ક્યાંક જો ફંટાય છે રસ્તા
તો પછી ખોવાય છે રસ્તા
ને તિરાડો લાખ પૂરીએ
તોય ક્યાં સંધાય છે રસ્તા?
આંખમાં આંજો જરા શમણું
તો નવા પથરાય છે રસ્તા
માત્ર એક ડગલું ભરી ચાલો
પહાડમાં કોરાય છે રસ્તા.
છે બધાની એક તો મંઝિલ
કેમ નોખા થાય છે રસ્તા?
ભાર વેંઢારી અમે થાક્યા
કેટલા લંબાય છે રસ્તા!
હા, 'વિજય' ચાલ્યા ગયા લોકો
એકલા વળ ખાય છે રસ્તા.
- વિજય સેવક