમગ્ર વિશ્વના પરવરદીગાર (પાલન હાર) સર્વશ્રેષ્ઠ ગુણધર્મોથી ભરેલાછે.તમે તમારા પરવરદીગાર (અલ્લાહ)થી ઘણી વિનમ્રતાથી અને ચુપકે ચુપકે દુઆ(કાક્લુદી ભરેલી પ્રાથના) કર્યા કરો.અને બે શક તે આદેશોનું ઉલ્લંઘન કરનારને પસંદ નથી કરતો
વેદ:
होतारं सत्ययजं रोदस्योरुत्तनाहस्तो नमसा विवासेत (ऋग्वेद 46-16-6) અનુવાદ: ફકત પુજાને પાત્ર પૃથ્વી અને આકાશને સીધા માર્ગ પર ચલાવવા વાળ પરમેશ્વર થી કાકલુદી સાથે ઊંચા હાથ કરી દુઆ(પ્રથના) માંગો
અલકુરઆન:
( અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
7_ અલકબીરુલ મુતઆલ (રઅદ_9)
અનુવાદ: અલ્લાહ સહુથી શ્રેષ્ઠ અને આલીશાન(ઉચ્ચતમ ગૌરવવંત) છે.
વેદ:
अध्धा देव महा (अर्थवॆद 3-57-20 ) અનુવાદ: અલ્લાહ હકીકતમાં ઘણો મોટો છે.
અલકુરઆન:
(અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
8_ લા તબ્દીલ લિ કલિમાતિલ્લાહિ.(યુનુસ-64)
અનુવાદ: અલ્લાહની વાતોમાં કોઇ ફેરફાર થતો નથી.
વેદ:
अदग्धानि वरुऋस्य व्रतानि (ऋग्वेद 10-34-1)
અનુવાદ: ખુદાના કાનુન કોઇ બદલી નથી શકતુ.
અલકુરઆન:
( અરબીમાં લખેલ આખી આયતનો અનુવાદ નથી, પણ ગુજરાતીમાં જેટલો ભાગ દર્શાવ્યો છે એનો અનુવાદ છે)
9_ વલન તજિદ લિસુન્નતિલ્લાહિ તબ્દીલા.(અલફતહ 230) અનુવાદ:અને તમે અલ્લાહના કાયદામાં કોઇ પરિવર્તન નિહાળશો નહીં.
વેદ:
न किरस्य प्रमिनंति व्रतानि (अर्थवॆद 5-1-17) અનુવાદ: ખુદાનો કાનુન કોઇ બદલી નથી શકતું.
પાકિસ્તાનમાં ગુજરાતી ગઝલ(1984 સુધી) __ દીપક બારડોલીકર
તમારા આ નાજૂક પગોની ફિકર છે
અમારા નગરની ચે પથરાળ સડકો.
રમત સંતાકૂકડી ભૂલી ગયાં શું
કદી ભૂલેચૂકે આવીને અડકો.
આપણી કાવ્યકૂચનેસાડત્રીસ વર્ષ થવ આવ્યાં.કાફલો એના પ્રસ્થાન બિંદુથી ખાસો આગળ વધી ચૂક્યો છે.એની ચાલ પણ વેગવાન બની હોય એમ લાગે છે.
પ્રસ્થાન ગઝલને સથવારે થયું હતું અને એ સથવારો આજેય અકબંધ છે.અધિક દ્રઢ થયો છે.વચમાં કતા,રૂબાઈ,નઝમ, ગીત, હાઈકુ વિગેરે કાવ્ય પ્રકારો પણ ખેડાતા રહ્યા.અક્ષરમેળ અને માત્રામ્ર્ળ છંદનો ઉપયોગ થયો અને અછંદાસના પ્રયોગો પણ થયા.
પરંતુ ગઝલ એ બધાથી અગળ રહી.એનો પ્રવાહ અસ્ખલિત રહ્યો. અને આજે આપણાં સમૂળા કાવ્ય ધનનું પ્રતિનિધત્વ કરી શકે એવો કોઇ કાવ્ય પ્રકર હોય તો તે ગઝલ છે.
શરૂમાં મુશાયારા પ્રવુત્તિનાં સંચાલનમાં કવિઓન બે મંડળો _ પાકિસ્તાન ગુજરાતી ગઝલ મંડળ અને અંજુમને મુસ્લિમ ગુજરાતી અદબ__ ખાસાં એવ સક્રિય રહ્યાં.ગઝલ મંદલની આગેવાની પ્રતિભાશાળી પત્રકાર અને કવિ_લેખક મર્હુમ માતરી સાહેબના હાથમાં હોવાથી એ મંડળના સભ્યો ભાષા શુધ્ધિની ખાસ કાળજી રાખતા.ઉર્દુ શબ્દો અને શબ્દ પ્રયોગોન ઉપ્યોગથી બચવાની કોશિશ કરતા.
જ્યારે અંજુમને મુસ્લિમ ગુજરાતી અદબનું વલણ એનાથીવિપરીત હતું.એના જૂનાગઢી આગેવાનોનો ઉર્દુ પ્રતિ ઝુકાવ વિશેષ હતો.આથી અંજુમનનાં સભ્યોમાં ઉર્દુ શબ્દો અને શબ્દપ્ર્યોગોનું ઉપયોગનું વલણ વધતું ગયું.જોકે હવે એ વલણનાં વળતાં પાણી થયાં હોવાનું જોવા મળે છે.
આ મંડળો માસિક મિલન પણ યોજતાં.જેમાં રજૂ કરાતી ગઝલો વિશે અને ગઝલની રચના વિધિ અને અરબી છંદો વિશે ચર્ચાઓ પણ થતી. આ રીતે ,આ મંડળોએ તેમના સભ્યોમાં ગઝલ રચવાની સમજ વિકસાવવામાં સારા પ્રયાસો કર્યા હતા એમ નિ:શંક કહી શકાય.
આ મંડળોએ કાવ્ય પ્રવુત્તિને વેગ આપવા માટે ,ફોરમ, અને ‘સલસલિલ’નામે પુસ્તિકા_પ્રકાશનનો સિલસિલો પણ 1955 પહેલાં શરૂ કર્યો હતો.જોકે આ પ્રકાશન પ્રવુત્તિને તેઓ એકેકે પુસ્તિકાથી આગળ જારી રાખી શ્ક્યા નહોતા.
આ મંડળો સિવાય બીજાં કેટલાક મંડળો,કાવ્ય સાહિત્ય્ના વિકાસ માટે સક્રિય રહ્યાં છે.જેમાં પાક ગુજરાતી સાહિત્ય મંડળ ,ગુજરાતી સાહિત્ય સભા અને ગુજરાતી કવિ મંડળ ખાસ ઉલ્લેખનીય છે.
