ખુબ ખવાઇ ગયા પછી, પેટમાં થતા ગેસની આ વાત નથી! આમેય પેટમાં થતો ગેસ, મન અને તનને ઘડીભર ગજબની ગાડીમાં સહેલ કરાવે છે. પેટના ગેસને દાદીમાની કોઇ ઘરગથ્થું દવાથી દુર કરી શકાય છે; પણ આ દરરોજ વઘતા ગાડીઓના ગેસના(પેટ્રોલના) ભાવોની દવાની મને ખબર નથી. એટલે આજે આ ગેસની ગાથા ગાવાનું મન થયું છે.
સુર્ય ઉગવાની સાથે જ આસમાને ચડતા આ ગેસના ભાવોએ અમારા જેવા રીટાયડૅ થયેલાઓની નીંદર હરામ કરી મુકી છે.  ઘર્મપત્નીને કહી કહીને મારી તો જીભ પણ ઘસાઇ ગઇ છે કે, 'ખરીદી કરવાનું લીસ્ટ બનાવીને નીકળતાં હો તો? ' લીસ્ટ વગર, એમની સ્મૃતી પર આધાર રાખી- આ ઉમ્મરે- એ આજ સુઘી શોપીંગ કરતાં રહ્યાં છે! ઘેર આવી, ગોસરી ગોઠવતાં ગોઠવતાં ખબર પડે કે, એક-બે ચીજો સ્મૃતીમાંથી સરી ગઇ છે! એ વીસરાઇ ગયેલી ચીજો જ વીક-એન્ડની વાનગીઓ માટે મહત્વની હોય; એટલે ઠંડી કે ગરમીની પરવા કર્યા વગર એ ગાડીમાં ગોઠવાય; અને મનની તત્પરતા પગ વાટે ગેસના પેડલ પર ઉતારી, ગતી વઘારી, એ કાયમ દોડતાં જ હોય છે. આવી સ્થીતીમાં આજ સુઘી કોઇ અકસ્માતના ખર્ચાના ખાડામાં એમણે મને ઉતાર્યો નથી એ ઉપરવાળાની કૃપા સમજુ છું!
ગાડીના ગેસનું બીલ કેટલું આવે છે, એ એમને ક્યાં ખબર છે? એમની પાસે બીલો ભરાવવાના મારા પ્રયત્નોમાં મને આજ સુઘી સફળતા મળી નથી! હારેલા જુગારીની જેમ એમની આગળ બીલો ભરવાની વાત કાઢુ છું; ત્યારે એમનો ઢાલની જેમ એ જ જવાબ સાંભળવા મળે છે;
‘તમે છોને! પછી મારે એ ચેકબુકની માથાકુટમાં પડવું નથી!’
પાણી પહેલાં પાર બાંઘતાં, હું એમને કાયમ કહેતો હોઉ છું; ‘હું નહિ હોઉં ત્યારે આ જવાબદારી માથે પડતાં મુંઝવણનો પાર નહીં રહે!’ હોઠ ઉપર હાથ મુકી એ કહેતી હોય છે; ‘આવું અમંગળ ના બોલતા હો તો!’ અમારો વાદવીવાદ અહીં જ અટકી જાય છે!
મારા નસીબે એટલું સારું છે કે, ઘર્મપત્ની એમની ગાડીમાં ગેસ જાતે ભરે છે; અને તે પણ ફુલ ટાંકી હોં! પંપ પરના આંકડા જોઇને એમને સુઝ પડવા માંડી છે! મુંગા પંપની વાત સમજાઈ છે ( મારી નહીં) અને ગળે પણ ઉતરી છે.
આ ગેસના ભાવોએ  તો ઘર્મપત્નીની અંદરની આંખ પણ ખોલી નાખી છે. ગેસ બચાવવાના એમના નવા નવા વીચારો મને આશ્ચર્યમાં મુકી દે છે! ભારતીય ભરથાર તરીકે ઘણી વાર વીચાર આવી જાય કે, આ ગેસ બચાવવાના વીચારો ભારતીય ભરથારના ભેજામાં ક્યાં ભરાઇ ગયા હતા?
તમને બઘાને આશ્ચર્યની આગમાં બાળું, એ પહેલાં લો !પેટછુટી વાત કરી જ દઉં !
જ્યારે જ્યારે કોઇ મીત્રપત્ની જમવાનું આમંત્રણ આપે છે; ત્યારે સામે ચડી - સામાવાળાને ગમશે કે નહીં ; કે આવું પુછાય કે નહીં એની માથાકુટમાં પડ્યા વગર- ઘર્મપત્ની પુછી નાખે છે;
‘ અલી, અમારી બાજુમાંથી કોને કોને બોલાવ્યા છે?’
‘કેમ આમ પૂછે છે તું? તે કદી આવું મને પુછ્યું નથી !’ આશ્ચર્યમાં પડી સામાવાળા પણ પુછી નાખે છે.
