ભલે ભલો
ભલે બ્રહ્માંડે ખપતો પ્રખર ઝગમગતો સૂરજ
લાગે ભલો સ્વજન આ દિપક અજવાળતો ઘરખૂણો
ભલે વિહરે આભે મોટા થવા ગરજતા વાદળો
લાગે ભલા ધરણીને મેઘ વરસતા ઘર આંગણે
ભલે પૂંજાય ઘૂઘવતી સરીતા કરતી લીલાછમ ખેતરો
લાગે ભલું નાનકું ઝરણું જીવન મલકાવતું ડુંગરે
ભલે સૌંદર્યથી મઢે મલકાતા પુષ્પો જગને ઉપવને
લાગે ભલી સૌને પ્રભુ ચરણે રમતી શ્રધ્ધા પાંદડી
ભલે ગજવો ભજન સંગીત ગાજીગાજી ચારે દીશ
સાંભળે ભલો મૌનની ભાષા કાન દઈ મારો ઈશ
ભલે ખનખન ધ્વની લાગે વ્હાલા હેમરત્નના
મીઠો ભલો રણકાર માણું ટપટપ રોટલે માવડીના
ભલે જમાનો ઘૂમતો ધરીને વેશ રોજ જુદાજુદા
દિઠો ભલો વિસામો તો એક હરિવડના આશરે
રમેશ પટેલ 'આકાશદીપ'
ચરણ ચારુ રત્નોના પડે ,ને મહાસાગર માર્ગો ચીંધે
પુનમની ચાંદની બની ખીલે આભે , તેને કોણ સીમાડે રોકી શકે?
ઝગમગ સેવા કાર્યોથી મ્હેંકે સવાયા જેનાં અંતરા,
છે રુડી ચરોતરની ધરા જાણે સોના ઉર્વરા
શોભતા સાબર શેઢી મોહરના વનરાજી ને કોતરો,
મહીસાગર વાત્રકના પુનીત જલથી છલકે તેનાં ખેતરો.
સ્વપ્ન દૃષ્ટા સાહસીઓ જગવે નશીબ જગના પુરુશાર્થે
શ્વેત  ક્રાન્તી ની મશાલે ભારતે દુધની ગંગા વહે.
ફુલની ફોરમ બની, ગાજ્યો વલ્લભ ગાંધી સંગ
ભાઈ ભીખાનું વીદ્યાનગર ગર્વથી સજાવે નવયુગી રંગ
સપ્તખંડે શોભે થઈ ગરીમા , સાહસી ચરોતરી રતન
શાણા ઉદાર સત્સંગી , દાનવીરોના પુણ્યે તપે વતન
- રમેશ પટેલ(આકાશદીપ)
માનું રુપ એટલે કલ્યાણ સ્વરુપ ભગવાનનું પ્રાગટ્ય.આવો મમતાની છાયા માણીએ.
મમતાના મોલ
અષાઢી મેઘ ગજાવે અંબર,માડીની મમતાના મેઘ અનરાધાર
જનનીના ચરણોમાં જગના કલ્યાણ,તારી આશિષે રમતો સંસાર
નાજુક હૈયું જાણે પુષ્પ્ની પાંખડી, એના અંતરે સ્નેહની સુગંધ
સાંભળી કંઠે હાલરડાંના બોલ, ઊભરે ઉરે ઉમંગ નિર્બંધ
સાગર સરીખાં માનાં હેતડાં, જિંદગીએ ઝૂમે પૂરી નવરંગ
સંતાનો કાજે ઝીલ્યાં દુઃખડાં, માવતરે મહેંકાવ્યાં જીવનના રંગ
ઉપવનમાં ખીલે જેમ રંગી વસંત,મુખે રેલાવે ભાવનાના રસરંગ
જાણે રમે ચાંદની છોડી ગગન, એવા માના છે શીતળ રૂપરંગ
માની હથેલીની અમૃત થાપલી,પૂરે સંસારે સંસ્કારના ઓજસ
માડીના લાખેણા લાડે રમે, નિઃસ્વાર્થ પ્રેમના અનંતો ઊજાશ
કરુણાના સાગરથી છલકતું મુખ, અખિલ બ્રહ્માંડના મળિયાં છે સુખ
માના અધરે રમતી મમતાએ, ભૂલ્યા અમે દુનિયાના દુઃખ
સ્વાર્થી દુનિયામાં મા છે વિરડી, તારી મમતાના મોલ અણમોલ
મા જશોદાને ખોળે ભૂલ્યો'તો શામળો, વૈકુંઠના વૈભવના તોલ
રમેશ પટેલ 'આકાશદીપ'
યશવંતી ગુજરાત
ગુણીયલ ગુર્જર ગીરા અમારી, ગૌરવવંતા ગાન
સ્નેહ સમર્પણ શૌર્ય શાન્તીના દીધા અમને પાઠ
રાજવી સાક્ષર સંત મહાજન, ધરે રસવંતા થાળ
જય જય યશવંતી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ
જનમ્યા ગુર્જર દેશ, સંસ્કૃતિના ખીલ્યા છે ગુલદસ્ત
તવ રંગે સોડમે ખીલ્યાં, મઘમઘતાં માનવ પુષ્પ
વિશ્વ પથ દર્શક ગાંધી ગરવો, ગુર્જર સપૂત મહાન
ધન્ય ધન્ય ગુર્જરી માત, તવ ચરણે મલ્યો અવતાર
રમ્ય ડુંગરા સરિતા મલકે, ધરતી ઘણી રસાળ
ગરબે ઝગમગે જીવનદીપને, જગત જનનીનો સાથ
ધરતી મારી કુબેર ભંડારી, ભરશું પ્રગતિ સોપાન
જય જય રંગીલી ગુજરાત, શોભે યશચંદ્ર તવ ભાલ
રત્નાકર ગરજે ગુર્જર દ્વારે, કરે શૌર્ય લલકાર
મૈયા નર્મદા પુનિત દર્શિની, ભરે અન્ન ભંડાર
માત મહીસાગર મહિમાવંતી, તાપી તેજ પ્રતાપ
જય જય રસવંતી ગુજરાત, ધન્ય ધન્ય ગુર્જરી માત
