જ્યારે મેં પ્રભુ પાસે શક્તિ માંગી
તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી
જ્યારે મેં પ્રભુ પાસે ચતુરાઈ અને બુધ્ધિ માંગી
તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા
જ્યારે મેં પ્રભુ પાસે ખુશીઓ માંગી
તેણે મને અન્ય દુખી લોકો બતાવ્યા
પ્રભુ પાસે જ્યારે મેં અઢળક સંપત્તિ માંગી
તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા
પ્રભુ પાસે જ્યારે મેં આશિર્વાદ માંગ્યા
તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું
પ્રભુ પાસે મેં મનની શાંતિ માંગી
તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું.
પ્રભુ એ મને જે જોઈતું હતું એ કાંઈ ન આપ્યું
તેણે મને એ બધૂય આપ્યું જેની મને જરૂર હતી.
- સ્વામી વિવેકાનંદ
વડોદરા આજકાલ સમાચારોમાં ચમકતુ રહે છે. આમ તો અહીંની આબોહવા જ એવી છે કે તમે મસ્ત બની જાઓ. વડોદરા વિષે લખતા મને ડર લાગે છે કારણકે એક વાર ત્યાં વિષે લખવાનું શરૂ કર્યું તો કોઈ અંત નહીં આવે અને એક બ્લોગ તેના માટે જ શરૂ કરવો પડે.......આજે તમને આપવા માટે મારી પાસે મહત્વની જાણકારી છે...
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સુંદર વાતાવરણમાં ઘણા નવા અને જરૂરી પ્રયોગો અને શંશોધનો થતા રહે છે. પણ આ એક એવા સમાચાર છે કે જે ખરેખર વખાણવા લાયક છે. આ સમાચાર છે વૃધ્ધો માટેના. સીનીયર સિટીઝનના રૂપકડા નામ હેઠળ જેમની તકલીફો અને મુશ્કેલીઓની અવગણના થાય છે.... ત્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ ફેમીલી એન્ડ કોમ્યુનીટી સાયસન્સીસના એક્સટેન્શન એન્ડ કોમ્યુનીકેશન વિભાગમાં અભ્યાસ કરતી શિવાની મહેતા નામની વિધાર્થીનીને તેના પ્રોફેસર ડો. અવની મણીયારે એક અનોખો વિષય સૂચવ્યો, ડો. અવની મણીયારે સિનીયર સિટીઝન એન્ડ ટેલિવીઝન વિષય ઉપર પીએચડી કર્યુ છે. તેમણે સેંકડો વૃદ્ધોના ઈન્ટરવ્યુ કર્યા, ઘણા પ્રશ્નોના જવાબ મેળવ્યા અને એ જવાબોના આધારે કેટલાક આંખો ખોલીદે તેવા તારણો મળ્યા.
લગભગ ત્રેવીસ વર્ષની વયે નોકરી કરવાનું ચાલુ કરી અને અઠ્ઠાવન વર્ષની ઉંમર સુધી સતત નોકરી કરીએ, આખો દિવસ વ્યસ્ત, કામ, સહકર્મચારીઓ, ઓફીસ નું વાતાવરણ, મિત્રો, દર મહીને પગાર અને માન મરતબો, આ બધુ એક દિવસ રીટાયરમેન્ટના કારણે (ફક્ત ઉંમરના ડીસ ક્વોલિફિકેશન ના લીધે) પૂરૂં થઈ જાય અને ઘરે બેસી પૌત્રો સાચવવા, ટીવી જોવું અને જો છોકરાઓ એમ કહે કે હવે તમારા ભગવાન નું નામ સ્મરણ કરવાના દિવસો છે તો તેમ કરવું....આ એડજસ્ટમેન્ટ કેટલું ઈઝી કે ટફ છે...?? આ બ્લોગના સીનીયર સિટીઝન વાચકો જ કહી શકે....હાલનો સમાજ સિનીયર સિટીઝન્સને નિગલેક્ટ કરી રહ્યો છે. જે વૃદ્ધો કામ કરવા ઈચ્છતા હોય તેઓને પાસેથી સમાજ હવે કામ લેવાનુ બંધ કરી રહ્યો છે. જેથી નિવૃત્ત થયેલા કેટલાય લોકોને લાગે છે કે, હવે તેઓ કોઈ કામના રહ્યા નથી. સમાજના આ પ્રકારના અળખામણા અને વિરોધાભાસી વલણ સામે ઝઝૂમી રહેલા વૃદ્ધો માટે શિવાની મહેતાએ શરૂ કરી વેબસાઈટ સેકન્ડ ઈનીંગ્સ.....http://www.jobsforelderly.org/
જ્યાં સુધી શરીર ચાલે ત્યાં સુધી કાર્યરત રહેવાની વૃદ્ધોની ઈચ્છાને નિવૃત્તીના નામે ડામી છે. પરંતુ, તેમના અનુભવો અને ક્ષમતા માં થી સમાજે ઘણું શીખવા અને સમજવા મળી શકે છે...સમાજે પોતાનુ વલણ બદલવુ પડશે. કારણે કે, હવે તેમની પાસે કામ મેળવવાના વિકલ્પ છે.