અત્યાર સુઘી અલગ અલગ ગાડીઓ લઇને અમે બઘા મીત્રો જતા હતા. કોઇકવાર રાઇડમાં જવાનું મારાથી કહેવાઇ ગયું હોય તો, ઘર્મપત્ની મારો ઉઘડો લઇ નાખતાં કહી વળે; ‘આખી જીંદગી પૈસા બચાવવાની વાત આગળ લાવી ખડી કરી દો છો. એ સીવાય બીજા કોઇ વીચારો આવે છે તમને?’ હવે,રાઇડમાં જવાની વાત મારે કરવી પડતી નથી! ઘર્મપત્ની જ બહેનપણીઓ સાથે વાત કરી, આ કામ સંભાળી લે છે.
અમારા એક મીત્ર ગામના બીજા છેડે રહે છે. એમને મીત્રોને જમાડવાનો ભારે શોખ. આ ગેસના ઉંચા ભાવોને કારણે એમને ત્યાં જમવા જવામાં, ઘાટ કરતાં ઘડામણ વઘી જાય છે; એટલે એક વાર પેટછુટી વાત કરતાં ઘર્મપત્નીએ સામે ચડી એમને કહ્યું; ‘તમે આ ઘડી ઘડી જમવા બોલાવાનું હવે ઓછું કરો. ગેસના ભાવોને કારણે એટલે દૂર આવવું પોસાતું નથી.’
મીત્ર પણ પાછા પડે એવા નો’તા. એમણે કહ્યું; ‘તમારે તો આવવું જ પડશે. તમારા વીના જમવાની મઝા જ પડતી નથી !’
પહેલાં તો સસ્તી ચીજો મેળવવામાં બે-ચાર સ્ટોરોની મુલાકાતો ઘર્મપત્નીથી સ્વાભાવીક થઇ જતી હતી. એમાં એમને આનંદ પણ મળતો હતો.  કયા સ્ટોરમાં શું સેલમાં છે એનું લીસ્ટ, વગર ટપકાવે એમના મગજમાં મઢાઇ જતું હતું. કાગળ પર ટપકાવી, ખરીદી કરવા નીકળવાની, મારી ટકોરો પથ્થર પર પાણીની જેમ રેલાઇ જતી. પણ આ ગેસના ભાવોએ એમને એ સુઝ આપી દીધી.  હાં! ઘન્ય છે એ ગેસના ભાવોને! ઘરવાળાથી જે ન થયું એ ગેસવાળાએ કરી બતાવ્યું!
હોસ્પીટલમાં કોઇની ખબર કાઢવા જવામાં એમનો નંબર વન. દર્દી ‘આઈ.સી.યુ.’માં હોય કે અલગ રુમમાં હોય; પણ એકવાર દર્દીના સમાચાર જાણ્યા એટલે ઠંડી,ગરમી કે વરસાદની કે દર્દીના નીકટના સ્નેહીઓની સગવડ-અગવડનો વીચાર કર્યા વગર, સૌથી પહેલાં પહોંચી જવાની, ઘર્મપત્નીને કાયમ ઉતાવળ હોય છે. આ ગેસના ભાવોથી ખબર કાઢવા જવામાં એ ઉતાવળ કરતાં નથી. કાર્ડ મોકલી ખબર કાઢવાના મારા વીચારોનો અમલ હવે થાય છે. આમેય, ખબર કાઢી આવવા પાછળ મોં બતાવી આવવાની જ વાત હોય છે. આટલા બઘાની અવર-જવરમાં, તમે આવી ગયા કે નહીં; એ ઘરવાળાઓને દર્દીની હાલતમાં યાદ પણ ન રહે. એ કરતાં કાર્ડ મોકલવામાં બન્ને પક્ષને ફાયદો છે. કાર્ડનું લખાણ વાંચી દર્દીને થોડી રાહત મળે. દર્દીના કુટુંબીજનોને ખબર કાઢવા આવનાર સાથે બેસી, દર્દીના દર્દીની એની એ વાતનું પુનરાવર્તન કરવામાંથી થોડી રાહત પણ મળે. વઘુમાં, ખબર કાઢવા આવનારાઓને તમારા નવા ચીલાની-કાર્ડની વાત કરીને -  તમારું નામ આગળ પડતું રાખે એ જુદું !
પહેલાં, રવીવારના પેપરમાંથી કુપનો કાપી કાપી, હું એમને આપતો ત્યારે એ મને કંજુસમાં ખપાવી, ટોણા મારી કહેતાં; ‘આમ ડોલર ડોલર બચાવીને પૈસા ભેગા નહીં થાય. પૈસા બનાવવા હોય તો નોકરી છોડી મોટલ-બોટલમાં પડશો, તો જ પૈસા દેખાશે.’
