અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે.
‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર!
પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા મિનારા વિશે બે શબ્દો બોલી શકતો નથી!
મારી આંખોમાં શાળાજીવન ખડું થાય છે.
કદાચ ત્રીજા ધોરણનો એ યાદગાર દિવસ. સ્કૂલમાંથી અમને ઝૂલતા મિનારા જોવા લઈ ગયા હતા.
નાનાં નાનાં  ગૃપ પાડી વારાફરતી ગૃપમાં મિનારાની ટોચે જવાનું.
ગોળફરતી, સાંકડી, અંધારી સીડી.
સંભાળીને એક એક પગથિયું ચઢવાનું. મિનારાની ટોચ પર નાનકડી પાળીવાળો ગોળાકાર ઝરૂખો. તેમાં ચાર હાથપગ ગોઠવી ગોઠણભેર થઈ જવાનું. બસ, અમે ઘોડા બની ઊભા રહ્યા; નીચેથી વ્યાયામ શિક્ષકની તૈયાર રહેવાની સિસોટી વાગી.
બે સશક્ત શિક્ષકોએ મિનારા હલાવવાશરૂ કર્યા. એક મિનિટ પછી મિનારા હલવા લાગ્યા!
અમે ઊંચાઈ પર હવામાં આમતેમ ઝૂલી રહ્યાં હતાં!  ગતિને સમજવા સ્થિતિની સાપેક્ષતા ખપ લાગતી હતી. નીચે આસપાસની ધરતી સ્થિર હતી. એક ક્ષણ તો હૃદય થડકી ગયું. મિનારો પડી તો નહીં જાય!
કેવો રોમાંચક અનુભવ! અમદાવાદના ઝૂલતા મિનારાના વિસ્મય પર ધૂળ ચઢતી જઈ રહી છે.
નવી પેઢીની આંખો ઘડીની ફ્લેશમાં ચમકવા જ સર્જાતી લાગે છે. આંખ ઠારીને, હૃદય ભરીને જોવા-માણવાની કલા તેમની પાસે છે ખરી? કદાચ દ્રષ્ટિ  છે, કલા પણ છે, પરંતુ ફુરસત નથી.
વાંક આપણો છે. આપણે સંસ્કૃતિને એ સ્તર પર લાવીને મૂકી છે. આપણે જ દુનિયાને દોડતી કરી મૂકી છે. નવી પેઢીનો શું વાંક?
નાની ઉંમરની બહુ જ ધૂંધળી યાદ છે.
વર્ષ હશે લગભગ 1960ની આસપાસ.
અમદાવાદ એરોડ્રોમ – વિમાનઘર – ની અમારી પહેલી મુલાકાત. હા, તે સમયે હજી એરપોર્ટ નામ નહોતું મળ્યું. બાળકને મન વિમાન – એરોપ્લેનની કેટલી મોટી નવાઈ હોય!
એરોડ્રોમ પર ઊભેલા એરોપ્લેનને પ્રથમ વખત અંદર જોઇને જોયું.
આતંકવાદના જમાનામાં આજે આ વાત કોઈ માની ન શકે!
અમારા મામાને અમદાવાદના એક પ્રતિષ્ઠિત સેવાભાવી કુટુંબ સાથે ઘરોબો. તે પારસી કુટુંબના એક યુવાન સદસ્ય પાયલોટ તરીકે મુંબઈ-અમદાવાદની કોમર્શિયલ ફ્લાઇટ સંભાળે.
આજે પણ તે ગોરા, સોહામણા, હસમુખા, પ્રતિભાવાન પારસી ‘પાયલોટ અંકલ’નો ચહેરો યાદ છે. કેટલા પ્રેમથી તેમણે અમને એરોડ્રોમ પર આવકાર્યા! વાતો કરતાં કરતાં અમને એરોપ્લેન સુધી દોરી ગયા. પાંચેક મિનિટ અમે પ્લેનમાં રહ્યા.
અમે ખુશ ખુશ થઇ ગયા.
બાળપણની નાનીમોટી ખુશીઓ આજે ય ચહેરે સ્મિત રેલે છે!
બાળપણના એ દિવસો.
અમદાવાદમાં અમારો સ્ટેડિયમ એરિયા નવોસવો વિકાસ પંથે હતો.
તાજો બનેલો સ્ટેડિયમ રોડ.
ડામર રસ્તાની બે તરફના રોપાઓ  વૃક્ષ-અવતાર ધારણ કરી રહ્યા હતા.
મ્યુનિસિપાલિટી સંચાલિત એ એમ ટી એસની લાલ બસ અમારી સોસાયટી પાસે સ્ટેડિયમ રોડ પર દોડતી થઈ હતી. સરદાર પટેલ કોલોનીથી  લાલ દરવાજાનો ‘14 બી’ નંબરનો એ નવો રૂટ.
‘લેલેન્ડ’ કંપનીની લાલ બસ ભારે મગરૂરીથી રસ્તા પર દોડતી. અમને બાળકોને બસ અને તેનો ડ્રાઇવર કાંઇક પ્રભાવિત કરી જતાં.
તે દિવસોમાં રસ્તા પરનાં ઝાડવાંઓને પાણી પાવા બળદગાડું આવતું. બળદગાડામાં મોટું પીપ (લાકડાનું ? હા, કદાચ લાકડાનું જ .. બરાબર યાદ નથી! ) રહેતું. ગાડાવાળો એક પછી એક ઝાડ પાસે થોભી પાણી ઠાલવતો.
ક્યારેક એવું થતું કે એક જ સમયે રસ્તા પર લાલ બસ પણ હોય; બળદ ગાડું પણ હોય.
અમે જોઈ રહેતાં
ઘડી ભરમાં બસ તો અદ્રશ્ય થઈ જતી;  ગાડું પોતાની ધીમી ચાલે આગળ ધપતું.
અમારું બાળમન વિચારમાં ડૂબી જતું.
નવી અને જૂની ટેકનોલોજી વચ્ચેની સ્પર્ધાની અમને પહેલી આછી પાતળી સમજ ત્યારે મળી.
નવા-જૂનાનો સંઘર્ષ જોતાં જોતાં જીવનની અડધી સદી ક્યારની યે પાર થઈ ગઈ છે.
જ્યારે નવા-જૂનાને કોઇ પ્રણાલીમાં એક રાગે તાલમાં જોઇએ ત્યારે એક રસ્તા પર ચાલતાં લાલ બસ અને બળદ ગાડાની યાદ આવે છે.
મામાનું ઘર કેટલે? પ્રશ્નનો જવાબ અમારા માટે તદ્દન સરળ હતો.
મારા મામાનું ઘર અમારા સ્ટેડિયમ એરિયામાં, માંડ દસેક મિનિટના રસ્તે.
મામાને ઘરથી ત્રણેક કિમી છેટું ગુજરાત યુનિવર્સિટી ટાવર દેખાતું. ત્યારે ફ્લેટસના જંગલો હજી નહોતાં ને!
મોસાળમાં સંયુક્ત કુટુંબ હતું. નાનીજીની છત્રછાયામાં મોટા મામા અને નાના મામા બેઉનાં કુટુંબો દાયકાઓ સુધી સાથે રહ્યાં.
અમારા નાનાજી ગાંધીજી અને સરદાર પટેલના નિષ્ઠાવાન સાથી-કાર્યકર-સેવક. પણ કુટુંબ માટે ક્યારેય તે સંબંધોનો લાભ ન લીધો. જેવા સિદ્ધાંતવાદી નાનાજી, તેવા જ બંને મામા. જીવનભર ખાદીનો ઝભ્ભો-ધોતિયા-ગાંધી ટોપી અપનાવ્યાં; છતાં ગાંધી-સરદારનાં નામ ન તો વટાવ્યાં, ન અભડાવ્યાં.
બંને મામા - બે ભાઈઓ  જાણે રામ-લક્ષ્મણની જોડી!  જ્ઞાતિ માટે, સમાજ માટે પ્રેરણારૂપ કુટુંબ ભાવનાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ.
બંને મામા મિષ્ટભાષી, મિતભાષી. શબ્દે અને વ્યવહારે સૌજન્ય નીતરે!
બંને મામાનો પ્રેમ અમને ભીંજવી દે.
નાના મામા તોફાન-મસ્તી કરાવે; સાયકલ પર ઠેઠ થલતેજ ટેકરે શાંતિનાથ મહાદેવ ‘પિકનિક' પર લઈ જાય; ક્યારેક ઇન્કમટેક્સ- વિદ્યાપીઠ સામે નદીએ ન્હાવા લઈ જાય! અમારાં બાળહૈયે તો હરખ ન માય!
મોટા મામા પાસે હંમેશા બૌદ્ધિક ઘડતર, સંસ્કાર અને જીવનમૂલ્યોની વાતો હોય. મોટા મામા જાણીતી કોલેજમાં હેડ ક્લાર્ક. સાંજે સાત-આઠ વાગ્યે ઘેર આવે. સાયકલ પરની થેલીમાંથી રસભર્યાં, જ્ઞાનવર્ધક મેગેઝિન્સ નીકળે.
‘મુંબઈ સમાચાર', ‘જન્મભૂમિ'. ‘ફ્રી પ્રેસ જર્નલ' પણ ક્યારેક હોય. અમે ખુશ થઈ જઈએ. પ્રસંગોપાત મામા ફ્રી પ્રેસ જર્નલનાં હેડિંગ્ઝ વંચાવે, સમજાવે, ચર્ચા કરે.
મોટા મામાએ અમને ‘કુમાર'નો રંગ લગાડ્યો; ‘અખંડ આનંદ', ‘નવનીત' અને ‘સમર્પણ'નો છંદ લગાડ્યો; ‘ધર્મયુગ' અને ‘ઇલસ્ટ્રેટેડ વિક્લી'ની દોસ્તી કરાવી! અમે કાળજીપૂર્વક વાંચીએ અને સંભાળપૂર્વક સામયિકો મામાની થેલીમાં ગોઠવી દઈએ.
સામયિકો બીજે દિવસે સવારે કોલેજમાં સલામત પહોંચી ગયા હોય, પણ તેમાંનું જ્ઞાન-અમૃત અમારી પ્રતિભાને તેજોમય કરી ગયું હોય!
