શબ્દોનો આ કોશ લઈને ખાલી ખાલી બેઠો છું.
ભાશાની ભરમાળ નીરખવા, અમથો આમ જ બેઠો છું.
ભાશાની ભરમાળ મહીં હું ગીતો, ગઝલો પેશ કરું છું.
નીસ્પ્રુહ બનવાની વાતો સૌ વાગોળીને બેઠો છું.
તર્ક, વીતર્ક, કોઇ કારણ વીણ હું નીજાનંદને માણું છું.
શરુઆત છે સમાધીની, આ શ્વાસ - પ્રાણમાં બેઠો છું.
પ્રભુ પ્રાર્થના પ્રાણ છે મારો, તુજ ઈમેલમાં જાન છે મારો,
જુગલ, દીનેશ,  સુરેશ સહુને સાથે રાખી બેઠો છું.
શુઁ કહું, નીશ દીન આપ સહુનો સાથ હમેશાં ચાહું છું
પ્રેમ, પ્રભુ ને રાજ, ગીતાનો સાથ લઈને બેઠો છું.
-  માર્ચ ૧૪ ૨૦૦૮, બોસ્ટન , રાજેન્દ્ર ત્રીવેદી
ઉડવુ છે આકાશ, હે, પ્રભુ!
કેમ કરી જાવું આકાશ?
કાયા મુક્ત કરી  આત્મ સહ.
વીહગ બનીને સમીરસહારે વીહરુ છું આકાશ.
નીર્બળ  છું, પણ જીતેન્દ્રી બની ઉડું અનંત આકાશ,
જ્યોતી ભાળી, ભાનુ પાસે વીજય અપર્ણા સાથ.
મ્રુત્યુંજય તીરુપતી સીધ્ધી વીનાયક,
મહાલક્ષ્મી મા ને વ્રુન્દાવન મહાદેવની પાસ.
ઉડું હીમાળે અનંત આકાશ નીજાનંદની સાથ
ચીદાનંદ ને ઓમકારના નાદ.
નવજીવનની સાથ ત્રીનેત્રાની પાસ.
ઉડવુ છે આકાશ!
- ડો. રાજેન્દ્ર ત્રીવેદી
તાજેતરમાં કરવામાં આવેલા તેમના મગજના સફળ ઓપરેશનની પાર્શ્વભુમાં રચાયેલ પ્રાર્થના ....
પરમ તત્વ તેમની મનોકામના પુરી કરે.
सुबहसे श्याम, श्याम से रात,
और रातसे फीर सुबह तक?
पानीके फंवारेसे भीगके, युं भागे पेट भरने ।
बीवीको बाय करके, सबवे मेँ ओफीस जाने ।
साहीबकी करते सेवा,  डोलर बहुत बनाने ।
फास्ट फुड अकेले खाके, शाम होते घरको आने।
बीवीसे बोलनेका, टाइम भी तो कम है,
सोनेके साथ सुबहाकी, बस आस अब नहीं है ।
अब प्यारकी ही  प्यासमें,  यह साँस भी तो कम है।
ये होठ भी सुखे हैं , सब बात रहती मनमें ।
क्या बस यही है जीवन, जीने का एक मकसद ?
या कुछ करके मन रिझाने ,  सब साथ प्यार बाँटे ?
- राजेन्द्र त्रीवेदी
जनाब! अब तो आप उर्दु शायर भी हो चुके !
1966 ની સાલની આ વાત છે. હું ત્યારે મગજનો ડોક્ટર બન્યો ન હતો. નહીં તો આ ઘટના જે ઘટી તે કદાચ ન ઘટી હોત !
વાત જાણે એમ છે કે, ગુજરાત યુનીવર્સીટી તરફથી મને મનાલી પર્વતારોહણ માટે નીયુક્ત કરવામાં આવ્યો હતો. દેશના અલગ અલગ પ્રાંતોમાંથી મારા જેવા નવલોહીયા બીજા સાત યુવાનો મનાલી માઉન્ટેનીયરીંગ સંસ્થામાં બેઝીક સ્નો- ક્લાઈમ્બીંગ   ટ્રેનીંગ માટે આવ્યા હતા. બધાનો ઉત્સાહ તો ભભુકે. તરવરાટ તો બાપુ, એવો કે  સીધા ટ્રેનીંગ પછી સીધું એવરેસ્ટ જ આપણું ગોલ ! કાંઈ ઓછું નો હાલે !
