મિત્રો, આજે આપણે 'ગઝલ' વિશેની ગઝલોની વાતો કરીએ... અને 'ગઝલ' વિષય પર ગઝલ લખવાની કોશિશ પણ કરીએ.
ગઝલ વિશેની ગઝલની વાત કરીએ એટલે સૌપ્રથમ તો આદિલભાઈની આ ગઝલ તરત જ આપણા દિલોદિમાગ પર સવાર થઈ જાય છે...
જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આખી ગઝલ અહીં વાંચો...
જેને ગીતો લખવા વધુ પસંદ છે એવા મુકેશ જોષી પણ ગઝલ વિશે લખે છે કે...
આ બધાયે લોક માટે ગીત હું લખતો રહ્યો
ફક્ત એના કાન માંહે સૂરવા આપી ગઝલ
આખી ગઝલ અહીં વાંચો...
ગઝલ વિશેનો અંકિત ત્રિવેદીનો પણ એક શેર છે, કે...
આ ગઝલ છે, એની રીતે બોલશે,
કોઈ સાધો, કોઈ આરાધો નહીં. મિત્ર વિવેકની ગઝલ વિશેની ગઝલ જોઈએ...
મેં શ્વાસ તારા નામનો ઊંડો લીધો જરા,
લોહીના પાને-પાને ત્યાં તો ઊભરી ગઝલ.
આખી ગઝલ અહીં વાંચો...
અને ગઝલ વિશેની ગઝલ લખવાની મારી પણ એક કોશિશ... એક કવિમિત્રએ મને કહ્યું હતું કે ગઝલ વિશેની ગઝલ લખવી એ ખૂબ જ અઘરી બાબત છે... અને એટલી બધી સફળ તો નહીંૢ છતાંયે મેં પણ કોશિશ તો કરી જ છે... 'ગઝલ' વિશેની ગઝલ લખવાની !!
આ ફરી શું યાદ આવ્યું કે ફરી ફૂટી ગઝલ?
કે પછી કુંપળ વિરહની થઈ ફરી મ્હોરી ગઝલ?!
આખી ગઝલ અહીં વાંચો...
મિત્રો, 'ગઝલ' વિશેની ગઝલ છે એટલે છંદમાં હોય તો વધુ સારું... એમ પણ જે છંદમાં હોય એને જ તો ગઝલ કહેવાય ને...! નહીંતર તો એને માત્ર કવિતા જ કહેવાય...!  જો તમને છંદ ન આવડતો હોય તો વાંધો નહીં પરંતુ કમ સે કમ કાફિયા અને રદીફ જાળવી રાખવા વિનંતી... બની શકે તો 'ગઝલ' રદીફ રાખી, તમે કોઈ પણ કાફિયાની ગઝલ લખી શકો છો.
તો ચાલો મિત્રો.... તૈયાર છો ને, ગઝલ લખવા માટે ??
મિત્રો, ગયા અઠવાડિયાની આપણી સહિયારી રજા કેવી લાગી? એ જરૂર જણાવશો...
ખબર નહીં કેમ, આજે મને થયું કે પ્રેમમાં પડેલી કોઇ છોકરી મને સામે મળે તો, પહેલાં તો એને જોઈને જ ખબર પડી જાય, કે આ બેન કેમ હવામાં ઉડે છે, પણ મારે એનાં હૈયાની વાત જાણવી હોય તો હું કેવી રીતે જાણી શકું?  એને જ પૂછું?? હા, કદાચ એને જ પૂછું કે... બેન, તું તારી સંવેદનાઓ મને થોડીવાર ઉછીની આપ, તો હું એને જરા મારા કાગળ પર કંડારી લઉં... પણ પછી થયું કે એના કરતાં તો હું એ છોકરીને કવિતા લખીને જ બધા પ્રશ્નો પૂછુ.... જેવાં કે- 'સખી, તને પ્રેમમાં શું શું થાય છે? કેવું કેવું લાગે છે?  શું દિવસ દિવસ જેવો લાગે છે ખરો? રાત રાત જેવી લાગે છે ખરી? દિવસ અને રાતનાં અંતરમાં તને ખબર પણ પડે છે ખરી?  અલી, તું કેમ આવી થઈ ગઈ છે?  અને કારણ વગર પાગલની જેમ કેમ મલકાયા કરે છે?  આટલા વર્ષોથી સંભાળી રાખેલું બિચારું પેલું તારું દલડું... એને કોઇ લઈ ગયું છે ને તોયે તું મલકે છે? સાવ ડોબી છે તું તો... '  વગેરે વગેરે... :-)   આ તો મારા મનમાં ઉભા થયેલાં પ્રશ્નો છે, તમે કોઇ બીજા પ્રશ્નો પણ પૂછી શકો છો...
અને તમને મારા આવા સવાલો વાંચીને થોડી થોડી ગુદગુદી તો થવા જ માંડી હશે, મિત્રો... (મને ય થાય છે!)  :-) પણ પ્રેમ છે જ એક એવી અદભૂત અને દિવ્ય અનૂભુતિ કે એનું નામ માત્ર લેવાથી જ જાણે મેઘધનુષ્યનાં રંગો અંદર-બહાર ચોતરફ વેરાઈ જાય... તો પછી પ્રેમમાં પડેલી પેલી છોકરીની હાલત શું થતી હશે?  બસ, આપણે એ જ વાત એ જ છોકરી ને કવિતા લખીને પૂછવાની છે... અને આજે તો આપણે એ છોકરીને માત્ર સવાલો જ પૂછવાનાં છે હોં...  એ છોકરી બનીને એના જવાબો પણ  આપણે જ કોઇ વખત આપીશું, બરાબર ને?!!
મને યાદ છે, કે કોલેજનાં દિવસોમાં (કોઇ લૌટા દે મેરે બીતે હુએ દિન!) મારી એક પ્રિય સખી એક છોકરાનાં પ્રેમમાં પડી ગઈ હતી... પણ ત્યારે મને શ્રી માધવ રામાનુજનાં આ ગીત વિશે ખબર જ ન્હોતી, નહીંતર પ્રેમમાં પડેલી એ સખીને હું સીધા સાદા પ્રશ્નો પૂછવાની જગ્યાએ મારો સ્પેશ્યલ રાગડો તાણીને આ ગીતથી જ પ્રશ્નો પૂછતે કે...
સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?
આખું ગીત સાંભળો... 'ગાગરમાં સાગર' પર...
તો ચાલો મિત્રો, આજે પ્રેમમાં પડેલી એ છોકરીને આપણે પ્રશ્નો પૂછીએ... કવિતામાં સ્તો!  પણ શું પૂછીએ?  એ તો હવે તમારે જે પૂછવું હોય એ તમે તમારી કવિતામાં જ પૂછો ને..!!   હું યે કોશિષ કરું...!!
ગઝલ કે ગીત કાંઇ પણ લખી શકો છો...!
અમેરીકામાં અત્યારે પાનખરે પગરણ માંડી દીધા છે... હવે માત્ર લીલાં-લીલાં નહી, પરંતુ લાલ-પીળાં-કથ્થાઈ પાંદડાંઓ રસ્તા પર પણ ઉડાઉડ કરવા માંડ્યા છે...!  અને રંગબેરંગી પર્ણોથી સજ્જ વૃક્ષો જાણે કે (કમ સે કમ મને તો) દીક્ષા લેવા પહેલાં સોળે-શણગાર અને ભવ્ય-અલંકારોથી સજ્જ થયેલી સુંદર જૈન-કન્યા જેવા લાગે છે... કારણ કે ટૂંક સમયમાં જ આ પર્ણો વિનાના વૃક્ષો પર માત્ર એક જ રંગ હશે- પાનખરનો રંગ!   (કોઇ જૈન-મિત્ર આનું બીજું કંઇ અર્થઘટન ના કરે!)
મિત્રો, 'પાનખર' વિષય આપણે ગયા વર્ષે જ આપ્યો હતો... એટલે આ વખતે આપણે વિષય રાખીએ- પાંદડુ...પાન...પર્ણ...!
જો કે, જ્યારે આ બ્લોગ શરૂ કર્યો હતો ત્યારે નીલમઆંટીએ એમનાં બ્લોગ પર એક પંક્તિ આપી હતી- "હું તો પીળું થયેલ એક પાંદડું", એનું સંકલિત ત્યારે મેં ઉદાહરણરૂપે આ સહિયારું સર્જન પર સૌપ્રથમ પોસ્ટ કર્યુ હતું... કોઇ પણ નવો વિષય આપવાની શરૂઆત કરવા પહેલાં!  આ તો માત્ર મને એ 'પીળું પાંદડુ' યાદ આવ્યું, એટલે અહીં ટપકાવી દીધું... નહીંતર આજનાં વિષયને એ પોસ્ટ સાથે કોઇ લેવાદેવા નથી હોં... આપણે તો આજે કોઇ પણ રંગનાં પાંદડા રંગીએ...!