મામા અમારી શૈક્ષણિક કારકિર્દીમાં પણ ઊંડો રસ લે. આગળ ધપવા પ્રેરણા આપે.
નાના મામા બે એક વર્ષ અગાઉ અમને છોડી ગયા.
થોડા દિવસ પહેલાં મોટા મામા પણ સ્વર્ગે સિધાવ્યા.
જેમની શીળી છાયામાં ઊછર્યા  તે વડીલો એક પછી એક જીવન પટેથી વિદાય લઈ રહ્યા છે.  સૌને શત શત પ્રણામ!
સમયના વહેવા સાથે જીવન સમૃદ્ધ બને છે કે રાંક બને છે તે ક્યાં સમજી શકાય છે?
અમદાવાદના અમારા બાળપણનું એક ખોવાયેલું દ્રશ્ય લારીવાળા બાયોસ્કોપનું છે.
સાચું પૂછો તો, સિનેમાની મઝા માણ્યાનો આછો એહસાસ ત્યારે થતો જ્યારે લારીવાળા “બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહ”માં ફિલ્મ જોવા મળતી.
છએક મહિને એકાદ વખત સોસાયટી ગુંજી ઊઠતી- “હસતા હુઆ નૂરાની ચહેરા... કાલી ઝુલ્ફેં રંગ સુનહરા ...”  ઘસાયેલા કર્કશ અવાજમાં રેકર્ડ પર ગીત સંભળાય કે સમજવાનું ફરતી લારીમાં “બાયોસ્કોપ-સિનેમાગૃહ” આવી પહોંચ્યું!
ધકેલીને લત્તે લત્તે ફેરવી શકાય તેવી ચાર પૈડાંની લારી.
તેના પર કુશળતાપૂર્વક ઊભું કરેલું સિનેમાઘર. તેની ટોચ પર ગ્રામોફોન.
સિનેમાઘર વળી કેવું? લારી પરનું મોટું બોક્સ.
બોક્સની બહાર અવાજ કરીને ફરતું પ્રોજેક્ટરનું ચકરડું. તેના પરથી સરકતી ફિલ્મની પટ્ટી.
બોક્સને ફરતે ઉપરના ભાગમાં રાજકપૂર, દેવ આનંદ, દિલીપકુમાર જેવા અભિનેતાઓના તથા નરગીસ, મધુબાલા, વહીદા રહેમાન આદિ અભિનેત્રીઓના ફોટાઓ. ફોટાઓની નીચેના ભાગમાં બોક્સ ફરતે બાયોસ્કોપ જેવી ઢાંકણાંવાળી નાનકડી ગોળ બારીઓ.
ઢાંકણું ખોલો તો એક બારી પર માંડ એક ડોકું સમાઈ શકે! અંદર નજર કરો એટલે પડદો દેખાય. તેના પર ફિલ્મ પડે. ફિલ્મ શું,  મારા ભાઈ!  કોઈ ડબ્બાની ફિલ્મની ઘસાઈ ગયેલી પટ્ટીના ટુકડાઓ!
બોક્સની ઉપર ગ્રામોફોનમાં 78 આરપીએમની આંકા ભૂંસાયેલી લોંગ પ્લે રેકર્ડમાંથી કર્કશ સૂર નીકળે – “મેરા દિલ યે પુકારે આ જા .....”
બાળકો દોડે! બારી પર બે હાથ વચ્ચે એક એક ડોકું ફસાય!
ફિલ્મ શો ચાલુ થાય.
ઘડીભર તો સમજાય નહીં કે પ્રોજેક્ટરની ફરતી રીલનો ટક..ટક .. ટક..ટક અવાજ સાંભળવો કે કર્કશ રેકર્ડનું ગીત સાંભળવું.
સાથે પડદા પરનાં કાળાં-ધોળાં હાલતાં ચાલતાં હીરો-હીરોઈનોના ચહેરા ઓળખવાનો માસુમ પ્રયત્ન યે કરવો પડે! કહે છે ને કે જેવી ભક્તની શ્રદ્ધા, તેવું તેને ભગવાનનું રૂપ દેખાય! અમારે કાંઈક એવું થાતું. પડદાથી દૂરની બારીવાળાને જે ભારતભૂષણ દેખાય, તે જ હીરો નજીકની બારીવાળાને મોતીલાલ રૂપે દેખાય!!!
નાટક ખરું ત્યારે થાય જ્યારે એલપી રેકર્ડની ખાંચમાં પીન ભરાય ... “એક છોટી-સી ઝલક મેરે મિટને તલક .. ઓ ચાંદ ... ઓ ચાંદ મેરે દિખલા જા ... ચાંદ મેરે દિખલા જા .... ચાંદ મેરે દિખલા જા .... ચાંદ મેરે દિખલા જા ... ચાંદ મેરે દિખલા જા ... ...”
બસ, આવું થતું રહે ત્યાં સટા..ક અવાજ  થાય ને પડદા પર ઠુમકતી નિરૂપા રોય ગાયબ! ડોકું ફેરવો ત્યારે સમજાય કે ફિલ્મની પટ્ટી તૂટી ગઈ! હાય! દિલકા ખિલૌના હાયે તૂટ ગયા!!!
બે આનામાં ઊભા ઊભા માણેલું એ મનોરંજન આજે મેગા સિટીના મલ્ટીપ્લેક્સની પુશ-બેક ચેરમાં શોધવું પડે છે!!!
અમદાવાદની ગલી-શેરીઓમાં આજે તેમને શોધું છું.
નથી દેખાતાં બાયોસ્કોપ, નથી દેખાતી ફિલ્મની લારી.
“બાયોસ્કોપવાળા ફરતા સિનેમાગૃહ”ની લારીની વાત ફરી કરીશું. આજે યાદ કરીએ બાયોસ્કોપને.
સાડા ચાર દાયકા ઉપરનો સમય. લગભગ પાંચ દાયકા સમજો ને!
નવા રૂપરંગ સજતું અમદાવાદ. નવા વિકસતા પરા – નવરંગપુરા –  સ્ટેડિયમ વિસ્તારના ખોળે બાળપણ.
ત્યારે થિયેટર – સિનેમા ગૃહ માત્ર શહેરના કોટ વિસ્તારમાં જ.
આજના અમદાવાદનો ધમધમતો આશ્રમ રોડ કોરોકટ હતો. ન નટરાજ, ન શિવ, ન શ્રી થિયેટર. અરે! હજી લાલ દરવાજા વિસ્તારનું રૂપાળું રૂપાલી થિયેટર પણ બન્યું ન હતું. આજની જેમ રોજ ફિલ્મ દેખાડતું ટીવી તો હજી આવ્યું જ ન હતું.
અમારું મનોરંજન કરવા મહિને- બે મહિને એકાદ વાર એક હિંદીભાષી બાયોસ્કોપવાળા કાકા આવતા.
હાથમાં ડમરુ. માથે પાઘડી ઉપર બાયોસ્કોપનો બોજ.
ડમરુ વાગે ને મીઠી હલકે અવાજ નીકળે: “નિગાહ રખકે દેખો અપના દિલ્હી આગ્રા દેખો ભાઈ..”
સોસાયટીની વચ્ચે બાયોસ્કોપ ગોઠવે. બાયોસ્કોપમાં ફરતે પાંચ કે છ નાનકડી ગોળ બારીઓ ઢાંકણાથી બંધ થયેલી રહેતી.
બાળકો આવતાં જાય ને બાયોસ્કોપની ફરતે એક એક બારી પાસે એક એક બાળક ગોઠવાતું જાય. બારીનાં બંધ ઢાંકણાં ખુલતા જાય. એક એક બારી પર એક એક ડોકું ગોઠવાતું જાય.
શો શરૂ થાય ... “નિગાહ રખકે દેખો અપના દિલ્હી આગ્રા દેખો ભાઈ..” અંદર લાલ કિલ્લો, કુતુબ મિનાર, તાજમહાલ અને બીજાં દ્રશ્યો આવતાં જાય. આંખો પહોળી થતી જાય.
આનંદ ઊભરાતાં ડોકું હલે! ત્યારે સમજવાનું કે બે-ચાર મહિનાની ખુશી નાનકડા  હ્રદયમાં સમાઈ ગઈ.
પાંચ પૈસાના એક સિક્કામાં સિનેમા જોયા  જેટલા  આનંદની ઝાંખી થઈ જાતી.
અમારા સ્ટેડિયમ વિસ્તારને મ્યુનિસિપાલિટીની બસ સેવાનો લાભ જલદી મળી ગયો હતો.
લાલ દરવાજા જવા માટે બસ નંબર “14બી” અને સ્ટેશન માટે  22.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બસ એવા “એ એમ ટી એસ”ની બસોને સૌ કોઈ “લાલ બસ” તરીકે ઓળખતા. લાલ બસ પર પાછળ તથા સાઇડમાં એડવર્ટાઇઝમેન્ટસ – જાહેરાતો રહેતી.
અમને લાલ બસ પરની જાહેરાતો જોવામાં વાંચવામાં મઝા પડતી.
આજે આધુનિક જીવનમાં એડવર્ટાઇઝમેન્ટસનો આપણા પર મારો ચાલી રહ્યો છે. ટીવી, રેડિયો, મેગેઝિન્સ, ન્યૂઝપેપર્સ, મોટાં મોટાં હોર્ડિંગ્સ, નિયોન એડઝ ... બધે જાહેરાતો ઝળકે છે.
તે જમાનામાં ટેલિવિઝન ન હતું. રેડિયો પર કદી એડ આવતી ન હતી. તેથી બસની એડવર્ટાઇઝમેન્ટસ અમને ખૂબ આકર્ષતી.
કેવી હતી એ જાહેરાતો?
સૌથી વધારે યાદ રહેલી જાહેરાત “ઝરણ” કેશ તેલની. તે શબ્દ “ઝરણ”માં “ર” બહુ જ વિચિત્ર રીતે લાંબા વાળ સૂચવતો હોય તેમ લખાતો. તે વિચિત્રતા નાના-મોટા સૌના આકર્ષણનું કેન્દ્ર બનતી.