પાવન તીર્થ, તીર્થંકરની કરુણા, અર્પે જ્ઞાન અમાપ
અનુપમ તારી શાખ ઝગમગે, જાણે તારલિયાની ભાત
સહજાનંદ યોગેશ્વર વસે અંતરે, સુખદાતા મીરાં દાતાર
વહાલો વલ્લભ સરદાર, ગજવે ગગને જય સોમનાથ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ
ભારતવર્ષે પરમ પ્રકાશે, જાણે હસ્તી પર અંબાડી
સપ્ત સમંદર સવારી અમારી, દરિયા દિલ વિશ્વાસી
ધન્ય ધીંગી ધરા સલૂણી, પુણ્ય પ્રતાપી રંગ
‘આકાશદીપ’ વંદે ગીરા ગુર્જરી છાયો પ્રેમ અનંત
તારે ચરણે નમીએ માત, આશિષ માગે તારાં બાળ
ધન્ય ધન્ય ગુર્જરી માત, શોભે યશચંદ્ર તવ ભાલ(૨)
રમેશ પટેલ 'આકાશદીપ'
સંકટ મોચન
અંજની જાયો કેસરી નંદન, ભગવદ્ ભક્ત મહાન
બાળા નામ છે સુંદર, સમરીએ કર જોડી હનુમાન
જન્મ સાથે પરાક્રમ પ્રગટે, બળ બુધ્ધિ અમાપ
ચૈત્ર પૂનમે અવતરીયા, પવન પુત્ર પ્રખ્યાત
સરપાવ દીધા દેવ ગણોએ, કરવા જગ હિતકારી કામ
ગતિ સામર્થ્ય ગરુડરાજનું, અંજની સુત મહાન
ઋષ્યક પર્વતે શુભ મિલને, પુલકિત કેસરી નંદ
પૃથ્વી પટે ભાર ઉતરશે, પ્રભુ સંગ શોભે બજરંગ
વાત સુણી સીતાજી હરણની, સંચર્યા દક્ષિણ દેશ
સીતામાતાની ભાળ કાજે ધરીયું રુપ વિશેષ
વીર મારુતીની ભક્તિ શક્તિ,કંપ્યો મહેન્દ્ર ગિરિવર
વાયુવેગે આકાશે વિચરે, રામ મુદ્રા સંગ કપિવીર
છાયા પકડી લક્ષ્ય શોધતી સિંહકાને સંહારી
કર્યો પરાભવ લંકાદેવીનો, હુંકાર ભરિયો લંકા નગરી
શુરવીરોને દીધો પરિચય, હણ્યા ધુમ્રાક્ષ નિકુંભ
અક્ષયરાજને પળમાં રોળ્યો, સેના શોધે શરણ
ઈન્દ્રજિતના બ્રહ્મપાશે બંધાયા, મુક્ત થઈને કીધો પ્રતિશોધ
રાવણરાજની સભા મધ્યે, રામદુતે દીધો મહા ભોધ
પૂંછ પર લપેટી અગન જ્વાળ, કીધું લંકાનગરી દહન
સીતામાતને રામ મુદ્રા આપી પૂછ્યા ક્ષેમ કુશળ
પ્રભુ રામે સમરિયા સદાશીવ, રામેશ્વરે દીધા આશિષ
રાજ તિલકે શોભે વિભીષણ,અટલ વિશ્વાસુ છે રઘુવીર
સુગ્રીવ સેના જાણે સાગર, ભક્તિભાવે ભીંજાયે ધીર
રામ કાજ કરવા અંગદ સંગ, હનુમંત દીસે વીરોના વીર
નલ નીલ બજરંગી સેના, બાંધે સેતુ સાગરે રમતાં
પથ્થર પાણી પર તરતા, નીંદર છોડી લંકેશ ભમતા
કુંભકર્ણ માયાવી ઇન્દ્રજીત, યુધ્ધે દીશે અતિ દુષ્કર
અતિ સંહારી પ્રલય શક્તિથી,વેરે વિનાશ અવનિ અંબર
મેઘનાદ રચે માયાવી જાળ, ઘવાયા રણમધ્યે લક્ષ્મણ ભ્રાત
મૂર્છિત લક્ષ્મન શોકાતુર રામ, વિષાદના વાદળ ઘેરાયાં આજ
ઔષધી સહ ઊંચક્યો પર્વત, મૃત સંજીવનિ લાવ્યા હનુમંત
સંકટ ઘેરા પળમાં ટાળ્યા, યુધ્ધે ટંકાર કરે લક્ષ્મણ
રામ પ્રભુનો ધનુષ્ય ટંકાર, કંપે દિશાઓ અપરંપાર
સેવક ધર્મ બજાવે હનુમંત, જામ્યો સંગ્રામ કંપે સંસાર
યુધ્ધ કૌશલ્ય રામનું અમાપ,હણ્યો દશાનન કુંભકર્ણ સાથ
હનુમંત સુગ્રીવ વિજય વધાવે, ધર્મ પથ પર વરસે પુષ્પ
રામ મુખે વહી પ્રશસ્તી, પરમવીર છે પવન પુત્ર
વીર મારુતી થકી મળીયા, ભાઈ ભાર્યાને મિત્ર
રામ કથા સંસારે ગવાશે ,અમરપટ ભોગવશે હનુમંત વીર
શ્રીફળ સિંદૂર આકડાના ફૂલે, રીઝશે મહા મારુતી ધીર
સીતામાતાએ દીધું સૌભાગ્ય સીંદૂર, આપત્તી ના આવે તમ પાસ
અયોધ્યા મધ્યે હનુમાન ગઢીમાં, આજ પણ પ્રગટે તમારો વાસ
સ્નેહે સમરીએ સંકટ મોચન, પ્રત્યક્ષ પરચો પામે ગુણીજન
પંચાયતમાં સ્થાન તમારું, ભગવંત સંગ શોભે હનુમંત
રમેશ પટેલ 'આકાશદીપ'
ભારતની ચેતના રામ છે.રામ મંદિર જન્મ સ્થાન, રામ સેતુ,રામાયણ ધારાવાહીક એ બધાયે ભેગા મળી શ્રી રામ ને હૃદયમાં રમતા રાખ્યા છે.આવો શ્રી રામજીને ભાવે ભજીએ.