કવિઓના આ મંડળો સામાન્ય ગઝલી મુશાયરાના આયોજન ઉપરાંત ધાર્મિક પ્રસંગોએ મુસાલેમા,મુકાસેદા હમ્દિયા,નાતિય્હ અને મંકબલિયા મુશાય્રા પણ યોજતા રહ્ય છે.તેમના પ્રયાસોથી ધાર્મિક કાવ્યસાહિત્ય્નો વિકાસ પન નોંધ પાત્ર હદે થવા પામ્યો છે.ધાર્મિક મુશાયેરાના આયોજનમાં ઈશના અશરીક લમ મંડળ પણ ખાસ્સું સક્રિય રહ્યું છે
1 નયન ધારા_____ સાલિક પોપટિયા
2 ખંડિત શમણા__ સાલિક પોપટિયા
3 છીપનાં મોતી __ સાગર કુતિયાનવી
4 પૂષ્પ અને પાનખર __ રફીક હમીદાણી
5 સાબિરનાં મોતી ____સાબિર થાણિયાણી
6 ઝંઝાવાત ________ નઝર ગફૂરી
7 પરિવેશ ______ દીપક બારડોલીકર
8 અભિધા _______ ઉમર જેતપુરી
9 નિનાદ(અછંદાસ) _______ મહંમદ બેગ
10 નજરાણું ________ નઝર ગફૂરી
11 જવહરે શમશીર ________,શમશીર વીજપડીવાળા
12 મહેશર મૂડી ________ આસિફ મિરઝા
13 મુક્તિનો પરવાનો________ નિશાત નુરાની
14 શિકવા અને જવાબે શિકવા(પદ્યનુવાદ)___ આદિમ કુતિયાનવી
15 આબે કવસર ________દીપક બારડોલીકર
16 પદ્યશાસ્ત્ર(છંદ શાસ્ત્ર) ____નઝર ગફૂરી.
નોંધ : શ્રી દીપક બારડોલીકર નાં જીવન કવન પર એક લેખ ‘બઝમે વફા’ માં આગળ પોસ્ટ થયો છે ,વાંચવા વિનંતી છે.
દીપકનાં પ્રકાશનો:
1 ગુલમોરનાં ઘુંટ .
2 એની શેરીમાં .
3 તલબ .
4 આમંત્રણ .
5 મોસમ.
6 વિશ્વાસ .
7 પરિવેશ.
8 સુન્નીએ વહોરા(ઈતિહાસ) .
9 વહોરા વુભૂતિઓ.
10 સાંકળોનો સિતમ .
11કુરઆન પરિચય.
12 આબેકવસર
13 સિરાતે હરમ
સંપાદન :
14 વિદેશી ગઝલો(પાકિસ્તાનના શાયરોની ગુજરાતી ગઝલો)
પાક ગુર્જર કવિઓના ટહૂકા
1 દીપક બારડોલીકર
વરસ્યો છું!
કવિ છું ને ગઝલની ગુંજમાં ઘર ઘર વરસ્યો છું!
ઘડી કે બે ઘડી ના ,હું અહીં અકસર વરસ્યો છું.!
એ કારણ રૂપ નિત કુરનિસ બજાવી માન આપેછે,
કે હું, સૌંદર્ય રીઝે એટલું સુંદર વરસ્યો છું!
મારૂં નગર
બારડોલી તજીને આવ્યો છું,
છે કરાંચી હવે નગર મારૂં !
હું છું દીપક અને આ વસ્તીની
શેરી_શેરી મહીં છે ઘર મારું !
ચપટીક ચાંદની
તું અગર ચપટીક આપે ચાંદની,
સૂર્ય જેવો સૂર્ય સ્વીકારું નહીં.
તું મને તારો ગણીને જોઇલે,
મુગલે આઝમનેય ગણકાણું .
ઉપમાં નહીં આપું.
રૂપાળું છે રૂપક કિંતુ ખુમારી એને કયાં જાશે,
હું કાતિલ નૈનને શમશીરની ઉપમાં નહીં આપું.
કરીને ઘાવ હૈયા પર પ્રણય અમૃત વહાવે છે,
પ્રિયે તારી નજરને તીરની ઉપમા નહીં આપું.
2 મઝાનો માણસ__નઝર ગફુરી
હોય દાનો કે દિવાનો માણસ
છે હકીકતમાં તમાશો માણસ
શું વિચારે કોઇ એના માટે
રોજ બદલે જ્યાં વિચારો માણસ.
માણસાઇ માં રહ્યો છે પાછળ
ચાંદ પર પહોંચી જનારો માણસ.
પામવા તુજને ફરિશ્તા શોધે,
તુ છે કુદરતનો ખજાનો માણસ.
એક દિલ છે અને સદમાં લાખો,
શું કરે હાય બિચારો માણસ.
કાલે બેઠો તો ‘નઝર’ની સામે
એ તો લાગે છે મઝાનો માણસ.
3 ખાદિમ કુતિયાનવી
હેરતથી એના રૂપને જોતી રહી નજર,
પરર્દો ઉથયો તો આંખથી પલકાર પણ ગયો.
મહેફિલથી તેઓ જાય તો રોકી શકાય ના,
ઉડી જતી સુવાસને બાંધી શકાયના.
કોઈ ટકોરા મારે તો એ ખોલવાં પડે,
કે બારણાંઓ સાવ તો વાસી શકાયના.
‘ખાદિમ’ શબ્દો સાથે નો સંગાથ છે અતૂટ,
એ નાતો એવો છે કે ઉવેખી ના શકાય.
4 તનવીર વાસાવડી
નવી માટી નવો ચુનો નવી ઈંટો હું શોધું છુ,
સમયની માંગણી છે કર,નવું ચણતર નવી રીતે.
સમય માંગણી એની પૂરી કરે છે,
જે પૂરી કરે માંગનીને સમયની.
જેલ ખાનામાં જગતનાં કેવી અવળી રીત છે.
મુક્ત નાદાનો અને દાતા બધા જંજીરમાં.
મારાથી ગુમ થયેલ હું મુજને મળી ગયો,
એનાથી જ્યારે મારી મુલાકાત થઇ ગઇ.
‘તનવીર’દિલની વાતને કળવી કઠિન છે
સાગરનો તાગ ન મળે ડુબી ગયા વિના.
5 તૌફીક પ્રીતમ
માર્ગ દેખાડું.
દ્રશ્યને દ્રશ્યથી જુદું પાડું.
આવ દરિયામા માર્ગ દેખાડું.
આજ વિશ્વાસ સ્વાસમાં મુકી
મોતને બે ઘડી તો રંજાડું
કેમ ઉચ્ચારું જે હો જગ જાહેર
ભેદની વાત કેમ સંતાડું.
સપ્તરંગી હતી એ રસવેલી
એના રંગોને મનમાં સંતાડું.