આપ વાચક મિત્રોને નવાઈ લાગશે પણ અન્ય એડવર્ટાઇઝમેન્ટસમાં પનામા સિગારેટ અને તાજ છાપ વર્જિનીયા  સિગારેટ ખૂબ જોવા મળતી. આ બેમાંથી એક “ઉમદા” કે “ઉત્તમ” સિગારેટ તરીકે આવતી ...
કેટલીક બસની જાહેરાતો પ્રિંટ મીડિયા (ખાસ કરીને અખંડ આનંદ અને નવનીત) માં યે આવતી; લાલ દરવાજા વિસ્તારમાં  હોર્ડિંગ્સ પર પણ દેખાતી.
આ બધી જાહેરાતો સ્મૃતિપટ પર એક બીજીમાં ભળી જાય છે. આવી જાહેરાતોમાં અભિનેત્રી નંદાની લક્સની એડ ઉપરાંત “સુંદરી સંજીવની” અને “જબાકુસુમ”ની જાહેરાતો હતી. દંતમંજન માટે નેગી કંપનીનો “વાંદરા છાપ” કાળો ટૂથ પાવડર,,   “વુડઝવર્થ” અને “બાબુલીન” ગ્રાઇપ વોટરની એડ પણ ખૂબ દેખાતી. (કોઇ વયસ્ક વાચક મિત્રોને આ યાદ હોય તો કોમેન્ટમાં જરૂર લખશોજી).
જીવનના પાંચ દાયકા પછી પણ આ બધી એડઝ ઊડીને નજર સામે ચમક્યા કરે છે!  એડવર્ટાઇઝમેન્ટસની અસર બાળ મન પર કેટલી જોરદાર હોય છે!
ઘણી વાર વિદ્યાર્થીઓ કહે છે: આપ આપના બાળપણના યુગની ઊજળી તસ્વીર રજૂ કરો છો. અમારા વર્તમાન સમયની ઊણપો વર્ણવો છો. છતાં આપના સમયમાં પણ કોઈક કમી હશે .  આજની કોઈ બાબતો એવી પણ હશે જે તમે નહીં માણી શક્યા હો ...
દોસ્તો! દરેક યુગની પોતપોતાની પોઝિટિવ-નેગેટિવ – હકારાત્મક-નકારાત્મક – બાજુઓ હોય છે.
વર્તમાનને કોસવાનો મારો કોઈ ઈરાદો નથી. જીવનના દરેક તબક્કાને જે તે સ્વરૂપમાં સ્વીકારવામાં સમજદારી હોય છે. પણ પ્રશ્ન ઊઠ્યો જ છે, તો વાત કરી લઈએ.
આજના બાળપણ પાસે કેટલીક એવી સમૃદ્ધિ છે, જે અમારા બાળપણ પાસે ન હતી.
એક ઊડતી નજર નાખીએ.
આજના બાળપણ પાસે જે રંગોની સમૃદ્ધિ છે, તે અમારા બાળપણે ન માણી.
મને સૌ પ્રથમ ગમે છે આજનું રંગબેરંગી બાળસાહિત્ય.
કેવાં સુંદર બાળપુસ્તકો!! ગ્લૉસી પેપર પર રંગીન ચિત્રો, સુંદર અક્ષરો અને સરસ છપાઈ! બાળકની કલ્પનાના ઘોડા ઊડવા લાગે તેટલાં આકર્ષક આ પુસ્તકો! બાળપણમાં ખૂબસૂરત રંગો ભરી દે તેવાં પુસ્તકો!
અમારા બાળપણમાં  બ્લેક-એન્ડ-વ્હાઇટ છપાઈવાળાં પુસ્તકો હતાં. રંગીન પુસ્તક પહોંચ બહારની ચીજ. અલીબાબાની વાર્તામાં ગુફામાં ચમકતી સોનામહોરો ક્યાં દેખાય? વાર્તાના કે પાઠ્યપુસ્તકમાં બેએક ગ્લૉસી પ્રકારનાં પાનાં કદાચ રંગીન હોય તો પણ  છપાઈનું ધોરણ ઊતરતું! ભવ્ય મહેલમાં મોગલ બાદશાહના દરબારનું ચિત્ર હોય, પણ શ્વેત-શ્યામ ચિત્રમાં ઠાઠમાઠ કે ઝાકમઝાળ ક્યાં દેખાય?  બહુ જ ખટકે.
બીજું, આજે બાળક પાસે ટીવી તથા રૂપેરી પડદા પર રંગીન ફિલ્મ્સ છે. અમારી તો  ફિલ્મો પણ બ્લેક એન્ડ વ્હાઇટ. અમારી કલ્પનાશક્તિ ચિત્રો આગળ અટવાઈ જાતી.
જો અમને ખુલ્લા આકાશના રંગો, લીલાંછમ છોડ-વૃક્ષ-વેલ પરનાં રંગબેરંગી ફૂલો તેમજ રંગીન પતંગિયાંઓની દોસ્તી ન હોત તો અમારી કલ્પનાશક્તિ સાચે જ કુંઠિત રહી જાત.
બાળપણની સાંજનાં દ્રશ્યો આંખે તરવરે છે.
સંધ્યા સમય થતાં ઘણી વાર અમે સ્ટેડિયમ રોડ પર ફરવા નીકળતાં (ઈવનિંગ વોક!).
ગણીગાંઠી પીળી બત્તીઓ નીચે સૂતેલો અંધારો – અજવાળિયો રોડ.
ભાગ્યે જ ખડખડતી કોઈ ટ્રક કે બસ. નસીબવંતાની કોઈક મોટરકાર. જવલ્લે દેખાતાં દ્વિચક્રી વાહન. પણ સારી એવી સંખ્યામાં સાયકલ.
સરકાર પણ સાયકલ સવારો પર એવી “મહેરબાન” કે કાયદા બનાવી નાખ્યા સાયકલ સવારી માટે! આજના જમાનામાં કોઈ માની શકે?
પહેલો કાયદો ડબલસવારીના પ્રતિબંધનો. એક સાયકલ પર બે જણા ન બેસી શકે ....
બીજો કાયદો: અંધારા પછી તમે પ્રકાશમાન બત્તી (લાઈટેડ લેમ્પ) વગર સાયકલ ન ચલાવી શકો. અંધારામાં કોઈ વાહન તમારી સાયકલ સાથે ભટકાઈ પડે તો?
સાયકલના ગવર્નર પર મધ્યભાગના હેન્ડલ પર સાયકલ-લેમ્પ ભરાવવાનો નાનો ક્લેમ્પ આવતો. શરૂઆતનાં વર્ષોમાં બત્તી કેરોસીનથી ચાલતી. પછી બેટરી-સેલથી ચાલતા લેમ્પ આવ્યા.
વિચાર કરો- રોજ બત્તીમાં કેરોસીન ભરવાનું! પાસે દિવાસળીની પેટી (મેચ-બોક્સ) રાખવાની. સાંજે કામધંધા-નોકરી પછી અંધારું થયું હોય  તો પહેલાં બત્તી ચાલુ કરો, પછી જ સાયકલ પર બેસો!
સાયકલના આ બેમાંથી કોઈ કાયદાનો ભંગ કર્યો તો પોલિસ તરત વ્હીસલ મારે; બે-પાંચ રૂપિયાનો ચાંલ્લો! ઘણે ભાગે દંડ ભરવા તમારે કોર્ટમાં (ભદ્ર કે ઘીકાંટા?) જવું પડે!
કેવા વિચિત્ર લાગે સાયકલ સવારીના કાયદા!
બાળપણની એક મધુર સ્મૃતિ લૉ ગાર્ડનની છે.
તે જમાનામાં અમદાવાદમાં લૉ ગાર્ડન બાળકો માટે સ્વર્ગ સમાન હતું. ત્રણ- ચાર   મહિને એકાદ વાર શનિવારે કે રવિવારે સાંજે લૉ ગાર્ડન જવાનું. ઘેરથી ચાલતાં જ જઈએ. વીસેક મિનિટમાં દોડતાં-કૂદતાં પહોંચી જઈએ.
ત્યારે સીજી રોડ પર શોપિંગ કોમ્પ્લેક્સનાં આક્રમણ (અને અતિક્રમણ !!!) નહોતાં થયાં નવરંગપુરાનું મ્યુનિસિપલ માર્કેટ તો વર્ષો પછી બન્યું. આખા રસ્તે બંગલા હતા.
તે રસ્તો પણ આજના જેવો ધમાલિયો, ઘોંઘાટિયો ન હતો.
રડી-ખડી મોટરો, થોડાં સ્કુટર્સ, ઝાઝી બધી સાયકલો. કોઈ વાહન તમને ધમકાવતું ધસી ન આવે! મોટેરાંની આંગળી પકડી ટેસથી ચાલો! ફૂટપાથ પર તો બેધડક છૂટા ચાલો. કોઈ ડર નહીં. ખુદ રસ્તો તમને નિર્ભયતાના પાઠ  શીખવે!!
સ્વસ્તિક સોસાયટી છોડો એટલે આગળ જતાં રસ્તામાં બે યાદગાર બંગલા આવતાં.
એક બંગલામાં (કદાચ ડો. ગુપ્તાનો બંગલો?) વાઘ જેવો તંદુરસ્ત આલ્સેશિયન કૂતરો હતો. બંગલાના બંધ ગેઈટ પાસે, બહારથી અમે ઝાંકીને તે કંપાઉંડમાં ફરતા કૂતરાને જોયા કરતા. નવાઈ પામતાં! વિદેશી નસ્લના કૂતરાનો આ પહેલો પરિચય.
અન્ય યાદગાર બંગલો તે  લાલ બંગલો ઉર્ફે  “દિલખુશ” બંગલો (?). આજે પણ ઊભો છે. અમદાવાદ વર્ષોથી આ પ્રસિદ્ધ બંગલાને લાલ બંગલા તરીકે ઓળખે છે. લાલ બંગલો આવ્યો એટલે લૉ ગાર્ડન આવ્યું સમજો.
બસ, સહેજ આગળ જઈ ડાબા હાથે વળો, એટલે સમર્થેશ્વર મહાદેવનાં દર્શન થાય.
