સ્વર :  દિવાળીબેન.
[odeo=http://odeo.com/audio/4626323/view]
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
આવા શિયાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા કાળજડાં ઠરી ઠરી જાય રે,
પાતળીયા તારા મનમાં નથી..... હું તો.....
આવા ઉનાળાના ચાર ચાર મહિના આવ્યા,
મારા પાવનિયાં બળી બળી જાય રે,
છોગાળા તારા મનમાં નથી..... હું તો.....
આવા ચોમાસાનાં ચાર ચાર મહિના આવ્યા,
મારી ચૂંદલડી ભીંજાઇ ભીંજાઇ જાય રે,
કાનુડા તારા મનમાં નથી.
હું તો કાગળિયાં લખી લખી થાકી,
કાનુડા તારા મનમાં નથી.
[odeo=http://odeo.com/audio/2536183/view]
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો,
રૂમાલ મારો લેતા જાજો, કે દલ દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
લીલી ઘોડીના અસવાર રે, રૂમાલ મારો લેતા જજો,
એ લેતા જજો, કે દલ તમારું દેતા જજો,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઓલ્યા વાણિયાના હાટનો લીલો રૂમાલ,
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો.
ઉતારા આલીશ ઓરડા, રૂમાલ મારો લેતા જજો,
મેડી મોલાત્યું માણશું કે રૂમાલ મારો લેતા જજો.
ભોજન આલીશ લાડવા, રૂમાલ મારો લેતા જજો,
તને પીરસું સાકરિયો કંસાર, રૂમાલ મારો લેતા જજો.
નાવણ આલીશ કૂંડિયું, એ રૂમાલ મારો લેતા જજો,
ઝિલણિંયાં તળાવ જાઇશું, રૂમાલ મારો લેતા જજો !
મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જજો !
રંગાઇ જાને રંગમાં.....
સીતારામ તણા સતસંગમાં
રાધેશ્યામ તણા તુ રંગમાં.....રંગાઇ.....
આજે ભજશું, કાલે ભજશું,
ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધેશ્યામ,
શ્વાસ તૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં.....રંગાઇ.....
જીવ જાણતો ઝાઝું જીવશું, મારું છે આ તમામ,
પહેલાં અમર કરી લઉં નામ, તેડું આવશે, યમનું જાણજે,
જાવું પડશે સંગમાં.....રંગાઇ.....
સૌ જન કહેતા પછી જપીશું, પહેલાં મેળવી લોને દામ,
રહેવા ના કરી લો ઠામ,
પ્રભુ પડ્યો છે એમ, ક્યાં રસ્તામાં, સૌ જન કહેતા વ્યંગમાં.....રંગાઇ....
ઘડપણ આવશે ત્યારે ભજશું, પહેલાં ઘરના કામ તમામ,
પછી ફરીશું તીરથ ધામ,
આતમ એક દિન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં.....રંગાઇ.....
બત્રીસ જાતનાં ભોજન જમતાં, ભેળી કરીને ભામ,
એમાં ક્યાંથી સાંભરે રામ,
દાન-પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ઘમંડમાં.....રંગાઇ.....
રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ,
માટે ઓળખ આતમરામ,
બાબા આનંદે હરિ ૐ અખંડ છે, ભજ તું શિવના સંગમાં.....રંગાઇ.....
+ મિત્રો, આ રૂડુ ને મજાનુ ભજન સાંભળવા માટે અહીં ક્લીક કરો.
ઠાકર પણ ઠેકો લીધે, સૂર સંધાતા સમે ;
ઢાંકણીયે ઢોલે રમે, હરિની હાર્યે હેમલો
વર્ષો પછી વૈકુંઠમાં, હેમુને મળ્યા હરિ ;
ગોકુલ ગાંડુ કરી, સ્વર તીહારે શામળા.
સોરઠ સાઝ સુના થીયા, કારણ કામણ કીયો ;
હલહ લઇ હેમુ ગયો, સૂર સંગાથે શામળા.
