* ગઇકાલે (૨૨-૦૮-૨૦૦૮) અમારી ૪થી એન્ગેજમેન્ટ (એટલે કે સગાઇની) એનિવર્સરી હતી. તો, અમે નક્કી કર્યું કે ચાલો કોઇ રેસ્ટોરાંમાં ડિનર માટે જઇએ. સ્વાતી (લૉ ગાર્ડન, અમદાવાદ) એ તેના હાઇજેનિક ફૂડ માટે પ્રખ્યાત છે. મેં કઢી-ખીચડી અને કે એ પાઉં-ભાજી ઝાપટી. હવે, ત્યાં સુધી કવિને શું કર્યું?
૧. એક કાચનો ગ્લાસ ફોડ્યો.
૨. મેનુઓ બે વખત ફેંકી દીધા.
૩. પાછળ બેઠેલી છોકરીનાં ચોટલાં ખેંચ્યા.
૪. બાજુમાં બેઠેલાં કાકા જોડે હાથ મિલાવ્યા.
૫. પેપર નેપકિનનો ડબ્બો ઉંધો વાળ્યો.
છેવટે, ફટાફટ જમીને (હા, આઇસક્રીમ તો ખાવો પડે. કોફી-ઓરેન્જ ખાધો.) ઘરભેગાં થયાં!
* મેં મેગી બનાવી! દરરોજ હોટલ્સ-રેસ્ટોરન્ટ્સ-ટીફીનનું ખાઇ ખાઇને કંટાળી ગયો હતો, એટલે છેવટે, મારી પત્નીનું ફોન પર માર્ગદર્શન લઇને મેં મેગી બનાવી અને મહત્વની વાત તો એ છે કે મેગી સારી બની અને મેં ખાધી પણ ખરી!!
હવે, મારે ધ્યાન રાખવાનું કે ૨ મિનિટમાં મેગી બનતી નથી, પાણી કેટલું લીધું છે તેના પર આધાર રહે છે..
* કોઇને ખબર હોય તો બતાવો કે કઢી જ્યારે બનાવીએ ત્યારે જમવામાં છુટી દાળ સાથે કેમ હોય છે. ઘણાં સમય સુધી હું આ કોમ્બિનેશન હંમેશા કેમ હોય છે તે વાત પર હું મુંઝાયેલો હતો, આખરે શનિવારે મામાનાં ઘરે (બોપલ) ગયો ત્યારે તેમણે મને આ પ્રશ્નનો જવાબ વૈજ્ઞાનિક દૃષ્ટિએ આપ્યો.
છે કોઇની પાસે તે જવાબ?
સાંજે હું કોમેન્ટમાં જવાબ આપીશ, ત્યાં સુધી શોધો તમે ત્યારે...
* ગઇકાલે રાત્રે 8 વાગ્યા જેવો ઓફિસથી નીકળ્યો. સાંજે 6 પછી કંઇ ખાસ કામ ન થયું. મારા નવા લેપટોપની રાહ જોતો-જોતો બેઠો હતો, ન આવ્યું. એક મિત્ર મળવા આવવાનો હતો, ન આવ્યો. એટલે ગીકડેડ જેવાં બ્લોગ પરથી લેખો વાંચતો હતો..
અને જમવાનું તો આજ-કાલ બહાર જ હોય છે. કોમર્સ છ રસ્તાથી સામવેદ હોસ્પિટલ જઇએ ત્યાં કોર્નર પર એક ચાઇનિઝ ફુડ સ્ટોલ હતો. મારો ફોન ચાલુ હતો, તો થયું ત્યાં બેસી બધાને ફોન કરું અને થોડાં નૂડલ્સ ઝાપટું.
તો, ઓર્ડર કર્યો, શેઝવાન નૂડલ્સનો. પ્રથમ તો ખબર પડી કે દુકાનનો માલિક યુપીનો છે, એટલે તેમાં ઉત્તરપ્રદેશનાં ભોજનનો ટેસ્ટ આવશે તે નક્કી થઇ ગયું. કાંટા-ચમચી ધોયેલાં નહોતાં, તે બરાબર સાફ કરવાનું કહ્યું, ઓર્ડર આવ્યો 30 મિનિટ પછી (એકદમ અમદાવાદી સ્ટાઇલ) અને નૂડલ્સ, હજી પણ પેટમાં બળે છે.
એ બાજુ ફરકતાં નહી..