લૉ ગાર્ડન પહોંચો એટલે રાજા. આવી મુક્ત, પ્રસન્ન કરી દેતી જગ્યા ક્યાં મળવાની?
ચોમેર લીલોછમ ગાલીચો! સરસ મઝાની જગ્યા શોધી મોટેરાં ત્યાં બેસી જાય; અમે તેમની પાસે ચંપલ કાઢીને દોટ મૂકીએ. (જી હા, ચંપલ! ત્યારે હજી બાળકોનાં પગ પર “બૂટ-મોજાં” ઓછાં ચઢતાં, સાચું કહું તો, આર્થિક સ્થિતિ પણ એવી નહીં !)
આંખ ઠારતી હરિયાળી હવે પગને ગલગલિયાં કરવા લાગે!
રંગબેરંગી ફૂલછોડને મનભરીને માણો. પચરંગી પતંગિયાં પાછળ દોડો! થોડાં નાનકડાં તળાવો, તેના પર લાકડાના અર્ધ-ગોળાકાર કમાન-આકારના નાના પુલ! પુલ પર રેલિંગ પાસે ઊભા રહી  હાથ લંબાવો, તેની  છાયા પાણીમાં જુઓ!!   આકાશનાં વાદળાંઓનાં પ્રતિબિંબ નિહાળો! મઝા પડી જાય. ક્યારેક પાણીમાં ખીલેલું કમળ પણ જોવા મળી જાય.
આગળ વધો, આવે ફુવારો!  નવસર્જિત ભારત દેશની પ્રદૂષણ રહિત તાજી હવામાં લહેરાતાં ફુવારાનાં જળબિંદુઓ તમારા પર તાજગીનો અભિષેક કરે! ક્યારેક પોલિસ બેંડને માણ્યાનું ય ઝાંખું ઝાંખું યાદ છે.
રમી-કૂદી લીધું; હવે દસ-વીસ પૈસાનાં “ચણા-જોર-ગરમ”!!! ઢેર સારી ખુશીઓથી હૃદય ભરાઈ જાય.  પછી, સમર્થેશ્વર દાદાનાં દર્શન  કરીને ઊછળતાં-કૂદતાં ઘેર!
જીવનના પાંચ  દાયકાઓની દીવાલ વળોટીને પણ મધુર સ્મૃતિઓ બેઠી થાય છે.
દસ-વીસ પૈસામાં માણેલી સાંજની એ ખુશી આજે ય હૈયે મહેકે છે.
અતીતને વળગી રહેવાની વાત નથી; વર્તમાનના અસ્વીકારની વાત નથી. પરિવર્તન સામે ફરિયાદે ય નથી.
પરંતુ આધુનિકતામાં પીસાતાં જીવનમાં બાળપણને ગૂંગળાતું જોઈને દયા આવે છે.
મલ્ટીપ્લેક્સ અને શોપિંગ મોલ્સની ચકાચોંધમાં ભટકતું બાળપણ ક્યારે ય જીવન ભર મહેકતી રહે તેવી ખુશી પામી શકે છે?
સ્મૃતિપટલ પર કોતરાયેલી કેટલીયે કથાઓ ફરી વાંચી શકાતી નથી.
જો વાંચી શકાય તો આલેખી શકાતી નથી.
પરંતુ કેટલીક ઘટનાઓ એવી હોય છે કે કે કોઈ ને કોઈ સ્વરૂપે તમારી આસપાસ ચકરાયા જ કરતી હોય છે.
બાળપણનું એક ખૂબ મઝાનું સ્મરણ છે આકાશ સાથેની રોમાંચક દોસ્તી.
બાળક માટે આકાશ ભારે કૂતુહલનો વિષય બને છે; સાથે જ પ્રેમનો પણ. બારીમાંથી દેખાતો આકાશનો ટુકડો બાળક માટે અણમોલ ખજાનો બની શકે છે. જે બાળક પાસે આકાશનો એક ટુકડો નથી, તે બાળક બાળપણના એક મહામૂલા રોમાંચથી વંચિત રહી જાય છે. રીસાઈ ગયેલા બાળક માટે આકાશ અજીબ સહારો બની જાય છે.
મને સ્પષ્ટ યાદ છે. ઘરની બારીમાંથી બહાર નજર કરો અને આકાશ જ આકાશ દેખાય. ધાબા પર જાઓ, તો તો નિ:સીમ નીલ રંગમાં ખોવાઈ જાઓ! સવારે ઊગતા સૂરજ દાદા, સાંજે રતાશ પડતા પીળા કે સ્વર્ણિમ આકાશમાં આથમતા સૂરજ દાદા.
દિવસ દરમ્યાન જાતજાતના આકારોમાં દોડાદોડી કરતાં રૂના પૂંજ સમાં વાદળો.  (અને તે આકારોને કાંઈક કાંઈક નામ આપવાની કેવી મઝા આવે! જોતજોતામાં તે આકાર બદલાઈ જાય! દરેક આકારને નામ છે તથા જેને આકાર છે, નામ છે, તે પરિવર્તનશીલ છે, નાશવંત છે તેવું વેદાંતજ્ઞાન તો મોટી ઉંમરે મળ્યું! )
રાત્રે ચમકતા તારલાઓની વચ્ચે પ્રેમથી મલકતા ચાંદામામા. પૂનમની રાતે મન મોહી લેતા થાળી જેવા ચાંદામામા. તેમાં ડોશી અને સસલું અને ન જાણે શું શું શોધવાની મઝા! તે વાતો વર્ષો સુધી પહેલી બની રહી!
સાંજે સ્કૂલેથી ઘેર આવી બહાર કંપાઉંડમાં આવીએ ... સૂરજદાદા ઢળતા હોય અને આકાશ અગણિત પક્ષીઓથી ભરાઈ જતું હોય ... પંદરેક મિનિટ સુધી પક્ષીઓનાં ઝૂંડનાં ઝૂંડ પૂર્વ દિશામાં ઊડતાં નિહાળવાની એટલી તો મઝા આવે! બા કહેતાં કે દિવસે ચણ ચણીને પક્ષીઓ સાંજે પોતાને ઘેર - માળા ભણી – જતાં હોય. કેટલાક તો વ્યવસ્થિત હારમાં શિસ્તબદ્ધ રીતે ઊડતાં જતાં હોય! આગળપાછળ થાય પણ બીજાને ખલેલ પાડ્યા વગર.. અમે જોયા જ કરીએ! બસ, જોયા જ કરીએ!
પંખીને કેવી મઝા! ગૃહકાર્ય – હોમવર્ક-  નહીં કરવાનું!! જ્યાં ઈચ્છા થાય, વિના રોકટોક પહોંચી જવાનું!! રૂ જેવા પોચા પોચા વાદળોની ભાઈબંધી કરવાની! તેમની સાથે વાતો કરવાની! વળી ઊંચે, ખૂબ ઊંચે ઊડવાનું.
આકાશમાં કોણ કોણ રહેતું હશે! બા કહેતાં- ભગવાન રહે છે! અને દાદાજી-દાદીમા પણ .. જેને ભગવાન બોલાવી લે, તે બધાં આકાશમાં રહે!!!
પક્ષીએ તો આકાશની યે પાર ઊડવાનું!!
આકાશની પછી શું હશે? આસમાનની પેલે પાર કેમ જવાતું હશે?
બાળમનમાં ઊઠેલા આ પ્રશ્નોમાં આજે પણ ઉલઝી જવાની એવી મઝા આવે છે – જીવનના પાંચ દાયકા પાર કર્યા પછી પણ !!!
કેટલાક મિત્રો અતિ ઉત્સુક થઈ ગયા છે.
તેમની ઉત્સુકતા કેવી છલકાઈ રહી છે! મને કેટલાક ઈ-મેઈલ મળ્યા છે જેમાં પ્રશ્નો ઉઠાવાયા છે કે હું જે નવા વિસ્તારની, સ્ટેડિયમની, સોસાયટીની, શાળાની વાતો લખી રહ્યો છું તે કલ્પિત તો નથી?
મિત્રો! તમારી જિજ્ઞાસાને સલામ. ચાલો, તમને તે જાણવામાં જરૂર રસ પડશે ..
જે વિસ્તારનું મેં વર્ણન કર્યું તે નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તાર. મારી બાળ-આંખો સમક્ષ, અમારા ઘરની પડોશમાં સ્ટેડિયમે આકાર લીધો. આ જ સ્ટેડિયમ પર દિલીપ સરદેસાઈ, વેંકટ, હનુમંત, અશોક માંકડથી લઈ હનીફ મહમદ પણ આવી ગયા.
મારા બાળપણમાં અમારી સોસાયટીમાં કેટલાક પ્રતિષ્ઠિત મહાનુભાવો રહી ગયા. ગુજરાત જ નહીં ભારતભરમાં આઈસક્રીમનું નામ ગુંજતું કરનાર કુટુંબ અહીં સમૃદ્ધિ પામ્યું. લેખક શ્રી પ્રબોધ ચોકસી, આકાશવાણી ક્ષેત્રે મોટા ગજાના અધિકારી શ્રી કમલેશ ઠાકર, આઈ.આઈ.એમ.ના પ્રો. ધીરુભાઈ દેસાઈ, ગુજરાત કોલેજના પ્રોફેસર ચારી (શ્રી માધવસિંહ સોલંકી કોલેજકાળમાં તેમના શિષ્ય હતા) અહીં રહ્યા. મને આછો આછો ખ્યાલ આવે છે કે શ્રી રઘુવીર ચૌધરી પણ અમારી સોસાયટીમાં થોડો સમય રહેલા.(તેમને રૂબરૂમાં પૂછવાનું રહી જાય છે. હવે પૂછી જ લઈશ)
અને મારી સ્કૂલનો પરિચય?