ભારત ભોમની ચેતના રામ
કૌશલ્યા દશરથ નંદન રામ, પરદુઃખ ભંજક ભ્રાતૃ રામ
અભિમાનીઓના અંતજ રામ, હનુમંત બોલે જય સીતારામ
ઉઠતાં રામ સંવરતાં રામ, જનજન જીવનમાં વસતો રામ
દાતા રામ શાતા રામ, દીન દુઃખીયાંનો બેલી રામ
રાજા રામ વનવાસી રામ, ઋષીઓની શ્રધ્ધા છે રામ
શબરીનો રામ અહલ્યાનો રામ, ધર્મ ધારક પંચવટીનો રામ
ધનુષ્ય બાણે શોભે શ્રી રામ, રામ સેતુએ રામેશ્વર પૂંજે રામ
હૃદયે રાજ કરે શ્રી રામ, રામમય સંસારે રમતો રામ
ઋષી વાલ્મીકિએ જાણ્યો રામ, દૈવી પથે દોરે અયોધ્યા રામ
સુગ્રીવનો રામ જટાયુનો રામ, જીવન મંત્ર વિભીષણનો રામ
જીવન શ્રધ્ધા જીવન સત્ય, ભારત ભોમની ચતના રામ
ભલો રામ ભોળો રામ, અજર અમર પદ દાતા રામ
રમેશ પટેલ 'આકાશદીપ'
ધુમ્મસ
વાલમના પડદા વિરાટ,સંતાયા ઝાડવાને જહાજ
ના ચણતર કે ના આડ, ધુમ્મસે ઢંકાયા પહાડ
દૃ ષ્ટિ અને દૂરબીન લાચાર, ક્યાં સંતાયા તમે રાજ?
કુદરતનું કૌતક મહાન, ધુમ્મસે ઢંકાયા પહાડ
વગડાની વાટે તું જાશે, અંધારી આલમે અટવાશે
મગરુર ધુમ્મસ છાનું હરખે, હસતી નીયતિ રે નીરખે
પૂર્વમાં પધાર્યા રે ભાણ, તાકતા તીખા રે બાણ
ભાનુના ઉભર્યા રે વહાલ, વરસાવે ઉર્જાની લ્હાણ
કિધા અલોપ રે ધુમ્મસ, દર્શન રમતા ચોપાસ
ભૂધરનો ભાળ્યો અહેસાસ, અંતરે પ્રગટ્યો ઉજાસ
સન્મુખ છે પરમેશ્વર રાય,કર્મ-ધુમ્મસના છાયા અંતરાય
રમતા રામ ના પરખાય, અંધારે આલમ અટવાય
જાજો રવિ સંતને ચરણ, ઝીલજો ગ્યાનના અવતરણ
ઝબકારે થાશે રે દશન, મળશે અવિનાશીનું શરણ
રમેશ પટેલ 'આકાશદીપ'
હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહુક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ.
કલબલ કલબલ શોરમાં ઝુલ્યા અમે
લઈ દીલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દીવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
રંગીલી રંગોળીથી શોભે આંગણીયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ.
-   રમેશ પટેલ(આકાશદીપ)
હેલે ચઢી તમારી યાદ
સરોવરનાં નીર હેલે ચઢ્યાં ને ,
હેલે ચઢી તમારી યાદ
ઝરમર ઝરમર ઝીલ્યા મેહુલાને,
મનમાં ટહૂંક્યા તમારા સાદ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
કલબલ કલબલ શોરમાં ઝૂલ્યા અમે
લઈ દિલડામાં વાસંતી ફાગ
રણક્યા તાલે મધુરા ઝાંઝર ને,
ઉરે છેડ્યા બંસરીના વ્હાલ
સાજન મારા, આજ હેલે ચઢી તમારી યાદ
ચાંદલીયાના પાલવડે શરમાયા તારલીયા
ને તનમનમાં તરવરીયા તોફાન
સજી શણગાર હું ઝાંખું ઝરુખાએ
ટમટમે દિવડાઓ ચારે રે દ્વાર
કે સાજન મારા ,આજ હેલે ચઢી તમારી યાદ
રંગીલી રંગોળીથી શોભે આંગણિયાં ને,
મલકે મુખલડે મધુરી આશ
ગાશું રે ગીત હીંચીહીંચી ને
આભલે ઉડાડશું આજે ઉજાશ
કે સાજન મારા,આજ હેલે ચઢી તમારી યાદ
રમેશ પટેલ 'આકાશદીપ'
કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા
જન્મ: 16 જુન 1948
અભ્યાસ: બીઈ (ઈલેક્ટ્રીકલ)
Rameshchandra J. Patel  'Aakashdeep'
Native place: Mahisa Di: Kheda
Birthdate : June 16th, 1948
Education: Bachelor of Engineer (Electrical)
Current Address : 550 Bucknellway, Corona, CA
પરમ પ્રેમ પ્રગટ્યો પાતાળથી
પ્રભુ દરબારે પુશ્પે પમરાવી સુગંધ
ચાંદનીએ વરસાવ્યા વહાલ ગગનથી
ને શાન્ત સાગરે ઘુઘવ્યા ઉમંગગાયે કોમળ કુંપળો રે, ગીત
જુઓ મારા પગલે પધારે વસંત
શર્મીલા કોડે રુમઝુમે કળી
સંકોરવા રંગભર્યા ઉરે સંદેશ.