કસુંબી રંગનો કેફ કોઠે ધરી,
ગીતમાં લોકના બોલ ગાયા
પથ્થરના પાળીયે પ્રિત પેદા કરી,
વિજોગી વનિતાના વેણ સાંધ્યા
સતિને શુરની તેં ગુણગાથા કરી,
ધડૂસતા ઢોલે ને તલવાર ધારે.
સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયાલાલ,
નવ નવ નોરતાં, પૂજાઓ કરીશમા,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ.....સાચી રે.....
જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતા સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ.....સાચી રે.....
શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ.....સાચી રે.....
જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
હું તો તારાં વારણાં લઇશ મૈયાલાલ.....સાચી રે.....
વિજ્યા દશમી ના પર્વ પર સૌ મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ - હેપી દશેરા.
[odeo=http://odeo.com/audio/2026555/view]
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે,
મારાં હૈડાં હારોહાર, મારાં દલડે લેરાલેર જાય,
જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે.....મારે ટોડલે બેઠો.....
મારે કમખે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી ચુંદડી લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મારા કડલે બેઠો રે, મોર ક્યાં બોલે
મારી કાંબીયું લેરાલેર, જનાવર જીવતાં ઝાલ્યાં રે, મોર ક્યાં બોલે
મારે ટોડલે બેઠો રે, મોર ક્યાં બોલે.
મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર.
મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.
મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  કુંભારી  ને  દ્વાર.
એલી  કુંભારી  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  કોડિયાં  મેલાવ.
મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  સોનીડા  ને  દ્વાર.
એલી  સોનીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  જાળીયા  મેલાવ.
મા  નો  ગરબો  રે ,  રમે  રાજ  ને  દરબાર,
રમતો  ભમતો  રે  આવ્યો  ઘાંચીડા  ને  દ્વાર.
એલી  ઘાંચીડા  ની  નાર  તું  તો  સુતી  હોય  તો  જાગ,
મા  ને  ગરબે  રે  રૂડા  દિવેલીયા  પુરાવ.
મા  નો  ગરબો  રે,  રમે  રાજ  ને  દરબાર.
ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  !
હાલો  ને  જોવા  જાયેં  રે
મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર.
ચડવા  તે  ઘોડો  હંસલો  રે,  રાજાના  કુંવર,
પીતળિયા  પલાણ  રે.  –  મોરલી.....
બાંયે  બાજુબંધ  બેરખા  રે,  રાજાના  કુંવર,
દસેય  આંગળીએ  વેઢ  રે.  –  મોરલી.....
માથે  મેવાડાં  મોળિયાં  રે,  રાજાના  કુંવર,
કિનખાબી  સુરવાળ  રે.  –  મોરલી.....
પગે  રાઠોડી  મોજડી  રે,  રાજાના  કુંવર,
ચાલે  ચટકતી  ચાલ્ય  રે.  –  મોરલી....
ઝૂલણ  મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર  !
હાલો  ને  જોવા  જાયેં  રે
મોરલી  વાગી  રે,  રાજાના  કુંવર.
ઝૂલણ મોરલી સાંભળો : ટહુકો.
આજ  રે  સ્વપનામાં  મેં  તો  ડોલતો  ડુંગર  દીઠો  જો,
ખળખળતી  નદિયું  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.
આજ  રે  સ્વપનામાં  મે  તો  ઘમ્મર  વલોણું  દીઠું  જો,
દહીં -  દૂધના  વાટકા  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.
આજ  રે  સ્વપનામાં  મેં  તો  લવિંગ  લાકડી  દીઠી  જો,
ઢીંગલાં  ને  પોતિયાં  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.
આજ  રે  સ્વપનામાં  મેં  તો  જટાળો  જોગી  દીઠો  જો,
સોનાની  થાળી  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.
આજ  રે  સ્વપનામાં  મે  તો  પારસપીપળો  દીઠો  જો,
તુળસીનો  ક્યારો  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.
આજ  રે  સ્વપનામાં  મે  તો  ગુલાબી  ગોટો  દીઠો  જો,
ફૂલડિયાંની  ફોર્યું  રે,  સાહેલી,  મારા  સ્વપનામાં  રે.
ડોલતો  ડુંગર  ઇ  તો  અમારો  સસરો  જો,
ખળખળતી  નદીએ  રે  સાસુજી  મારાં  ના’તાં’તાં  રે.
ઘમ્મર  વલોણું  ઇ  તો  અમારો  જેઠ  જો,
દહીં - દૂધના  વાટકા  રે  જેઠાણી  મારાં  જમતાં’તાં  રે.
લવિંગ - લાકડી  ઇ  તો  અમારો  દેર  જો,
ઢીંગલે  ને  પોતિયે  રે  દેરાણી  મારાં  રમતાં’તાં  રે.
જટાળો  જોગી  ઇ  તો  અમારો  નણદોઇ  જો,
સોનાની  થાળીએ  રે  નણદી  મારાં  ખાતાં’તાં  રે.
પારસ  પીપળો  ઇ  તો  અમારો  ગોર  જો,
તુળસીનો  ક્યારો  રે  ગોરાણી  મારાં  પૂજતાં’તાં  રે.
ગુલાબી  ગોટો  ઇ  તો  અમારો  પરણ્યો  જો,
ફૂલડિયાંની  ફોર્યું,  સાહેલી,  મારી  ચૂંદડીમાં  રે.
સાયબા,  હું  તો  ત્રાંબાની  હેલ્યે  પાણી  નૈ  ભરું  રે  લોલ,
સાયબા,  મુને  રૂપલા  બેડાની  ઘણી  હામ  રે
સાયબા,  મુને  મુંબઇમાં  મો’લ  ચણાવજો  રે  લોલ.
સાયબા,  મારે  સાસરો  ભલા  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  ઘૂંઘટ  કાઢ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા,  મુને...
સાયબા,  મારી  સાસુ  ભલાં  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  પગે  પડ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા,  મુને...
સાયબા,  મારે  જેઠ  ભલા  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  ઝીણું  બોલ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને...
સાયબા,  મારે  જેઠાણી  ભલાં  પણ  વેગળાં  રે  લોલ,
સાયબા,  મુને  વાદ  વદ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને...
સાયબા,  મારો  દેર  ભલા  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  હસ્યા  બોલ્યાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને...
સાયબા,  મારી  દેરાણી  ભલાં  પણ  વેગળા  રે  લોલ,
સાયબા,  મુને  જોડે  રે’વાની  ઘણી  હામ  રે. -  સાયબા, મુને...
[odeo=http://odeo.com/audio/2258141/view]
સોના  વાટકડી  રે  કેસર  ઘોળ્યાં,  વાલમિયા,
લીલો  છે  રંગનો  છોડ,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
પગ  પરમાણે  રે  કડલાં  સોઇં,  વાલમિયા,
કાંબિયુંની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
કેડ  પરમાણે  રે  ઘાઘરો  સોઇં,  વાલમિયા,
ઓઢણીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
હાથ  પરમાણે  રે  ચૂડલા  સોઇં,  વાલમિયા,
ગૂજરીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
ડોક  પરમાણે  રે  ઝરમર  સોઇં,  વાલમિયા,
તુળસીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
કાન  પરમાણ  રે  ઠોળિયાં  સોઇં,  વાલમિયા,
વેળિયાંની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
નાક  પરમાણ  રે  નથડી  સોઇં,  વાલમિયા,
ટીલડીની  બબ્બે  જોડ્ય,  રંગમાં  રોળ્યાં,  વાલમિયા.
મિત્રો ,
ગુજરાતી લોકસંગીત ના હીર, અષાઢી ગાયક, ગહેકતો મોરલો એવા કાઠ્યાવાડી કલાકાર સ્વ. હેમુભા (હેમુભાઇ) ગઢવી ની આજે ,20મી ઑગસ્ટ, ના રોજ 41 મી પુણ્યતિથી છે.
હેમુ ગઢવીનો જન્મ સાયલાના ઢાંકળિયા ગામે તા. 04-09-1929 નાં રોજ.
હેમુ ગઢવી ના મુખે લોકગીત કે ભજન કાને પડે ત્યારે એનો આનંદ રોમાંચ મનેખને ડોલાવી દે છે.
હેમુ ગઢવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણજી ના હસ્તે લોકસંગીત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.
રાજકોટ મુકામે 1998 માં મ્યુ. કોર્પો. દ્વારા બંધાયેલ ઑડીટોરિયમ ને ‘હેમુ ગઢવી’ નામ આપવામાં આવ્યુ છે.
આકાશવાણી, રાજકોટ આજે જે કાંઇ છે, તેમાં મુખ્ય ફાળો હેમુભાઇ ગઢવીનો છે.
સૌરાષ્ટના લોકસાહિત્યને જીવંત કરનાર સૂરમણી સ્વ. શ્રી હેમુભા ને લાખ લાખ વંદન...
સ્વ. શ્રી. હેમુભાઇ ગઢવી ના કંઠે ,,
ઓ રંગરસીયા, ક્યા રમી આવ્યા......આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.
કાન તારી મોરલીયે મોહીને...........આ રૂડુ લોકગીત સાંભળવા અહીં ક્લીક કરો.
છલકાતું આવે બેડલું !
મલકાતી આવે નાર રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું...
મારા ગામના સુતારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી ઘડી લાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
મારા ગામના લુહારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી મઢી લાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
મારા ગામના રંગારી રે વીરા તમને વીનવું,
મારી માંડવડી રંગી લાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
મારા ગામના કુંભારી રે વીરા તમને વીનવું,
મારે ગરબે કોડિયાં મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું...
મારા ગામના પિંજારી રે વીરા તમને વીનવું,
મારા ગરબે દિવેટ મેલાવો રે મારી સાહેલીનું બેડલું –
છલકાતું આવે બેડલું...
મારા ગામના ઘાંચીડા રે વીરા તમને વીનવું,
મારે ગરબે દિવેલ પુરાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
મારા ગામના મોતીઆરા રે વીરા તમને વીનવું,
મારો ગરબો ભલેરો શણગાર રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
મારા ગામની દીકરિયું રે બેની તમને વીનવું,
મારો ગરબો ભલેરો ગવરાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
મારા ગામની વહુવારુ રે ભાભી તમને વીનવું,
મારો ગરબો ભલેરો ઝીલાવો રે મારી સાહેલીનું બેડલું -
છલકાતું આવે બેડલું...
હાં કે રાજ !
વાવડીનાં પાણી ભરવા ગ્યાં’તા મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
વડોદરાના વૈદડા તેડાવો, મારાં કાંટડિયા કઢાવો,
મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહી પાથરણાં પથરાવો,
આડા પડદલા બંધાવો; મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ઓશરિયેથી ખાંડણિયા રે કાઢો, મારા ધબકે ખંભા દુખે;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
સસરાજીને ચોવટ કરવા મેલો, મને ઘૂંઘટડા કઢાવો;
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
નણંદડીને સાસરિયે વળાવો, એનાં છોરુડાંને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
હાં કે રાજ !
ફળિયામાંથી પાડોસણને કાઢો, એના રેંટિયાને સોતી,
મને કેર કાંટો વાગ્યો.
લવિંગ કેરી લાકડિએ રામે સીતાને માર્યાં જો!
ફૂલ કેરે દડૂલિયે સીતાએ વેર વાળ્યાં જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર બેસવા જઇશ જો !
તમે જશો જો પરઘેર બેસવા, હું વાતુડિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર દળવા જઇશ જો !
તમે જશો જો પરઘેર દળવા હું ઘંટુલો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું પરઘેર ખાંડવા જઇશ જો !
તમે જશો જો પરઘેર ખાંડવા હું સાંબેલું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું જળમાં માછલી થઇશ જો !
તમે થશો જો જળમાં માછલી હું જળમોજું થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું આકાશવીજળી થઇશ જો !
તમે થશો જો આકાશવીજળી હું મેહુલિયો થઇશ જો !
રામ ! તમારે બોલડિયે હું બળીને ઢગલી થઇશ જો !
તમે થશો જો બળીને ઢગલી હું ભભૂતિયો થઇશ જો !