હવે, રવીવારના પેપરમાંથી કુપનો કાપવાનું કામ એમણે માથે લઇ લીઘું છે. મારે ઉપયોગી વસ્તુંઓની કુપનો મારા હાથમાં મૂકતાં એ કહેતાં હોય છે;‘આ તમારા શેમ્પુની એક ડોલરની કુપન છે. હું એને કયાંક આઘીપાછી મુકી દઉ, એ પહેલાં તમે તમારા વોલેટમાં અત્યારે જ મુકી દો. સ્ટોરમાં જાવ ત્યારે એનો ઉપયોગ કરવાનું ભુલતા નહિ! સાંભળો છો ને ?’
ભાગ-2
ઘરની દીવાલો પરના ફોટાઓની સાફસુફી કરતી વખતે મને ખુબજ ગમતા વર્શો જુના એક પેઈન્ટીંગને હઠાવવાની પત્નીની  હઠને મેં આજ સુઘી અવગણી હતી, પણ આજની વાત અલગ હતી. ગુસ્સામાં ઊંચા સાદે એ બોલ્યાં : ‘આ તમારું પેઈન્ટીંગ અહીંથી હવે હઠાવો; નહીંતર ગુસ્સામાં ને ગુસ્સામાં હું એને ગાર્બેજ ભેગું કોઈ દી' કરી દઈશ!.’
દર વખતે દલીલમાં હું એને કહેતોઃ ‘તારા આઘુનીક ફોટાઓ વચ્ચે મારું આજનું પેઈન્ટીંગ તને નથી ગમતું ,  પણ મને એ ખુબ જ ગમે છે, તો તને શો વાંઘો છે?.’ આજે દલીલ કરવામાં મને જોખમ જેવું લાગતાં હું મૌન રહ્યો. મનમાં વીચારતો હતો કે -  રખેને  એ કોઈ દીવસ ગાર્બેજમાં નાખી આવે તો આ પેઈન્ટીંગના ગાર્બેજની સાથે ડુચા થઈ જવાના. એ કરતાં તો કોઈ મારા જેવાના હાથમાં આવેતો એ વઘારે સારું.
આજથી પાંત્રીસ વર્ષ પહેલાં હું જ્યારે અમેરીકા આવ્યો, ત્યારે મેં આ પેઈન્ટીંગને પૈસાની તુટ હોવા છતાંય ખરીદ્યું હતું. દરીયા કીનારે વાવાઝોડામાં સપડાયેલ એક નાવનું આ પેઈન્ટીંગ હતું. મારી એ વખતની જીંદગીને એ આબેહુબ સ્પર્શી જતું હતું.. હું પણ સામાજીક સમસ્યાઓના ઝંઝાવાતમાં સપડાઈ ગયો હતો, અને એમાંથી નીકળવાનો કોઈ માર્ગ ન દેખાતાં, હું દેશ છોડી પરદેશ પહોંચી ગયો હતો.
પત્નીને આ બઘી વાત કહેવાનો કોઈ અર્થ મને હવે ન લાગતાં એ પેઈન્ટીંગને  ત્યારે જ  ઉતારીને ઘરની બહાર મુકી આવ્યો.         એજ અઠવાડીયે પાડોશીના ‘ગરાજ સેલ’માં મેં મારું પેઈન્ટીંગ વેચવા મુકી દીઘું.
એકાદ મહીના પછી મારા જન્મદીને મારી આંખો બંઘ કરાવીને મારી આગળ મારી ગીફ્ટ લાવવામાં આવી. આંખો ખોલવાનું સુચન મળતાં મારી નજર આગળ મારા જુના પેઈન્ટીંગને આબેહુબ મળતું એક પેઈન્ટીંગ જોવા મળ્યું. નજીકથી નીહાળવા મેં એને મારા હાથમાં લઈ લીઘું.
ત્યાંજ પત્ની બોલીઃ " છે ને આબેહુબ તમારા જુના પેઈન્ટીંગ જેવું ! તમારા જુના પેઈન્ટીંગને તમારી પાસેથી હઠાવ્યા પછી, તમને  થયેલ દુઃખને મેં તમારી આંખોમાં ઘણા દીવસ  જોયું છે. એટલે સમય મળે ત્યારે હું ચીત્રપ્રદર્શનમાં આંટો મારતી અને એક દીવસે મને આ મળ્યું કે તુરતજ મેં એને તમારા જન્મદીન માટે ખરીદીને સાચવી રાખ્યું હતું. "
પેઈન્ટીંગને ઝીણવટથી નીહાળવામાં હું ડુબી ગયો હતો.
" છે ને તમારા પેઈન્ટીંગની એકઝેટ કોપી?’ મારો ખભો હલાવી પત્ની બોલી.
" હા, લાગેતો છે!" -  મૌન તોડતાં હું બોલ્યો.