અધ્યારૂ નું જગત તરફથી હું જીગ્નેશ અધ્યારૂ, શિવાની મહેતા અને તેમના પ્રો. ડો. અવની મણીયારને તેમના આ ભગીરથ પ્રયત્ન બદલ અભિનંદન આપું છું અને તેમના આ પ્રયાસની સફળતાની કામના ..... કીપ ઈટ અપ...
- જીગ્નેશ અધ્યારૂ
શું તમે આ પોસ્ટ માણી હતી? .... મારી રચનાઓ.....જીગ્નૅશ અધ્યારુ - મારી કવિતા અનૅ ગઝલ ……. બ્લોગ બનાવ્યાની શરૂઆતના દિવસોમાં આ લખી હતી એટલે જોડણીની અસંખ્ય ભૂલો છે.....
બંગાળનો બીરબલ - ગોપાલ ભાંડ
આમ જોવા જઈએ તો ગોપાલ ભાંડને ઝાઝો સમય થયો નથી. આ ગોપાલ ભાંડ ૧૭મી સદી માં થઈ ગયો. એનો જન્મ એક ગરીબ કુટુંબમાં થયો હતો.
ગરીબાઈને લીધે જ એ ભણી ગણી શક્યો નહોતો, પણ એનામાં ભારે હૈયા ઊકલત હતી. જ્યાં મોટા મોટા પંડિતો ચકરાવામાં પડી જતા ત્યા ગોપાલ ભાંડ ચપટી વગાડતામાં એનો ઊકેલ શોધી આપતો.
આ ગોપાલ ભાંડ નાદીયા નો વતની હતો અને રાજા કૃષ્ણચંદરાય નો દરબારી હતો.
એક વખત એવું બન્યું કે રાજા કૃષ્ણચંદ્ર ની સભામાં એક પંડિત આવ્યો. એ દેશદેશની ભાષા જાણતો હતો.જ્યારે સંસ્કૃતમાં શ્લોક લલકારે ત્યારે બધાને લાગે કે આ મહાશય કાશીના જ વતની હશે, જ્યારે મરાઠી બોલે ત્યારે મરાઠી લાગે, કન્નડ બોલે તો કન્નડ લાગે, બધી ભાષા પર એવુ પ્રભુત્વ કે એ કયા દેશ માં થી આવે છે એ કહેવુ અધરૂં થઈ જાય.
તેનું બધી ભાષા પર પ્રભુત્વ જોઈને બધા દંગ થઈ ગયા. ખુદ રાજા તેને કહેવા લાગ્યા કે "પંડીતજી, તમારૂં બધી ભાષા પર પ્રભુત્વ જોઈને હું ખરેખર પ્રભાવિત થયો છું, આપ ગુજરાતી બોલો છો તો ગુજરાતી લાગો છો અને તમિલ બોલો છો તો તમિલ લાગો છો, ત્યારે આપની માતૃભાષા કઈ?"
"મહારાજ, આપની વિદ્વાન સભાનું માપ કાઢવાજ હું આવ્યો છું, આપે અનેક મહાન પંડિતો ભેગા કર્યા છે, તો આપની સભા માં થી કોઈ કહે કે હું ક્યાંનો છું, તો હું તેમને ખરા પંડિતો માનું"
મહારાજે બધા પંડિતો ની સામે જોયું, બધા નીચું જોઈ ગયા, કોઈ આનો જવાબ આપવા સમર્થ ન હતા. આખરે મહારાજે ગોપાલ ભાંડ સામે જોયું. તે મહારાજ નો મતલબ પામી ગયો.
"મહારાજ, મેં તો કાળા અક્ષર કુહાડે માર્યા છે, મને તો બંગાંળી સિવાય કોઈ ભાષા આવડતી નથી છતાંય હું કહું તેમ કરો તો આ વાતનો જવાબ ચપટી વગાડતામાં આપું.
"ભલે" મહારાજે તેને છૂટ આપી.
"પંડિતજીને આ વાતનો જવાબ કાલ સુધી માં મળી જશે" ગોપાલે કહ્યું
સભા બરખાસ્ત થઈ, બધા પંડિતો  અને પેલા પરદેશી પંડિત સાથે ગોપાલ પણ સભાખંડના પગથીયા ઉતરી રહ્યો હતો, અચાનક તેણે પંડિતને ધક્કો માર્યો, પંડિત ઉછળીને નીચે પડ્યો, અને "ઓય માં, મરી ગયો" એવી ચીસ એના મોઢા માં થી નીકળી ગઈ.