પંખીઓની વ્યોમે હાલી વણઝાર
ભરતી કુદરતના ખોળે સંગીત
ઉતર્યા સુંદર સરોવરને તીર
સારસ સારસી શીખવે અનોખી રે, પ્રીત
કોયલનો ગુંજે ટહુકો વનરાવને
ફાગણના ફાગે ડોલ્યાં રે, મન
પ્રેમ રસે ઝબોળ્યા ઝુરતા અંતર
ને પ્રેમપાશે હીંચોળે મદમાતો પવન
-  રમેશ પટેલ (આકાશદીપ)
જંગ ખેલીએ
આવો આવો જુવાન જંગ ખેલીએ
પ્રગતીના પાવન પંથે પુરુષાર્થ પલાણીએ
હાથધરીએ સુદર્શન ચક્ર વિગ્યાનનું
રણે રમીએ બાણ લઈ વિકાસનું
શૌર્યના શણગારે પાર્થ થઈ ઘૂમીએ
જગના જૂઠા વ્યવહાર ભ્રમણા ભાંગીએ
બાંધી કફન શીરે નવયુગને આવકારીએ
ભયના ઓથારને ભડવીર થઈ ભેદીએ
ના છીએ કાયર અધર્મીઓને પડકારીએ
સદાચારના હથીયાર સજી સંસારે ઘૂમીએ
કુસંગ ત્યાગી સત્સંગની રાહે દોડીએ
વિશ્વ કલ્યાણે સાહસના સથવારે ઝઝૂમીએ
આવો આવો જુવાન જંગ ખેલીએ
ત્યજી લાચારી નફરતને રણે રોળીએ
રમેશ પટેલ 'આકાશદીપ'
નવા યુગનો ચેલો છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું
પવન પ્રમાણે શઢ ફેરવી,
લાભ મળે ત્યાં લોટું છું— ભાઈ નવા યુગનો..
ભવ્ય આશ્રમ નજરે પડતાં
તુરત જ ડેરા ડાલું છું
ગુરુની પાસે કંઠી બંધાવી
મોબાઈલ લઈ મહાલું છું…ભાઈ નવા..
જેની હાકો વાગે સરકારમાં
એ નેતાને પીંછાણું છું
ગુણલા ગાઈ પ્રચાર માધ્યમે
વિમાન યાત્રાએ શોભું છું..ભાઈ નવા..
છપ્પન ભોગના થાળ દેખીને
દંડવતે ભગવંત શરણું શોધું છું
ભજન ધૂનો ગાઈ માઈકમાં
ચોટલી બાંધી નાચું છું..ભાઈ નવા..
એડમીશન ટાણે શાળામાં જઈ
મુખ્ય શિક્ષકને વધાવું છું
ટ્રસ્ટી સાહેબના ભોળા સાળાને
લાડ કરી રીઝાવું છું..ભાઈ નવા..
મેવા માટે કરવી સેવા
એ ગુરુ મંત્ર,ઘરવાળીએ દિધો છે
પવન પ્રમાણે શઢ ફેરવી
લાભ મળે ત્યાં લોટું છું
હું ભાઈ નવા યુગનો ચેલો છું.
રમેશ પટેલ 'આકાશદીપ'
શબ્દ રણકે
શબ્દ રણકે સંગીત છલકે, શબ્દથી શોભે સકળ સંસાર
શત્રુ મિત્ર પ્રીતમ પ્યારો, વિશ્વે કરે વિજય ટંકાર
વિચાર વિહારે નીપજે શબ્દ, અવિનાશી અક્ષય ભંડાર
શબ્દ જાણે નગદ નાણું, કરે ગર્જીલો જગ વ્યવહાર
શબ્દ સ્ફૂરણા થઈ ચિરંજીવ, રમાડે ચિત્તે મહા ચૈતન્ય
શબ્દ ઉછાળે દેશ દાઝને, સમર્પી સર્વસ્વ થાય ધન્ય
શબ્દ રમાડે હોળી દિવાળી ને વહાવે પશ્ચાતાપની ધાર
પરમ પથ દર્શક પ્રેમાળ શબ્દની શક્તિ જગે અપાર
ધર્મ ધારક જીવન ઉધ્ધારક, કરે પુનીત મંજુલ ગુંજારવ
આકાશદીપ ગાયે મહીમા માણી મીઠી સંગતના પગરવ
રમેશ પટેલ 'આકાશદીપ'
મહાદેવજી અંગે ભસ્મ લગાવી અક્ષર અને ક્ષરના ભેદ બતાવે છે.ભભૂતિ નાથનો સૂક્ષ્મ સદેશ ઝીલીએ.