મારા  જુના પેઈન્ટીંગને ગરાજસેલમાં મુકતાં પહેલાં ચીત્રકારના નામની પાસે મેં પીંછીથી એક ટપકું કર્યું હતું. જેથી કદાચ એ ફરીથી ક્યાંક જોવા મળેતો હું એને ઓળખી શકું. મારી પાસે એ ટપકા કરેલું મારું જુનું પેઈન્ટીંગ આવી ગયું હતું.
એ આનંદને મેં બહાર આવવા દીઘો -   ટપકાંના આ ભેદને આજીવન અંદર દબાવી રાખવાના નીર્ણય સાથે.
- ચીમન પટેલ ‘ચમન’
તેમની જીવનઝાંખી વાંચવા અહીં ' ક્લીક '  કરો .
અમને જણાવતાં બહુ  આનંદ થાય છે કે, ગુજરાતી સાહીત્ય પરીશદની શતાબ્દી પ્રસંગે પ્રકાશીત થયેલ  'ગુજરાતી લઘુકથા સંચય' નામના પુસ્તકમાં   આ લઘુકથાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
એ પણ નોંધી લેજો કે ચીમનભાઈ 74 વર્શની ઉમ્મરે પણ અનેક પ્રવ્રુત્તીઓ સાથે સંકળાયેલા છે - જેમાંની એક ચીત્રકામ પણ છે.
એક બર્થડે પાર્ટીની વાત છે. પાર્ટીનો છેવટનો ભાગ હતો. કેક તો ક્યારનીય કપાઈ ગઈ હતી. જમવાનું પણ સમાપ્તીમાં હતું. બધા પોતપોતાના ગ્રુપમાં વાતોમાં મશગુલ હતા. અમે ચાર પાંચ ઘૈડીયાઓ ડાઈનીંગ ટેબલ પર બધું પતાવીને ગપાટા મારતા બેઠા હતા. એક જુવાનીયો પણ હતો. મને તેનું નામ અત્યારે યાદ નથી.
પણ તેણે કાંઈક વાત કહી અને તેની બાજુના એક કાકા ખડખડાટ હસી પડ્યા. મને સમજાયું નહીં કે, એ કેમ હસ્યા અને વાત શી હતી.
એટલે મેં કહ્યું,” અરે, ----- ભાઈ! થોડું મોટેથી બોલો, તો અમારા જેવા સાંભળવાની તકલીફવાળા પણ લાભ લઈ શકે. “
મારી બાજુમાં બેઠેલા મારા જેવા બીજા કાકાએ મારી વાતમાં ટાપશી પુરાવી.
હવે નરહરીભાઈ કુદી પડ્યા. તેમણે કહ્યું ,” એમની વાત પછી. જુઓ, મેં બહુ રીસર્ચ કરીને એક સાંભળવાનું યંત્ર બનાવ્યું છે. આપણા જેવાની બધી તકલીફ દુર થઈ જાય. અને ખર્ચ પણ સાવ મામુલી. વેસ્ટ જેવી વસ્તુઓમાંથી બનાવાય. “
બધા તરત બોલી ઉઠ્યા,” અરે , હા! હા! મારેય તે જોઈએ. જે ખર્ચ થાય , પણ અમને તે બનાવી આપો.”
નરહરીભાઈ કહે,” જુઓને, તમે બધા સમદુખીયા મીત્રો જ છો. મારે આમાં કાંઈ ખાનગી રાખવાની જરુર નથી. મારી આખી ફોર્મ્યુલા જ તમને કહી દઉં. સૌ પોતપોતાની રીતે બનાવી લે. “
મેં આતુરતાથી કહ્યું,” જરુર, જલદી કહો.”
નરહરીભાઈએ બહુ જ ગંભીરતાથી આગળ ચલાવ્યું ,” જુઓ આટલી સામગ્રી જોઈએ. એક દીવાસળીનું બાકસ, બે વાપરી ન હોય તેવી દીવાસળી, અને એક રબરબેન્ડ.”
મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. મનમાં થયું; નરહરીભાઈનું દીમાગ ઠેકાણે તો છે ને?! કાંઈ પીધું નથી, તો પણ આમને તો ચઢી હોય તેમ લાગે છે!
મારા હાવભાવ તે સમજી ગયા, “ તમે નહીં માનો, પણ આ યંત્ર ખરેખર કામ કરશે. નીવડેલું અને ચકાસણી કરેલું છે.”
મારી બાજુએ બેઠેલા બીજા કાકાએ તો ખીસ્સામાંથી ડાયરી અને પેન કાઢીને લખવાની તૈયારી પણ કરી લીધી. તે આતુરતાથી બોલ્યા,” અરે નરહરીભાઈ, જલદી કહોને.”