અને પાનખરનું નામ આવે અને મને આ પંક્તિઓ તરત જ યાદ આવે....
પીપળ પાન ખરંતા હસતી કુંપળીયા,
મુજ વીતી તુજ વિતશે ધીરી બાપુળીયા...
(આ કવિતાને શોધવાની ઘણી કોશિષ કરી, પરંતુ ક્યાંય મળી નહીં... તમને કોઇને મળે તો મને જરૂરથી મોકલાવશો! )
અને પાંદડુ કે પાન માટે પણ ઘણા કાવ્યો લખાયા છે...
જેમ કે, શ્રી અવિનાશ વ્યાસનું એક ગીત...
પાંદડુ લીલું ને રંગ રાતો
હે જી મારી મહેંદીનો રંગ મદમાતો….
અને શ્રી ર.પા.ની ગઝલનો એક શેર...
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
તો મિત્રો, આપણે સૌ પણ આ પાનખરનાં રૂપાળાં, લોભામણાં અને અલ્પજીવી રંગોમાંથી થોડી પ્રેરણા લઈ... આપણા આ કવિતાનાં ઝાડને (કે છોડને) રંગબેરંગી શબ્દોથી શણગારીશું ને?!!
તો ચાલો સૌ શબ્દોની પીંછી લઈને...
હમણા થોડા દિવસો પહેલા જ આપણે અહીં મેહુલીયો બોલાવ્યો હતો, યાદ છે ને ?
તો મેહુલીયો જ્યાંથી આવે, એ દરિયાને ભુલી જઇએ એ ચાલે ?
મોરી ગાગરમાં દરિયો છલકાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…
કોઇક જ એવું હશે કે જેને દરિયો વ્હાલો ના હોય, ભલે હોય એ કિનારો કે મધદરિયો. ( જો કે મધદરિયે એટલુ આસાનીથી નથી જવાતું કે જેટલી આસાનીથી દરિયાકિનારે જવાય છે :) )
મારા જેવા કેટલાય એવા હશે, જેના માટે દરિયો એ પાણી, રેતી, છીપ અને પવનથી કંઇક વિશેષ છે.
'ડી' નું આ સુંદર લઘુકાવ્ય કંઇક એવું જ કહી જાય છે.
મારો પરિવાર એટલે
સાંજ...
દરિયો...
રેતી...
ઉદાસી..
અને
હું..
દરિયાને કવિતામાં ઢાળવામાં કવિઓએ પણ જરાય કંજૂસઇ નથી કરી. કેટલીક કવિતાઓ દરિયા પર જ લખાઇ છે... કહેવાય છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. એક દરિયા માટે આપણા કવિઓએ કેવી કેવી કલ્પનાઓ કરી છે !
કોઇને દરિયો જોઇને સાંવરિયો યાદ આવે...
અમે દરિયો જોયો ને તમે યાદ આવ્યા,
અમે દરિયો ખોયો ને તમે યાદ આવ્યા.
( કવિ : ભાગ્યેશ જહા )
તો કોઇ તો દરિયાને જ સાંવરિયો કહી દે...
દરિયો રે દરિયો રે મારો સાંવરિયો
દરિયામાં ડૂબી ડૂબી જાઉં,
હું તો બાવરી... બાવરી ઓ...
( કવિ : મહેશ શાહ )
આમ ભલે રણ અને દરિયો દૂર દૂર રહ્યાં... પણ આપણી કવિતામાં ઘણીવાર એ ભેગા જોવા મળે હોં..
ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા.
( કવિ : ડો. મહેશ રાવલ )
આંખોમાં દરિયો થઇ છલકાવું હોય
અને સહરાની જેમ પછી બળવું પડે
( કવિ : રવિન્દ્ર પારેખ )
અને કવિ દત્તાત્રય ભટ્ટ તો રણ ને જ રેતનો દરિયો કહે છે.
રેતનો દરિયો અહર્નિશ વિસ્તરે,
ઝાંઝવાં ટોળે વળે મારી ભીતર.
પ્રણયગીતોમાં તો દરિયો કેવો સરસ રીતે છલકાય છે...
દરિયાના મોજાં કંઇ રેતીને પૂછે, ‘તને ભીંજાવું ગમશે કે કેમ ?’;
એમ પૂછીને થાય નહીં પ્રેમ.
( કવિ : તુષાર શુક્લ )
સાંવરિયો રે મારો સાંવરિયો
હું તો ખોબો માગું ને દઈ દે દરિયો !
( કવિ : રમેશ પારેખ )
અને ઝવેરચંદ મેઘાણીના આ હાલરડામાં તો દરિયાને સૂતા બાળક સાથે સરખાવ્યો છે.
દરિયો ડોલે રે માઝમ રાતનો, હે….ઝૂલે જાણે પારણે મારો વીર રે,
મધરાતે માતા રોતા વીરાની દોરી તાણતી.
ચલો... બહું થયું... આમ જ જો એક એક કરીને દરિયાના ગીતો અહીં મુકી દઇશ તો ક્યાંક આ કમ્યુટર સ્ક્રીન ભીનો થઇ જશે.... :D
હવે આગળનું કામ તમારું.. એટલે કે તમને દરિયાના ગીતો ભેગા કરવાનું નથી કહેતી, દરિયા પર ગીત, કવિતા, ગઝલ, શેર લખવાનું કહું છું. પણ યાદ રાખજો હોં, કે આપણે દરિયો શબ્દ પકડી રાખ્યો છે. આમ તો સાગર, સમુદ્ર, સિંધુ, જલધી... કેટલાય નામો છે.. પણ એ બધાની વાત પછી ક્યારેક...
આજે તો બસ.... દરિયો ... દરિયો... દરિયો.... હો દરિયો....
મિત્રો, થોડા દિવસ પહેલાં 23મી સપ્ટેમ્બરે ગુજરાતી બ્લોગર-મિત્રોની સૌપ્રથમ મિટીંગ અમદાવાદ ખાતે યોજાઈ હતી... જ્યાં જુગલકાકાએ સૌ મિત્રોને પ્રેમથી કચોરી, સમોસાં અને આઈસ્ક્રીમ પણ ખવડાવ્યા હતા (અમારું પાર્સલ હજી મળ્યું નથી જુકાકા!)... મિટીંગમાં મળેલા સૌ મિત્રોને હાર્દિક અભિનંદન અને (મારા જેવા) ન મળી શકનારાઓને ભવિષ્યમાં મળી શકવા માટે તેમ જ ભવિષ્યનાં મહાસંમેલન માટે શુભકામનાઓ!  મિટીંગનો અહેવાલ તો આપણને પિંકી, જુગલકાકા અને અન્ય મિત્રોએ સમયસર આપ્યા જ કર્યો હતો... અને એની પૂરી વિગતો આપ સૌ જુગલકાકાના બ્લોગ પર વાંચી શકો છો.
આજે અહીં કવિતાનાં વિષયની જગ્યાએ હું ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગની વાત કેમ કરવા બેસી ગઈ હશે... એવું જ વિચારો છો ને તમે?!!  :-)  તો મિત્રો, એ એટલા માટે કે આજનો વિષય જ મેં એ રાખ્યો છે... ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ!!  હવે એના વિશે શું લખવું અને કેવી રીતે કવિતા-જેવું-કંઇ લખી શકાય એવું તમે મને ના પૂછતા હોં... આ તો મને જેવો વિચાર આવ્યો એવો જ મેં એને અહીં ટપકાવી દીધો... બાકી, મારી પણ આજ મૂંઝવણ છે!!
હા, પણ કવિતા-સર્જન માટે જેવો આ વિષય સૂઝ્યો, એવી જ મને યાદ આવી... આપણા પ્રિય બ્લોગર-મિત્ર નીલમ આંટીએ ગયા વર્ષે લખેલી 'વિશ્વગુજરાતી' નામની એક કવિતા...
શુભેચ્છાઓનો કૃત્રિમ વરસાદ
અને વહેવારિયા શબ્દોનું વહાલ
ન ખપે મને………
હું તો ઝંખુ "અંતરની વાણી"
કરી "સર્જન સહિયારૂ"
થનગની રહું ભૂલકાઓના "કલરવ" થી
"હાસ્યના દરબાર" થી રહું મલકી,
"રીડ ગુજરાતી" રીડ કરી
"શિવશિવા" ની કરું ઝાંખી
“જયદીપ ના જગત” થી
કરું સહેલ કાશ્મીરની….