ભભૂતી
રાખ રાખોડી ભસ્મ ભભૂત, નિર્મળ નામશેષ મહા લીલા
તપતા તપતા સંસાર અગનમાં,પરખ્યા ભેદ ભરમ ભાવિના
રાખ તારા લાખ સવાયા, મૂલ મોંઘેરા આજ દીઠા
શિવ અંગે ભભૂત થઈ દિવ્ય સત્સંગ તમે કંઈ કીધા
માયા મૂકી રાખ જ થાતા ભૂપતિ જતિ સતી અવતારી
સંગ ના આવે સગપણ અમારા દેખી તારી ભભૂતી
યજ્ઞ વેદી સ્મશાન ઘાટ કે હોય ઘર ચૂલાની રાખોડી
સંદેશ દેતી સકળ સંસારે, પંચભૂતોની સર્જન વિલયની જોડી
વૃક્ષો બની ખનીજ ખડક ને ભળભળ ભડકે બળતા
મૂઠીભર રાખોડી બનીને પથપથ પવને ઉડતા
રૂપ રૂપૈયા મહેલ મહેલાતો ને કુદરત કરિશ્મા અનંત અનંતા
ભસ્મ રુપે વિલિન થાતા જ્યાંથી ઉદ્ ભવી વિધાતાની ગાથા
આજ રાખની જાણી મહાશાખ વિધ વિધ ઉપભોગે ભંડારી
રાખ રૂપાંતરે બની સિમેન્ટ ને નગરે નવનિર્માણની કેડી કંડારી
સૂક્ષ્મ ભેદ તત્ત્વોનાં ખોલ્યાં, રાખની શક્તિ આજ પિછાણી
રાખ નથી કંઈ અંત, નવ સર્જનની દેવી જાણી
શિવજી મહિમા
વહે ગંગની ધાર, ચમકે બીજનો ચંદ્ર જટાએ
ફણિધર દે નાગચૂડ , અંગે ભસ્મ ભભૂતિ દમકે
પિનાકીન પાશુપતિ,તાંડવ નર્તક,હળાહળનો હરનાર
ગણેશ કાર્તિકેય પુત્રસહ માત પાર્વતી શોભે તમ દરબાર
ત્રિશૂળ ધારી, ત્રિલોચન,મૃત્યુન્જય મહાદેવ તું દાતાર
નમીએ તુજને, તુજ કૃપાથી પામીએ કૈલાશ દ્વાર
રમેશ પટેલ 'આકાશદીપ'
રંગોની વણઝાર
રંગમાં રમીએ રંગે રમીએ, લઈ રંગીલી આશ
સાત રંગોને પરોઢે પાથરી, ઉષા સજાવે આકાશ
રંગમાં રંગ ભળે ને હાલે, રંગોની વણઝાર
રંગ રંગોળી સુંદર મજાની, દે મીઠા આવકાર
પૂરે પ્રેમથી પ્રભુ પુષ્પે , પ્યારા રેશમીયા રંગ
વેણી ગજરા સુગંધી ગુલદસ્તાએ, હરખે મનને અંગ
રંગીલા ઉત્સવ મલકી આંગણિયે, છલકાવે રંગ ગુલાલ
પંચરંગી પોષાકે પ્રગટે, નયન નીતરતા વ્હાલ
લાલ લગાડે પીળાની માયા, નારંગી થઈ છાયે
વાદળી વરસાવે વહાલ પીળા પર, ધરતી લીલુડી ગાયે
શ્યામલ રંગ હસતો કહેતો, જોજો લાગે ના કોઈ દાગ
શ્વેત રંગે શોભા ઝીલજો, દઈ શાન્તિ પૈગામ
જળ જેવા થઈ નિત ઝીલીએ સૃષ્ટિના સર્વે રંગ
મેઘ ધનુષ્યના રંગો માણી દઈએ દુનિયાને ઉમંગ
રમેશ પટેલ 'આકાશદીપ'
કરોના, કેલિફોર્નીયા
વતન: મહીસા જિ. ખેડા
જન્મ: 16 જુન 1948
અભ્યાસ: બીઈ (ઈલેક્ટ્રીકલ)
Rameshchandra J. Patel ("Aakashdeep")
Native place: Mahisa Di: Kheda
Birthdate : June 16th, 1948
Education: Bachelor of Engineer (Electrical)
Current Address : 550 Bucknellway, Corona, CA
કવિલોકને વૈવિધ્યસભર નવીન રચનાઓ પૂરજોશે પહોંચાડનારા પ્રિય કવિઓ એવા રમેશભાઈ પટેલ 'આકાશદીપ' અને ડૉ. જગદીપભાઈ નાણાવટીએ આ અઠવાડિયામાં મોકલેલાં બન્ને કાવ્યો જોગાનુજોગ શૂન્યથી શરૂ થાય છે.. તો માણો રમેશભાઈની રચના!