હવે નરહરીભાઈ આગળ વધ્યા,” જુઓ. બાકસની એક બાજુએ એક દીવાસળી લગાવવાની- તેનું કાળું ટપકું અડધો ઈંચ ઉપર રહે તે રીતે. પછી તેની સામેની બાજુ બીજી દીવાસળી આ જ રીતે લગાડવાની. પણ તે થોડી ઉંચી રહે તેમ. પછી રબર બેન્ડ બાકસની ઉપર લગાડવાનું, અને જે કાનમાં ઓછું સંભળાતું હોય તે કાનની ઉપર બરાબર ફીટ થાય, તેમ લગાડી દેવાનું. જો બેય કાનમાં તકલીફ હોય , તો આવું બીજું મશીન બનાવીને બીજા કાન પર લગાવી દેવાનું.”
હવે મારાથી ન રહેવાયું, “ અરે નરહરીભાઈ, તમને અત્યારે આવી મજાક સુઝે છે?આ તે કાંઈ કામ કરતું હશે?”
નરહરી ભાઈ બોલ્યા,” જુઓ, જાણે વાત એમ છે કે, તમને વધારે સંભળાય કે ન પણ સંભળાય. પણ સામેની વ્યક્તીને ખબર પડી જશે કે, આમને સાંભળવાની તકલીફ છે, એટલે તમારા કહ્યા વગર તે મોટેથી બોલવા માંડશે. તમારું કામ બોલ્યા વગર બની જશે.! “
અને વીજયી મુદ્રાથી નરહરીભાઈ સ્મીત કરી રહ્યા. અને અમે બધાં? હસી હસીને ગોટપોટ...
- સુરેશ જાની
ઉદ્યોગ મારો એકનો એક પુત્ર છે. છઠ્ઠા ધોરણમાં એ ભણે છે. કેટલાયે દીવસોથી એ મારી ઓફીસે આવવા માંગતો હતો; પણ અમારો બાપ- દીકરાનો મેળ ખાતો નો’તો.
આજે શનીવાર હતો અને મારે ‘ઓવર – ટાઈમ ‘ ના કારણે ઓફીસે જવાનું થતાં હું ઉદ્યોગને મારી સાથે ઓફીસે લઈ આવ્યો હતો.
“ડેડી, આ બધી પેન્સીલો ભેગી કરીને તમે એનું શું કરો છો?“ પેન્સીલ હોલ્ડરમાં જકડાઈને પડેલી પેન્સીલોના ટુકડાઓને જોઈને ઉદ્યોગે મને પુછ્યું.
” તારે જોઈએ છે?”
“હા!”
”તો લઈ લે જેટલી જોઈએ તેટલી. આમેય એ અહીં પડી જ રહી છે. “
ભારતમાં હતો ત્યારે પેન્સીલ પકડી શકાય અને એના વડે લખી શકાય તેટલી નાની થાય ત્યાં લગી એનો ઉપયોગ થતો હતો. ત્યારે, આવી પે ન્સીલો વાપરતાં શરમ કે સંકોચ થતો નહીં. અમેરીકામાં આવ્યા પછી, કમ્પનીના ખર્ચે પેન્સીલો પાણીની જેમ વપરાય છે. એમાંયે પેન્સીલનું કદ નાનું થાય એટલે એ આપણો સ્નેહ ગુમાવી બેસે છે. ઉદાર દીલવાળા એ ટુકડાઓને કચરા પેટીમાં પધરાવીને એ ટુકડાઓને એમના અંતીમ માર્ગ પર રવાના કરી દે છે. પણ. મારા જેવા કરકસરીયા જીવવાળા એ નાના ટુકડાઓને કેદીઓની જેમ પુરી રાખે છે કે જ્યાં એ આજીવન ગુંગળાયા કરે છે.
ઉદ્યોગને હજુ હું વાત કરું તે પહેલાં જ એ મારા સાથીદારો પાસે પહોંચી ગયો. બધા પાસેથી પેન્સીલના ટુકડાઓ એકઠા કરી લાવ્યો. મારું શાર્પનર લઈને ખાલી પડેલા એક ટેબલ પર પેન્સીલની અણીઓ કાઢવા કામે લાગી ગયો. અમે ઘેર જવા નીકળ્યા ત્યારે ઉદ્યોગની પાસે પેન્સીલના ટુકડાઓનો ભંડાર ભરાઈ ગયો હતો.
એક દીવસે ઉદ્યોગની નીશાળમાંથી અમારા પર ચીઠ્ઠી આવી. મા કે બાપે નીશાળે આવીને શીક્ષકને મળી જવાની સુચના એમાં હતી. આ કામ પતાવવા મેં ધર્મપત્નીને જ્યારે કહ્યું ત્યારે એ બોલી ઉઠી, “ ના, બાપા. એમાં મારું કામ નહીં હોં ! “ માનો જીવ તરફડવા લાગ્યો હતો, એ હું જાણી શક્યો.