અમારા ઈન્સ્ટ્રક્ટરને તો આવા પ્રાથમીક જુસ્સાનો બહુ જ અનુભવ. તેમણે આખા કાર્યક્રમની રુપરેખા આપી. સાત દીવસમાં ત્રણ કેમ્પ કરવાના અને પર્વતના શીખર ઉપર પહોંચવાનું.  ખાસ ભાર દઈને તેમણે કહ્યું કે " ટીમ વર્ક અને કામનું આયોજન બરાબર કરશો તો જ ફાવશો.  બધી જરુરીયાતોનું ચીવટથી લીસ્ટ બનવું જોઈશે.  બધી તૈયારી બરાબર  હોય તો પણ, જો હવામાન યોગ્ય ન હોય તો હાર સ્વીકારી શીખર સર કર્યા વીના પાછા જવા પણ તૈયારી રાખી લેજો."  હવે અમારા મનોરથોના ધમસતા ઘોડા કાંઈ આવી સુફીયાણી સલાહ સાંભળતા હશે?  બે કાન ભગવાને શું કામ આપ્યા છે? !
ટીમના જોશે અને એકતાના સહારે, વીશ્વાસ સાથે અમારી આગેકુચ શરુ થઈ. મારા મનમા તો ગુંજે....
ભોમીયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી.
બધાએ પહેલા કેમ્પ પર 17,000 ફુટની ઉચાઈએ પડાવ નાંખ્યો.  બીજા દિવસે પરોઢના ત્રણ વાગે અમે તો તૈયાર થઈ ગયા અને જોડીમાં આગળ પ્રયાણ શરુ કર્યું. અમારા ક્વાર્ટર-માસ્ટર બકરા, ખચ્ચર અને શેરપા સાથે નીકળેલા. સવારના દસેક વાગે તો બીજા કેમ્પ પર 19,000 ફુટની ઉંચાઈ પર અમે પહોંચી ગયા. ઠંડી તો ગાત્રો થીજવી નાંખે તેવી. ગરમ કપડાંની અંદરેય ઠંડી ઘુસી ગયેલી. ચાની બરાબર તલપ લાગેલી. ટેન્ટો પીચ કરી અમે તો ચા બનાવવા લાઈટર કે દીવાસળી શોધીએ. પણ લીસ્ટ બનાવી ચોકસાઈથી લાવ્યા હોઈએ તો  મળે ને? અમે તો એકમેકના મોંઢા સામું જોયા કરીએ.
બાકીના સાથીઓ અગીયાર વાગે અમારી સાથે આવી પુગ્યા. અમે પહેલો સવાલ એ કર્યો " અલ્યા! કોઈની પાસે દીવાસળી કે લાઈટર છે? "  નવા આવેલાના મોં ય શીયાંવીયાં થઈ ગયાં. એ લોકોય ભુલી ગયેલા. બધા ઠંડીમાં ભરબપોરે, સુર્યની હાજરી છતાં  બરાબર ઠઠરે. કોઈ નીચે ઉતરે અને પાછું આવે તો તો રાત પડી જાય. બરફ અને સ્નોના સામ્રાજ્યમાં આ પાયાની જરુરીયાતો વગર શી રીતે ચલાવવું? લીલોતરીને તો ક્યારનીય વીદાય આપી દીધેલી હતી. પહેલા દીવસે જે સ્નો વ્હાલસોયો લાગતો હતો તે,  હવે કરાળ કાળ જેવો લાગવા માંડ્યો.
બધાએ નક્કી કર્યુ. ' ચાલો પાછા.  આવી ભુલ ઉતાવળના કારણે ફરીથી નહીં કરીએ.' લાવેલ સામાન અને તંબુઓ ભરબપોરે બે નંબરના કેમ્પ પર મુકી, સાજે પાંચ વાગે લીલા તોરણે હંધા પાછા.
આ અનુભવ ભલે નીશ્ફળતાનો હતો, પણ વ્યવસ્થીત થવાનો પાઠ અમે ત્યારથી બરાબર શીખી ગયા.