શૂન્ય હું શોધું તને, ક્યાં છૂપાયું તું જગે
ધારું તને હું શુન્ય તો, તું વિરાટ થઈ હસે
કહે બધા શૂન્યના સરવાળા કરે કંઈ ના વળે
જો શૂન્યની અવગણના કરો, પૂર્ણ વિરામ પામો તે ક્ષણે
ના મને ઉમેરી શકો કે ના બાદ કરી શકો તમે
પણ જો સાથ દો મને, ખુદ મૂલ્યવાન થઈ જાશો તમે
શૂન્યમાં શું છે કે કંઈ નથી, એ સમજાતું નથી મને
શૂન્યમાં સૂતું છે વિશ્વ, વિલય સર્જન સંગે જગે રમે
શૂન્ય છું ભાઈ શૂન્ય, પણ અજાયબ શક્તિ છું
શૂન્ય દિસે અવકાશ એટલે તો હું અનંત છું
શૂન્ય એ શૂન્ય જેવું, તમે સમજો તેમ નથી એ
શૂન્યમાંથી સુષ્ટિ રચાઈ ને શૂન્યમાં જઈ વિરમે
શૂન્ય છું ભાઈ શૂન્ય, ના હસો વિરમો જરા
આતમનો એકડો લોપાશે, તો તમે પણ શૂન્ય છો ભલા
વાહ! શૂન્ય! શૂન્ય સમજી જ્યારે વિચાર્યું
તું અસ્તિત્વ થઈને સામે ઊભું
શૂન્ય તને કેવી રીતે શૂન્ય કહું
વિરાટનું લઘુ રુપ લઈ તું અવતર્યું
રમેશ પટેલ 'આકાશદીપ'
નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહિયારું
મારામાં રમતું તે તારામાં રમતું, અવિનાશી અજવાળું
ઋતુ ઋતુના ચક્રે ખીલતું, નીત નવું નજરાણું
સાગર ખોળે ગિરીને ટોચે, સર્જન રમે રુપાળું
પ્રસન્ન પુષ્પે ઝૂમે મનડાં, પહેરી પ્રેમ પટોળું
ષટ્રરસ ધારાએ ધરણી ધરતી સૌને સરખું વાળું
આ જગ સૌનું સહીયારું
પુનીત પ્રભાતે ઉષા સંગે, દિવ્ય ચેતના ઓઢું
બ્રહ્માંડના મંગલ આશીષ પામી, નિશદીન હું હરખું
માનવ જન્મ મોંઘેરો મળીયો, આત્મ ચિંતને માણું
સત્સંગના પાવન પ્રેમ પ્રકાશે, અંતર મન અજવાળું
આ જગ સૌનું સહીયારું
નિર્મળ ભક્તિ દૈવિ શક્તિ, સુખ દાતાનું ભરણું
કરુણા અભય વરદાને ઉજવીએ, શાન્તી પર્વ નું ટાણું
આકાશદીપ વદે પ્રેમ દિવડે, કલ્યાણ જ્યોત જગાવું
ખીલવી અવનીએ ભારતીય સંસ્કૃતિ, અમર આશ અજવાળું
નથી અમારું નથી તમારું, આ જગ સૌનું સહીયારું
રમેશ પટેલ 'આકાશદીપ'
વસંત
સજ્યા શણગાર ભરી રંગો ભરપૂર
મલકે છે મુખ નીરખી કુદરતનું રુપ
ખોબલે ખૂલ્યા આજ ખૂશીના ખજાના
આજ વાયા છે વાયરા વસંતના
સુગંધી સમીરે દીધા સંદેશ ચોદીશ
કેસુડાના રંગો છલક્યા ચોદીશ
મીઠા લાગ્યા છે મને ટહૂંકા કોયલના
આજ વાયાછે વાયરા વસંતના
રુપરંગે ખીલ્યાછે પુષ્પો ને પર્ણ
ભમરાઓ ભમતા આજે કુસુમોને દલ
સરોવર હીંચોળે છે ગુલાબી પોયણાં
આજ વાયા છે વાયરા વસંતના
ઋતુરાજની શોભાથી શોભે છે અવની
લીલીછમ વેલીઓને ફૂલની રંગોળી
મરકે છે હોઠ રતુંબલ યૌવનના
આજ વાયાછે વાયરા વસંતના
વિહંગ સંગ ઝૂમે મસ્તીથી મંજરી
ગાતી રે ગીત છૂપા ઝૂમતી કળી
સૂણજો રે સૂર મારા દિલડાના
આજ વાયાછે વાયરા વસંતના
રમેશ પટેલ 'આકાશદીપ'
હું માનવને ખોળું
એક દિન અચાનક ભગવાન આવી ઊભા રે સામે
પૂછે મુજને શું શોધે 'આકાશદીપ' તું અંધારે
દીવો પ્રગટાવી અહોભાવે બોલ્યો ભાવ ધરીને
વિશાળ જગે શોધવા નીકળ્યો હું માનવને
હસી બોલ્યા  ભગવાન અચરજથી,
અલ્યા માણસનું કીડિયારું તારી સંગે ભાળું
શાને પાછો લળી લળી કહે હું માનવને ખોળું?
ભલા ભગવાન, તમે કારોબાર કરો વિરાટ વ્યોમેથી
દૂરદૂર રહી સાચી વાતો કેમ કરી સમજાવું?
સાચેજ તારા આ જગમાં માનવને હું ખોળું
વદે વિધાતા, પશુ પંખી માનવ સૌને સરજ્યા નોંખા નોંખા
શાની પીએચડી કરવા નીકળ્યો, મારા બહાદૂર બચ્ચા?
વાત વિચારો હરિ મારા, સાંભળી મારી વાતું
પાડોશીને પ્રેમ કરે એવો માણસ આજે ખોળું
બતાવો એવો માનવ જેને માનું સાચો સાચો સંત
ધરમીને ઘેર ધાડ ન પાડે, તોડે જગના જૂઠા તંત
કરુણાથી છલકે અંતરને, દિલમાં હરપળ લાગે દાહ
દ્રવી ઊઠે હૈયું એનું, દુખડાં ભાળી કોઈની પાસ
ભગવાન ચમક્યા, વિચારે અંતરે,જરુર કંઈક થઈ ગછે ભૂલ
છપ્પન ભોગ આરોગી, શું મને લાગી ગઈ કંઈ ઝૂંક?
એતો હું શું જાણું જગદીશ,વેરના વાવેતર દેખું ચોપાસ
લડે માનવ માનવથી આજે,સાગર ધરતી આકાશ
સુખી થવા તમે દિધું ,માનવને ઉત્તમ બુધ્ધી બળ
છળકપટથી આ સુંદર વિશ્વે ઘોળ્યા વિષ વમળ
ભાઈની સાથે ભાઈ લડે, બાપની સામે બેટો
પરીવારમાં પીરસે નફરતને,માનવથી માનવ છેટો
દ્વિધા ધરી બોલ્યા ભગવંત, કાલે જવાબ તને હું આપું
બોલી એવું ઉતાવળે અંતર્ધ્યાન થઈ ગયા પ્રભુ
હું અંધારે ભટકી ભટકી જોઉં રોજ પ્રભુની વાટું
મારી રીતે હજુએ આજે હું માનવને ખોળું
આવો સાથે મળી શોધીએ,પ્રભુના એ માનવ રંગીલા
હવે ના કરશો તમે ઘડવૈયાને, વધુ વધુ છોભીલા.
રમેશ પટેલ 'આકાશદીપ'
હું ભારતનો, ભારત મારો,ઋણ મોંઘેરું માથે
ધબાંગ ઢોલ ધબૂકે જે દી, ઉછળે રક્ત તવ કાજે.
સાવજ દહાડે અશ્વ હણહણે,મરદ મૂછાળા મ્હાલે
રણે ઘૂમતા દુશ્મન સામે,જંગ જીતવા કાજે.
રંગ-બેરંગી,પુષ્પોસુગંધી,વનરાવન વૃક્ષો શોભે
ધરતી-ઉર્વરા નદી સરોવર, વિહંગના કલરવ માણે.
સાગરની ભરતી ચરણ પખાળે,ગાયે હિમાલય ગાથા
દાન-ધર્મ,આદર ભાવે,વહે પ્રેમની ગંગા
માનવ મેળા,વનના મોરલા,ધબકે ધરતી સંગે
ગિરિ કંદરા, મેરુ શિખરો શ્રધ્ધા જ્યોત જગાવે
સંતોની વાણી જન કલ્યાણી,વહે સંસ્કાર સરવાણી
રિધ્ધિ સિધ્ધી,કરુણા તારી, વરસી અમ પર ભારી
ભક્તિ શક્તિ,શૌર્ય સમર્પણ, નિષ્ઠા અમારી શોભા
વિદ્યા વિનય,અહિંસા અંતરે, સંસારે અમ આભા
પૂર્વ-પશ્મિમ,ઉત્તર-દક્ષિણ,ફરકે ત્રિરંગો ન્યારો
એક અવાજે આકાશે ગાજે, ‘જયહિંદ’ નો નારો
ગૌરવવંતા તવ સંતાનો,માભોમને કરે પ્રણામ
આન અમારી,શાન તમારી, ત્રિરંગાને કોટિ સલામ.
રમેશ પટેલ 'આકાશદીપ'
રમેશ પટેલના “સ્પંદન” કાવ્ય સંગ્રહની ભારત રચના મને બહુ ગમે છે.  ભારતના પ્રજાસત્તાક
દિને, કવિશ્રીના આભાર સાથે ,ભારતવાસીઓને અર્પણ.–મોકલનાર- ચંદ્ર પટેલ
પતંગ પર્વ
પતંગ પર્વે મસ્ત ઉમંગે, હવામાં હરખના જંગ
પવન સપાટે આકાશે મલકે,ફુલ ગુલાબી રંગ
ચઢી છાપરે હિલોળા લેતું નગર દેતું સાદ
વાયા વાયરા ને હાલ્યા પતંગ,ઊંચે ઊંચે આભ
પતંગ બાજો પેચ લડાવી,લપટાવે આનંદ અંતરીયાળ
આકાશે જઈ હૈયું હરખે, જોઈ તોફાની ઢાલ
નયન નખરાળાં ગોગલ્સે ઝીલે,હસતો ખૂલતો પ્પાર
ભૂલકાં મોટેરાં સાથે માણે,લાખ લાખેણો લાભ
લઈ રંગીલી દોરી ફિરકી ગગન ગજાવે મોજ
પવન પાવડી હરખ પદૂડી, ખોજે પ્રતિદ્વંદીની ઝોલ
પતંગ રસીયા દોરી ખેંચી મચાવે સમરાંગણના શોર
કાપ્યો કપાયાના નાદોથી ગગન ભાવ વિભોર
ઉત્તરાયણે સૌને વહાલી જલેબી ઊંધીયા ઉજાણી
સર્વધર્મનું સહિયારું પતગ પર્વ,લાગ્યું રે ગુજરાતી
રમેશ પટેલ 'આકાશદીપ'
ધરમ
તારો ધરમ મારો ધરમ,
ધરમની વાતો કરી છોડો ધરમ,
મનમાં હીંસા, નયનમાં દ્વેશ
કરુણા વગરનો કેવો ધરમ.
ઉરમાં ના લાગણી, લોભની છે માગણી
સ્વાર્થની રમણતામાં કેમ પામો ધરમ,
અપકાર કરતાં ના ખટકે દિલડાં ,
તો ધરમ નો શો જાણ્યો મરમ.