* તો શુક્રવારે ભંગાર મુવી સ્પિડરેસર જોયા પછી, મગજ આખી રાત બહેર મારી ગયું હતું. ૩ વાગ્યા સુધી ઇન્ટરનેટ અને લિનક્સ પર મંત્ર-તંત્ર અને જાપ કર્યા પછી શનિવારે સવારે મોડા ઉઠ્યો. બપોરે બંગાળી ભોજન લીધું (ફક્ત દાળ-ભાત, નો માછલી!) અને મસ્ત મજાની ઉંઘ માણી. સાજે ડેબિયનનો એક પ્રોબ્લેમ સોલ્વ કરીને સાંજે ઉલ્સુર તળાવ પર ફરવા ગયા. જુઓ નીચેનો ફોટો :) ધણા દિવસ પછી આઇસક્રિમનો ટેસ્ટ કર્યો અને ડિનરમાં એ જ ઢોંસા ઝાપટ્યા. રાત્રે રેડબુલની અસર એવી ભારે થઇ કે માંડ માંડ ૩ વાગ્યે ઉંઘ આવી!
* આજે કંઇ ખાસ પ્લાન નથી. સાંજે કોઇ જગ્યાએ ગરમ-ગરમ પરોઠા ખાવાની ઇચ્છા છે (લલિતાસ પરોઠા નામની બહુ લોકપ્રિય જગ્યા છે). અને એકાદ બુકશોપમાં જવું છે.
અને હા, ગઇકાલે કર્ણાટકની વિધાનસભાની ચૂંટણી હતી એટલે ડ્રાય-ડે હતો :(
* મમમ. આઇસક્રીમ.
* રવિવારે, ગ્રીન ચીલી અને ઓરેન્જ જીંજર (પીઝા, જ્યુસ, પેપ્સી વગેરે અલગથી)
* મંગળવારે, સવારે, ચોકલેટ કોન, સાંજે વેનિલા
* બુધવારે, અમેરિકન ડ્રાયફ્રુટ અને ખંડાલા
તો પછી તબિયત બગડે નહી તો શું થાય? ;)
* કેવો છે આ મસાલા સીઝવાન ઢોંસો?
મારા જીવનમાં સૌથી વધુ ઢોંસા અમદાવાદ આવીને ખાધા છે -- કારણકે બીજું કંઇ મજા નથી આવતી.. :)
* તો, પછી અમે (હું, જાગૃતિ, શ્રુતિ અને જાગૃતિબેન અને રાજવી) જરા વહેલા નીકળીને  'સંકલ્પ' માં સરસ મજાના ઢોંસા ખાવા માટે ગયા. જલ્સા પડી ગયા. તે પહેલાં જાગૃતબેનનાં ઘરે તેમની દીકરી આશ્કા (હા, તેમણે આ નામ આશ્કા માંડલ - અશ્વિની ભટ્ટની નોવેલ પરથી પાડ્યુ છે, તે તો તમે સમજી શકો છો!) ને બહુ રમાડી. ખરાબ વાત છે કે મારો ડીજીટલ કેમેરો હજી મારી પાસે આવ્યો નથી. નહિ તો, તેના મન ભરીને ફોટા પાડત.
* સંકલ્પમાં મજા આવી. મૈસુર મસાલા સરસ હતો. જ્યુસ  પીધો. અસલ પાઇનેપલનો. મને અમદાવાદમાં જ્યુસ પીવાની મજા આવે છે.
* ગઇકાલે વિજય ચાર રસ્તા આગળ ઓનેસ્ટની પાઉંભાજી (કે ભાજીપાઉં) ખાવા માટે ગયા હતા. ઓનેસ્ટનું નામ બહુ લોકપ્રિય છે. મુંબઇ કરતાં અહીં પાઉંની ક્વોલિટી એકદમ અલગ હોય છે. પાઉં થોડા જાડા હોય છે, પણ સારા હોય છે - પણ તેનાં કારણે તમારે એકસ્ટ્રા પાઉં વધુ લેવા પડે છે.
દ્રાક્ષનો જ્યુસ પણ અહીં (અમદાવાદમાં) સારો મળે છે. એક વાત છે - ગલી-ગલીએ કંઇક ફેમસ વસ્તુઓ મળતી હોય છે. દા.ત. વિજયનાં વડાપાઉં, આર.કે/ઓનેસ્ટની પાઉંભાજી, ટીમ્બકટુની સેન્ડવીચ, ગાંઠિયા રથ, નવતાડનાં સમોસા, વિપુલ દુધિયાની બાસુદી, સાબરમતી જેલનાં ભજિયાં!
નોંધ: આ માત્ર થોડા વિસ્તારની જ યાદી છે.
* ચિત્રલેખાનાં 3 જુલાઇ નાં અંકનો મુખ્ય લેખ "ઉફફ... આ મોંઘવારી!" છે. ઘરે બધાનાં સુચનો લીધા કે હવે ખર્ચાઓ ઘટાડવા શું કરવું જોઇએ. એક સુચન એવું આવ્યું કે ચિત્રલેખા જ બંધ કરાવી દેવું જોઇએ. ;-)
* ગઇકાલે પપ્પાનો જન્મદિવસ હતો. મમ્મી અને કે એ સરસ મજાનાં દહીં-વડા બનાવ્યા, આઇસક્રીમ ખાધો, ચોકલેટ ખાધી અને રવિવાર હતો એટલે આરામ કર્યો.