"મારું જામનગર" તો રહ્યું સદા પોતીકું
નજરોને "વિશાલ"કરી,
"લયસ્તરો"માં ડૂબકી મારું
"વાતચીત" કે "સંમેલન" સાથે સંકળાઇ
"અમીઝરણા" માં "ઉર્મિસાગર"થી છલકાઇ
"વિવેક"ની નીરક્ષીર વૃતિ સાથે
"વિજય" પ્રસ્થાન કરી…
"મોરપિચ્છ" નો કરી સંગાથ..
કરું પ્રયત્ન પહોંચવાના સદા…….
"પરમ સમીપે".
બીજી એક રચના પણ મને યાદ આવે છે, આપણા વ્હાલા બ્લોગર-મિત્ર જુગલકાકાની...
સુત્રે મણિગણા ઈવ (અનુષ્ટુપ છંદ)
‘નેટ’ની દોરીએ કેવાં પ્રોવાયાં આપણે  સહુ
માળાના મણકા જેવા, સ્નેહના બંધને  બહુ !
‘વેબ’નું વિસ્તર્યું જાળું તાંતણા તાંતણા થકી,
વિશ્વને ભરડો લેતું, હૈયાં સૌ સાંધતું  નકી.
સમયો સૌના નોખા, નોખી નોખી ઋતુ,અને
નિયમો, સહુને નોખા રીવાજો, દેશ-દેશને.
છોને વ્યવસાયે  વ્યસ્ત, ત્રસ્ત  સંસારસાગરે,
તો ય આ ”નેટડે” મસ્ત સૌ છલકે નિજ-ગાગરે!
વિવિધા આટલી ઝાઝી, ટેન્શનો આટલાં નર્યાં;
તો ય આ “વેબડો” સૌને રાખે ઉલ્લાસથી ભર્યાં!
વિસ્તર્યાં વિશ્વમાં આ સૌ, ઈલેક્ટ્રોનીક્સનાં જીવ
સંધાયાં એક સૌ ભાષા-સુત્રે મણિગણા ઇવ !!
હવે આ પ્રકારની કવિતા બીજા કોઇએ લખી હોય એવું મને તો યાદ નથી આવતું...
અને યાદ કરવા કરતાં, ચાલો ને મિત્રો, આપણે જ લખવા માંડીએ...
ગુજરાતી બ્લોગ, બ્લોગર અને બ્લોગીંગ વિષય પર....
મિત્રો, આમ તો આપણે આગળ મેઘરાજાનાં આગમન વખતે જૂનમાં જ 'વરસાદ' વિષય આપ્યો હતો... અને આપણા બધા કહ્યાગરાં અને પ્યારા મિત્રોએ ખરેખર અહીં આપેલા શબ્દ 'વરસાદ'ને જ બરાબર પકડી રાખ્યો હતો... આભાર મિત્રો!   :-)   એટલે આજે મને થયું કે અહીં પહેલા જો ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હોય તો આજે ધોધમાર મેહુલીયો કેમ ના વરસે ?!!   ખબર નહીં કેમ, પણ જ્યારે હું વરસાદ શબ્દ બોલું છું ત્યારે મને એ જરા ધીરગંભીર વડીલ જેવો લાગે છે, અને જ્યારે મેહુલીયો શબ્દ બોલું છું તો મને એ એકદમ બાળક જેવો તોફાની, નખરાળો અને ધોધમાર લાગે છે...!!  તમને શું લાગે છે મિત્રો??  :-?
ચોમાસાની ઋતુ જ્યારે હવે વિદાય થવાની તૈયારીમાં જ છે ત્યારે મેઘરાજાને વિદાય આપવા માટે આપણે આજે ફરીથી અહીં વરસાદની જ કવિતા લખીએ, પરંતુ ગંભીર વરસાદની નઇં હોં... તોફાની, નખરાળા ને ધોધમાર મેહુલ કે મેહુલીયાની કવિતા... ચાલશે ને?!  (એમ તો તમે પણ મને ભવિષ્યનાં વિષયો વિશે સૂચન આપી શકો છો હોં મિત્રો!)
આજે જ મેં મારા ગાગરમાં સાગર બ્લોગ પર કવિ કિરણ ચૌહાણનું મેહુલીયો આયો ગીત મૂક્યું છે... અને એનું સંગીત પણ મેહુલીયાએ જ... આઇ મીન, મેહુલ સુરતીએ આપ્યું છે... :-)
મોરી ગાગરમાં દરિયો છલકાયો,
કે બેની મારે રુદિયે ધોધમાર મેહુલીયો આયો…
આખું ગીત અહીં વાંચો અને સાંભળો...
હમણાં થોડા દિવસ પહેલાં જ મેં નખરાળા મેહુલીયા પર એક ગીત લખ્યું હતું... (હા, આ વખતે મેં જરા અંચઈ કરી લીધી છે!)
ઓ મેહુલીયા...
તું બહુ નખરાળો...
ક્યારેક ઝરમર વરસે…
ક્યારેક ધોધમાર વરસે…
આખું ગીત અહીં વાંચો...
મિત્ર વિવેકે એક મજાનું વરસાદી બાળગીત લખ્યું છે... એમાં એણે તોફાની મેહુલીયાને તો નથી બોલાવ્યો, પણ બાળકો સાથે એમાં રમતાં-રમતાં ભીંજાવાની મજા તો તમને જરૂર આવશે!
ચાલ ને ભેરુ ન્હાવાને, વરસાદની મોસમ છે,
ધરતી સાથે વાદળના સંવાદની મોસમ છે.
છરાવાળી તારી હોડી,
મારી સીધી-સાદી;
કોની હોડી આગળ જાશે,
ચાલીએ છાતી કાઢી
આખું ગીત અહીં વાંચો...
અને મેહુલીયાનું નામ આવે ત્યારે કવિ શ્રીઅવિનાશ વ્યાસનું આ ગીત તો શેં ભૂલાય?!  'વરસાદ' વખતે યાદ કરાવ્યું જ હતું પણ આજે ફરીથી યાદ કરાવી દઉં...
કાનમાં પવન કહીને ચાલ્યો- કે હે આવે મેહુલિયો રે!
ધીખરતી ધરતીને માથે ભીનો ભીનો વીંઝણલો ઢાળ્યો.
દૂર દૂર દૂર દખ્ખણના ઢોલ વાગ્યાઃ મસ્ત મેહુલિયો આયો રે !
તો ચાલો મિત્રો, તૈયાર થઈ જાવ... બાળક બની મેહુલીયા સાથે થોડું તોફાન કરવા માટે... અને હા, તમે જો પૂરતો પ્રયત્ન કરશો તો મેહુલીયો અવશ્ય તમારી કવિતામાં પણ પધારશે જ હોં... અને એમ તો ભીંજાવાની મજા જ કંઇ ઓર હોય છે પરંતુ જો તમારે ભીંજાવું ના હોય તો છત્રી ખોલીને કવિતા લખવા બેસજો... કારણ કે આ તોફાની મેહુલીયાનો કાંઇ ભરોસો નઇં... એ તમારી કવિતામાં ધોધમાર વરસે ય ખરો...!  અને જ્યારે વરસે ત્યારે ય કાંઇ ભરોસો નઇં કે કવિતાનાં કયા સ્વરૂપે વરસે...?!!  :-)
સૌ મિત્રોને સહિયારું સર્જન તરફથી ગણેશચતુર્થીની હાર્દિક શુભકામનાઓ... શ્રી ગણપતિ બાપ્પા આપ સૌના વિઘ્નો હંમેશા દૂર કરતા રહે એવી શુભેચ્છાઓ!