જે થોડીક મોટી ઉમ્મરની વ્યક્તીઓને અધીકાર અને પ્રેમથી હું 'તું ' કારે બોલાવી શકું તેવો રાજેન્દ્ર ; લગભગ મારી જ ઉમ્મરનો, અમદાવાદમાં મોટો થયેલો, મારી સાથે કોલેજના પહેલા વરસમાં માત્ર એક જ સાલ મારી સાથે ભણેલો, મારો નેટ મીત્ર છે.  અમે લગભગ એક વરસથી નેટ ઉપર ઘનીશ્ઠ પરીચયમાં આવ્યા છીએ.  તેની સાથે ફોન ઉપર ઘણી વાતો થાય છે. તેની પાસે વીવીધ પ્રકારના જીવંત અનુભવોનો, સમ્પર્કોનો  ઘણો મોટો ખજાનો છે.  મગજના ડોક્ટર (માનસ શાસ્ત્રી) તરીકે તેને જીવનના વીધ વીધ પાસાંઓનો, જીવનમાંથી સીધો મળેલો વીશદ અનુભવ છે. તદુપરાંત ભક્ત પીતા અને દેવી જેવાં માતાનો આધ્યાત્મીક વારસો પણ તેણે અકબંધ સાચવી રાખ્યો છે. તેના સ્વ. પીતાશ્રી મુળશંકર ત્રીવેદીના રચેલાં ભજનો તમે '  તુલસીદલ ' પર વાંચી શકશો.
આપણે આશા રાખીએ કે, આ અનુભવકથા પાશેરામાં ( કે મણ રુની ગાંસડીમાં ?! )  પહેલી પુણી બની રહે. તેની પાસેથી માનવમનની ગહરાઈઓનાં અનેક શબ્દચીત્રો મેળવવાની આપણે આશા રાખીએ છીએ.
જન્મ્યા બાદ જીવાશે જીવન, કોને ખબર?
એકડો કરતા ભણાશે શું, કોને ખબર?
રમતાં ભણતાં પ્રેમ થાશે, કોને ખબર?
પ્રેમી સાથે લગ્ન થાશે કે કેમ, કોને ખબર?
લગ્નના બંધન તુટશે, કોને ખબર?
મ્રુત્ય પછી ક્યાં જશું, કોને ખબર?
જીવનમાં મરવાનું ક્યારે આવશે? કોને ખબર?
ગુજરાતી લખતા કાવ્ય થાશે, કોને ખબર?
- રાજેન્દ્ર ત્રીવેદી
ભુખ્યાં જનોનો જઠરાગ્ની જાગશે,
જઠરરાગ્ની કાજે, જીવ જીવ મારશે.
જીવનને જરુરી ન હીંસા ઓ, સાથી!
જઠરાગ્ની માટે બન્યા માંસાહારી.
બની માંસાહારી, અહીંસાના સાથી,
સદા સાથ આપી બન્યા આતતાયી.
જીવન છે બધાનું નકી મૃત્યુ-આધીન,
સમય ને અહીંસા છે જીવનના સાથી.
છતાં જીવ ભુલી, રહ્યો છે ભટકતો,
ભટકતો અહીંયાં, અહીંસાને તજતો.
- રાજેન્દ્ર ત્રીવેદી
હરી પાપને દુર કરે છે, કામ જ તેનું હરવાનું,
તેનુ નામ જપે દુર થાયે, સદા નામ તે રટવાનુ.
રામ કહો રહેમાન કહો, તે બેઠો સૌના હૃદીયામાં,
એવું સમજે જે જીવનમાં, જીવ હરખતા આલમમાં.
કકળાટોનો નાશ થાય ત્યાં, શાતીનું ત્યાં રાજ રહે,
રામ રહીમ રટંતા, સહુ યે સાધુ મૌલા સાથ રહે.
જીવ જીવે સમજીને જ્યારે, ઝગડાથી સૌ દુર રહે.
દીલ મંદીરમાં સ્થાપી પ્રભુને, શાંતી કેરું પાન કરે.
- રાજેન્દ્ર ત્રીવેદી
બહુ જ સરસ લય બેઠો છે, મીત્ર !  ભાવ તો ઉત્તમ છે જ.
જીવન જીવતાં સૌ મળ્યું ,
મોત મળતાં ન રહે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ,
ઓ મારા તાત રે!
કુટુંબી સાથ,
આ સંસાર સાગરે
નીત્ય જોડીને હાથ ,
કરું હું બધાં કામ,
છતાં નથી હામ.
શાને થાય હાર રે?
માયા કરતી તકરાર,
મદ મારે સ્નેહીને લાત,
કાળો કકળાટ,
ઉગારોને માત!
સમયની સાથ રે.