* 18(ફેબ્રુઆરી)મીએ મારા લગ્નની પ્રથમ વર્ષગાંઠ હતી. હમમ. 16મીએ બપોરે કર્ણાવતી એક્સપ્રેસમાં ઘરે પહોંચ્યો. (વાઉ, એસી ચેરકારની ટીકીટ પહેલી વાર લીધી). કોકીને તેનાં ઘરેથી લઇ આવ્યો. (તે પહેલા આલુપરોઠા ખાધા..) બપોરે મારા દ્રિતિય પ્રેમ એવાં કમ્પ્યુટરને થોડો સમય આપ્યો. અને જોયું કે એક રીલીઝ ક્રીટીકલ (RC) બગ (બગ એટલે સોફ્ટવેર બનાવતી વખતે કે તેનું પેકેજ બનાવતી વખતે તેમાં રહી ગયેલ ક્ષતિ. માઇક્રોસોફ્ટની જેમ ડેબિયન કે બીજાં લિનક્સમાં તે છુપાવીને રખાતાં નથી - તે જાહેર હોય છે.) મારા પેકેજ LDTPમાં છે. બાપ રે! ફટાફટ તેનો ઉકેલ લાવી દીધો અને પેકેજ અપલોડ કરી દીધું. વળી, તેની નવી આવૃતિ પણ આવી ગઇ હતી એટલે તે પણ થોડી મહેનત કરી તૈયાર કરી દીધી. રાત્રે અદિતિ નામની સરસ રેસ્ટોરાંમાં જમવા માટે ગયા.
* 17મી પણ વ્યસ્તતામાં ગુજરી ગઇ. ઓફિસ, બિગબજાર (જ્યુસ, એક પર એક મફત!) અને સિનેમેક્સની ટીકીટ લેવામાં બપોર થઇ ગઇ. જોકે ઓફિસમાં મારાં કામ પૂરાં થઇ ગયા એ વાતનો આનંદ હતો. બપોર પાછી કમ્પ્યુટરને નામ.. સાંજે તો એક સ્પેશિયલ જગ્યાની મુલાકાત અને પછી આરામ. એક નોવેલ વાંચી. છાપાંની પસ્તી પર થોડી નજર નાખી. રાત્રે "પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન 1” મુવી દેખ્યું. થિએટરમાં દેખ્યું હોત તો જુદી વાત હોત પણ, તે ત્રણ-ચાર વર્ષ પહેલાં આવેલું જ્યારે મને મુવીનો ખાસ શોખ નહોતો કે તે પોસાય તેમ પણ નહોતું.
* 18મી. થોડા sms. ફોન. આજે ઘણાં દિવસ પછી હચ, એરટેલ કરતાં ખરેખર મનુષ્યોનાં sms અને ફોન વધારે આવ્યા. બપોરે બહાર જમવા માટે અને ત્યારપછી "એકલવ્ય" જોયું. તમે  જરૂરથી આ મુવી જોજો (કારણકે, માથું દુખાડવાની ગોળી મારે એકલાં લેવી જરુરી નથી, તમે પણ આનંદ માણો!). જવા દો. ત્યાર પછી, મજા આવી. અમારાં ઘરનો મુખ્ય દરવાજો લેચ વાળો છે. ત્રણ ચાવી હોય છે. જેમાં એક અંદર કોકીનાં પર્સમાં હતી. એક મારી પાસે હતી, જે અમે બાજુમાં આપીને આવેલાં હતાં, પપ્પા માટે. કોકીનાં ઘરે આરામથી જમીને નીકળવાની તૈયારી કરતાં હતાં. અચાનક, મેં પપ્પાને પૂછ્યું, ચાવી? પપ્પાએ કહ્યું, એ તો હું અંદર મૂકીને આવ્યો. ઇહીહીહી... એક ચાવી તો મમ્મી પાસે પાલનપુર હતી. મારું મગજ છટકવાની તૈયારી હતી, કોકીએ મને શાંત રાખ્યો. પરિસ્થિતિને વધુ શાંત બનાવવા અમે બન્ને ATM માં ગયાં, એજન્ટ પાસેથી ટ્રેનની ટીકીટ લીધી. ઘરે ગયાં, જોયું તો, ઘર ખૂલ્લું હતું. બન્ને જણ આરામથી બેઠા હતાં. અને એક ચાવી તો ખરેખર તો સામેવાળાને આપેલી હતી. સરસ. પછી જ્યુસ પીધો. ડેબિયનનું કામ બાકી હતું. પૂરુ કર્યું. અને આરામથી 12 વાગે સૂઇ ગયો. કારણકે, મારે ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં પાછાં અમદાવાદ આવવાનું હતું.
* બીજું વર્ષ શરુ થઇ ગયું છે. થેન્કસ કોકી.. આ વર્ષ કેટલીય મુશ્કેલીઓ આવવાં છતાં તારા કારણે કેટલી સરળતાથી નીકળી ગયું છે..