આજે ગણેશચતુર્થી હોય અને આપણે આપણા વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીને યાદ ન કરીએ તે કેમ ચાલે?  પણ આજે આપણે એમના કરતાં વધારે એમનાં પ્રિય વાહન મૂષક મહારાજને યાદ કરીએ...  હા, ઉંદરભાઇને સ્તો! :-)
આજનો વિષય રાખીએ... ઉંદર!   હવે તમને જરૂર પ્રશ્ન થશે કે આ ભાઇ આ ઉંદર પર હવે શું લખવું?  વાર્તા કહું તો આપણને પેલી 'ઉંદર સાત પૂછડીયો' વાળી વાર્તા તરત જ યાદ આવે... પરંતુ ઉંદર પર વળી કવિતા લખાય ખરી??   મિત્રો, તમને ખબર જ હશે કે આપણા બાળગીતોમાં તો દરેક પ્રાણીઓ વિશે કાવ્યો આવે છે, તો આપણા ઉંદરભાઇ કેમ બાકી રહે?!... (પણ મને હમણાં એકે ય યાદ નથી આવતું હોં!   જો તમને યાદ આવે તો અહીં જરૂર જણાવજો.)  હા, વિષય જરૂર અઘરો છે પણ આજે તો વિઘ્નહર્તા પ્રભુ આપણને જરૂર મદદ કરશે જ... હા, તમારે થોડા લાડુ પ્રસાદમાં વધારે ચઢાવવા પડશે... ખાવા નહીં, ચઢાવવા પડશે !!  :-D
આપણાં એક સુરતી કવિમિત્ર વિવેકે... અરે, આપણાં વિવેક ટેલર નહીં હોં... બીજા સુરતી કવિમિત્ર શ્રી વિવેક કાણે 'સહજ'એ 'ઉંદરડા' શબ્દને રદીફ તરીકે લઈ ખૂબ જ મજાની ગઝલ લખી છે... લ્યો, જુઓ... (હવે અહીં સુરતનો કમાલ છે કે પછી કવિનાં નામનો કમાલ છે એ તો તમે જ વાંચીને નક્કી કરજો હોં મિત્રો! :-) )
ગમે તો ઠીક, અને ના ગમે તો તારા ભોગ
આ જિંદગી એ ફરજીયાત હોડ ઉંદરડા.
આખી ગઝલ અહીં લયસ્તરો પર વાંચો...
તો ચાલો મિત્રો, આજે આપણે ઉંદરભાઇને આપણી કવિતામાં જ દોડાદોડી કરાવીએ... કોઇપણ કાવ્યપ્રકાર લઇને...
થોડા દિવસ પર જ જન્માષ્ટમી હતી... અને સૌ મિત્રોએ ખૂબ પ્રેમ અને ભાવથી ઉજવી જ હશે... અને અહીં આપણે પણ શ્રાવણ મહિનામાં શિવજીની શબ્દપૂજા કરી હતી, તો પછી આપણા નટખટ કન્હૈયાને કેમ ભૂલાય?  આજે આપણે કન્હૈયાને આપણા શબ્દોમાં બાંધવાનો પ્રયત્ન કરીએ તો?!... જો કે, આમ તો એ નખરાળો કાનુડો યશોદામૈયાએ બાંધેલા બંધનમાં પણ બંધાયો નથી, પણ આપણે કમ સે કમ પ્રયત્ન તો કરીએ જ ને... ન બંધાય તો કાંઇ નહીં કે પછી કદાચ એવું પણ બને ને, કે એ આવીને એની મેળે જ આપણા કાવ્યમાં બંધાઈ જાય?!!  :-)
તો ચાલો આજે આપણે લખીએ... બાળ કન્હૈયા અને એની બાળલીલા વિશેની કવિતાઓ... તમારે એને જે નામથી બોલાવવો હોય એ નામથી બોલાવી શકો છે... કૃષ્ણ, કાળીયો, કા'નો, કન્હૈયો, ઘનશ્યામ, નંદકિશોર, યશોદાનંદન... અરે, એના એટલા નામો છે કે એના બધ્ધા નામો લખવાથી જ એક કવિતા લખાઇ જશે... :-)
અને આમ તો કાનાને યાદ કરો એટલે રાધારાણી પણ એની મેળે જ આપણી યાદમાં રૂમઝૂમ કરતાં આવી જાય છે...  પરંતુ બની શકે તો આપણે આજે માત્ર બાળ કન્હૈયાની જ કવિતાઓ જ લખીએ... કૃષ્ણ-રાધાનાં પ્રેમનો વિષય આપણે ફરી કોકવાર જરૂરથી રાખીશું.
નરસિંહ મહેતાનાં આ અત્યંત લોકપ્રિય કૃષ્ણગીતથી કોણ અજાણ્યું હોય શકે? જે આપણે સૌ નાનપણમાં શાળાઓમાં ભણ્યા જ છીએ...
જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે…
આખું ગીત ટહુકા પર વાંચો અને સાંભળો...
બાળ કન્હૈયાનું એક મને ખૂબ જ ગમતું ગીત...
કાનજી તારી મા કે’શે પણ અમે કાનુડો કે’શું રે
એટલું કે'તા નહીં માને તો ગોકુળ મે'લી દેશું રે
આ વખતે આનાથી વધારે રચનાઓ હું શોધી કરી શકી નથી... સોરી હોં!  :-)  પરંતુ તમને બાળકૃષ્ણની વધુ રચનાઓ મળે કે ખબર હોય તો અહીં જરૂરથી મૂકી શકો છો...
આગળ એકવાર મેં કન્હૈયા પર થોડી મુક્તપંચિકાઓ લખી હતી... જેમાંની એક,
કરે તું મને
પગપ્રહાર,
બનાવે જો સુંદર
ફરી, તો બનું
હું પણ કુબ્જા!
તો ચાલો મિત્રો, હવે તમે પણ કાનુડાનું આવાહન કરો... તમારી કલમમાં (કે કી-બોર્ડમાં)!!  અને લખો કોઇ લઘુકાવ્ય, મુક્તપંચિકા, હાઇકુ કે કાંઇ પણ...
જય શ્રીકૃષ્ણ!
ગયા વખતે આપણે શ્રાવણ વિષય આપ્યો હતો... અને શ્રાવણમાં મહાદેવજીને યાદ ન કરીએ તો કેમ ચાલે?
એટલે કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે... મહાદેવ... શંકર... નીલકંઠ... કે શિવ... શંકર ભગવાનનાં કોઈ પણ નામ પરથી લઘુકાવ્ય કે કોઇ પણ પ્રકારનું કાવ્ય અથવા પ્રાર્થના કે સ્તુતિ જેવું જ કંઇક લખીએ... ગુજરાતી બ્લોગ જગતમાં મહાદેવજીનું નામ આવે એટલે આપણને નીલાબેન કડકિયાનું 'મેઘધનુષ' અચૂક યાદ આવે જ...
નીલાઆંટીએ મહાદેવજી પર લખેલી મુક્તપંચિકા...
હે ગંગાધારી,
હે ત્રિપુરારી,
પૂછું શિશ નમાવી
હું નમનની
છું અધિકારી?
વધુ અહીં વાંચો...
મારી એક રચનાની એક પંક્તિ...
મહાદેવ થઇને જે પૂજાય છે પાયણાં,
માનવ મથાળે એજ કૂટાય છે પાયણાં.
તો ચાલો મિત્રો... મહાદેવજીનાં કાવ્યો લખી આપણે એમને પ્રસન્ન કરીએ...
મિત્રો, આજે એક શબ્દ આપું છું.... શ્રાવણ!
આજે શ્રાવણ શબ્દનો કોઇ પણ રીતે ઉપયોગ કરી એક કાવ્ય લખીએ... શ્રાવણ શબ્દ સાંભળીને તમને જે કાંઇ પણ (કે જે કોઇ પણ) યાદ આવે એને આજે કાવ્યમાં કેદ કરી જ લ્યો!
શ્રાવણ શબ્દની સાથે મને તો પેલું બાળગીત જ પેલ્લું યાદ આવે છે...
અડકો દડકો દહીં દડૂકો
પીલુ પાકે શ્રાવણ ગાજે ઊલ મૂલ ધંતૂરાનું ફૂલ સાકર શેરડી ખજૂર... (બસ, આટલું જ યાદ છે અત્યારે!)
શ્રી બાલમુકુંદ દવે કહે છે કે...
આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.
આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી,
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.
આખું કાવ્ય વાંચો, કવિલોક પર...
તો ચાલો, લખવા માંડો મિત્રો... શ્રાવણ વિશે કંઈક... લખવાની કોઈ પ્રેરણા ન મળતી હોય તો જરા વરસાદમાં ભીંજાઈ આવજો... જરૂર પ્રેરણા મળી જશે હોં!  (હું પણ આજકાલ વરસાદની જ રાહ જોઉં છું... દેશનાં ચોમાસી વરસાદની નહીં, અમેરીકાના બારમાસી વરસાદની! :-) )
મિત્રો, તમને યાદ હશે જ કે એકવાર અહીં "કોણ માનશે?" ની પોસ્ટ આપવામાં આવી હતી, જેમાં ઘણાં મિત્રોએ ભાગ પણ લીધો હતો... (ન લીધો હોય તો હજીયે ભાગ લઈ શકો છો!)
આજે હું 'કોને ખબર?' શબ્દો આપું છું... જેનાં પરથી આપણે કાવ્યો/ગઝલો લખવાનાં છે... (હા, મેં ય કાંઇ નથી લખ્યું હજી!)
'કોને ખબર?' રદીફવાળી શ્રી ર.પા. ની એક ખૂબ જ સ-રસ ગઝલ છે, જે મોટેભાગે બધાએ વાંચી જ હશે...