ગોપાલે બીજા પંડિતો ને પૂછ્યું" આ કઈ ભાષા માં બોલ્યો?"
"ગુજરાતી માં"
"બસ ત્યારે, તેની માતૃભાષા ગુજરાતી છે."
મહારાજે તેને પૂછ્યું "અરે ગોપાલ તને કેમ ખબર પડી કે આ ગુજરાતી છે?"
"મહારાજ ! પોપટને આપણે રામ રામ બોલતા શીખવીએ છીએ અને કહીએ ત્યારે એ રામ રામ બોલે છે પણ જ્યારે બીલાડી એની બોચી ઝાલે છે ત્યારે એ રામ રામ નથી બોલતો, ત્યારે તો એ ટેં...ટેં... જ કરે છે. માતૃભાષા સિવાયની બીજી બધી ભાષાઓ નવરાશ માં સરસ બોલી શકાય છે. પણ મુસીબતમાં જેમ માણસ માં ને યાદ કરે તેમ માતૃભાષાને ય યાદ કરે છે, એટલે પંડિતજી ગબડતા ગબડતા જે બબડ્યા એ તેમની માતૃભાષા"
મહારાજના દરબારમાં વિદ્વાનોના બે ભાગ હતા. તેઓ સદા વાદ વિવાદમાં રચ્યાપચ્યા જ રહેતા હતા. વરસો સુધી આમ જ તેઓ વાદ વિવાદ કરતા રહેતા. પુરાણોનો તો પાર નહીં, એક વાર એક પંડિતે ગોપાલ ને પૂછ્યું, "આ નો અંત ક્યાં થશે અને ક્યારે થશે? આનો ફેંસલો કેમ આવતો નથી?"
"વખત આવ્યે કહીશ" ગોપાલે કહ્યું
આ જ ગામમાં બે જમીનદાર હતા. બંને અંદરોઅંદર ઝધડ્યા કરે. દર વર્ષે કાલી પૂજા પત્યા પછી જ્યારે રાત્રીનો એક પ્રહર બાકી રહેતો ત્યારે બંને પક્ષ પૂજા પૂરી કરીને નાવડામાં બેસી જતા અને જોર જોર થી હલેસાં મારતા, સવારે મંદિરમાં શંખનાદ વખતે જેની હોડી આગળ હોય તે માતાનો સોનાનો મુગસોનાનો મુગટ લઈ જતો. આ વર્ષે પણ કાલીપૂજાની ભારી ભીડ હતી. અમાસ ની અંધારી રાત હતી. ગોપાલે નાવડા હંકારનાર ને ખૂબ શરાબ પીવડાવ્યો. પૂજા પછી બધા હોડકામાં બેઠા અને જોર જોરથી હલેસા મારવા માંડ્યા.મંદિરમાં શંખનાદ થયો ત્યારે ખબર પડી કે નાવડી તો હજી કિનારે જ હતી.ખલાસીઓએ ખૂબ જોર માર્યુ પણ નાવ એક તસુંય ખસી ન હતી. ગોપાલે નાવ ના દોરડા જ ખોલ્યા ન હતા.જે પંડિતો સદા વાદ વિવાદ માં રચ્યા પચ્યા રહેતા હતા એ બધા ત્યાં હતા. આ જોઈ એ બધા હસવા લાગ્યા.
"આ માં હસવા જેવુ શું છે?, તમે બધા આ જ તો કરો છો..."
ગોપાલે પંડિતોને ઉદેશીને કહ્યું "આ ખલાસીઓ શરાબના નશામાં ચૂર છે, તો તમે શાસ્ત્રોના નશા માં છો, આ લોકો લાકડાના હલેસા મારે છે અને આપ તર્કના હલેસા વાપરો છો, આમની નાવો રસ્સાથી બાંધેલી રહી ગઈ, આપની નાવ મતમતાંતરોના ખૂંટા સાથે બંધાયેલી રહી ગઈ, એ શરાબના નશામાં છે તો આપ મોટાઈના નશામાં છો, માટે હે પંડિતો, જ્યાંસુધી આપ તંગ વિચારો રૂપી રસ્સાને નહીં છોડો, ત્યાં સુધી આપનો ફેંસલો આવવાનો નથી."
હાસ્ય અને રમતમાં પણ કેવી મર્મભેદી વાત? ગોપાલને આવા કારણો થી જ બંગાળનો બીરબલ કહેવાય છે....તેના વિષે બહુ સાહિત્ય ઉપલબ્ધ નથી.
આ વિષે બીજા પ્રસંગો ફરી ક્યારેક...
લેખક : સ્નેહલતા
મારી શાળાની પ્રાર્થનાઓ
મંદીર તારૂં વિશ્વ રૂપાળું,
સુંદર સર્જનહારા રે,
પળ પળ તારાં દર્શન થાય્,
દેખે દેખનહારા રે,
નહીં પુજારી, નહીં કોઈ દેવા,
નહીં મંદિરને તાળાં રે,
નીલ ગગનમાં મહીમા ગાતાં
ચાંદો સૂરજ તારા રે,
વર્ણન કરતા શોભા તારી
થાક્યા કવિગણ મીરાં રે
મંદિરમાં તું ક્યાં છુપાયો
શોધે બાળ અધીરાં રે....