રસ ઝરણ!આવ કે તરસ છે અસહ્ય
પ્રાણ ચાતકને કંઇક તો પીવાડું
જેનું પાષાણ છે હ્રદય પ્રિતમ
એને ઠોકર કેમ ન વળગાડું.
6 અશ્ક માણાવદરી
સમર્પણ ભાવ લઇ ને હું તમારી પાસ આવ્યો છું
તમારાથી કશું માંગુ નહીં ,એ ખાતરી રાખો
રૂઠોના મુજથી ,માફ કરો મુજને દોસ્તો
કહેવાઇ ગઇ છે ભૂલથી વાતો ખરી ખરી.
દુ:ખની લિજ્જત
તમારા દુ:ખ મને આપો તમે મારી ખુશી રાખો.
તમારો મિત્ર છું વાત એટલી પણ શું નહીં રાખો.
કદી મત્લબ પડે તો ‘અશ્ક’ પાસે ચાલ્યા જાજો,
તમારી ડયરીમાં એનું ઠેકાણું લખી રાખો.
7 ફઝલ જામનગરી.
રણઝણે છે કોણ
ધડકનોમાં રણઝણે છે કોણ જો
છાનુંમાનું ગણગણે છે કોણ જો
પૂરનો ભય અવગણે છે કોણ જો.
રેત પર આ ઘર ચણે છે કોણ જો.
રાત આખી જાગી એની આશમાં
રાતના તારા ગણે છે કોણ જો.
આપ મેળે કેમ એ ફફડી ગયો,
ખોફને દિલમાં વણે છે કોણ જો.
ખેતરે વાવી દીધાતા ’ઘઉં’ અને
પાક આ જવનો લણે છે કોણ જો.
કાં શરદ રૂતે ‘ફઝલ’ ભડકા થયા
દિલ જેગરના તાપણે છે કોણ જો.
8’ સાલિક’ પોપટિયા
કિનારા કંઈ નથી કહેતા
ફિઝં ખામોશ છે જાણે નઝારા કંઈ નથી કહેતા.
જિગર બેચેન છે તોયે સિતારા કંઈ નથી કહેતા.
સફરમાં પણ દિલાસો એટલો અમને નથી મળતો,
છે મંઝિલ કેટલી છેટે ઉતારા કંઈ નથી કહેતા.
વમળ કેરી થપાટોએ ફગાવઈ છે આરે પણ_
અમારી નાવ ક્યાં ડૂબી કિનાર કંઈ નથી કહેતા.
જીવનાની અલ્પતાનો મર્મ પામી જાત સૌ કિંતુ,
ઉઘાડા હાથ લઈ જગથી જનારા કંઈ નથી કહેતા.
પ્રણયમાં હોય ના ફરિયાદ સાલિક જો પતંગાને,
જીવન બાળી, શમને ભેટનારા કંઈ નથી કહેતા.
ઉર્દુના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ વલી ગુજરાતી_મોહંમદઅલી વફા
જનાબ’વલી’ને શ્રધ્ધાંજલિ.
તુને ચઢાયા તાજ ઉર્દુકે સર પે વલી.
તુને સજાયા તાજ ઉર્દુકે સર પે વલી.
ઉર્દુકે ગુલિસ્તાંકી રહી ગુજરાત મે ઝમામ.
ગાલિબો,મીરો ઈકબાલકાતુ હી રહા ઈમામ
_વફા
ઝમામ=લગામ(વર્ચસ્વ)
વલી મોહંમદ’વલી’( વલી દક્કની તરીકે પણ જાણીતા છે)નો જન્મ ઔરંગાબાદ,મહારાષ્ટ્ર માં 1667 માં થયો.વલી પ્રવાસના શોખીન હતા. પ્રવાસને વલી વિદ્યા અને શિક્ષણ નું એક માધ્યમ માનતા હતા.1700માં એમનો દિલ્હીનો પ્રવાસ એ ઉર્દુ ગઝલ માટે સુખદ ઘટના હતી.એમની ઉર્દુ કવિતામાં રહેલી સાદગી, સંવેદન,અને સંગીતમય સ્વરરચના એ દિલ્હીના ફારસી પ્રેમી કવિઓમાં ઉત્તેજના સર્જી.કે ‘રેખ્તા(ઉર્દુનું પ્રાથમિકનામ) માં પણ પદ્યની સર્જાકત્મકતા સુપેરે રહેલ છે.એમના આ દિલ્હીના પ્રવાસે દિલ્હીમાં ઉર્દુ ગઝલ ની રચના , વિકાસમાં અને ઉતપત્તિમાં સ્ફુતિ અને ઉનમાદ પેદ કર્યો.
વલી ફારસી ભાષાનાં કાવ્યો માં રહેલ ઉત્સાહ,જોમ,સજીવતા,વિકાસ અને કાલ્પ્નિકતાથી અજાણ કે અજ્ઞાત ન હતા.પરંતુ વલી ની પ્રચંડ સર્જન શક્તિ ,ઉર્દુ પ્રેમ અને સખ્ત પરિશ્રમે એમને ઉર્દુ કાવ્યના ભિષ્મપિતામહ અને શિલ્પી બનાવી દીધા.અને ઉર્દુ શબ્દ ભંડોળ ને હિંદી,ફારસી,ઉર્દુ અને અરબી શબ્દ ભંડોળથી માલામાલ કરી દીધું.
વલી એ ફારસી માં પ્રણાલિગત દરેક કાવ્ય પ્રકાર મસ્નવી.કસીદા.નઝમ વિ. પર કામિયાબી પૂર્વક હાથ અજમાવ્યો. પણ ગઝલ એ એમનો પ્રિય કાવ્ય પ્રકાર રહ્યો,અને એમાં પ્રાણ પુરી દીધો.એમણે 473 ગઝલો લખી હશે.જેમાં 3225 શેરો(અશાર)નું ભરત કામ છે.. વલી એમની અભિવ્યક્તિમાં પુરુષ ના દ્ર્ષ્ટિકોણથી પ્રેમ ના નિરુપણ માં પ્રથમ કવિ છે.જ્યારે રૂઢિ પરંપર પ્રમાણે પ્રેમની અભિવ્ય્ક્તિ સ્ત્રી પાત્ર તરફથી વ્યકત કરવાનો શિરસ્તો હતો. વલી નો ઈંતેકાલ(નિધન)1707 માં અમદાવાદ માં થયો.અને ત્યાંજ સરખેજ રોડ નજીક દફન કરવામાં આવ્યા. ’વલી’ એક સુફી સંત પણ હતા. ઉર્દુ કાવ્યની શરુઆતજ એમના પુરોગામી સુફી સંત અને હઝરત નીઝામુદ્દીન અવલિયા(રહ.)ના ખાદિમ અને અંતેવાસી હઝરત અમીર ખુસરો ની.પવિત્રત્તા,લોકસેવા,મદ્યનિષેધ,અને વૈષ્ણવ વજંતોની સંપૂર્ણ વ્યાખ્યામાં સમાવિત મહા પુરુષોથી થઈ છે. ગાલિબના મદ્યપાને શાયરોને
એવો સંકેત આપ્યો કે એ પણ શાયરી નું કોઇ અનિવાર્ય અંગ છે.અને તે પછી ઘણા અપવાદો બાદ કરતા કેટલાક શાયરો ગાલિબની આ કૂટેવને શાયરીનો કોઇ છંદ સમજી વળગી રહ્યા અને હજી પણ છે
આ’વલી’ગુજરાતી જે ઉર્દુ ભષાના પ્રથમ ગ્રંથષ્ઠ કવિ હોવાનો માથે તાજ રાખે છે. એની ગોધરા કાંડ પછી આપણે શી વલે કરી?