તે સ્વસ્તિક શિશુવિહાર હાઈસ્કૂલ. મૂળ સંચાલક શ્રી દિનેશ ઠાકોર. અમે તેમને દિનુભાઈના નામથી ઓળખતા. બીજા વિશ્વયુદ્ધના સમયે દિનુભાઈ “બાલજગત”  નામક રોચક બાળસામયિક ચલાવતા. મારી પાસે બાલજગતનો 1941નો એક યાદગાર અંક પણ સચવાયેલ છે. સ્વસ્તિક શિશુવિહાર બાળકેળવણીના પાયાના સિદ્ધાંતોને મૂર્તિમંત કરતી સ્કૂલ.
સ્વસ્તિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગુજરાતી કવયિત્રી સુશ્રી સ્વરૂપ ધ્રુવ, આકાશવાણીના તુષાર શુકલ  અને મોરપિચ્છના અમારા દોસ્તો શ્યામલ-સૌમિલ. સ્વસ્તિકના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી નવરંગપુરાની જાણીતી હોટલના માલિક છે. મારાથી જૂનિયર તેવા બે વિદ્યાર્થી ભાઈઓનું કુટુંબ  અમદાવાદના જાણીતા વર્તમાનપત્રનું પ્રકાશન-સંચાલન કરે છે. બીજા મિત્રો પણ બહુવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા છે.
ચાલો, હવે તો ઓળખાણ ઓર પાક્કી, મિત્રો!
મારા સૌથી મોટા બે ભાઈઓની વાત હું કરી રહ્યો છું.
બંને ભાઈઓ એચ. કે. માં ભણ્યા. સૌથી મોટા ભાઈની વાત આગળ કરી.
આજે તેમનાથી નાના(બીજા નંબરના) ભાઈની વાત કરું. કોલેજમાં ભાઈને કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ નવલકથા અભ્યાસક્રમના ભાગ રૂપે હતી.
હું ચોથા ધોરણમાં. વેકેશન પડ્યું અને ભાઈએ મારા હાથમાં ગુજરાતનો નાથ મૂકી.
પ્રથમ પ્રકરણમાંજ એવો રસ પડ્યો કે સાડાપાંચસો પાનાંની દળદાર ઐતિહાસિક નવલકથા સાત-આઠ દિવસમાં પૂરી કરી.
ગુજરાતી સાહિત્યનું આ મારું પ્રથમ રસપાન. સિદ્ધરાજ અને મુંજાલનાં પાત્રોએ મારા બાળ મનને આકર્ષી લીધું. કાક અને મંજરીનો પ્રેમ પણ સ્પર્શી ગયો ...
પછી તો સાહિત્યનું ઘેલું લાગ્યું. ભાઈએ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર મૂકી. ખૂબ જ મઝાથી વાંચી. કાઠિયાવાડી પ્રયોગોના અર્થ ન સમજાય તે બાને પૂછતો જાઉં. બા પૂરો પ્રસંગ સમજાવી અર્થ સ્પષ્ટ કરે. લોકસાહિત્યનો રંગ લાગ્યો!
તે પછી ભાઈએ આપી પ્રેમચંદજીની ગોદાન. (ગુજરાતી અનુવાદ) પ્રેમચંદજીની ગોદાન એટલે હિન્દી ભાષાના સાહિત્યની શિરમોર નવલકથા. ગોદાનની કથાની કરુણતા હૃદયને ભીંજવી ગઈ.
નવેક વર્ષના કુમળા બાળમાનસને વિકસતાં વેંત જ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનો પરિચય થાય, પછી વાત જ શું કરવી!
મારો સાહિત્યપ્રેમ જાગ્યો તે ભાઈને કારણે. આજે તે ભાઈ નથી.
સ્વર્ગવાસી ભાઈને પ્રેમપૂર્વક શ્રદ્ધાસુમન અર્પું છું. શત શત પ્રણામ!
મારાં પ્રાથમિક શાળાનાં અભ્યાસનાં એ વર્ષો.
મારા બે મોટા ભાઈઓ એચ. કે. આર્ટસ કોલેજમાં અભ્યાસ કરે.
એચ. કે. એટલે ભારે પ્રતિષ્ઠિત કોલેજ ગણાતી. ચીનુભાઈ નાયક સાહેબના નિષ્ઠાવાન પાયારુપ ઘડતર  વિષે કહેવાનું રહે?
તે સમયે એચ. કે.માં પ્રિન્સિપાલ યશવંત શુકલ સાહેબ. શુકલસાહેબની વિદ્વતા, વ્યક્તિત્વ અને ધારદાર વાણી – ત્રણેય ગુણ તેમને આદર્શ પ્રિન્સિપાલ બનાવવા પૂરતા હતા.
અન્ય પ્રોફેસર્સ પણ એવા જ વિદ્વાન. વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસર્સના આત્મીય સંબંધો. કોલેજની ભારે નામના.
મારા બંને ભાઈઓને શુકલસાહેબ સાથે વ્યક્તિગત પરિચય. કેટલાક પ્રોફેસર્સ સાથે તો  અંગત સંબંધ. ઘરોબો પણ ખરો.
તે જમાનામાં સ્કુટરની સાહ્યબી કેટલા પ્રોફેસર પાસે? બસમાં અથવા સાયકલ પર ફરતા સાહેબો. વિના સંકોચે સાયકલ પર બેસીને ઘેર આવે! અમે નાના ભાઈઓ હોંશે હોંશે ગુરુ-શિષ્યની જ્ઞાનભરી વાતો સાંભળીએ.
બે મોટા ભાઈઓ પૈકી આજે સૌથી મોટા ભાઈની વાત કરું.
તેમના વર્ગ સહાધ્યાયીઓ પણ ચુનંદા. વર્ગમાં ચાર મિત્રોનું પ્રખ્યાત ગ્રુપ – ભાઈ અને ત્રણ મિત્રો.
ભાઈના ત્રણ ખાસ મિત્રો પ્રતિષ્ઠિત કુટુંબોમાંથી આવે. એક મિત્ર ગુજરાતી ભાષાના કાવ્યજગતના શિરોમણિ, ગણમાન્ય કવિ ઉમાશંકર જોષીના ભત્રીજા અને બીજા મિત્ર ગુજરાતી સાહિત્યજગતમાં આદરણીય “મહારાષ્ટ્રીયન-ગુજરાતી” સાક્ષર ગોપાળરાવ વિદ્વાંસના પુત્ર. ત્રીજા મિત્ર ગુજરાતના કલાક્ષેત્રના સુપ્રતિષ્ઠિત કલાકાર કનુ દેસાઈના કુટુંબના સભ્ય.
અઠવાડિયામાં એક કે બે વાર આ મિત્રો અમારે ત્યાં હોય જ. ચારે ય મિત્રો ભેગા થઈને હાસ્યની છોળો ઉડાડતા હોય. જાત જાતના વિષયો પર ચર્ચા થતી હોય. નવરચિત ગુજરાત રાજ્ય અને દેશ-દુનિયાની નવાજૂનીથી લઈને સાહિત્ય જગતની ચર્ચાઓ હોય.
મને તેમની સાહિત્ય વિષયક ચર્ચાઓમાં ભારે રસ પડતો. હું રસપૂર્વક તેમની વાતો સાંભળતો.
પહેલી વાર મહાકવિ કાલિદાસથી લઈને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોષી અને વિ. સ. ખાંડેકર  વિશે જાણ્યું.
કુમારસંભવમ, પાટણની પ્રભુતા અને યયાતિ જેવી કૃતિઓ વિષે જાણ્યું. હું સાહિત્ય પ્રત્યે આકર્ષિત થતો ગયો.
ગુજરાતી સાહિત્ય ઘણું મીઠું લાગવા લાગ્યું. ગુજરાતી સાહિત્ય એટલે જ જાણે જીવનરસ એમ લાગવા લાગ્યું.
બંને મોટા ભાઈઓનો ઋણી છું. ભાઈના મિત્રોનો ય આભારી છું. સૌને વંદન!
તેમના લીધે તો ગુજરાતી સાહિત્યનો છંદ લાગ્યો!
આગળ વાત આવી ગઈ: ઘર નજીકના મેદાનની.
અમારા ઘરની પાછળના ભાગમાં દૂર સુધી એક વિશાળ મેદાન ફેલાયેલું હતું.
થોડાં ઝાડ-ઝાંખરાં; કેટલીક નાની ટેકરીઓ. અમારા અભ્યાસ-ખંડની બારીમાંથી તે દ્રશ્ય નિહાળવામાં ભારે ખુશી થતી.
એકાદ વર્ષ માંડ વીત્યું હશે અને એક દિવસ અમારી ખુશીનો ખજાનો લૂંટાવા લાગ્યો!
રાક્ષસી કદનાં બુલડોઝરો અમારી ખુશીને જમીનદોસ્ત કરવા લાગ્યાં.
એક પછી એક ટેકરીઓ ધૂળમાં મળવા લાગી.
ઝાડપાન - ભલે ને કાંટાળાં - અમારા દોસ્ત બની ગયાં હતાં.
મેદાનની દુનિયા અમારા બાળ-મનની સ્વપ્નસૃષ્ટિ હતી. બુલડોઝરોથી ઊડતી ધૂળમાં અમારા બાળપણની રંગીન દુનિયા ઝાંખી થતી ગઈ.
ભાતભાતનાં રંગો જેમાં ખોજ્યા, તે સ્વપ્નસૃષ્ટિ આમ ધૂળધાણી થઈ શકે છે તેવો પદાર્થપાઠ કંઈક કંઈક સમજાયો.
જે સર્જાયું તે આમ જ વિસર્જિત થવાનું? સમજાઈ ગયું: જેનું સર્જન તેનું વિસર્જન.
તે થોડા દિવસો અમારી મસ્ત જિંદગીમાં ગમગીની ઘોળી ગયા.
ટૂંક સમયમાં વેરાન મેદાન પર પુન: પ્રવૃત્તિઓ વધવા લાગી.
વિસર્જનમાંથી ફરી સર્જન?
વખત વીતતો ગયો અને મેદાનનું નવું રૂપ પ્રગટતું ગયું.
જોતજોતામાં અમારી આંખો સમક્ષ એક વિખ્યાત ક્રિકેટ મેદાન અસ્તિત્વમાં આવ્યું. આ જ મેદાન પર અમે ભારતના જ નહીં, વિશ્વના ખ્યાતનામ ક્રિકેટરોને રમતા જોયા!