પાંદડું કેવી રીતે પીળું થયું કોને ખબર ?
એટલે કે ઝાડમાંથી શું ગયું કોને ખબર ?
આખી રચના અહીં વાંચો...
આ રદીફ આપવાની ઈચ્છા સાથે આપણાં બ્લોગ-મિત્ર બિમલ(બાબુ) દેસાઈ 'નારાજ' એ એમની આ રચના પણ મોકલાવી હતી...  આભાર બિમલ!
કોણ કોને ઝંખે છે કોને ખબર?
હું તને કે તું મને કોને ખબર?
કોણ આવે છે રદીફ કાફીયા બની?
કોણ ગઝલમાં ઝળહળે કોને ખબર?
લ્યે હથીયાર મેં નીચે મુકી દીધા.
તોયે જીત્યો કોના બળે કોને ખબર?
બંધ મુઠ્ઠીમાં હજારો રાઝ છે છુપાવ્યા
શું શું છે આ પગતળે કોને ખબર?
આ ગઝલનું ઝરણું નાભિથી વહયું છે.
સાગરમાં ભળે કે ના ભળે કોને ખબર?
હું પાર્થના તીરે વીંધાયેલ માછલીની આંખ
કોણ આ પાંચાલીને કહે કોને ખબર?
જે હું શોધું યાદના લીલાવન મહીં
“નારાજ” મળે કે ના મળે કોને ખબર?
આ રચના ખરેખર ખૂબ જ સુંદર છે... પરંતુ જો આને છંદમાં ઢાળવામાં આવી હોત તો કદાચ એ વધુ ખીલી ઉઠત..!!
તો ચાલો મિત્રો, આપણે પણ 'કોને ખબર?' ની અટકળો શરૂ કરીએ... 'કોને ખબર?'  શબ્દોને તમે રદીફ તરીકે પણ લઈ શકો છો અથવા 'કોને ખબર?' ની અટકળ કરતું કોઈ અછાંદસ કાવ્ય પણ લખી શકો છો.... ગુડ લક! :-)
ગયા શુક્રવારે મેં એક પંક્તિ આપી હતી...  “આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?”... એ જ છંદ, કાફિયા અને 'શું કરુ?' રદીફ લઈને ગઝલ, શેર કે પંક્તિ લખવાનું આમંત્રણ હતું...  પરંતુ એક સ્નેહી મિત્રએ મને જણાવ્યું કે 'શું કરું?' 'શું કરું?' માં ઘણું મગજ ઘુમાવ્યુ પરંતુ કશું લખાયું જ નહીં... અને મેં એમને જવાબ પણ આપ્યો કે, 'લખવાનું મને કંઇ સુઝતું નથી, શું કરું?' એવું જ કંઇક લખી દ્યો ને મિત્ર?!  :-)  જો કે, એ મિત્રનાં કહેવા સાથે હું પણ સન્મત છું કે ઘણીવાર મારી મચડીને આયાસો કરવાથી કશું લખાતું જ નથી... અને જે લખાય છે એ કદાચ એટલું અસરકારક નથી હોતું... પરંતુ કાંઇ નહીં મિત્રો, આ તો આપણી પોતાની જ પોએટ્રી વર્ક-શોપ છે એટલે કોઈ સખત બંધન નથી... આપેલા વિષયમાં તમે છંદ, અને કાફિયાની થોડી છૂટછાટ પણ લઈ શકો છો!  બસ, તમારી કવિતા આપેલા વિષયથી બહુ અળગી ન થાય, એનું બને એટલું ધ્યાન રાખવાની કોશિશ કરવી... પછી તો જેવી કવિતામાતાની ઈચ્છા કે એમણે કેવી રીતે અને ક્યાં પધરામણી કરવી છે!! :-)
હા, તો એ મિત્રની ન લખી શકવાની દુવિધાને લીધે મને આજે વિચાર આવ્યો કે આ વિષય પણ બહુ જ મજાનો છે હોં... કે 'શું લખું?' !!!  આપણને સૌને ઘણીવાર કશુંક ન લખી શકવાની દુવિધા અને એની પીડા પણ ક્યારેક થતી હોય છે... મને પણ ઘણીવાર થાય છે :-(  ... અને તમને પણ ક્યારેક ક્યારેક તો થતી જ હશે.... તો આજે આપણે આપણી એ દુવિધા અને પીડાને જ વાચા આપવાની એક કોશિશ કરીએ તો...?
મને બરાબર યાદ છે કે મિત્ર વિવેકે એકવાર 'શું લખું?' ની દુવિધામાં આખી એક ગઝલ લખી નાંખેલી...
નવા વર્ષની હું કથા શું લખું ?
શરીર એ જ, વસ્ત્રો નવાં, શું લખું ?
આખી ગઝલ અહીં વાંચો...
મિત્રો, શું તમને પણ ક્યારેક કંઈક ન લખી શકવાની દુવિધા સતાવે છે ખરી??  તો ચાલો, એ જ વિષય પર આજે આપણે કંઇક લખી નાંખીએ...  કોઇ પણ બંધારણની છાંદસ - અછાંદસ રચના...
પણ મને વિચાર આવે છે કે આ 'શું લખું?' વિષય ઉપર આખરે હું શું લખું? :-? ...
(કારણ કે મેં આ વખતે બિલકુલ અંચઈ નથી કરી હોં... પહેલેથી ખરેખર કંઈ જ લખી નથી રાખ્યું!)
મિત્રો, આજે એક પંક્તિ આપું છું... જેવી રીતે મુશાયરાઓમાં આપવામાં આવે છે ને, બસ એવી જ રીતે... :-)
પંક્તિ:  "આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?"
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગા
કાફિયા: ખૂટ્યો, લાગ્યો, તૂટ્યો, જીવ્યો, વગેરે જેવા શબ્દો...
રદીફ: શું કરું?
જે મિત્રો છંદના અભ્યાસુ છે એઓ આ છંદમાં અને આજ રદીફ અને કાફિયાઓ લઇને લખવાનો પ્રયત્ન કરે...!  જેઓને નથી આવડતો એ સૌ છંદને અવગણી એટલીસ્ટ આજ કાફિયા અને રદીફને લઈને ગઝલ, શેર કે મુક્તક લખે... અને જેઓને છંદ શીખવું છે પણ છંદનાં નામથી ડરે છે, એમને હું મારા નિજ અનુભવ પરથી કહું છું કે મિત્રો, એટલું બધું અઘરું પણ નથી આ છંદ શીખવાનું હોં... હા, એકદમ સરળ પણ નથી, પરંતુ મારા હિસાબે પહેલાં ખાસ જરૂરત છે છંદને ગઝલમાંથી ઓળખી શકવાની અને એને માટે આપણા કવિઓની સારી સારી ગઝલોનો અભ્યાસ કરવાની... જે માટેનો મારો અભ્યાસ તો હજી પણ ચાલુ જ છે અને હંમેશા ચાલુ જ રહેવાનો છે... કારણ કે મને જે એક-બે છંદો આવડ્યાં છે એમાં મેં સાચ્ચે જ કોઇ એવી મોટી ધાડ નથી મારી, પરંતુ આટલું આવડવાથી આ છંદ (જે મને એક સમયે એલીયન જેવો લાગતો હતો!) નાં રસ્તે આગળ જવાની ધગશ હજી એવી જ રહી છે જે મારે માટે ઘણી મોટી વાત છે...!!  અને એ માટે મારા છંદ-શિક્ષક-મિત્રોને મારા સ્નેહવંદન...!!
કવિ શ્રી આર.જે. નિમાવતનો એક શેર છે...
લો રહ્યાં અકબંધ સ્વપ્નાં આંખમાં;
આપણો સંબંધ ખૂટ્યો શું કરું !
આ આખી ગઝલ કોઇ પાસે હોય તો અહીં જણાવશો...
આપણા કવિ-મિત્ર વિવેકનું કહેવું છે કે...
જિંદગીનો પથ હજી બાકી હતો,
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
વિવેકની આ આખી ગઝલ અહીં વાંચો...
મિત્ર વિવેકની પાસેથી આ પંક્તિ લઈને મેં પણ એક ગઝલ લખી છે... એ ય પાછી છંદમાં હોં...  :-)
(હા, આ વખતે પણ મેં જરા અંચઈ જ કરી છે... વિષય આપવા પહેલાં જ આ ગઝલ લખી દઈને... )
આપણો સંબંધ ખૂટ્યો, શું કરું?
સ્નેહનો આ તાર તૂટ્યો, શું કરું?
મારી આ આખી ગઝલ અહીં વાંચો..
