ટૅગ્સ » ધર્મ

855 શા માટે ? 

સત્ય બોલે દિલડું હરખે,

જુઠ બોલે મનડું ડંખે.

સત્યમેવ જયતે.

અધર્મ કરે ઈશ્ર્વર રૂઢે,

ધર્મ કરે ઈશ્ર્વર રીઝે

ॐ નમ: શિવાય.

પ્રભુ સ્મરણ સાચી સંપતિ,

POEM

ધર્મની પ્રથા / નૈતિક મૂલ્ય : પ્રમાણિકતા / સદગુણ : ફરજ

પ્રહલાદ ભગવાન નારાયણના ભક્ત હતા. તેઓ એક પ્રમાણિક રાજા હતા અને તેઓ દિલના ખૂબ ઉદાર હતા. તેઓ જરૂરત મંદોને હમેશાં મદદ કરતા. તેમની ખ્યાતી આખા રાજ્યમાં પ્રસરેલી હતી. તેઓ પ્રજાજનોને કીમતી ભેટ આપતા. તેમની ઉદારતા જોઈને ઇન્દ્રરાજાને તેમની પરીક્ષા લેવાનું મન થયું. એક દિવસ ઇન્દ્રરાજા બ્રાહ્મણનો વેશ ધારણ કરીને પ્રહલાદની રાજસભામાં આવ્યા. પ્રહલાદે બ્રાહ્મણનું ખૂબ સન્માન કર્યું અને તેમને પોતાની બાજુમાં બેસાડ્યા. તેમણે ખૂબ આદર ભાવથી પૂછ્યું, “હે બ્રાહ્મણ, હું તમારી શું સેવા કરી શકું?” તમને હું કઈ રીતે ખુશ કરી શકું?’

બ્રાહ્મણે સ્મિત કરતા જવાબ આપ્યો. “હે રાજા, તારે મને ખુશ જ કરવો હોય તો તું મને તારું ચારિત્ર્ય ભેટમાં આપ.” પ્રહલાદે એક પળનો પણ વિલંબ કર્યા વગર કહ્યું, “તમે મારૂં ચારિત્ર્ય લઈ શકો છો.” બ્રાહ્મણ તો પ્રહલાદનું ચારિત્ર્ય લઈને રાજદરબારમાંથી જતા રહ્યા. જેવા બ્રાહ્મણ રાજદરબારમાંથી બહાર નીકળ્યા એવી રાજાની નજર એક અતિ સુંદર યુવતી પર પડી. તે રાજદરબારને છોડીને જતી હતી, પ્રહલાદે તેને પૂછ્યું, “આપ કોણ છો?” યુવતીએ જવાબ આપ્યો, “હું ખ્યાતી છું. હું હવે તમારી સાથે રહી નહીં શકું કારણકે તમારૂં ચારિત્ર્ય તમને છોડીને જતું રહ્યું છે.” પ્રહલાદે તેને જવાની રજા આપી. ચારિત્ર્ય અને ખ્યાતી જતા જ બીજી એક સ્વરૂપવાન સ્ત્રી રાજસભામાંથી જવા માટે ઊભી થઈ. પ્રહલાદે તેને પણ પૂછ્યું, “હે સ્ત્રી, હું જાણી શકું કે આપ કોણ છો?” તરત જ સ્ત્રીએ જવાબ આપ્યો, “હું રાજલક્ષ્મી છું. આ રાજસભાની દેવી છું. હું ચારિત્ર્ય અને ખ્યાતી વગર આ રાજસભામાં કેવી રીતે રહી શકું?” રાજલક્ષ્મીના જતા જ બીજી એક સ્ત્રી પોતાના અશ્રુ લુછતી રાજસભામાંથી જવા માટે ઊભી થઈ. પ્રહલાદે તેની તરફ જોયું અને દોડતો તેની પાસે ગયો અને પૂછ્યું, “માતા આપ કોણ છો?” તેણીએ જવાબ આપ્યો, “દીકરા હું ધર્મની દેવી છું અને જ્યાં ચારિત્ર્ય, ખ્યાતી અને રાજલક્ષ્મી ન હોય ત્યાં હું એક ક્ષણ પણ ન રહી શકું.” પ્રહલાદ એજ ક્ષણે તેમના ચરણોમાં પડી ગયો અને કરગરીને કહેવા લાગ્યો, “માતા હું ચારિત્ર્ય, ખ્યાતી અને રાજલક્ષ્મી વગર રહી શકું પરંતુ તમારા વગર ન રહી શકું. મને ક્ષમા કરો હું તમને રાજસભામાંથી જવાની પરવાનગી નહીં આપું.” એક રાજાની ફરજ છે કે તેઓ ધર્મની રક્ષા કરે સંપૂર્ણ સંસારમાં ધર્મ પર જ ટકી રહ્યો છે. માટે મારી તમને નમ્ર વિનંતી છે કે મારી રાજસભાને છોડીને તમે ક્યાંય નહીં જાવ.”

ધર્મની દેવી પ્રહલાદની રાજસભામાં રહેવા કબૂલ થયા. અને એ જ ક્ષણે પ્રહલાદની રાજસભા છોડીને ગયેલા બધા પાછા ફર્યા. અને તેમણે કહ્યું, “અમે ધર્મને છોડીને ક્યાંય નહીં જઈએ. અમને પણ તમારી પાસે રહેવા દો.”

