પંખીડાને આ પીંજરુ જૂનું જૂનું લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
ઉમટ્યો અજંપો એને, પંડના રે પ્રાણનો
અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો
અણદીઠેલ દેશ જાવા, લગન એને લાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
સોને મઢેલ બાજઠિયોને, સોને મઢેલ ઝૂલો
હીરે જડેલ વિંઝણો મોતીનો મોંઘો અણમોલો
પાગલના થઇએ ભેરુ, કોઇના રંગ રાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
માન માન ઓ પંખીડા નથી રે સાજન ની રીત
આવુ જો કરવુ હતુ તો નહોતી કરવી પ્રિત
ઓછુ શુ આવ્યુ સાથી સથવારો ત્યાગે
બહુ એ સમજાવ્યું તો યે પંખી નવું પીંજરુ માંગે
- શ્રી અવિનાશ વ્યાસ
મિત્ર! આ મારી તરફ જોઇને હસતાં પુષ્પો
મારા ભૂતકાળના રંગીન પ્રસંગો તો નથી
કૈંક કરમાઇને ક્યારીમાં પડ્યા છે એમાં
જોઇ લેવા દે મને મારા ઉમંગો તો નથી?
- શ્રી ગની દહીંવાલા
ચાહું છું એટલું રંગીન જીવન થઇ જાયે
વેદીઆ મારી તબિયતને ‘ગુલાબી’ કહી દે
જે રીતે રાહમાં ભૂખ્યાને લથડતો જોઇ
સજ્જનો નાક ચઢાવીને ‘શરાબી’ કહી દે
- શ્રી ગની દહીંવાલા
દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી...
ન ધરા સુધી,ન ગગન સુધી, નહી ઉન્નતિ, ન પતન સુધી,
ફકત આપણે તો જવુ હતું,  હર એકમેકના મન સુધી...
હજી પાથરી ન શક્યું સુમન પરિમલ જગતના ચમન સુધી,
ન ધરાની હોય જો સંમતિ, મને લઇ જશો ન ગગન સુધી...
છે અજબ પ્રકારની જિંદગી, કહો એને પ્યારની જિંદગી,
ન રહી શકાય જીવ્યા વિના, ન રહી શકાય જીવન સુધી...
તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી તો હદયથી જાઓ નયન સુધી...
તમે રાજરાણીનાં ચીર સમ, અમે રંક નારની ચૂંદડી !
તમે અંગ રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી...
જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી;
કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી...
- શ્રી ગની દહીંવાલા
શું કહેવું મારે આ ગીત માટે?
મેં ગુજરાતી સુગમ-સંગીતનાં જેટલા પણ શૉ કર્યા એમાંથી એક પણ શૉ એવો નથી કે જેમાં આ ગીતની ફરમાઇશ ના આવી હોય.. અને અમે આ ગીત રજૂ ના કર્યું હોય..
ગુજરાતી ફિલ્મ દિવાદાંડીનું આ સુપરહીટ ગીત
અને
ગુજરાતી સાહિત્યની એક સદાકાળ યુવાન રચના
ક્યારેક એવું પણ બનતુ હોય છે કે
કોઇક એવુ તત્વ જે અણધાયું જ કોઇ કૃતિ સાથે જોડાઇ જાય
અને પછી એ તત્વના કારણે એ આખી કૃતિ વિખ્યાત થઇ જાય
એવું જ કાંઇક આ ગીત માટે પણ બન્યું હતુ..
દિગ્દર્શક તો પહેલેથી દિવાદાંડી ફિલ્મમાં આ ગીત લેવા જ ન્હોતા માંગતા..
શ્રી દિલીપભાઇ ધોળકીયાનાં કંઠે રેકૉર્ડ થઈ ગયા પછી પણ એમનું મન ન્હોતું માનતુ
પણ ત્યાર બાદ શ્રી દિલીપભાઇ ધોળકીયાનાં આગ્રહથી આ ગીતને એ ફિલ્મમાં સ્થાન મળ્યું..
અને ત્યાર બાદ ઇતિહાસ રચાઇ ગયો..
એમ કહેવું અસ્થાને નહિં ગણાય કે આજની તારીખે..
"દિવાદાંડી" ફિલ્મનું નામ સાંભળતા જ એ ફિલ્મની સ્ટોરી કોઇને યાદ આવે કે ના આવે...
પણ મનનાં માંડવામાં આ શબ્દોનાં પગરણ તો થઇ જ જાય..
તારી આંખનો અફીણી..
તારા બોલનો બંધાણી..
તો ચાલો "સમન્વય" આજે માણીએ શ્રી વેણીભાઇ પુરોહિતની આ સદાકાળ યુવાન રચના..
તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી
તારા રૂપની પૂનમનો પાગલ એકલો (2)
આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો,
તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો,
તારી મસ્તીનો મતવાલો આશક એકલો… હે તારા રૂપની….
તારી આંખનો અફીણી….
પાંખોની પરખે પરબડી આંખો જુએ પીઆવો
અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો
તારા રંગ નગરનો રસિયો નાગર એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ધીમી ધીમી પગલી તારી ધીમી કંઇક અદાઓ
કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ
તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો
તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો
તારા ગાલની લાલી નો ગ્રાહક એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી,
પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી,
તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો…હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
ઠરી ગયા કામણનાં દીપક, નવાં નૂરનો નાતો,
ઝલક ગઈ મન પામરતાની, નવી આરતી ગાતો.
તારી પાનીને પગરસ્તે ચાલું એકલો… હે તારા રૂપની…
તારી આંખનો અફીણી….
- શ્રી વેણીભાઇ પુરોહિત
પ્રેમ એટલે કે,
સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો.
સ્વપ્નમાં પળાય એવો કાયદો…
પ્રેમ એટલે કે,
તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાશી લાખ વહાણોનો કાફલો...
ક્યારે નહીં માણી હો...
ક્યારે નહીં માણી હો એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે...
દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાંજ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે...
પ્રેમ એટલે કે,
સાવ ઘરનો જ એક ઓરડો… ને તોય આખા ઘરથી અલાયદો…
કાજળ આંજીને તને જોઉં...
કાજળ આંજીને તને જોઉં તો તું લાગે, એક છોકરીને તે શ્યામવર્ણી
વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકી આકાશને તું પરણી
પ્રેમમાં તો
ઝાકળ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો…
- શ્રી મુકુલ ચોક્સી
આ ગીતને સાંભળવા અહીંયા ક્લીક કરો..
http://www.rajkot.com/solikapadia/solia1.ram