રણમેદાને જવાનું નારીઓને ન જ શોભે એટલે ગુર્જર નરને જ આ બીડું ઝડપવું પડ્યું. છુટકો જ નો’તો ! નોકરીમાંથી રજા મુકીને હું ઉદ્યોગની નીશાળમાં પહોંચ્યો.
શીક્ષક પાસેથી હકીકત જાણીને ન તો હું રડી શક્યો કે, ન તો હું હસી શક્યો ! ઉદ્યોગે નીશાળમાં શું કર્યું હશે એની કલ્પનાઓ જે મેં કરી હતી એ બધી જ ખોટી પડી !
ઉદ્યોગ મારી પાસે અવારનવાર પેન્સીલોના ટુકડાઓ કેમ મંગાવતો હતો એની કેડી મને આજે જડી.
ઉદ્યોગ ઘેરથી પેન્સીલોની અણીઓ કાઢીને નીશાળમાં લઈ જતો, અને રીસેસમાં વર્ગના બારણે ઉભો રહીને પાંચ સેન્ટમાં વેચતો હતો. પે ન્સીલો નહીં લાવનાર તથા પેન્સીલોની અણીઓ કાઢવાની મુસીબતોને કારણે બાળકો એની પાસેથી ખરીદતાં પાછી પાની કરતાં ન હતાં. ઉદ્યોગનો આ વેપાર દીવસે દીવસે વધવા લાગ્યો. આખી નીશાળ ઉદ્યોગને ઓળખતી થઈ ગઈ હતી.
વેપારમાં નફો થાય એટલે સૌની આંખમાં આપણે ખુંચીએ છીએ. ઉદ્યોગનું પણ એવું જ થયું. એનો નાના પાયાનો વેપાર વીઘ્નસંતોશીઓને ન ગમ્યો. પરીણામે એના વીરુદ્ધ ફરીયાદ નોંધાઈ. આ જ કારણે મારે નીશાળમાં જવાનું થયું.
ઘેર આવીને મેં પત્નીને સઘળી વાતથી વાકેફ કરી. ”હાશ! મને હતું કે નીશાળમાં મારામારીમાં મારા દીકરાનું નામ કોઈએ આપ્યું હશે. એની મને ભારે ચીંતા થતી હતી.”
“ હવે તો શાંતી થઈને? “
”હા.”
“ તો થઈ જાય, થોડી મસાલાની ચા. “
“ ચોક્કસ, કેમ નહીં ?” બોલી એ ચા મુકવા ઉભાં થયાં.
આજે પહેલી વાર એકી ધડાકે ચા મુકી, પાવાની મંજુરી મળતાં મને પણ અનેરો આનંદ થયો. આમ તો ચાની માંગણી કરી હોય તો એ બોલ્યા સીવાય રહે નહીં , “ ..... હમણાં તો પીધી! ....કેટલી વાર ચા પીવી છે? .... હવે ચા પીવાની ઓછી કરો, ઉમ્મર થવા આવી.” વગેરે, વગેરે ...
ચા પીતાં પીતાં મેં કહ્યું,” આપણા ઉદ્યોગે આવું ન કરવું જોઈએ. પાંચ પેનીમાં એ કેટલા પૈસા બનાવવાનો છે? આમ કરવાથી ભારતવાસીઓની કેવી છાપ પડે?”
“વાણીયાના દીકરા થઈને તમે તો આખી જીંદગી નોકરી કરી ખાધી છે; પણ મારો દીકરો તમારી જેમ નોકરી નથી કરવાનો; એની ખાતરી મને આજે થઈ ગઈ છે.”
“પુત્રનાં લક્ષણ પારણામાંથી, કાં ?” મારાથી બોલાઈ ગયું.
આજે એ ઉદ્યોગ ઉદ્યોગ રહ્યો નથી, પણ શીકાગોનો એક ઉદ્યોગપતી બની ગયો છે.
.... અને હું એના ઘરમાંથી એના ટેબલ પર પડેલી પેન્સીલના ટુકડાથી આ વાત ટપકાવી રહ્યો છું.
- ચીમન પટેલ
(   તેમનો પરીચય  )
રાતના અગીયારેક વાગ્યા હશે. તમે નીદ્રાદેવીનો પહેલો પ્રસાદ ચેનથી માણી રહ્યા છો. ત્યાં તમારી બાજુમાં સુતેલી તમારી પત્ની તમને ગોદો મારીને બડબડે છે – “ આ નસકોરાં બંધ કરો તો સારું.“ અને તમે એ સુખની દુનીયામાંથી તમારી કઠણાઈ ભરેલી દુનીયામાં પાછા આવી જાઓ છો. ફરી તંદ્રાની એ અપ્રતીમ ક્ષણો પાછી મેળવવા તમે વ્યર્થ પ્રયત્નો કરો છો.