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ 31/10/2006)
આજની પોસ્ટ ફેરફારો સાથે.
મમતા પિતૃત્વનો પણ પર્યાય હોઈ શકે તે દર્શાવવા જ ભગવાને અમારા પિતાશ્રીને ઘડ્યા હશે!
પિતાશ્રીને અમે “બાપુજી” કહેતા. બાપુજીએ અમને ખૂબ પ્રેમથી ઉછેર્યાં.
સૌષ્ઠવસભર તામ્ર-ગૌર દેહ, ભરાવદાર લાંબા હાથ, પ્રભાવિત કરતો ચમકદાર ચહેરો અને ખાનદાની નમણું નાક.
તેમનો પહેરવેશ પણ ચીવટભર્યો. દૂધ જેવાં સફેદ ધોતિયું અને ઝભ્ભો. સફેદાઈ માટે પોતાનાં કપડાં જાતે જ ધોવાનો આગ્રહ.
ગઈ સદીના આરંભમાં સૌરાષ્ટ્રમાં બાપુજીનો જન્મ. નાની ઉંમરે આત્મવિશ્વાસ અને કર્મશીલતાની મૂડી લઈને શહેરમાં આવ્યા. ખંત અને નિષ્ઠાથી પ્રતિષ્ઠિત કુટુંબોનો વિશ્વાસ જીત્યો; ઘરોબો કેળવ્યો; રોજીરોટીની સ્વમાનભેર વ્યવસ્થા કરી અને ગૃહસ્થજીવન સંભાળ્યું.
બાપુજીનો પરિવાર-પ્રેમ બેનમૂન. કુટુંબના વિકાસમાં બાપુજીનું યોગદાન અનોખું. તે જમાનાની ટૂંકા પગારની નોકરી; ટ્યૂશન કરી અધિક આવક ઊભી કરી; ભારે પરિશ્રમ વેઠીને અમારા બાનું “ઘરનું ઘર” વસાવવાનું સ્વપ્ન સાકાર કર્યું. અમને ભણાવી-ગણાવી પ્રેમથી ઉછેર્યાં.
બાપુજી વ્યવહાર કુશળ હતા. તેમણે જ્ઞાતિ-સમાજમાં મીઠાશભર્યા સંબંધો નિભાવ્યા. સોસાયટીની સ્થાપનાથી આજીવન મેનેજીંગ કમિટીના સભ્ય રહ્યા. જીવનના પાછલા વર્ષોમાં, નાદુરસ્તીના એક સમયગાળામાં, સમાજ અને સંબંધોના મૂલ્ય પરત્વે તેમને આશંકા થઈ હતી, પરંતુ જેઓએ નિ:સ્વાર્થભાવે સાથ નિભાવ્યો તે પરિચિતો-સંબંધીઓ પર તેમની શ્રદ્ધા ક્યારેય ન ડગી.
બાપુજીએ અમને પ્રેમમય કુટુંબની સુરક્ષા અને હૂંફ આપ્યાં. બા-બાપુજીના પ્રસન્નદાંપત્યની છાયામાં અમારા બાળપણની કૂંપળોનું સ્નેહ-સિંચન થયું. અમારી સાથે કૂણો માખણ જેવો, હેતે નીતરતો વ્યવહાર. ગુસ્સે તો ભાગ્યે જ, ભાગ્યે જ થાય. બહાર ગયા હોઈએ ત્યારે પણ અન્ય આગળ અમારું માન જાળવે, સાથે રાખે, પ્રેમથી સાચવે. ખરેખર સ્નેહમૂર્તિ!
બાપુજીએ અમારી સમક્ષ પરિવાર-પ્રેમનો આદર્શ રાખ્યો. ગૃહસ્થ જીવનનો આદર્શ રાખ્યો. બાળ-ઉછેરનાં ઉત્તમ તત્ત્વો અમને શીખવ્યાં. આ આદર્શો, આ તત્ત્વો અમારા માટે સદાયે પ્રેરક બની રહ્યાં.
મારી કોલેજ કારકિર્દી હજી પાંગરતી હતી અને અમારા પર વજ્રાઘાત થયો. એક ટૂંકી માંદગીમાં બાપુજીએ જીવનલીલા સંકેલી લીધી. ધૂપસળીની માફક જીવન જીવી બાપુજી સ્વર્ગે સિધાવ્યા, પરંતુ તેમણે પ્રસરાવેલી સુગંધ આજેય અમારા જીવનને સુરભિત કરે છે. તેમના આશીર્વાદ અમને વિપદામાં પણ હૂંફ આપે છે.
બાપુજી! નત મસ્તકે આપને ભીની ભીની શ્રદ્ધાંજલિ! ૐ!
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ 20/08/2006) આ પોસ્ટ સુધારા સાથે.
ભાર વિનાનું ભણતર!
ભાર વિનાનું ભણતર!
પાંચ દાયકા પહેલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સંપત્તિ : એક થેલી કે દફતર; તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન. હા, સાથે એક નાનકડી ડબ્બી, તેમાં ભીના કપડાનો એક કકડો.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
મારા વિદ્યાર્થીઓ મને પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”. તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
સ્કૂલે જતાં પહેલાં ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડીએ. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસીએ. “અણીદાર” બનાવીએ. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ. ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો, શીખી લો; ડબ્બી ખોલો, ભીનાં કપડાંથી સ્લેટમાં લખેલું ભૂસી નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો .... ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!
આજે નાનકડાં ભૂલકાંઓને “ઈન્ફર્મેશન એજ”માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને વેદના પામું છું. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો; દરેક વિષયના એક-બે પુસ્તકો, દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...
આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ! બાળકને આપણે શું આપીએ છીએ?
અમે ભાર વગરનું ભણતર ભણ્યા, જીવનને સમજવાનું જ્ઞાન પણ રળ્યા!!
બાનાં હાલરડાં અમારા માટે ચિરકાલીન સંભારણારૂપ ખજાનો બની ગયાં છે.
બાનાં હાલરડાંની હલકે અમે ભાઈઓ નિદ્રાધીન થતા. વર્ષો પછી તે જ હાલરડાંઓથી અમે મોટાભાઈઓનાં સંતાનોને અમારા ખોળામાં પ્રેમથી પોઢાડતાં!
મારા દીકરાને નાનપણમાં એ જ હાલરડાંના સૂરે મેં પારણે ઝુલાવ્યો!
મારા મિત્રો તથા તેમના સંતાનોએ તે સૂરોનો આનંદ લૂંટ્યો છે. અરે! ક્યારેક શાળાઓની મુલાકાતમાં, ક્યારેક ભૂલકાંઓના માતાપિતા સાથે ગોષ્ઠિમાં મેં હાલરડાં ગાઈ સૌને ભાવતરબોળ કરી દીધાં છે.
ઘોડિયે સૂતેલ બાળને ઝૂલવવા બા શરૂ કરે:
”હાલા ..આ .... હાલા ..... આ .. હાલા ...આ ...આ .......”   એ લહેકામાં અજબનું ખેંચાણ!
પછી હોય કાનુડાની ફરિયાદ. :
“માડી હું તો કાંઈ ન જાણું ...
વનરાવનમાં ગાવડી ચારું રે...
માડી મને એકલો જાણી ...
માડી મને ટાપલી મારી રે ...”
એ મસ્તીમાં ડૂબવાની શી મઝા! કાનુડાની વાત કયા બાળકને ન ગમે?
“એક સમયે હરિ ગોકુળિયામાં
રમતાં જાદવ રાય જો!
બળભદ્રજી કહે સુણો માતાજી,
માવો માટી ખાય છે!”
અને સૂરની સરવાણી આમ વણથંભી વહેતી રહે.
અમારી ઉંમર વધતી જાય; બાનાં હાલરડાં બદલાતાં જાય. ગીતો બદલાય; ગીતોના ભાવ બદલાય; ગીતોના સૂર બદલાય! સાથે અમારી સંગીત સૂઝ સમૃદ્ધ થતી જાય!
સહેજ મોટા થતાં અન્ય ગીતો ઉમેરાય:
”દરિયો ડોલે રે માઝમ રાતનો ... “
તથા
“દરિયાનાં તીર રળિયામણાં રે
કાંઠે રમે નાનાં બાળ .... (2),
ન્હાતાં ગાતાં ને કાંઈ નાચતાં..
હાંરે રૂડાં તરાવે છે વહાણ .... કાંઠે રમે નાનાં બાળુડાં ...”
શિવાજીના હાલરડાથી શરૂ કરી રામ-કૃષ્ણ ભક્તિનાં ભજન પણ હોય!
સઘળા કવનમાં આરોહ-અવરોહ તો મંત્રમુગ્ધ કરે જ, સાથે તેમાંથી ભાવ એવો મીઠો પ્રગટે કે બાળમનનો ઝંઝ નીંદરડીની ગોદમાં શમવા લાગે!
બાનાં મધુર હાલરડાંઓએ અમારા બાળપણને સંગીતની ગળથૂથી પાઈ.
મઝાની વાત એ થઈ કે પછી તો, બા પૂજા કરતા હોય ત્યારે ઘંટડીના અવાજમાંથી નિષ્પન્ન અવાજ તો ગમે જ, પરંતુ બા રસોડામાં હાથથી રોટલા ઘડતા હોય ને તેના ટપ .. ટપ ... અવાજમાંથી યે તાલ સંભળાય. અરે! બા કપડાં ધોતા હોય ત્યારે ધોકાના ધબ .... ધબ .. અવાજમાથી પણ સંગીત જાગતું લાગે! અમને જીવનક્રમની એક એક ઘટનામાંથી સંગીત માણતાં આવડ્યું!
સંગીત કાનથી ભલે સાંભળો, ભાઈ! પણ જ્યારે હૃદયથી સાંભળશો, ત્યારે જીવન સ્વયં સંગીત બની જશે!
જીવનની પાંચ દાયકાઓની મારી યાત્રામાં બાએ પાયેલો સંગીતરસ હૃદયની એક એક ધડકનને પોષતો રહ્યો છે.