અશાંત સાગરમાં જીવું ,
મુજ મનમાં છે ગભરાટ ,
ના કોઈ સાથ,
કોણ કરશે પાર ?
આ છેલ્લે શ્વાસ ,
ઉગારોને બાળ
સમયની સાથ રે.
- રાજેન્દ્ર ત્રીવેદી
રાજેન્દ્રની રચનાઓમાં તેના સ્વ. પીતા મુળશંકર ત્રીવેદીની ભાવુકતા અને ભક્તીભાવનો પ્રભાવ ઉડીને આંખે વળગે છે.
આ રચનામાં નજીવા ફેરફારો કરવામાં આવે તો, બહુ જ સરસ ભાવથી અને સરસ રાગમાં ગાઇ શકાય તેવું  ભજન બનવાની તેમાં ક્ષમતા છે.
અભીનંદન...
સૌ જીવે ભમી ભુતકાળ,
ના તેમાં કોઈ સાર.
વાત વાતમાં સરકી જઈને
આજ ન થાતાં કોઈ કામ.
સુખના દાડા, દુ:ખના દાડા,
નીશદીન સૌની સાથ.
સાંભળતા કાન નીરસ,
આંખલડી જોતી સાથ.
ના મનડું માને આજ,
એથી જ આ ઉચાટ.
ઝગડા થાતા, મન ગભરાતા,
સાથે રહીને દુર થઈ જાતા.
ના બોલાના વ્રત લેવાતા,
ઘરમાં રહીને વન દેખાતા.
આ દુ:ખ કેરી છે વાત,
સૌ સમજી બોલે સાથ.
છોડી દો સૌ ભુતકાળ,
ને જીવો નીશદીન આજ.
એ કરશે સારા કામ,
જીવનમાં રાખો હામ,
જોતાં સૌને રુદીયે રામ,
થાતા સૌના મન આરામ.
- રાજેન્દ્ર ત્રીવેદી
મનડું મુઝાયું ને આતમ ગભરાયો,
ક્યાંથી આવ્યો આ અંધકાર?
'મુંઝા મા મારગમાં સહેજે ઓ દીલડા!'
અંતરમાં ઉભર્યો અવાજ.
દીવડો પ્રગટતાં, દુર થાય અંધાપો,
રાજી થાય આતમરામ.
અંતરના આતમને સમરી લે નીશદીન,
જાશે આ સુખ-દુખના ત્રાસ.
જ્ઞાન દીપ પ્રાગટ્યે નાશ થાય અંધાપો,
સુખ દુ: ખના થાશે વીરામ.
માટે રટી લે ઓ! અજ્ઞાની જીવડા
વ્હાલું આ નામ સીતારામ.
- રાજેન્દ્ર ત્રીવેદી
( તાજેતરમાં કરાવેલા ગ્લુકોમાના ઓપરેશન  પહેલાંની વ્યથા અને અંતરનો પ્રતીસાદ. )
સુતાં તો સપને મળું, જાગુ તો મનમાંહી,
જાગીને જોયા કરું પીયુ દીસતો નાહી.
મુંઝાઈને મને માંડ્યા સરવા છુપા કાન,
તો પણ સંભળાયું નહીં સુંદર તારુ નામ.
ગભરાઈને બોલવા જીભે કરી ધમાલ,
શબ્દ એક પણ ના સુઝ્યો વર્ણવવાને આજ.
એવું શું મુજને કર્યું,  વીરહઝુરંતી આજ,
શીદને તું ચાલ્યો ગયો સપનાઓની સાથ.
હાય અભાગણ! મુજ જીવનમાં સપનાનું છે રાજ,
સુતાં તો સપને મળું, જાગ્યાં કેમ ન નાથ?
- રાજેન્દ્ર ત્રીવેદી
મેં રાજેન્દ્રની પહેલી કવીતા અહીં પ્રસીધ્ધ કરી ત્યાર બાદ આ તેની ચોથી કવીતા છે. તેની રચનાઓનું ધ્યાનથી નીરીક્ષણ કરીએ તો, અત્યંત સ્પષ્ટ રીતે સર્જનની પાકટતા પુષ્ટ થતી જણાશે.
રાજેન્દ્રને આ માટે મારા અંગત અભીનંદન. મારા પ્રીય મીત્ર ! આ યાત્રા હવે ચાલુ જ રાખજે. મુળજી ભગતનો વારસો તારે સાચવવાનો છે.
