* આપણને બધાને ખબર છે કે વિન્ડોઝનાં જેટલાં પર લિગલ ઇન્સ્ટોલેશન થાય છે તેના કરતાં પાયરેટેડ ત્રણ ઘણાં થાય છે. મારા કઝિનનાં લેપટોપમાં (કોમ્પેક પ્રિસારીઓ વી૩૦૦૦) વિન્ડોઝ હોમ સાથે આવેલું હતું. એક દિવસ અચાનક લેપટોપ બંધ થઇ ગયું, અને વોરન્ટીમાં ન હોવાથી એચ.પી. અને સર્વિસ સેન્ટર બન્ને વાળાએ હાથ ઉંચા કરી દીધા. ઓકે. નો પ્રોબ્લેમ. મેં તેને સલાહ આપી કે જો, વિન્ડોઝ XP પ્રોફેશનલ નાખશે તો લેપટોપ સારું ચાલશે. તો અમે, ગઇકાલે જઇને ૬૮૫૦ રૂપિયા ખર્ચીને મસ્ત વિન્ડોઝ XP લઇ આવ્યા.
સરસ. તો અમે મૂક્યું ઇન્સ્ટોલેશન કરવા, પણ જ્યારે પણ હાર્ડડિસ્ક ચકાસણી આવે ત્યારે તે અટકી જાય. મને થયું હાર્ડવેરમાં કંઇક મુશ્કેલી થઇ લાગે છે પણ તેનાં પહેલાં અમે બધો બેકઅપ લિનક્સની લાઇવ સીડી વડે લઇ લીધેલો હતો. અમે બીજા સોફ્ટવેરની મદદથી આખી હાર્ડડિસ્કને ફોરમેટ કરી, પણ ફરી એ જ મુશ્કેલી. છેવટે, જ્યાંથી વિન્ડોઝ લીધું ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે આ હાર્ડડિસ્ક SATA હોવાથી તે વિન્ડોઝ વડે શોધી શકાશે નહી. અને અમારે ઇન્ટરનેટ ઉપરથી તેનાં ડ્રાઇવર શોધી, એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવમાં નાખીને ઇન્સ્ટોલ કરવા પડશે. લો કરો વાત.
૧. કેટલા વ્યક્તિઓ પાસે એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવ હોય છે.
૨. કેટલા વ્યક્તિઓ પાસે ઇન્ટરનેટ હોય છે.
૩. લીગલી લીધું હોવા છતાં, તમારે ૩૦ દિવસની અંદર ઇન્ટરનેટ વડે XP નું એક્ટિવેશન કરાવવું પડે છે.
૪. આટલું મોંઘું હોવા છતાં, એક ડ્રાઇવર આપવાની તસ્દી કેમ ન લેવામાં આવી.
લિનક્સ અને BSD નો વ્યાપ વધે તેમાં નવાઇ શાની? હવે તો લેપટોપ્સમાં પણ લિનક્સ પ્રિઇન્સ્ટોલ આવે છે. નવું લેપટોપ કે ડેસ્કટોપ લો તો લિનક્સ લેવાનો આગ્રહ રાખજો.
(સત્ય ઘટના, શિર્ષક: કવિ કાર્તિક મિસ્ત્રી)
* હરસુખભાઇએ મારી પોસ્ટ નવું મેકમાં કોમેન્ટ કરીકે વિન્ડોઝ અને મેક વચ્ચેનો તફાવત જણાવશો તો હાજર છે આ એક નાનકડી પોસ્ટ તેના માટે..
૧. એપલ કંપની એ મેકિન્ટોશ મશીન બનાવે છે સાથે સાથે Mac OS પણ તેની જ પ્રોડક્ટ છે - આ કારણે તેનાં હાર્ડવેર અને સોફ્ટવેર એક જ જગ્યાએથી આવવાથી ક્વોલિટી, ગુણવત્તામાં તે ચઢિયાતી હોય છે. પણ હવે તમે મેક મશીન પર વિન્ડોઝ પણ ચલાવી શકો છો. અરે, મેક, લિનક્સ અને વિન્ડોઝ પણ ચલાવી શકો છો.
૨. Mac OS નું બેકએન્ડ, બેઝ કહીએ તો UNIX છે. એટલે UNIXની બધી જ સારી ચીજો તેમાં છે, તમે લિનક્સનાં મોટાભાગનાં કમાન્ડ તેમાં વાપરી શકો છો.
જુઓ, નીચેનો સ્ક્રિનશોટ (તેનાં પર ક્લિક કરો)!
૩. હાર્ડવેરની ક્વોલિટી એકદમ સરસ હોય છે.
૪. એકદમ સ્લિક. ઉદાહરણ તરીકે જુઓ મેક મીની અને મેકબુક એર.
૫. આઇફોન, આઇપોડ વગેરે તેમાં સરળતાથી સિન્ક (sync, નહીં કે sink) થાય છે. :P
૬. ગ્રાફિક્સ આર્ટિસ્ટો માટે મેક એ ગોડ ગિફ્ટ છે - ઘણાં બધા ડિઝાઇનરો તેને પસંદગી આપે છે. અને તમારી ડિઝાઇન સેન્સ પણ તેનાંથી ચડિયાતી થાય છે.
૭. વાયરસનો બહુ ઓછો ડર (કારણ, લિનક્સની જેમ જ બેઝ એ યુનિક્સ છે).
૮. ટૂંકમાં, મેક આગળ વિન્ડોઝ ભિખારી જેવું લાગે છે.
ખરાબ તો બે વસ્તુ છે,
૧. એપલની દરેક પ્રોડક્ટની જેમ મેક એ મોંઘું છે. કંઇ તૂટ્યું કે ફૂટ્યું તો ગયા, જો સર્વિસ, ગેરંટીમાં ન હોય તો.
૨. મેક હાર્ડવેર એ એકદમ ક્લોઝ્ડ સોર્સ હાર્ડવેર છે એટલે કે લિનક્સ તેનાં પર ઇન્સ્ટોલ કરતાં, અને દરેક સુવિધા યોગ્ય રીતે કામ કરાવતાં દમ નીકળી જાય તેમ છે (અરે, પણ લિનક્સ હેકર્સ એમ કંઇ બેસે, અને એટલા માટે તો મેક લેવાનું એક બહાનું છે!).