અડધો ક્લાકના ફરીથી નીદ્રાદેવીને શરણે જવાના વ્યર્થ પ્રયત્નોથી કંટાળી, તમે રોજની જેમ ઘરમાં બેચાર આંટા મારી લો છો. બેકયાર્ડમા ચાંદની કેવીક જામી છે તેનું અવલોકન કરી લો છો. અને છેવટે બધાં દુ:ખોના આધાર જેવા કોમ્પ્યુટરના કીબોર્ડ અને મુશકના સહારે આવી પુગો છો. પાંચેક રમતો રમી, ઇમેલો જોઈ લો છો; મીત્રોને ‘જય શ્રીકૃષ્ણ’ કરી દો છો.   તમારું માંડ જ વધતું બેન્ક બેલેન્સ ફરી એક વાર જોઈ લો છો. ગઈકાલે આવેલા એકાદ નવા નક્કોર વીચારને અક્ષરદેહ આપો છો. મીત્રોના બ્લોગ પર લટાર મારી આવો છો. અને બે’ક કલાક રહી ફરી પથારીમાં પાછા ફરો છો.
આંખો ઉઘમાં થોડી ઘેરાય છે તો ખરી, પણ તમારી જીવનસખીનાં નસકોરાંનું શ્રવણ કરતાં તમને બ્રહ્મજ્ઞાન લાધે છે કે, નસકોરાંમાં જ નાદબ્રહ્મનું સાચું સુખ સમાયેલું   છે. તેને ઉઠાડી બદલો વાળવાની ભાવના તો ક્યારની નશ્ટ થયેલી છે, કારણકે તમે જાણો છો કે કોઈની ઉંઘ ઉડાડવાથી તેનું કલ્યાણ થશે કે તમને ઉંઘ મળશે તે માન્યતા ભુલભરેલી છે. તેનાં નસકોરાંની વધી રહેલી તીવ્રતા તમારામાં ક્ષણીક ઈર્શ્યાભાવ પણ જગાડી જાય છે.
ફરી થોડાં પાસાં ફેરવી, જીવનની વ્યર્થતા માટે ખરખરો કરી, તમે પાછા ઉઠો છો. ગઈકાલે વાંચવાનું બાકી રહેલું છાપું પુરું કરો છો. વાંચેલા સમાચાર ફરી વાંચી જાઓ છો. તેના સારા-નરસાપણા માટે તમારાં પોતાનાં આગવાં અને અતી મુલ્યવાન મુલ્યાંકનો બાંધી દો છો. અમેરીકાના પ્રેસીડેન્ટ અને ભારતના વડાપ્રધાન તમારી સલાહ લેતા નથી તે માટે દુ:ખ અનુભવો છો. ગુણવંત શાહ અને સુરેશ દલાલ તમારો અભીપ્રાય લે તો તેમના લેખો કેટલા વધુ ઉત્કૃશ્ટ બને તેવો મીથ્યા અહંકાર પણ સેવી લો છો. પુરાતત્વ અને ઈતીહાસ તમારા પ્રીય વીશયો છે. તે વીશયોની તમારી ગઈકાલની વંચાઈ રહેલી ચાલુ ચોપડીનાં થોડાં વધારે પાનાંની સફર પણ કરી આવો છો. ઇજીપ્તના ‘તુતનખામન’ કે નીનીવેના ‘સેન્નાચરીબ’ની સાથે થોડી વાતચીત કરી લો છો.
‘या निशा सर्वभूताणाम्, तस्याम् जागर्ति संयमी।‘ એ શ્લોક દરરોજની જેમ યાદ કરી તમારી આ સંયમી અને જ્ઞાની અવસ્થા માટે તમે ગર્વ અનુભવો છો. માથે આવી પડેલી જાગૃતાવસ્થામાં તમારા વર્ધમાન થઈ ગયેલા બહુશ્રુતપણા માટે તમે સંતોશની લાગણી અનુભવો છો. સુઈ રહેલા સૌ અજ્ઞાન પ્રાણીઓ આ લાભથી   કેવા વંચીત છે  તેવો વીચાર રોજની જેમ કરી તમે મન મનાવો છો. તેમના માટે તમે કરુણાનો ભાવ પણ રોજની જેમ અનુભવો છો. તેમને જગાડી આ અપ્રતીમ ધર્મલાભમાં સહભાગી બનાવવાની દુશ્ટ ઈચ્છાને તમે માંડ માંડ ખાળો છો.
હવે તો આંખો બરાબરની ઘેરાયેલી છે. પાંચેક વાગ્યાના સુમારે તમે પાછા નીદ્રાદેવીને શરણે જાઓ છો. પણ છ વાગ્યા ન વાગ્યા, અને તમે ઝબકીને જાગી જાઓ છો. કોઈ મહાન વીચાર તમારા મનમંદીરનાં બારણાં પર ટકોરા મારી રહ્યો છે. કોઈ નવી કવીતા પ્રાગટ્યની રાહ જોઈ રહી છે. તમે હવે સાવ તરોતાજા થઈ ગયા છો. તમારો આજનો ઉંઘનો પુરવઠો અધુરો રહી ગયાનો અસંતોશ થઈ જાય છે. છતાં આટલી તો આટલી પણ ઉંઘ આજે આપી તે માટે તમે પરમ કૃપાળુ પરમાત્માનો મનોમન આભાર માની લો છો.
નીત્યકર્મ પતાવી, થોડાં આસનો કરી, તમે યોગસાધનામાં ઉત્તરોત્તર થઈ રહેલી તમારી પ્રગતી માટે સંતોશ અનુભવો છો.  ઘડીયાળ સામે દ્રશ્ટીપાત કરતાં, ચા બનાવવાનો સમય થઈ ગયો છે, તે ખબર પડે છે. અને દેવોને ય દુર્લભ એવા એ ગરમાગરમ પીણાંની લીજ્જત માણવા અને મણાવવા તમે પ્રવૃત્ત થાવ છો.
બપોરની વામકુક્ષી જ હવે તો આગલી આશા છે. એ અડધો કલાકની મહાન પળોની આકાંક્ષામાં તમે નવા દીવસની તમારી યાત્રા ફરી એક વાર આરંભો છો. અને બપોરેય નસકોરાં બોલે તેટલું, કોઈના ગોદા વીનાનું ઉંઘી શકો એવી, તમારી જાતને જ શુભેચ્છા પાઠવો છો.
' यस्यां जागर्ति भूतानि,  सा नीशा पश्यतो मुनेः । ' વાળો શ્લોકનો બીજો ભાગ તમને બપોરે ઉંઘવામાં વધુ બંધબેસતો લાગે છે. એટલે  બધાં અજ્ઞાન (!) પ્રાણીઓ જાગતાં હોય ત્યારે; ભલે વામકુક્ષીને બહાને પણ નસકોરાં-સભર એક નાનો શો બ્રેક લઈને (ક્યા બાત હૈ !)  તમે  પથારીમાં લંબાવી દો છો !
- સુરેશ જાની
પહેલી વાર ' હાસ્યમેવ જયતે ' પર પ્રકાશીત
છગનકાકા એકલા જ ઘરમાં છે. રમાકાકી પીયરમાં મદદ કરવા સવારથી ગયાં છે; અને છેક સાંજે પાછાં આવવાનાં છે. દીકરો નયન, તેની વહુ નયના અને બે બાળકો મીત્રોની સાથે પીકનીકમાં ગયાં છે.
શેરીમાં કેળાવાળાની બુમ પડે છે. કાકા તેને બોલાવી એક ડઝન કેળાં ખરીદે છે. હવે વાંચજો તેમના વીચારો અને વર્તન  ...........
" ચાલ, મારા ભાગનાં બે કેળાં તો ખાઈ લઉં."
અડધા કલાક પછી
" અરે, નયનનો બાબલો તો હજુ  આઠ જ મહીનાનો છે. તેને ક્યાં કેળાં આપવાનાં જ છે?"
બીજા બે કેળાં કાકાના પેટમાં !
વળી બીજા અડધા કલાક પછી.
" નયનની બેબીને તો ક્યાં કેળાં ભાવે જ છે? "
બીજા બે કેળાં કાકાના પેટમાં !
વળી બીજા અડધા કલાક પછી.
"રમાને તો પીયરમાં તેની ભાભી આગ્રહથી જમાડીને જ મોક્લશે ને? તે ક્યાં આવીને કશું ખાવાની?"
વળી બીજા બે કેળાં કાકાના પેટમાં !
વળી બીજા અડધા કલાક પછી.
" હવે નયન, નયના અને હું ત્રણ જ રહ્યાં ! અને કેળાં છે ચાર. આમાં ભાગ પાડવાની તકલીફ પડે. ચાલ બે કેળાં હું જ ખાઈ લઉં. બાકીનાં એ બે જણ માટે. "
બીજા બે કેળાં ય કાકાના પેટમાં!
વળી બીજા અડધા કલાક પછી.
"હવે આ બે કેળાં બધાંને બતાવીશ તો બધાં મારી મજાક ઉડાવશે કે,  'આટલાં જ કેળાં લીધાં?' એના કરતાં કોઈને કહેવું જ નથી કે કેળાં ખરીદ્યાં હતાં."
અને છેલ્લા બે કેળાં પણ કાકાના પેટમાં !
આમ છગનકાકાએ બધાં માટે કેળાં ખરીદ્યાં !!!
( હીન્દીના પ્રસીદ્ધ લેખક મુન્શી પ્રેમચંદજીની વાર્તા પર આધારીત. )