અન્ય સૌ નવોદીત કવીઓને વીનંતી કે તમે શરુ કરેલી ભાવ- અભીવ્યક્તીની યાત્રા અટક્યા વીના ચાલુ જ રાખજો. પ્રસીધ્ધી કે વાહ વાહ મળે કે ન મળે; પણ જ્યારે આપણે સર્જનની પ્રક્રીયાના પ્રવાસી બનીએ, ત્યારે આપણી અંદરની યાત્રા પણ જાણે-અજાણે શરુ થઇ જતી હોય છે. આપણા ભાવજગતના  પ્રચ્છન્ન પ્રદેશો ધીરે ધીરે આપણી આગળ ખુલતા જાય છે. અને એ અંદરની યાત્રાનો અનુભવ એક અદ્વીતીય અનુભવ હોય છે.
સાંજ પડતા દોડી દોડી આજ,
આવી બેઠી ઝી ટીવી ની પાસ.
વ્હાલા કેરી કરતી કરતી યાદ,
રડતી રડતી ઝી ટીવીની પાસ.
જોઈને રુદન પ્રીયાને નયન,
વ્હાલા પણ મુંઝાયા મન.
શું થયું પુછતા થયો સંવાદ,
ચુપ રહો ને મારે માટે આજ.
સાથે રહીને સાંભળી મેં વાત ,
આજ પછી ઝી ટીવી ની સાથ.
- રાજેન્દ્ર ત્રીવેદી
હવે આ સદાય હસતા ડોક્ટર કવીતાની પાછળ પડ્યા છે. કવીતાના મનનું ય વીશ્લેશણ થયું સમજો !!!
આજ ગઈ,
તારી રાહમાં.
દમ ગયો,
તારી રાહમાં.
શું રહ્યું ?
પુંછતા સૌને,
મોત મર્યું,
મારી રાહમાં.
મોતને પુછજે હવે,
મારી ખબર !
તે પણ રહીને રાખમાં
ઉડશે તારી વાટમાં.
- રાજેન્દ્ર ત્રીવેદી
કાલની તો આજ થઈ,
ને આજની થશે ય કાલ;
છતાં તુ  ના'વી મારી પાસ.
આમાં ને આમાં
મારી આંખો બીડાઈ ગઈ,
ખુલતાં શું થાશે પ્રભાત !
મળવા તને હું જીવું
આખાયે જીવન ભર,
પલકોને ખુલતાં ના વાર,
છતાં તુ ના'વી મારી પાસ
- રાજેન્દ્ર ત્રીવેદી
ગીતાબેન ચેતજો! રાજેન્દ્રે તમને બતાવી લાગતી નથી આ કવીતા!!!
રાજેન્દ્ર મારો બહુ જ જુનો દોસ્ત - અમે મેટ્રીક પછી માત્ર એક વરસ સાથે ભણેલા. હું લોઢા લાકડાના વાઢકાપની લાઇનમાં પડ્યો અને રાજેન્દ્ર મગજના વાઢકાપની!  આ 'નેટડા'ના પ્રતાપે પીસ્તાળીસ વરસ પછી અમે ભેળા થીયા! એની આ પહેલી કવીતા છાપતાં મને આંખમાં હર્શાશ્રુ આવે છે. જોકે આમ તો તમે સૌ તેને ' હાસ્ય દરબાર ' વાળા ડો. રાજેન્દ્ર ત્રીવેદી તરીકે જાણો જ છો ! તમારી જાણ સારુ, રાજેન્દ્ર બોસ્ટનમાં ન્યુરો સર્જન છે- અને મગજની વાઢકાપ કરતાં તેના મગજનું હાસ્યકેન્દ્ર  ખુલી ગયેલું છે. અને હવે કવીતાનું પણ ! તેમના સ્વર્ગસ્થ પીતા શ્રી. મુળશંકર ત્રીવેદી બહુ જ ભક્તીવાન હતા. તેમણે ઘણા ભજનો નીજાનંદ ખાતર લખેલા - જે તમે ' તુલસીદલ ' પર વાંચી શકશો.
બહુ જ આનંદી, મીલનસાર અને ખુલ્લા દીલના રાજેન્દ્ર પાસેથી આપણે આશા રાખીએ કે, આપણને કવીતાઓનો અને હાસ્યનો ખુબ ખુબ આસ્વાદ   કરાવતા રહે.