બિથોવન-મોઝાર્ટથી માંડી યાન્ની સુધીનું સંગીત શોખથી આત્મસાત કર્યું છે. એલ્વિસ પ્રિસ્લી અને આબાથી લઈ સેલિન ડાયોનના કંઠને જાણ્યો છે. રવીન્દ્રસંગીત,  જુથિકા રે,  ઓમકારનાથ ને   સુબ્બાલક્ષ્મી – તલ્લીન થઈ આરાધ્યાં છે. રવિશંકર, યેહુદી મેન્યુહીન, વાન શિપ્લે, અમઝદઅલી ખાન, ઝાકીરહુસેન, શિવકુમાર, હરિપ્રસાદ, વિશ્વમોહન ભટ્ટ ....    સંગીતનું રસપાન પ્રેમથી કર્યું છે.
જો બાનાં હાલરડાં ન હોત તો કદાચ અમે સંગીતની દિવ્યતાને આજે ઉચ્ચ સ્તરે માણી શકતા ન હોત!
તો.... જીવનસંગીતની સાધના કદાચ અધૂરી રહી હોત!
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ : જુલાઈ 9, 2006)
બાનાં હાલરડાં આજે પણ કાનમાં ગુંજે છે!
મીઠાં મધ જેવાં બાનાં હાલરડાં! શી મધુરપ!
મારાથી નાના બે ભાઈઓ. તેમના બાળપણનો ચિતાર મારી આંખોમાં છે. બા કેવા પ્રેમથી તેમને સાચવતાં!
નાનપણમાં અમે બા પાસે સૂતા. અમારી આંખો ભારે બને તે બાથી છૂપું ન રહે; બા કહે: “જો! રાતની મા આવી!”
અમે પથારીમાં પડીએ અને બા હાલરડાં ગાય.
બાનો પ્રેમાળ સ્પર્શ! કંઠે નીતરતી મીઠાશ!
એક એક સૂર પર પોપચાં ઢળવાં લાગે. જાદૂ છવાતો જાય અને “રાતની મા” ક્યારે આવી જાય તેની ખબરે ય ન પડે!
બા કાનુડાનાં મઝાનાં હાલરડાં ગાતાં. અન્ય કેટલાક પ્રચલિત હાલરડાં ગાતાં. ક્યારેક રામકથા પણ ગાતાં. અમે શાંતિથી સાંભળતા.
આ અમારા સંગીતના પહેલા પાઠ!
ઘણાં હાલરડાં આજે અડધાં પડધાં યાદ રહ્યાં છે. જેમ કે:
”સૂઈ જાઓ તમે કાન .....  હાલરડું હુલરાવે જશોદાજી માવડી ...”
”હવે તમે નંદજી ગોકુળ સંચરો રે ....જશોદાજી જોતાં હશે વાટ જો ....”
”માડી હું તો કાંઈ ન જાણું ... વનરાવનમાં ગાવડી ચારું રે ...”
”તમે મારા દેવના દીધેલ છો ... “
”રૂડી રામકથા ... શુકદેવજી કહે છે રે .. પરીક્ષિત રાયને ....”
આજે પ્રૌઢાવસ્થામાં તે હાલરડાં યાદ આવે છે.
અડધી સદી ઉપરની જીવનયાત્રામાં હજારો ગીતો સાંભળ્યાં છે; હજારો મુઝિકલ ટ્યૂન્સ સાંભળી છે.
જરા પણ અતિશયોક્તિ વગર કહું: બાનાં હાલરડાંની તોલે કાંઈ ન આવે!
એ ઢાળ, એ આરોહ-અવરોહ, એ સ્વર બાંધણી; તેમાંથી નિષ્પન્ન થતા ભાવવાહી સૂર ....
બધું જ નિરાળું, ભાઈ! બાના હાલરડાંની તોલે સાચે સાચ કાંઈ ન આવે!
વર્ષો પહેલાં રથયાત્રાના દિવસે બાએ નશ્વર દુનિયા છોડી મહાપ્રયાણ કર્યું.
આજે રથયાત્રાનો પવિત્ર દિન. આજે બાની પુણ્યતિથિ.
છલકતી આંખે બાને શ્રદ્ધાંજલિ! શત શત પ્રણામ!
બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ પ્રગટ થઈ : રથયાત્રા, 27/06/2006
બંદા ચોથા ધોરણમાં બુદ્ધિપ્રતિભામાં ઝળક્યા અને દયાશંકર દાદાજીએ “મોનિટર”ની રૂઆબદાર પદવી આપીદીધી!
પછી તો રાજ્જા, કાંઈ બાકી રહે? બંદા એક વેંત ઉપર થઈ ગયા!
બે પિરિયડ વચ્ચે ક્લાસ ‘કંટ્રોલ’ કરવો; શિસ્ત જાળવવી; સહાધ્યાયીઓને ચુપચાપ બેસાડી રાખવા; વાતો કરે તેને ક્લાસ-બહાર ઊભા કરવાની શિક્ષા કરવી ....  ભારે સત્તા મળી ગઈ!
બીજા જ અઠવાડિયાની વાત. બેલ વાગ્યો. દાદાજી હજી આવ્યા ન હતા.
સવારની વર્ગ-પ્રાર્થનાનો બેલ વાગ્યો ને આપણા ક્લાસમાં પ્રાર્થના શરૂ. મોનિટર સાહેબ’નું સુપરવિઝન શરૂ ! ક્લાસમાં આંટા મારતા મારતા બધા પર નજર રાખવાની ને જેની આંખો ખુલ્લી હોય તેની આંખો બંધ કરાવવાની. ન સાંભળે તો ઘાંટો પાડીને પણ!
અરે ભાઈ, આ તો સત્તાનો નશો ! અંધ કરી દે! દિલ્હી હોય કે ગાંધીનગર કે ચોથું ધોરણ .... એ નશો બધે સરખો!!!
અચાનક કોઈએ હાથ ઝાલી ક્લાસ બહાર ખેંચ્યો! કોની હિંમત થઈ મોનિટરનો હાથ ખેંચવાની? નજર ઊંચી કરી તો દયાશંકર દાદાજી! ભવાં ખેંચાઈ ગયેલાં.
“કાં આંટા મારે છે?”
મને લાગ્યું કે દાદાજીને ગેરસમજૂતિ થઈ લાગે છે .... ભૂલી ગયા લાગે છે ...
“સાહેબ મોનિટર છું ....  આપે જ બનાવ્યો ... ગયા અઠવાડિયે ..."
"પ્રાર્થના ચાલે છે .. નથી ખબર?”
"સાહેબ, એટલે જ તો .... હું મોનિટર .....”
દાદાજીની આંખોમાં રોષ પ્રગટવા લાગ્યો :
“મોનિટર છું તો શું થઈ ગયું? ભગવાનથી મોટો તો નથી થઈ ‘ગ્યો?”
અને ગુસ્સાભર્યા દાદાજીના એ શબ્દોએ મોનિટરપણાનો, સત્તાનો, સફળતાનો ફાંકો ઉતારી દીધો ... જીવનભર માટે!
પછી તો અભ્યાસપ્રવૃત્તિમાં, અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં, જોબમાં ... જીવનમાં માન સન્માન મળતાં રહ્યાં, પણ મજાલ છે કે નશો ચઢે!!
જરાક ડગાય કે દાદાજીના રોષભર્યા શબ્દો યાદ આવે!
“ભગવાનથી તો મોટો નથી થઈ ‘ગ્યો?”
(બ્લોગપોસ્ટ પર આ પોસ્ટ પબ્લિશ થઈ: 22/06/2006)
સ્કૂલ જીવનની શરૂઆતના કેવા મઝાના દિવસો!
બહારની દુનિયાની પહેલી ઝલક!
સોસાયટીમાંથી બહાર નીકળો અને મુખ્ય રસ્તો શરૂ: ડામર (આસ્ફાલ્ટ)નો પાકો રસ્તો. હજુ તાજા જ ઉભરતા પરાવિસ્તારનો નવો નકોર આસ્ફાલ્ટ રોડ! જાણે રાહદારીઓ માટે જ બનાવ્યો હોય તેવો ખાલીખમ રસ્તો.
થોડી ધીમી ચાલતી સાયકલો; રડ્યાં ખડ્યાં નજરે પડતાં સ્કુટર, જવલ્લે જ નજરે ચડતી કાર; આ હતો ટ્રાફિક.
આરામથી ચાલો, દોડો, રમત કરો; કોઈ ચિંતા નહીં! હા, ક્યારેક ક્યારેક રસ્તા ધબધબાવતી રાક્ષસી ટ્રક નીકળે તેટલું સાચવી લેવાનું. બાકી આપણે રાજ્જા!
શાંતિભરી દુનિયા. ન ભાગાભાગી, ન દોડાદોડી. ન આજના જેવી આગળ નીકળવાની રેસ.
તમે પણ ચાલો; હું પણ ચાલું. આપણા સૌનો રસ્તો.
ન હતા ટ્રાફિક સિગ્નલ, ન હતા ટ્રાફિક પોલિસ; છતાં યે વાહનવ્યવહાર સરળતાથી વહેતો રહેતો! ન કોઈ તમને ભોં ભોં કરી ડરાવે, ન કોઈ તમારા પર ધસ્યું આવે! અમારા નાનકડા અસ્તિત્વની પણ અવગણના ન થાય. અમે એટલા “સેઈફ” અને “સિક્યોર્ડ” !!!
અમારી ઉંમર શું હતી? હજી માતાના ખોળામાંથી હમણાં તો બહાર આવેલા! અને જોયું કે બહારની દુનિયા પણ એટલી જ સલામત હતી!
આ અમારી પહેલી છાપ અજાણી આકૃતિઓ વિષેની, અજાણ્યા ચહેરાઓ વિષેની.
આ અમારી પહેલી પિછાણ બહારના વિશ્વની. વણજોયેલા વિશ્વમાં અમે કેવા સુરક્ષિત હતા !!
અમે બહારની દુનિયા પર વિશ્વાસ કરતા થયા. અમારા સ્વભાવમાં ભરોસો અને વિશ્વાસ ગૂંથાવા લાગ્યા!