મિત્રો, તૈયાર છો ને તમે?   ભૂલી તો નથી ગયા ને આપણા કાવ્ય-સર્જનની પ્રેક્ટિસ...??
તો ચાલો લખવા માંડો...
'શું કરું?' રદીફ  પરની કોઈ પણ રચના...
બની શકે તો આ જ છંદમાં...
આ જ રદીફ અને કાફિયાઓની સાથે...
નાશવંત શરીર છોડીને જનારા સ્વજનોની પાછળ અમર થઈ જનારા ઘણાં શાશ્વત ગીતો અને યાદગાર કવિતાઓ રચાયાં છે...!
જેમ કે, કવિશ્રી નરસિંહરાવ દિવેટીયાની આ અમર રચના... જે આવા દુ:ખદ પ્રસંગે કદાચ બધાં જ એને સૌ પ્રથમ ગાય છે...
મંગલ મંદિર ખોલો,
દયામય ! મંગલ મંદિર ખોલો !
કરસનદાસ માણેકની એક અમર રચના...
જીવન અંજલિ થાજો !
મારું જીવન અંજલિ થાજો !
બીજું મને ખૂબ જ ગમતું એક અંજલિગીત... પરંતુ એના કવિ વિશે મને કંઇ જ ખબર નથી.
હે નાથ! જોડી હાથ પાયે પ્રેમથી સહુ માંગીએ,
શરણું મળે સાચું તમારું એહ હૃદયથી માંગીએ;
જે જીવ આવ્યો આપ પાસે, ચરણમાં અપનાવજો,
પરમાત્મા, એ આત્માને શાંતિ સાચી આપજો.
મિત્રો... તમને થશે કે આજે તમને આ અંજલિ ગીતો હું કેમ યાદ કરાવું છું?  તો એ એટલા માટે, કે આજનો આપણો કવિતાસર્જનનો વિષય છે, અંજલિ... કોઈકને અંજલિ આપવા માટે આજે આપણે અંજલિકાવ્યો લખીએ... આપણા બધાના જીવનમાં કોઇ ને કોઇ તો એવું હશે જ કે જે હવે આ દુનિયામાં હયાત નહીં હોય, જેની ગેરહાજરી તમને વારે-તહેવારે જરૂર સતાવતી હશે...  કોઇ સ્વજન, કોઇ મિત્ર અથવા નિરાલી જેવું કોઇ એકદમ અજાણ્યું જણ જે આપણા હૃદયને જરૂર ક્યાંક સ્પર્શી ગયું હશે...  તો એ સૌને આપણે આજે કાવ્યાંજલિ આપીએ તો?!    તમે કોઇને માટે લખેલી રચના પણ અહીં મૂકી શકો છો... નહીંતર આપણે તો અહીં કવિતા-સર્જનની પ્રેકટીશ કરવાની જ છે ને... એટલે નવી જ કોઇ રચના લખી દઈએ...
લ્યો, સૌપ્રથમ શરૂઆત આજે હું જ કરું છું... (જો કે મેં થોડું ચીટીંગ તો કર્યુ જ છે... કારણ કે પ્રથમ આ રચના લખી છે અને એના પરથી આ વિષય આપવાની બુદ્ધિ આવી છે... :-) )
નિરાલી નાયકને શબ્દાંજલિ આપવા માટે આ રચનાઓ મેં લખી છે... જે નિરાલીનાં પ્રશ્નો અને પ્રભુનાં ઉત્તરરૂપે લખી છે!
નિરાલી પૂછે છે કે...
તારા આંગણની હતી, નાજુક કોમળ-શી કળી,
મારી ડાળથી નાથ મારે, કેમ અલગ થાવું પડ્યું?
પ્રભુ ઉત્તર આપે છે કે...
હે સુકોમળ-શી કળી!  ના તેં કર્યા કો’ પાપ છે,
આવિયા’તા સંગ તારી, ગત જનમનાં કર્મ છે.
રીડગુજરાતી પર કમલેશ પટેલની એક રચના આપણા પ્રિય કવિ સ્વ. શ્રી ર.પા. માટે...
ઓ રમેશ ! તે કેવો લીધો છે વેશ !
કોઈને કહ્યા વિના, તેં સ્વર્ગમાં કર્યો પ્રવેશ !
આપણા હરીશકાકાની મુક્તપંચિકાઓ આપણા પ્રિય કવિ સ્વ. શ્રી ર.પા. માટે...
પાન ફરકે
અને સઘળા
પ્રસંગ યાદ આવે!
પણ, રે! હવે
રમેશ નથી!
તો મિત્રો, ચાલો આપણે કાવ્યસર્જન કરી આપણા વ્હાલુડાંઓને આપીએ... અંજલિ... શ્રદ્ધાંજલિ... પ્રેમાંજલિ... શબ્દાંજલિ... કાવ્યાંજલિ... (કે પછી આપણા ચિરાગભાઈની જેમ અંજલિરૂપે આખો બ્લોગ જ-) સ્વરાંજલિ...!!
આજે મારા વિશાલનો 'હેપ્પી બર્થ ડે' છે :) એટલે આજે કવિતા હોય કે કિચન, વિશાલને લગતું અને વિશાલને ગમતું જ દેખાય ને મને તો...!! તો ચાલો, તમને પણ મારી સાથે બાળગીત જ લખવાનું આમંત્રણ આપું ને..!!
જન્મદિવસની શુભેચ્છા આપતું કોઇ ગુજરાતી ગીતના મળ્યું, એટલે હમણા તો આ હિન્દી ગીતથી જ શરૂઆત કરું.
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
જનમદિન મુબારક મુબારક તુમ્હેં…
બાળગીતોનું એક અલગ જ વિશ્વ છે.. એમ પણ કહેવત છે ને, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. અને કવિ જ્યારે બાળકોને ધ્યાનમાં રાખીને કલ્પનાના ઘોડા દોડાવે, ત્યારે તો જે ન થાય એ ઓછું...!!
રમેશ પારેખનું આ ગીત બાળપણમાં કેટલું ય ગાયું હશે બધા એ :
એકડો સાવ સળેખડો, બગડો ડિલે તગડો
બંન્ને બથ્થંબથ્થા બાઝી, કરતા મોટો ઝગડો
તગડો તાળી પાડે, ને નાચે તાતાથૈ
ચોગડાની ઢીલી ચડ્ડી સરરરર ઉતરી ગઇ
અને બાળપણ એટલે ધિંગા-મસ્તી અને મનમાની કરવાનો પણ વણલ્ખ્યો હક મળે..!! અને એમાં પછી મમ્મી-પપ્પાઓ કક્કો ઘુંટવા કે એ.બી.સી.ડી. લખવા બેસાડે, તો બાળક કંઇક આવું જ કહે ને -
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
રૂડી રૂપાળી ચોપડીને
પૂંઠૂં ચડાવી દઉં
તમને ગમે તો સરસ મજાનું
સ્ટીકર લગાડી દઉં.
દાદા, મને વાંચવાનું કહેશો નહીં.
અને ચલો ધારી લો કે સામ-દામ-દંડ-ભેદ માંથી એકાદ ઇલાજ કામે લાગે, તો પછી નોટબુકમાં જોવા શું મળે ?
મનજીભાઈની નોટબુકમાં ઈચ્છાઓના લીટા,
થોડા ત્રાંસા, થોડા સીધા, થોડા આડા-ઊભા.
દિ’ ઉપડે ને મનજીભાઈ તો
નીકળે સેર-સપાટે;
ના પાડો ત્યાં પહેલાં પ્હોંચે,
માને ના કોઈ કાળે,
સાંજ પડે ને થાક્યા-પાક્યા આવી પહોંચે પાછા…
અને બાળપણમાં મિત્રો અને ભાઇ-બહેન સાથે ઇટ્ટા-કિટ્ટા કરવાની, ફિલમ ફિલમ રમવાની અને એવી તો કેટલીય મજા છે, જે મોટેરાઓને નથી મળતી...
તો બાળકો (!!), તૈયાર છો ને બાળગીત લખવા માટે.. ?? જો જો હોં.. આપણે 'कोइ लौटा दे मेरे बीते हुए दिन..' કે પછી 'મારુ બચપણ ખોવાણું' એવા ઉદાસ ગીતો નથી લખવાના... બાળકો માટે, અને બાળકોને લગતા બાળગીત લખવાના છે... !!