Previous Posts in the same Series :
મારી શાળાની પ્રાર્થનાઓ - 3, ........મારી શાળાની પ્રાર્થનાઓ I અને મારી શાળાની પ્રાર્થનાઓ II
મધર્સ ડે એટલે મમતાનો ઊત્સવ
માં - શબ્દો થી પર અને લાગણીઓના પ્રદેશના આ સંબંધને હું ખરેખર શું વર્ણવી શકું ?....જ્યારે વિચાર્યું કે મધર્સ ડે ના દિવસે...એક એવી પોસ્ટ મૂકવી છે જે મારા પોતાના બ્લોગ માટે એક સીમા ચિન્હ બની રહે....મને એ વારે ઘડીયે વાંચવાની ઈચ્છા થવી જોઈએ.....આ પોસ્ટ અત્યાર સુધીની મારી બધી પોસ્ટસ માં સૌથી લાંબી છે....પણ આ ખરેખર હ્રદયમાં થી આવે છે...અને ૧૧ તારીખે રવિવાર હોવાના લીધે મને આનંદ છે કે હું ઘરે હોઈશ અને મારી મા ને આ વંચાવી શકીશ.....મારી કદી એના માટે વ્યક્ત ન થયેલી લાગણીઓ તેને વંચાવી શકીશ...
હું આજેય યાદ કરૂં છું એ દિવસો...એ સોહામણા દિવસો...જ્યારે જ્યારે હું ખૂબ તોફાન કરતો, વાંચવામાં કે હોમવર્ક કરવામાં ચોરી કરતો, મારી માં મને મારવા વેલણ લઈને દોડતી....ક્યારેક પકડાઈ જતો તો ક્યારેક દાદા, દાદી, ફઈ કે કાકા કોઈક બચાવી લેતા....કોઈ ના હોય તો ઢીબાઈ પણ જતો....અને પછી મને રડતો જોઈને એ મને ખોળામાં લઈને રડતી, વહાલથી પંપાળતી, એક એકા એક અને એક દૂની બે યાદ કરાવતી....આરા (કૂવા પાસે કપડા ધોવાની જગ્યા) માં કપડા ધોવા બેસતી અને ઓશરીના પગથીયે બેસીને હું પાડા (પહાડા) બોલતો....એ મને ખૂબ પ્રેમ કરતી, મારૂ માથું ઓંળી આપતી, સરસ પાથી પાડી આપતી.....મને સ્કૂલ જતા નાસ્તાનો ડબ્બો ભરી આપતી...વહાલ થી બકી કરતી.....ખોળામાં સૂવડાવતી......એ માં ને યાદ કરવા કોઈ સ્પેશીયલ દિવસની જરૂર નથી....જેણે મારી ઓંળખાણ મારી સાથે કરાવી, જે મને મારી પહેલા થી ઓળખે છે....અને હું જેના અસ્તિત્વનો એક ભાગ છું એવી મારી મા ને માટે હું શું લખી શકું....મને કાંઈ સૂઝતુ નથી......શબ્દો ઓછા પડે છે....
આજે હું તેના થી છસ્સો કિલોમીટર દૂર રહું છું, મહીને કે બે મહીને તેને એક દિવસ માટે મળું છું, ઘણી વાર મારા પોતાનામાં ખોવાઈ જાઊં છું, પત્ની, બાળકો, ઓફીસના કામ અને બોસ, પ્રોજેક્ટના ટેન્શન, પૈસા અને ભાગદોડ...આ બધામાં અસંખ્ય વાર એવુ બન્યુ છે કે હું માતા પિતા ને ફોન કરવાનું કે તેમની ખબર લેવાનું ભૂલી ગયો હોઊં...પપ્પા તો એમ સમજીને ચલાવી લે છે કે બીઝી હશે....ફ્રી થશે ત્યારે ફોન કરશે....પણ મા કદી આવા સમાધાન થી ચલાવતી નથી...કે ચલાવી શક્તી નથી ... આજે આ બ્લોગના માધ્યમ થી એટલું જ કહેવા માંગુ છું માં કે આ બધા માટે તારો ખૂબ ખૂબ આભાર...
"થેન્ક યુ વેરી મચ"
આ સાથે અહીં છે કેટલાક મનગમતા લેખો, જેમા આપણા પ્રિય લેખકોએ પોતાની મા વર્ણવી છે, કદાચ તેમના માધ્યમ થી, તેમના શબ્દો થી આપણેય એ માતા પ્રત્યે અહોભાવ વ્યક્ત કરી શકીએ, તેને વંદન કરી શકીએ.....આજે મધર્સ ડે ના દિવસે આ તદન ઉપર્યુક્ત બની રહેશે અને આપ સૌને ગમશે એવી આશા છે...