(બ્લોગપોસ્ટ પર મૂળ પોસ્ટ: તારીખ 20/06/2006)
ઘણી વાર કેટલાક ઉત્સુક માતાપિતા મને પ્રશ્ન કરે છે:
બાળકનો મહત્તમ માનસિક-બૌદ્ધિક વિકાસ કઈ ઉંમરે થતો હોય છે? કઈ ઉંમરે સંવેદનાઓ વિશેષ વિકસવા લાગે છે?
જવાબ સરળ છે: પ્રથમ વર્ષથી જ.
બાળકની કોઈ સ્થિતિની, કોઈ ઉંમરની અવગણના ન કરવી. બાળકની માનસિક-બૌદ્ધિક શક્તિ, સંવેદનશક્તિ શિશુકાળથી જ ખીલવા લાગે છે; તે શક્તિઓ સતત વિકસ્યા કરે છે.
માતાપિતા, કુટુંબ, શાળા, સહવાસ, સમાજનું સમગ્ર વાતાવરણ તેનાં પોષક પરિબળો છે.
મને યાદ છે મારા ત્રીજા-ચોથા ધોરણનો અભ્યાસકાળ.
આઠેક વર્ષની કુમળી ઉંમર. જીવનને એક દિશા મળી ગઈ!
ત્રીજામાં વર્ગશિક્ષિકા હતાં પુષ્પાબહેન કવિ.
ગુજરાતી ભાષાના મહાન રસકવિ ન્હાનાલાલ દલપતરામ કવિના પુત્રવધુ.
પુષ્પાબહેન માયાળુ શિક્ષિકા. સ્મિતભર્યો લજ્જયુક્ત ચહેરો. મીઠી મિતભાષી વાણી. મધુર વ્યક્તિત્વ. બાળકોને પ્રેમથી ભણાવે.
ચોથા ધોરણમાં વર્ગશિક્ષક દયાશંકર દાદાજી. નિરાળો પહેરવેશ. એશ રંગનો લાંબો ડગલો, સફેદ ધોતિયું અને માથે કાળી ટોપી. ચહેરા પર છ દાયકાની સાક્ષી પૂરતી રેખાઓ. કડપ ભારે, અશિસ્ત ન સાંખે, પરંતુ અમારા પર પ્રેમ પણ ખુલ્લા દિલે વરસાવે.
બંને શિક્ષકોએ અમને અભ્યાસમાં રસ લેતા કર્યા. ગણિત અને ગુજરાતી અમારા લોહીમાં ઉતારી દીધાં. ગુજરાતનો ગૌરવવંતો ઈતિહાસ અમારી આંખોમાં મૂકી દીધો. વલભીપુરની જાહોજલાલી, રાજકુંવરીની કાંસકીની વાર્તા, જયશિખરીની મર્દાનગી .....  આજે ય જયશિખરીનું મસ્તક વિનાનું ધડ જાણે કે લડતું દેખાય છે!
અણહિલપુર અને વનરાજ, ચાંપો અને ચાંપાનેર, પાટણ અને સિદ્ધરાજ જયસિંહ ..... ગરવી ગુજરાતની ગાથા તે શિક્ષકોએ અમારા હૃદય-સોંસરવી ઉતારી દીધી!
દયાશંકર દાદાજીએ અમને ઈસપ, પંચતંત્ર અને અરેબિયન નાઈટ્સથી પરિચિત કરાવ્યાં. દાદાજી વાર્તાકથનમાં નિપુણ. શબ્દચિત્રોમાં તેમની તોલે કોઈ ન આવે! શબ્દપ્રયોગ જ નહીં, અવાજ અને ચહેરાના હાવભાવમાં એટલાં તો વેરીએશન્સ લાવે કે સ્તબ્ધ થઈને સાંભળ્યા કરીએ! ફરી ફરીને સાંભળીએ!
વાર્તા સાંભળતા સાંભળતા અમે પંચતંત્રનાં પ્રાણીઓ પાસે જંગલમાં પહોંચી જતાં! ક્યારેક અલાદ્દીન પાસે, તો ક્યારેક અલીબાબા પાસે!
અલાદ્દીનના મહાકાય જિનને આંખો ફાડી જોઈ રહેતા! (અને વિચારતા: કાશ! એક જિન અમારું હોમવર્ક કરી આપતો હોય!)
અલીબાબામાં તો ખૂબ મઝા આવે! અમારે જ ગુફા ખોલવાની: ‘ખૂલ જા સિમસિમ!’ અને અમે અલીબાબાની ગુફામાં સોનામહોરોના ચળકાટમાં ખોવાઈ જતા. (કાશ! એક સોનામહોરથી એક નવી સ્લેટ અને તેના પર લખવા માટે બે અણીદાર પેન ખરીદી શકાય! પણ રહેવા દો, પેનને અણીદાર કરવાનું કામ પેલા જિનને જ સોંપીશું! અત્યારે તો વાર્તા સાંભળી લઈએ!) આટલું વિચારીએ ત્યાં સુધીમાં તો દાદાજીએ ગુફાની બહાર ચાલીસ ચોર હાજર કરી દીધા હોય!
આવા શિક્ષકો હોય ત્યાં વિદ્યાર્થી શા માટે ન ભણે?
અને યાદ રહે: આમાંના કોઈ શિક્ષક પી.ટી.સી. કે બી.એડ. ન હતાં!!!
અભ્યાસમાં તો રુચિ વધી જ; સાથે મારી અભિવ્યક્તિ ખીલી ઊઠી! શબ્દો સાથે દોસ્તી બંધાઈ. અમારો સાહિત્યપ્રેમ પાંગરવા લાગ્યો.
પ્રણામ સૌ શિક્ષકોને! પ્રણામ ગુરુગણને!
વીસમી સદીના પાંચ દશકા પૂરા થઈ ચૂક્યા હતા.
મારા સ્કૂલજીવનનો આરંભ થયો .... અને ફડકો પેઠો! સ્વતંત્રતા છીનવાશે? મનપસંદ પ્રવૃત્તિઓ પર તરાપ પડશે?
આશંકા, ડર અને ઉમંગનું મિશ્રણ મનને ખાટુંમીઠું કર્યા કરે .... નારંગીની ગોળીની માફક!
પણ જોતજોતામાં મનમાં મીઠાશ વધી ગઈ!
નિમિત્ત બન્યો સ્કૂલનો રસ્તો.
વાત એમ કે સ્કૂલ દૂર તો નહીં જ. ચાલતા જવાનું. પંદર-વીસ મિનિટનો રસ્તો. અને એ રસ્તાએ જ ઉત્સાહ વધારી દીધો.
સોસાયટીમાંથી બહાર નીકળો. તરત પાક્કો ડામર રોડ. અડધે પહોંચી  વળાંક લો. બાકીનો કાચો રસ્તો સ્કૂલ પહોંચાડે.
ડામર રોડની આસપાસ ધૂળ-માટીનો બનેલો ‘ફૂટપાથ’.
કાચા ફૂટપાથ પર છૂટુંછવાયું લીલોતરી ઘાસ; થોડા ફૂલછોડ; થોડા જંગલી છોડવા.
નાનકડા રોપાઓ પર નાનાં નાનાં પુષ્પો ખીલતાં. રંગબેરંગી અને આકર્ષક. અમે તેમની પાસેથી નીકળીએ તો અમને આવકારે. માનોને વળગી જ પડે! અમે ખુશ થઈ જતા!
ઋતુઓ પલટાય; પ્રકૃતિનાં સ્વરૂપ બદલાય; ફૂલછોડનાં રંગરૂપ બદલાય!
અમે આ ફેરફારોને આનંદથી નિહાળીએ. અવલોકન તો એવું કરીએ કે પાનની લીલાશમાં પહેલી પીળી ઝાંય પડે તે ય અમારી આંખમાંથી બચે નહીં! એક પણ પરિવર્તન અમારી નજરથી છૂપું ન રહે. પરિવર્તન એ જીવનનો ક્રમ છે, તે સ્વીકારવાનો આ પહેલો પાઠ!
રસ્તાની બે તરફ વૃક્ષોની હાર: શિરીષ, ગુલમહોર, ગરમાળો અને અન્ય.  તેમાંથી કેટલાક તો ખાસ્સાં ઊંચાં.
અમને હળવેથી સ્પર્શીને પવન વૃક્ષોને વીંટળાય; સડસડાટ ઉપરની ડાળીઓને પહોંચે; પાંદડાં હલાવે! અજબનો ફરફરાટ અવાજ આવે! ક્યારેક ધીરો પવન એવું તો સૂરીલું સંગીત છેડે! આ બધા અવાજ પણ ઋતુએ ઋતુએ, વૃક્ષે વૃક્ષે બદલાય!
વૃક્ષો પાસેથી પસાર થતાં અમારી નજર ઉપર ઊઠે. વૃક્ષોની ઊંચી શાખાઓ; તેનાથી યે ઊંચે, ખૂબ ઊંચે વાદળાંઓ! ભૂરું ભૂરું અનંત આકાશ! ડોક ઊંચી કરી અમે ખોવાઈ જતાં! લાગણીવશ બની વૃક્ષને ભેટી પડતાં!
તે લાગણીઓ શી હતી તે આજે વધારે સ્પષ્ટ સમજાય છે.
આજે મારા  વિદ્યાર્થીઓને એન્વાયરન્મેન્ટના પાઠ ભણાવતા ભણાવતા ક્યારેક રોકાઈ જાઉં છું. એન્વાયરન્મેન્ટના લેસન દરેક સ્ટાન્ડર્ડમાં મૂકી દઈને આપણે  આંખો બંધ કરી લીધી છે. કુદરતના, પ્રકૃતિના પાઠ ચાર દીવાલોની કેદમાં ભણાવવાના? અફસોસ થાય છે હવેની જનરેશન્સ માટે!
અમારા બાળપણે અમને સંવેદનશીલ બનાવ્યા –સજીવ સૃષ્ટિ પરત્વે, બાહ્ય જગત પરત્વે, પર્યાવરણ પરત્વે.
અમને  પ્રકૃતિમાતા પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ જન્મ્યો!
(મૂળ પોસ્ટ પબ્લિશ થઈ:14/06/2006)