આપણે ત્યાં ભલેને એવું કહેવાતું હોય કે પારકા એ પારકા, પરંતુ લાગણીનો સંબંધ એ લોહીનાં સંબંધ કરતાં પણ વધુ ઘેરો હોય છે એવું મારું માનવું છે.  જો કે આમ તો એ બંને સંબંધોની એકબીજા સાથે કોઈ તુલના થઈ શકે જ નહીં... બંનેના રૂપ અલગ છે, સૂર અને તાલ પણ અલગ છે.  તમને થશે કે આ સંબંધમાં પણ સૂર અને તાલ?  હા, સૂર અને તાલ દરેક સંબંધમાં અને એની અભિવ્યક્તિમાં મોજૂદ હોય જ છે.  અને તો યે આપણે લોહીનાં સંબંધ વગર તો કદાચ જીવી શકીએ, પરંતુ લાગણીનાં સંબંધની જો આપણા જીવનમાંથી બાદબાકી કરવામાં આવે તો પછી જીવનમાં જીવવા જેવું જ શું રહે?  જીવન તો જાણે યંત્રવત બનીને જ રહી જાય ને?!  કોઇ પણ માટે લાગણીનાં સંબંધ વગર જીવવું તો શક્ય જ નથી.  તમારું શું માનવું છે?
આમ તો સૌથી મોટો લાગણીનો સંબંધ એટલે કે પ્રેમનો સંબંધ!  પરંતુ અહીં માત્ર એક સ્ત્રી અને એક પુરુષનાં લાગણીનાં પ્રેમસંબંધની વાત નથી... એ સંબંધ તો હોઇ શકે છે બે મિત્રો વચ્ચેની લાગણીનો સંબંધ, અથવા તો કોઇ પડોશીનાં નાનકડા બાળક સાથે બંધાઇ ગયેલો લાગણીનો સંબંધ, અથવા તો કોઇને ધર્મનાં માતા-પિતા કે ધર્મનાં ભાઇ-બહેન તરીકે થયેલી લાગણીનો સંબંધ... લાગણીનાં સંબંધનું કોઇ પણ રૂપ અને રંગ હોઇ શકે!  પરંતુ એ પણ એટલું સાચું છે કે આ સંબંધ જેટલો ઘેરો હોય છે એટલું જ ઘેરું હોય છે એના તરડાવા કે તૂટવાનું દર્દ પણ!
લાગણીનાં સંબંધ વિશે રીડગુજરાતી પર આ બે લેખો ખાસ વાંચવા જેવાં છે...
પોતાનાં-પારકાં -જયવદન પટેલ  અને બે શબ્દોનો સંબંધ – ગિરીશ ગણાત્રા
મિત્રો, તમારે માટે લાગણીનો સંબંધ એટલે શું, એ જરા બતાવશો?  હા, અહીં કાવ્યરૂપે જ તો...!!  અને કાંઇ યાદ ન આવે તો આપણી ગુજરાતી ભાષા સાથે પણ આપણો લાગણીનો જ સંબંધ છે ને?!  અથવા તો આ 'સહિયારું સર્જન' સાથેનો તમારી લાગણીનો બંધાયેલો સંબંધ...  :-)
લાગણીનાં સંબંધ વિશે મિત્ર રાજીવની એક રચના જોઈએ...
આભાર તારો કે આવી સુંદર મિત્રતા આપી
અને આપણા સંબંધમાં કેવી સુંદરતા આપી
દુનિયામાં લોહીના સંબંધ પણ છળી જાય છે
અને મને દોસ્તીમાં પણ કેવી પવિત્રતા આપી
લાગણીનાં સંબંધ વિશેની ઘણી રચનાઓ આપણે ઘણીવાર બ્લોગ-જગતમાં માણી છે... પરંતુ મને અત્યારે યાદ નથી આવતી.  એટલે શોધવા કરતાં ચાલોને લખવાનું જ શરૂ કરીએ...  :-)
અને મિત્રો, ભૂલશો નહીં... આપણે લાગણી વિશે નહીં (હા, એ વિષય પણ કો'કવાર આપીશું!) પણ લાગણીનાં સંબંધ વિશે લખવાનું છે હોં!!
બે દિવસ પહેલાંજ એક ટહુકો સંભળાયો ત્યારે જ મને ય ખબર પડી કે ગ્રીષ્માનાં ત્રાસમાંથી સૌને છોડાવવા માટે દેશમાં ક્યાંક ક્યાંક હવે મેહુલીયો મહેરબાન થવા માંડ્યો છે... આમ તો આજ સુધી વરસાદ પર, વરસાદના ઉન્માદ પર, અને વરસાદમાં યાદ આવતા વ્હાલમ પર કેટલાય ગીતો, ગઝલો લખાયા છે, અને લખાતા રહેશે... વરસાદની મૌસમ છે જ એવી, કે કવિતા લખવાનું મન થઇ જાય. ભલે એ ઝીણો ઝરમર વરસાદ હોય, કે પછી સાંબેલાધાર... (આ મુશળધાર વરસાદમાં સાંબેલું ક્યાંથી આવ્યું? તમને ખબર હોય તો કહેજો હોં જરા !! :) )
આપણા એક બ્લોગરમિત્ર પ્રતિક નાયકે તો મુંબઈમાં મેહુલીયાને  કેમેરામાં કેદ કરી લીધો (પણ આપણને બતાવ્યો નથી!)... જો કે, સાથે સાથે એને ય ઘણી યાદો ઘેરી વળી... પણ પ્રિયતમાની નહીં હોં!  સુરતનાં ભજીયા, ચા, અને સુરતી લોચાની...!  :-)
જગજીતસિંગની ઘણીજ પ્રખ્યાત પેલી ગઝલ તો બધાએ સાંભળી જ હશે... वो कागझकी कश्ती, वो बारिश का पानी... નાનપણના એ વરસાદની, અને એ કાગળની હોડીની યાદો તો કાયમ માનસપટ પર એ હોડીની જેમ જ હંમેશા તરતી રહેવાની જ...
તો યુવાનીના વરસાદ સાથે કોણ જાણે કેમ, પણ વ્હાલપને સીધો સંબંધ છે...
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
ભગવતીકુમાર શર્મા તો કહે છે કે - પ્રિયતમા નહીં તો વરસાદ જ નહીં..
હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ
એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ,
એવું કાંઇ નહીં !
એમની જ બીજી એક રચનામાં પ્રિયતમ અને વરસાદનો નાતો કંઇક જુદી રીતે દર્શાવ્યો છે.
અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે;
ખોટ પડી અડધા અક્ષરની, પૂરી કરજો.. તમે!
ન્હાનાલાલ કવિનાં આ બે ગીતો સાંભળીને તો આપણાથી પણ ઝરમર ઝરમર વરસી જ જવાય છે...
ઝરમર ઝરમર મેહુલો વરસે આછે નીર :
ઊને આંસુ નયનો ભીંજે,
એવાં એવાં ભીંજે મારા ચીર
અને
ઝીણા ઝરમર વરસે મેહ,
ભીંજે મારી ચૂંદલડી :
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચૂંદલડી.
આ સાથે ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં ભણેલી એક કવિતા યાદ આવે છે...
આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે,
કે ઝીણા ઝરમર વરસે મેહ, ગુલાબી...
નહીં જાવાનું વેરણ ચાકરી રે. !!
તો ચાલો મિત્રો, તૈયાર છોને?! આજે આપણે આ વરસાદને સંઘરવા માટે આપણા શબ્દોનો વરસાદ વરસાવીને આ 'સહિયારું સર્જન'નાં નેવાણાંમાં મુકેલી કવિતાની ડોલમાં ભરીયે...  (સીધેસીધું કહું?  વરસાદની કવિતા લખીએ! :-) )
રવિવારે ફાધર્સ ડે છે, જેની સૌ મિત્રોને આગળથી જ પિતૃદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ!  માતૃદિન વખતે આપણે આપણી મમ્મીને યાદ કર્યા, તો પછી પિતૃદિન પર પિતાને ભૂલી જઇએ તો થોડું ચાલે, બરાબરને?  આજે આપણે પિતા વિશેની જ કાવ્યરચનાઓ લખીએ...