1.       Maa...Mari Maa by Ashwini Bhatt      :      માં...મારી માં - અશ્વિનિ ભટ્ટ
"હું હીંચકે બેસું અને તે પણ સાથે આવીને બેસે, ક્યારેક હું જાણે હમણાં જ જનમ્યો હોઊં તેમ મારી સામે અનિમેષ જોતી રહે, એકાએક તેનો હાથ મારા માથે મૂકે અને ધીરેથી કહે, તું સાચે જ ઘરડો થઈ ગયો એ. મને બાળક તરીકે, ગોદમાં રમતા ભૂલકા તરીકે જોવાની તેની આદતનું એ પરીણામ હશે કે પછી સાચે જ તેને હું બદલાયો લાગતો હોઈશ ?
નાનપણમાં તેણે મને કેટલીય વાર પીટ્યો હતો, તેની હથેળી અને આંગળીઓના સોળ પણ મારે બરડે ઊઠી આવતા, હું રોષે ભરાતો, રીસાતો, ઘરની બહાર ચાલી જતો. રાત પડતી અને મારી પીઠ પર તેનો હાથ ફરતો, મારા બરડા પરના સોળ જાણે ભૂંસાઈ જતા, વાત્સલ્યની ઠંડક મારી પીઠ પર પ્રસરતી અને સોનેરી સોણલા માં હું ખોવાઈ જતો. પરીઓનો દેશ કેવો હોય છે એ આજે હું ભૂલી ગયો છું, અને હવે ગુસ્સે થઈ જાઊં છું, ક્યારેક મેં કદીય ના બોલ્યું હોય એવું બોલી નાખું છું, તેને ન ગમે તેવુ વર્તન પણ કરી બેસું છું, તે હજુય ગુસ્સે થાય છે. પણ તે હવે મને થપ્પડ મારતી નથી, મારે બરડે સોળ ઊઠતા નથી., કે પહેલાની જેમ હું રીસાતો નથી. હું મોટો થઈ ગયો છું અને એટલે 'એ નહીં સમજે' કહીને તજતોડ કરી નાખું છું. મારા મગજમાં જાણે કે ગણિત પેઠું છે, વાત્સલ્ય ને બદલે સમજદારી...અણસમજની મારી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હું ભણતર પામ્યો છું, મા તેવી ને તેવી જ છે, વર્નાક્યુલર ફાઈનલ ભણેલી
જીંદગીના વર્ષોએ મને રૂક્ષ બનાવ્યો છે, સંવેદનશીલતાની જગ્યા સહનશીલતાએ લીધી છે, પહેલાની જેમ કજીયો કરવાનું હું ભૂલી ગયો છું, અને એટલે મારી પીઠ પર ઠંડક નથી વળતી, ક્યારેક મા સામે જોઈ લઊં છું અને કલમ થંભી જાય છે. મને ઘાણીમા ફરતા બળદ દેખાય છે, ઘમ્મરવલોણે ઝૂમતી એક જુવાન સ્ત્રી દેખાય છે તો ક્યારેક વળી ઘંટીના પડ પર ઝૂકીને એક પગ લંબાવીને, ઘંટીની ઘરરાટી સાથે ગવાતુ ગીત સંભળાય છે.
એ બધું બદલાયું છે, કેરીના ઢગલા પર બેસીને કેરી ચૂસવાનો આનંદ છેલ્લ ત્રીસ વર્ષમાં ક્યારેય માણ્યો નથી, ઘઊંના ઢગલા પર ઘરના માળીયા માં થી ભૂસકા મારવાનુંય હવે બનતું નથી. કેરી હવે ગાડામાં નથી આવતી. થેલીમાં આવે છે. નંગને હિસાબે આવે છે, ઘઊંના થેલાને બદલે એલ્યુમીનીયમના ડબામાં બે કે ત્રણ કિલો ઘઊં દળાય છે. મા એ આ બધી પરિસ્થિતિ જોઈ છે. તે મહીનાની છેલ્લી તારીખે પણ હસતી હોય છે. તેણે મને જન્મ આપવાનું દર્દ વેંઢાર્યુ છે. હું સામે છું તે જ તેને માટે બસ છે. છતાંય તેની આંખોમાં ખાલીપો છે, તે હીંચકે બેસે છે અને ગૂઢ વિચારમાં પડી જાય છે, તેની આસપાસ એકલતાની જ્વનિકા ઢોળાય છે, તેનું હ્રદય ગૂંગળાય છે, છેલ્લા ચાર દાયકાથી તે એકલી છે. તેના કમરામાં એક છબી છે, મારા પિતાની, મારે માટે એ છબીનું અસ્તિત્વ આંશિક છે...ક્યારેક એ છબી પાસે હું જાઊં છું અને ઊર્મીઓ ઘેરી વળે છે, ક્યારેક...મને સમય નથી. દોડતી જીંદગીની આ ગાડીનો હું એક બેફામ મુસાફર બની ગયો છું...મારે ક્યાં જવું છે, શું કરવુ છે...કેમ દોડું છું?...શું પકડવા મથું છું?...વિચારવાનો સમય નથી....હું બસ દોડ્યા કરૂં છું...
