કોણ માને આ વાત કે, ઓલ્યા જળને તરસ્યું લાગે?
આભની પાંખે ઊડતા ગાઢા મેઘને લાગ્યો ભાર;
તારક, સૂરજ- ચંદરે એના કોઈ મળ્યા ના તાર;
ધરતીના કણ કણને પીવા કારમી ઝંખન જાગે. – જળને....
કોકનો ખોબો, ગગરી ઘડો આવતાં લાગે વાર,
વાવકૂવાનાં થાનક સૂનાં કંપતાં પી અંધાર;
કંઠને જળમાં શોષ એવો કે, ઠરવાનું ઠામ માગે. – જળને...
પ્રથમીને પટ મૌનને ખોળે સર હેલારે જાય;
તટ પહોંચી તરણાંને તોય પરશ લીલા પાય;
ભોંયમાં પેસે તોય ઊંડેરા મૂળિયાંની પ્રીત માગે. . – જળને....
નદીયું હો કે સાગર પોતે ભીંજી, ભીંજાવી રહેવું;
ખારપ, મીઠપ બેય સવાદી રાતદી વહેતાં રહેવું;
થાન બન્યાં જે માતનાં એની વ્હાલપને કોણ તાગે? . – જળને....
- વ્રજલાલ દવે
કવી પરીચય
આ કવીતામાં કવી એક સાવ નવી જ વાત કહી જાય છે.  મૃગજળની, ત્રુશાની માનવસહજ વૃત્તી તો ઘણી રચનાઓમાં પ્રયોગાઈને ચીલાચાલુ થઈ ગઈ છે. પણ આ જુની પેઢીના કવી, સાવ નવી વાત  પાણીના  સંદર્ભે કહી જાય છે.
જળ તરસ્યું હોય?
હોય. હોય છે જ.
જળને ય કેવા કેવા અભરખા હોય છે? કોની કોની પ્યાસ બુઝવવા તેને હૈયે એશણાઓ હોય છે? તે આકાશમાંથી તારા, સુર્ય કે ચંદ્રનો સાથ નથી લેતું.  તેને તો ધરતીના કણ કણને પીવાની ઝંખના છે.
છેલ્લે....  માતાના સ્તનના દુધમાંય  પ્રવેશીને જળ મહામુલી વ્હાલપનો લ્હાવો પણ લઈ લે છે.
જળને પરમ તત્વનું  પ્રતીક  ગણીએ તો, ઈશ્વરના ઓરતાની બહુ જ મોટી વાત પણ કવી પરોક્ષ રીતે કહી જાય છે.