એમ તો માતા-પુત્રનો અને  પિતા-પુત્રીનો પ્રેમ થોડો વધારે સ્પેશ્યલ હોય છે... રામાયણકાળમાં જનકરાજા જેવા પિતા કે ખુદ વેદો પણ જેના ચરણોમાં આળોટે એવા વિદ્વાન હતા, અને એ જ્યારે પુત્રી સીતાને લગ્ન પછી વિદાય આપે છે ત્યારે પુત્રીનાં પ્રેમમાં એ વિદ્વાન પિતા એ પણ ભુલી જાય છે કે પોતે કોણ છે... અને એક થાંભલો પકડીને નાના બાળકની જેમ કલ્પાંત કરે છે! (પૂ. શ્રીમોરારીબાપુની કથામાં આ પ્રસંગ સાંભળવો એ પણ લ્હાવો છે!)  આપણે દીકરી વિષય પર આગળ પિતા-પુત્રીના પ્રેમની વાત કરી હતી... 'દીકરી વ્હાલનો દરિયો' જેવું જ બીજું એક પુસ્તક છે... 'થેંક યૂ પાપા' !  એ પુસ્તકમાંથી પ્રાર્થના જહાનો એમના પિતા ભાગ્યેશ જહાં વિશે લખેલો એક લેખ વાંચો રીડગુજરાતી પર... સંસ્કૃતથી સંસ્કૃતિ સુધીના માણસ... મારા પપ્પા!    જો કે, પિતા-પુત્રનાં સંબંધો પણ એટલાં જ દિવ્ય હોય શકે છે... અને ક્યાંક ક્યાંક એ પણ જોવા મળે જ છે!
તો ચાલો, આપણે પણ પિતા વિશેની આપણી ભાવનાને કાવ્યાત્મક બનાવીએ...
આપણા મિત્ર હિમાંશુ ભટ્ટની ફાધર્સ ડે પર પોતાના દીકરાને લખેલી કવિતા ખુબ જ સરસ છે...
બેટા,
ક્યારેક મને થાય છે,
કે બધું છોડીને ચોવીસે કલાક
તારી પાસે જ રહું
તું મને જોઈને 'ડેડી, ડેડી' કરજે
અને પછી મને બીજા કોઇ પણ titles ની
આકાંક્ષા નહીં રહે...  આખી કવિતા અહીં વાંચો!
આ તો થઇ એક પિતાએ પુત્રને લખેલી કવિતા... પણ મિત્રો, આપણે તો આપણા પપ્પા - આપણા પિતા વિશેની કવિતા લખવાની છે હોં!
આજે મને બીજી કોઇ કવિતા પિતા વિશે મળી નહીં.... તમે શોધવામાં મદદ તો કરશો જ ને?!!
ચાલો મિત્રો, હાથમાં જલ્દી કાગળ ને પેન લો... અથવા કોમપ્યુટરનાં કી-બોર્ડ પર હાથ ચલાવવા માંડો.. નહીંતર હું મારા પપ્પાને કહી દઇશ હોં!!  :-D
આપણે ચન્દ્ર અને ધરતી શબ્દો વાપરી રચનાઓ બનાવી અને માણી.
હવે આ બન્નેના જનક સૂરજદાદાને ભૂલી જઇએ તે કેમ ચાલે?
પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિ અને પર્યાવરણના એ તો ચાલક છે.
કવિશ્રી. પૂજાલાલ કહે છે -
" સૂરજદેવે આંખ ઉઘાડી, હિંગળોકશી ઉગતે પ્હોર.
બીવડાવીને રાત ભગાડી, મૂકી કાજળકાળી ઘોર. "
અને રાજવી કવિ કલાપી ...
અધુના કળી જે વિકસી રહી છે,
ઘડી બે ઘડીમાં મરતી દિસશે.
સુમહોજ્વલ આ કિરણો રવિનાં,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટમાં;
અને કિશોરસિંહ સોલંકીનું તાન્કા વાંચો -
વસંત આવી
ઝાંખરને ડાળે ! ત્યાં
સુક્કા પરણે
ઓસબિંદુમાં સૂર્ય
બેઠો સેવે રણને.
અને આપણા લાડીલા શ્રી. અવીનાશ વ્યાસ ને સાંભળો -
માડી તારુ કંકુ ખર્યું ને સુરજ ઊગ્યો
જગ માથે જાણે પ્રભુતાએ પગ મૂક્યો.
અને મનોજ મુની કહે છે -
પો’ ફાટે ને સૂરજ ઊગે, ઝાકળમાં થઇ લાલંલાલ,
ઝળહળતી આભાદેવી સારી, રાતની વેદના અપરંપાર,
આંખ રાતના કરી જાગરણ, આશ કિરણને શોધે રે!
પાંપણથી જ્યાં સ્વપ્ન રાત્રિના, ઓગળવા તરફડતા રે !
હવે જુઓ આપણા બ્લોગર ભાઇઓ શું કહે છે -
સુરજ થવાને મથતું એક રજકણ છે મારી અંદર
ખુદથીય અજાણ્યું એવું એક જણ છે મારી અંદર    - પ્રણવ ત્રિવેદી
પ્રાત:કાળે આવશે ઉગતો સુરજ
દિલ મહીઁ કિરણોના બીબાં ઢાળીયે.     -  મહમ્મદઅલી ભેડુ 'વફા'
આ સમયની ગીચતા, ઇંતજારીમાં ભળે
તો સમયનો સૂર્ય પણ ખૂબ મોડેથી ઢળે  -  નીરજ મહેતા
તું ઝગમગાટ રોશની, ઘોર તમસમાં ય તું,
તું તાપ સૂર્ય નું ધોમધખ ,શીતળ ચાંદની  ય તું. -  ચેતન ફ્રેમવાલા
ચાલો મિત્રો , આ અઠવાડીયે આપણે સુર્યદેવનું આહ્વાન કરીએ - રચનાઓ બનાવીએ
સુરજ, સૂર્ય, રવિ, ભાનુ ..... શબ્દો વાપરીને.
અને બનાવતાં ન ફાવે તો .....  ફરીથી નવી ......   ખજાના શોધ ......
આજે કાવ્યસર્જન માટે કયો વિષય મુકવો એ મને સવારથી સુઝતું જ ન્હોતું... એટલામાં એક ઈમેલનાં જવાબમાં જુગલકાકાની એક સ્નેહભરી ઈમેલ મારી મદદે આવી પહોંચી... જુગલકાકાની આ પ્રેમાળ પંક્તિ મારા હૃદયને ખૂબ જ સ્પર્શી ગઈ...  (આભાર જુકાકા!)
દીકરીની લાગણી જરી ના ચોળાય--
દીકરી તો આંખની પાંપણ કહેવાય !!
અને પછી મને થયું કે વાહ, આ તો મને કેવો સરસ વિષય મળી ગયો આજના કવિતાસર્જન માટેનો...!!  આપણે ત્યાં દીકરીને તો કાયમ પારકી થાપણ જ માનવામાં આવી છે... છતાં મારી નિજ અનૂભુતિથી કહું તો દીકરી (જેને હોય એને માટે) જેટલું પોતાનું અને અંગત (ખાસ કરીને પિતા માટે તો) કદાચ બીજું કોઇ નહીં હોય... દીકરો પણ નહીં!!
ચાલો, આપણે સૌ પણ જુગલકાકાની જેમ દીકરી વિશે કાવ્યાત્મક અનૂભુતિઓ લખીએ...
હા, એ પહેલાં થોડી દીકરી વિશેની રચનાઓ જોઈએ... અને તમને બીજી બીજા કવિઓની દીકરી વિશેની રચનાઓની જાણ હોય તો અહીં જણાવી શકો છો!
પૂજ્ય સંત શ્રી મોરારીબાપુ કહે છે કે દીકરી દેવો ભવ! (રીડગુજરાતી પર આ લેખ ખાસ વાંચવા જેવો છે!)
કવિ મકરંદ દવે કહે છે કે...
વિધાતાએ દીકરી ઘડીને, ત્યારે ખૂબ ખાંતે
કસબી હાથેથી એણે કરી કમાલ!
કવિ ઉદયન ઠક્કર દીકરી વિશેની એમની ત્રિપદીની એક રચનામાં આમ કહે છે...
દીકરીએ  પ્હેરતાં  પ્હેરી  લીધાં
મારાં ચંપલ, માપ ખોટું નીકળ્યું
એનું પગલું, સ્હેજ મોટું નીકળ્યું
આપણા નીલમબેન દોશીએ તો દીકરી વિશેની એમની અનૂભુતિમાંથી આખું ભાવવિશ્વ રચી નાંખ્યું!!  તમે જો વાંચ્યુ ના હોય તો જરૂર વાંચજો... અને એમનાં ભાવવિશ્વની દરેક ગલીમાંથી પસાર થતાં જો તમે ભીંજાયા વિનાના રહો તો જ નવાઈ લાગશે!!
અને 'દીકરી વ્હાલનો દરિયો' પુસ્તક તો ખાસ વાંચવા જેવું છે!
તો ચાલો મિત્રો... લખવા માંડીએ આપણે દીકરી વિશે...!!
હું ચાલું કરું??   દીકરી એટલે દીકરી એટલે... બસ દીકરી !!!  :-)
(હા, હું પણ તમારી સાથે જ છું... એટલે આનાથી વધુ પ્રયત્ન જરૂર કરીશ!)