પણ માં હીંચકે બેસીને માળા કરે છે...એના ચહેરા પર નિસ્પ્રૃહતાનો અંચળો ઘર કરી ગયો છે, તેણે વાસ્તવિકતાનો સ્વિકાર કરી નાખ્યો છે. તેના જીવનમાં થી રોમાંચ ચાલી ગયો છે, તેની યાદને પણ તેણે સ્થિતપ્રગ્ન ની જેમ સંકેલી નાખી છે...તે રાહ જુએ છે શરીરની ઘડીયાળની ચાવી ઊતરી જાય તેની...
હું ચાવી મચડ્યા કરૂં છું, ઘડીયાળની સ્પ્રીંગો તંગ કરતો જાઊં છું, મારી માને તેની ચિંતા છે, તેના ચહેરાપરનો સન્યાસ તે મને આપવા મથે છે., આંખોમાં મોતીયા છતા તેની કીકીઓનું માર્દવ ઘટ્યું નથી...એ કીકીઓમાં ઝરતું, વરસતું ઓજસ જાણે અજાણે મારા પર ઢોળ્યા કરે છે...તેની જીંદગી સંકેલાશે ત્યારે એ આંખો મીંચાશે...ઓજસ ઓસરી જશે...બરડા પરના સોળ તો ક્યારનાય ભૂંસાઈ ગયા છે...અને ચામડીની નીચે ચરબીનો થર લાગ્યો છે...
એ દિવસે હું રડીશ અને પછી...કાંઈ નહી...એ જ રફ્તારે હું ગાડી પકડવા દોડીશ...મૃગજળને પીવા મથીશ, ક્યારેક તેની છબી સામે જોઈશ, મારા બરડા પર ફરીથી સોળ સોળે કળાએ ખીલી ઊઠે તેની ઝંખના કરીશ...અને એ સોળને લૂછવા...ભુંસવા એ હથેળીનો સ્પર્શ ઝંખતો રહીશ...
મા તો દીગંત ના પ્રવાસે ચાલી ગઈ હશે, એક દિવસ મારે પણ એ પ્રવાસે જવાનું આવશે અને ત્યારે ફરી વખત એક ચકરાવો શરૂ થશે...માં ની ઝંખનામાં હું પુનર્જન્મની વાટ જોતો વિરમીશ..."
2.        Mari Maa by Bholabhai Golibar               :            મારી માં - ભોલાભાઈ ગોલીબાર
"મને એ વાતની નિરાંત છે કે મારી મા એ પોતાની જીંદગીનો આખરી શ્વાસ લીધો એ પહેલા હું મા ની ને એની મમતાની ખરી કિંમત સમજી શક્યો અને એટલે મેં મારી રીતે મા ની સેવા કરવામાં, એની પાછળ સમય વિતાવવામાં કોઈ કમી કે કસર બાકી છોડી નહોતી.
જો કે જેની કૂખમાં મેં મારી જીંદગીનો પહેલો શ્વાસ લીધો હતો, જેનીઑ કૂખમાં નવ મહીના હું રહ્યો હતો, જેની મમતાની છાંવમાં મેં મારી જીંદગીના એકતાલીસ વરસ ગાળ્યા એ મા ગુમાવ્યાનું દુખ મારા દિલના ખૂણામાં આખરી શ્વાસ સુધી રહેવાનું જ ! મારી માં ફાતિમાની વાણી માં થી લાગણીનો દરિયો વહેતો, તેના વર્તનમાં થી બોધપાઠનો ખજાનો ફૂટતો, મારી માં મારા માટે એક સ્કૂલ સમાન હતી.
હું પાંચમાં ધોરણમાં હતો ત્યારે રાબેતા મુજબ રોઈ ધોઈને હું નિશાળે જવા નીકળ્યો. રસ્તામાં મારી પોળના છોકરાઓ કે જે મારી સાથે મારી નિશાળમાં ભણતા હતા, એ મળ્યા, નદીએ નહાવા જવાનો પ્રોગ્રામ બન્યો હતો, એમની સાથે જવાનું મારૂં મન તો હતું પણ મરજી નહોતી, એમણે ખૂબજ દબાણ કર્યુ એટલે હું નિશાળમાં થી ગુલ્લી મારી ભાગી ને નદીએ નહાવા પહોંચી ગયો.