વતનની શાખ, જનેતાની લાજ,
શીર સાટે તોલે એજ સાચો ધરમ,
ત્યાગની મહત્તા, તપની સાધના,
જીંદગીમાં જાણો તો માણો ધરમ.
વાણી વર્તન, પ્રભુને અર્પણ્
સકળ હીતે રાજી એજ પ્યારો ધરમ,
માનવી થઈને માનવને ચાહવો,
એજ સંસારનો દૈવી ધરમ
રમેશ પટેલ 'આકાશદીપ'
વાહ રે વાદળીઓ
રોષે રમે દાદા સૂરજ ગગન
ઉના તે વાયરે શેકાયા તન
તપી રે ધરતીને તપ્પા તરુવર
કરમાયા કામણ ને રુએ સરોવર
દૂરદૂર વ્યોમે વીચરે વાદળી ભલી
વીચારે ભેગા મળી ઢાંકીએ ધરતી
કાળિ ભમ્મર વાદળીઓ થઈ રે ડુંગર
દિધો પડછાયો પાથરી ગગને ચાદર
દઈને છત્તર વરસ્યો અંતરનો સ્નેહ
અમીરસ સીંચીં મલકે આભલેથી મેહ
વાહરે વાદળીઓ દાદાને દિધો હુંકાર
સવાયા સંતાન થઈ કીધો જયકાર
આભલું આવી રમે સરોવર મોજાર
ઝીલે કેવું પ્રતિબીંબ હરખી અપાર
વદે સૂરજ દેવ વંદી કિરતાર
કેવા ઉપકારી બંધને બાંધ્યો સંસાર
રમેશ પટેલ 'આકાશદીપ'
સિન્ધુના બિન્દુથી
આભે ઘનઘોર વાદળાં રે ગાજે
લઈ દરિયાના ઘેરા ઘૂઘવાટ
શીતલ સમીર નો સંગ જેવો લાગ્યો
મેઘ થઈ આવ્યાં પાતળ
ધરતી મેહૂલીયાના સુભગ મિલને
મદમાતી ધરતીએ પ્રગટી સુવાસ
ઋજુ ભર્યા હૃદયે જાગ્યા સ્પંદનને
મખમલીઓ માણ્યો ઉજાશ
ફૂટ્યા હેત અંકુર સિંધુના બિંદુથી
ગરજીને વરસીને વાવી વસન્ત
મોતીડે વધાવું ગેંહકતા મોરલા
બંધ ઓરડામાં ઘૂઘવ્યો દરિયો અનંત
રમેશ પટેલ 'આકાશદીપ'
ભારતને ભારત રહેવા દો
મનની શાન્તી સકળ સુખદાતા,
જગ ચેતના જગવવાદો
આવો બંધુ અવાજ ઉઠાવો
ભારતને ભારત રહેવા દો
પુણ્ય ભૂમિએ પ્રગટ્યું દેવત્ત્વ
સારા જગે મલકવા દો
અહીંસા એ આધાર જગતનો
કરુણાથી છલકવા દો
હીંસા અત્યાચાર અકલ્યાણી
માનવને માનવ રહેવા દો
ઉપકારોના મેઘ અવની એ સીંચો
વનરાજીને મ્હોંરવા દો
પશુ પક્ષી અબોલા જીવડા
પુરક બનશે પથરાવા દો
સૌના સુખે થાશો સુખીયા
ભાવ ઉરે છલકાવા દો
સરીતામાંથી સાગર થૈ મ્હાલો
સપ્ત ખંડે સંવરવા દો
મીઠા બોલે દો આવકારો
સુધા સ્મીત રેલાવા દો
બુધ્ધી બળથી વિકાસ કેડીએ
સુખ શાન્તી પથરાવા દો
પાપ મારગેથી પાછા વળો
પ્રતિક્રમણને પ્રગટવા દો
અખીલ બ્રહ્માંડનો એકજ ઈશ્વર
બની સંતાન શોભા દો
સારું સારું ગ્રહણ કરીને
અનંત સુખને સથવારો દો
રમેશ પટેલ 'આકાશદીપ'
કોણે કોને ઝીલ્યા?
ઉષા ખીલી કે ખીલ્યું આભ
કોણે કોને ઝીલ્યા?
કેમ આપણે આવું ના શીખ્યા?
તપ્યા રવી કે તપ્યા સાગર,મેઘ બનીને મહાલ્યા
પોલે વાંસે પૂર્યા પવનને,બંસરી થઈને બોલ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
પડખાં ઢાંકી,દોરીએ બાંધ્યા,તો ઢોલ થઈ ધબૂક્યા
રાત ઢળી પૂનમ પ્રગટી,રાધા કાનજી રાસે ઘૂમ્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
ધરણીએ બીજ દબાયા,હૂંફે જાગ્યા, પુષ્પો થઈને ખીલ્યા
સરીતા નાથી તો જળાશયો ઝૂમ્યા,વગડા લીલા મ્હોંર્યા
કેમ આપણે આવું ના શીખ્યા?
સ્વપ્ને દિઠા મલકાટ મિલનના,ગાલે રંગો ગુલાબી છાયા
શબ્દો સર્યા,મળી પ્રાર્થના,જીવન સંસ્કાર થઈને ખીલ્યા
આપણે દેખાદેખી કેવું શીખ્યા
પંખી સંગે હળવે હળવે,ગાતાં તમે કેવું શીખ્યા
કેવા શાણા દિઠા, કોણે કોને ઝીલ્યા ભાઈ કોણે કોને ઝીલ્યા.
રમેશ પટેલ 'આકાશદીપ'