’જમીં ખા ગઈ આસ્માં કસે કૈસે’
વલીનો વતન પ્રેમ:
દિલ્હી ગયા પછી વલી ગુજરાતને ખુબ યાદ કરવા લાગ્યા. દૂર રહેતી કોઇ પ્રેયસી માટે તડપે એમ વલી તડપતા રહયા અને દર્દભરી ગઝલ લખી. વલી દિલ્હીથી તેની બધી શાનો શૌકત, અને મિત્રોને છોડી ગુજરાત પરત થયા.
ग़ुजरात के फिराक से है खार खार दिल
बेताब है सीना मने आतिश बहार दिल.
मरहम नहीं ईसके जखमका जहान में
समशीए हीज्र से हुआ है फिकार दिल.
અનુવાદ: ગુજરાત ના વિરહથી મારું હૃદય કંટકોથી ખુંપાઈ ગયું છે. મારા હૃદયની વસંત અગ્નિનીની જવાળાઓમાં લપેટાય ગઈ છે,અને બેચેન છે. માર ઘાવનો આ વિશ્વમાં કોઈ મલમ દ્રષ્ટિ ગોચર થતો નથી
આ વિયોગની ની તલવારથી મારા હૃદયના ટૂકડે ટૂકડા થઈ ગયા છે.
ગઝલકારો શ્રી રતિલાલ અને શ્રી રાંદેરીને ‘વલી’ એવોર્ડ
ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના પ્રથમ ઉર્દૂ શાયર શ્રી ‘વલી’ ગુજરાતીની સ્મૃતિમાં ‘વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર’ ની સ્થાપના કરી છે. આ કેન્દ્રની સલાહકારસમિતિના અધ્યક્ષ માન. મંત્રીશ્રી, શિક્ષણ, રમતગમત યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, શ્રીમતી આનંદીબેન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાતના સુપ્રસિદ્ધ વયોવૃદ્ધ, ગઝલકાર શ્રી રતિલાલ ‘અનિલ’ તથા 103 વર્ષની ઉંમરે પહોંચેલા ગઝલકાર શ્રી ‘આસિમ’ રાંદેરીને મૂર્ધન્ય ગઝલકાર તરીકેનો ઍવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
આ ઍવૉર્ડમાં બન્ને મૂર્ધન્ય ગઝલકારોને રૂ. 1 લાખ, શાલ તથા સ્મૃતિચિન્હ અર્પણ કરવામાં આવેલ છે. ગુજરાતી ગઝલ પરંપરાના મહત્વના સીમાચિન્હ રૂપ આ ગઝલકારોને તા. 31-10-2006 ના રોજ સરદાર પટેલ જયંતિ નિમિત્તે કરમસદ ખાતે જાહેર સમારંભ યોજીને રાજ્યકક્ષાના અવૉર્ડ અર્પણ કરવામાં આવ્યો છે.
वली गुजराती
मर्कद शीकन का कोइ भी मझ्हब नहीं होता ,
तोडी मझारे ‘वली, और मलबे को पुंजते हो.
वली अहमदाबादी आसीम,अनिल सुरती
देने ‘वली एवर्ड करमसद क्यों पहोंते हो.
મર્કદ શીકન=કબર(મઝાર) તોડનાર
મલબા= ખંડેર આસીમ=ગુજરાતીના વયો વૃધ કવિ વતન:રાંદેર(સુરત)
અનિલ=રતિલાલ ‘અનિલ’ કરમસદ=ચરોતરમાં આવેલ ગામ
વલીની એક ગઝલનો ટૂકડો:
मुफलीसी सब बहार खोती है.
मर्दका एतेबार खोती है.
क्योंकी हासिल हो मुझको
जमिअत झूलफ तेरी करार खोती है
અનુવાદ:
દારિદ્રય બધીયે વસંતો ગુમાવી દે છે. એક પુરુષના વિશ્વાસને ગુમાવી દે છે.
મને એકાગ્રતા(શાંતિ) પ્રાપ્ત થઈ જાય એટલા માટે તારા કેશ વિખરાય જઈ પોતાની એકાગ્રતાને ગુમાવી દેછે.
નફરત ફૈલા રહેંહૈ યે મઝહબકે નામ પર,
સત્તાકે ભૂકે લોગોંસે મઝહબ બચાઈયે.
’વલી’ ગુજરાઉપર ઉર્દુ અંગ્રેજીમાં ઘણું લખાયું છે.ડૉ.સૈયદ અબ્દુલ્લહનું પૂસ્તક’વલી સે ઈકબાલ તક’ઉર્દુ પ્રેમીઓ માટે સુંદર પુસ્તક છે.