નદીએ નહાવા ધોવાની અને કૂદકા મારવાની મજા પડી પણ ગમે તે કારણે દિલમાં બેચેની થતી હતી, ગમતું નહોતું, મનમાં થતું કે મા ને ખબર પડશે તો? તો વળી તરતજ થયું કે એને ક્યાં ખબર પડવાની છે?
પણ ધરે પહોંચતા જ મારા તેલ વિનાના કોરા વાળ માં પાસે ચાડી ખાઈ ગયા, માં અભણ હતી પણ તેની આંખો અનુભવી હતી, ગરીબી અને તકલીફોએ તેને જબરી કોઠાસૂઝ બક્ષી દીધી હતી, પણ એ વિશે કાંઈ પણ પૂછ્યા વિના મા એ મને જમવા બેસાડ્યો, એ ચૂપચાપ ગરમ રોટલી શાક અને અડદિયા પીરસવા લાગી, હું માં સાથે વાત કરતો પણ એની સાથે આંખ મિલાવ્યા વિના. નીચી ડોક કરીને હું જમતો હતો, પણ જમવા ખાતર. માં ની સથે વાત કરતો હતો પણ દિલ ને ધ્યાન વિના.
માં એ મને ધીમે થી સાચવીને ફોસલાવીને પૂછ્યું "ભોલા ! આજ તું મારી સાથે આંખ મિલાવીને વાત  કેમ કરતો નથી ? કાંઈક ખોટું બન્યું છે? મેં ડોક નીચી રાખી, માથુ ધુણાવી ને "ના" કહ્યું. મા એ મારો ચહેરો દાઢી પાસે થી ઊંચો કર્યો, મારો ચહેરો અધ્ધર કરી મને દબડાવ્યો, "મારી સાથે આંખ મિલાવીને વાત કર...આજે નિશાળમાં નથી ગયો ને? નદીએ નહાવા ગયો હતો ને?"
મેં મા પાસે બધી સાચે સાચી વાત કહી દીધી
થોડીક વાર સુધી માં મારી સામે એમ જોઈ રહી કે જાણે મને જીંદગીમાં પહેલી વાર જોઈ રહી હોય, પછી એની આંખોમાં ઝળહળીયા ડોકાયા અને પછી એ ધ્રુસકે ધ્રુસકે રડી પડી...હું પણ પોક મૂકીને રડી પડ્યો
અમારા બન્નેની સાથે મારી બહેનો કે જે નિશાળમાં મારી સાથે ભણતી હતી એ પણ રડવા માંડી. કોણ જાણે કેટલીય વાર સુધી અમે રડ્યાં હોઈશું ? આંખો લાલ થઈ ગઈ, ચહેરો રાતોચોળ થઈ ગયો, પછી માં રડતા રડતાં અટકી ગઈ, તરતજ પોતાના આંહું ખાળી લીધા અને અમારા આંસું લૂછ્યાં. અને મને ખોળામાં લઈને બોલી "ભોલા તું નદીએ નહાવા ગયો તે મને ના ગમ્યુ, નિશાળમાં થી ભાગી ગયો, ભણતર બગાડ્યુ એ મને ના ગમ્યુ, પણ તેં મને બધું સાચે સાચું કહી દીધું એ મને ગમ્યું, જિંદગીમાં કદી જુઠ્ઠું ના બોલતો, ખોટું ના કરતો, મારા અને બહેનોના માથે હાથ મુકીને કસમ ખા કે તું હવે મારાથી છુપાવીને કે જુઠ્ઠુ બોલીને કાંઈ કરીશ નહીં અને તારૂ ભણતર નહીં બગાડે"
માં ના મોઠે આ વાત સાંભળ્યા પછી મારા આંસુઓનો બંધ પાછો તૂટી પડ્યો, હું ડૂસકે ડૂસકે રડી પડ્યો, રડતાં રડતાં કસમ ખાધી, બહેનો એ મને પાણી આપ્યું, મા એ માથે મમતા ભર્યો હાથ ફેરવી સાંત્વન આપ્યું અને ચૂપ કર્યો...
પછી તો મા એ સૂખડી બનાવી, હું અને બહેન ભજીયા લેવા દોડ્યા અને અમે બધાંએ ભેગા મળીને ઉજાણી કરી જાણે મમતા નો તહેવાર ઉજવ્યો..."
માં વિષે લખવા બેસીએ તો આવા કાંઈ કેટલાય પાના લખાયા કરે અને એ વાતનો અંત કરવાની ઈચ્છા જ ન થાય...પણ હજીય એક વિચાર નથી છૂટતો કે આપણે જે વ્યક્તિની ગેરહાજરીમાં તેને કાયમ યાદ કરીએ છીએ તેની હાજરીમાં તેને કેટલી વાર કહીએ છીએ કે તમે છો તો અમારે છાંયડો છે.....તમે છો તો અમે સુખી છીએ...તમારા આશિર્વાદ અને અમારા સૌભાગ્ય....