પ્રહલાદ જેવા મહાન સંતો અને રાજાઓની શ્રદ્ધા અને ભક્તિ સંસારમાં અમર થઈ જાય છે. જ્યારે કોઈપણ વ્યક્તિ પ્રમાણિકપણે પોતાની ફરજ પ્રેમ અને ભક્તિથી બજાવે છે ત્યારે તેને ભૌતિક જીવનમાં જ નહીં પરંતુ આધ્યાત્મિક જીવનમાં પણ સફળતા મળે છે.

Human Value Stories In Gujarati

આજે મારે નિયમ ની એકાદશી

સર્વે વૈષ્ણવો ને આજ ની દેવશયની એકાદશી ના ભગવદ સ્મરણ જય શ્રી કૃષ્ણ .

આજે મારે નિયમ ની એકાદશી

રાગ – –   કંકુ છાંટી કંકોતરી

આજે મારે નિયમ ની એકાદશી

પોઢ્યા પોઢ્યા પ્રભુજી પાતાળ ,પ્રણવ પ્રતિપાલ …….નિયમ ની એકાદશી

ભક્તિ ભાવે કરી સત્સંગ , પાળો નિજ ધર્મ …………….નિયમ ની એકાદશી

કાયા વાણી ને મન ને કબજે કરી ,

જોડી દેજો શ્યામ ને ચરણે ,સ્વીકારી ને શરણ ……….નિયમ ની એકાદશી

નિત્ય નિત્ય સેવા ને સત્સંગ

કથા કીર્તન સાંભળો પ્રેમ થી ને તજો અભિમાન …….નિયમ ની એકાદશી

હરિ મંદિર માં જજો હોંશથી

કરી દર્શન થાજો પાવન ,બનો ધન્ય ધન્ય ……………નિયમ ની એકાદશી

દાસ ગોવિંદ નો  નાથ રીઝશે

જાણી પોતાનો દાસ, એ કરશે સનાથ ………………….નિયમ ની એકાદશી           

817 ધર્મ શુ છે ? 

ધર્મ શું છે ?

ધર્મ સંપ્રદાય નથી

સંપ્રદાય ધર્મ અનુસાર

જીવવાની રીત ને

ઇશ્ર્વર ની પૂજા વિધિ

શીખવાડવાની સંસ્થા છે.

ધર્મ જાતિપાત નથી.

બધી જાતિ, બધા સંપ્રદાય

POEM

ભાગવત ગીતા નો સાર :

ભાગવત ગીતા નો સાર :

કર્મ યોગ
જ્ઞાનયોગ
સમજાઈ ગયો તો બેડો પાર। .તમારું મન શાંત થઈ જશે.

ધર્મ

ધર્મ : મનુષ્ય નો ધર્મ કયો ?

અપડેટ 1:
ધર્મ : મનુષ્ય નો ધર્મ કયો ?

જવાબ : મનુષ્ય ધર્મ

આજે પૃથ્વી પર જુદા -જુદા ધર્મો નું અસ્તિત્વ છે જેમ કે હિન્દૂ ,મુસ્લિમ , જૈન , પારસી , વગેરે વગેરે। ….દરેક ધર્મ માં જીવન જીવવાના નિયમો છે…જેથી કરીને અફડા તફડી ના સર્જાય મનુષ્ય જયારે જંગલી અવસ્થામાં હતો ત્યાર પછી કાળક્રમેં તે સભ્ય સંકૃતિ નો આવિષ્યકાર થયો તેમ તેમ તેને ધર્મ ને લગતા નિયમો બનાવ્યા ,એમ કહી શકાય કે અસ્તિત્વ ટકાવી રાખવા માટે નિયમો બનાવ્યા, સમાજ બનાવ્યો આમ સભ્ય સંકૃતિ નો વિસ્તાર થયો .ફેલાવો થયો…પછી મારો ધર્મ સારો ને બીજો ખોટો।. એ રીતે ધર્મ યુદ્ધયો થયા…એકબીજા પર ડોમિનેટ કરવા માટે જે..આદિ માનવ નો મુળભુત સ્વભાવ હતો..તેને લઈને અલગ અલગ દેશો બનાવ્યા. એ દેશો ,પ્રદેશો ને ચલાવવા માટે રાજા બનાવ્યા , અને યેન કેન પ્રકારે અલગ અલગ પદ્ધતિઓ અમલ માં આવી..સામંતશાહી , લોકશાહી , રાજા શાહી

ધર્મ

774 પ્રતિવ્રતા પત્નિ

પતિવ્રતા પત્નિ એક આદર્શ નારી

લક્ષ્મીનો અવતાર, પ્રેરણા મૂર્તિ.

પતિવ્રતા પત્નિ સેવા સમર્પણની મૂર્તિ

જિમ્મેદારી ને કર્તવ્યની પૂજારી.

શ્રધ્ધા ને વિશ્ર્વાસ ની દેવી.

પતિવ્રતા પત્નિ માટે પતિ પરમેશ્ર્વર.

POEM