વલી ગુજરાતીની મજાર_ડૉ.રસેશ જમીનદાર
શહેર અમદાવદ,શાહીબાગ એનો એક વિસ્તાર. અહીં અંદર બ્રિજ જવાના રસ્તા ઉપર હતી કવિ વલી ની મજાર_દરગાહ.વલી જે વંશમાં થઈ ગયા તે વંશના લોકોને શાહીબાગમાં દફનાવવામાં આવતાં હતાં.એવું કહેવય ચી કે એ લોકોનું કબ્રસ્તાન પહેલેથી શાહી બાગમાં હતું.પરંતુ અનુગોધરાકાંડ દરમિયાન કમનસીબે વલી ગુજરાતીની કબર કોમવાદનો ભોગ બની.અને તે નષ્ટભ્રષ્ટ થઈ ગઈ.હમણા 1-3-2006ના રોજ વલીની કબર જ્યાં હતી તે જેગ્યાએ મીણબત્તીનો પ્રકાશ પથરાયો,અને પૂષ્પોના સુશોભનથી વલીની સ્મૃતિ તાજી કરાઈ. વલી ઉર્દુ ગઝલનાં બાવા આદમ હતા. કવિ ચોસરનું જે સ્થાન અંગ્રેજી ભાષામાં છે તેવું સ્થાન ઉર્દુ ભાષામાં વલી નું છે. દૂર્ભાગ્યે મોટા ભાગના ગુજરાતીઓ ,વિશેષ અમદાવાદીઓ ,આ ગઝલકારના જીવન કવનથી અનભિજ્ઞ છે.ઉર્દુ ભાષામાં ગઝલને મુખરિત ચહેરો આપનાર આ સમર્થ ગઝલકારનો ગુજરાત_પ્રેમ એમની કવિતામાં ,મસ્નવીમાં અને ગઝલમાં વિશેષ ભાવે અભિવ્યકત થાય છે.’ગુજરાત ના વિયોગ’માં વલીનો ગુર્જર પ્રેમ પ્રબળતાથી અનુભવી શકાય છે.સોળમી સદીમાં વિદ્યમાન અને દેશ સમસ્તમાં ગુજરાત અમદાવાદ ને ખ્યાતિ બક્ષનાર કવિ વલીને ગુજરાત વિસરી ગયું છે.ઉર્દુ ભાષામાં પહેલ પ્રથમ વિનિયોગ વલી દ્વારા થયો છે.આ કવિના જન્મ_ મરણ_ કવન ગુજરાતન ફાળે અંકિત થયેલાં છે. એમની કવિતામાઅં સુફીવદનું તત્વ પ્રબળ રીતે અનુભવી શકાય છે. વલીના જમાના સુધી ફારસીમં કવિતા લખાતી હતી.ઉર્દુમાં ભગ્યેજ કવિતા રચાતી. પરંતુ વલીની કવિતા જુની જુની ગુર્જરીથી અલગ અને નવી ઉર્દુની નજીક હતી.હવે ગુજરાત સરકારે વલી ગુજરાતી વલી અકાદમી સ્થાપવાનાં ચક્રો ગતિમાન કર્યં છે. કવિએ સુરતની પ્રશસ્તિ પણ કવિતામાં નિબધ્ધ કરીછે.એક એક સુરત જોઇ લ્યો જાણે મોંઘી મૂરત.આવા કવિની મજાર 1-3-2002નાં રોજ દોષ્કૃત્યોથી દૂર કરાઈ.સાહિત્યકાર ધર્મ જાતિથી પર હોય છે.અને તેથી વલી ગુજરાતેની કબરની પહોંચાડેલું નુકસાન નિંદનીય ગણાય.(2-3-2006)’કુમાર’950:ફેબ્રુઆરી 2007
એમની મઝાર 28ફેબ્રુઆરી2002ના રોજ તોડવામાં આવી.
પઢે ફાતિહા યહાં આએ ક્યું,કોઇ ચાર ફૂલ ચઢાયે કયું?
જો બિગડ ગયા વો નસીબ હું ,જો ઉજડ઼ ગઇ વો બહાર હું.
(બહાદુરશાહ ઝફર )
ડોકિયું:
અરબી,ફારસી,ઉર્દુ અને ગુજરાતી માં શાયરીના તમામા પ્રકારમાં રૂપકો અને પ્રતિકો માં સાકી,શરાબ,જામો.મીના,સાગર.મયખાના.મયકશ,સુરાહી.નશાપીના.પીલાના વિ નો ઉપયોગ વિપૂલ પ્રમાણ માં થયો છે. ઈશ્કે હકીકી હોય કે ઈશકે મિજાઝી આ પ્રતિકો અને રૂપકો રંગ બદલીને આવવાનાં. શ્રી મોરારજીભાઈ દેસાઈના વડા પ્રધાન પદનાં જમાનામાં ગાલિબ જયંતીની ઉજવણી ધામ ધૂમથી થઈ.ગાલિબા અકાદમીઓ સ્થપાઈ આંતરારાષ્ટ્રિય કક્ષાનાં ઉર્દુ મુશાયેરા થયા. દિલ્હી અને હઝત નિઝામુદ્દીન, નવી દિલ્હી ગાલિબ મય બની ચૂકયું. શ્રી મોરારજી ભાઈ દેસાઈ ને એક શાનદાર મુશાયએરામાં ખસુસી(ખાસ)મહેમાન તરીકે આમંત્ર્વામાં આવ્યા.આંતરારાષ્ટ્રિય મોટા ગજાના શાયેરો,મહાનુભાવો હાજર હતા.શ્રી મોરારજીભાઈ નશાબંધીનાપ્રણેતા ગણાય.ચુસ્ત ગાંધી વાદી. ગાલિબ વિશે એમણે વકતવ્ય આપતાં કહ્યું કે ‘ગાલિબ’ ઘણી ઉચી કોટિના કવિ હતા,આ બધા માનના ખરેખર અધિકારી છે. પરંતુ ‘ગાલિબ’ વાત વાત માં દારૂ(શરાબ)નો જીકર કરે એ મને ગમતુ નથી.(યાદ દાસ્તના આધારે)
બાદશાહ ઔરંગઝેબના સાચા વ્યક્તિત્વની તલાશ.
હરિદેસાઈ
.   ભાગ:2( ‘કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ )
વિરોધાભાસી પગલાં
ઔરંગઝેબે વડનગરનાં હાટકેશ્વર માહાદેવના મંદિરથી લઈને દ્વારકાના જગતમંદિર ઉપરાંત સોમનાથ મંદિર અને કાશીવિશ્વનાથ મંદિરને તોડી પાડવાનાં ફરમાન કર્યા જરૂર,પણ પ્રત્યેકની પાછળ કહાણી અવ્શ્ય હોવી જોઈએ.જેમકે દ્વારકાના મુઘલ થાણા પર લોકોએ હુમલો કરીને થાણેદારને મારી નાંખ્યા પછી ઔરંગઝેબે દ્વારકાના મંદિરને તોડી પાડવાનો હુકમ આપ્યાનું ,મુઘલકાલ,ના પૂષ્ઠ 85 પર નોંધાયું છે.રાજપૂત અને હિંદુ સરદારો ઔરંગઝેબની સામે થયા ત્યારે એણે કટ્ટર મુસ્લિમ શાસક તરીકે પોતાની જાતને પેશ કરીને તમામા મુસ્લિમોને પોતાના સમર્થનમાં લેવાની રાજકીય વિવશતાને અનુસરવાનું પસંદ કર્યાનું પણ ઈતિહાસે નોંધાયું છે.         જે ઔરંગઝેબે મંદિરો તોડાવ્યાં ,એજ ઔરંઝેબે અનેક ઠેકાણે હિંદુ મંદિરો બાંધવા ,સમારકામ કરાવવા કે આત્મનિર્ભર કરવા માટે આર્થિક સહાય કરી છે.એટલુંજ નહીં ,જાગીરો પણ આપી છે..ભારતીય ઇતિહાસ અનુસંધાન પરિષદની શોધન પત્રિકા ‘ઈતિહાસ’(જાન્યુઆરી 1992)માં સતીશચન્દ્રના ‘ઔરંગઝેબ કે શાસન કે ઉત્તરાર્ધમેં ઉસકી ધર્મ નિતિ ‘કુછ વિચાર ‘નામક શોધ લેખમાં આવા ફરમાનોની વિગતો આપી છે.
જજિયાવેરો અને મુક્તિ:
ખલનાયક ગણાતા ઔરંગઝેબે પોતાના વહીવટી અને આર્થિક  આવષ્યકતાના ભાગ રૂપે જજિયાવેરો અમલમાં લાવવાનું પસંદ કર્યું એ વત સાચી ,પણ મરાઠા શાસકો પણ ચોથ ઉઘરાવતા હતા એ વાતને કેમ વિસારે પડાય? ઔરંગઝેબના જજિયાવેરા સામે પ્રજાના સામુહિક વિરોધનો કોઇ કિસ્સો નોંધાયો નથી.જોકે ગંગા કે અન્ય તિર્થોમાં નહાવાવાળાઓ કે મદડાનાં અસ્થિ ગંગામાં વહાવવા લઈ જનારા હિંદુ પાંસેથી કોઇ જાતનો કર લેવામાં આવતો નહોતો.જીવન જરુરી  એવી 54 ચીજ વસ્તુઓ માટે ઔરંગઝેબે 1673માં મહેસુલ મુક્તિ જાહેર કરી હતી.ખુદ જદુનાથ સરકારે મુઘલ એડમેનીસ્ટ્રેશનમાં નોંધ્યું છે કે શાહજહાં અને ઓરંગઝેબના સમયમાં કોઈ પણ સૂબેદાર જબરદસ્તીથી નાણા વસુલવાની કે પ્રજાને કનડગત કરતો હોવાની ફરિયાદ બાદશાહનાં કાને પડે તો રાજના લાગતા વળગતા કર્મચારી કે સૂબેદારની હકાલપટ્ટી થતી.જો કે ઔરંઝેબના કાળમાં કયારેક બાદશાહનાં આદેશ પળાતા નહોતા.(પૂ.108)    મનસુખલાલ પોટા નોંધે છે: ‘ઔરંગઝેબે હિંદુઓને પોતાના દરબારમાં નોકરીઓ આપી હતી એટલુંજ નહીં ,હાથી,ઘોડા, ગાયો,તથા જમીન અને ગામોનાં ઈનામ પણ આપ્યાં હતાં.સતીદાસ સાથે બાદશાહે ગુજરાતના લોકો ઉપર ફરમાન મોકલ્યું હતું;અને તેમાં હિંદુ તથા મુસલમાનને એકસરખા ગણવાનો હુકમ કરેલો હતો.જજિયાવેરો લશ્કરમાં જોડાનારા હિંદુએ ચૂકવાવો પડતો નહોતો. જજિયાવેરો વધુમાં વધુ 20 રૂપિયા હતો.મધ્યમ અને કનિષ્ઠ વર્ગનાં માટે અનુક્રમે 6 રૂપિયા 3 રૂપિયા હતો.લશ્કરી નોકરી સાધુબાવા ,બ્રાહ્મણો,વીસ વરસથી નાની ઉમરના અને પચાસ વર્ષથી વધુ વયનાં,સ્ત્રીઓ,અપંગ,માંદાઓ વગેરેને કરમાંથી મુક્તિ હતી.આ કર આપવા માટે હિંદુ પ્રજા નારાજ હોય એવો એક પણ દાખલો નથી.’(ઔરંગઝેબ 1920)હિંદુદ્રેષી લેખાતો બાદશાહ ઔરંગઝેબ હમેશા ગંગા નદીનુંજ પાણી પીતો.અને યુરોપનાં ષ્રેષ્ઠ દારૂ કરતાં ગંગા જળને વિશેષ ચાહતો.ઊંટો પર ગંગા જળ મંગાવવાની તેના માટે ખાસ વ્યવસ્થા તેના માટે યુધ્ધનાં દિવસોમાં પણ રહેતી.     કેફી પદાર્થો અને ચીજોનું ઉત્પાદન બંધ કરાવવા ના પક્ષધર ઔરંગઝેબે ભાંગના છોડોનું વાવેતર બંધ કરાવવા માટેનું ફરમાન ગુજરાતનાં દીવાન રહમતખાન પર મોકલ્યું હતું.વળી 20 નવેંબર 1665નાંફરમાન અન્વયે અસંખ્યાબંધ ગેર કાનૂની અને પ્રજા વિરોધી વેરાને એણે નાબૂદી કરી હતી.પ્રજાનાં સામાજિક અને ધાર્મિક ઉત્સવો સામે મનાઈ ફરમાવવાના એના હુકમ સામે  ઊહાપોહ મચવો સ્વભાવિક હતો.પણ બાદશાહનાં પોતાના તર્ક રહેતા.પાંચમ ,અમાસ,અને એકાદશીએ દુકાનો બંધ રહેતાં પ્રજાને અગવડ પડતી હોવાથી તેણી બધો વખત દુકાનો ખુલ્લી રાખવા ફરમાવ્યું હતું.(‘મોઘલ કાળ’:ભો.જે.વિદ્યમાન).
શાંતિદાસ ઝવેરી ને જૈન તીર્થો.
જે ઔરંગઝેબે કયારેક સરસપુરના મંદિરને તોડાવીને મસ્જિદમાં ફેરવી નાંખવાનો હુકમ આપ્યો હતો, એજ આલમગીર 1660નાં ફરમન થકી જૈન શાંતિદાસ ઝવેરીની સેવાઓના બદલામાં શત્રુંજય,ગિરનાર અને આબુના જૈનતિર્થોની સોંપણી ,જૈનસંઘ પ્રતિનિધી તરીકે ,તેમને કરેછે.બાદશાહ ફરમાવે છે કે આ પ્રદેશમાં કોઇ માંડલિક રાજાઓ  શાંતિદાસના કાર્યોમાં હરકતો ઉભી કરશે તો તેઓ રાજ દંડને પાત્ર થશે.ઔરંગઝેબ જેવા ધર્મચુસ્ત પાદશાહના સાશનમાં  આવું મહત્વનું ફરમાન નીકળ્યુંએ રાજ કારોબારમાં શાંતિદાસનો જે પ્રભાવ હતો તેનું સુચક હોવાનું પણ નોંધાયું છે.હિંદુઓની જેમજ પારસીઓ પર પણ જજિયાવેરો લાદવામાં આવ્યો હતો.પણ સુરતનાં દાનવીર રુસ્તમ માણેકે બાદશાહ સમક્ષ રજૂઆત કરી એટલે 10 ઓગસ્ટ 1658ના ફરમાનથી પારસીઓ પરનો જજિયા વેરો રદ કરાયો હતો.
વડનગર_ સુરતની લૂંટો
ઔરંગઝેબના સમયમાં સુવર્ણ નગરીતરીકે લેખાતાં વડનગર તથા વિસલનગર(વીસનગર)ને મેવાડનાં રાણાનાં યુવરાજ ભીમસિંહે લૂંટવા અને વિનાશ સર્જવાનું કર્તુત વેર વાળવા કર્યાનું ઇતિહાસે નોંધાયું છે.એવાજ સમૃધ્ધ નગર સુરતને બબ્બે વાર (1664અને1670) શિવાજીએ લૂંટયું એટલુંજ નહીં ,હિંદુ_ મુસ્લિમ લોકોની કત્લેઆમ ચલાવવામાં કોઇ મણા રાખી નહીં હોવાનું ‘શિવકાલીન _પત્રસારસંગ્રહ (હોલકલ સરકાર પુસ્તક માલા:પ્રકાશક :રાયગડ સ્મારક મંડળ આણિ ભારત ઇતિહાસ સંશોધક મંડળના મંત્રીઓ ન.ચિ.કેલકરાને દત્તાત્રેય વિષ્ણુ આપ્ટે,વર્ષ1930)માં નોંધાયું છે.અહીં પ્રશ્ન ઉઠેછે કે  ફાધર એમબ્રોસની વિનવણીથી શિવાજીએ ખ્રીસ્તીઓનું કેમ રક્ષણ કર્યું?દર વર્ષે મરાઠી સૈનિકો ગુજરાતનાં વડનગરમાં ધાડ પાડવા ઉતરી આવતા હતા.અઢારમાં સૈકામાં આવા સૈનિકો માટે અરબી શબ્દ ‘ગનીમ’(ધાડપાડુ)પ્રચલ્લિત થયાનું ‘મુઘલકલ’( પુષ્ઠ : 245)માં નોંધાયું છે.’મિરાતે અહમદી’પણ ઉમરેઠ અને વડનગર કસ્બાને ગુજરાતની બે સોનાની પાંખો ગણાવે છે.કારણ એ વેળા ત્યાં ધનિક બ્રાહ્મણો વસતા હતા.ઔરંગઝેબનાં શાસન તળેનાં આ સુવર્ણ નગરોને લુંટવા કયારેક મેવડનાં રાણાના વંશજ તો કયારેક વળી મરાઠા સૈનિકો ચડી આવત હતા.તેઓ હિંદુ ધર્મી હતા એ વાતનું સ્મરણ કરવવાની જરુરત ખરી?            ખુદ શિવાજી મહારાજે ઔરંઝેબની સેવામાં રહીને મુઘલ સેનાને પક્ષે રહી લડવાનું પસંદ કર્યું  હોવાની વાત આજે ભાગ્યેજ કોઇને ગળે ઉતરે.પણ ‘શિવશાહી ચા શોધ’(પરિચુરે પ્રકાશન:1997)માં વસંત કાનેટકર નોંધે છે: ‘યુધ્ધશાસ્ત્રમાં શિવાજી રાજ્યે કયારેક સાધન શુધ્ધિનો આગ્રહ સેવ્યો નથી..કરાર કરીને તોડયા , વચન ભંગ કર્યો,જરૂર લાગી ત્યારે પીછેહઠ  કે શરણાગતિ સ્વીકારી,અને તક મળી ત્યારે આક્રમણ કર્યા.’(પૂષ્ઠ 93)ઔરંગઝેબના વિશ્વાસુ સાથી મિર્ઝા રાજા જયસિંહને 1665માં પત્ર લખી શિવાજી મહારજ બાદશાહ વિરુધ્ધ ઉશ્કેરીનેહિંદુ_એકતા સાધવા પ્રયત્ન કરે છે’ પણ એમાં સફળતા ન મળતાં આગ્રા દરબારમાં જવા સંમત થાયછે. આગ્રા દરબારમાં શિવાજીનું અપમાન થયા પછી ફળોનાં કરંદિયામાં સંતાઈને શિવાજી અને એમના પુત્ર સંભાજી છટકવામાં સફળ થયાની હાસ્યાસ્પદ બાબતો આજે પણ ઇતિહાસનાં વિદ્યાર્થીઓને ભણાવાય છે.કાનેટકરે નોંધ્યું છે:’આજે પણ હૈદ્રાબાદનાં સાલાર જંગ મ્યુઝિયમમાં મીઠાઈના એ હાર્મોનિયમ જેવા કરંડિયા મૌજુદ છે.શિવાજી જેવા દોઢસો પાઉંડનાં વજનના સાડાપાંચ ફૂટ ઉંચા માણસ એ કરંડિયમાં કઈ રીતે આવી શકે? એ કોઇ ગોડ્રેજ કબાટ નહોતો.’બાદશાહની કેદમાંથી શિવાજી ચોકિયાતોને લાંચ આપીને  છૂટવાની શક્યતા વ્યકત કરાઇ છે.
મુઘલ સેવામાં શિવાજી:
આગ્રાકાંડ પછી શિવાજી અને ઔરંગઝેબ વચ્ચે સુમેળ સધાય છે.શિવાજી 1665નાંપત્રમાંઔરંગઝેબને લખે છે ,:હું ગુનેગાર છું’તમારે શરણે આવું છું. અને પ્રમાણિકતાપૂર્વક તમારી નોકરી કરવા સદાય તત્પર રહીશ.’મુઘલ સૈન્ય સાથે મિર્ઝા રાજા જયસિંહના સહયોગી તરીકે શિવાજી પણ બીજાપૂરની ચડાઈમાં ભાગ લે છે.સમયાંતરે મુઘલ વિરોધી અટકચાળા બદલ ક્ષમાયાચના કરી લેવામાંય શિવાજીને સંકોચ થતો નથી.પોતાનું સમગ્ર જીવન ઔરંઝેબની સેવામાં અર્પણ કરવા અંગેનો પત્ર  22 એપ્રીલ 1667નાં રોજ એ લખે છે. 9માર્ચ 1667નાં રોજ એ લખેછે ,9માર્ચ 1668નાં રોજ ઔરંગઝેબને પત્ર લખીને શિવાજીને ‘રાજા’નો ખિતાબ આપ્યાનું યાદ દેવડાવે છે.મુઘલ બાદશાહ તરફથી શિવાજીને ‘ રાજા’ નો ખિતાબ મળ્યા પછી છેક 1674માં ગાગાભટ્ટને તેડાવીને છ્ત્રપતિ શિવાજી મહારાજ પોતાનો રાજ્યભિષેક યોજે છે. 1680માં શિવાજીની  આઠ પત્નીઓમાંથી એક સોયરાબાઈ થકી ઝેર અપાતાં છત્રપતિનું મૃત્યુ થયાની નોંધ અનેક ઠેકાણે મળેછે.’શ્રી શિવાજી છત્રપતિ ‘(મરાઠા મંદિર પ્રકાશન 1964)ના લેખક ત્ર્યબંક શંકર શેજવલકર,શિવાજીના અપમૃત્યુ વિષેનાં અલગ અલગ દસ્તાવેજોની છણાવટ કરેછે.શિવાજીના મૃત્યુ પછી  27 વર્ષે ઔરંગઝેબના મૃત્યુ સાથેજ મુઘલનો અંત આવ્યો,અને મરાઠાઓનું મહાભારત પૂરું થયું.’
તટસ્થ મૂલ્યાંકન જરૂરી:
ઇતિહાસને માત્ર હિંદુ મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મના ચશમાં ચડાવી જોવાથી  તો અનર્થ સર્જાય.શાસક એન સ્પર્ધક રાજાઓ કે બાદશાહોનાં તેમનાં પગલાનાં તટસ્થ અભ્યાસ થકી મૂલ્યાંકન થવા જોઇએ.ઉપલબ્ધ સંદર્ભો અને દસ્તાવેજી સામગ્રીને આધારે ઐતાહિસિક ઘટના ક્રમની છણાવટ કરવામાં સરળ સામાન્યીકરણ કરવું જોખમી લેખાય.ઔરંગઝેબ વિષે પૂર્વગ્રહ યુકત સામગ્રી થકી  ઉપસતી છબિ આ મુઘલ બાદશાહના વ્ય્ક્તિત્વને નિશ્ચિત પણે અન્યાય કરનારી છે.ઈતિહસના આયનામાં ત્રણાસો વરસ પછી ઔરંગઝેબ અને શિવાજીજ નહીં ,એમના સમકાલીનોને પણ તુલનાત્મક અભ્યાસ કરતી વખતે સવિશેષ કાળજી લેવાય કે વર્તમાન સંજોગોનાં ઘટનાક્રમનો ઓછાયો એના પર પડે નહીં.સંપૂર્ણ પણે તટસ્થતા કેળવીને ઔરંગઝેબ અને શિવાજીનાં ગુણ દોષ તારવવામાં આવે.આવું થાય તો ભારત વારંવાર પરાધીનતાની બેડીઓમાં શાને જકડાતું રહ્યું એ વાતને ખાળવાનો માર્ગ જરૂર મળી આવશે.ગ્લોબ્લઈઝેશનના યુગમાંય ઇતિહસ_વિશ્લેષણો લાલબત્તી ધરી શકે.                                                       _હરિ દેસાઈ
(શ્રી આઈ.પટેલ સા. એ આ ‘કુમાર,947;નવેંબર2006 માં પ્રકાશિત થયેલા લેખ ને મોકલવા બદલ ’બઝમે વફા’ આભારની લાગણીવ્યકત કરે છે.1લો ભાગ પણ મોકલ્યો હોત તો સારું રહેત.બની શકેનો આ લેખમાળાના બન્ને ભાગોની સ્કેન કોપી મોકલવા વિનંતી છે.કોઇ પણ મિત્ર મોકલી શકે છે.’બઝ્મે વફા’).
ડોકિયું:
ઔરંગઝેબ આલમગીરની પુત્રી મેહરુન્નીસા ફારસી ભાષાની ઘણી સારી કવિયત્રી હતી.એક ફારસી કવિએ ઈરાનથી એક ફારસી ભાષામાં કવિતામાં ઉખાણું મોકલ્યું. અનુ. એવું મોતી કોઇએ જોયું છેજે અર્ધુ કાળું અને અર્ધુ સફેદ હોય’ મહેરુન્નિસાએ ફારસી શાયરીમાંજ ઉત્તર દીધો.અનુ.હા તે અશ્રુ જે કોઇ હસીનાના(સુંદર સ્ત્રી) કાજળ લગાવેલ નયનો માં થી ટપકે છે.જે અર્ધું કાળું હોય છે અર્ધું સફેદ હોય છે.ઈરાની ફારસી કવિ આ જવાબ વાંચી પ્રસન્ન થઈ ગયો.એણે પરવાનગી માંગી કે મારે આ કવિને મળવું છે. ઔરંગઝેબના મહેલમાં સ્ત્રીઓમાં ચુસ્ત પણે હિજાબ(પરદા)નું પાલન થતું હતું.મહેરુન્નેસાએ જવાબ મોકલ્યો કે જે ફારસી શાયરીમાંજ હતો’ અનુ. હું તે ફૂલની ખૂશ્બુ છું જેને તમે સુંઘી શકો પણ નિહાળી શકતા નથી,.ઈરાની ફારસી શાયર સમજી ગયો કે આ કોઇ પર્દો ધરાવતી સ્ત્રી છે. મળવાનો ઈરાદો ત્યાગી દીધો._વફા.
Disclaimer:with the views of any article,or poetry The blog 'Bazmewafa.doesnot have necessary agreement.
વિશ્વવગિરા ગુજરાતી_શ્રી જગદીશ દવે(ગુજરાત ટાઈમ્સના સૌજન્યથી)
‘શબ્દસેતુ’ટોરંટો,કેનેડાના આદરણીય અને ઉત્સાહી સભ્ય શ્રી પ્રકાશભાઈ મોદી એ મોકલાવેલ  આ લેખ માટે ‘બઝમે વફા’ આભારની લાગણી વ્યકત કરેછે.ગુજરાત ટાઈમ્સ તા 28એપ્રીલ007માં પ્રગટ થયેલા શ્રી જગદીશ જોશી ના આ સુંદર લેખ માળા’વિશ્વગિરા ગુજરાતી’ ના(મણકો_41)ને સહર્ષ ફરી રજુ કરે છે.શ્રી જગદીશભાઈ દવે,’ગુજરત ટાઈમ્સ અને શ્રી પ્રકાશભાઈ’શબ્દ સેતુ’ નો ઘણો ઘણો આભાર.                                      _મોહંમદઅલી’વફા” નોંધ:જેપેજી ની કલીપ હોય બે વાર કલીક કરવાથી  વાંચી શકાશે.
પયગંબર હઝરત મોહંમદ(સલ.)સાહેબનો જન્મદિન_કાસીમ અબ્બાસ
ભાઈ જનાબ કાસીમ આબ્બાસ સાહેબનો આ ઉમદા લેખ જે ગુજરાત ટાઈમ્સમાં છપાયો છે.એમની અનુમતિથી એ અંહી નકલ કરતાં બઝમે વફા આનંદ અનુભવે છે.એ મૂળભૂત જેપેજીમાં હોય ,એને વાંચવા ડબલ કલીક કરો.