શું તમે ક્યારેય તમારી માં ને "આઈ લવ યુ મમ્મા " કહ્યું છે ?
શું તમને ઓછા બજેટમાં રામાયણ કેમ ભજવવુ તે ખબર છે?
નહીં, તો સાંભળો .....અમારી સ્પેશીયલ કોમેન્ટરી...
Click here  to get the file and have Blast........
Have Fun
વેપારીનું પેટ કદીયે કળાય નહિ. વેપારીનું સદાયે પડખું સેવનારી એની પત્ની પણ ન કળી શકે, તો પછી બીજા સામાન્ય માણસનું તો ગજું જ કેટલું?
એક વેપારી રજાના દિવસે ઘેર બેઠા બેઠા ચોપડામાંથી ઉઘરાણીનો ઉતારો ઉતારી રહ્યાં હતા ત્યાં જ એમને આંગણે સાયકલની ઘંટડી રણકી ઉઠી.
વેપારી ભાઈએ ગાદી-તકિયે બેઠાં બેઠાં જ પૂછયું : કોણ ?
'શેઠજી, તમારો તાર આવ્યો છે,' કહીને કુરિયરવાળાએ તાર મળ્યાની સહી ભરવાનુ ફોર્મ વેપારી ભાઈ પાસે મુક્યું.
વેપારીએ ફોર્મ પર સહી કરી, તારનુ કવર તોડ્યું. પછી તાર વાંચવા માંડયો. તારની ડિલિવરી કરી, કુરિયરવાળો તો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. એના મનમાં એમ કે, કોઈ ખુશાલીનો હોય તો શેઠ પાસે બક્ષિસ માંગુ. તાર વાંચતા વાંચતા જ વેપારીની મુખમુદ્રા ગંભીર બની ગઈ. બેઠકરૂમમાંથી પત્નીને સાદ પાડતા વેપારી બોલ્યો : 'અરે સાંભળ્યું કે ? સ્ટવ પર પાણી ગરમ મૂકો.
સ્ટવ પર પાણી ગરમ મૂકવાની વાત સાંભળતા જ કુરિયરવાળાની આશા નિરાશામાં પલટાઈ ગઈ. બક્ષિસની આશા પડતી મેલી એ વિદાય થયો.
કુરિયરવાળો સાયકલ પર બેસીને વિદાય થયો ત્યાં જ વેપારીના શ્રીમતીજી રસોડામાંથી ડોકિયું કરતા બોલ્યા : 'કેમ, કોઈના સ્વર્ગવાસના સમાચાર છે. સ્ટવ પર પાણી ગરમ થવા મૂકી દીધું છે.
'તો પછી એમાં ચા, ખાંડ અને દૂધ નાખી દે. આપણો બાબો પરીક્ષામાં પહેલે નંબરે પાસ થયો છે. ખુશાલીનો તાર છે.'
વેપારી કેવા પાકા હોય છે. પેલા કુરિયરવાળાને બક્ષિસના બે રૂપિયા ન દેવા પડે એ માટે કેવું નાટક કર્યું. પત્નીને હૈયે પણ એક વાર તો ફાળ પડાવી દીધી ને.... પતિદેવની બુધ્ધિ પર વારી જતી પત્ની, પતિની સૂચનાનો અમલ કરવા માટે રસોડામાં પાછી ફરી.
સંત 'પુનિત'
Jignesh Adhyaru
લાગ્યો કસુંબીનો રંગ -
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ !
જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ… રાજ..
બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં ઘોળ્યો કસુંબીનો રંગ
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ ચોળ્યો કસુંબીનો રંગ… રાજ..
દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં ભભક્યો કસુંબીનો રંગ
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં મહેક્યો કસુંબીનો રંગ… રાજ..
ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર ચાખ્યો કસુંબીનો રંગ
વહાલી દિલદારાના પગની મેંદી પરથી ચૂમ્યો કસુંબીનો રંગ… રાજ..
નવલી દુનિયા કેરા સ્વપ્નોમાં કવિઓએ ગાયો કસુંબીનો રંગ
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે પાયો કસુંબીનો રંગ… રાજ..
પીડિતની આંસુડાધારે - હાહાકારે રેલ્યો કસુંબીનો રંગ
શહીદોના ધગઘગતા નિ:શ્વાસે નિ:શ્વાસે સળગ્યો કસુંબીનો રંગ … રાજ..
ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે છલકાયો કસુંબીનો રંગ
બિસ્મિલ બેટાંઓની માતાને ભાલે મલકાયો કસુંબીનો રંગ … રાજ ..
ઘોળી ઘોળી પ્યાલાં ભરિયા : રંગીલા હો! પીજો કસુંબીનો રંગ
દોરંગા દેખીને ડરિયાં : ટેકીલાં હો! લેજો કસુંબીનો રંગ … રાજ ..
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ -
લાગ્યો કસુંબીનો રંગ !
- - - રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી