હસ્તી અમારી દર્દથી જે તરબતર હતી.
એની સુવાસની જ ગઝલ પર અસર હતી.
પટકાઈ હું પડ્યો છું, મગર એ પડી નથી
શ્રદ્ધા અડગ રહી કે જે ઈશ્વર ઉપર હતી.
આવું ન તારી પાસમાં તો ક્યાં જઉં કહે,
સાકી, સુરા તે રાહમાં ક્યાં દરબદર હતી?
સૌની હતી આ શીખ: જીવ્યે જા! સુખી થઈશ,
પણ દોસ્ત! મારા ભાગ્યની મુજને ખબર હતી.
જન્નતમાં એ સુખોને લઈ શું કરું, ખુદા!
જેની જરુર ફકત આ ધરતી ઉપર હતી.
જહેમત ‘જલાલ’ મારા ફક્ત હાથમાં હતી,
બાકીની વાત મારા મુકદ્દર ઉપર હતી.
- ‘જલાલ’ મસ્તાન
મૂળ ખંભાત પાસેના તારાપુર ગામનું ફરજંદ અને હાલ અમદાવાદમાં સ્થાયી થયેલ આ કવિએ બહુ પ્રેમપૂર્વક આર. આર. શેઠની કમ્પની દ્વારા પ્રકાશિત તેમનો પ્રથમ ગઝલ સંગ્રહ ' ખેરિયત' મોકલી આપ્યો છે. તેમાંથી પ્રથમ નજરે જ ગમી ગયેલી આ ગઝલ આજે રજૂ કરતાં આનંદ થાય છે.   કોઇ પણ શેરનું રસદર્શન કરાવવું ન પડે; અને લસલસતા શીરાની જેમ સીધી દિલમાં  ઉતરી જાય તેવી આ ગઝલ વાચકોને પણ જરુર ગમી જશે.
કાચનદીને પેલે કાંઠે
કાચનદીને પેલે કાંઠે શબ્દ ઊભો અજવાળાં લઈને
થરથરતા હિમયુગોને છેડે સપનાંઓ હૂંફાળાં લઈને
કાચનદીને પેલે કાંઠે કોઈ આપણી રાહ જુએ છે
ચાલ આંખમાં ભીનાશ લઈને
છાતીમાં ગરમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે નામ ધૂંધળું ચહેરા ઝાંખા
આ કાંઠે ચૂપચાપ ઊભો છું
શ્વાસોની જપમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે કોની પહેલી તરસ પહોંચશે
જલપરીઓની રાણી ઊભી હાથોમાં વરમાળા લઈને
કાચનદીને પેલે કાંઠે ગણિત બધાંયે સાવ નકામાં
તરી ગયા એ શૂન્ય ઊંચકી ડૂબી ગયા સરવાળા લઈને
કાચનદીને પેલે કાંઠે પાગલ પંખી માળો બાંધે
ડાહ્યા લોકો ભેટ આપવા આવે કૂંચીતાળાં લઈને
સંદીપ ભાટિયા
દિવ્ય ભાસ્કરમાંથી સાભાર.
" દિવ્ય ભાસ્કર માં આજે જ સુરેશ દલાલની કોલમમાં કવિ સંદીપ ભાટિયાનું એક સરસ કાવ્ય છે. ગમી ગયું એટલે તમને મોકલું છું" - હરસુખભાઈ થાનકી
દિવ્ય ભાસ્કરની  http://www.divyabhaskar.co.in/literature/gazal-kavita/ લિંક પર ક્લિક કરીને ઘીના દીવાનું અજવાળું   પર જઈ મુરબ્બી શ્રી સુરેશભાઈ દલાલનું આ કાવ્યનું રસદર્શન અને એના કવિ શ્રી સંદીપ ભાટિયા વિશેની વિશેષ માહિતી મેળવો. દિવ્ય ભાસ્કરની સાઈટ પર કવિતાઓનો ખજાનો ભરેલો જોઈ અનહદ આનંદ અનુભવ્યો.  આ રીતે કાવ્યોની દુનિયા પર પણ પ્રકાશ પાથરી રહ્યું છે જાણી સંતોષ અનુભવાય છે.
આ કાવ્ય મોકલવા બદલ મુરબ્બીશ્રી હરસુખભાઈ થાનકીનો હાર્દિક આભાર. ગુજરાતી બ્લોગજગતનો નવોસવો અને  આજની સાંપ્રત સમસ્યાઓ તેમજ ઘટનાઓમાં ડોકિયું મરાવતો, અને એમની રોચક કલમની લિજ્જત માણતાં લટાર માર્યાનો આહ્લાદ ઉપજાવતો એવો એમનો બ્લોગ માણવા આ લિંક પર http://thankibabu.wordpress.com/ ક્લિક કરવાનું રખે ચૂકતા.
શ્વાસમાં વાગે શંખ
શ્વાસમાં વાગે શંખ,
એ જી રે શ્વાસમાં વાગે શંખ...
ઘડિયા-ચોઘડિયાંની વાત નથી આ કાંઈ ઘડીએ ઘડીની છે વાત;
ફૂંકની પેર હું તો ફૂંકાતો ચાલું ને ફેલાતી ચાલે મારી જાત!
રૂંવા રૂંવામાં ઝાલર બાજે ને ગવાય રૂડા છંદ!
હો જી હો ગવાય રૂડા છંદ...
એ જી રે શ્વાસમાં વાગે શંખ!
બત્રીસે કોઠામાં ઝગમગતા દીવડાનો આઠે પહોર અજવાસ;
ચઢ ને ઊતર કરે રગમાં રુધિર એની આરતી ફરે બારે માસ!
ધજાની પેર મારા અંગ ઊડે ને કાંઈ ફરફરતો આનંદ!
હો જે હો ફરફરતો આનંદ...
એ જી રે શ્વાસમાં વાગે શંખ!
ધીરેન્દ્ર મહેતા
પવનના વેશમાં માંથી સાભાર.
હઝારોં નામ વાલે
દાતા તેરે હઝારોં હૈ નામ
કોઈ પુકારે તુજે, કહેકર રહીમ
ઓર કોઈ કહે તુજે રામ…..દાતા..
કુદરત પર હૈ તેરા બસેરા,
સારે જગ પર તેરા પહેરા,
તેરે ઈશારે હોતા સવેરા,
તેરે ઈશારે હોતી શામ…દાતા..
આંધી મેં તુ દીપ જલાયે,
પથ્થર સે પાની તું બહાયે,
બિન દેખે કો રાહ દીખાયે,
વિષ કો ભી અમૃત તૂ બનાયે,
તેરી કૃપા હો ઘનશ્યામ…. દાતા..
કુદરત કે હર સુ મેં બસા તુ,
પત્તોં મેં પોંધોં મેં બસા તુ,
નદીયા ઓર પર્બત મેં બસા તુ,
દીન-દુ;ખી કે ઘર મેં બસા તુ,
ફિર ક્યોં મેં ઢુંઢું ચારોં ધામ?…દાતા..
યે ધરતી યે અંબર પ્યારે,
ચંદા સૂરજ ઓર યે તારે,
પતઝડ હો યા ચાહે બહારેં,
કુદરત કે સારે યે નઝારે,
દેખું મેં લે કે તેરા નામ…દાતા….
રઝિયા અકબર મિર્ઝા
દિવાળીના આ ભવ્ય અને દિવ્ય અવસરે આપણા સહુના દિલમાં સર્વજન પ્રત્યે સદ્ભાવના દીવા પ્રગટે એવી કવિલોકની શુભેચ્છાઓ. વિક્રમ સંવત 2064ના આ નવા વર્ષના આગમને સહુને નૂતન વર્ષના અભિનંદન.
ટળવળી અવિરત આંખ જે
અજ્ઞાત અંધારે પ્રભા કાજે
એ મહીં,
જ્ઞાન ધ્યાન પ્રકાશ ઝળહળે
ને દીપ દીપાવલીને આંજે.
હો ચેતનમયી અમાસની નિશા!
ચળવળી અહર્નિશ પાંખ જે
વિરાટ વ્યોમે શાતા કાજે
રે તહીં,
શીત પ્રીત સમીર ફરફરે
ને આશ આસમાનને આંબે.
હો દર્શનમયી નિત નવી દિશા!
દિલીપ ર. પટેલ
ઓરેન્જ, કેલિફોર્નીયા
કોલમ્બસની કલ્પેલી એ  ભારત  ભોમકા
ક્રિસ્ટોફર કોલમ્બસ ભડવીર થઈને ભારતભૂમિની તલાશમાં નીકળીને શું ભુલથી જ કે પછી સમૃધ્ધિથી લલચાઈને અમેરિકાને તીર આવ્યો?  ભારતની ભોમકાને શોધવાના એ સાગરખેડુના સોનલ શમણાં જ્યારે સાકાર નથી થયા ત્યારે ભારતથી આવતા ને આવીને અમેરિકામાં વસવાટી થયેલા ભારતીયજનો  જ અહીં સનાતની સંસ્કૃતિ સેવીને, સદાચારી સંસ્કાર સજીને તેમજ અમેરિકાની અનુકરણીય નીતિ-રીતિને અપનાવીને  ભારત ભોમને અમેરિકાલોકમાં ઉતારી શકે તો કેવું ! આ રીતે જ કોલમ્બસને એની યાદગીરીમાં ઉજવાતા કોલમ્બસ ડે (ઓક્ટોબરનો બીજો સોમવાર)ના દિવસે ભવ્ય અંજલિ આપી શકાશે.  આજના અહીં આવતા ને વસતા બધા ભારતીય અમેરિકન કોલમ્બસ દ્વારા કોલમ્બસની એ કલ્પનાને કંડારવા મથતું, સાગરખેડુના શમણાંને સાકાર કરવા મથતું દિલ  આમ ગૂંજે છે...
કોલમ્બસની કલ્પેલી એ  ભારત ભોમકા
ચાલો રે ઉતારીએ આજ યુએસ લોકમાં
આવ્યો કોલમ્બસ યુએસને તીર વહાણવટીની ભણી લકીર
સ્થિર થયો શું સંસ્કૃતિ સમીર  કે ચુંબક સમૃધ્ધિ કેરું સલિલ
ભુલથી જ શું ભુલીને દિશ  યુએસ લાંગર્યો કોલમ્બસ વીર?
કોલમ્બસની કલ્પેલી...
ભુલથી જ ન ભુલી ભારત-નીર  યુએસ લાંગર્યો  એ વીર !
હાલો રે ભેરુ હિન્દ કેરું જે હીર બસ ઉતારીએ યુએસ તીર
ગ્લોબલ ગામ સાગર ગીર વસુધા કુટુમ્બે એક જ હો પીર
કોલમ્બસની કલ્પેલી...
થાન ભુલનારો એ ભડવીર લાંગરી યુએસ ન થયો અમીર
સદાચારે થઈ સંકૃત ખુલ્લેદિલ છેડીએ સત્ સંસ્કાર સમીર
દઈ સંસ્કૃતિ સનાતની સ્થિર  ખુદ ખીલવીએ ખુશી ખમીર
કોલમ્બસની કલ્પેલી...
ભોગ વાસના વિવેકે સેવી   યોગ સાધના  આતમને દેવી
કુટુમ્બભાવના છે રક્તે વણી સ્મરીએ એ સદા ભણી-ગણી
ગાંધી શા ગુણલા દેહમાં દળી મરીએ રે દેશદાઝથી બળી
કોલમ્બસની કલ્પેલી...
યુએસના અજોડ ઉત્તમ કાયદા સ્નેહે સેવી લભીએ ફાયદા
હિન્દના પારસી જ્યમ ભળી ના રહીએ પરદેશે અલાયદા
સમય પાલન અભિવાદન  આભાર વદી  પાળીએ વાયદા
કોલમ્બસની કલ્પેલી...
ગ્રહી અમેરિકી આયોજન રીત ગુણીએ મહીં પૂર્વનું ગણિત
સંગ સ્વચ્છ પર્યાવરણ સંગીત ગુંજીએ રે ગીત વેદ વદિત
દયા દુઆ સ્નેહ સેવા સલિલે જીવતરે સિંચીએ સત્ સરિત
કોલમ્બસની કલ્પેલી...
કોલમ્બસે કલ્પેલો પેલો દેશ ચાલો કંડારીએ વસી યુએસ
તજી ભાષા ભજન ભોજન વેશ નીતિ-નેમને ન દૈએ ઠેસ
સાગરખેડુનો સોનલ ઉન્મેષ   સંસ્કૃતિ સેવી પૂરીએ ઉદ્દેશ
કોલમ્બસની કલ્પેલી...
દિલીપ ર. પટેલ
ઓરેંજ, કેલિફોર્નીયા